________________ (32) કરવામાં આવી હતી. વલસાડના શેઠ ઝવેરી મગનભાઈ નગી દાસ તરફથી શ્રીલની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રમાણે ભાવનગર શહેરની તમામ જૈન તથા જૈનેતર પ્રજા પદવી હોત્સવમાં સામેલ થઈ હતી. ભાવનગરના જૈન ઇતિહાસમાં એ પ્રસંગ જરૂર અપૂર્વ હોવાથી સુવર્ણાક્ષરે દરેકના હૃદયમાં કેતરાઈ રહેશે. પ્રજાવ તરફથી અભિનંદન-માનપત્ર. આચાર્ય મહારાજશ્રીએ ભાવનગરની તમામ પ્રજાને ઉપદેશ આપી ઘણે લાભ આપેલ હોવાથી તેમજ તેઓશ્રીને જે પદવી આપવામાં આવી હતી તે માટે અભિનંદન આપવા આખી ભાવનગર શહેરની પ્રજાના અગ્રેસરની સહી સાથેની એક જાહેર પત્રિકા બહાર પાડવામાં આવી હતી. અને રાજ્યના મે. કાઉન્સીલર શ્રીયુત ત્રિવનદાસભાઈના પ્રમુખપણ નીચે દાદા સાહેબની વાડીમાં એક ભવ્ય સમીયાણો ઉો કરવામાં આવ્યા હતો. તેમાં રાજ્યને અધિકારી વર્ગ, કાઉન્સીલરો તથા પ્રજાના નેતાઓ અને પ્રજાવ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રારંભમાં આચાર્ય મહારાજશ્રી વિગેરે સપરિવાર પધારતાં તેમનો સારો સત્કાર કરવામાં આવ્યો હતો. નગરશેઠ પ્રભુદાસભાઈ તરફથી તથા પ્રમુખશ્રી ત્રિભુવનદાસભાઈ તરફથી મહારાજશ્રીની ઘણી પ્રશંસા કરવા સાથે શ્રી જૈન સંઘ તરફથી આપશ્રીને જે આચાર્ય પદવી આપવામાં આવી છે તેના માટે આ ભાવનગર શહેરની તમામ પ્રજા આપશ્રીને અભિનંદન આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust