________________ (27) કરીને બેઠા બાદ મહારાજશ્રીએ આત્મજાગૃતિ આપનાર ઘણું અસરકારક ભાષામાં દેશના આપી, સાથે સાથે પરોપકાર, જીવદયા, દેવગુરૂ ધર્મનું સ્વરૂપ, વિગેરે પણ સમજાવ્યું. તે વખતે શીવજીભાઈ દેવશી ત્યાં હાજર હતા તેમણે પણ તેમની સાટ શૈલીથી ભાષણ દ્વારા ધર્મ સંબંધી સારી શ્રદ્ધા દરબારશ્રીને પ્રગટાવી. જ્યાંસુધી દરબારશ્રી રહ્યા ત્યાંસુધી તેઓ તેમના સ્ત્રીવર્ગ તથા રાજવગ તમામ મહારાજશ્રીના વ્યાખ્યાનનો લાભ લેતા હતા. મહારાજશ્રી પણ કોઈ વખતે દરીયા કિનારે, કોઈવાર દરબાર શ્રીના બંગલે તો કેાઈવાર નગીનભાઈના બંગલે એમ અવારનવાર વ્યાખ્યાનનો લાભ આપતા હતા. જેના પરિણામે દરબારશ્રી તથા તેમના કચેરીમંડલે કેઈએ સાત વ્યસનો કોઈએ પાંચ વ્યસનત્યાગના સખ્ત નિયમ લીધા–દારૂ, શીકાર, પરસ્ત્રી, ચેરી, જુગાર, વેશ્યા, માંસ વિગેરેનું સેવન ન કરવા સખ્ત પ્રતિજ્ઞા લીધી. આ પ્રમાણે મહારાજશ્રીના સત્સંગની દરબારશ્રી ઉપર સુંદર અસર થઈ. મહારાજશ્રી ઉપર દરબારશ્રીના સભાવ અંતિમ સુધી ટકી રહ્યો હતો. જ્યારે મહારાજશ્રીને આચાર્ય પદવી મળી ત્યારે રૂા. 101) ભેટ મહોત્સવમાં ખર્ચ કરવા મોકલ્યા હતા. વળી માંદગી વખતે તાર-પત્ર દ્વારા અવારનવાર ખબર પૂછાવતા હતા. દરબારશ્રીની આટલી બધી લાગણી જોઈ કયા જેનનું અંતર પ્રફુલ્લિત નહિ થાય? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust