________________ ' (37). નીએ ઘેરી લીધા. આથી હવાફેર ખાતર શાહીબાગમાં શેક મગનલાલ ઠાકરશીભાઈના બંગલે મહારાજશ્રીને લઈ જવામાં આવ્યા, અત્રે બે માસ રહ્યા, પણ ફેર ન પડ્યો, ડેકટર રતિલાલભાઈ તથા ડેકટર માકડની રૂબરૂ ફરી બરાબર તપાસ કરાવી, ડેકટરનું કહેવું થયું કે મહારાજશ્રીને ગળામાં “કેન્સર” ની ઝેરી ગાંઠ થઈ છે, આ ઝેરી ગાંઠને ઉપચાર છેજ નહિ. આ ગાંઠવાળા પ્રાયે કરી બચતાજ નથી, આ પ્રમાણે ડાકટરે પોતાને અભિપ્રાય આપ્યો. આ ગાંઠ આખરે ધીમે ધીમે અસાધ્ય અને જીવલેણ નિવડી, સે શિષ્યવર્ગ તથા શ્રાવકવર્ગને ઉદાસ અને ગમગીન બનાવી મૂકયા, મનુષ્ય તે પ્રયત્ન કરી છુટવું જોઈએ, ભાવિના ખેલ મનુષ્યના હાથમાં છે જે નહીં. ગુરૂભાઈ મહોપાધ્યાયજી શ્રી દેવવિજયજી તથા શિષ્યોએ આચાર્યશ્રીની સુશ્રુષા કરવામાં કઈ રીતે પાછી પાની આખર સુધી કરી નથી. ' -- - - પ્રકરણ 9 મું. આચાર્ય મહારાજશ્રીનું સ્વર્ગગમન.. - આચાર્ય મહારાજશ્રીનું શરીર પહેલા કરતાં ઘણું કૃશ થઈ ગયું હતું. પરંતુ એકાદવાર જાડે પચીને આવતું હતું આથી સહુના મનમાં આશા હતી કે ચોકકસ મહારાજશ્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust