________________ (23) તેમાં જણાવેલ જે મહારાજશ્રીને તમામ પરિવાર એકઠો થાય તે સારૂં. નહિ તો પછી તમે મેટા ગુરૂભાઈઓને ભેગા થવાની જરૂર છે. તમે વઢવાણુકેમ્પ આવો. અમે અત્રેથી ત્યાંજ આવીયે છીયે. આ ઉપરથી મહારાજશ્રી વઢવાણ કેમ્પ પધાર્યા. પં. શ્રી દેવવિજયજી, પં. શ્રી મેહનવિજયજી, ભાવવિજયજી વિગેરે તથા પ્રવ સાધ્વીજી ગુલાબશ્રીજી, પુન્યશ્રીજી, જ્ઞાનશ્રીજી વિગેરે ભેગાં થયાં. અને કેટલીક જરૂરી ચર્ચા કર્યા પછી કેટલાક અગત્યના ઠરાવો કરવામાં આવ્યા. જેમાં મુખ્ય એ હતા કે બધા સાધુ સાધ્વીઓએ પં. માટે શ્રી કેશરવિજયજી મહારાજની આજ્ઞામાં રહેવું. દીક્ષા આપવા બાબત તપાસ કરી યોગ્ય જીવને આપવી. તે પણ અમુક અભ્યાસ કર્યા પછી, એક બીજાના શિષ્યને તેના ગુરૂની આજ્ઞા સિવાય રાખવો નહિ. વિગેરે આઠેક ઠરાવ કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે ઠરાવ વિગેરે કરવાનો હેતુ એજ હતો કે મહારાજશ્રી કોઈ પણ પ્રકારે સંગઠન કરવા અને તેને જારી રાખવા ચાહતા હતા. કલેશ કંકાસ કે ભિન્નતા ન પ્રવેશે તે માટે તેઓશ્રી બરાબર પ્રયત્નશીલ રહેતા હતા. મહારાજશ્રીની પ્રવૃત્તિ અઠ્ઠાઈમહોત્સવ, વરઘોડા, જમણ વિગેરે ધામધુમ તરફ ઘણું ઓછી હતી. ફક્ત અનાયાસે થતાં હોય તો તેમાં ભાગ લેતા હતા. મુંબઈ, અમદાવાદ, સુરત, જામનગર, પેથાપુર, વડાલી વિગેરે સ્થળે મહારાજશ્રીના ચતુમસ દરમીયાન ઉજમણા, અઠ્ઠાઈમહોત્સવ, સમવસરણ, તીર્થરચના વિગેરે થયાં છે પરંતુ તેમાં આગ્રહને સ્થાન ન હતું. તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust