________________ (21). અને કેટલાક ગ્રંથ તપાસ્યા પણ હતા, તે પછી ત્યાંથી પારકણું ફલેદી, બીકાનેર, નાગોર, મેડતા, પાલી, રાણકપુર, સાદરી, આબુજી વિગેરે ઘણા પ્રાચિન તિર્થના દર્શન કરવા સાથે ઘણું જ્ઞાનભંડારો પણ જોયા હતા. જ્ઞાનભંડારે તપાસી તેમણે કેટલાક ઉપયોગી પુસ્તકોનો સંગ્રહ પણ કરાવેલ છે. - ગણીપદવી તથા પન્યાસપદવી પ્રદાન -: મહારાજશ્રી કેશરવિજયજીના જીવનકમમાં પ્રગતિને સ્થાન હતું. ન્હાનપણથી તેઓ તપશ્ચર્યા કરતા, તિથિઓના ઉપવાસ પણ ચુકતા નહિ, વળી સૂત્રની આરાધના નિમિત્તે ગવહનની કિયા પણ પોતે કરી હતી. ભગવતીસૂત્રના ગવહન થયા પછી ગણપદવી આપવામાં આવે છે તે મુજબ ગુરૂ મહારાજશ્રીના આગ્રહથી સુરતમાં સં. 1963 ના કારતક વદ છઠે તેમને ગણુંપદવી આપવામાં આવી. બીજે વરસે સં. ૧૯૬૪ના માગશર સુદ દશમે મુંબઈના ચાતુર્માસમાં ઘણું ધામધુમથી પન્યાસપદવી પણ આપવામાં આવી હતી, તે સાથે ઉપધાનવાળાઓની માળનમેટે ઉત્સવ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઝવેરી બાબુ રતનલાલ ચુનીલાલ તથા શ્રાવિકાબહેન ભીખીબહેન કે જેમને મહારાજશ્રી પ્રત્યે ઉંચી લાગણી હતી તેમના તરફથી નહાત્સવને તમામ ખર્ચ, નવકારશી તથા ઉપધાન વિગેરેક્ટરાવવામાં આવ્યું હતું. મહારાજશ્રી પોતે સ્વ-સ્વભાવમાં અને આત્મિજ્ઞાનમાં મસ્ત હોવાથી તેમને પદવીની ઈચ્છા ન હતી, પરંતુ ગુરૂ-મહારાજ. તથા ભક્તજનોના અત્યંત આગ્રહથીજ આ કાર્ય કરવું પડયું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust