________________ ITE : HTTriver (39) આંખનું જે તેજ હતું તે તેજમાં છેલ્લા દિવસે જરા ફરક પડ્યો , હતા. ત્યારથી સ્વરૂપ જુદું જણાયું. તેથી ત્યાં બીરાજતા - આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી, મદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી તથા શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી ' વિગેરે સુખશાતા પૂછવા અને છેલ્લે મેળાપ કરવા આવી ગયા. સોને અપાર દુ:ખની લાગણી થઈ. આચાર્યશ્રીએ તમામ . જીની સાથે પહેલા પત્ર લખીને, તે પછી હૃદયથી ખમત ખામણુ કરી દીધા, આજે જાણે કે તેજસ્વી તારે પોતાનો - ચમકાર છેડી અસ્ત થવાનો હોય તેમ કુદરતે પણ તેજ દિવસે - ગ્લાની બતાવતી કાળી પછેડી ઓઢી લીધી. આજનો દિવસ પણ સુનકાર લાગતો હતો. જાણે કે આજે જૈન શાસનનો એક - સ્તંભ પડવાને હોય તેમ વાતાવરણમાં પડદા પડતા હતા. જગત ઉપરથી આવા દિવ્ય મહાત્મા દિવ્યધામમાં જવાની તૈયારી કરતા હોવાથી કુદરતેજ સર્વત્ર શેકનિમિત્તે-વિરહ નિમિત્તે - આવું સ્વરૂપ ધારણ કર્યું હતું. આમ મહારાજશ્રીની સ્થિતિ . ભયજનક હોવાથી આખા શહેરમાં ચોતરફ ટેલીફોનથી ખબર આપવાથી તમામ અગ્રેસર તથા શેઠીયાઓ હાજર થઈ ગયા. તે ઉપરાંત અંતસમયે મહોશ્રીમદ્ દેવવિજયજી, પ્ર. 50 લાભવિજયજી, પં. પ્રેમવિજયજી, દર્શનવિજયજી, તરૂણવિજયજી, મનહરવિજયજી, નરેંદ્રવિજયજી, યત્નવિજયજી, હરખવિજયજી વિગેરે તથા સાધ્વીજી આણંદશ્રીજી, કમળશ્રીજી, દર્શનશીજી, મુક્તિશ્રીજી જંબુશ્રીજી અશકશ્રીજી, સભાગ્યશ્રીજી, કલ્યાણશ્રીજી, વિવેકથીજી, નેમશ્રીજી વિગેરે લગભગ પચાસ સાધ્વીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust