________________ (18) આવે? કેશવજીભાઈની ઈચ્છા થતાં વઢવાણકૅમ્પના રહીશ્ય શાહ મુળજી બેચરભાઈએ તેમને વડેદરે મોકલી આપ્યા. “ગુરૂ દિવે, ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધાર; ' - જો સજજન ગુરૂ સાંપડે, તો લાવે ભવને પાર.’ : - એવી ભાવનાવાળા કેશવજીભાઈએ આચાર્યશ્રીને ઉપદેશ સાંબન્યો. અમૃતની તલાવડીમાંથી કેને અમૃત પીને તૃત થવું ન ગમે? પોતાના આત્માની ભૂમિકા શુદ્ધ હોવાથી ઉપદેશામૃતની સાચી ભૂખ તો તેમને હતી અને એ સાચી ભૂખથી ગુરૂ ઉપદેશને સાચો સ્વાદ લેવા લાગ્યા. ગુરૂજીએ પણ પાત્ર જાણ્યું અને તેમને તાત્કાલીક દિક્ષા ન આપતાં ચાર માસ સુધી અધ્યયન કરાવ્યું. આખરે એગ્યતા નિહાળી આગળપાછળ કઈ પણ ઝગડે કે તેવું કંઈ પણ ન થાય તેની સં- - પૂર્ણ ખાત્રી કરીને સં. 1950 ના માગશર સુદ 10 ના ઉજવળ દીવસે ભાઈ કેશવજીને અડી ધામધુમથી હાથીની અંબાડી ઉપર બેસાડી માટે વરઘોડે કાઢી દિક્ષા આપવામાં આવી. તેમનું નામ કેશરવિજ્યજી રાખવામાં આવ્યું. પોતાના ગુરૂ મહારાજ પાસે પ્રકરણનો અભ્યાસ આદર્યો અને સંપૂર્ણ કર્યો. પછી સારસ્વત વ્યાકરણને અભ્યાસ કર્યો. ત્યારપછી ચંદ્રિકા, કાવ્ય, કેષ, અલંકાર, ન્યાય વિગેરેને અભ્યાસ વડેદરા તથા સુરતમાં રહીને કર્યો. હવે તો તેમનું ધ્યેય એકજ હતું. જ્ઞાન-ધ્યાન ને ખરી લગની લાગી હતી એટલે આખો દિવસ અભ્યાસની પાછળ મંડી રહેતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust