________________ (30) પ્રકરણ 7 મું. આચાર્યપદવી અને મહોત્સવ મહારાજશ્રીનું સં. 1982 નું માસું ભાવનગર થયુંમહારાજશ્રીની અમેઘ દેશનાથી આખા શહેરની પ્રજા જૈન -ચા જૈનેતર તેમના ઉપર ફીદા ફીદા થઈ ગઈ. મારવાડી ધુલીયો વંડો વિશાળ છતાં વ્યાખ્યાનમાં એટલી ભરતી થવા. લાગી કે બેસવાની જગ્યા પણ ન મળે. મહારાજશ્રી બધાને લોકપ્રિય થઈ ગયા. નિ:સ્વાર્થ મધુર ઉપદેશ કેને નથી આક.ષતો? રાજ્યને અધિકારી વગ પણ બપોરના ટાઈમે મહારાજશ્રીની મુલાકાત લઈને આનંદ મેળવતો હતો. ગુરૂમહારાજશ્રી વિજયકમનસૂરિશ્વરજીની જયંતિ ઉજવવા એકત્ર થિચેલી એક મિટીંગમાં પં. શ્રી લાભવિજ્યજીએ તે પ્રસંગે ભાષણમાં જણાવ્યું કે ગુરૂમહારાજ પોતે પોતાની નોંધપેથીમાં પોતાની પાછળ 50 શ્રી કેશરવિજયજીને આચાર્ય પદવી આપવા બદલ અમદાવાદના નગરશેઠ વિમળભાઈ મયાભાઈ ઉપર લખી ગયા છે. આ ગુરૂશ્રીનું વચન હજૂ સુધી પળાયું નથી, શ્રી ભાવનગરનો સંઘ તે પાળશે એવી મને આશા છે. બીજી બાજુ ભાવનગરને સંઘ વિચાર કરતો હતો કે મહારાજશ્રીએ આ પણું ઉપર ધર્મદેશના દ્વારા મહાન ઉપકાર કર્યો છે અને સત્ય વસ્તુનું ભાન કરાવેલ છે. તેઓશ્રીના ત્રણમાંથી મુક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust