________________ (26) ક્રિયામાં અજબ પુરૂષાર્થ હતું. જેની અસરથી ભલભલા પણ તેમના એ કાર્ય પરત્વે આકર્ષાતા અને તેમને અમુલ્ય પરિચય ઈચ્છતા. જ્યારે મહારાજશ્રી સં. ૧૯૭૯ની સાલમાં વલસાડ ચાતુર્માસ રહ્યા હતા. ત્યારે ઉનાળાના ટાઈમમાં વલસાડ પાસેના તિથ્થલ મુકામે દરીયાકિનારે ઝવેરી નગીનભાઈ વીરચંદ હવા ફેર ખાતર પોતાના કુટુંબ સાથે એક સુંદર બંગલો ભાડે રાખીને રહ્યા હતા. તે વખતે મહારાજશ્રી પણ તેજ બંગલાના એક વિભાગમાં રહ્યા હતા. એક દિવસે દરીયા કિનારે રેતીના મેદાનમાં મહારાજશ્રી ધ્યાનમગ્ન બેઠા હતા તે વખતે ધરમપુર દરબારના મેદી રૂગનાથભાઈ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. મહારાજશ્રીને જોઈ તેઓને તેમને માટે પૂજ્યભાવ . મહારાજશ્રીને તેમણે જણાવ્યું કે “હું દરબારશ્રીને મેંદી રાજપરાને રહીશ છું. હું જૈન શ્રાવક છું. આપશ્રીના દર્શન કરવાની ઘણું વખતથી ભાવના હતી તે આજે પૂર્ણ થઈ દરબારશ્રી પણ અહિં નજીક બંગલામાં હવાખાવા આવેલ છે. તેમને હું આપની વાત કરીશ. તેઓશ્રી પણ ધર્મિષ્ઠ અને સત્સમાગમના ચાહનાર હોવાથી જરૂર આપનો લાભ લેવા આવશે. આ પ્રમાણે કહી મેદી, દરબારશ્રી પાસે ગયા અને તેમણે મહારાજશ્રી સંબંધી સદ્યની હકીકતથી વાકેફ કર્યા. બીજે દિવસે દરબારશ્રી પોતાના તમામ માણસોને સાથે લઈ મહારાજશ્રીના દર્શને પધાર્યા. પ્રથમથી ખબર પડવાથી ઝવેરી નગીનભાઈએ બંગલામાં તમામ સગવડતા બેસવા વિગેરેની કરી હતી. દરબારશ્રી નમસ્કાર P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust