________________ (16) એ ઉપરાંત ઘર તથા દુકાનનું કામકાજ સંભાળવું વિગેરે મારાથી કેમ બનશે? વળી લમીબાઈના મૃત્યુનો ફટકકાંઈ ઓછો ન હતો. આથી તેઓ એકાએક ગભરાઈ ગયા. એની અસર શરીર ઉપર પણ થઈ. એમની તબીયત લથડી. ઝાડા શરૂ થયા, દરદ વધતું ચાલ્યું, સવાર પડી તેમના મેટી - ત્રણે પુત્રેએ તેમને હિંમત આપી કે પિતાશ્રી ! જરા પણ ન ગભરાશે નહિ. સઘળા દિવસ સરખા નહિ જાય, દુ:ખનું એસડ દહાડા. એ દુ:ખી દિન પણ વહી જશે અને બધાં સારા વાના થઈ રહેશે. આવતી કાલે સુખનો સૂર્ય ઉગશે. પણ રાત્રિએ તો વ્યાધિએ વધુ ભયંકર સ્વરૂપ પકડયું. ડેાકટર વૈદ્યોને ? બાલાવ્યા. ઉપચાર કર્યો પરંતુ “તૂટી તેની બુટ્ટી હાય ખરી કે? ફક્ત ત્રણ દિવસમાં એમનું જીવન રેલાઈ ગયું. તેઓ હતા ન હતા થઈ ગયા. માતા-પિતા બંનેનું આ પ્રમાણે ત્રણ દિવસના અંતરે મૃત્યુ થવાથી કેની હિંમત હાથ રહે? કેશવજીભાઈએ જ્ઞાનદષ્ટિથી વિચાર્યું કે સંસારમાં તો આધિ, વ્યાધિ અને ઉપાધિજ છે. એ ઉપાધિમાં પડનારને આખરે ખત્તા ખાવાની જ હોય છે. અને દુર્લભ એવો મનુષ્યભવ એળે ચાલ્યો જાય છે. આમ ઉપાધિ વહોરવા કરતાં શુદ્ધ વૈરાગ્ય ભાવનાથી ચારિત્ર લેવામાં જીવનનો અલોકિક લહાવ છે. આ પ્રમાણે ઉન્નત ' વિચારશે ગીએ ચડતાં કઈ પૂર્વના અત્યુત્તમ સંસ્કારને લીધે તેઓશ્રી દિક્ષા લેવા પ્રેરાયા. અશાંતિ અને દુ:ખમાંથી, શાંતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust