Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004645/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ BF ગુરુવર પ્રF વિજય વલ્લભ એક પરિચય પાજસેવક - મહાન શિક્ષણ . શિક્ષણ પ્રચારક. પતભા - સુધારાવાદી સમાજ, બહુમુખી પ્રતિ, નેતર ભક્તોના તાર અનન્ય ઉપા હરિ - લોકપ્રિય હદય સમ્રાટ - Iટ - એકતાના અનન્ય લેખક રશ્મિકાંત હરિશંકરભાઈ જોષી Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુરુવર વિજયવલ્લભ એક પરિચય પ્રેરક અને સંપાદક : શ્રુતભાસ્કર આચાર્ય શ્રીમદ્ વિજય ધર્મધુરંધર સૂરિજી મહારાજ સાહેબ : લેખક : રશ્મિકાંત હરિશંકરભાઈ જોષી * પ્રકાશક : ગુરુ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ – અમદાવાદ જૈન વિદ્યા શોધ સંસ્થાન સર્વતોભદ્ર તીર્થમ્ – ગ્રામ : ઓતરા તા. ભોપાલગઢ, જિ. જોધપુર (રાજ.). Page #3 -------------------------------------------------------------------------- ________________ GURUVAR VIJAY VALLABH - EK PARICHAY BY RASHMIKANT JOSHI પ્રથમ આવૃત્તિ : ૨૨-૦૯-૨૦૦૩ ગુરુવર સ્વર્ગારોહણ સુવર્ણ જયંતિ વર્ષ આસોજ વદી અગીયાર વિર સંવત ૨પ૨૯ વિક્રમ સંવત ૨૦૫૯ પ્રત સંખ્યા : ૧૦૦૦ મુલ્યા : રૂા. ૨૦/ ટાઈટલ ધન્ના કોમ્યુટર્સ પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફો. ૬૬૦૯૬૯૨ પ્રકાશક ગુરુ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ જૈન વિદ્યા શોધ સંસ્થાન સર્વતોભદ્ર તીર્થમ્ - ગ્રામ: ઓસ્તરા તા. ભોપાલગઢ, જિ. જોધપુર (રાજ.) મુદ્રક ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ त्वदीयं वस्तु भो यतिन्द्र ! तुभ्यमेव समर्पये । श्रुत भास्कर आचार्य श्रीमद् विजयधर्मधुरंधर सूरीजी Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રિછાય) પંજાબ કેસરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરિજી મ.સા.ની. સ્વર્ગારોરણ સુવર્ણજયંતિ પ્રસંગે ગુરુ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ તથા જૈન વિદ્યા શોધ સંસ્થાન સર્વતોભદ્ર તીર્થમ્ એ મહાપુરુષની પ્રેરણાદાયી બહુમુખી પ્રતિભાને ઉજાગર કરતું આ પુસ્તક પ્રકાશિત કરતા આનંદ તથા ગૌરવની લાગણી અનુભવે છે. ગુણાનીરાગી અમારા પ્રેરણાસ્તોત્ર મૂતભાસ્કર પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય ધર્મધુરંધર સૂરિજી મહારાજ સાહેબ સ્થવિર વડીલ સાધુ ભગવંતો તથા દાદા ગુરુદેવો પ્રત્યે અનન્ય અહોભાવ તથા સન્માનની ભાવના ધરાવે છે. યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરિજી મ.સા. ના બહુમુખી વ્યક્તિત્વનો પરિચય આજની યુવાન પેઢીને મળી રહે તથા તેમના આદર્શ જીવનમાંથી ભાવિકો પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના જીવનને ધર્મ, અર્થ કામ તથા મોક્ષના પુરુષાર્થ દ્વારા સાર્થક કરી શકે એવી શુભ ભાવનાથી પ્રેરાઈ પૂજ્ય ગુરુદેવે આ પુસ્તક પ્રકાશિત કરાવવાનો નિર્ણય કર્યો અને આ કામ શ્રી રશ્મિકાંત એચ. જોષીને સોંપ્યું. તેમણે યથાસંભવ પ્રયાસ કરી આ પુસ્તક લખી આપ્યું તે બદલ તેમનો ખુબ ખુબ આભાર. આ પુસ્તક વધુ લોકભોગ્ય બને તથા દાદા ગુરુદેવની સુવર્ણ જયંતિના પ્રસંગે એ મહાન વિભૂતિનો સુંદર ગુણાનુવાદ થાય એ માટે તેમણે લેખકને યોગ્ય સલાહ સૂચનો આપી પ્રોત્સાહિત કર્યા તથા પુસ્તકનું સંપાદન કાર્ય પૂર્ણ કરી આપ્યું તે બદલ હું તેમનો હાર્દિક આભારી છું. અવિરત ધ્યાન સાધનામાં રહેતા હોવા છતાં આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી તે બદલ સર્વ ધર્મ સમન્વયી આચાર્ય શ્રીમદ્ જનચંદ્ર સૂરિજીનો ખુબ ખુબ આભાર. આ સુંદર પુસ્તક માટે સૌજન્ય દાખવનાર શ્રી શાંતિનાથ સંઘ દાદાઈ (રાજ.) નું ત્રણ પણ અમે ભુલી શકીએ તેમ નથી. આ પુસ્તકના પ્રકાશનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયક થનાર સૌ સહયોગીઓનો હું આભાર માનું છું. આશા છે આચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરિજીના બહુમુખી વ્યક્તિત્વને ઉજાગર કરતું આ પુસ્તક સૌને ગમશે તથા વાચકો તેમના જીવનમાંથી સુંદર પ્રેરણા પ્રાપ્ત કરશે. અંતમાં આ પુસ્તકમાં ક્યાંય પણ જૈન ધર્મ વિપરીત આલેખન થયું હોય અથવા ક્ષતિઓ રહેવા પામી હોય તો વિશાળ હૃદય રાખી પાઠકો ક્ષમા કરે એવી અભ્યર્થના. - ગુરુ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ - જૈન વિદ્યા શોધ સંસ્થાન (ઓસ્તા) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( પ્રસ્તાવના સુવાસિત પુષ્પોથી મહેંકતા ઉદ્યાન પાસેથી પસાર થતા આપણે પ્રસન્નતા અનુભવીએ છીએ. સુંદર સરિતા પાસેથી પસાર થતાં શીતળ વાયુના કારણે આપણે તાજગીનો અનુભવ કરીએ છીએ. હરિયાળી પર દૃષ્ટિ પડતાં આંખ ઠરે છે. હૈયું નાચી ઉઠે છે. ટૂંકમાં શાંતિ અને આનંદ આપતી વસ્તુઓ આપણને ગમે છે. શાંતિ, આનંદ અને સંતોષ આત્માનો સ્વભાવ છે. ધર્મ જીવનનું અમૃત છે. પૂજય ગુરુભગવંતો એ અમૃતનું આપણા જીવનમાં સિંચન કરી આપણા ઐહિક તથા પારલૌકિક કલ્યાણ સારું માર્ગદર્શન આપે છે. સપુરુષોનાં જીવન આપણને આત્મકલ્યાણની પ્રેરણા આપતાં હોય છે. - ૧૯મી સદીના યુગનિર્માતા, ન્યાયાભાનિધિ શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટઘર પંજાબકેશરી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. | એવા જ મહાન સપુરુષ હતા, જેમણે રાષ્ટ્ર, સમાજ, પરિવાર તથા ધર્મના ઉત્થાન સારુ આજીવન પ્રયાસ કર્યા હતા. એ મહાપુરુષના અનેકાનેક ઉપકારોના પરિણામે આજે જૈન ધર્મ વિશ્વકક્ષાએ આદરણીય બનવા પામ્યો છે. સમગ્ર જૈન સમાજની ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ શકી છે. મહાન કર્મવીર આદર્શ ગુરુદેવ પંજાબકેશરી શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના સ્વર્ગારોહણને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેઓશ્રીની સુવર્ણજયંતિના અવસર પર આચાર્યશ્રીનો ગુણાનુવાદ કરી આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીજીની સાધુતા, નીડરતા, રાષ્ટ્રભાવના, સમાજસેવા, અહિંસાવાદ, શિક્ષણપ્રચાર, ત્યાગવૃત્તિ, નિર્લેપતા તથા લોકપ્રિયતા જેવા વિવિધ પાસાંઓનો આછો ચિતાર પ્રગટ કરવાના શુભાશયથી તેમના જીવનના વિશિષ્ટ આયામોને પુસ્તક રૂપે પ્રસ્તુત કરવાનો વિનમ્ર પ્રયાસ થયો છે. આશા છે કે ગુરુવર આચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભસૂરીજી મ.સા. ના અનુરાગી ભાવિકો એ વિરાટ વ્યક્તિત્વનો થોડો રસાસ્વાદ આ પુસ્તક થકી પામી શકશે અને પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવી સાર્થકતા પ્રદાન કરકવાની પ્રેરણા પ્રાપ્ત કરશે. - આચાર્ય શ્રીમદ્ વિજય જનકચંદ્ર સૂરિ Page #7 -------------------------------------------------------------------------- ________________ Kસૌજન્ય) ની શ્રી શાંતિનાથ જૈન સંઘ મુ. દાદાઈ (રાજ' ) - પો. રાની સ્ટેશન , જિ. પાલી પીન : ૩૦૬૬૦૬ (રાજસ્થાન) - કોઈ જ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન ઃ (૧) ગુરુ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ ૧૯, રાજપથ સોસાયટી, પી.ટી. કોલેજ રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન નં. : ૬૬૩૮૩૭૪ (૨) જૈન વિધા શોધ સંસ્થાન સર્વતોભદ્ર તીર્થમ્ મુ.પો. ઓસ્તરા, તા. ભોપાલગઢ જિ. જોધપુર (રાજ.) ફોન નં. ૦૨૯૨૦-૨૨૩૨૨૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ (અનુક્રમણિકા) . (૧) બહુમુખી પ્રતિભા છે (૨) સાધુતાની સુવાસ (3) અહિંસાના પરમ ઉપાસક (૪) લોકપ્રિય હૃદય સમ્રાટ છે (૫) ધર્મપ્રભાવના - જીવનમંત્રા (૬) સર્વધર્મ સમભાવી માનવતાના મહામાનવી ૫૮ (9) અલૌકિક આધ્યાત્મિક વિભૂતિ (૮) સુધારાવાદી સમાજસેવક - (૯) મહાન શિક્ષણ પ્રચારક - (૧૦) જેનેતર ભક્તોના તારણહાર ૧૦૭ - - (૧૧) એકતાના અનન્ય ઉપાસક ૧૧૮ . -- નાના (૧૨) રાષ્ટ્રીય ચેતનાના પ્રણેતા ૧૩૦ નાના નાના નાના ત ને ય - - - - - - - - - - Page #10 -------------------------------------------------------------------------- ________________ | બહુમુખી પ્રતિભા કોઈ સુંદર શાંતિદાયક જિનાલયની રચના વિષે કદી વિચાર કર્યો છે? એક સુંદર ચૈત્ય બનાવવા સારુ જાગૃત શુદ્ધભૂમિ હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રીનું માર્ગદર્શન જોઈએ. આર્કિટેક્ટની સરસ ડિઝાઈન જોઈએ. સારી ખાણમાંથી નીકળેલી આરસપહાણની શિલાને માપસર તોડી તેમાંથી નાના નાના ચોરસ, લંબચોરસ ટુકડા બનાવી તેમને પોલીશ કરવા પડે. ત્યારબાદ ડિઝાઈન પ્રમાર્ગ ખાતમુહૂર્ત કરી પાયાનું ચણતર કરવું પડે અને પછી ક્રમશઃ મંદિરનું બાંધકામ કરી શકાય. સારા નિષ્ણાત શિલ્પીઓ રાત દિવસકોતરકામ કરી મંદિરને સુંદરતા બક્ષે છે. પછી પરમાત્માની પ્રતિમાની પધરામણી કરાય છે. ટૂંકમાં એક મંદિર બનાવવા સારી ભૂમિ, સારી આરસપહાણ તેને ઘડનારા નિષણાત કારીગરો તથા અનેક નાના મોટા પદાર્થોનું સુચારુ ઢંગ આયોજન કરવું પડે છે. એક વૈભવશાળી, સુખદાયી મકાન બનાવવામાં પણ સારી જમીન, ડિઝાઈનર, ઇટ, રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ખીલાસરી, લાકડું, આરસપહાણ, રંગ, કારીગર તથા સુપરવાઈઝરના માર્ગદર્શનની જરૂર પડે છે. આ બધા પદાર્થોનો જ્યારે આયોજનપૂર્વક ચોકકસ માત્રામાં ઉપયોગ થાય છે, ત્યારે એક સુંદર ભવનનું નિર્માણ થાય છે. ઈંટ, ગારા, માટી, ચુનો, પથ્થર ઈત્યાદિ પદાર્થોથી પર જ્યારે કોઈ અલગારી આત્મા નિજદર્શનની ખોજમાં નીકળે છે અને પરમાત્માનું નિવાસસ્થાન પોતાના હૃદયમાં નિર્માણ કરવા પ્રયાસ કરે છે, ત્યારે પણ તેને સખત પુરુષાર્થ કરવો પડે છે. પોતાના આત્મા મંદિરના નિર્માણ સારુ દિવ્ય સાધન સામગ્રીની આવશ્યકતા ઉભી થાય છે. આ અલૌકિક અપાર્થિવ કાર્યમાં ભાવનાત્મક ગુણોની જરૂર પડે છે. ત્યાગ, સ્વાશ્રય, દ્રઢ સંકલ્પ, અભીપ્સા, સહનશીલતા, તપ, સાદગી, સંયમ, અતૂટ શ્રદ્ધા, અભયતા, સ્થિતપ્રજ્ઞતા, સમતાભાવ, ઉપાસના, દયા, પ્રેમ તથા સમર્પણ ભાવ અને આજ્ઞાપાલન જેવા સદ્ગાર્ગી જ્યારે વ્યક્તિ કેળવી લે છે અને તેના આધારે ઉપાસના, સાધના, આરાધના શરૂ કરે છે, ત્યારે સમયાંતરે સદ્દગુરુ તથા પરમાત્માની કૃપા મેળવી એક સાધુ,એક સંત, એક સંન્યાસી કે આત્મજ્ઞાની મુનિરાજનો માનવદેહમાં બીજો જન્મ થાય છે. આવા સાધુ સંત જીવહિતકારી તથા પરહિતકારી પ્રવૃત્તિઓ કરીયં તો ભવસાગર તરી જાય છે, તો સાથે સાથે બીજા અનેક ભાવિક આત્માઓનીનૈયા પાર લગાવવામાં પણ સહાયભૂત થતા હોય છે. એટલે સાધુ બનવું, સાધુજીવન વ્યતીત કરવું અને સ્વતથા પરના કલ્યાણનું કામ કરવું અત્યંત વિકટ છે. પતુ બહુરત્ના આવસુંધરા પરદેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી, શ્રી પાર્શ્વનાથ દાદા, શ્રી આદીનાથ પરમાત્મા, રામ, શ્રીકૃષગ, ગૌતમ બુદ્ધ, મહંમદ પયગંબર સાહેબ, ઈશ પ્રિત જેવા પરમ જ્ઞાનીઓ, બાની પેદા થયા છે. ગુરુનાનક, કબીર, નરસિંહ, ભીખા, પલ, દાદુ જેવા સંતા પેદા થયા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી આત્મારામજી જેવા શ્રેષ્ઠ ગુરુવરી જન્મ્યા છે. આવા દિવ્ય મહાત્માઓની શૃંખલામાં કલિકાલ કલ્પતરુ પંજાબ કેસરી આચાર્ય શ્રીમદ્ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિજ્યવલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું નામ પણ સદાય અવિસ્મરણીય બની રહેશે. સૂર્યનો પ્રકાશ સામાન્ય રીતે શ્વેત દેખાય છે, પરંતુ તેના કિરણનું જો વક્રીભવન કરવામાં આવે તો તેમાં સાત રંગોનું સંમિશ્રણ દ્રષ્ટિગોચર થાય છે. પૂજ્ય ગુરુદેવનાદેદિપ્યમાન વ્યક્તિત્વનું જો બારીકાઈથી અવલોકન કરવામાં આવે તો તેમની સાધુતાના ઘડતરના આધારસ્થંભ સમાન તેમનામાં નિહિત કર્મયોગ, જ્ઞાન-ઉપાસના, દઢ સંકલ્પ, તપોબળ, સમતાભાવ, કર્તવ્યપાલન, સહનશીલતા, વિનય વિવેક તથા અભયતા જેવા વિવિધ સદ્ગણો દ્રષ્ટિગોચર થયા સિવાય રહેશે નહીં. એમની એ સાધુતાના આવા વિશિષ્ટ આભૂષણોનો આછોપાતળો ખ્યાલ એમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓથી મેળવવા પ્રયાસ કરીએ.. એક અજોડસંકલ્પશક્તિ સાગરમાં ઉઠેલા ઝંઝાવાતને ખાળી શકાતો નથી, પૂર્ણિમાની ભરતીને નાથી શકાતી નથી. જંગલના દાવાનળને રોકી શકાતો નથી, ગગનમાંથી થતીવર્યાનીધારાને અટકાવી શકાતી નથી. તે જ પ્રમાણે મુમુક્ષુ છગનભાઈના અંતરમાં દીક્ષપ્રાપ્તિની પ્રજવલિત થઈ ચૂક્લી જ્યોતને મોટાભાઈના લાખ પ્રયાસો બુઝાવી શક્યા નહીં. અંતમાં વિજયછગનભાઈનાઢ સંકલ્પનો જ થયો. વિ.સં. ૧૯૪૩ના વૈશાખ વદ ૧૩ના શુભ દિવસે પૂજ્ય આત્મારામજી મ.સા.ની પાવન નિશ્રામાં રાધનપુર મુકામે છગનભાઈની દીક્ષા થઈ. છગનભાઈ શ્રીહર્ષવિજયજી મ.સા.ના શિષ્ય ઘોષિત થયા. તેમને વિજયવલ્લભનામ આપવામાં આવ્યું. પરિવાર સાથેના લાંબા સંઘર્ષ બાદત્યાગની ઉત્કૃષ્ટ બળવત્તર ભાવનાનો, દ્રઢ નિર્ધાર, હિમાલય સમાન અડોલ મનોબળનો એ વિજય હતો. > જ્ઞાન ઉપાસના દીક્ષા પૂર્વે અલગારી છગનભાઈના જીવનમાં દુન્યવી પદાર્થો, જગતના વ્યવહારો સાથે કોઈ તાલમેલ ખેંચાણ કે લગાવન હોતાં. ચિંતનશીલ અંતર્મુખી સ્વભાવ હતો. વિજ્ય વિવેક તેમના વાણીવર્તન વ્યવહારમાં દ્રષ્ટિગોચર થતાં. સાદગીપૂર્ણ જીવનશૈલી હતી. અપરિગ્રહતાના પૂજારી હતા. દેવદર્શન, વ્યાખ્યાન શ્રવણ, ગુરુભક્તિ, પ્રતિક્રમણ, સામાયિક તેમના જીવનના આભૂષણો હતાં. મા શારદાની કૃપા પણ આવા જ વિનયી વિવેકી સાધુજન પુરઝડપથી ઉતરતી હોય છે. વિ.સં. ૧૯૪૩નો પ્રથમ ચાતુર્માસ રાધનપુરમાં જ થયો. આ ચોમાસા દરમ્યાન પૂજ્ય આત્મારામજી તથા ગુરુજીની સેવા તેમનો જીવન આદર્શ બની ગયો. ચંદ્રિકા વ્યાકરણનો અભ્યાસ શરૂ થયો. પૂજ્ય આત્મારામજીના પત્ર વ્યવહાર તથા લેખન કાર્યની જવાબદારી સહર્ષ પૂજ્યશ્રીએ ઉપાડી લીધી. વિ.સં. ૧૯૪૪ના મહેસાણાના ચોમાસા દરમ્યાન તેમની જવાબદારી વધી. રોયલ એશિયાટીક સોસાયટીના જિજ્ઞાસુ તથા ઉત્સાહી ડૉ. એ. એફ. રૂડોલ્ફ હાર્નલ જૈન ધર્મની ફિલસૂફીમાં ઊંડો રસ લેતા હતા. જૈન ધર્મના અભ્યાસ દરમ્યાન ઉદ્દભવતા પ્રશ્નોનું સમાધાન તેઓ પૂજ્ય આત્મારામજી મ.સા. પાસે માંગતા. તેમના પ્રશ્નોના ઉત્તર તથા તે સંબંધી સૂત્રોના પાઠ તથા ગાળાના સંદર્ભ તેઓ પેન્સિલથી તૈયાર કરી આપાણા ચારિત્રનાયકને આપી દેતા. ( ૨ ) Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીજી તે સામગ્રીને સુંદર રીતે સજાવી તૈયાર કરી આપવાની જવાબદારી નિભાવતા હતા. દીક્ષા પ્રાપ્ત કર્યો હજુ બે વર્ષ પણ પૂજ્યશ્રીજીને થયા નહોતા, ત્યાં જ તેમને મહેસાણાના જ ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય આત્મારામજી મ.સા. દ્વારાદીક્ષા પ્રાપ્તિની ભાવનાથી આવેલા ઝિંઝુવાડાના દીપચંદભાઈ, દસાડાના વર્ધમાનભાઈ, પાટાગના વાડીલાલભાઈ તથા અમદાવાદના મગનભાઈ આ ચાર જણાને ભાગાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પૂજ્યશ્રીજી આદીક્ષાવાંચ્છુઓને જીવ વિચાર” “નવતત્ત્વાદિપ્રકરણ’ તથા વ્યાકરણ ભણાવતા હતા. એટલે આપણા ચારિત્રનાયકે ખૂબ જ ટૂંકાગાળામાં સ્વયં વિદ્યાર્થી રહેવાની સાથે સાથે એક શિક્ષકની પણ ક્ષમતા કેળવી લીધી હતી એમ માનવું પડે. સમયાંતરે સૌ ગુરુભગવંતો સાથે વિહાર કરતા પૂજ્યશ્રીજી બાલી (રાજસ્થાન) પહોંચ્યા. બાલીના ભાવિકોએ પૂજ્ય આત્મારામજી મ.સા.ને ધર્મ સંબંધી જ્ઞાનની બેવાતો કહેવા વિનંતી કરી. પૂજય આત્મારામજી મ.સા. તો પારખુ ઝવેરી હતા. આપણા ત્યાગી ચારિત્રનાયકમાં તેમને પંજાબના ઉધ્ધારક અનુગામીના લક્ષણ જણાતાં હતાં. એટલે તેમને ધર્મપ્રચાર માટે ઝડપથી સરસ રીતે તૈયાર કરવા ઈચ્છતા હતા. તેમણે આપાણા ચારિત્રનાયકને ઉપસ્થિત ભક્તજનોને નાનકડું વ્યાખ્યાન આપવા આદેશ કર્યો. પૂજ્યશ્રીજીએ બાલીમાં સૌ પ્રથમવાર નાનકડું પ્રભાવી પ્રવચન આપ્યું. તેમની વસ્તૃત્વકલાથી ઉપસ્થિત ભાવિકો તથા પૂજ્ય આત્મારામજી મ.સા. ખુશ થયા. સંજોગોવશાત્ આપણા ચારિત્રનાયકનું તેમના ગુરુદેવશ્રી હર્ષવિજ્યજી સાથે પાલીમાં ચોમાસું થયું. અહીંયા તેમણે ઘણીવાર વ્યાખ્યાન આપવાની જવાબદારી વહન કરી. ધીરે ધીરે તેમની પ્રવચન શૈલીમાં નિખાર આવવા લાગ્યો. પર્યુષાગના પર્વમાં કલ્પસૂત્રનું વાંચન પાગ તેમણે સુંદર રીતે કર્યું. આચાતુર્માસરમ્યાન જ્ઞાની, બાની, પુરુષાર્થ પ્રેમી ગુરુજી શ્રીહર્ષવિજ્યજી મ.સા. પાસેથી આપાણા ચારિત્રનાયકે “આત્મપ્રબોધ' તથા 'કલ્પસૂત્ર'નીસુબોધિકાટીકાનો અભ્યાસ પણ કરી લીધો. ‘ચંદ્રિકા’નો અધૂરો અભ્યાસ પણ અહીં પૂર્ણ કર્યો. પૂજ્યશ્રીજીએ ‘અમરકોશ' પણ કંઠસ્થ કરી લીધો. અહીંયા જ અમરદત્ત નામના જ્યોતિષી પાસેથી જ્યોતિષ શાસ્ત્રની સારી જાણકારી પણ પ્રાપ્ત કરી લીધી. આમ પૂજ્ય ગુરુદેવે જ્ઞાન-ઉપાસનાની દ્રષ્ટિએ ચાર પાંચ વર્ષમાં જ મજબૂત પાયો નાખી દીધો. ત્યારબાદ પણ પોતાની દિનચર્યામાં પૂજયશ્રીજીએ ધાર્મિક અભ્યાસ માટે સમયનું આયોજન કરી, ધીરે ધીરે જૈન ધર્મના પાયાના સઘળા સિદ્ધાંતો ઉપરાંત સનાતનધર્મ, ઇસ્લામ ધર્મ, આર્યસમાજ વિશે તથા અન્ય દર્શનોની તલસ્પર્શી અભ્યાસ કરી લીધો. પૂજ્યશ્રીજીની આજ્ઞાન ઉપાસનાને જ્યારે ચિંતન,મનનના જળ સિંચાયાં, ત્યારે પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વમાં અનોખો નિખાર આવ્યો. તલસ્પર્શી જ્ઞાન એ જમાનામાં ધાર્મિક બાબતો પર વાદ-વિવાદ ખૂબ થતા. આવા વિવાદોથી લોકો ગેરમાર્ગે ન દોરાય તથા ધર્મના સત્ય સિદ્ધાંતોની હાનિ ન થાય એ માટે અનિચ્છાએ પણ ઘણીવાર પૂજ્યશ્રીજીને વાદ-વિવાદમાં ઉતરવું પડતું. પંજાબમાં તે સમયે સ્થાનકવાસી સાધુઓનો પ્રભાવ વધુ હતો. એકવાર ત્યાં સ્થાનકવાસી Page #13 -------------------------------------------------------------------------- ________________ પરંપરાના જનસાધ્વીજીએ જ્ઞાન દીપિકા' નામની પુસ્તિકાછપાવી. આ પરિસ્તિકામાં કેટલીક વાતો લોકોને ગેરમાર્ગે દોરે તેવી હતી. પૂજ્યશ્રીએ ત્યારે એ હાનિકર્તા વાતોનું શાસ્ત્રોના આધારપરખંડનફરતી, હકીકતોનો ઉલ્લેખતી એક ગપ્પદીપિકા' નામની પુસ્તિકાછપાવી અને લોકોને ભ્રાંતિના શિકાર થતા બચાવ્યા હતા. - શ્રી સોહનલાલજી પાગ સ્થાનકવાસી પરંપરાના ગાગમાન્ય સાધુ ભગવંત હતા. તેમાગે પાગમૂર્તિપૂજક પરંપરાના વધતા પ્રભાવથી અળાઈપૂજ્યશ્રીજી સાથે જાહેરમાં વાદ-વિવાદની વાતો કરી. નામાનરેશની સભામાં પણ વાદ-વિવાદની વાતો કરી. નાભાનરેશની સભામાં થયેલાશાસ્ત્રાર્થમાં શ્રી સોહનલાલજીના પક્ષની હાર થઈ. ત્યારબાદ પાગરસ્થાનકવાસી પરંપરાની પજવાણી થોડો સમય ચાલુ રહી, પરંતુ છેવટે પૂજ્યશ્રીજીએ તેમને પરાજિત કરી પરમાત્મા દ્વારા પ્રરૂપિત સત્યપૂર્ણ સિદ્ધાંતોની રક્ષા કરી, ધર્મપ્રભાવના કરી અને આવું કાર્ય કોઈપણ વ્યક્તિ ધર્મના તલસ્પર્શી અભ્યાસ વિના ન કરી શકે. એક અન્ય ઘટના જોઈએ. તાજપુરનામના ગામમાં જિજ્ઞાસુસરદાર મહેરસિંહ હિંદુધર્મની ખૂબ સારી જાણકારી ધરાવતા વિદ્વાન હતા. તેઓ જૈન ધર્મને નાસ્તિક ધર્મ તરીકે પીછાગતા હતા. તેમની મુલાકાત પૂજ્યશ્રીજી સાથે ગોઠવવામાં આવી. પૂજ્યશ્રીજી તથા મહેરસિંહ વચ્ચે થયેલી વાર્તાલાપ પર એક દ્રષ્ટિપાત કરીએ, - પૂજ્યશ્રીજીએ તેમને આવકારતા કહ્યું, ‘આપની વિદ્વતા તથા જિજ્ઞાસાવૃત્તિ વિશે જાણી આનંદ થયો. જૈન ધર્મ વિષે આપને શું શંકા છે? આપની શંકાનું સમાધાન કરવાનો હું પ્રયાસ કરીશ.” મહારાજસાહેબ!' મહેરસિંહ બોલ્યા, “જૈન ધર્મના અહિંસા, અપરિગ્રહ, દયા, તપશ્ચર્યા અને સાધુઓની દિનચર્યામાટેમને માન છે, પરંતુ આ ધર્મઇશ્વરને માનતો નથી, એટલે હું તેને નાસ્તિક માનું છું.' “સરદારજી! જૈન ધર્મ ઈશ્વરને માને છે, પરંતુ જરા અલગ સ્વરૂપમાં. જૈન ધર્મ ઈથરને જગતનો કર્તા માનતો નથી, કારણ કે કર્મથી નિર્લેપ વીતરાગ ઈશ્વરનોકતૃત્વ સાથે સંબંધ શી રીતે થઈશકે? પ્રત્યેક જીવને તેના કર્મ પ્રમાણે સુખદુઃખ પ્રાપ્ત થાય છે. વીતરાગ પરમાત્માનતો કોઈ પર નારાજ છેન ખુશ!' “તો પછી ઈશ્વરની પૂજા કેમ કરવામાં આવે છે, મહારાજ?' ઈશ્વરની ઉપાસના તેને ખુશ કરવા માટે જ કરવામાં નથી આવતી, પરંતુ ઉપાસના પોતાના આત્માની શુદ્ધિ માટેરવામાં આવે છે. ટિકસમાન સ્વચ્છનિર્મળ ઈશ્વરની ઉપાસના કરવાથી પૂજકનો આત્મા પાગ નિર્મળ થઈ જાય છે. ઈશ્વરના આલંબનથી પૂજકનું મન એકાગ્ર થઈ જાય છે. એ રીતે જૈન ધર્મ ઈશ્વરવાદીતો છે જ, પરંતુ તે ઈશ્વરને જગતનો કર્તાનથી માનતો. સઘળા આત્માઓ ભિન્ન ભિન્ન છે અને પ્રત્યેક આત્મા ત્યાગ તથા તપસ્યા દ્વારા મુક્તિ પામી શકે છે...' ‘મહાત્માજી! આપનીવાત હું સમજ્યો. આપની વાતથી મારી માન્યતા બદલાઇ છે. આપની વાત સાચી છે. જૈન ધર્મ નાસ્તિકવાદી નથી, કર્મવાદી છે આપજેવા ગુરુ ભગવંતની ( ૪ ) Page #14 -------------------------------------------------------------------------- ________________ કૃપાથી મને પરમ આત્મસંતોષ થયો” વિ.સં. ૧૯૫૩માં પૂજ્યશ્રીજીનો મેળાપ એકતવાદી, વાદ-વિવાદમાં નિપાગ ગાગાતા ૫૫ખાના નામના ગામના શિક્ષક સાથે થયો. આશિક્ષક બંધુએ ઘાગા સાધુઓને વાદ-વિવાદમાં પરાજિત કર્યા હતા, પરંતુ પૂજ્યશ્રીજી કંઈઅધૂરા જ્ઞાનથી છલકાતા કાચા ગઢા નહોતા. શિક્ષક મહોદયના જાત ભાતના પ્રશ્નોના ઉત્તર તેમણે પ્રમાણ સાથે આપ્યા. તેમની શંકાઓનું નિરાકરાગ કર્યું અને શિક્ષકબંધુતેમના તલસ્પર્શી જ્ઞાન સમક્ષ મૂકી ગયા. - પંજાબના એક ગામના વતની બાબુ ગૌરીશંકર નાસ્તિકતાના રંગે રંગાઈ ચૂક્યા હતા. તેમને જ્યારે પૂજ્ય ગુરુદેવ સાથે સત્સંગની તક સાંપડી, ત્યારે તેમની નાસ્તિકતા દૂર થઈ ગઇ. પાલનપુરમાં પણ એક એવા જૈન ભાઈ હતા, જે કદીપણ દેવદર્શન જતા. વ્યાખ્યાનમાં ન જતાકે નતો એમને ધર્મમાં શ્રદ્ધા હતી. એ ભાઈપણ પૂજ્યશ્રીજીના પરિચયમાં આવતા પરમ આસ્તિક થઈ ગયા હતા. પૂજ્યશ્રીજીના જીવનમાં આવા ઘણા પ્રસંગો છે. પૂજ્યશ્રીજી જૈન દર્શન ઉપરાંત હિંદુ ધર્મ, ઇસ્લામ તથા અન્ય ધર્મોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા. વિ.સં. ૧૯૯૭ના સિયાલકોટના ચાતુર્માસ દરમ્યાન તેમના ભક્તોને માન આપી, જન્માષ્ટમીના તહેવાર પર પૂજ્યશ્રીજીએ હિંદુ મંદિરમાં જઈયોગેશ્વર શ્રીકૃષ્ણ વિષે મનનીય પ્રવચન આપ્યું હતું. એકવાર ગુરુદ્વારાના રોકાણ દરમ્યાન શીખ ભક્તોને તેમાગે ગુરુનાનકના સિદ્ધાંતો સમજાવ્યા હતા. ઘણીવાર તેમણે માનવધર્મ, અહિંસા, વ્યસનમુક્તિ તથા રાષ્ટ્રભાવના પરચોટદાર હૃદયસ્પર્શી વ્યાખ્યાનો આપ્યાહતા. કેવળ પ્રભાવી વકતૃત્વકલા જ્ઞાનના ઊંડાણ વિના, તલસ્પર્શી અભ્યાસ, મનન ચિંતન વિના પાંગળીને અલ્પજીવી નીવડે છે. પૂજ્ય ગુરુદેવ અગાધ તલસ્પર્શી જ્ઞાનના સ્વામી હતા. મૌલિક ચિંતનમનન દ્વારા જ્ઞાનમાં તેજસ્વિતા પ્રગટી હતી. તેમની વાતમાં સંવેદનાને પ્રભાવ રહેતા. અને એટલે જ એમનાં પ્રવચનો હૃદયસ્પર્શી પ્રભાવશાળી પરિણામજનક સિદ્ધ થતાં હતાં. કર્મવાદના સિદ્ધાંતને પ્રાધાન્ય આપતા જૈન ધર્મના સાધુ ભગવંતોની જીવનશૈલી તથા દિનચર્યા અત્યંત કઠિન દુષ્કર હોય છે. સામાન્યતઃ પઢને પ્રાતઃકાળના સમયે મોટાભાગના લોકોમીડી નિદ્રામાં પોઢીમસ્તીમાણતા હોય છે, જ્યારે જૈન સાધુ ભગવંતોકડકડતી શિયાળાની ઠંડીમાં પણ એવા સમયે વહેલા ઊઠી ખુલ્લા પગે પાદવિહાર કરતા હોય છે. આ તો તેમની તિતિક્ષાનું એક ઉદાહરાગ છે. દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીની સહનશીલતાની કલ્પના આવે છે, કે જેમણે લગાતાર બાર વર્ષ સુધી સતત ટાઢ તડકો તથા વરસાદનું કષ્ટ વેઠીને ધ્યાન અવસ્થામાં તપ કર્યું હતું? સાધુ ભગવંતોની લોચની ક્રિયા પણ ધીરજની આકરી કસોટી લેનારી હોય છે. બહુમુખી પ્રતિભાના સ્વામી પૂજ્યશ્રીજીનાસાગોના ઉત્કૃષ્ટ વિકાસ પાછળ તેમની અત્યંત વ્યસ્ત તથા કઠિન દિનચર્યા જવાબદાર હતી. એક આદર્શ શ્રમણનું જીવન કેવું હોવું જોઈએ, તેણે સમયની ક્ષણ ક્ષણનો ઉપયોગ શી રીતે કરવો જોઈએ તેની પ્રેરણા પૂજ્ય ગુરુદેવની દિનચર્યામાંથી પ્રાપ્ત થાય છે. શાસન શિરોમણિ સર્વજ્ઞ, સર્વવ્યાપી પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીએ ગણધર ગૌતમ ( ૫ ) Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વામીજીને એકવાર જીવન સંદેશ આપતા કહ્યું હતું, ‘એક ક્ષણ માટે પણ પ્રમાદન સેવશો. આ પાવન સંદેશનું પાલન પૂજ્યશ્રીજીએ પોતાના જીવનમાં સાંગોપાંગ કરી બતાવ્યું હતું. જીવનની પ્રત્યેક પળ કોઈરચનાત્મક કાર્યમાં અથવા આરાધનામાં વ્યતીત કરનાર પૂજ્યશ્રીજીનો જીવનક્રમ કેવો હતો? રક ઉરહિનચય પૂજ્ય ગુરુદેવ પ્રાતઃ કાળે ચાર વાગે ઊઠી જતા. જાગીને તેઓ નવકારમંત્રના જાપ, તીર્થકર દેવોનું સ્મરણ, પ્રતિક્રમણ, લેખન, વર્ધમાન વિધા, સૂરિમંત્રના જાપ, નવસ્મરણ પાઠ તથાદેવદર્શન કરતા હતા. પચખાણ પાર કરીઅલ્પાહાર કરતા, ત્યાર પછી શિષ્યો સાથે આવશ્યક વાતચીત કરતા. વંદનાર્થે આવતા ભક્તો સાથે પરિવાર, સમાજ, દેશ તથા ધર્મસંબંધી વાર્તાલાપ કરીને વ્યાખ્યાન આપતા. ત્યારપછી આહારપાગી કરી થોડો આરામ કરતા પછી સાધુઓને વાચના આપતા. પ્રશ્નોના ઉત્તર આપતા, આવેલા પત્રોની વિગતો જાણી તેના પ્રત્યુત્તર લખાવતા. ધાર્મિક તથા સામાજિક કાર્યો વિષે ચર્ચા-વિચારણા કરતા. સંધ્યાટાણે આહારપાણી ગ્રહણ કરતા.દેવસી પ્રતિક્રમણ કરતા અને આગંતુકોને ઉપદેશ આપતા અથવા તેમના પ્રશ્નોના ઉત્તર આપતા. રાત્રિનો એક પ્રહર વીત્યા પછી સંથારા પોરસી કરતા. આહારમાં પૂજ્યશ્રીજી દવા સહિત માત્ર દસ પદાર્થો જ ગ્રહણ કરતા. ક્યારેક પાંચ પદાર્થોથીજચલાવી લેતા. આઠમ તથા ચૌદશનારોજ ઉપવાસ કરતા. પૂર્ણિમા તથા અમાવસ્યા ઉપરાંત બીજ, પાંચમ અને અગિયારસના દિવસે એકાસણું કરતા. શારીરિક કારણ સિવાય હંમેશાં પોરસી કરતા. એક કાર્યનો આરંભ કર્યા પછી તેને પૂર્ણ કરીને જ બીજું કાર્ય ઉપાડતા. ક્ષેત્રનો વિચાર કરીને જ પોતાની પ્રવૃત્તિનો વિકાસ કરતા. સતત કાર્યશીલ રહેવાના કારણે જ તેઓ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા હતા. નિયમિતતા, શિસ્તપાલન, ધર્મધ્યાન, ઉપાસના તથા સમયની કદર કરી પોતાના જીવનની પ્રત્યેક પળનો સદુપયોગ કરી પૂજ્યશ્રીજી મહાનકર્મયોગી બન્યા હતા. એક અસામાન્ય અદ્વિતીય યોગદાન તેમણે જૈન ધર્મ તથા સમાજના ઉત્કર્ષમાં આપ્યું છે. પૂજ્યશ્રીજી જેવા મહાનકર્મયોગીની જીવન ચર્યા સૌ ભકતો માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે. કોક દ્રઢ મનોબળ જેવ્યક્તિનું મનોબળ અડગ હિમાલય જેવું સુઢ અને મજબૂત હોય છે, જેનો આત્મા પોલાદ જેવું સામર્થ્ય ધરાવે છે, તેવી વ્યક્તિ શારીરિક નિર્બળતાકે વૃદ્ધાવસ્થા જેવા પરિબળો સામે શરણાગતિ સ્વીકારતી નથી. પૂજ્ય ગુરુદેવે ઈ.સ. ૧૯૫૦માં જ્યારે પાલનપુરમાં ચાતુર્માસ કરેલો, ત્યારે તેમની આંખનાંમોતિયાનું ઓપરેશન થયું હતું. તે સમયે વૈજ્ઞાનિક ઉપકરણો તથા દવાઓની સીમિતતાના કારણે પૂજ્યશ્રીજીની આંખોની રોશની નહીંવત થઈગઈહતી. ઉપરાંત તેમની ઉંમર પણ ૮૦ વર્ષની થઈ ચૂકી હતી, પરંતુ દૃઢાગ્રહી, મક્કમ મનોબળ ધરાવતા પૂજ્ય ગુરુદેવની ભાવના હતી કે પાલિતાણાની યાત્રા કરવી છે!અને એ દ્દઢ સંકલ્પ તેમણે પૂર્ણ પણ Page #16 -------------------------------------------------------------------------- ________________ કર્યો. ઈ.સ. ૧૯૫૧ માં તેમણે પાલિતાણાની યાત્રા કરી. જંડિયાલાગુરુ અને લાહોર વચ્ચે બર્કરા નામનું ચોર લૂંટારાઓનું ગામ હતું. સવારે લાંબો વિહાર કરી થાક્યાપાક્યા પૂજ્યશ્રીજી અને ભક્તો જ્યારે ગામની એક ધર્મશાળામાં રોકાયા, ત્યારેએકપરગજુ શીખભાઈ તથા એક બહેને ગામમાં નહીં રોકાવાની સલાહ આપી. પૂજ્યશ્રીજીએ ત્યારેસૌની ભલાઈમાં ત્યાંથી પુનઃ લાંબો વિહાર કર્યો. આહારપાણી, થાક જેવા કોઈ પરિબળોની અસર પૂજ્યશ્રીજીને ચલાયમાન કરી શકતીનહીં. પૂજ્યશ્રીજીએ પોતાના જીવનકાળમાં હિમાચલ પ્રદેશ તથા ગુજરાતના દુર્ગમ ખડકાળ પ્રદેશોમાં ધર્મપ્રભાવના સારુ વિહાર કરી પોતાની મક્કમતાના દર્શન કરાવ્યા છે. ૮૦વર્ષની ઉંમરે પણ શિક્ષણ પ્રસાર સારુ ગુરુકુળનીસ્થાપના સારુ દૂધ, ઘી જેવા પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા પણ અડગ મનોબળના સ્વામી પૂજ્યશ્રીજી લઈ લેતા. વિશ્વવિજેતા નેપોલિયન બોનાપાર્ટેકહ્યું હતું- ‘જગતમાં કોઈ વસ્તુ અશક્ય નથી.’ પૂજ્ય ગુરુદેવે ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે આ વાક્યને સત્ય સિદ્ધ કરી બતાવ્યું હતું. ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલા ટાર્ણ પૂજ્યશ્રીજી ગુજરાંવાલામાં ભક્ત સમુદાય સાથે ફસાઈ ગયા હતા. ચોમેર ધર્મઝનૂની લોકોનો આતંક વ્યાપેલો હતો. ઘણીવાર તોફાની તત્ત્વો ઉપાશ્રય સુધી ધસી આવતા. જાન-માલની ત્યારે કોઈસલામતી નહોતી. એવા ભયંકર સમયમાં પણ પૂજ્યશ્રીજી અડગ રહ્યા હતા. દ્દઢ મનોબળના સહારે પરમાત્માની ભક્તિ કરાવી સૌ ભાવિકોને હિંમત આપતા હતા અને એવા વાતાવરણમાં પણ પૂજ્યશ્રીજીએ પર્યુષણ પર્વની ઉજવણી કરાવી પોતાના પ્રતાપી મનોબળનો સૌને પરિચય આપ્યો હતો. માનવ ઈતિહાસને કલંકિત કરતા એ દારૂણ દુઃખદ દિવસોમાં માનવી સંસ્કારો ભૂલી, ધર્મના પ્રેમ,અહિંસા, ભાઈચારો, સદ્ભાવ, માનવતા તથા કરુણા જેવા સિદ્ધાંતોની હોળી કરી, પાષાણ યુગના જંગલી પશુની જેમ બીજા નિર્દોષ માનવીઓ પર અત્યાચાર ગુજારી રહ્યો હતો. ચોમેર હિંસા, અત્યાચાર, ચોરી, લૂંટફાટ, બળાત્કારના શરમજનક બનાવો બનતા હતા. કાયદો વ્યવસ્થા ખાડે ગયા હતા. તાર-ટપાલ, સંદેશાવ્યવહારનીકામગીરી ખોરવાઈ ચૂકી હતી, ત્યારે ભારતમાંથી પ્રસિદ્ધ થતા અખબારોમાં એકવાર અરેરાટીભર્યા સમાચાર ચમક્યા... ત્રણ સાધુ ભગવંતોની ધર્મઝનૂની તત્ત્વો દ્વારા કરવામાં આવેલી કરપીણ હત્યા... આસમાચાર પ્રસિદ્ધ થતાં જ ભારતનો સમગ્ર જૈન સમાજ ખળભળી ઊઠો. આ બનાવના ચારે બાજુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સમગ્ર હિન્દુસ્તાનમાંથી ભારત સરકાર પર હજારોની સંખ્યામાં તાર કરવામાં આવ્યા. તેમાં પાકિસ્તાનમાં ફસાયેલા જૈન સાધુ-સાધ્વીઓને તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરવાની માંગણી કરવામાં આવી હતી. તત્કાલીન કાર્યદક્ષ વિચક્ષણ ગૃહમંત્રી શ્રી વલ્લભભાઈ પટેલે પૂજ્ય ગુરુદેવને ગુજરાંવાલાથી ભારત લઈ આવવા એક વિમાન મોકલવાની વાત કરી, ત્યારે મક્કમ મનોબળ દાખવી પૂજ્ય ગુરુદેવે પોતાનો સંકલ્પ જાહેર કર્યો... ‘ જ્યાં સુધી અહીં રહેલા અઢીસો શ્રાવકો તથા સાધુ-સાધ્વીઓની વ્યવસ્થા નહીં થાય, ત્યાં સુધી એમને છોડી હું એકલો ભારત નહીં આવું!' પૂજ્યશ્રીજીના ઉપરોક્ત શબ્દોમાં દ્દઢતાની સાથે સાથે માનવતા પણ મહેંકે છે અને 6 Page #17 -------------------------------------------------------------------------- ________________ અભયતાના પગ દર્શન થાય છે. તેમની નિઃસ્વાર્થ ભાવના પણ આ પ્રસંગમાં દ્રષ્ટિગોચર થાય છે. પોતાના કુળના પિતૃઓની તપાગવિધિ કરાવવા માટે ભગીરથે દઢ સંકલ્પ કરી ગંગાનું પૃથ્વી પર અવતરણ કરાવ્યું હતું. ઢ નિશ્ચય કેળવીધ્રુવે દીર્ઘ તપશ્ચર્યા કરી આત્મકલ્યાણ સાધ્યું હતું. દુન્યવી રીતે તેનસિંગ હિલેરીએ કૃતનિશ્ચયી થઈ અવરેસ્ટના ઉચ્ચ શિખરનું આરોહાગ કરી બતાવ્યું હતું. તે જ પ્રમાણે પૂજ્યશ્રીજીએ પાગ જીવનમાં અડગ મનોબળ, દઢ સંકલ્પશક્તિ કેળવી જનધર્મની પ્રભાવના, શિક્ષણ પ્રચાર, સમાજસુધારણા તથા રાષ્ટ્રસેવા જેવા ઉત્તમોત્તમ કાર્યો પાર પાડ્યા હતા. આ મૌનના ઉપાસક મૌન પાળવું એ પારા એક તપશ્ચર્યા છે. મૌનથી બાહ્ય જગતની યાત્રા બંધ થાય છે. આંતરિક જગતની યાત્રા શરૂ થાય છે. અને વ્યક્તિ કાળાંતરે મહાત્મા સિદ્ધાત્માને પરમાત્મા બની જાય છે. મન શબ્દ પરથી મુનિ શબ્દ પ્રયોજાયો હોવાની સંભાવના છે. મીન કેળવવામાં પણ ગજબની સહનશીલતા, ધૈર્ય તથા સમતાભાવની જરૂર પડે છે. ભાગવતમાં એક કથા આવે છે. એકઋષિ તપશ્ચર્યાક્રતા હતા.અંતિમ ક્ષણે તેમની એક મૃગલાને બચાવવાની ઇચ્છા અધૂરી રહી ગઈ. બીજા જન્મમાં તે મૃગયોનિમાં ગયા ત્યારપછીના જન્મમાં તેઓ મનુષ્ય યોનિમાં આવ્યા.બાળપણથી જ તેમણે મૌનવ્રત સ્વીકાર્યું હતું. તેમને પૂર્વના ભવોની સ્મૃતિ હતી. તેમના વ્યવહારથી લોકો તેમને જડભરત તરીકે ઓળખવા લાગ્યા. એકવાર ગાયો ચરાવતા જંગલમાં વૃક્ષ નીચે બેઠા હતા. કેટલાક લોકો તેમને પકડી ગયા. તેમને યજ્ઞમાં આહુતિ માટે બત્રીસ લક્ષણા પુરુષની જરૂર હતી. જડભરતને માતા મહાકાલીના મંદિર સામે ઉભા રાખી લોકો તેમને મારવા તલવાર ઉગામે છે, છતાં મૌન જડભરત નિર્લેપભાવે આ ખેલ નિહાળતા રહે છે. મૌન આવું ઉત્કૃષ્ટ પ્રકારનું હોવું જોઈએ. અરે ! શત્રુઓ જાન લેવા તૈયાર થઈ જાય તે પળે પણ મૌન જળવાઈ રહેતો એમૌનની અગાધ શક્તિથી માનવીનો બેડો પાર થઈ જાય. જડભરતની કથામાં પણ એ ક્ષણે માતાજી પ્રગટ થાય છે અને જડભરતને બચાવે છે, કાળાંતરે જડભરત મોક્ષને ઉપલબ્ધ થાય છે. પૂજ્યશ્રીજી સુધારાવાદી વલણ ધરાવતા મહાપુરુષ હતા. ધાર્મિક શિક્ષણ સાથે વ્યાવહારિક શિક્ષાગ, વ્યસનમુકિત, કન્યા શિક્ષાગ, કન્યાવિક્રય પ્રથાનો વિરોધ, સામાજિક એકતા જેવી સમાજની ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિઓની સાથે સાથે તેઓ ઘર્મપ્રચારની પ્રવૃત્તિ કરતા હતા. એમના આવા પ્રગતિશીલ દ્રષ્ટિકોણને નહીં સમજી શકનારા રૂઢિવાદી અન્ય જૈન શ્રાવકોએ ઈ.સ. ૧૯પરમાં પૂજાશ્રીજીનામુંબઈના ચાતુર્માસ દરમ્યાન તેમની વિરુદ્ધચોપાનિયાં છપાવી અપપ્રચાર કર્યો, ત્યારે પૂજ્યશ્રીજીએ આવા અપપ્રચાર ચાલી રહ્યાના સમાચાર લાવનાર દુઃખી થયેલા તેમના ભક્તને સમજાવતા કહ્યું હતું... 'તેજોષી લોકોએ પ્રકાશિત કરાવેલા સાચા ખોટા ચોપાનિયાની વિગતો પ્રત્યે ધ્યાન આપશો નહીં. પરંતુ તમે યાદ રાખો, મૌનમાં અપારશક્તિ સમાયેલી છે. મૌન અમોઘ શસ્ત્ર Page #18 -------------------------------------------------------------------------- ________________ છે. આપણે તેમને પ્રત્યુત્તર આપતા હેન્ડબીલ છપાવવાની જરૂર નથી... વિરોધ ઝાઝા દિવસ નહીં ટકે. આપણી શાંતિ, આપણું મૌન જ તેમને ઠંડા પાડી દેશે.” અને ખરેખર પૂજ્યશ્રીજીના મૌનના નિર્લેપ ભાવના કારાગે એ વિરોધીઓ શાંત પડી ગયા. પૂજ્યશ્રીજીના જીવનમાં આવા કેટલાય પ્રસંગો છે, જ્યાં એમની મનપૂર્ણ શાંતિના કારણે ઘણા નિરર્થક વિખવાદો, વિવાદો ટળી ગયા હતા. પૂજ્યશ્રીજીના જીવનમાં મૌન તેમની સાધના સિદ્ધિનું એક અભિન્ન અંગ હતું. સમતાભાવ જગતમાં જ્યારે સામાન્ય માનવીને અચાનક જ અઢળક દોલત પ્રાપ્ત થાય અથવા સત્તાપમાન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, ત્યારે તે આનંદિત અભિમાની અહંકારી થઈ જાય છે, એનાથી વિપરીત જ્યારે માનવી વેપારમાં ખોટ કરી નિર્ધન થઈ જાય, પદભ્રષ્ટ થઈ જાય છે ત્યારે દુઃખી થઈલઘુતાગ્રંથિનો શિકાર થઈ જાય છે. અર્થાત્ સામાન્ય માનવી સુખધીમોહિત થાય છે, દુઃખથી ગભરાય છે. તેનામાં સમતાભાવ હોતો નથી, પરંતુ સાચા સંતાની વાત નિરાળી હોય છે. સિદ્ધપુરુષો સમતાભાવી હોય છે. અયોધ્યાના રાજા તરીકે જેમનો રાજ્યાભિષેક થવાનો હતો એવા શ્રીરામને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ મળ્યો, એનાથી એ સહેજે વિચલિત ન થયા. ચૌદ વર્ષ પછી લંકા વિર્યા બાદશ્રીરામનો જ્યારે રાજ્યાભિષેક થયો, ત્યારે પણ તેઓ હર્ષોલ્લાસમાં છકી નહોતા ગયા. ફાલના કોન્ફરન્સમાં તથા સિરોહી પાસેના બ્રાહ્મણવાડાજી તીર્થ ખાતે પોરવાલના સંમેલનમાં પૂજ્ય ગુરુદેવને જ્યારે વિશેષ પદવીઓથી વિભૂષિત કરવાની ભકતોએ તૈયારીઓ કરી, ત્યારે પૂજ્યશ્રીજીએ વિનમ્રતાથી એ ઉપાધિઓ લેવાનો ઈન્કાર કરી દીધો. પ્રથમવાર જ્યારે પંજાબના ભક્તો તથાસઘળા સાધુ ભગવંતોએ તેમને આચાર્યપદવીથી વિભૂષિત કરવાની અભિલાષા સેવી, તો તેમણે એ પદવી પાટણમાં બિરાજતા વયોવૃદ્ધ સાધુ ભગવંતને અર્પણ કરવાની ઈચ્છા પ્રગટ કરી, તો સાથે સાથે પંજાબમાં ચાલતીધર્મોત્થાન તથા સમાજ સુધારણાની પ્રવૃત્તિમાં સહેજપણ ઓટ નહીં આવવાદેવાની બાંહેધરી પૂજ્યશ્રીજીએ પંજાબી ભકતોને આપી હતી. તેમને જ્યારે સન્માનપત્ર આપવાની વાત આવતી, તો પૂજ્ય ગુરુદેવ એ સન્માનપત્રના સાચા હકકદાર તેમના ગુરુદેવ પૂજ્ય આત્મારામજી મહારાજ છે અને, હું તો સમાજનો સેવક છું.... આપ મારું સન્માન કરી મારી જવાબદારીઓ વધારી રહ્યા છો.' એવા નિરભિમાની પ્રતિભાવ આપતા હતા. અર્થાતુ માન સન્માન, પદવીટાણે તેઓ આવી દુન્યવી વસ્તુઓથી લિપ્ત થતા નહોતા. જ્યારે ગોપીપુરાના ઉપાશ્રયમાં રામચંદ્રસૂરિજીના સેવકો આવી તેમને વંદના કરવાની ચેષ્ટા નથી કરતા, ત્યારે પણ તેઓ શાંત રહે છે. બીજા ગુસ્સે થયેલા શ્રાવકોને શાંત રહેવા અપીલ કરે છે. મુંબઈમાં તેમની સમાજસુધારણાના વિરોધમાં ચોપાનિયાં છપાય છે, ત્યારે પૂજ્યશ્રીજી શ્રાવકોને મૌન રહેવા સમજાવે છે. તત્કાલિન રાજા-મહારાજાઓને મળતામહારાષ્ટ્રના પ્રધાન યશવંતરાય ચૌહાણને મળતાકે પંડિત મોતીલાલ નહેરૂની મુલાકાત ટાણે પૂજ્યશ્રીજી વિશેષ આનંદિત થતા નથી, તો સમાજના કચડાયેલાનાના માનવીને પણ તેઓ પૂર્ણ આદરથી પ્રેમથી Page #19 -------------------------------------------------------------------------- ________________ મળે છે, ત્યારે એમના મનોભાવમાં સમભાવ જ વર્તાય છે. વાદ-વિવાદમાં પણ સ્થાનકવાસી પરંપરાના સોહનલાલજીના પક્ષને પરાજિત કરી પૂજ્યશ્રીજી હર્યાદિત નથી થતા તથા અન્ય પંડિતો કે જ્ઞાનીઓ સાથેના વાર્તાલાપ દરમ્યાન અભિમાનથીફુલાઈ જતો નથી. આવા પૂજા ગુરુદેવ સાચા અર્થમાં સમતાભાવના પરમ ઉપાસક હતા એમસ્વાભાવિક જ અનુભવાય છે. સુખ-દુઃખ, હર્ષ -લાનિ, સગવડ-અગવડ, માન-અપમાન જેવા જગતના તમામ વંદ્વોથી પર થઈ પૂજ્ય ગુરુદેવે સમતાભાવને જીવનમાં આત્મસાત્ કરી સાધુતાને સુપેરે દીપાવી હતી અને આવા જસાધુ પુરુષમાં પરમાત્માની અલૌકિક શક્તિઓ ઉતરતી હોય છે. મિક તપોબળ આંગીતપસ્વી, સંત સાધુ પુરુષના આશીર્વાદમાં એવી તાકાત હોય છે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ અસંભવ લાગતી ઘટનાઓ પણ બની જતી હોય છે. વર્ષોની સાધના, જપ, તપ, નિયમ, શુદ્ધ ચારિત્રયુક્ત સરળ જીવન જીવતાં સાધુ પુરૂષોમાં કાળાંતરે દિવ્ય અષ્ટસિદ્ધિઓ વિકસિત થયેલી જોવા મળે છે. સાધુપુરુષના તપોબળના કારણે લોકોના જીવનમાં બનતી આવી અલૌકિક ઘટનાઓને ચમત્કાર ગણવામાં આવે છે. એકવાર સંત તુલસીદાસજી પાસે એક નિઃસંતાન વણિક શેઠગયા. તેમણે સંતને પુત્ર સુખવિષે પૃચ્છા કરી. તુલસીદાસજીએ એ શેઠને બીજા દિવસે કહ્યું કે સાત જન્મો સુધી તમારે સંતાનયોગ નથી. નિરાશ શેઠ પાછા વળ્યા. જંગલમાં અન્ય એકતપસ્વીની જાણકારી મળી. તેમાગે એ તપસ્વીની શ્રદ્ધાથી સેવા કરી અને પ્રસન્ન થયેલા તપસ્વીએ શેઠને સાત સંતાન થવાના આશીર્વાદ આપ્યા અને શેઠને ત્યાં સાત બાળકો થયા પણ ખરા. મહાન સંતપુરુષોના આશીર્વાદમાં આવી શક્તિ રહેલી હોય છે. પૂજ્યશ્રીજી પણ આ પ્રકારના તપોબળના સ્વામી હતા. તેમને તેમના ગુરુદેવપૂજ્ય આત્મારામજીની આશિષ મળી હતી.રક્ષકદેવી-દેવતાની તથા પરમાત્માની તેમના પર અમીદ્રષ્ટિ હતી તથા તેમનું પોતાનું જીવન પણ પૂર્ણ સાધનામય તેજવી હતું, એટલે તેમને વચનસિદ્ધિ યોગની પ્રાપ્તિ થઈ હોવાનું અનુમાન કરી શકાય. એ પૂજ્યશ્રીજીના તપોબળની જતાકાત હતી કે, ગુજરાંવાલામાં ધર્મઝનૂની, લોહીના તરરયા લોકોના ટોળાં જ્યારે મંદિરમાંકે ઉપાશ્રયના પ્રાંગણમાં પ્રવેશતા, કે તેમના પગÚભિત થઈ જતા. તેમની આસુરી શક્તિ હણાઈ જતી અને એ લોકોને પાછા ફરી જવું પડતું હતું. તેમના જીવનમાં તપોબળની સિદ્ધિના કેટલાય પ્રસંગો દ્રષ્ટિગોચર થાય છે. એમની નિશ્રામાં થતા પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે વરસાદનું વિદન ટળી શકે છે. કોઈક દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં તેમના પાવન પગલાં થતાં મેઘવષ થઈ શકે છે... એક ગામમાં તો બાજુના અન્ય ગામમાંથી પરમાત્માની પ્રતિમાલાવીને પ્રતિષ્ઠિત કરી શકાતી નહોતી, પરંતુ પૂજ્યશ્રીના આદેશ તથા આશિષથી અંકાર્ય નિર્વિદને પાર પડ્યું હતું. પાલિતાણામાં સંગીતકાર ઘનશ્યામદાસજીને કરડેલા નાગનું ઝેર પાગ પૂજ્યશ્રીજી દ્વારા અપાયેલ અભિમંત્રિત વાસક્ષેપથી ઉતરી ગયું હતું. એક વકીલ ભાઈનો ફાંસીની સજામાંથી બચાવ થયો હતો... ( ૧૦ ) Page #20 -------------------------------------------------------------------------- ________________ આવા ઘણાં પ્રસંગો પૂજ્ય ગુરુદેવના જીવનકાળમાં બન્યા હતા. આ બધા પ્રસંગો ઉપરથી જ સહેજે માનવું પડે કે પૂજ્યશ્રીજી તેમના તપોબળના કારણે અલૌકિક શક્તિ ધરાવતા હતા. ગજ સ્થિતપ્રજ્ઞતા જ્ઞાની સાધુસંતો, મહાપુરુષ હંમેશાં યુવાકાળમાં જ નહીં, પરંતુ સમજણ કેળવાતા જ દુન્યવી પ્રવૃત્તિઓની સાથે સાથે ભક્તિ, ઉપાસના શરૂ કરી દેવાની શિખામણ આપતા રહ્યા છે, કારણકે બીજા કામોને તો કાલ પર ઠેલવાથી જેટલીહાતિ નથી થતી એનાથી અનેકગણી હાનિ પરમાત્માની ભક્તિને વૃદ્ધાવસ્થાપરટેલવાથી થાય છે. વૃદ્ધાવસ્થામાં માણસની કાર્યશક્તિહણાય છે, માનસિક રીતે દુર્બળતા અનુભવાય છે. શારીરિક રીતે શરીર અનેક રોગોનું ભોગ બને છે, ત્યારે ભક્તિ થઈ શકતી નથી. અને ભક્તિ ભજન સત્સંગ પરમાત્માના નામ સ્મરણ વિના મુક્તિની આશા શી રીતે રાખી શકાય? સાંસારિક ઈજળથી મુક્ત થયેલા મહાપુરુષોને માટે વાર્ધક્ય અવસ્થા પણ તેમની સ્થિત પ્રજ્ઞતાના કારણે વ્યવધાનરૂપ બનતી નથી. પૂજ્યશ્રીજી પણ એવા જ સ્થિતપ્રજ્ઞમહાપુરુષ હતા. તેમનાજીવનમાં ૮૦થી૮૩નો સમયગાળોકપરોવીત્યો હતો. પરંતુ તેમની સ્થિતપ્રજ્ઞતાના કારણે એમની જીવન શૈલી, કાર્યપ્રણાલિ પર તેની કોઈ વિપરીત અસરો પડી નહોતી. પૂજ્યશ્રીજી જ્યારે સાદડી હતા, ત્યારે તેમને મોતિયા આવ્યા હતા. આના કારણે તેમની આંખોની રોશની નહીંવત થઈ ગઈ હતી. મુંબઈમાં તેમણે ઓપરેશન કરાવ્યું, ત્યારે આંખોને સારી રોશની પુનઃ પ્રાપ્ત થઈ હતી. વળી મુંબઈના રોકાણ દરમ્યાન જ તેમને પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ થઈ હતી. નવેક મહિના ચાલેલી આ બીમારીથી લાખ ઉપચારો કરાવ્યા છતાં પૂજ્યશ્રીજી મુક્ત થઈ શક્યા નહોતા. સમગ્ર ઋણાવસ્થા દરમ્યાન પૂજ્યશ્રીજી તો સ્થિતપ્રજ્ઞ જ રહ્યા હતા. કર્મ સિદ્ધાંતના જ્ઞાતા પૂજ્યશ્રીજીએ આ તકલીફને અશુભ કર્મોના ઉદયનું ફળ માની સહન કરી હતી. બીમારી દરમ્યાન પણ તેઓ શાંતિથી જપતપમાળા ચિંતન કરતા રહ્યા. આત્મજ્ઞાની વિભૂતિ શ્રીરમાણ મહર્ષિએ જીવનમાં કેન્સરની પીડા સ્થિતપ્રજ્ઞ થઈ ભોગવી હતી. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાત્મા જ્ઞાની પુરુષને પણ અંતિમ અવસ્થામાં ગળાનું કેન્સર થયું હતું, છતાં તેમણે સ્થિતપ્રજ્ઞતા કેળવીએ મહા જીવલેણ રોગની યાતના પણ હસતા મુખે સહન કરી હતી. સામાન્ય માનવી આવી બીમારીઓની પીડાથી ત્રસ્ત થઈદુઃખી થઈ,કયારેક આત્મઘાતી પગલું પણ ભરી બેસે, પરંતુ સ્થિતપ્રજ્ઞતા ધારણ કરી ચૂકેલા પૂજ્ય ગુરુદેવે આવી બીમારીઓને અશુભ કર્મોનું ફળ ગણાવી સહજતાથી સહન ક્રી હતી. સ્થિતપ્રજ્ઞતા એ પૂર્ણ સાધુતાનું લક્ષણ છે, જે આપણા ચારિત્રનાયકના જીવનમાં આત્મસાત્ થયેલું દ્રષ્ટિગોચર થાય છે. આ સર્જક સંત કવિ સુરદાસ, મીરાં, કબીર, આનંદઘન સ્વામીનાં કાવ્યો, પદો, રચનાઓમાં પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમભાવ, સમર્પણ ભાવ તથા સત્ય દ્રષ્ટિગોચર થાય છે, એવા જ હટ્યસ્પર્શ ભાવ પૂજ્યશ્રીજીએ રચેલા પદો, કાવ્યો તથા ભજનોસ્તુતિઓ ઈત્યાદિમાં થાય છે. - - --- - - - ૧૧ - Page #21 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ,સરળ ભાવનાશાળીપૂજ્ય ગુરુદેવે તેમના જીવનકાળ દરમ્યાન ઉત્તમોત્તમ ભક્તિપૂર્ણ રચનાનું સર્જન કર્યું છે. એનો રસાસ્વાદ સંગીતના શોખીન ભક્તજનો જ માગી શકે. પૂજ્યશ્રીજી એક સારા સર્જક હતા. હિંદી ભાષી ભક્તોના લાભાર્થે પોતે ગુજરાતી હોવા છતાં આ બધી રચનાઓ તેમણે હિન્દીમાં કરી જનાવલંબીઓ પર ભારે ઉપકાર કર્યો છે. એ દ્રષ્ટિએ પૂજ્યશ્રીજી ભકિતભાવસભર હૃદયસ્પર્શી શ્રેષ્ઠ પદ્યકાર સર્જક પણ હતા. ૧૨ For Private 2 sonal use only www.sainelibrary.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ | સાધુતાની સુવાસ | જગતમાં જ્યારે જ્યારે લોકકલ્યાણ સારુ, માનવજીવનના ઉત્થાન સારુ, જનસમુદાયની આધ્યાત્મિક ચેતનાને પ્રજવલિત કરવા મહાન આત્માઓના વસુંધરા પર અવતરાગ થયાં છે, ત્યારે ત્યારે અલૌકિક ઘટનાઓ દ્વારા એમના શુભ આગમનના સંકેત લોકોને મળતા રહ્યા છે. દેવાધિદેવ મહાવીર સ્વામીજીના જન્મ પૂર્વેમાતાત્રિશલાદેવીજીને ચૌદ દિવ્ય સ્વપ્ન આવેલાં... ભગવાન ઈશુખ્રિસ્તનાબેથલેહામ શહેરની બહાર ગમાણમાં જન્મ થતાં આકાશમાં એક તેજસ્વી તારલાનો ઉદય થયો હતો...યોગેશ્વર શ્રીકૃષ્ણના જન્મ સાથે જ કારાગૃહનાં દરવાજાનાં તાળાં તૂટી ગયાં હતાં... અને આઠમની મેઘલી રાત્રે પિતા વાસુદેવજીને જમુનામાં ઉમટેલા પૂરે પણ માર્ગ કરી આપ્યો હતો. મહાત્માઓ, ધર્માત્માઓ, ત્યાગીઓ તથા સંતપુરુષોના જીવન બાલ્યાવસ્થાથી જ અસામાન્ય ક્રાંતિકારી ઘટનાઓથી પરિપૂર્ણ હોય છે. આવા મહાપુરુષોના આત્માની આભામાં ત્યાગ, નિઃસ્પૃહીતા સંસાર પ્રત્યેની ઉદાસીનતા સ્વાભાવિકપણે ઝલકતી દ્રષ્ટિગોચર થયા સિવાય રહેતી નથી. ન્યાયાભાનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. બાળપણથી જનીડર, સ્પષ્ટ વકતા હાજર જવાબી હતા. જૈન પરિવારમાં તેમનો ઉછેર થતાં તેમનો આત્માવિરક્ત ભાવનાથી રંગાઈગયેલો અને તેમણે આત્મકલ્યાણ સારુ દીક્ષા લીધી હતી. સત્યના તેઓ પરમ ઉપાસક હતા. પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબે, સ્થાનકવાસી પરંપરામાં દીક્ષા લીધી હતી, પરંતુ તેમણે જ્યારે જ્ઞાનની ઉપાસના દરમ્યાન આગમોનો અભ્યાસ કરતાં જાણ્યું કે જૈન ધર્મમાં મૂર્તિપૂજાનો નિષેધનથી, તો સત્ય ખાતરમાણે પોતાના અઢાર જેટલા સાથી મુનિરાજ સાથે નીડરતાથી શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં ફરી દીક્ષા લીધી. આવા પરમ ઉપકારી સત્યના પ્રખર ઉપાસક,કર્મઠકર્મયોગી, અનેક સિદ્ધિઓના સ્વામી આત્મારામજી મહારાજ સાહેબ પાસે વડોદરાની જાની શેરીના ઉપાશ્રયમાં એક વ્યાખ્યાન દરમ્યાન એક દિવ્ય બાળકે પ્રવચન પૂર્ણ થયા પછી ભાવવિભોર થઈ, તેમનો ચરણસ્પર્શ કરી અણમોલ જીવન જીવવાની જડીબુટ્ટીની માંગણી કરી. ભવસાગર તારી દે,જીવનપથને જ્ઞાનપ્રકાશથી આલોકિત કરી દે તેવો, આદ્યાત્મિક જીવન માટે દીક્ષારૂપી અણમોલ ધનભંડાર માંગ્યો. બાળપણમાં જ જેના આત્મામાં ત્યાગના સુવાસિત પુષ્પો ખીલી ગયા હતા, એ મહાપુરુષ કોણ હતા ? પરિવારમાં પરલોકે સીધાવવાની અંતિમ ક્ષણે જેને ધર્મ અનુષ્ઠાન જપ તપ વ્રતના પીયૂષ પાન કરાવેલાએ માતાએ પાગ આ દિવ્ય બાળકને અહંતનો આસરો લેવાની આશિષ આપી હતી અને ત્યારે પળવારમાં માતાના વિરહની વેદનાથી પર થઈ, આત્માની અમરતા તથાદેહની નશ્વરતાને આત્મસાતુકરી નિર્ભય ભાવેશત થઈવાસ્તવિકતાને સ્વીકારી લેનાર એ નિઃસ્પૃહી વ્યક્તિ કોણ હતી? ૧૩) Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂરા પંજાબ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા હાલના પાકિસ્તાનના ગુજરાંવાલા જ માત્ર નહીં, પરંતુ સમગ્ર દુનિયાના અનેક વિદ્વાનોએ જેમની સાધુતા સમક્ષ અહોભાવથી મસ્તક નમાવ્યું, જેમણે પ્રેમથી, સમાદરથી જે મહાપુરૂષના જીવન કવનને તેમની મહાનતાને વંદના કરી એ મહાપુરુષ અન્ય કોઈ નહીં, પરંતુ પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબના જ પટ્ટધર એવા પંજાબ કેશરી, તિમિર તારિણી, યુગદ્રષ્ટા આચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ હતા. બાલ્યાવસ્થાથી જ વૈરાગ્ય, ભક્તિ, આત્મકલ્યાણની ભાવનાના બીજ તેમના અંતરાત્મામાં ધરબાયેલાં જ પડચાં હતાં. ધાર્મિક સંસ્કારોનું સિંચન, એક માતા સો શિક્ષક સમાન કહેવતને સાર્થક કરતા ધર્માનુરાગી માતાએ કર્યું હતું. આવા ધાર્મિક સરસ વાતાવરણમાં બાળક વલ્લભનાં સાધુતાનાં બીજને અંકુર ફૂટ્યાં. એમના આત્મપ્રદેશમાં સંસારની અસારતાના અસ્પષ્ટ ખ્યાલ ઉભરવા લાગ્યા હતા. માતાના સ્વર્ગવાસ પૂર્વેકહેવાયેલા અમૂલ્ય અમૃત વચનોથી સંસાર પ્રત્યેના આછા પાતળા ખ્યાલના જાળાં પણ દૂર થઈ ગયાં. દુર્લભમનુષ્ય જીવનનો હેતુ શું છે ? આત્માનું આગમન ક્યાંથી થાય છે ? ક્યાં તેનું ગંતવ્ય છે ? ૮૪ લાખ યોનિની ભવયાત્રાનો અંત શું સંભવ છે ? જીવનમાં આત્માની મુક્તિ માટે શું કરવું આવશ્યક છે ? પાણીના પરપોટા જેવા સંબંધોનું કોઈ મૂલ્ય છે ખરું ? ફરીથી ક્યારેય કોઈવાર જન્મ ધારણ ન કરવો પડે એ માટેનો કોઈ પ્રશસ્ત રાજમાર્ગ છે ખરો ? પોતાના આત્માના ઉદ્ધારને લગતા આવા કેટલાય અનુત્તર પ્રશ્નોની હારમાળા જિજ્ઞાસા બનીનાનકડા વલ્લભના અંતરને ઘમરોળવા લાગી. વૈરાગ્ય ભાવની ચિનગારી બાળવલ્લભના માનસમાં પ્રગટી ચૂકી હતી. માત્ર નવ વર્ષની નાની વયે આદિશંકરાચાર્યજીએ સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો. કારણ હતું સત્યની તીવ્ર અભીપ્સા અને દિલમાં દાવાનળની જેમ પ્રગટેલો વૈરાગ્ય ભાવ. શીખ ધર્મના ગુરુ નાનક પણ નાની વયે જ વિરક્તિભાવથી રંગાઈસત્યની શોધમાં લાગી ગયા હતા. ઉત્તર ભારતના આત્મજ્ઞાની સંત ભીખા પણ બાળપણથી જ સાધુ સંગતમાં એવા રંગાયા કે માત્ર બાર વર્ષની ઉંમરે જ તીવ્ર વૈરાગ્યથી પ્રેરાઈ ગૃહત્યાગ કરી ગુરુદેવ ગુલાલની શરણમાં ભટકતા આખડતા પહોંચી ગયા હતા અને તેમનાસાંનિધ્યમાં રહી આખરે આત્મજ્ઞાન પામ્યા હતા. સંત ભીખાની મનોદશા સાથે બાળક વલ્લભની મનોદશાસામ્યતા ધરાવે છે. અસાર સંસારની માયાજાળથી ત્રસ્ત થઈને જ બાળક વલ્લભ પૂજ્ય આત્મારામજી પ્રત્યે પૂજ્યભાવ ગુરુભાવ કેળવીને અમૂલ્ય અખૂટ જ્ઞાનધનની ખોજમાં ઉપાશ્રયમાં દોડી નહોતા ગયા ? ખેર એમની આંખોમાં ચહેરા પર તેમની ભાવભંગિમામાંથી ઝળકતા વૈરાગ્ય ભાવ, સમર્પણ ભાવને પૂજ્ય ગુરુદેવ પામી ગયા હતા. જ્ઞાની આત્મારામજી મહારાજ સાહેબે યોગ્ય સમયે દીક્ષા આપવાની વાત કરી બાળક વલ્લભનીસાચી ત્યાગ ભાવના પર મંજૂરીની મહોર પણ મારી દીધી હતી, પરંતુ ભાવિ ગુરુ શિષ્યની આ પ્રથમ મુલાકાતે વલ્લભના અંતરમાં ઉઠેલી ત્યાગની ચિનગારીને ખરેખર પ્રાણવાયુ જ જાણે જાણે પૂરો પાડચો હતો. ૧૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૪૦માં પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબના સમુદાયના ચિંતનશીલ મુનિરાજશ્રી ચંદ્રવિજયજી મ.સા.નો ચાતુર્માસ આપણા ચારિત્ર નાયકના વતન વડોદરામાં થયો. ભૂખ્યાને ભાવતા ભોજન મળે, રણમાંતરસ્યા ભટકતા મુસાફરને મીઠા જળની વીરડી મળે, નેત્રહીનને નવીન આંખો મળે, પ્રીતમને પ્રેયસી મળે ભક્તને ભગવાન મળે... અને જે અલૌકિક પરમ તૃપ્તિદાયક આનંદ થાય એવા અપાર આનંદથીવલ્લભનો મનમયૂર સોળે કળાએ નાચી ઊઠયો. સવાર-સાંજ ઉપાશ્રયમાં જઈ વ્યાખ્યાન સાંભળવા, દિવ્ય સત્સંગનો લાભ લેવો એમને વ્યસનસમાન થઈ પડ્યું. દિન-પ્રતિદિન તેમના અંતરમાં પ્રગટતી પાંગરતીવૈરાગ્ય ભાવનીલતા વધુ પુષ્ટ સઘન થયા લાગી. સંસારથી વિમુખ થવાની તેમની ઈચ્છા બળવત્તર થવા લાગી. દુન્યવીકાર્યો, પ્રવૃત્તિઓ પ્રત્યે દિલમાં ઉદાસીનતા કેળવાવા લાગી. સંસારના સુખોમાં ફિકાશ વર્તાવા લાગી. દિન-રાત પ્યારા પરમાત્માના દર્શનની પ્યાસ તેમના અંતરમાં વ્યાપી ગઈ. જળ વિના માછલી જે રીતે તરફડે એવી હાલત એમના પ્રાણ અનુભવવા લાગ્યા. પશ્ચિમ જગતના વિચારક બટેંડરસેલ એક જગ્યાએ લખે છે કે હવે સમય એવો આવ્યો છે કે લોકો પરમાત્મા વિશે વાર્તાલાપ કરવાનું ટાળે છે. તેનાં અસ્તિત્વ વિષે વાદવિવાદ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય છે. તેના અંગે ચર્ચાઓ કરવાનું પણ ટાળે છે. પરમાત્માને માની, તેની પૂજા અર્ચના કરી મંદિરે દર્શને જઈ સૌ સંતોષ માની લે છે, પરંતુ સાચા અંત:કરણથી તેની શોધ કરવા, તેને જાણવા કોઈ પ્રયાસ કરતું નથી. પરંતુ આપણા ચરિત્રનાયક આબાબતમાં થોડા નસીબદાર હતા. તેમના ચાર મિત્રોની મંડળીને તત્ત્વજ્ઞાનમાં તથા પરમાત્માની વાતો કરવામાં રસ હતો. આ લોકો એકઠા મળતા ત્યારે સંસારની અસારતા, પરમાત્માની પ્રાપ્તિ, જીવનના હેતુ જેવા ત્યાગપ્રધાન વિષયો પર ભરપેટ ચર્ચા કરતા. આ પણ એક પ્રકારનો સત્સંગ જ હતો. કિશોરાવસ્થામાં ખેલકૂદ, ધીંગામસ્તી, મોજમસ્તી કરવાના દિવસોમાં આ લોકો ફિલસૂફીની વાતો કરતા હતા. સંસારમાં ભૌતિક ઉપલબ્ધિઓ જેવીકે પૈસા કમાવા, સુંદર યુવતી સાથે વિવાહ કરવાં, સારું ભણતર કરી નોકરી મેળવવી, પદપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા, વિદેશગમન કરવાની તક પ્રાપ્ત કરવાની યોજનાઓ આ લોકો બનાવતા નહોતા. આ સત્સંગ કંઈ એળે ગયો નહોતો. આપાગા ચારિત્રનાયક છગનની ત્યાગવૃત્તિને આ સંગતથી પોષણ પ્રાપ્ત થતું હતું. એકવાર તો આસઘળા મિત્રોએ ભેગા મળી, લાંબી ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે એકયોજના ઘડી કાઢી. સૌએ નિર્ધારિત દિવસે ચૂપચાપ કોઈને જાણ ન થાય તેમ ગુપચૂપ ગૃહત્યાગ કરી સાધુ બની જવું. જો કે આ યોજના પાર પડી નહીં, પરંતુ આ યોજના પાછળનો શુભાશય તો જુઓ ! કેટલો ત્યાગપૂર્ણ છે! વૈરાગ્યની પૂરબહાર દિલના સાગરમાં ભરતી ચઢી હોય તો જ વ્યકિત ગૃહત્યાગ કરી સાધુ બનવાનો નિર્ણય લઈ શકે. જોકે છગનભાઈયોજના નિષ્ફળ જતાં ખરેખર થોડા વ્યથિત થયા. શા માટે ? તેમના રોમ રોમમાં વ્યાપેલી ત્યાગની વિરક્તિની ભાવના વસંતોત્સવ મનાવે તે પહેલાં જ પાનખરનો શિકાર થઈ ગઈ હતી. ત્યાગી આત્મકલ્યાણના પથિકની ચિત્તદશા, સાંસારિક લોકો કદી પણ સમજી શકે નહીં. મહાવીર સ્વામીજીને ગૃહત્યાગ કરતા પ્રથમ માતા ત્રિશલાદેવીજીની લાગણી, ત્યારબાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ મોટાભાઈની આજ્ઞા બંધનકર્તા નીવડી હતી. આપણા ચારિત્રનાયકના જીવનમાં પણ સંસાર ત્યાગ સામે અનેક અવરોધોનડ્યા હતા. પંદર વર્ષની વયે જ હંસની જેવી નીરક્ષીર પારખવાની શક્તિ ક્ષમતા ધરાવતા છગનભાઈની સાધુસંગતિ સામે તેમના મોટાભાઈખીમચંદભાઈનો સાંસારિક ભ્રાતૃપ્રેમ અડગ તોતિંગ ખડકની જેમ માર્ગ અવરોધી ઊભો હતો, પરંતુછગનભાઈટનિશ્ચયી મક્કમ મનોબળના સ્વામી હતા. જીવનમાં પોતાનો ધ્યેય નક્કી કરી ચૂક્યા હતા. એટલે જેમ સોનાને તપાવવામાં આવતા તેનો નિખાર ખીલી ઉઠે, તેમછગનભાઈનાત્યાગી આત્માને આત્મકલ્યાણના માર્ગેથી પાછા વાળવા મોટાભાઈજેમ જેમ આકરાં પગલાં ભરતા ગયા, તેમ તેમ આપણા ચારિત્ર નાયકની હિમ્મત ખૂલતી ગઈ. સંકલ્પમાં દ્દઢતા ઘનીભૂત થવા લાગી. નિર્ભયતા કેળવાતી ગઈ. સાહસિકતા વધતી ચાલી. મુનિરાજ શ્રી હર્ષવિજયજી સાથે એક દિવસ રહેવાની રજા મેળવી છગનભાઈ ઘરે પાછાજેનફર્યા. મોટાભાઈએ તેમને અમદાવાદમાં પકડ્યા, રોષે ભરાઈધોલધપાટ કરી અને ઘેર લાવ્યા. ફરી મોકો મળ્યો તો ઘરેથી છટક્યા. ભૂખ, તરસ, વેશ્યા, પગમાં ઉનાળાની ઋતુમાં ફોલ્લા પડી ગયા, છતાં અમદાવાદ આત્મારામજી મહારાજની શરણમાં પહોંચી ગયા. ફરી મોટાભાઈયુક્તિપૂર્વક છગનને મનાવી ઘેર લઈ આવ્યા. એક અવિરત સંગ્રામ, આત્મકલ્યાણના પ્રવાસી અને સંસારી મોટાભાઈ વચ્ચે શરૂ થઈ ગયો. વારંવાર જાળ ગૂંથતો ભોંય પર પડતો કરોળિયો જેમ પુનઃ પુનઃ દિવાલ પર ચઢવા પ્રયાસ કરે તેમ છગનભાઈ પણ દુન્યવી સઘળા પરિસહો, અવરોધો વિદનોનો મુકાબલો કરતા રહ્યા. અડગ આત્મબળ હતું, સ્પષ્ટ ધ્યેય હતું, અવિચળ શ્રદ્ધા હતી, હદયમાં, સાધુ સંગતિથી આત્મ દીપકમાં ઝીણીજ્યોત પ્રગટી હતી. અનન્યવૈરાગ્યભાવથી તેઓ સંપૂર્ણપણે રંગાઈચૂકયા હતા. વિરક્તિભાવની ચટેલી ભરતીમાં અંતરાત્મા ઝબોળાઈચૂક્યો હતો. સંસારનો કિનારો છોડી તેમની નૌકાસત્યની શોધમાં વિહાર કરી ચૂકી હતી. હવે તેમને કોઈ ઝંઝાવાત, દરિયાઈ તોફાન, સાગરના જળચરો, પ્રલોભનના વિકરાળ ખડકો, કોઈનો ભય નહોતો. જ્ઞાન સમંદરના પેટાળમાં ડુબકી મારતા જવામર્દમરજીવાને વળી આત્મજ્ઞાનના મોતી વીણતા કોણ અટકાવી શકે? પૂર્ણિમાની રાત્રે સાગરમાં ચઢતી ભરતીને ખાળવી શું શક્ય છે? દીપકની જ્યોતના પ્રેમમાં પડીકુરબાન થતાપતંગિયાને કોણ અટકાવી શકે? કમાનમાંથી નીકળી ચૂકેલા બાણને શું પાછું વાળી શકાય? છગનભાઈના અંતરમાં વૈરાગ્યની અખંડરવિ રશ્મિ પ્રગટીચૂકી હતી, જે સંસારનાં તિમિર ઉલેચીને છગનભાઈને ત્યાગપૂર્ણસાધુ જીવનની આભાથી આલોકિત કરવા શક્તિમાન હતી. મુનિરાજશ્રી હર્ષવિજ્યજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં આવ્યા પછી આપાગી ચારિત્રનાયક છગનભાઈના જીવનમાં ત્યાગની ભાવના બળવત્તર બની એટલું જ નહીં, પરંતુ તેમની સંગતિમાં રહીને છગનભાઈએ ચારિત્ર્ય ધર્મના નિયમો સુપેરે જાણ્યો. કઠોર સાધુ જીવનના નિયમોનું પાલન કરવાનું પણ તેમણે શરુ કર્યું. છગનભાઈના જીવનમાં એક તરફ સાધુ થવા માટેની મોટાભાઈ પાસેથી રજા મેળવવાનો સંઘર્ષ હતો, તો બીજી તરફ પોતાની જાતને (૧૬) Page #28 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સાધુતા અંગીકાર કરવા માટેની તૈયારીઓ ચાલતી હતી. છગનભાઈ ઘરમાં રહી પોતાના સઘળાકામ જાતે કરી લેતા. સમયસર પ્રાતઃકાળે જાગવું, જપતપ કરવા, પ્રતિક્રમણ કરવું, દેવદર્શને જવું, સામાયિક કરવું તથા તદ્દન સાદગીથી ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લઈ સ્વાશ્રયી થવાની સાહજિક વૃત્તિ તેઓ કેળવી રહ્યા હતા. ભાઈની ઈચ્છાને માન આપી શાળાએ જવું, દુકાને જવું એમ દુન્યવી પ્રવૃત્તિઓ પણ અનિચ્છાએ ફરજ સમજી, વડીલોની આજ્ઞા સમજી કરી લેતા હતા. કિશોરાવસ્થામાં પણ છગનભાઈના અંતરમાં સંયમનો બોધ થઈ ચૂક્યો હતો. ભૌતિક વસ્તુઓ પ્રત્યે તેમને સહેજ પણ લગાવ રહ્યો નહોતો. અમદાવાદમાં તેઓ જ્યારે પૂજ્ય આત્મારામજીના સાંનિધ્યમાં હતા, ત્યારે નાનચંદભાઈ શેઠ તેમને પોતાના ઘરે લઈ ગયા હતા. ચતુર શેઠે છગનભાઈ સાથે વાર્તાલાપ કરતા પ્રશ્ન પૂછયો, ‘તમે સાધુ થવા શા માટે ઈચ્છો છો ?” “આત્મકલ્યાણ માટે....!' પળનો પણ વિલંબ કર્યા સિવાય ગંભીરતાથી છગનભાઈએ શેઠને પ્રત્યુત્તર પાઠવ્યો. છગનભાઈના મનમાં સ્પષ્ટ ધ્યેય હતું. દિમાગમાં જીવન સાર્થક કરવાનો સ્પષ્ટ નિર્ધારિત ખ્યાલ હતો. મક્કમ નિર્ધાર અને આત્મકલ્યાણની સમજ હતી. નાનચંદભાઈ છગનભાઈની પરીક્ષા કરવા વળી કહ્યું, આ તમારી ખાદીનીટોપી તમે મને આપી દો. હું તેને આપના સંભારણાં તરીકે મારી પાસે રાખવા માંગુ છું. તેના બદલે આપ મારી આ જરીની ટોપી લઈ લો.' - છગનભાઈને તો મકાન, કપડાં, આભૂષણો અને જગતની સઘળી ભૌતિક વસ્તુઓ જજ્યાં ભારરૂપ લાગતી હતી ત્યાં વળી જરીની ટોપીનું પ્રલોભન તેમને શી રીતે ચળાવી શકે ? એટલે છગનભાઈએ શેઠને કહ્યું, “મારે આપની જરીની ટોપીની જરૂર નથી. મારી ટોપી હું આમ પણ બદલવાનો હતો. આપને સંભારણાં પેઠે જોઈતી હોય તો ખુશીથી આપ રાખી લો નાનચંદભાઈ શેઠને ખ્યાલ આવી ગયો કે આ કિશોર છગનનો આત્મા નિર્મોહી,નિર્લોભી, પ્રલોભનમુક્ત સાધુતાપૂર્ણ છે. તેમને વિશ્વાસ આવી ગયો કે આવ્યક્તિમાં ત્યાગી સાધુના લક્ષણ વિકસી ચૂક્યાં છે. છગનભાઈની સાધુતા દિન-પ્રતિદિન વિકસતી જતી હતી. મોટાભાઈનો વિરોધ તેમની ત્યાગવૃત્તિને વધુ પ્રજવલિત કરતો હતો. તેમણે ઘરમાં હવે પોતાની અંગત વસ્તુઓનો ઉપયોગ ઘટાડવો શકર્યો. પોતાની વસ્તુઓનું તેઓ દાન કરવા લાગ્યા. એકવાર એક સંબંધીના લગ્નમાં પરાણે જવું પડ્યું. પોતાની દિન ચર્યા બરાબર પળાય તે સારુ છગનભાઈ વહેલા ઊઠી સૌથી પહેલાં જાનના ઉતારે પહોંચી ગયા અને પ્રતિકમાગ તથા અન્ય ધાર્મિક ક્રિયાઓ પૂરી કરી લીધી. રાત્રે પણ ખંડના એક ખૂણામાં ખેસ પાથરી ભોંય પર ઘસઘસાટ સૂઈ ગયા. કેવી સાદગી? ન ગાદલું લીધું ન રજાઈ માંગીન ખાટલાની ઈચ્છા રાખી. ખીમચંદભાઈએ જ્યારે ઘસઘસાટ નચિંત ભાવે પોઢેલા છગનભાઈના નિર્દોષ ચહેરા પર શાંતિ, આનંદ અને સંતોષના ભાવ નિહાળ્યા, ત્યારે જીવનમાં પ્રથમવાર તેમને લાગ્યું કે -૧૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ મારો નાનો ભાઈસાચે જસાધુ થવા જમ્યો છે. મારે તેની આડે આવી અંતરાયકર્મ ન બાંધવું જોઈએ. છગનભાઈના જીવનમાં ઉતરેલી એસાધુતાની જ કદાચ પ્રભાવ હશે જેમને તેમના મોટાભાઈનું હૃદય પરિવર્તન કરી નાખ્યું. એમના ચહેરા પર વ્યાપેલી શાંતિ, આનંદ અને પરિતોષ એ તેમના ત્યાગપૂર્ણસાધુતાપૂર્ણ આચરણનું જ પરિણામ નહીં હોય? બીજા દિવસે સવારે જ્યારે ખીમચંદભાઈછગનભાઈનો સંથારો ઉપાડી ચાલવા લાગ્યા તો છગનભાઈએ તેમને સમજાવીને એ સામાન જાતે ઊંચકી લીધો. સાધુતો સ્વાવલંબી હોય, તેણે પોતાના વડીલોની, સ્થવિર સાધુઓની સેવા કરવાની હોય, કોઈની પાસે સેવા કરાવવી એ થોડી સાધુતા છે? છગનભાઈએ જીવનમાં સ્વાવલંબનનો ગુણ કેળવી લીધો હતો. સંસારના સુખો મોહ લાલસાના પ્રબળ બંધન તો છગનભાઈનાત્યાગી આત્માએ ક્યારનાયતોડી નાખ્યા હતા, જે ત્યાગી આત્માની એક સિદ્ધિ જ હતી, પરંતુ ખેતરમાં બીજ વાવી દેવાથી અનાજ મળી જતું નથી. બીજનું સિંચન, માવજત તથા દેખરેખ જરૂરી થઈ પડે છે. છગનભાઈ પોતાના આત્મામાં પડેલા ત્યાગના બીજને પણ વિકાસ આપી ઘટાદાર વૃક્ષરૂપે જોવા આતુર હતા, પરંતુ કર્મસંજોગે તેમની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. એક બાજુવકીલ ખીમચંદભાઈ તેમને સાધુસંગતિથી વિમુખ કરવા પ્રયત્નશીલ હતા અને દીક્ષાની અનુમતિ આપવા રાજી નહોતા, તો બીજી તરફ પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબ પણ ઘરના વડીલોની મંજૂરી વિનાદીક્ષા આપવા સંમત નહોતા. ત્યાગી આત્માછગનભાઈની દિશા હતી. પરંતુ વૈરાગ્યના છંદે ચડેલા, ત્યાગના રંગે રંગાયેલા છગનભાઈ સંઘર્ષ, વિટંબાગા વિરોધથી નાસીપાસ ન થયા. તેમનું મનોબળ ફોલાદી હતું. સંકલ્પ તેમનો હિમાલય જેવો અડગ હતો. સાગરના પેટાળમાં મોતી મેળવવા તૈયાર થયેલા મરજીવા જેવી સાહસિકતા તેમનામાં હતી. પાલિતાણામાં પૂજ્ય આત્મારામજી મ.સા. સાથે કરેલા ચોમાસા પછી તેમની બળવાવૃત્તિ પરાકાષ્ઠાએ પહોંચી. રાધનપુરમાં તેમણે મોટાભાઈને રજિ.ટપાલ લખીબોલાવ્યા. પૂજ્ય આત્મારામજીની હાજરીમાં જ ફેંસલો કરાવવા બેઠા. છગનભાઈએ સ્પષ્ટપણે પોતાનો બળવો જાહેર કરી દીધો. હવે તમે, મોટાભાઈ મને રજા આપી દો. હું સંસારમાં રહેવા નથી માંગતો.” બીજી બાજુ વિવેકથી પૂજ્ય ગુરુદેવજીને પણ જણાવી દીધું, 'આપ દીક્ષા નહીં આપો તો હું સંપતવિજયજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લઈ લઈશ.” અંતરના ઉંડાણથી નીકળેલા છગનભાઈના આત્મપોકારનો અંતે વિજય થયો અને ત્યાં તેમને દીક્ષાની અનુમતિ મળી ગઈ. ઉભય પક્ષેથી આખરે જીવનસંગ્રામમાં છગનભાઈને આત્માની ખુમારી, દ્રઢતા, વિરક્તિભાવનો વિજ્ય થયો હતો. અલગારીત્યાગી આત્માઓની વાત જ નિરાળી હોય છે. સાચા સાધુ સંત મહાપુરુષોના જીવનમાં સંસારત્યાગની વિવિધ ઘટનાઓનોંધાયેલી જોવા મળે છે. દોમ દોમ સાહ્યબી, રાજપાટ અને સુંદર પત્ની બાળકને મધરાતે ગૌતમ બુદ્ધ ( ૧૮ - - - - Page #30 -------------------------------------------------------------------------- ________________ પળવારમાં ત્યાગી, આત્મ કલ્યાણના પંથે સંચર્યા હતા. કોઇક સંત લગ્નવેદીમાંથી સંસાર છોડી ચાલી નીકળ્યા હતા. કોઈ સાધુ પ્રવૃત્તિનો આત્મા જાનના પડાવથી ભાગી છૂટયો હતો... તપસ્વી આત્મખોજના ઉપાસકનચિકેતાને યમરાજના ધનવૈભવ, વિલાસ, સન્માન સંપતિ, રાજપાટના પ્રલોભનો પણ ચળાવી શક્યા નહોતા. ખરેખર સંતો,સાધુઓની વૈરાગ્યવૃતિ અવિચળ પર્વત જેવી સ્થિર હોય છે. કમળ જેવો નિઃસ્પૃહી હોય છે, તેમનો વૈરાગ્ય. છગનભાઈ આપણા ચારિત્ર્યનાયક પણ એવા જ વૈરાગ્ય ભાવના આરાધક, ત્યાગવૃત્તિના નિર્મોહી, તપસ્વી હતા. ત્યાગીસંતપુરુષોના જીવનમાં અપરિગ્રહીતા કેળવાયેલી દ્રષ્ટિગોચર થાય છે. હીરાઝવેરાત, ધન-દોલત, પૈસાનું મૂલ્ય તેમના જીવનમાં બે કોડીનું હોય છે. સંત કબીરના પુત્ર કમાલ પણ ઉચ્ચ કોટીના ત્યાગી સંત હતા. કાશીના નરેશે તેમના ચરણે મૂલ્યવાન હીરો ભેટરૂપે ધર્યો. કમાલે તે હીરા સામે દ્રષ્ટિપાત સુદ્ધા પણ ન કરતા કહ્યું,‘બહાર છાપરામાં અન્ય પથ્થરો છે ત્યાં એ હીરાને રાખી દો.' રાજાએ તેમની આજ્ઞા પ્રમાણે કર્યું. થોડા દિવસ પછી રાજાએ પાછા આવી હીરા વિષે પૃચ્છા કરી. સંત કમાલે કહી દીધું, ‘જુઓ રાજા! તમે એને જ્યાં રાખ્યો હતો ત્યાં જ હશે, પરંતુ કોઈ જરૂરતમંદ એને લઈગયો હશે તો મને એની ખબર નથી.’રાજાએ છાપરામાં તપાસ કરી. હીરો ત્યાં જ હતો ! કેવી નિઃસ્પૃહી ત્યાગવૃત્તિ ! આપણા ચારિત્ર્યનાયક છગનભાઈ કાળાંતરે મુનિરાજ અને તે પછી લાહોરમાં આચાર્યપદવી પામી આચાર્ય શ્રીમદ્દ વિજયવલ્લભસૂરિજી બની સાધુતાની સુવાસ ચોમેર પ્રસરાવી રહ્યા હતા. રાજસ્થાનના બિજાપુર બેડા ગામના માર્ગમાં એક વાર તેમને ચોર-ડાકુ ભેટી ગયા. તેમને આ નિર્ભય સાધુ પાસેથી એક દમડી પણ ન મળી, તો ચોરોએ તેમનાં ઉપકરણો તથા વસ્ત્રો છીનવી લીધા. વલ્લભવિજ્યજી મહારાજ તો અવિચલિત ભાવે ગામમા ચાલ્યા ગયા. સાચા ત્યાગી સાધુપુરુષ કંચન-સોનું, પૈસા કદાપિ પોતાની પાસે રાખતા નથી. આપણા ચારિત્ર્યનાયક એ દ્રષ્ટિએ સાચા ત્યાગી સાધુ હતા. લૂંટાઈ ગયા હતા, પરંતુ તેમનો સમતાભાવ જળવાઈ રહ્યો હતો. નામના, કીર્તિ, યશ પ્રતિષ્ઠા પ્રશંસાથી ગુરુ વલ્લભવિજજી મહારાજ સાહેબ હંમેશા અલિપ્ત જ રહ્યા હતા. ઘણીવાર શ્રીસંઘો જ્યારે પૂજય ગુરુદેવજીના સામાજિક, ધાર્મિક કાર્યોની પ્રશંસા કરતા, ત્યારે તેઓ વિનમ્ર ભાવે કહેતા ‘તમારે યશ આપવો હોય તો આપણા ગુરુદેવ પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબને જ આપો. હું તો એમનો અદનો નાનકડો સિપાહીછું. સાચીપ્રશંસાના હકકદાર તો આપણા પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ જ છે.' સંવત ૧૯૯૦માં રાજસ્થાનના શિરોહી પાસે બામણવાવજી તીર્થ ખાતે શાંતમૂર્તિ યોગીરાજ પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયશાંતિસૂરિજીની નિશ્રામાં અખિલ ભારતીય પોરવાલના મળેલા સંમેલનમાં પૂજ્ય વલ્લભવિજયજી મહારાજ સાહેબને અનેક ઉપાધિઓ, પીઓથી શ્રીસંઘે સન્માનિત કરવા પ્રયાસ કર્યો, ત્યારે તેમણે એ પદવીઓ સ્વીકારવાનો ઈન્કાર કરી સાચી સાધુતાના દર્શન કરાવ્યા હતા. તેમ છતાં એ સંમેલનમાં શ્રીસંઘે મહાપરાણે પૂજ્ય ગુરુદેવને ‘કલિકાલ કલ્પતરુ’ તથા ‘અજ્ઞાન તિમિર તરણીની’ પદવીઓથી વિભૂષિત કર્યા, ત્યારે ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવ આપતા તેમણે કહ્યું: “ભાઈઓ! હું તમારી લાગણીઓ અને પ્રેમથી સંતુષ્ટ છું. મને તો આઆચાર્યપદવી પણ ભારરૂપ લાગે છે, ત્યાં આ નવી પદવીઓ આપીમારી ભારશીદને વધારો છો?” સાચા સાધુ નામના પ્રતિષ્ઠાના પડછાયાથી પાણ દૂર ભાગતા હોય છે, પરંતુ માનસન્માન, યશ, કીર્તિ તેમનો પીછો કરતાં પાછળ પાછળ ફરતાં હોય છે. જે વ્યક્તિ કર્મઠ કર્મયોગી છે, તે કામને ચાહે છે. પુરુષાર્થથી પ્રેમ કરે છે. આવી વ્યક્તિ ચાહે રાજકારણમાં હોય, સમાજમાં સામાજિક કાર્યકર્તા હોય કે પછી ધર્મના ક્ષેત્રમાં હોય, તે તો પરમાત્માની પ્રાર્થના સમજી જનસમુદાય તથા જગતના સર્વ જીવોના કલ્યાણ સારુ કોઈ અપેક્ષા રાખ્યા સિવાય નિરંતર સેવા કરતી રહે છે. પરંતુ જેને પદ પ્રાપ્તિની લાલસા હોય છે, એવી વ્યક્તિ પુરુષાર્થના નામે પ્રપંચ કરી સ્વાર્થ સિદ્ધિ સારુ જ મર્યાદિત દેખાવ પૂરતા પ્રયત્નો કરે છે. આવી વ્યક્તિઓને પદ્માપ્તિ થતી નથી, ત્યારે આવા લોકો નિરાશ થઈ, હતાશ થઈ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને સીમિત કરી નાખે છે. આપણા ચારિત્રનાયક શ્રી વલ્લભવિજયજી મહારાજ સાહેબ સત્યનિષ્ઠ કર્મયોગી હતા. એમને મન ધર્મનું ઉત્થાન, સમાજનું ઉત્થાન તથા રાષ્ટ્રની પ્રગતિ થાય એનું મહત્ત્વ વિશેષ હતું. તેમના સમગ્ર જીવનમાં ક્યાંય પદની લાલસા, પદવીની સ્પૃહા દ્રષ્ટિગોચર થતી નથી. નિઃસ્પૃહીતા સાધુતાનું આભૂષણ છે. પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબના મહાપ્રયાણ પછી સંવત ૧૯૫૬માં હોંશિયારપુરના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવના પંજાબી ભક્તો, રાજસ્થાની ભક્તો તથા બહોળો સાધુગણ પૂજ્ય વિજ્યવલ્લભજી મહારાજ સાહેબને આચાર્યપદવી અર્પણ કરવાની ઈચ્છા ધરાવતો હતો, પરંતુ ગુરુદેવ વલ્લભવિજયજી મ.સા.એ એ પદવી સ્વીકારવાનો ઈન્કાર કરી, પાટણ સ્થિત દીક્ષા પર્યાયમાં મોટા વયોવૃદ્ધ મુનિરાજ શ્રીકમલવિજયજીને અપાવવા સક્રિય પ્રયત્ન કર્યો. આ માટે તૈયાર કરાયેલા સંમતિપત્રમાં સૌ પહેલાં હસ્તાક્ષર પણ શ્રીવલ્લભવિજ્યજી મહારાજ સાહેબે કર્યા. એટલું જ નહીં, પરંતુ શ્રી કમલવિજયજી મહારાજ સાહેબે આપણા ચારિત્રનાયકને ઉપાધ્યાયની પદવીથી અલંકૃત કરવાનો પ્રસ્તાવ મૂક્યો, તો પણ વલ્લભવિજ્યજી મહારાજે એ પદવી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. તેમણે આ બાબતમાં નારાજ થયેલા પંજાબના તથા અન્ય પ્રાંતના ભકતોને સમજાવતા કહ્યું કે, હુંપદવીગ્રહાણ નથી કરતો, એટલે પૂજ્ય આત્મારામજી ધર્મ તથા સમાજના ઉત્થાનની જે જવાબદારીઓ મને સોંપી ગયા છે, એ નહીં નિભાવું એવું માનશો નહીં. એ કામ તો મારું ચાલુ જ રહેશે. મારી કર્મનિષ્ઠામાં તલભાર ઘટાડો નહીં થવા દઉં.” આવી નિઃસ્પૃહીવૃત્તિના સ્વામી હતા, પૂજ્ય વિજ્યવલ્લભ ગુરુદેવ! સુધારાવાદીઓનો વિશ્વમાં હંમેશા વિરોધ થતો આવ્યો છે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી તથા પરમાત્મા શ્રી ગૌતમ બુદ્ધને પાગ તત્કાલિન લોકોએ પથ્થર માર્યા છે, ગાળો દીધી છે, તેમને જાત ભાતની યાતનાઓ આપી છે. ભારતમાં સતી પ્રથાનો વિરોધ કરનાર રાજા રામમોહન રાયને પણ રૂઢિવાદીઓએ અનેક યાતનાઓ આપી હતી. આર્ષદ્રષ્ટા પૂજ્ય આત્મારામજી મ.સા.ના પટ્ટશિષ્ય ગુરુવલ્લભવિજ્યજીએ પણ જૈન સમાજમાં સ્ત્રીશિક્ષણ (૨૦) Page #32 -------------------------------------------------------------------------- ________________ તથા વ્યાવહારિક શિક્ષણ સુધારણાની પ્રવૃત્તિ આદરી, ત્યારે જડસુ પ્રકૃતિના અન્ય સમુદાયના લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યા. મુંબઈમાં એકવાર પૂજ્ય ગુરુજીના વિરૂદ્ધમાં પત્રિકાઓ છપાવી ત્યારે ગુરુજીના કેટલાક શિષ્યોએ, શ્રાવકોએ એપત્રિકાના ખંડન સારૂ પત્રિકા બહાર પાડવાની વાત કરી, પૂજ્ય ગુરુદેવે તેમને વાર્યા અને કહ્યું “આ વિરોધ લાંબો ટકશે નહીં, પરંતુ જો આપણે તેને પ્રતિભાવ આપીશું, તો તેમને પ્રોત્સાહન મળશે.” અને બન્યું પણ એવું જ. જ્યારે પત્રિકા છપાવનારાઓને કોઈ પ્રતિભાવ ન સાંપડ્યો એટલે એ લોકોના હાથ હેઠા પડ્યા.આવી સહનશીલતા, સમતાભાવ ધરાવતા પૂજ્ય ગુરુદેવની દૂરદર્શિતા, વિનમ્રતા અને વિવેકધન્યવાદને પાત્ર છે. આવી હતી તેમની અનુસરણીય અજોડસાધુતા. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આપાગા ચારિત્રનાયકના સમકાલીન રાષ્ટ્રવાદી નેતા, જ્યારે કોમી રમખાણો થતાં અથવા અંગ્રેજો દ્વારા વધુ પડતા અત્યાચાર થતા, ત્યારે સત્યાગ્રહ કરતા, અનશન ઉપવાસ પણ કરતા. આપણા પૂજ્ય ગુરુદેવ વિજયવલ્લભ સૂરિજી મહારાજ સાહેબ પણ ઘણીવારસામાજિક સમસ્યાના નિરાકરણસારુ, ધાર્મિક પ્રવૃતિ સારુ અથવાકયારેક કોઈક યોજનામાં થતા વિલંબનેટાળવા પોતાના આહારમાંથી ઘી, દૂધ ત્યાગની પ્રતિજ્ઞા કરતા. તેમની આવી પ્રતિજ્ઞા થતાં જ ગમે તેવી ભારે સમસ્યાનો તુરંત નિકાલ થઈ જતો. પૂજ્ય ગુરુદેવે જ્યારે જાણ્યું કેઝગડિયા મુકામે ગુકુલ બનાવવાની યોજના ઘોંચમાં પડી છે, ત્યારે તેમણે અમુક મુદત આપી ઘી-દૂધનો ત્યાગ કરી દીધો હતો. તેમની આ ભાવનાના પરિણામે નિયત સમયમર્યાદામાં જગુરૂકુલની યોજના પરિપૂર્ણ થઈ શકી હતી. પૂજ્ય ગુરુદેવના જીવનમાં આવી બીજી અનેક ત્યાગની ઘટનાઓ દ્રષ્ટિગોચર થાય છે. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. નિયમિત આહારમાં પણ મર્યાદિત સંખ્યામાં જ પદાર્થોનું સેવન કરતા હતા. જે તેમના ત્યાગવૃત્તિ અને સંયમ દર્શાવે છે. વડીલ સાધુગણ પ્રત્યેના વિનય વિવેક, સેવાવૃત્તિ, જીવનમાં ત્યાગ ભાવના, સમભાવ, સમતાભાવ, નિરભિમાનીપણું, નિસ્પૃહી વૃત્તિ, નિર્દભ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, જપતપ, સર્વધર્મ પ્રત્યે સમાદાર, માનવતા અહિંસા એકતાભાવ જેવા અનેકાનેક સાચી સાધુતાને ઉજાગર કરતા, સાધુજીવનની ગરિમાને દીપાવતા સદ્ગુણો આપણા ચારિત્રનાયક શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના આભૂષણો હતાં. લોકલ્યાગ સાથે સાથે નિજના આત્મકલ્યાણનો સુભગ સમન્વય તેમના સમગ્ર વંદનીય સાધુજીવનમાંદ્રષ્ટિગોચર થાય છે. સાચાત્યાગી બની સાધુતાને તેમને જીવનમાં ચરિતાર્થ કરી બતાવી હતી. પૂજ્ય ગુરુદેવકરચલિયામાં શાનદાર પ્રતિષ્ઠા કરાવી સુરત પધાર્યા હતા. ગોપીપુરામાં પૂજ્યશ્રીજી શ્રાવકો સાથે સુરતની વર્તમાન સ્થિતિ પરવાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં કેટલાક ભાઈઓ ઉપાશ્રયમાં આવ્યા. આગંતુકોએ વંદનાનો વિવેક પાગ ન દાખવ્યો. ઉપસ્થિત ગુરુભક્તોના દિલ દુભાયાં, પરંતુ પૂજ્યશ્રીજી તો અવિચલિત જ રહ્યા, કેટલાક ઉત્તેજિત થઈ ગયેલા ભક્તોને પૂજ્યશ્રીએ સંકેતથી શાંત રહેવા જણાવ્યું. આવેલા વિવેકશૂન્ય લોકો પૈકી એક જણ બોલ્યો અમે લોકો સંઘાડાની એકતાનો સંદેશ લઈને આવ્યા છીએ.' (૨૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ કોનો સંદેશ લઈને આવ્યા છો, મહાનુભાવ?” પૂજ્યશ્રીજીએ પૃચ્છા કરી. રામવિજયજી મ.સા.ની. તેમની ઈચ્છા છે કે સ્વર્ગીય શ્રી આત્મારામજીના સંઘાડાની એકતાકી રહે ‘સજજનો ! સરસ વાત કરી, તમે. એનાથી વળી રૂડી બીજી શી વાત હોઈ શકે ?' પૂજ્યશ્રીજીએ તેમના સંદેશાનું સ્વાગત કરતા કહ્યું. હું તો શાંતિનો ઉપાસક છું... સ્વર્ગીય ગુરુદેવનાસંઘાડામાં સંપ થાય એનાથી ઉત્તમ મારા માટે અન્ય કોઈ વાત નથી. હવે તમે જણાવો કે એકતા શી રીતે સ્થાપિત થશે ?' ‘રામવિજ્યજી મ. સાહેબે જે સંદેશો આપ્યો હતો, એ અમે તમને જણાવી દીધો છે. એથી વિશેષ અમે કંઈ જાણતાં નથી.” માત્ર સંદેશ? પ્રયત્નકંઈ નહીં? પૂજ્યશ્રીજીએ પૂછ્યું પૂશ્રીજીની વાત પૂરી થતાં જસુરતના ઉપસ્થિત શ્રાવકોએ પેલા આગંતુકોનો વંદના નહીં કરવા બાબત રીતસર ઉધડો લીધો. પેલા લોકો હતપ્રભ થઈ ગયા, ત્યારે પૂજ્યશ્રીએ ગુસ્સે થયેલા સૌ શ્રાવકોને વાર્યા. તેમણે શ્રાવકોને કહ્યું, ‘ભાઈઓ! શાંતિ જાળવવી જઆપણો ધર્મ છે. આ ભાઈઓ તો માત્ર સૂચના પ્રમાણે વર્તતા સંદેશાવાહક છે.' ભગવાન બુદ્ધના જીવનમાં પણ એકવાર એક અજાણી વ્યક્તિએ આવીને તેમના મુખ પર ઘૂંકવાની ચેષ્ટા કરી હતી. ભગવાન બુદ્ધે ત્યારે તે આગંતુકને શાંતિથી પૂછેલું, બીજું કંઈ કરવાનું બાકી છે?” મહાપુરુષોના જીવનમાં આવી કક્ષાનો સમતાભાવ હોય છે. પૂજ્ય ગુરુદેવમાં રહેલ સમતાભાવ ઉપરોક્ત પ્રસંગમાં દ્રષ્ટિગોચર થાય છે. પૂજ્યશ્રીજી આવાસમતાભાવના સત્યનિષ્ઠ સાધુતાના પરમ ઉપાસક હતા. - ૨૨ For Pri Page #34 -------------------------------------------------------------------------- ________________ Page #35 -------------------------------------------------------------------------- ________________ Page #36 -------------------------------------------------------------------------- ________________ અહિંસાના પરમ ઉપાસક સત્ય, અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ તથા સમતાભાવ જેવા વિશિષ્ટ સિદ્ધાંતો પર રચાયેલા પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી દ્વારા પ્રબોધિત જૈન ધર્મમાં આજના અશાંત યુદ્ધખોર માનસ ધરાવતા જગતના માનવીઓ તથા સમગ્ર જીવસૃષ્ટિના પરમ કલ્યાણની શક્તિ નિહિત છે. પંજાબકેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્દ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ સિધ્ધાંતોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેમના પર ચિંતન મનન કરી પોતાના જીવનમાં આત્મસાત્ કર્ષ્યા હતા. આ સિધ્ધાંતોની પરમ શક્તિને જાણી તેમણે જૈન ધર્મમાં વૈશ્વિક ધર્મ બનવાની ક્ષમતા હોવા અંગેની ઘોષણા કરી હતી. પૂજ્ય ગુરુદેવ અહિંસાના પરમ ઉપાસક હતા. અહિંસા તેમના જીવનમાં સંપૂર્ણપણે વણાઈચૂકી હતી. પૂજ્યશ્રીજીએ અહિંસાનું ઝીણવટથી અવલોકન કર્યું હતું અને એટલે તેમના વાણીવર્તનમાં વિચારોમાં કદી પણ ક્યારેય હિંસાની ઝલક પણ દ્રષ્ટિગોચર થતી નહોતી. હિંસા ત્રણ પ્રકારે થઈ શકે. એક તો કાયિક હિંસા છે. તમે કોઈને તમાચો મારો, મુક્કો મારો, લાકડીમારો કે કોઈપણ સાધનથી અન્ય જીવને મારો એ કાયિક હિંસા ગણાય. અરે તમે જોરથી ઉચ્છ્વાસ ફેંકીને પણ વાયુકાચિક જીવોને હાનિ કરી શકો છો. બીજા પ્રકારની હિંસામાં તમે ગુસ્સે થઈને ગાળો આપો, ધિક્કારની વાણી બોલો, કોઈના મનને દુઃખ પહોંચે તેવા કટુવચનો કહો, કોઈની નિંદા કરો, આલોચના કરો, અપમાન કરો, કડવા વેણ કહો એ તમારી વાચિક હિંસા ગણાશે. ત્રીજા પ્રકારની હિંસા છે ભાવથી ઉત્પન્ન થતી માનસિક હિંસા. તમે કોઈના પ્રત્યે શત્રુભાવ રાખી તેના વિષે મનમાં ખરાબ ભાવોનું સેવન કરો. તેને શાપ આપો અથવા તેનું અહિત વિચારો, સામેવાળી વ્યક્તિ પ્રત્યે સદ્ભાવન રાખો. અરે ! કોઈપણ વિચાર જે અન્ય જીવને માટે ખરાબ ભાવથી તમારા હૃદયમાં ઉત્પન્ન થાય, તો એ માનસિક હિંસા જ છે. આમ સાચા અર્થમાં અહિંસાનું પાલન કરવું અત્યંત કઠિન છે. કાયિક અહિંસાથી વાચિક અહિંસાનું પાલન કઠિન છે અને આ બન્ને પ્રકારની અહિંસાથી પણ માનસિક અહિંસાનું પાલન તો અત્યંત કઠિન છે. ખરેખર તો આ ત્રણે પ્રકારની અહિંસાનું પાલન થાય ત્યારે જ તમે જીવનમાં અહિંસાનો સિદ્ધાંત સમજી શક્યા છો, તેને જીવનમાં ઉતારી શક્યા છો એમ કહી શકાય. ખૂબ ઉચ્ચ કોટિના જૂજ મહાત્માઓ આ પ્રકારની અહિંસાનું પૂર્ણપણે પાલન કરી શકે છે. પૂજ્ય ગુરુદેવ આ પ્રકારના પરમ અહિંસાવાદીમહાપુરુષ હતા. અહિંસાવાદી મહાપુરુષ સ્વયં તો કદાપિ હિંસા ન જ કરે, પરંતુ પોતાની આસપાસ થતી હિંસા નિવારવા પ્રયાસ કરે છે. અહિંસાવાદી મહાપુરુષ હંમેશાં પોતાની જાતને હિંસામાં ક્યાંય પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિમિત્ત થવા દેતા નથી. પૂજ્ય ગુરુદેવ આ સઘળી વાતોથી સુપરિચિત હતા અને જીવનમાં આવા પ્રસંગો ઉદ્દભવ્યા, ત્યારે તેમણે અન્ય જીવોને બચાવ્યા છે. પોતાની પ્રાણ રક્ષા સારુ અન્ય નિર્દોષ જીવોને જોખમમાં તેમણે કદાપિ મુકાવા દીધા નહોતા. એકદ્રષ્ટિએ આ જીવદયાનો જ એક પ્રકાર ગણાય. ભારત પાકિસ્તાનના ભાગલા ઈ.સ. ૧૯૪૭ માં પડ્યા, ત્યારે પૂજ્ય ગુરુદેવ ગુજરાંવાલામાં હતા. ચોમેર લૂંટફાટ, મારામારી, ખૂનામરકી ચાલતા હતા. નિર્દોષ જીવોની ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ કત્લેઆમ ચાલતી હતી. તે સમયે પૂજ્ય ગુરુદેવના પરમ ભક્તો તેમની પડખે ઊભારહ્યા હતા. પૂજ્યશ્રીજીએ એ ૨૫૦ જેટલા શ્રાવકોને સારી તક સાંપડે તો ગમે તેમ કરીને ભારત સહીસલામત ચાલ્યા જવા ખૂબ સમજાવ્યા હતા. તેમણે કહેલું કે તમે પરિવારવાળા ગૃહસ્થી છો, અમારા લોકોના પ્રાણની ચિંતા તમે ન કરો !' જો કે મક્કમ મનોબળ ધરાવતા શ્રાવકોએ પૂજ્ય ગુરુદેવનો સાથ છોડ્યો નહોતો. પરંતુ આ ઘટના પરથી સ્પષ્ટ સમજાય છે કે ગુજરાંવાલામાં શ્રાવકોને સાથે રાખવાથી કદાચ તેમને હુંફ રહે, પરંતુ જો ધર્મઝનૂની તત્ત્વો શ્રાવકોને મારી નાખે તો જે હિંસા થાય એમાં નિમિત્ત કોણ બને ? પૂજ્ય ગુરુદેવનો અહિંસાવાદનો સિદ્ધાંત તેમને નિમિત્ત બનવાની મંજૂરી આપતો નહોતો. સ્વાર્થપરાયણ ડરપોક વ્યક્તિ કદાપિ અહિંસાવાદી થઈ શકે નહીં. સ્વાર્થી વ્યક્તિ તો આવી પરિસ્થિતિમાં બીજાને મોતના મુખમાં ધકેલી સ્વયં વહેલી તકે નાસી છૂટે. જેવી રીતે જંગલમાં આગ લાગે, ત્યારે સૌથી પહેલાં ઉંદરડા જંગલમાંથી પલાયન થઈ જાય છે. પરંતુ ઉપરોક્ત ઘટનામાં પૂજ્ય ગુરુદેવ તો ભક્તોને ચાલ્યા જવાની વાત કરે છે. એમને પોતાની જાતની, પોતાના જીવનની પરવા નહોતી. પૂજ્ય ગુરુદેવ તો નિર્ભય અને નિઃસ્વાર્થીમહાપુરુષ હતા. આ વાતની પુષ્ટિ ત્યારપછીની ઘટનામાં થાય છે. ભારત સરકારે જ્યારે પૂજ્ય ગુરુદેવ તથા સાધુ સમુદાય માટે વિશેષ હવાઈ જહાજ મોકલાવ્યું, ત્યારે પૂજ્યશ્રીજીએ એકલા ભારત જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી! એ સમયે પણ સૌના પર અહર્નિશ મોતનો ભય તો છવાયેલો જ હતો. પૂજ્ય ગુરુદેવ તો નીડર અહિંસાવાદી મહાપુરુષ હતા, એટલે ભક્તોને મૃત્યુના ઓથાર નીચે એ છોડીને ચાલ્યા જાય એ સંભવ નહોતું. પૂજ્ય ગુરુદેવની અહિંસા કાયરવાદી નહોતી. પોતાની સુખસુવિધા સચવાય અને બીજા જીવો પરેશાન થાય તો એ હિંસા જ ગણાય. પૂજ્ય ગુરુદેવ આ વાતથી સભાન હતા. બર્કિયા ગામની ઘટના આ સંદર્ભમાં જોઈએ. પંજાબમાં ંડિયાલાગુરુ તથા લાહોર વચ્ચે ચોર લૂંટારા, ઢોંગી, ઘાતકી, કસાઈ પ્રકારની લોકવસ્તીનું બર્કિયા નામનું ગામ આવતું હતું. આ ગામના લોકો રાત્રે યાત્રિકોને લૂંટીને મોતને ઘાટ ઉતારી દેતા હતા. એકવાર પૂજ્ય ગુરુદેવ તેમના ભક્તો સાથે લાંબો વિહાર કરી આ ગામમાં આવી પહોંચ્યા. ભૂખ, તરસ, થાકથી સૌના બુરા હાલ હતા. આગળ એક કદમ ચાલવાની કોઈનામાં શક્તિ રહી નહોતી. બપોર થવા આવી હતી. એટલામાં એ ગામની એક ભલી સ્રીએ ત્યાં આવી સૌને ચેતવ્યા અને ગામ છોડી જવા વિનંતી કરી. થોડીવાર પછી એક વૃદ્ધ શીખ સરદારજીએ પણ આવીને આ લોકોને ગામ છોડી જવા સમજાવ્યા. પૂજ્ય ગુરુદેવે આ વાતને ગંભીરતાથી લીધી. ભક્તોએ કહ્યું પણ ખરું કે ‘પૂજ્ય ગુરુદેવ આપ ચિંતા ન કરશો આગળ જેવા પડશે એવા દેવાશે. અમે લોકો મુકાબલો કરી લઈશું.’ પરંતુ પૂજ્ય ગુરુદેવ ન માન્યા. તેમણે તુરંત જ સઘળા દુઃખદર્દ પીડા વેદના ભૂલી આગળ વિહાર કરવાનો આદેશ આપ્યો. ખૂબ જ તકલીફો સહન કરી એ લોકો સાંજે અન્યત્ર સલામત સ્થાને પહોંચી ગયા. પૂજ્ય ગુરુદેવ જાણતા હતા કે બર્કિયામાં રહેવામાં સલામતી નહોતી. પોતાના કારણે ભકતોને હેરાન થવું પડત. કદાચ એમને પ્રાણથી પણ હાથ ધોવા પડત. આવી હિંસા અનિવાર્ય ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ નહોતી. સમય હતો. શારીરિક પીડા સહન કરવાથી હિંસા નિવારવી શક્ય હતી, એટલે ભક્તોની ) રક્ષા કરવા તથા સંભવિત હિંસામાં નિમિત્ત બનવાનું ટાળવા તેમણે પરિસહ સહન કરીને પાગ આગળ વિહાર કરવાનો આદેશ આપ્યો એ તેમની અહિંસાપાલનની ભાવના, પરગજુપણાની શુભ ભાવના જ દર્શાવે છે. આજના કહેવાતા લોકપ્રિય નેતાઓતથાક્ટલાક સંપ્રદાયના સાધુમહાત્માઓ તો પોતાની સુરક્ષા જાળવવા સારુ ઝેડકક્ષાના પાવરધા અંગરક્ષકો રાખે છે, જે સમય આવે પોતાના પ્રાણ પાથરી આવા મહાનુભાવોને બચાવે છે!આવા લોકો સ્વાર્થીડરપોક અને હિંસાવાદી ગણાય કે નહીં? સમાના ગામમાં સ્થાનકવાસી પરંપરાના સાધુ ભગવંતો સાથે શાસ્ત્રાર્થ કરવાનું આયોજન ભક્તોએ કર્યું હતું. એ સભામાં પૂજ્ય ગુરુદેવ સમયસર આવી વ્યાખ્યાન આપતા હતા. શ્રી સોહનલાલજીએ પોતાના પ્રતિનિધિ તરીકે કર્મચંદજી નામના સાધુ મહારાજને શાસ્ત્રાર્થ માટે સભામાં મોકલ્યા હતા. કર્મચંદજી સભામાં ગયા, પરંતુ પૂજ્ય ગુરુદેવ પાસે તેમના માટે અલાયદી રાખવામાં આવેલી જગ્યાએ આસન ન લીધું. સભામાં પોતે એક બાજુ ઊભા રહ્યા. પૂજ્યશ્રીજી વાર્તાલાપ કરવા તેમની પાસે ગયા. તેમણે કર્મચંદજીને પૂછયું શું આપશાસ્ત્રાર્થ કરશો?' ‘અમે અહીં શાસ્ત્રાર્થ કરવા નથી આવ્યા!' કર્મચંદજીએ જવાબ આપ્યો. આ જવાબ સાંભળી સભાજનો હસી પડ્યા. કેટલાક નાદાન ટીખળખોરયુવાનોએ કર્મચંદજી પર કટાક્ષ કરી અપમાનજનક વ્યવહાર કર્યો. પરંતુ આ વાત પૂજ્ય ગુરુદેવ માટે અસહ્ય સાબિત થઈ. તેમણે નાદાન યુવકોને ટપાર્યા... “ખબરદાર! ત્યાગીનું અપમાન ન કરશો!” પોતાની ઉપસ્થિતિમાં જ્યાં બીજા સાધુ મહાત્મા તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય, એમનું અન્ય લોકો અપમાન કરી હિંસાનું આચરણ કરે, તો એવા આચરણ કરનારાઓને એ વાતથી વારવાનું એક અહિંસાવાદી તરીકે પોતાનું કર્તવ્ય છે, એમ માનીને પૂજ્ય ગુરુદેવે યુવાનોને એવી ચેષ્ટા કરતા રોક્યા હતા. આ પ્રસંગમાં એક સાચા અહિંસાવાદીનાં દર્શન પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વમાં થાય છે. સુંદરતાજું ખીલેલું પુષ્પ વ્યક્તિને મધુર મહેક આપે છે. સરિતા મીઠું જળ આપે છે. સૂર્ય પ્રકાશ તથા ઉષ્મા આપે છે. વૃક્ષોછાયા તથાફળ આપે છે. પરોપકારી સંતો પણ સમાજના ભટકી ગયેલા લોકોને પોતાના અમૃતસમાન જ્ઞાન દ્વારા સુખી, આનંયુક્ત જીવન જીવવાની જડીબુટ્ટી આપતા હોય છે. પૂજ્ય ગુરુદેવ પણ ક્યાં જ્યાં જતા ત્યાં સત્ય અહિંસા પરમાર્થનો ઉપદેશ આપી લોકોને સન્માર્ગે વાળી સાર્થક જીવન જીવવાની પ્રેરણા આપતા હતા. એકવાર બિકાનેરમાં ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ હોશિયારપુર જતા હતા. રસ્તામાં ભટીંડામુકામે રોકાવાનું થયું. ધર્મની અમૃતવર્ષા પીવા તરસતા ચાતક જેવા જૈન જૈનેતર ભક્તોની ભાવના જોઈ પૂજ્ય ગુરુદેવે ભટીંડામાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં બે હદયસ્પર્શી સુંદર સાર્વજનિક વ્યાખ્યાન આપ્યા. એજનમેદનીમાં ઉપસ્થિત જૈનો, હિંદુઓ, શીખો, મુસ્લિમો સૌ ભાવિકોવ્યાખ્યાનો સાંભળી અત્યંત પ્રભાવિત થઈગયા. એ લોકોના હૃદયમાં અહિંસા, પ્રેમભાવ તથા કરૂણાના ભાવ (૨૫) Page #39 -------------------------------------------------------------------------- ________________ હિલોળા લેવા લાગ્યા. વિવિધ વ્યસનોની ચુંગાલમાં ફસાયેલા એ જીવોના પુણ્ય કર્મનો ઉદય થયો. તેમના અંતરમાં સાત્વિકતા જન્મી. બુદ્ધિમાં નિર્મળતા પ્રગટી. પરિણામે કેટલાય લોકોએ તે જ ઘડીએ માંસ મદિરાને તિલાંજલિ આપી દીધી. પરસ્ત્રીગમન નહીં કરવાની પણ પ્રતિજ્ઞા લીધી. માંસાહારી વ્યક્તિ જ્યારે માંસાહાર ત્યાગે છે, ત્યારે એ માંસ ખરીદવાનું બંધ કરે છે. આમ માંસનું વેચાણ ઓછું થતાં માંસનો ધંધો કરનારી વ્યક્તિ ઓછા નિર્દોષ જીવોની હિંસા કરવા મજબૂર બને છે અને એ રીતે માંસાહારનો ત્યાગ કરનારી વ્યક્તિ અહિંસાને પ્રોત્સાહિત કરે છે. દારૂ, શરાબ કે મદિરા પીનાર વ્યક્તિ તેના પરિવારમાં કલહકંકાસ કરી સૌને દુઃખી કરે છે અને ઘરના સભ્યોનું શોષણ કરી હિંસાચાર કરતો હોય છે. ઘણીવાર નશાની હાલતમાં તે મારઝૂડ કરી હિંસા આચરતો હોય છે. એટલે મદિરાનું વ્યસન છોડનાર પણ અહિંસાના સિદ્ધાંતનું પાલન કરે છે. જ્યારે પરસ્ત્રીગમનનું વ્યસન પણ પરિવારમાં કલક કંકાસ, મારઝૂડ, મારામારી આર્થિક નુકસાન તથા સંતાપ દ્વારા હિંસાચારફેલાવે છે, એટલે આ વ્યસનથી મુક્ત થનાર પણ અહિંસાવાદી બને છે. એ દ્રષ્ટિએ પૂજ્ય ગુરુદેવના ઉપદેશથી અહિંસાના સિદ્ધાંતોનો જ પ્રચાર થયો હતો અને વ્યસનમુક્તિ દ્વારા એ પરિવારોની આર્થિક, સામાજિક તથા ધાર્મિક પ્રગતિમાં નવીન ચેતનાનો સંચાર થયો હતો. એક અહિંસાવાદી વ્યક્તિ જસમાજનું આમૂલ પરિવર્તન કરવા શક્તિમાન બની શકે એ વાત પૂજ્યશ્રીજીના જીવનમાં બનેલી ઘટનાઓ દર્શાવે છે. આપણા ચારિત્રનાયક જ્યારે રાજસ્થાનના બાવર નામના શહેરમાં રોકાયા હતા, ત્યારે એમના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. મિલમાં તૈયાર થયેલું કપડું પહેરવું ધાર્મિક દ્રષ્ટિએ ઉચિત ગણાય કે અનુચિત? આ વિષયમાં પૂજ્ય ગુરુદેવે ખૂબ મનોમંથન કર્યું. એને લગતી પર્યાપ્ત માહિતી પ્રાપ્ત કર્યા પછી પૂજ્ય ગુરુદેવ મિલમાં તૈયાર થયેલાં કપડાં પહેરવા ધાર્મિક દ્રષ્ટિએ અનુચિત છે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. - મિલનું કાપડ તૈયાર કરવામાં ચરબીનો ઉપયોગ કરવો અનિવાર્ય છે અને આવી ચરબી હિંસા કર્યા સિવાય મળી શકે નહીં. તેથી જેવ્યક્તિ અહિંસાપાલનમાં ચુસ્તપણે માનતી હોય, તેના માટે મિલનું કપડું પહેરવું સહેજપણ ઉચિત ગણાય નહીં. આ સત્ય જાણ્યા પછી આપણા ચારિત્રનાયકે મિલનું કપડું નહીં પહેરવાનો નિર્ણય કરી લીધો અને બિકાનેર પહોંચ્યા પછી તેમણે શુદ્ધખાદી પહેરવાની શરૂઆત કરી. ત્યારબાદપૂજ્યશ્રીજી જ્યારે પંજાબ પહોંચ્યા, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના છેડેલા સ્વદેશી આંદોલનના કારણે સમગ્ર ભારત વર્ષમાં ખાદીનું ચલણ શરૂ થઈ ગયું હતું. ખરેખર આધુનિક સમયમાં ભેળસેળના જમાનામાં અહિંસા પાલનના સિદ્ધાંતમાં માનનારી વ્યક્તિઓએ ટૂથપેસ્ટ, સાબુ, કોમેટિકસતો ઘણીવાર ઘી તેલ જેવા ખાદ્યપદાર્થો વાપરતા પહેલાં તેમની શુદ્ધતાની સંપૂર્ણ ચકાસણી કરીને જ તેમનો ઉપયોગ કરવો જોઈએ. અજ્ઞાનતામાં થયેલી હિંસા તો કદાચ ક્ષમ્ય હશે, પરંતુ જાણ્યા પછી એ અપરાધ થઈ જાય છે. આજકાલબહોળા વપરાશમાં લેવાતા પ્લાસ્ટિકની કોથળીઓ મૂંગા પશુઓ ખાઈ મૃત્યુ પામે છે. જો પૂજ્ય ગુરુદેવ આજે હયાત હોત તો તેમણે ચક્કસ અહિંસાના સિદ્ધાંતથી પ્રેરાઈલોકોને (૨૬) Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બંધ કરાવ્યા હોત પ્રાચીન મનુસ્મૃતિ ગ્રંથમાં આલેખાયેલી વર્ણવ્યવસ્થાના કારણે શુદ્ર જાતિ પર ઘાણા સમય સુધી સવર્ણ જાતિઓએ માનસિક ત્રાસ ગુજારી તેમનું બેફામ શોષણ કર્યું છે. પાણી એ કુદરતની બક્ષિસછે. તેના પર સૌપ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યોનો સમાન અધિકાર છે. છતાં ઘણી જગ્યાએ સવાર્ગો ગામના કૂવા તળાવ પરથી શુદ્રોને પાણી ભરવા ન દઈમાનસિક ત્રાસ આપતા હતા. આવા માનસિક ત્રાસ આપવો એ પણ એક પ્રકારની હિંસા જ છે. બિનોલી નામના ગામમાં વસતાસવર્ણો તે જ ગામના હરિજન ભાઈઓને ગામના કૂવા પરથી પાણી ભરવા દેતા નહોતા. પૂજ્ય ગુરુદેવ સમક્ષ આવા પીડિત હરિજન બંધુઓએ જ્યારે પોતાની વ્યથાકથા રજૂ કરી, ત્યારે તેમણે એ લોકોને ગામના સવર્ણોદ્વારા એક અલાયદોકૂવો બનાવડાવી આપી તેમની જળ સમસ્યાનું સુખદ નિરાકરણ કરાવ્યું હતું. પૂજ્ય ગુરુદેવના આ માનવતાવાદી કૃત્યમાં અહિંસાપાલનની સુવાસ દ્રષ્ટિગોચર થયા સિવાય રહેતી નથી. વિ. સં. ૧૯૯૩માં વડોદરામાં ચાતુર્માસ પૂરો કરી પૂજ્ય ગુરુદેવ ખંભાત પધાર્યા હતા. ભક્તોએ તેમનું ઉમળકાભેર ભાવભીનું સ્વાગત કર્યું. સમગ્ર શહેરના તમામ નાગરિકોએ તેમના આગમનને દિલથી વધાવ્યું હતું. નગરપાલિકાએ તેમના ભ્રમણના માર્ગને ચોખ્ખો કરી સુશોભિત કર્યો હતો. વેપારીઓએ પૂજયશ્રીજીને સન્માન બક્ષવા દુકાનો સજાવી હતી. ઠેરઠેર ધજાપતાકા લહેરાવીકમાનદાર સ્વાગત દ્વારા રચવામાં આવ્યાં હતાં. સરકાર તરફથી બેંડવાજાં, હાથી તથા ઘોડા મોકલવામાં આવ્યા હતા. શહેરના આબાલવૃદ્ધ સૌ તેમના પ્રવેશના વરઘોડામાં પધાર્યા હતા. - ખંભાતના મંગલ પ્રવેશ ટાણે અહિંસાના પરમ ઉપાસક, કરુણાસાગર પૂજ્ય ગુરુદેવના સન્માનમાં તેમના નગરપ્રવેશના દિવસે તમામ પ્રકારની જીવ હિંસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અરે! એ દિવસે શહેરમાં ઉંદર પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ખંભાતના ધર્મપ્રેમી નવાબે પૂજ્યશ્રીજીના આગમનના સન્માનમાં અભય ભોજનનો ત્યાગ કરી પોતાનો સભાવ તથા અહોભાવ વ્યક્ત કર્યા હતા. પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરતી આ અસામાન્ય ઘટના છે. - પૂજ્ય ગુરુદેવના જીવનમાં અહિંસાનો સિદ્ધાંત વાણાઈચૂક્યો હતો. તેમના વ્યક્તિત્વમાં એવો નિખાર આવ્યો હતો કે તેમના અહિંસાના સિદ્ધાંતના માનસિકતરંગોથી પ્રભાવિત થયેલા લોકો તેમના પગલાં થતાં જ પોતાની હિંસાત્મક પ્રવૃત્તિઓ બંધ કરી દેતા હતા. રાજા મહારાજા, નવાબો પણ તેમના અહિંસાના પ્રભાવથી ટૂંક સમય માટે પણ માંસાહાર ત્યજી દેતા હતા. આવો વિરલ પ્રભાવ ખૂબ જૂજમહાત્માઓ ધરાવતા હોય છે. પૂજ્યશ્રીજી એવા વિરલમહાત્મા હતા. ઉંદર જેવા ઉપદ્રવી જીવને મારવાની વાત તો દૂર રહી, પરંતુ તેને પકડવા પર પણ પાબંદી લાદી દેનાર ખંભાતના નવાબના દિલમાં પૂજ્ય ગુરુદેવના અહિંસાવાદી વ્યક્તિત્વની કેવી અનેરી છાપ હશે એનો ખયાલ આ ઘટના પરથી આવે છે. ગુજરાવાલાના ચાતુર્માસ દરમ્યાન વિ. સં. ૧૯૯૭માં પૂજ્ય ગુરુદેવની પુનિત નિશ્રામાં ઘણાશ્રાવકોએ છક, અહમ, માસક્ષમણતથા અઢાઈઓની આરાધનાઓ કરી હતી. પૂજ્ય ગુરુદેવે Page #41 -------------------------------------------------------------------------- ________________ પણ પોતાના પ્રભાવી વ્યાખ્યાનોમાં માનવતા, જીવદયા, સત્ય, અપરિગ્રહ તથા અહિંસાના સિદ્ધાંતો પરમનનીય સુંદર પ્રવચનો આપ્યા હતા. એ વર્ષે ગરમીની માત્રા વિશેષ હતી, વરસાદ પણ થયો નહોતો, પરંતુ પૂજ્ય ગુરુદેવે સૌને આશીર્વાદ આપતા વરસાદથવાનું આશ્વાસન આપ્યું, અને ખરેખર માત્ર ચોવીસ કલાકમાં જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. - પૂજ્ય ગુરુદેવના પ્રભાવી ચાતુર્માસ દરમ્યાન પર્યુષણ પર્વની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી. સંવત્સરીના દિવસે ગુજરાંવાલાના કસાઈઓએ પોતાના કતલખાના બંધ રાખી જીવદયા દાખવી હતી. લગભગ દોઢસો દુકાનોએ રજા પાળીને માંસનો વેપાર બંધ રાખ્યો હતો. ગુજરાવાલાના ઈતિહાસમાં અહિંસાપાલનની આ અપૂર્વ ઘટના હતી. કસાઈઓના હૃદયમાં રહેલી માનવતા અને જીવદયાને પણ જાગૃત કરી શકવાની ક્ષમતા પૂજ્ય ગુરુદેવ ધરાવતા હતા. તેમના વાણી વર્તન, વ્યવહાર તથા ચારિત્રમાં એવું પ્રબળ ખેંચાણ હતું કે, સચ્ચાઈની વાત સામેવાળી વ્યક્તિના હૃદયમાં અસરકારક રીતે ઉતરી જતી હતી. પૂજ્ય ગુરુદેવ ત્યારે નવસારી પાસે આવેલા સિસોદરા ગામમાં ધર્મપ્રચારની જ્યોત જલાવી રહ્યા હતા, ત્યાં તેમને સમાચાર મળ્યા કે પાલિતાણામાં મોટી જળ હોનારત થઈ છે. પૂજ્ય ગુરુદેવનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે કરુણાવશ લાગણીશીલ થઈ સિસોદરાના શ્રાવકોને દર્દભરી અપીલ કરી. સૌ ભાવિકોના હદય દ્રવી ઊઠ્યાં. તેમણે સૌએ ભેળા થઈકપડાં, અનાજ તથા રોકડ રકમ સઘળું ભેગું કરી તાત્કાલિકપાલિતાણા રવાના કર્યું. ત્યારે જ પૂજ્યશ્રીજીના દિલમાં થોડીક રાહત થઈ. અન્ય જીવોપર આવી પડેલી આપત્તિથી જીવદયાપ્રેમી સંતોનાકોમળ હૃદયમાં ઉલ્કાપાત મચી જાય છે અને એવા દુઃખી જીવોના કલ્યાણ સારુ તેઓ સઘન પ્રયાસ કરવા પ્રેરાઈ જતા હોય છે. પૂજ્ય ગુરુદેવ તો દયાના સાગર સમાન હતા. તમારી નજર સમક્ષ જ બીજા મનુષ્યો, પ્રાણીઓ, પશુઓ જો કુદરતી આપત્તિનો ભોગ બની મરતા હોય અને તમારી ક્ષમતા હોવા છતાં તમે એમનીમદદનકરો તો, એ પણ જીવહિંસા જ થઈ ગણાય. પૂજ્ય ગુરુદેવ જ્યારે ૨૫૦શ્રાવકો સાથે ભારત પાકિસ્તાનના ભાગલા ટાણે ગુજરાંવાલાથી અમૃતસર પધાર્યા, ત્યારે તેમણે પોતાના વ્યાખ્યાનોમાં વિસ્થાપિત થયેલા ધંધારોજગાર વિનાના, ઘરબાર વગરના ભૂખે મરતા હજારો જૈનો, હિંદુઓ, શીખો, આર્યસમાજી લોકોને મદદ કરવા, અમીર સુખી સંપન્ન લોકોને હૃદયસ્પર્શી અપીલ કરી હતી. પરિણામે અમૃતસરમાં ઠેરઠેર ભોજનાલયો શરૂ થયાં. નાના નાના તંબુઓમાં લોકોના રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. નાનાં નાનાં બાળકોના અલગ ભોજન સારુ પણ વ્યવસ્થા કરવામાં આવી. અમૃતસરના દૈનિક અખબારમાં તેમની અપીલ છપાતાં દેશના અન્ય ભાગોમાંથી પણ તે કપડાં, અનાજ તથા બીજી જીવન જરૂરીયાતની વસ્તુઓ સાથે દાનનો પ્રવાહ શરૂ થયો હતો. પૂજ્ય ગુરુદેવની જીવદયાની હાકલને સારો પ્રતિભાવ સાંપડ્યો અને આમ અનેક દુઃખી લાચાર પીડિત લોકોને ખૂબ સારો સહારો મળ્યો. એકવાર બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે પણ પૂજ્ય ગુરુદેવે ભક્તોને પ્રેરણા આપી. દુષ્કાળગ્રસ્ત લોકો માટે ફંડફાળો એકઠોકરાવી તાત્કાલિક મોકલી આપી, જીવદયા દાખવી હતી. જગતમાં જીવ માત્રની સુંદર ભોજન વ્યવસ્થા પ્રકૃતિમાં થયેલી છે. સુંદર સ્વાદિષ્ટ -(૨૮મ Page #42 -------------------------------------------------------------------------- ________________ ફળકૂલ, અનાજ તથા શાકભાજીથી માનવીની સુધા શાંત થઈ શકે છે, તો પછી અન્ય જીવોના પ્રાણના ભોગે માંસાહાર કરવાનીશું આવશ્યકતા છે? માનવી જ્યારે સુસંસ્કૃત નહોતો, અજ્ઞાની અવસ્થામાં સબડતો હતો, ત્યારે તે માંસાહાર કરતો હતો, પરંતુ આજના વિકસિત યુગમાં પણ તેની માંસાહારની વૃત્તિ સરાહનીય નથી. માંસાહાર તેના પાચનતંત્ર માટે પણ અનુકૂળ નથી. કયારેક આવા પ્રાણીના શરીરમાં રહેલા રોગના કીટાણુઓ માંસાહાર દ્વારા માનવીના શરીરમાં પણ રોગો ઉત્પન્ન કરતા હોય છે. વળી માંસાહારથી માનવીમાં તમોગુણનીવૃદ્ધિ થતાં તેનામાં કામ, ક્રોધ, આવેશમાં વધારો થાય છે. આવી વ્યક્તિઓ ધર્મધ્યાન કરી પોતાના આત્માનું કલ્યાણ કરી શકતી નથી. વળી હિંસામાં ભાગીદાર થવાથી તેના પાપકર્મ બંધાય છે, જે ભોગવવા તેને ભવોમાં ભ્રમણ વધુ કરવું પડે છે. જગતના તમામ ધર્મોતથા મહાપુરુષો પણ સઘળાજીવો પ્રત્યે દયાભાવ ધારણ કરવાનો તથા અહિંસાપાલનનો જ ઉપદેશ આપે છે. કોઈપણ નિપ્રાણજીવને ચૈતન્ય બક્ષવાની શક્તિ | આપણામાં નથી, તો તેને મારવાનો અધિકાર આપણને શી રીતે હોઈ શકે? પ્રેમ, કરૂણા, દયાભાવ, સમભાવ તથા અહિંસાના વાતાવરણમાં જ આત્મકલ્યાણની યાત્રા સંભવ બને છે. પૂજ્ય ગુરુદેવ પોતાના પ્રવચનોમાં અહિંસાની વાત એટલી સુંદર પ્રભાવી શૈલીમાં પ્રસ્તુત કરતા કે જેના પરિણામે ઘણા ક્ષત્રિયો તથા મુસ્લિમ બિરાદરો આજીવન માંસાહાર ત્યાગવાની પ્રતિજ્ઞા કરતા હતા. ગુજરાવાલામાં પૂજ્ય ગુરુદેવના સુંદર વ્યાખ્યાન થતાં હતાં. તેમના વ્યાખ્યાનોમાં મુસ્લિમ સજનો પણ હોંશભેર આવતા હતા. એક દિવસ વ્યાખ્યાન પૂર્ણ થતાં મૌલવી અહમુદ્દીન પૂજ્યશ્રીજીને મળ્યા. વંદન કરીને બોલ્યા, ‘મહારાજ!આજે અમારે ઈદનો મોટો તહેવાર છે, છતાં આપની પવિત્ર વાણીનું શ્રવણ કરવા હું અહીં આવ્યો છું. માંસાહારનો ત્યાગ તો મેં વર્ષોથી કરી દીધો છે, પરંતુ મારા સંબંધીઓનો આગ્રહ છે કે હું ફરીમાંસાહાર શરુ કરી દઉં. તેમ છતાં હું મારી પ્રતિજ્ઞા પર અટલ છું. એટલું જ નહીં, મેં મારા યાર દોસ્તોને પણ માંસાહારના ગેરલાભ સમજાવ્યા છે. આપે જ્યારથી બતાવ્યું કે કુરાન શરીફમાં પણ ગોશ્ત ખાવાની મનાઈ છે, ત્યારથી માંસાહાર નહીં કરવાની મારી પ્રતિજ્ઞા વધુ બળવત્તર થઈ ગઈ છે.” પૂજ્ય ગુરુદેવના અહિંસા સંબંધી વિચારો કેટલા સ્પષ્ટ, આધારભૂત તથા પ્રભાવશાળી હશે તેની પ્રતીતિ આ ઘટનામાં થાય કાયિક, વાચિક તથા માનસિક અહિંસાનું પાલન ખૂબ જકઠિન છે. જીવનમાં પળે પળે પ્રત્યેક ઘટનામાં હિંસાચાર થવાની શક્યતા રહેલી છે. ધારો કે તમે ઉપવાસ કર્યો છે, તમારા સાથીદારોએ છૂટું રાખ્યું છે. તમે તમારી ઓફિસના બોસ, માલિક સર્વેસર્વાછો અને એક ખાસ કામ ચાલી રહ્યું છે, જેમાં તમારા કર્મચારીઓ શામેલ છે. કામ અગત્યનું છે, સમય બગાડે પાલવે તેમ નથી અને બપોરના એકબે વાગી જવા છતાં તમે કર્મચારીઓને જમવાની રજા નથી આપતા, તો એ પણ શોષણ દ્વારા તમારા નિમિત્તથી હિંસા જ થાય છે. અહિંસાવાદીમહાપુરુષો જીવનની પ્રત્યેક ક્ષણે સાવધ વિવેકપૂર્ણ અને સભાન હોય છે. પૂજ્ય ગુરુદેવ નિમિત્તથી પણ હિંસા ન થાય એની વિશેષ કાળજી રાખતા હતા. - ૨૯ - Page #43 -------------------------------------------------------------------------- ________________ વડોદરાના મહારાજા ગાયકવાડે પૂજ્ય ગુરુદેવની ખ્યાતિથી પ્રભાવિત થઈ તેમને સન્માનભેર વડોદરા તેડાવ્યા હતા. ન્યાયમંદિર વિસ્તારમાં તેમણે પૂજ્ય ગુરુદેવના જાહેર સર્વજન હિતાર્થે બે સરસ પ્રવચનો ગોઠવ્યા હતા. ખૂબજ વિશાળ સંખ્યામાં લોકો પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવા એકઠા થયા હતા. સાંજના સમયે વ્યાખ્યાન સરસ રીતે ચાલતું હતું. ચરમસીમા તરફ જઈ રહ્યું હતું. સૌ ભાવિકો તન્મય થઈખૂબ જ તલ્લીનતાથી અમૃતવાણીનો આસ્વાદ માણતાધન્યતા અનુભવી રહ્યા હતા. ત્યાં જ સૂર્યાસ્તના થોડા સમય પહેલાં જ પૂજ્ય ગુરુદેવે વ્યાખ્યાન અટકાવી ટૂંકાણમાં સમાપન કરવાની વાત કરતાં જણાવ્યું કે મારે તો આજે ઉપવાસ છે, પરંતુ મારા સાથી સાધુ-ભગવંતોના ચૌવિહારનો સમય થવા આવ્યો છે. તેમને આહારપાણી કરવાના બાકી છે અને સૂર્યાસ્ત પછી એ શક્ય બનશે નહીં, એટલે વ્યાખ્યાનને ટૂંકાવવું આવશ્યક છે!” જો કે પૂજ્ય ગુરુદેવના સાથી સાધુ ભગવંતોએ આહારપાણીન કરી પૂજ્ય ગુરુદેવની | અમૃતવાણીનો લાભ હજારો ભક્તોને લેવા દીધો હતો. એ તેમની મહાનતા હતી, પરંતુ પૂજ્ય ગુરુદેવે તો તેમની પૂરતી કાળજી લઈ તેમના આહારપાણી માટે સમય ફાળવવા પૂરતી તૈયારી બતાવી હતી. આમ પૂજ્યશ્રીજીના આચરણમાં હંમેશાં અહિંસાપાલન વિષે પૂર્ણ સભાનતા કેળવાયેલી દ્રષ્ટિગોચર થતી હતી. કોઈપણ પળે ક્યાંય પણ, કોઈપણ પ્રકારની હિંસામાં નિમિત્ત બનવાનું પણ પૂજ્ય ગુરુદેવ પસંદ કરતા નહોતા. પારસમણિના સ્પર્શ માત્રથી જ લોખંડપણ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. સંતોના સંસર્ગમાં આવતી વ્યક્તિઓની જીવન દિશા પણ એ જ રીતે બદલાઈ જતી હોય છે. નારદ મુનિના સંપર્કથી વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની શકે છે. ગૌતમ બુદ્ધના સંપર્કથી હત્યારો અંગુલિમાલસાત્વિક સહનશીલ સાધુ બની શકે છે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના સંપર્કમાં આવેલા ક્રોધી ડંખીલા ચંડકૌશિકનો ઉદ્ધાર થઈ શકે છે. પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વમાં પણ એવી જાદુઈતાકાત હતી કે, તેમના સાંનિધ્યમાં આવનાર વ્યક્તિઓ દુરાચાર છોડી સન્માર્ગે વળી જતા હતા. પૂજ્ય ગુરુદેવના સંપર્કમાં આવેલા રાજા મહારાજા તથા નાના મોટા ભાગીદારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયું હતું. ઘર પ્રદેશના વિકટદુર્ગમમાર્ગે વિચરણ કરતા કરતા પૂજ્ય ગુરુદેવ સાધુ ભગવંતો તથા કેટલાક શ્રાવકો સાથે પંચકોશી ગામમાં પધાર્યા. આ ગામમાં શ્રાવકનું એક પણ ઘર નહોતું. પંચકોશીના જાગીરદાર ચુનીલાલ જાટસર્વધર્મના સાધુ ભગવંતો પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા હતા. તેમણે પૂજ્ય ગુરુદેવને તેમના સૌ સાથીદારો સાથે આવકાર્યા અને એક વિશાળ બે માળના મકાનમાં સૌને ઉતારો આપ્યો. દર્શન પૂજન સારુ બધાએ પંચતીર્થીને મકાનના ઉપરના માળે સ્થાપિત કરી હતી. રાત્રે સૌ પંચતીર્થીના દર્શન પૂજન કરી ઓરડાનું કમાડબહારથી બંધ કરી પોઢી ગયા. સવારે સૌદર્શને ગયા. બારણાંને બહારથી ખોલવા ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ દરવાજો ન ખૂલ્યો. છેવટે ચુનીલાલ જાટના શ્રીમતિજીએ ખૂબ જ ક્ષમાયાચનામાગી, ભાવભરી પ્રાર્થના કરી ત્યારે દરવાજો ખૂલ્યો. હકીકતમાં ચુનીલાલના પરિવારમાં આચાર-વિચારની શિથિલતા પ્રવર્તતી હતી. બપોરના સમયે જાગીરદારનો પૂરો પરિવાર પૂજ્ય ગુરુદેવ પાસે ગયો. વંદના કરી સૌ બેઠાપૂજ્યશ્રીજી પાસે ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ માંગલિક સાંભળી શ્રદ્ધાપૂર્વક વાસક્ષેપ લીધી. પરિવારના સઘળા સભ્યોએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ માંસ મદિરા ત્યાગવાની પ્રતિજ્ઞા લીધી. ચુનીલાલજીએ પણ પરસ્ત્રીગમન નહીંરવાનો નિયમ લીધો. તેમની બન્ને પત્નીઓએ પણ પરપુરુષની છાયાથી અળગા રહેવાની પ્રતિજ્ઞા લીધી. આમ પૂજ્ય ગુરુદેવની પધરામણી થતાં આરોપી પરિવારે વ્યસનમુકત થવાની પ્રતિજ્ઞા લઈઅહિંસાપાલનને જીવનમાં સ્થાન આપ્યું. લાંબા સમયગાળા પછી લુધિયાણા પધારેલા પૂજ્ય ગુરુદેવનું જૈન જૈનેતરભક્તોએ ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું. તેમની આત્મોદ્ધારક અમૃતવાણીનો ભરપૂર આસ્વાદ માગવા જૈનો ઉપરાંત હિંદ, આર્યસમાજી, શીખતથા મસ્લિમ ભક્તોની ભીડલાગી. ભક્તોની સંખ્યા એટલી વધી પડીકે વ્યાખ્યાનખંડની દીવાલ પાણતોડી નાખવી પડી. પૂજ્ય ગુરુદેવના હૃદયના ઊંડાણથી નીતરતા કરણાભાવ અને અહિંસાપૂર્ણ હૃદયસ્પર્શી વાણીનો એટલો જબરદસ્ત પ્રભાવ પડ્યો કે વ્યાખ્યાનમાં આવેલા એક મુસ્લિમ બિરાદરનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે તત્કણ પોતાના પરિવારના સાત સભ્યો સાથે માંસાહાર ત્યાગવાની પ્રતિજ્ઞા લઈ લીધી. એજવ્યાખ્યાનસભામાં આવેલા એક બ્રાહ્મણ યુવકે પણ પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનથી અભિભૂત થઈને મદિરાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. આમ માંસ-મદિરાના ત્યાગ દ્વારા બે ભિન્ન પરિવારો અહિંસાના માર્ગે વળ્યાએ પૂજ્ય ગુરુદેવના ઉપદેશની સાર્થકતા સિદ્ધકરે છે. લુધિયાણામાં જ પૂજ્યશ્રીજીની ઉપસ્થિતિમાં જ્યારે પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ, તે પ્રસંગે ઉપસ્થિત રહેલા બે હજારથી અધિક શ્રાવકશ્રાવિકાઓએ જાણે ગુરુદક્ષિણા આપતા હોય એવા ભાવથી અભિભૂત થઈ જીવનમાં ક્યારેય પણ ચરબીયુક્ત અપવિત્ર વસ્ત્રો તથા રેશમી કાપડનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. આ ઘટનાને પૂજ્ય ગુરુદેવના અહિંસા પ્રચારની સીમાચિહ્નરૂપ અવશ્ય ગણી શકાય. જૂના જમાનામાં માણસોને ગુલામો તરીકે વેચવામાં આવતા હતા. યુદ્ધમાં પરાજિત થયેલા રાજ્યના સ્ત્રી-પુરષો તથા બાળકોને વિજયી થયેલો રાજા પોતાના રાજ્યમાં લઈ જઈ તેમને ગુલામ તરીકે વેચીદતો. આવા ગુલામતરીકે વેચાયેલા સ્ત્રી પુરુષો તથા બાળકો પર તેના માલિકો જોરજુલમ કરતા તથા તેમનું ભરપૂરશોષણ કરતા હતા. ભારતમાં પણ સ્ત્રીઓની દશા ગુલામો જેવી જ હતી. તેમને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી. તેમને ઘૂંઘટમાં રહેવું પડતું. સ્ત્રીઓનું દરેક પ્રકારે શોષણ કરવામાં આવતું હતું. ઘણીવાર યુવતીઓને તેના માતાપિતામોટી ઉંમરના આધેડપુરુષ સાથે પરણાવી તેનું જીવનદુઃખમય કરી દેતા. ચીજવસ્તુઓની જેમ તેમનો વિક્રય કરવામાં આવતો હતો. આ બધા અત્યાચાર એક પ્રકારની હિંસા જ ગણાય. પૂજ્ય ગુરુદેવે સામાજિક સુધારણા અંતર્ગત જૈન સમાજમાંથી આવી કેટલીક બદીઓ નાબૂદકરાવી અહિંસાના સિદ્ધાંતનો સાચા અર્થમાં પ્રચાર કર્યો હતો. સ્ત્રી શિક્ષણ માટે તેમણે કન્યાવિદ્યાલયો શરૂ કરાવ્યા હતાં અને બીજા કુરિવાજો દૂર કરવા સમાજના લોકોને પ્રેમથી (૩૧ ) Page #45 -------------------------------------------------------------------------- ________________ સમજાવ્યા હતા. કન્યા વિનયનું દૂષણ ત્યારે રાજસ્થાનના જૈન સમાજમાં જડ ઘાલી ગયું હતું. પૂજ્ય ગુરુદેવે આ દૂષણ દૂર કરાવવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. - સાદડીનારોકાણ દરમ્યાન પૂજ્ય ગુરુદેવને મોતિયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ચૈત્ર સુદ તેરસના દિવસે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના જન્મકલ્યાણક ઉત્સવનું આયોજન થયું હતું. આ પ્રસંગે યોજાયેલી સભામાં પૂજ્યશ્રીજી ઉપસ્થિત રહી શકયા નહોતા, કારણ કે આપરેશન પછી તેમને પ્રકાશમાં આવવાની મનાઈ હતી. આ સભામાં તેમની પ્રેરણા તથા માર્ગદર્શનથી પ્રેરાઈપંન્યાસશ્રી સમુદ્રવિજ્યજી મહારાજે પૂજ્ય ગુરુદેવની અંતરની ભાવના રજૂકરતા જણાવ્યું હતું.. “આજે હું તમારી સમક્ષ એક ભિક્ષા માગી રહ્યો છું. હું એક કઠોર, અપ્રિય વાત જણાવવા ઈચ્છું છું. આ વાત સાંભળીખોટું લાગે તો ક્ષમા કરજો. આપણી આવીરભૂમિમાં ઠેરઠેરજ્ઞાનની પરબો તથા વિદ્યાધામ ખોલવામાં આવ્યાં છે, એ આનંદપ્રેરક વાત છે અને એ માટે હજારો લાખોનાં દાન પણ તમે પ્રેમથી આપ્યા છે, પરંતુ આ સમાજમાં ચાલતો કન્યાવિક્રયનો રિવાજ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. આ કલંકિત કુરિવાજ બંધ થાય એવી પૂજ્યશ્રીજીની અંતરની ઈચ્છા છે. મારવાડમાં પ્રવર્તતા આ કલંકિત રિવાજને તમારે સત્વરે મિટાવવો પડશે. તમે લોકો જો આ બદીબંધકરશો તો તમને હજારો કન્યાઓના (તમારી પુત્રીઓનાં) આશીર્વાદ પ્રાપ્ત થશે! જૈન ધર્મ ‘અહિંસા પરમો ધર્મના મહાન સિદ્ધાંતને વરેલો છે. તમે જાણો છો કે માંસ વેચનાર, લાવનાર, રાંધીને ખાનાર બધા જ પાપના ભાગીદાર થાય છે. આ વાતનું જ્ઞાન હોવા છતાં કન્યા વિક્રય કરી તમે લોકો મહા પાપ કરી રહ્યા છો. ભાઈઓ! જાગૃત થાઓ અને આજ ક્ષણથી આકુરિવાજા બંધ કરવાની પ્રતિજ્ઞા લો!” પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજની વાતથી લોકો પ્રભાવિત થયા અને શેઠ મૂળચંદજીએ તત્કાણ કન્યાવિક્રયના કલંકને મિટાવવાની પ્રતિજ્ઞા કરી. તા. ૨૩-૦૪-૧૯૪૯ ના રોજ મુંબઈ ખાતે યોજાયેલી ‘વિશ્વ ધર્મ પરિષદમાં પૂજ્ય ગુરુદેવ આંખના ઓપરેશનના કારણે ભાગ લેવા જઈ શક્યા નહોતા, પરંતુ તેમણે પોતાનો સંદેશો મોક્લાવ્યો હતો. વિજ્ઞાનના અતિરેકનેનિયંત્રિત કરી માનવના આર્થિક, સામાજિક ધાર્મિક ઉત્થાન માટે વિશ્વ શાંતિના અવતરણ માટે પ્રયાસો કરવાની હિમાયત પૂજ્ય ગુરુદેવે પોતાના મનનીય સંદેશામાં કરી હતી. અહિંસાના પાલન સંબંધી તેમણે અણુબોંબના ઉત્પાદન તથા તેના દુરુપયોગ | સામે જગતને ચેતવણી આપી હતી. પોતાના સંદેશાના અંતમાં તેમણે જણાવ્યું હતું.. ‘સત્ય, અહિંસા, ચારિત્ર, શાંતિ તથા અપરિગ્રહની ભાવના સેવી, પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખવો એ જૈનોનું આચરણ જ વિશ્વનું આચરણ છે. જૈન તથા બૌદ્ધ ધર્મ વિશ્વધર્મ છે અને આજે પણ અહિંસાનો સંદેશ જગતમાં ચમત્કાર બતાવી રહ્યો છે, જે પ્રત્યક્ષ છે...' મહાત્મા ગાંધીજીએ જે રીતે અહિંસાના ઉપયોગ દ્વારા સત્યાગ્રહની લડત ચલાવી, ભારતને સ્વતંત્રતા અપાવી એ પૂરા વિશ્વ માટે એક ચમત્કાર હતો. અહિંસાની પ્રચંડ શીત શક્તિની એમાં પ્રતીતિ થયા સિવાય રહેતી નથી. પૂજ્ય ગુરુદેવના સંદેશામાં આ વાત તરફ સામાન્ય ( ૩૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ અંગૂલિનિર્દેશથયાનો અહેસાસ થયા સિવાય રહેતો નથી. સંવત ૨૦૦૬ માં પૂજ્ય ગુરુદેવનાણા ગામમાં પધાર્યા હતા. નાણાના તત્કાલીન ઠાકરે તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું અને રાજગઢમાં તેમની પધરામણી કરાવી. પૂજ્યશ્રીજીએ તેમને રાજાનો ધર્મ સમજાવતા પ્રજાપાલનના કર્તવ્ય પ્રતિ તેમને જાગૃત કર્યા અને માંસ, મદિરા, શિકાર, જુગટ, પરસ્ત્રીગમન જેવાં સપ્તવ્યસનો ત્યાગવાની આવશ્યકતા સમજાવી. હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપી પૂજ્ય ગુરુદેવ ઉપાશ્રયે પધાર્યા. ઠાકુરે તેમને ગોચરી માટે પધારવા હાર્દિક વિનંતી કરી. ઠાકુરના સમર્પણ ભાવ, વિનય વિવેક તથા ભક્તિભાવ જોઈમાણે વિનંતી સ્વીકારી લીધી. બીજા દિવસે સાધુ ભગવંતો સાથે પૂજ્ય ગુરુદેવ ગોચરી માટે ઠાકુરને ત્યાં પધાર્યા. પૂજ્યશ્રીએ ત્યાં ઠાકુર સાહેબ તથા તેમની રાણીઓને માંસ-મદિરા ત્યાગવાનો ઉપદેશ આપ્યો. તપોનિષ્ઠ કરુણાસાગર પૂજ્ય ગુરુદેવના અંતરપટથી પ્રગટેલી એ દિવ્ય વાણીની ગજબ અસર થઈ. એ ચારે રાજવી પરિવારની વ્યક્તિઓએ તત્ક્ષણ ત્યાં જ માંસ મદિરા ત્યાગવાનો સંકલ્પ કર્યો. સી.વોર્ડ કોંગ્રેસ સમિતિ તથા અન્ય સંસ્થાઓના સામૂહિક પ્રયાસોથી તા. ૧૨-૪૧૯૫૩ના દિવસે મુંબઇની લુહાર ચાલમાં નશાબંધી સપ્તાહની ઉજવણીના ઉપક્રમે એક સાર્વજનિકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભામાં પૂજ્ય ગુરુદેવે પોતાના વકતવ્યમાં આગવા વિચારો રજૂ કરતા જણાવ્યું હતું... ‘ભાગ્યશાળી આત્માઓ! ધર્મશાસ્ત્રો તો પોકાર પાડી કહે છે કે, મિથ્થા સાધનો તથા અભક્ષ્ય ખાનપાનથી મનુષ્યની દુર્ગતિ થાય છે. આવો વ્યસની માણસ પોતાના શરીરને નુકસાન કરે છે. સાથે સાથે પરિવારનો પણ વિનાશ નોતરે છે. ઉપરાંત સમાજ તથા રાષ્ટ્રનું પણ અહિત જરે છે. કોઈપણ ધર્મશાસ્ત્ર મદ્યપાનની અનુમતિ આપી નથી, કારણ તેનાથી શરીરવ્યાધિગ્રસ્ત થાય છે. માનવી પશુ બની જાય છે. કોઈકોઈતો પાગલ બની જાય છે. તેના ધનની બરબાદી થાય છે. જે ઘરમાં બે ટંક ભોજનના ફાંફા હોય, અંગ ઢાંકવા વસ્ત્રો ન હોય, સારાં વાસણો ન હોય એવા ઘરમાં શરાબ પાન સારુ આઠ આનારૂપિયાની માંગણી થાય તો એ ઘરની કેવી દુર્દશા થાય ? એવા ઘરમાં ગૃહિણી તથા બાળકોની કેવી હાલાકી થતી હશે? રામ, કૃષ્ણ અથવા મહાવીરનું નામ સ્મરણ કરવાનું તો લોકોને સુઝતું નથી, તેનાથી વિપરીત વ્યસનના ગુલામ થઈબરબાદ થવાની આવા લોકોને કુમતિ ક્યાંથી સૂઝે છે? આપણા સૌનો ધર્મ છે, સ્વયંને આ વ્યસનથી બચાવીએ અને આપણા પાડોશી તથા સંબંધીઓને પણ વિનિપાતના માર્ગેથી બચાવી સન્માર્ગે વાળીએ...વ્યસનોના ચક્કરમાં ફસાઈપરિવાર, સમાજ, રાષ્ટ્ર તથા સ્વયંનો નાશ કરવા માટે આપણને મનુષ્ય ભવ મળ્યો છે? આત્મામાં અનંત શક્તિ છે. પાપના મેલને પ્રાયશ્ચિત્ત દ્વારા ધોઈ, આત્મશુદ્ધિ કરી આત્મસિદ્ધિ પામવી એ આપણું પરમ લક્ષ્ય છે. વિદેશીઓ ચાલ્યા ગયા છે. તેમણે જ આપણી સંપત્તિ લૂંટવા તથા શારીરિક શક્તિનો નાશ કરવા આપણા દેશમાં દારૂનાદેત્યનો પ્રવેશ કરાવી તેને ઉછેર્યો છે. એ તો ચાલ્યા ગયા છે, પરંતુ એમની પાછળ રહી ગયેલા એ વિકરાળદૈત્યને પણ પરાસ્ત કરી દેશમાંથી હાંકી કાઢવો એ આપણું કર્તવ્ય છે.” (૩૩) Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત સભામાં ઘણા અગ્રણીઓએ પણ નશાબંધી પર પોતાના વિચારો પ્રગટકર્યા હતા. સભાના અંતમાં કેટલાય લોકોએ દારૂ-જુગાર, તમાકુ, તપખીર તથા ધુમ્રપાન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. વ્યસની માણસ સ્વયંની શારીરિક તથા માનસિક હાનિ કરતો હોય છે. વ્યસન કરવાથી તેની માનવતા મરી પરવારે છે અને તે પોતાના પરિવાર તથા સમાજ માટે ભયજનક બની જાય છે. નશાના પ્રભાવ નીચે મારામારીકરવી, ગાળાગાળી કરવી, ક્યારેક ખૂનખરાબા કરતા પણ આવી વ્યક્તિ અચકાતી નથી. વળી વ્યસનના કારણે આર્થિક પાયમાલી થતાં પરિવારમાં સ્ત્રી તથા બાળકોને શોષાવું પડે છે. વ્યસનથી અનેક પ્રકારે હિંસા જન્મ લેતી હોય છે. તે જ પ્રમાણે માંસાહાર, શિકાર તથા પરસ્ત્રીગમન અને જુગાર જેવી બદીઓ પણ હિંસાને જન્મ આપે છે. પંજાબ કેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે એટલે જ સમાજને નિર્વ્યસની બનાવવા આજીવન પ્રયાસ કર્યા હતા અને એ રીતે જૈન ધર્મના પાયાના સિદ્ધાંત અહિંસાનો પૂર્ણ પ્રચાર કરી લોકોને આત્મકલ્યાણના માર્ગે વાળ્યા હતા. તેમના જ પ્રયાસોથી જૈન સમાજની સંપૂર્ણ કાયાપલટ શક્ય બની હતી તથા લોકોમાં ધાર્મિક સંસ્કારોનું અસરકારક સિંચન થઈ શક્યું હતું. પૂજ્ય ગુરુદેવ સૂક્ષ્મ અહિંસાના પરમ સમર્થક હતા. તેમના જીવનની પ્રત્યેક ક્ષણના આચરણમાં, પ્રત્યેક પ્રસંગ સાથે અહિંસાની ભાવના સ્વાભાવિક રૂપે જ વણાઈ ચૂકી હતી. : ન ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ Page #49 -------------------------------------------------------------------------- ________________ Page #50 -------------------------------------------------------------------------- ________________ 'લોક્રપ્રય હદય સમ્રાટ ઈ.સ. ૧૯૪૮માં દિલ્હીમાં બિરલા ભવન ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપવા જતાં, ભારતના અભૂતપૂર્વ લોકનાયક પૂજ્ય મહાત્મા ગાંધીજીની હત્યા થતાં જ સમગ્ર હિંદુસ્તાનમાં સન્નાટો વ્યાપી ગયો હતો. તેમના માનમાં દેશભરનાલોકોએ તન્નાગ પોતાના વેપાર, રોજગાર બંધ કરી શોક પાળ્યો હતો. લાખો આંખો રડી પડી હતી. અનેક પરિવારોના ઘેર ચુલા સળગાવાયા નહોતા. ચોમેર શોક ગ્લાનિનું વાતાવરાગ વ્યાપી ગયું હતું. રાષ્ટ્રવ્યાપી શોક જાહેર થયો હતો. બજારો બંધ રહ્યાં હતાં. દેશ-વિદેશના મહાનુભાવો તથા અહિંસાપ્રેમીઓએ શોક સંદેશા મોકલાવ્યા હતા. શા માટે? મહાત્મા ગાંધીજી એક સત્યપ્રિય, પરોપકારી સરળ રાષ્ટ્રિય નેતા હતા. એમની લોકચાહના અપાર હતી. એ દિવસે પણ હજારો ગુરુભક્તોએ દેવ દર્શન કરી પરમાત્મા પાસે તેમની આંખની રોશની પાછી આવે તે માટે પ્રાર્થના કરી હતી. કેટલાય ચાહકોએ બંદગી કરી હતી. અનેક શ્રદ્ધાળુ શ્રાવકોએ ઉપવાસ કર્યા હતા. માનતા માની હતી. કારણ? એ દિવસે એટલે આસો સુદ ત્રીજના દિવસે જૈન શાસનના દિવાકર સમાન પરોપકારીયુગવીર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું આંખનું ઓપરેશન થવાનું હતું. નિષ્ણાત ડૉ.ડગનની રાહબરી નીચે ગુરુદેવના નેત્રપટલનું સફળ ઓપરેશન પૂર્ણ થયું. ડૉ. ડગને સમયાંતરે પૂજ્યશ્રીજીની આંખના પાટા ખોલાવી વર્તમાનપત્ર તથા પુસ્તક વંચાવ્યા. પૂજ્ય ગુરુદેવે સારી રીતે વાંચ્યું. એમનીયન જ્યોતિ પાછી ફરી હતી. ડૉ.ડગન પાગ આવા ચમત્કારિક પરિણામથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડૉ. ડગન બોલ્યા હતા.... ‘કમાલથઈ ગયો!અદ્ભૂત અક! આપની આંખોમાં આટલી રોશની આવી જશે એવી આશા નહોતી! આપની વૃદ્ધાવસ્થા છે. આંખોની સ્થિતિ ખરાબ હતી...છતાં પણ! મને લાગે છે પૂજ્ય ગુરુદેવ પ્રભાવી પુણ્યાત્મા છે!' આંખની રોશની પ્રાપ્ત થવામાં પૂજ્ય ગુરુદેવનું તપોબળતો કામ કરી જ ગયું હતું, તો સાથે સાથે તેમના અગણિત ભક્તોની પ્રાર્થના, પ્રતિજ્ઞા, બંદગી, ઉપવાસ માનતા તથા શુભકામનાનો પ્રભાવ પણ હતો. ઘણા સાધુ-સાધ્વી ભગવંતોની દુઆ શુભેચ્છાએ પોતાનો ભાગ ભજવ્યો હતો. મૂળ સાદડી નિવાસી મુંબઈમાં ચેમ્બુર ખાતે રહેતા પૂજ્ય ગુરુદેવના ભક્ત શ્રી દાનમલજી દેવચંદજી એ પૂજ્યશ્રીજીનામાનમાં ઉજવાતી૮૩મી જન્મ જયંતિના પ્રસંગે ત્રીજા દિવસે ભક્તોની સભામાં કહ્યું હતું. ‘શાસનદીપક આચાર્ય પ્રવર પૂજ્યપાદ ! હું એક સામાન્ય માણસ છું... આપના વ્યાખ્યાન સાંભળી મને ધર્મની પ્રાપ્તિ થઈ છે. આપશ્રી જ્યારે ડૉ. ડગનને ત્યાં નેત્ર ચિકિત્સા કરાવવા આવ્યા હતા ત્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી.... જો આપની આંખોને જ્યોતિ પ્રાપ્ત થાય, તો હું મારા મોટા દીકરા રણજીતમલને આપના ચરણોમાં અર્પિત કરીશ...! હવે આપની આંખોને જ્યોતિ પ્રાપ્ત થઈ ગઈ છે... ગુરુદેવ! આપયુગયુગ જીવો!” ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે ઘડપણની લાકડી સમાન સહારારૂપ ગણાતા પોતાના સંતાનને સાધુ બનાવવા, દીક્ષા અપાવવા કોઈપિતા ઝટરાજી થતા નથી, પરંતુ પૂજ્ય ગુરુદેવનીનેત્રજ્યોતિ સારુ આવા સમર્પિત ભક્ત પોતાના લાડલાને દીક્ષા અપાવે છે. આ ઘટનાનાની સૂની નથી. પૂજ્ય ગુરુદેવ તો લોકોના હૃદય પર શાસન કરતા લોકપ્રિય હૃદયસમ્રાટ બની ગયા હતા. અપાર લોકચાહના તેમણે હાંસલ કરી હતી. ઈ.સ. ૧૯૫૩માં શરૂ થયેલી દર્દનાક પ્રોસ્ટેટ ગ્રંથિની બીમારી દરમ્યાન પૂજ્યશ્રીજીના અનેક ભક્તોના દેશ-વિદેશમાંથી શુભેચ્છા વ્યક્ત કરતા પત્રો તથા તાર આવતા રહ્યા હતા. અસંખ્ય ભક્તોએ તેમના સારુ પ્રાર્થનાઓ કરી હતી. તેમના આરોગ્ય સારુ પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી. ઉપવાસો થયા હતા, દાન દેવાયા હતા. સાધુ-સાધ્વીગણે પણ પ્રાર્થના,વ્રત જપતપ ઉપવાસ કર્યા હતા. પૂજ્ય ગુરુદેવની લોકપ્રિયતાનું આ પ્રમાણ છે. સમયનીવહેતી સરિતામાં લાખો કરોડો માનવીના નામ ભૂંસાઈ ગયાં છે. ભૂસાતા જાય છે અને અનેક અનેક નામોનો લોપ પણ થતો રહેશે, પરંતુ સાચા સંતો, નિઃસ્વાર્થ યુગવિભૂતિઓ, પરમાર્થના પૂજારી, તત્ત્વવેતાઓ, આત્મજ્ઞાનીઓ, યુગવીરો તથા જગતના કલ્યાણ દાતાઓના નામ તોયુગોયુગો સુધી લોકસ્મૃતિમાં કંડારાયેલા રહેશે. મોટા મોટા રાજવી પુરુષો, સત્તાધારીઓ, પદાધિકારીઓ, નેતાઓ, માલેતુજારો, ઉદ્યોગપતિઓ, નામ પ્રતિષ્ઠા ઝંખતાદાનેશ્વરીઓના નામ પરિવર્તનશીલ કાળ ખપ્પરમાં હોમાઈ જશે, પરંતુ જેમણકદી પણ સ્વપ્રશસ્તિ કે પ્રશંસા મેળવવા, માન પ્રતિષ્ઠા સારુ કામ નથી કર્યા, જેમણે રાષ્ટ્ર સમાજ તથા લોકોના આત્મકલ્યાણ સારુ આજીવન બલિદાનો આપ્યા છે, એવા અભણ કે ભણેલા વ્યાવહારિક દુનિયામાં તદ્દન નિષ્ફળ નીવડેલા સંતો-મહંતો, ફકીરી, મહાત્માઓ, સૂફીઓ, સાધુ-ભગવંતોનાનામ અજરામર થઈગયાછે. પરમાત્માશ્રી આદીશ્વરદાદા, પરમાત્માશ્રી પાર્શ્વનાથસ્વામી, પરમાત્મા શ્રી મહાવીર સ્વામી, ચૌવીસ તીર્થંકરો, ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામી, ગણધર ભગવંત શ્રી પુંડરિક સ્વામી તથા અન્ય ગણધરો...શ્રીરામ, શ્રીકૃષ્ણ, ગૌતમ બુદ્ધ, અશોજરથુષ્ટ્ર, મહંમદ પયગંબર, ઈસુ ખ્રિસ્ત, લાઓત્સ, કબીર, નાનક, મીરાં, એકનાથ, તુકારામ, નરસિંહ મહેતા... શ્રી રાજચંદ્રજી, આચાર્યશ્રીહરિભદ્રસૂરિજી, આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય, મસૂર, રાબિયા, સરમદ, બાયજીદ, સોક્રેટીસ, પૂજ્ય આત્મારામજી મ.સા.. યુગવિભૂતિઓની યાદી તો ઘણી લાંબી છે અને એ યાદીમાં અપ્રતિમ લોકચાહના પ્રાપ્ત કરનાર પૂજાચાર્ય શ્રીમદ્દવિજ્યવલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું નામ યાવચંદ્ર દિવાકરોની જેમ અમર થઈ જશે એ નિઃશંક વાત છે. વિશ્વના લોકસમ્રાટ બનેલા લગભગ દરેક મહાપુરુષના જીવનમાં તેમના આત્માના પૃથ્વી પર આગમન સંબંધી કોઈક અલૌકિક ઘટના, ભવિષ્યવાણી કેઆગાહી જોડાયેલી જોવા મળે છે. શ્રીકૃષ્ણના જન્મ સાથે કારાવાસના તાળાં તૂટ્યાં, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના જન્મ પૂર્વે માતા ત્રિશલાદેવીએ ચૌદ ચૌદ દિવ્ય સ્વપ્ન જોયાં. ગૌતમ બુદ્ધ ભગવાનના જન્માક્ષર જોઈ જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળકમાં તો મહાન ચક્રવર્તી રાજા થશે અથવા મહાન યોગી. પૂજ્યશ્રીજીના જીવનમાં આવી ઘટના તેમની તરુણાવસ્થામાં ઘટી હતી. (૩૬) Page #52 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૪૩ ના વૈશાખ વદ તેરસના રોજ રાધનપુર ખાતે પૂજ્યશ્રીજીને દીક્ષા આપવામાં આવી હતી. આ દીક્ષાનું મુહૂર્ત કાઢનાર જ્યોતિષીએ ત્યારે આગાહી કરી હતી કે “આ મંગલ મુહૂર્તમાં જે વ્યક્તિ દીક્ષા અંગીકાર કરશે, એ સંસારમાં અપાર યશપ્રાપ્તિ કરશે. લાખો લોકો તેની પૂજા કરશે. તે વ્યકિત ઉચ્ચ પદ પ્રાપ્તિ કરશે...!' અને ખરેખર પૂજ્યશ્રીજીએ એ મુહૂર્તમાં દીક્ષા લઈ અપાર લોકચાહના અર્જિત કરી એ ભવિષ્યવાણીને સાચી સાબિત કરી બતાવી. ભગવાનનાકે ગુરુ ભગવંતોના ભક્તો પાગલ દીવાના હોય છે, પરંતુ એ પાગલપણામાં અપાર શ્રદ્ધા, અસીમિત પ્રેમભાવ, સમર્પણને ન્યોછાવરની ભાવના છુપાયેલી હોય છે, એટલે એ દીવાનગી પ્રીતિકરરુચિકર સ્વીકાર્ય થયા સિવાય રહેતી નથી. શ્રીકૃષણના પ્રેમમાં બહાવરી મીરાં લોકલાજ છોડીમંદિર, ગલીઓ, બજારોમાં ભક્તિભાવથીનાચી હતી. મહાપ્રભુ ચૈતન્ય સ્વામી પણ શ્રીકૃષ્ણના પ્રેમમાં નાચ્યા હતા. આજે પણ સદ્ગુરુઓના વરઘોડામાં ભકતો મન મૂકીને નાચતા હોય છે. નૃત્ય હદયની ભાવનાની અભિવ્યક્તિ છે. ક્યારેક ભક્ત પોતાના ગુરુજીનું સાંનિધ્ય પ્રાપ્ત કરવા તેમની અમૃતવાણીનો ભરપેટલાભ લેવા ત્રાગું પણ કરતો હોય છે અને આવી જબરદસ્તીમાં અંતે તો વિજ્ય ભક્તનો જ થાય છે. ચાહે ભગવાન હોય કે પછી ગુરુ એજ પ્રેમવશ ભક્તની ભાવના સમક્ષ મૂકી જાય છે. પૂજ્યશ્રીજીના આવા જ એક સમર્પિત ઘેલા ભક્તની ઘટના અત્રે પ્રસ્તુત છે અને આ ઘટના પૂજ્યશ્રીજીનીબેમિસાલ લોકચાહનાની સાક્ષીરૂપ પણ છે. પૂજ્યશ્રીજી વિહાર કરતા કરતા રામનગર પહોંચ્યા. સાથે સ્થાવર મહાત્માઓ પણ હતા. તેમના જ્ઞાનસભર આત્મજાગૃતિ પ્રેરક વ્યાખ્યાન સાંભળવા જૈન-જૈનેતર ભક્તો વિશાળ સંખ્યામાં આવતા હતા.રામનગરપર પૂજ્યશ્રીજીના ગુરુદેવપૂજ્ય આત્મારામજીના પણ પૂજનીય ગુરુદેવ સર્વશ્રી બૂટેરાયજી મ.સા.નો વિશેષ પ્રભાવ હતો. રામનગરમાં જ તાર-ટપાલ વિભાગ સંભાળતા પોસ્ટ માસ્તર, શીખ, સરદાર કરતારસિંહજી રહેતા હતા. સરળ સ્વભાવના સત્સંગી ધર્મિષ્ટ આત્મા એકવાર પૂજ્યશ્રીજીનું વ્યાખ્યાન સાંભળવા ગયા. વ્યાખ્યાન સાંભળી તેઓ ભાવવિભોર થઈ ગયા. પ્રભાવિત થયેલા કરતારસિંહ ત્યારપછી નિયમિત પણે પૂજ્યશ્રીજીનાં વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. સમગ્ર પરિવાર ભક્તિના રંગે રંગાઈ ગયો. આમ ને આમ વીસ દિવસ પસાર થઈ ગયા. વહેતા નીરને ચલતા સાધુમાં કોઈ અંતર ન હોય. પૂજ્યશ્રીજીની વિહારની ઘડી આવી. લોકો ઉદાસ થઈ ગયા. કરતારસિંહ તથા અન્ય ભાવિકોએ તેમને એક મહિનો ગામમાં રોકાઈ જવા વિનંતી કરી. પૂજ્યશ્રીએ વિનય દાખવી વધુ રોકાણ અંગે પૂછવા તેમને વયસ્કમુનિરાજ શ્રીકુશલવિજ્યજી મ.સા. પાસે મોકલ્યા. બાબાજીએ સાધુ ધર્મની મર્યાદા જણાવી વિહાર કરવાનો નિર્ણય જાહેર કરી દીધો. પૂજ્ય ગુરુદેવના પરમ ભક્ત બની ચૂકેલા લાગણીશીલ કરતારસિંહ તો બાબાજીના નિર્ણય સામે તેમના દ્વારે જ સપરિવાર અન્નજળ ત્યાગી ઉપવાસ પર બેસી ગયા. શ્રી કુશલવિજ્યજી મ.સા.એ તેમને ખૂબ સમજાવ્યા. હઠયોગ છોડી દેવાની વાત કરી. તેમને નોકરીની Page #53 -------------------------------------------------------------------------- ________________ ફરજની યાદદેવરાવી. ‘ભોજન અને કામ તો રોજ મળી રહે, પરંતુ ભક્તિ અને જ્ઞાનની લહાણીનો અવસર કંઈ વારંવાર આવે છે? આવા જ્ઞાની સાધુ ભગવંતના સત્સંગ સામે દુન્યવી વાતોની શી વિસાત ?' આવું વિચારતા કરતારસિંહ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. છેવટે શ્રીકશવિજયજીએ નમતું જોખ્યું તેમણે પૂજ્યશ્રીજીને બોલાવી એક મહિનો વધુરામનગરમાં રોકાઈ જવાની અનુમતિ આપી. જૂઓ તો ખરા સંસારની અવળી ગંગા...!આજકાલ લોકો સામાજિક અન્યાય તથા અન્ય સમસ્યાઓ ખાતર ગાંધી ચિંધ્યા માર્ગે પોતાના હક્કોના જતન માટે ઉપવાસ પર ઉતરે છે, જ્યારે આ કિસ્સામાં તો એક કક્કડ સંતની અમૃતવાણી પામવા, આત્મોન્નતિ માટે કરતારસિંહ જેવા ભક્ત સપરિવાર ભૂખ હડતાળ પર ઉતરે છે? આનું નામ જ લોકચાહનાનો જાદુ, સત્યપૂર્ણ વાણીનો પ્રભાવ! પૂજ્યશ્રીજીની કીર્તિકૌમુદીથી પ્રભાવિત થયેલા તત્કાલીનનાભાના રાજા હીરાસિંહજીએ તેમને સન્માનભેર રાજ્ય દરબારમાં તેડાવ્યા. પૂજ્ય ગુરુદેવે અહિંસાના સિદ્ધાંતને ખૂબ સરળ રીતે ઉંડાણથી સમજાવ્યો. રાજા તથા દરબારીઓ અત્યંત પ્રભાવિત થયા અને પૂજ્યશ્રીજીની સાધુતાને અહોભાવથી વંદી રહ્યા. આ ઘટના પણ પૂજ્ય ગુરુદેવની લોકપ્રિયતા પ્રદર્શિત કરે છે. નાભાના દરબારમાં જ સ્થાનકવાસી પરંપરાના શ્રી સોહનલાલજીના મોકલેલા શિષ્ય શ્રીયુત ઉદયચંદ્રજી સાથે પૂજ્યશ્રીજીએ શાસ્ત્રાર્થ કરી તેમને પરાજિત કર્યા હતા. આ ઘટનાથી એ વિસ્તારમાં પૂજ્યશ્રીજીનું નામ ગુંજવા લાગ્યું હતું. વિ. સં. ૧૯૬૦માં પૂજ્યશ્રીજી સમાનામાં રોકાયા હતા. સમાના ગામના ચુસ્ત સ્થાનકવાસીઓ પૂજ્યશ્રીજીનો વિરોધ કરતાહતા. પર્યુષણના દિવસોમાં પરમાત્માની શોભાયાત્રા એલોકો શાંતિથી નીકળવા દેવા માગતા નહોતા. આ વાત જાણીસમાનાગામનાજ પૂજ્યશ્રીજીના ભક્ત બની ચૂકેલા સનાતન ધર્મના લોકોએ શોભાયાત્રાકાઢવામાં સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી. શોભાયાત્રાની વિશેષ પરવાનગી મેળવવા રાજા-મહારાજાઓ તથા સરકારમાં વર્ચસ્વ ધરાવતા અમૃતસરના પન્નાલાલજી તથા અન્ય ભક્તો સિમલા ગયા. ત્યાં અંગ્રેજ બારબટન સાહેબ પાસેથી મંજૂરી લઈ આવ્યા. પટિયાલાના પોલીસ વડાને બંદોબસ્ત સોંપાવ્યો અને દબદબાભેર નિર્વિને શોભાયાત્રા નીકળી. આ પ્રસંગમાં પણ પૂજ્યશ્રીજી માટે સનાતન ધર્મના લોકોના હૃદયમાં રહેલી ચાહનાના દર્શન થાય છે. પૂજ્ય ગુરુદેવનું ૧૯મું ચોમાસું વિ. સં. ૧૯૬૧માં જીરા ગામમાં થયું હતું. પૂજ્યશ્રીજીએ અહીં પોતાની મધુરવાણીમાં જ્ઞાન, ભક્તિ અને આત્મકલ્યાણની અમૃતગંગા વહાવી તેનાથી કેટલાય જિજ્ઞાસુ જૈનેતર લોકો ભારે પ્રભાવિત થયા હતા. જીરામાં જ રહેતા ફારસી ભાષાના જાણકાર વિદ્વાન માઘીરામજી ધર્મનિષ્ઠ વિદ્વાન હતા. લોકો તેમને ‘ખલીફાજી' કહેતા. પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલા ખલીફાજીએ તો પૂજ્ય ગુરુદેવ પર એક ઉત્કૃષ્ટ ગઝલ લખી નાખી. એ ગઝલમાં તેમણે પૂજ્યશ્રીજીના ગુણોની ભરપેટ પ્રશંસા કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી. પંજાબમાં પૂજ્યશ્રીજીએ તેમના શુદ્ધચારિત્ર તથા વાણી પ્રભાવના (૩૮) Page #54 -------------------------------------------------------------------------- ________________ કારણે ઘણા મુસ્લિમ બિરાદરોના દિલ જીતી લીધા હતા. એમના સ્વાગત ટાણે પ્રવેશના વરઘોડામાં મુસ્લિમો પણ ઉલટભેર ભાગ લેતા તથા તેમના વ્યાખ્યાન સાંભળવા નિયમિત જતા. કેટલાય લોકોએ તેમના હૃદયસ્પર્શી ઉપદેશથી પ્રભાવિત થઈ માંસ મદિરાનો ત્યાગ કર્યો હતો. એકભાવિકમુસ્લિમે તો એક વાર બજારમાંથી પસાર થતા વરઘોડાને થોભાવી પૂજ્યશ્રીજીને સપ્રેમ વંદના કરી યથોચિત સ્વાગત કર્યા બાદ તેમના પર રચેલા પ્રશસ્તિ ગીતને પણ ભાવપૂર્વક રજૂ કર્યું હતું. ઘણા મુસ્લિમો તેમનો આદર કરતા તેમને ‘ઓલિયા' તરીકે ઓળખતા હતા. સામાન્યરીતે ચુસ્ત ગણાતા મુસ્લિમો આવું સન્માન ભાગ્યે જ અન્ય મહાપુરુષોને આપતા હોય છે, પરંતુ પૂજ્યશ્રીજીની એ પ્રતિભા હતી કે જેની સમક્ષ અનેક મુસ્લિમો પણસર ઝુકાવતા હતા. આતો પરથી પૂજ્ય ગુરુદેવની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. આત્મજ્ઞાની સંત કવિકબીરજી જ્યારે જગતમાંથી પ્રયાણ કરી ગયા, ત્યારે તેમના હિંદુમુસ્લિમ ભક્તો વચ્ચે અંતિમ સંસ્કાર કરવા બાબતે વિવાદ થયો હતો. હિંદુ ભક્તો કહેતા હતા, કબીરજી તો અમારા હતા એટલે એમના દેહનો અગ્નિ સંસ્કાર થવો જોઈએ. મુસ્લિમ ભક્તો કહેતા હતા કે કબીરજી અમારા છે એમના દેહની દફનવિધિ થવી જોઈએ. કબીરજીની અપાર લોકચાહનાહતી તથા એમના અનુયાયીઓ અસંખ્ય હતા, એટલે કદાચ આવો વિવાદ થયો હશે. - પૂજ્ય ગુરુદેવની પણ લોકચાહના અપાર હતી. સૌ કોઈ તેમના સાંનિધ્યને ઝંખતા. તેમની ધર્મવાણીનો લાભ લેવા સૌ કોઈયથાશક્તિ પ્રયાસકરતા. એકવાર અચ્છર, મચ્છર તથા કૃષગકાંતનામના ત્રણ ભાઈઓને દીક્ષા આપવાની હતી. જયપુરના શ્રાવકો હર્ષોલ્લાસથી દીક્ષા મહોત્સવની તૈયારીમાં લાગી ગયા હતા. તે સમયે અજમેરનાદીપચંદશેઠેઆવી પૂજ્યશ્રીજીને દીક્ષા મહોત્સવ અજમેરમાં રાખવા ભાવભરી વિનંતી કરી. તેમણે જણાવ્યું કે દીક્ષાની તિથિના દિવસેજસ્થાનકવાસીઓનું સંમેલન થવાનું છે. એટલે જો એ જ દિવસે ત્યાં દીક્ષા યોજાય, તો અજમેર તથા આસપાસના ક્ષેત્રોમાં ધર્મની પ્રભાવના સારી થશે. વળીશેઠેઆ અવસર નિમિત્તે ચાલીસ હજાર સુધીનો ખર્ચ કરવાની તૈયારી દાખવી પૂજ્ય ગુરુદેવને પણ વિચારગમી ગયો. તેમણે જયપુરના શ્રીસંઘને આ બાબતમાં પૂછ્યું ત્યારે એ લોકોએ સુંદર પ્રત્યુત્તર પાઠવ્યો... ‘પૂજ્ય ગુરુદેવ! જગતમાં એવો કયો દુર્ભાગી જીવ હશે જે પોતાના હાથમાં આવેલા અણમોલ હીરાને છોડવા તૈયાર થાય? ધર્મનો આસોનેરી અવસર અમે શી રીતે ગુમાવીએ?” છેવટે પૂજ્યશ્રીજીએ જયપુર શ્રીસંઘની વાત માન્ય રાખી. ભક્તો પણ પૂજ્ય ગુરુદેવની પધરામણી સારુ તેમના સાંનિધ્ય સારુ પડાપડી, ખેંચતાણ કરતા હતા, જેવાત એમની લોકપ્રિયતાનો નિર્દેશ કરે છે. જેવી રીતે વાદળના આવરણથી ચંદ્રમાં થોડો સમય ઢંકાયા પછી પ્રગટ થઈ જાય છે. વર્ષાઋતુમાં ઘનઘોર વાદળો વરસી જતાં સૂર્ય પુનઃ પ્રકાશિત થઈ ઊઠે છે, ગુલાબની સુવાસ સમીરની લહેર સાથે ચોમેર પ્રસરી જાય છે, તેવી જ રીતે પૂજ્યશ્રીજીની કીર્તિ ધીરે ધીરે ભારતમાં ફેલાવા લાગી હતી. તેમના બોધપૂર્ણવ્યાખ્યાનોની નોંધ પણ વારતહેવારે ગુજરાતના અખબારો Page #55 -------------------------------------------------------------------------- ________________ લેવા માંડ્યા હતા. સંસ્કારી નગરી વડોદરાના સંસ્કૃતિ પ્રેમી મહારાજા ગાયકવાડે પૂજ્યશ્રીજીની ખ્યાતિ સાંભળી તેમની અમૃતવાણીનો લાભ લેવા સાગ્રહ તેમને વડોદરા તેડાવ્યા. અહીંયા આપણા ચારિત્ર્યનાયકના ‘સાર્વજનિક ધર્મ’ વિષય પર બે સુંદર વ્યાખ્યાન રાખવામાં આવ્યાં હતાં. તા. ૧૩ તથા ૧૬ માર્ચ ૧૯૧૩ના એ બે વ્યાખ્યાનોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પૂજ્યશ્રીજીના હૃદયસ્પર્શી વ્યાખ્યાનોથી મહારાજા ગાયકવાડ તથા લોકો અભિભૂત થઇ ગયા હતા. અખબારોએ પણ તેમના વ્યાખ્યાનોનો સારાંશ પ્રગટ કરી તેમની વાક્છટા, જ્ઞાન તથા વિચારોની ભારે પ્રશંસા કરી હતી. નખશિષ સાધુતાની સાક્ષાત્ મૂર્તિ સમાન પૂજ્ય ગુરુદેવને જ્યારે બાલી પાસેના બિજાપુર ગામના રસ્તે અજાણ્યા લોકોએ લૂંટી લીધા, ત્યારે તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ભારતમાં પથરાયેલા જૈન શ્રાવકો પર પડડ્યા. મુંબઇ, પંજાબ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, દિલ્હી તથા ગોરવાડ સહિત અનેક સ્થાનેથી જૈન શ્રાવકો પૂજ્યશ્રીજી પાસે સુખસાતા પૂછવા ઉમટી પડડ્યા. સઘળાએ સરકારની આ ઘટનાને લઈ ટીકા કરી. ઠેર ઠેરથી તાર-ટપાલ દ્વારા ખબર અંતર પૂછવામાં આવ્યા. રાજસ્થાનના શ્રીસંઘના જાગૃત શ્રાવકોએ જોધપુરના મહારાજા સર પ્રતાપસિંહજી પર આ ઘટનાની તપાસ કરાવવા તાર ર્યાં. મહારાજા તો તારોનો ઢગલો જોઈ નવાઈ પામ્યા. તેમના વિશ્વાસુ સૂત્રોએ પૂજ્ય ગુરુદેવ વિષે મહારાજાને જાણકારી આપી, ત્યારે તેમની લોકપ્રિયતાનાં પ્રત્યક્ષ પ્રમાણરૂપ તારોના ઢગલાંની વાત તેઓ સમજ્યા. તેઓ ગંભીર થઈગયા. પોલીસ દળને કામગીરી સોંપાઈ અને ગણતરીના દિવસોમાં કસૂરવારોને પકડી તેમને સજા કરવામાં આવી. વર્તમાન એટલે કે ગત કેટલાક વર્ષોથી રાજસ્થાનના સિરોહી આસપાસના વિસ્તારમાં જૈન સાધુ-સાધ્વીઓને કેટલાક સંકુચિત ધાર્મિક મનોવૃત્તિવાળા લોકો રંજાડે છે, પરંતુ જૈન સમાજ સામાન્ય વિરોધ કરી શાંત થઈ જાય છે, કારણ ? ક્યારેક જ્યારે પ્રતિભાવાન પૂજ્ય ગુરુદેવ જેવા અત્યંત લોકપ્રિય સાધુ ભગવંત હયાત હતા, ત્યારે એમના પ્રત્યેની ઉત્કૃષ્ટ ચાહના આદર અને માનના કારણે શ્રાવકો તેમના સારુ જાન પણ આપી દેવા તૈયાર રહેતા હતા. એવી લોકપ્રિયતા આજે કેટલા સાધુઓના ભાગ્યમાં રહેવા પામી છે ? વ્યક્તિપૂજા, ત્યાગી, સાધુ-સંતો, મહાત્માના જીવનમાં વિનિપાતનું કારણ બની શકે છે. પૂજ્ય ગુરુદેવ આ વાતથી સભાન હતા. તેમના ભક્તો જ્યારે પૂજ્યશ્રીજી પ્રત્યેની અપાર ચાહનાથી પ્રેરાઈ તેમની પ્રશંસા કરતા, ત્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી પૂજ્યશ્રીજી એ લોકચાહનાને શિક્ષણપ્રચાર કે સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિ તરફ વાળી દેતા. એકવાર સાદડીના ભક્તો મીઠી હઠ પકડીને બેઠા. પૂજ્યશ્રીજીને સાદડીમાં ચાતુર્માસ કરવા તેઓ વારંવાર ભાવભરી વિનંતી કરતા હતા. આ ભક્તો તથા પૂજ્ય ગુરુદેવ વચ્ચેના વાર્તાલાપ દરમ્યાન ફરિયાદના સૂરમાં ભાવિકો એપૂછ્યું, ‘કૃપાનિધિ ! આપને શું પંજાબ તથા બિકાનેરના શ્રાવકો જ વિશેષ વ્હાલાં છે ?’ પછી વ્યથિત અવાજે તેમણે કહયું, ‘અમારી તો આપ એવીરીતે ઉપેક્ષા કરો છો, જાણે કે અમે તો શ્રાવકો જ નથી ! અમને અમારા ધર્મ તથા ગુરુઓ પ્રત્યે અનુરાગ જ નથી!' શ્રાવકોની આ મીઠી ફરિયાદમાં શું આપણા ચારિત્રનાયક ૪ ४० Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેની અગાધ ચાહના છુપાયેલી જણાતી નથી? પૂજ્ય ગુરુદેવે ત્યારે એ અપ્રતિમ ચાહનાનો ઉપયોગ કરી ગોરવાડમાં પણ પંજાબ તથા બિકાનેરની જેમ શ્રાવકોને એક મહાવિદ્યાલય સ્થાપવાની પ્રેરણા આપી. એમની લોકપ્રિયતાના કારણેશ્રાવકોએ તાત્કાલિકએ દિશામાં શુભ શરૂઆત કરી પૂજ્યશ્રીજીની ભાવનાને મૂર્તિમંત કરી અને પૂજ્યશ્રીજીએ પણ લાગાણીધેલા ભકતોની સક્રિયતા તથા ઉત્સાહ જોઈ ચાતુર્માસ માટે અનુમતિ આપી દીધી. લોકચાહના તથા લોકપ્રિયતાનો રચનાત્મકવિદ્યા પ્રચારની પ્રવૃત્તિ માટે પૂજ્યશ્રીજીએ કેવો સુંદર ઉપયોગ કર્યો? આત્મોન્નતિના ચાહક ભાવિકોના હૃદયમાંથી લોકપ્રિય પરગજુમહાત્મા પ્રત્યે હંમેશા પૂજ્યભાવ, ગુરુભક્તિ, સમર્પણ અને ત્યાગ ભાવનારેલાતાં રહે છે. દીર્ઘ સમયાવધિ પછી આપણા ચારિત્રનાયક જ્યારે લુધિયાણા પધાર્યા, ત્યારે ખૂબ શાનદાર સમારોહ સાથે તેમનો નગરપ્રવેશ થયો. એમની આત્મોદ્ધારક અમૃતવાણીનો ભરપૂર આસ્વાદ માણવા જૈનો, હિંદુઓ, મુસ્લિમો તથા શીખો ખૂબજ ઉલ્લાસ અને ઉમંગથી તેમના વ્યાખ્યાનમાં ઉમટવા લાગ્યા. ભક્તોની ભીડ એટલી વધી પડીકે તેમનો સમાવેશ કરવાવ્યાખ્યાન ખંડની દીવાલોને પણ તોડી નાંખવી પડી! પૂજ્યશ્રીજીના ઉરના ઉંડાણે નીતરતા કરુણાભાવ અને અહિંસાપૂર્ણ ઉપદેશનો એટલો જબરજસ્ત પ્રભાવ ઉત્પન્ન થયો કે વ્યાખ્યાનમાં આવેલા એક મુસ્લિમ ભાઈનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે પોતાના પરિવારના સાત સભ્યો સાથે માંસાહાર ત્યજી દીધો! વેધકને ચોટદાર વાણીના કારણે વ્યાખ્યાનમાં આવેલા એક બ્રાહ્મણના શરાબની લતે ચઢેલાયુવાન પુત્રે વ્યાખ્યાન ખંડમાં સૌની હાજરીમાં દારૂછોડવાની પ્રતિજ્ઞા લીધી. ઉપસ્થિત ભાવિકોને તેણે એમ પણ કહ્યું કે, હવે પછી મને કોઈ મદિરાપાન કરતો જોઈ જશે અથવા નશાર્ત સ્થિતિમાં હતો એવું સિધ્ધ કરી બતાવશે, તો તેને હું પચ્ચીસ રૂપિયાનું ઈનામ આપીશ !' અને તેણે તત્પણ શરત જીતનાર માટે પચ્ચીસ રૂપિયા અલગ રખાવી દીધા. આતેનાઢ સંકલ્પની ઘોષણા હતી. શ્રોતાઓ ભકતજનોની વિશાળ સંખ્યાને સમાવિષ્ટ કરવા વ્યાખ્યાન ખંડની દીવાલો તોડી પાડવી પડે... પૂજ્યશ્રીજીના વ્યાખ્યાનથી અભિભૂત સમગ્ર મુસ્લિમ પરિવાર માંસાહારનો ત્યાગ કરી દે અને શરાબી યુવાન દારૂ છોડવાની દ્દઢ પ્રતિજ્ઞા લે એ વાત પૂજ્ય ગુરુદેવની અપાર લોકચાહનાનો જ નિર્દેશ કરે છે. એક વાર ગુજરાવાલા પધારેલા પૂજ્યશ્રીજીએ પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી પૂજ્ય આત્મારામજી મ.સા.ના સમાધિસ્થાનમાં ગુરુકુળની સ્થાપના નહીં થાય, ત્યાં સુધી ગોળ, ખાંડતથા તેમાંથી બનતા વ્યંજનો હું ગ્રહણ નહીં કરું.' - પૂજ્યશ્રીજીની આ પ્રતિજ્ઞાથી તેમના પરમ આજ્ઞાંકિત શિષ્ય પૂજ્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી મ.સા.એ રાત દિન પંજાબના અંતરિયાળ ગામો ખૂંદીને ૬૮ હજારનો ફાળો એકઠો કર્યો, પરંતુ ગુરૂકુળ બનાવવા લાખ રૂપિયાની જરૂર હતી. ૪૧) Page #57 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીજીના બીજા આજ્ઞાંકિત કર્મઠ શિષ્ય પંન્યાસ શ્રી લલિત વિજયજી મ.સા.ના કાને પણ આ વાત આવી. તેઓ બીમાર હતા એટલે કંઇ ન કરી શકવાના કારણે ચિંતાતુર થઈ ગયા. મુંબઇમાં શ્રી લલિતવિજયજી મ.સા.ના વૈષ્ણવ ભક્ત શેઠશ્રી વિઠ્ઠલદાસ ઠાકુરદાસે આ વાત જાણી. તેમણે ઉદારતાથી બાકીની રકમ લખાવીદીધી. પૂજ્યશ્રીજીના શિષ્ય એવા પંન્યાસ શ્રી લલિતવિથજીના ભક્તે પોતાના ગુરુને ચિંતામુક્ત ર્કા તો સાથે સાથે આપણા ચારિત્ર્યનાયક વિષે પણ તેમના હૃદયમાં ઊંડો આદર ભાવ હશે જ એમ સહેજે માની શકાય. નહીંતર એ જમાનામાં બત્રીસ હજારનું દાન કોણ ઝટ આપે ? વિ.સં. ૧૯૯૬ માં બડોત મુકામે એક અવિસ્મરણીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરની સઘળીકોમના લોકોએ ભેળા મળી ઉત્સાહ ઉમંગથી નગરની ગલી ગલીને શણગારી હતી. રંગોળીઓ પુરાઈ હતી. ધજાપતાકા લહેરાતી હતી. રસ્તાઓની સફાઈ કરી પાણીનો છંટકાવ થયો હતો. પૂજ્ય ગુરુદેવના ભવ્ય સ્વાગત માટે સનાતન પ્રેમ મંડળ, શ્રી આત્મવલ્લભ જૈન સેવકમંડળ, જૈન પ્રેમચારિણી સભા તથા નગરના અગ્રણીઓ, નગરપાલિકાપ્રમુખ, ૮૪ ગામના ચૌધરી, વકીલો, ડૉકટરો તથા લબ્ધ પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થો સૌ ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોની વિશાળ સંખ્યાને સમાવવા નગર બહાર દિગંબર જૈન હાઇસ્કૂલના પટાંગણમાં આત્મવલ્લભનગરનીરચના કરી ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો હતો. પોષ મહિનાની શુકલ ત્રીજના દિવસે ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી. એ પ્રસંગે ત્રણે ફિરકાના શ્રાવક-શ્રાવિકાઓ તથા નગરના હિંદુ-મુસ્લિમ, જાટ, રાજપૂત દરેક કોમના નેતાઓએ ઉલટભેર ભાગ લીધો હતો. આવું બહુમાન તથા સન્માન પૂજ્યશ્રીજીને બડોત નગરના લોકોએ આપ્યું એ તેમની લોકપ્રિયતાને જ આભારી હતું એમ માનવું પડે. નહીંતર સમાજમાં ભાઈ-ભાઈના પ્રસંગે હાજર નથીરહેતા,ત્યાં ત્રણે ફિરકાના જૈન બંધુઓ એક સાથે આવે તેમાં વળી હિંદુ, જાટ, મુસ્લિમ, શીખોના અગ્રણીઓ જોડાય એ ક્યાં સંભવ છે ? પરંતુ પૂજ્યશ્રીજી પ્રત્યેની ચાહના જ આ પ્રસંગે સૌને એકઠા કરવાકારણભૂત બની હતી. વિ.સં. ૧૯૯૭નો ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવે ગુજરાંવાલામાં કર્યો હતો. આ અનોખા ચાતુર્માસ દરમ્યાન ધર્મની જબરજસ્ત પ્રભાવના થઈ હતી. જૈન જૈનેતર લોકોની સાથે સાથે એક હરિજન ભાઈએ પણ ભક્તિભાવથી પ્રેરાઈ અઠ્ઠાઈનું તપ કર્યું હતું. સંવત્સરીના દિવસે કસાઈઓએ પણ કતલખાનાં બંધરાખી જીવદયા દાખવી હતી. લગભગ દોઢસો દુકાનો બંધ રાખી અહિંસાનું પાલન કરી બતાવ્યું હતું. આ કંઈ નાનીસુની વાત નથી. અપાર લાગણીને લોકચાહના તથા અંતરના આદરભાવ વિના આવું સંભવી શકે નહીં. ખરેખર ગુજરાવાલાના ઈતિહાસમાં આ એક અપૂર્વ ઘટના બની હતી. ભારતના જૈનો ઉપરાંત હિંદુઓ, મુસ્લિમો, શીખો, જાટ જેવા અનેક જાતિના લોકોના હૃદયસમ્રાટ બની ચૂકેલા પૂજ્ય ગુરુદેવની લોકપ્રિયતા દરિયા પારના દેશો અમેરિકા તથા યુરોપના દેશોમાં પણ પ્રસરી ચૂકી હતી. પૂજ્યશ્રીજીની પ્રેરણાથી જ જામનગરના વતની પંડિત ફતેહચંદજી ૪૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ (બાલન) એ પશ્ચિમના દેશોમાં જઈ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. તા. ૨૨-૦૨-૧૯૫૩ના રોજ ધનજી સ્ટ્રીટમાં પૂજ્યશ્રીજીની અધ્યક્ષતામાં આયોજિત થયેલા કાર્યક્રમમાં જૈન ધર્મના સિદ્ધાંતોનો યુરોપ તથા અન્ય દેશોમાં પ્રચાર કરનારા હંગેરીના વતની ડૉકટર ફિલિપ્સ વાલિયા તથા જર્મનીના ડૉકટર વેઈન્ડનના ‘જૈન ધર્મની વિશેષતા’ વિષય પર ઉત્તમ પ્રવચન અપાયાં હતાં. પૂજ્ય ગુરુદેવે આ કાર્યક્રમમાં એ વિદ્વાનોની અનુમોદના કરતા જણાવ્યું હતું.... ‘પશ્ચિમના દેશોના આ બન્ને વિદ્વાનોએ જૈન ધર્મનું સરસ અધ્યયન કરી વિદેશની ધરતી પર તેના પ્રચારનું સુંદર કાર્ય કર્યું છે. મહુવાના શ્રી વીરચંદભાઈ ગાંધીએ અમેરિકાની શિકાગો ખાતેની ‘વિશ્વ ધર્મ પરિષદ' માં વ્યાખ્યાન આપી અનેક અમેરિકનોને જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત કર્યા હતા. આજે તો અમેરિકા, જર્મની તથાયુરોપના ઘણા દેશોમાં જૈન ધર્મના પુસ્તકોનું વાચનમનન તથાસંશોધન થઈ રહ્યું છે. હું આ બન્ને વિદ્વાનોને જૈન ધર્મનો પ્રચાર કરવા બદલ ધન્યવાદ પાઠવું છું.... જૈન ધર્મ વિશ્વ ધર્મ છે. પશ્ચિમી પ્રજાને તેના સિદ્ધાંતોની સમજ મળી રહે તે માટે પાશ્ચાત્ય ભાષાઓમાં જૈન સાહિત્યનું સુંદર પ્રકાશન કરાવવું જોઈએ.’ જો દરિયાપાર જવાની ધાર્મિક મર્યાદાનું પાલન અનિવાર્ય ન હોત તો કદાચ આપણા લોકપ્રિય ચારિત્ર્ય નાયકે વિદેશની ધરતી પર જૈન ધર્મની ભારે પ્રભાવના અવશ્ય કરી હોત ! અંતિમ વર્ષોમાં મુંબઇના રોકાણ દરમયાન પૂજ્ય ગુરુદેવ ૮૩ વર્ષની ઉંમરે પ્રોસ્ટેટ ગ્રંથિની બીમારીના શિકાર થયા હતા. એમની આ બીમારી નવ માસ ચાલી હતી. ઘણા ઉપચારોકરાવ્યા, પરંતુ બીમારી જડ ઘાલી ગઈહતી. આ ઋગ્ણાવસ્થા દરમ્યાન પૂજ્યશ્રીના વિશાળ ભક્ત સમુદાયમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. આ સમય દરમ્યાન સમગ્ર દેશમાંથી અસંખ્ય ભાવિકો પૂજ્યશ્રીજીની સુખસાતા પૂછવા આવતા હતા. દેશ-વિદેશથી પણ તાર-ટપાલ દ્વારા શુભકામનાના સંદેશા પાઠવાતા રહ્યા. પૂજ્ય ગુરુદેવના શિષ્ય સાધુ-સાધ્વી પરિવારના સભ્યો પણ તેમની સેવા ચાકરીમાં ખડે પગે તૈયાર રહેતા હતા. સૌ પ્રાર્થના, પૂજાપાઠ, વ્રતનિયમ પૂજ્યશ્રીજીના સ્વાસ્થ્ય લાભ સારુ કરતા હતા. પૂજ્યશ્રીજીના વિરાટ વ્યક્તિત્વના કારણે તેમણે અદ્દભુત લોકચાહના અર્જિત કરી હતી. પૂજ્ય ગુરુદેવ માત્ર યુવાનો, વડીલો કે વયસ્ક લોકોમાં જ આદરપાત્ર લોકપ્રિય નહોતા. મહિલાઓમાં તેમનો પ્રભાવ જોરદાર હતો. પાટણમાં જ્યારે જ્ઞાનભંડારોના રક્ષણ માટે ભવન નિર્માણસા પૂજ્યશ્રીજીએટહેલ નાખી હતી, ત્યારે ઉપસ્થિત મહિલાઓએ પ્રતિસાદરૂપે તાત્કાલિક પોતાના અંગોપાંગ પર ધારણ કરેલા સોના-ચાંદીના અમૂલ્ય આભૂષણો ઉતારી આપ્યાં હતાં. કિશોર-કિશોરીઓના દિલમાં પણ પૂજ્યશ્રીજી પ્રત્યે અપાર ચાહના હતી. મુંબઇમાં સાધર્મીઓના ઉત્થાન માટે ઉત્કર્ષ ફાળો ઉઘરાવવાનો પ્રસંગ હતો. પૂજ્યશ્રીજીએ આ માટે દૂધ ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગુરુભક્ત શ્રી ખીમજીભાઈ છેડાએ ૧૦૮ કાર્યકર્તાઓ સમક્ષ પ્રત્યેક વ્યક્તિએ બે હજાર રૂપિયા એકઠા કરવાની યોજના રજૂ કરી હતી. આ નિમિત્તે ભરાયેલીસભામાં રમીલા ચિમનલાલ નામની કિશોરીએ પણ પૂજ્ય ગુરુદેવ સારુ બે હજારનો ફાળો શેરીએ શેરીએ જઇ એકત્રિત કરવાની પ્રતિજ્ઞા લઈ ગુરુભક્તિનો પરિચય આપ્યો. જોકે તેણે જ્યારે એ સભામાં ઉપસ્થિત લોકોનો સંપર્ક કર્યો, તો તેના ફાળાની રકમ તરત જ એકઠી થઈ ગઈ ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ હતી. આબાલવૃદ્ધ સૌ સમાજના સઘળા લોકોમાં પૂજ્યશ્રીજી કેવા લોકપ્રિય હતા એનું પ્રમાણ આ ઘટનામાં સાંપડે છે. ઈ.સ. ૧૯૫૩નો ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવે મુંબઇના ભાયખલા વિસ્તારમાં કર્યો હતો. આઝાદીના પર્વ નિમિત્તે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી યશવંતરાય ચૌહાણની અધ્યક્ષતામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીજીની લોકપ્રિયતાથી અભિભૂત થઈ આસભાના સંચાલકોએ તેમને મુખ્યવક્તાના રૂપમાં ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. પૂજ્ય ગુરુદેવે એ સભામાં આદર્શ વહીવટકર્તા કેવો હોવો જોઈએ તથા પ્રજાની એના પ્રત્યે કેવી અપેક્ષાઓ હોઈ શકે એ વિશે સ્પષ્ટતાપૂર્વક નીડરતાથી વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થતાં મુખ્યમંત્રીશ્રીયશવંતરાય ચૌહાણે પૂજ્ય ગુરુદેવના ઉમદા વિચારોની પ્રશંસા કરી અને સભામાં ઉપસ્થિત રહેવા બદલ પૂજ્યશ્રીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. જૈન શાસનના આવા પ્રભાવક બહુમુખી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા, પ્રખર ચિંતકસમાજસેવક, ધર્મ પ્રભાવક લોકપ્રિય એવા આપણા ચારિત્રનાયક કલિકાલ કલ્પ, તિમિરતારિણી પૂજ્યાચાર્ય આચાર્ય ભગવંત શ્રીમદ્દવિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. આયુકર્મ પૂર્ણ થતાં તા. ૨૨-૦૯-૧૯૫૩ના રોજ મંગળવારની રાત્રેર-૩રક્લાકના સુમારે મહાપ્રયાણ કરી ગયા. પૂજ્ય ગુરુદેવના મહાપ્રયાણના સમાચાર ભારત, ઈંગ્લેન્ડ, અમેરિકા સર્વત્રટેલિફોન, તાર તથા રેડીયો દ્વારા પ્રસરી ગયા. પ્રાતઃકાળે જ્યારે પૂજ્યશ્રીજીના પાર્થિવનેગૌડીજી મહારાજના ઉપાશ્રયમાં લાવવામાં આવ્યો, ત્યારે તેમના અંતિમ દર્શન સારુ માનવ મહેરામણ ઉમટી પડ્યો. લોકોના ટોળેટોળાં આવતાં હતાં. ચિક્કાર ભીડ જામી હતી. પાયધુની તથા આસપાસની સડકો પર કીડિયારાની જેમ માનવમેદની ઉમટી હતી. પૂજ્યશ્રીજીના અંતિમ દર્શન સારુ સઘળા ફિરકાના સૌ શ્રાવકો ઉપરાંત હિંદુ, મુસ્લિમ, પારસી, શીખ, ઈસાઈ તમામ કોમના લોકો આવ્યા હતા. સઘળા ફિરકાના સાધુ-સાધ્વી ભગવંતો પણ આવ્યા હતા. પૂજ્યશ્રીજીના નિધનના સમાચારથી સમગ્ર મુંબઇ નગરી પર સન્નાટો છવાઈ ગયો હતો. તેમના માનમાં મુંબઈની શેરબજાર, ઝવેરી બજાર, સોની બજાર, રૂબજાર, કાપડ બજાર, મસ્જિદ બંદર રોડની બજારો સહિત શહેરની તમામ મુખ્ય બજારોએ રજા પાળી હતી. - નગરપાલિકાએ પણ પૂજ્યશ્રીજીનામાનમાં રજા જાહેર કરી હતી. ખૂબ અભૂતપૂર્વ અવિસ્મરણીય તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. બજારોમાં ઉમટેલી જનમેદનીના કારણે ક્યાંય તસુ ભારપગ મુકવાની જગ્યા બચી નહોતી. તમામ વર્ગના લોકો વેપારીઓ, અગ્રણીઓ, મહિલાઓ, આબાલવૃદ્ધ સૌ પૂજ્યશ્રીજીને અંતિમ વિદાય આપવા 'ઉમટી પડ્યા હતા. મુંબઇએ આવી અભૂતપૂર્વસ્મશાનયાત્રાઆ પૂર્વે નિહાળી નહોતી. ગુલાલના Page #60 -------------------------------------------------------------------------- ________________ ઢગલાઓથી રાજમાર્ગ લાલગુલાબી થઈ ઊઠ્યો હતો. ભવિષ્યમાં પૂજ્યશ્રીજીની પુણ્યભૂમિના દર્શનથી લોકો કૃતાર્થ થઈ શકે એટલે તેમના અગ્નિસંસ્કાર ભાયખલા જૈન મંદિરના પટાંગણમાં કરવાનું નક્કી થયું. એ માટે સરકારી મંજૂરી માંગવામાં આવી. મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોરારજીભાઈ દેસાઈએ તત્ક્ષણમંજૂરી આપી દીધી. ખરેખર આ સમગ્ર ઘટના પરથી અંદાજલગાવી શકાય કે પૂજ્યશ્રીજીની લોકચાહના કેટલી અજોડ હતી. પૂજ્યશ્રીજીના સ્વર્ગવાસના પગલે દેશ-વિદેશથી તાર-ટપાલમાં શોક સંદેશાઓની વણઝાર લાગી ગઈ હતી. અનેક અગ્રણીઓએ શોકાંજલિઓ અર્પી હતી. ભારતના વિવિધ ભાષાના લગભગ તમામ અખબારોએ મુખ્ય પૃષ્ઠ પર તેમને યુગદ્રષ્ટા... પંજાબના તારણહાર... સેવામૂર્તિ મહામાનવ... ગરીબોના બેલી... મધ્યમવર્ગના ઉત્કર્ષ કર્તા... જૈન સમાજના ભાગ્યવિધાતા...આર્યસંસ્કૃતિના યોગદાન કર્તા. શિક્ષણના પુરસ્કર્તા ક્રાંતિકારી શાંતિદૂત જેવા બિરૂદોથી સન્માનિત કરી તેમના જીવનવૃત્તાંતના મુખ્ય અંશો સાથે બિરદાવતા અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા. વિદેશના અખબારોએ પણ પૂજ્યશ્રીજીના નિધનની નોંધ લઈ અહેવાલો છાપ્યા હતા. ‘આવા યુગદ્રષ્ટા યુગે યુગે અવતરતા રહે જેમના થકી આત્મસાધના તથા ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં પ્રકાશ પથરાતો રહે..!' એવા શબ્દોથી પૂજ્યશ્રીજીને નવાજી એક અખબારે હૃદય સ્પર્શીશ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂજ્ય ગુરુદેવના સ્વર્ગારોહણના પ્રસંગ પર અનેક મહાનુભાવોએ શોક સંદેશા પાઠવ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી મોરારજીભાઈદેસાઇએ પોતાના શોકસંદેશામાં જણાવ્યું હતું... ‘એમનાં જીવન તથા કાર્ય પ્રણાલિનો મારા જીવન પર ખૂબ સરસ પ્રભાવ પડચો હતો... જૈનોની દાનવૃત્તિને તેમણે શિક્ષણ ભણી પણ વાળી હતી... ગરીબ વિદ્યાર્થીઓની સહાયતામાં તેમણે જાતિ અથવા ધર્મના ભેદભાવ રાખ્યા નહોતા... સામાજિક સુધારા અંગે પણતેમના વિચારો પ્રગતિશીલ રહ્યા હતા. તેમણે ખાદી ધારાગ કરી હતી... આવા આચાર્યશ્રીના જીવનમાંથી અનેક લોકોએ પ્રેરણા મેળવી હતી... એમના દેહવિલય પછી પણ એમની પ્રેરણાઓ કાર્યાન્વિત રહેશે...' ‘જલી જાતી છોને જીવન ધૂપસળી મહેંકતી મહેંકતી આ....’ પૂજ્યાચાર્ય પંજાબ કેસરી શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું સમગ્ર સેવા પરાયણ યોગનિષ્ઠ કર્મઠ જીવન ઉપરોક્ત પંક્તિને સાર્થક કરી જાય છે. નિઃસ્વાર્થ, નિર્લેપ મહાન યુગદ્રષ્ટા,અપ્રતિમ લોકચાહનાના સ્વામી પૂજ્ય ગુરુદેવ ભક્તોના હૃદય સમ્રાટ હતા, આજેપણ છે અને ભવિષ્યમાં પણ એમનું સ્થાન અણનમ અકબંધ રહેશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ 'ધર્મપ્રભાવળા-જીવન મંત્ર અનેક ઉપસર્ગો સહન કર્યા પછી કેવળજ્ઞાનને ઉપલબ્ધ થયેલા દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી જ્યારે કરુણાવશ આત્મજ્ઞાનનો એ મહાપ્રસાદ અજ્ઞાનમાં, અંધશ્રદ્ધા તથા અંધવિશ્વાસમાં આથડતા લોકોને વહેંચવા ગયા, ત્યારે પણ તેમને ઘણી જગ્યાએ લોકોએ હેરાન કર્યા, ભિક્ષાચરીન આપી, ગામમાં પ્રવેશવા ન દીધા, ક્યાંય અજાણ્યા ગોવાળે કાનમાં ખીલા ઠોકાતો ચંડકૌશિકે તેમને અમારી પ્રાણ હરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વીતરાગ પરમાત્મા ધર્મની કસ્તુરી વહેંચવાના કામમાંથી વિચલિત ન થયા. જગતના અન્ય આત્મજ્ઞાની મહાપુરુષોને પણ લોકોએ ખૂબ યાતનાઓ આપી છે. ઈસુ ખ્રિસ્તને ખીલા ઠોકી વધસ્તંભે લટકાવ્યા... અનલહકનો નાદ છેડનાર મંસૂરને ફાંસી દીધી. મહંમદ પયગંબરને મારી નાખવા પ્રયાસો કર્યા. સુકરાતને ઝેર આપ્યું. જેમ ભક્ત મીરાંબાઈને રાણાએ ઝેરનો પ્યાલો મોકલાવી મારી નાખવા પ્રયાસ કર્યો હતો, ઠીક એ જ પ્રમાણેનો વ્યવહાર ઘણા મહાપુરુષો સાથે થયો છે. પરંતુ કરુણાનિધિ, આત્મજ્ઞાની સંતો મહાત્મા સાધુ-ભગવંતોએ આવા દુન્યવી વ્યવહારો, ઉપસર્ગોથી ડરીને કદી પણ પોતાના ધર્મપ્રચાર દ્વારા આત્મજ્ઞાનના ખજાના લૂંટાવવામાંથી પાછી પાની કરી નથી. ધરમ બિના ધરમ બિના ધરમ બિના નર બાવરે તૂને હીરા જનમ ગંવાયારે, તૂને હીરા જનમ ગંવાયા.. આત્મજ્ઞાનના તૃષાતુર પરમાત્માના કોઈ મતવાલા મસ્ત સંતે સર્વથા ઉચિત વાત પોતાના ભજનમાં કરી છે. જીવનમાં શાશ્વત સુખનિજાનંદમાં છે. સાચું સુખ આત્મ ઓળખમાં છે. સાચી શાંતિ આત્મજ્ઞાન જ આપી શકે. જીવનનો ધ્યેય આત્મજ્ઞાન જ હોઈશકે અને આ દુર્લભ આત્મજ્ઞાનની પ્રાપ્તિ સારુઅહિંસા, અપરિગ્રહ, સત્ય, કરુણા, મૈત્રી, માધ્યસ્થી તથા પ્રમોદ ભાવના અને નિષ્કામ કર્મ જેવા સિદ્ધાંતોની સાચી સમજમુજબનું આચરણ એટલે જ ધર્મ. જે સાધુ ભગવંતોએ ધર્મનો સાચો અમીરસ ચાખ્યો છે,એ લોકો જ ધર્મની સાચી સમજણ સિદ્ધાંતોની સમજ દ્વારા આપી શકે અને આવા દયાળુ સંતપુરુષો જીવનમાં સતત સંઘર્ષ કરી વિવિધ ત્રિતાપો વેઠી, સાંસારિક પીડાઓનો સામનો કરી ધર્મની કસ્તુરી વહેંચતા છે. હજારો વર્ષોથી જૈન સાધુ ભગવંતો સર્વસ્વ ત્યાગી પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના આત્મકલ્યાણક સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કરતા આવ્યા છે અને એમના એ ધર્મપ્રચારના પરિણામે આજે જૈન ધર્મનું અસ્તિત્વ ટકી રહ્યું છે. જૈન ધર્મની પ્રભાવના સારુ આવા સમર્થ નિઃસ્વાર્થ સાધુ-ભગવંતોએ જે તે કાળમાં ભારે પુરુષાર્થ કર્યા છે. આવા પ્રભાવી ધર્મ પ્રચારકોએ ઘણીવાર ધર્મ પર આવેલી આપત્તિઓને હટાવી શાસનની શોભા વધારી છે. શ્રાવકોની પ્રાણ રક્ષા પણ કરી છે અને જૈન ધર્મના સિદ્ધાંતોથી અન્ય લોકોને માહિતગાર પણ કર્યા છે. ૧૪૪૪ ગ્રંથોના રચનાકાર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી મ.સા.એ પોતાના પ્રભાવથી અનેક ક્ષત્રિયોને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આચાર્ય શ્રી માનતુંગ સૂરિજી મ.સા., આચાર્ય શ્રી ખપટાચાર્યજી, આચાર્ય શ્રી Page #62 -------------------------------------------------------------------------- ________________ મીમી Page #63 -------------------------------------------------------------------------- ________________ Page #64 -------------------------------------------------------------------------- ________________ કલિકાચાર્યજી, આચાર્ય શ્રી મલ્લવાદીજી મ.સા. જેવા અનેક સામર્થશીલ ગુરુ ભગવંતોએ સમયે સમયે પોતાનાં શક્તિસામર્થ્યથી જિનશાસનની પ્રભાવના કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિજીએ પણ પોતાના જીવનકાળમાં કુમારપાળરાજાને પ્રતિબોધિત કરી જૈન ધર્મની પ્રભાવના કરી હતી. ૧૬મી સદીમાં શ્રી હીરવિજ્ય સૂરિજી મ.સા.એ પણ અકબર બાદશાહને પ્રતિબોધિત કરી જૈન ધર્મની પ્રભાવના કરી હતી. ત્યાર પછી વચ્ચે એક એવો સમયગાળો આવ્યો, જે દરમ્યાન જૈન ધર્મમાં અરાજકતા શિથિલતાનો પ્રવેશ થયો, પરંતુ ૧૯મી સદીમાં જૈન ધર્મના ભાગ્યવિધાતા બની એક તેજસ્વી મહાપુરુષે જન્મ લીધો. પૂજ્ય આત્મારામજી મ.સા. એ વીર પુરુષ હતા, જેમણે જૈન ધર્મમાં નવીન પ્રાણ સંચાર કર્યો. ન્યાયાભાનિધિ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. (પૂજ્ય આત્મારામજી મ.સા.) એ પોતાનું સમગ્ર જીવન ધર્મોત્થાન માટે અર્પણ કરી દીધું. એમણે આચાર્યપદવીની ફરીથી શરૂઆત કરાવી. પાલિતાણાની યાત્રા પુનઃ શરૂ કરાવી. આગમોના પ્રમાણ આપીદેવપૂજાનો પ્રારંભ કરાવ્યો. નવીન પાઠશાળાઓ શરૂ કરાવી. ઠેર ઠેર જિનાલયોનું નિર્માણ કરાવ્યું. ધાર્મિક પૂજાઓ માટેના સ્તવનો સજઝાયોની રચના કરી તથા પરમાત્માના દિવ્ય સિદ્ધાંતોનો પૂરા ભારતમાં પ્રચાર-પ્રસાર કરાવ્યો. એટલું જ નહીં, પરંતુ ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાની શિકાગો ખાતે મળેલી ‘વિશ્વ ધર્મ પરિષદમાં વીરચંદભાઈ ગાંધીને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલી જૈન ધર્મનો વિશ્વમાં પ્રચાર કરાવ્યો. અને આવા ક્રાંતિકારીયુગ પ્રવર્તક પૂજ્ય આત્મારામજી મ.સા.ના પ્રિય અનુગામી પ્રિય શિષ્યરત્ન બન્યા હતા, આપણાચારિત્રનાયક કલિકાલ કલ્પતરુ, આચાર્ય શ્રીમદ્ વિજ્યવલ્લભ સૂરીશ્વરજી મ.સા. જેવા ગુરુ એવાચેલા એવી કહેવત છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એકસમર્થ ગુરુ હતા અને તેમના પ્રતાપે જ સ્વામી વિવેકાનંદે પણ તેમના પ્રભાવશાળી શિષ્ય તરીકે નામ કર્યું હતું. પૂજ્ય આત્મારામજી મ.સા.નાસઘળા સદ્દગુણો તથા કાર્યપ્રણાલીનો વારસો પૂજ્ય ગુરુદેવમાં ઉતર્યો હતો. એટલે જ પૂજ્યશ્રીજીએ પણ ક્રાંતિકારી વિચારધારાને અપનાવી તેમના ગુરુદેવજીના આરંભેલા જિનશાસનના પ્રભાવનાના યજ્ઞને પ્રજવલિત રાખ્યો હતો. પોતાના ગુરુદેવજીની જેમ જ પોતે પાણકર્મયોગી બન્યા. સાધુતાને સાંગોપાંગ આત્મસાત કરી. ભૂખ, ટાઢ, તડકો, આહારપાણીની તકલીફો ઉઠાવી,અજાણ્યા વિક્ટ ખડકાળ પ્રદેશોમાં વિહાર કરી તેમણે ધર્મપ્રભાવનાની જ્યોતમાં પ્રાણ પૂર્યા હતા. પૂજ્યશ્રીજીએ પોતાના ગુરુદેવના અધૂરાં અપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા આજીવન પ્રયાસો કર્યા હતા. શિક્ષણ પ્રચાર, સમાજસુધારણા, વ્યસનમુક્તિ, રાષ્ટ્રસેવા, એકતા, કુરિવાજની નાબૂદી જેવા સામાજિક કાર્યો કરી તેમા સમાજને સ્વસ્થતા, સુદ્દઢતા આપવા પ્રયાસો કર્યા હતા. સ્વસ્થ શિક્ષિત મજબૂત સમાજ જધર્મને સાચી રીતે સમજી અપનાવી શકે. આવો સમાજ જ રાષ્ટ્રહિતની પ્રવૃત્તિમાં સહયોગી બની રાષ્ટ્ર તથા સમાજની સુરક્ષા કરી શકે. તેમની સુધારાવાદી પ્રવૃત્તિઓને સાંસારિક કાર્યો ગણાવી તત્કાલિન અન્ય ફિરકા તથા સમુદાયના લોકોએ પૂજાશ્રીજીનો વિરોધ પણ કર્યો, પરંતુ પૂજ્ય ગુરુદેવે સમતાભાવ સહનશીલતા કેળવી સહેજપાગ ચલાયમાન થયા સિવાય પોતાના કર્મયોગને ચાલુ રાખ્યો. કાળ, ક્ષેત્ર ભાવ ઈત્યાદિ વાતોને ધ્યાનમાં લઈ પૂજ્ય ગુરુદેવે પોતાના સમ્યક જ્ઞાન ( ૪૭, Page #65 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ દર્શન તથા સમ્યક્ ચારિત્ર્યયુક્ત વ્યક્તિત્વનો યથોચિત ઉપયોગ કરી ધર્મપ્રભાવના કરી હતી. જૈન દર્શન, હિંદુધર્મ, શીખ ધર્મ તથા અન્ય ધર્મોના સિદ્ધાંતોનો તલસ્પર્શીઅભ્યાસ તેમણે કર્યો હતો. વિનય વિવેક સમયસૂચકતા, કર્મઠતા પ્રમાદવૃત્તિનો ત્યાગ એ તેમનાં જમા પાસાં હતાં. ધર્મધ્યાન, સાધના, આરાધનાયુક્ત સંયમી જીવન હતું. એટલે તેમની વાણીમાં જ્ઞાન, પ્રભાવ, સંમોહન શક્તિનું સામર્થ્ય હતું. તેમના સાધુજીવનમાં પ્રભાવ હતો. નિર્ભેળ નિઃસ્વાર્થ સંયમી તેમનો વ્યવહાર હતો. સમતાભાવણા, મૈત્રી, પ્રમોદ તથા માધ્યસ્થી ભાવના તેમણે આત્મસાત્ કરી હતી. આ સઘળા સદ્દગુણ્ય ધરાવતા પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વમાં નિખાર આવ્યો હતો. એટલે તેમના વાણીવર્તન, વહેવાર તથા ઉપદેશની જનમાનસ પર એક વિશિષ્ટ અસર પેદા થતી હતી અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિ પૂજ્યભાવથી પ્રેરાઈ તેમની ભકત બની જતી હતી. જ્ઞાનની સાથે સાથે તર્કશક્તિ પણ તેમની અજોડ હતી, એટલે તર્કવાદીઓ પણ તેમના સંસર્ગમાં આવી તેમના ભક્ત બની જતા હતા. તેમના આવા બહુ આયામી પ્રભાવી વ્યક્તિત્વનાકારણે પૂજ્યશ્રીજી પોતાના જીવનકાળમાં જૈન ધર્મની ખૂબ સારી પ્રભાવના કરી શક્યા હતા. પૂજ્ય ગુરુદેવે ધર્મપ્રભાવના અંતર્ગત અન્ય સુધારણાઓની પ્રવૃત્તિઓ કરાવવા પોતાની લોકચાહનાનો સરસ ઉપયોગ કર્યો હતો. ઝગડિયામાં ગુરુકુળનીસ્થાપનાની વાત હોય, મુંબઇમાં ઉત્કર્ષ ફાળો એકત્ર કરવાની વાત હોય કે ગુજરાવાલામાં પૂજ્ય આત્મારામજી મ.સા.ના સમાધિ સ્થાને ગુરુકુળ બનાવવાની યોજના હોય, પૂજ્યશ્રીજીએ આવા ઘણા પ્રસંગોએ તેમના પ્રિય ભક્તો સમક્ષ ઘી, ગોળ, ખાંડ તથા એમાંથી બનતા વ્યંજનોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞાઓકરી, આવા સઘળા કાર્યો ઝડપથી પરિપૂર્ણ કરાવ્યા હતા. આ વાત તેમની કુશાગ્ર બુદ્ધિમત્તાના સદુપયોગની સાક્ષી સમાન છે. જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતની તાકાતનો વિશ્વ વ્યાપી પ્રયોગ તત્કાલીન લોકપ્રિય લોકસેવક પૂજ્ય મહાત્મા ગાંધીજીએકર્યો હતો. અંગ્રેજો સહિત વિશ્વની અન્ય પ્રજાઓ અહિંસાની શક્તિના પરિણામો જોઈ વિસ્મય પામ્યાં હતાં. વિશ્વમાં વ્યાપેલી અરાજકતા, સામ્રાજ્યવાદ, શોષણ, યુદ્ધો આ સઘળાં અનિષ્ટોને મિટાવવાની શક્તિ જૈન ધર્મના અહિંસા, અપરિગ્રહ, કર્મવાદ, કરુણા, મૈત્રી, માધ્યસ્થી તથા પ્રમોદ ભાવનાના સિદ્ધાંતોમાં નિહિત છે. એટલે જો વિશ્વની પ્રજાઓ જૈન ધર્મથી પરિચિત થાય તો સમગ્ર માનવજીવનમાં આમૂલ કાંતિ થઈ શકે અને મનુષ્યજીવનનો હેતુ સિદ્ધ થઈશકે. પૂજ્યશ્રીજી આ વાત સુપેરે સમજતા હતા, એટલે તેમણે જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવવાની દિશામાં પ્રયત્નો પણ કર્યા હતા. આ અનુસંધાનમાં જ તેમણે ગુજરાતના જૈન ધર્મના પંડિત ફતેહચંદજીને વિદેશોમાં મોકલી જૈન ધર્મનો પ્રચાર કરાવવા સંનિષ્ઠ પ્રયાસો કરાવ્યા હતા. જર્મની તથા હંગેરીના વિદ્વાનો જૈન ધર્મના સિદ્ધાંતો પર સંશોધન કરતા હતા. ધર્મપ્રભાવનાની દિશામાં પૂજ્ય ગુરુદેવના આ નિષ્ઠાયુક્ત પ્રયાસો હતા. દેશ-વિદેશના બુદ્ધિવાદી વિચારકો ભારતમાં આવી જૈન ધર્મનો તલસ્પર્શીઅભ્યાસ કરી શકે અને ત્યારબાદ એવા વિચારકો વિશ્વકક્ષાએ જૈન ધર્મના સિદ્ધાંતોની સુવાસ સર્વત્ર ફેલાવે, એવા શુભાશયથી જ પૂજ્યશ્રીજીએ મુંબઇના રોકાણ દરમ્યાન તેમની અંતિમ અવસ્થાના વર્ષોમાં જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના થાય એવી ભાવના સેવી હતી. ૪. Page #66 -------------------------------------------------------------------------- ________________ કમનસીબે તેમની આવી દૂરંદેશિતાને પીછાણવાની ત્રેવડ આજ સુધી જૈન ધર્માવલંબીઓ કેળવી શકશાનથી! કરોડોનાદાન આપનારા દાનવીરોની આજે જૈન સમાજમાં ખોટ નથી, છતાં પણ પૂજ્યશ્રીજીનું એસાર્થક સ્વપ્ન સાકાર થઈ શક્યું નથી. એકસામર્થ્યશીલ લોકપ્રિયતાના ઉચ્ચ શિખરે બિરાજમાન થાય એવા સાધુ બનવાની ભવિષ્યવાણી તો વિ.સં. ૧૯૪૩ માં રાધનપુરના પૂજ્યશ્રીજીની દીક્ષાનું મુહૂર્ત કાઢનાર જ્યોતિષીએ કરી જ હતી અને તેને મંજૂરીની મહોર પૂજા આત્મારામજી મ.સા.એ તતક્ષણ લગાવી દીધી હતી. સામર્થ વિનાની સાધુધર્મપ્રભાવનાની જવાબદારી નિભાવી શકે ખરો? પૂજ્યશ્રીજી સામર્થ્યશીલ સાધુ હતા અને ધર્મ પ્રભાવનાની જવાબદારી તેમણે સરસ રીતે નિભાવી જાણી હતી. વિ.સં. ૧૯૪૩ના વૈશાખ સુદ-૧૩ના દિવસે દીક્ષા પ્રદાન કરાયા પછી આપણા ચારિત્રનાયકને વિજયવલ્લભ નામ આપતા પૂજ્ય આત્મારામજી મ.સા.એ કહ્યું હતું. ‘આજ સાધુ ભવિષ્યમાં પંજાબનો ઉદ્ધાર કરશે એટલે જ તેનું નામ “વિજયવલ્લભ' સર્વથા યોગ્ય રહેશે...” જ્ઞાની ગુરુદેવની આ ભવિષ્યવાણી પણ પૂજ્યશ્રીજીના શક્તિ સામર્થની તરફેણ કરે છે અને પૂજ્યશ્રીજીનું સમગ્ર જીવન જોતાં આ વાત સત્ય સાબિત થતી જણાય છે. અત્રે પૂજ્ય ગુરુદેવના જીવનનાકેટલાક પ્રસંગો, ઘટનાઓથકી તેમની ધર્મપ્રભાવનાની પ્રવૃત્તિને સમજવા પ્રયાસ કરીશું. પૂજ્ય આત્મારામજી મ.સા.ના સત્યધર્મના પ્રચારના કારણે પંજાબમાં વસતા બુદ્ધિજીવી લોકો ધીરે ધીરે મૂર્તિપૂજકપરંપરા અપનાવવા લાગ્યા હતા. પરિણામે સ્થાનકવાસી પરંપરાના સાધુઓ ચિંતિત થયા. પોતાના અનુયાયીઓની સંખ્યા ઘટીન જાય તે માટે તે લોકો મૂર્તિપૂજક પરંપરા સામે ભ્રામક પ્રચાર કરવા લાગ્યા હતા. સાધ્વી શ્રી પાર્વતી મહારાજ તે સમયે પંજાબમાં સ્થાનકવાસી પરંપરાના ગણનાપાત્ર પ્રભાવી હસ્તી હતાં. એમની નામના હતી. તેમની પ્રત્યેક વાતને લોકો સાચી માની લેતા. આ સાધ્વીજી મહારાજે તે સમયે જ્ઞાન દીપિકા'નામની શાસ્ત્રોના પ્રમાણ વિનાની ઉટપટાંગ વાતો ધરાવતી પુસ્તિકા લખી હતી. આની પાછળ એવો હેતુ હોય કે મૂર્તિપૂજક પરંપરા અપનાવતા ભક્તોના હૃદયમાં આ પુસ્તિકાની વાતો શંકા જગાડે અને એ લોકો સ્થાનકવાસી પરંપરામાં જ રહે. આ પુસ્તિકાથી પ્રાચીન જૈન ધર્મના કેટલાક સિદ્ધાંતોને હાનિ થવાની સંભાવના હતી. આ અનર્થ અટકાવવા પૂજ્ય ગુરુદેવે પૂજ્ય આત્મારામજીની આશિષ લઈ એક ‘ગપ્પદીપિકા સમીર' નામની પુસ્તિકા પ્રકાશિત કરાવી. એ પુસ્તિકાએ લોકમાનસ પર જબરદસ્ત પ્રભાવ પાથર્યો. 'જ્ઞાનદીપિકા’ની ભ્રામક વાતો નિપ્રભાવી પુરવાઈથવા લાગી. આમ સ્થાનકવાસી પરંપરાના પ્રભાવમાંથી સત્યના ઉપાસક ભક્તો મુક્ત થઈ મૂર્તિપૂજક થયા તો સાથે સાથે જૈન ધર્મના પ્રાચીન સિદ્ધાંતોની પણ જાળવણી થઈ શકી. સંવત ૧૯૫૩માં પંજાબના રામનગર મુકામે પૂજ્ય ગુરુદેવ પોતાના વયસ્ક સાધુ ભગવંતો સાથે રોકાયા હતા. આ ગામમાં પૂજ્યશ્રીજી પ્રભાવી શૈલીમાં સુંદર પ્રવચનો આપતા હતા. તેમની વ્યાખ્યાન શૈલી તથા જ્ઞાનની વાતોથી પ્રભાવિત થઈ અનેક જૈનેતર લોકો પણ - - - ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ તેમને સાંભળવા રસપૂર્વક આવતા હતા. સૌતેમના ભક્ત થઈ ગયા હતા. પૂજ્યશ્રીજીની વિહારની વેળા આવી. રામનગરના પોસ્ટ માસ્તર શીખ કરતારસિંહજીની આગેવાનીમાં લોકોએ એક માસ ત્યાં રોકાઈ જવાની પૂજ્યશ્રીજીને વિનંતી કરી. પૂજ્યશ્રીજીની જ્ઞાનવાણીનો લાભ મેળવવા કરતારસિંહજી સપરિવાર નોકરી ધંધો છોડી વયસ્ક સાધુ ભગવંત શ્રીકુશલવિજયજી સામે ભૂખ હડતાળ પર ઉતરી ગયા. છેવટે શ્રીકુશલવિજયજી મ.સા. એ પૂજ્યશ્રીજીને રામનગરમાં એક મહિનો રોકાઈ જવાની રજા આપી. એ મહિના દરમ્યાન પૂજ્યશ્રીજીએ ખૂબ જ મનનીય હૃદયદસ્પર્શી પ્રવચનો આપી ધર્મની ભારે પ્રભાવના કરી. એક વાર અંબાલાથી વિહાર કરી પૂજ્યશ્રીજી પટિયાલા રાજ્યના સમાના મુકામે પધાર્યા. એક જ્ઞાની વિદ્વાન સેવાભાવી સમર્થ સાધુ તરીકે જાણીતા થયેલા પૂજ્યશ્રીજીના પ્રવેશના વરઘોડામાં, એ ગામમાં પાંચ જ મૂર્તિપૂજક શ્રાવકોના ઘર હોવા છતાં, બાકીના તમામ સ્થાનક્વાસી શ્રાવકો પણ જોડાયા હતા. સૌએ પૂજ્ય ગુરુદેવનું ભાવભીનું સ્વાગત કર્યું. ઉપાશ્રયમાં પૂજ્યશ્રીજીએ હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. તેમના ઉપદેશના પ્રભાવથી સત્ય ધર્મના દર્શન થતાં કેટલાક સ્થાનકવાસીઓએ પુનઃ વીતરાગનો શુદ્ધધર્મ અંગીકાર કર્યો. સમાના ગામમાં જ સૂરનમલ નામના સ્થાનકવાસી શ્રાવકે પૂજ્યશ્રીજી સામે શાસ્ત્રોક્ત ચર્ચા કરી, પરંતુ થોડીવારમાં જ તેઓ પરાસ્ત થઈ ગયા. તેમણે પૂજ્યશ્રીજી સામે પ્રસ્તાવ મૂક્યો, ‘હું મારા ગુરુદેવ પૂજ્ય સોહનલાલજીને આપની સાથે શાસ્ત્રોક્ત ચર્ચા કરવા અહીંયા તેડાવું. જો અમારા ગુરુદેવ ચર્ચામાં હારી જશે તો હું શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા અપનાવી લઈશ અને જો આપ હારી જાઓ તો આપે સ્થાનકવાસી બનવું પડશે એ મારી શરત છે.’ પૂજ્ય ગુરુદેવે એ શરત સ્વીકારી લીધી, કારણ કે મૂર્તિપૂજક પરંપરા તો પ્રાચીન જૈન ધર્મના શુદ્ધ સિદ્ધાંતો પર ચાલતી હતી અને તેમણે જૈન ધર્મનો તલસ્પર્શી અભ્યાસ પણ કર્યો હતો. સ્થાનકવાસી પરંપરામાં પૂજ્ય સોહનલાલજીનો ત્યારે ખૂબ સારો પ્રભાવ હતો. તેઓ બુદ્ધિશાળી હતા. પોતાની મર્યાદાઓ જાણતા હતા, એટલે તેમણે આવો શાસ્ત્રાર્થ ન થાય તે માટે બધા પ્રયાસો કર્યા. સાથે સાથે ભક્ત સૂરનમલ તથા બીજાઓમાં પોતાનું સ્થાન ને પ્રભાવ જળવાઈ રહે તેવા પ્રયાસો પણ ચાલુ રાખ્યા. તેમ છતાં શાસ્ત્રાર્થ કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી એટલે તેમણે કર્મચંદજી નામના સાધુ મહારાજને પોતાના પ્રતિનિધિરૂપે મોકલ્યા. એ શાસ્ત્રાર્થની સભામાં યતિ બક્ષીજી નિર્ણાયક હતા. કર્મચંદજીએ યતિજીને વિવાદાસ્પદ પાઠ બતાવ્યો. યતિજીએ જૈન તત્ત્વાદર્શ સાથે પાઠની સરખામણી કરવા જણાવ્યું. કર્મચંદજીએ અંગૂઠા નીચે એ પંક્તિને સંતાડી દીધી, જેમાં પૂજા કરવાની વાત લખેલી હતી. યતિજીએ તેમનો અંગૂઠો હટાવીને એ પંક્તિને સ્પષ્ટપણે વાંચી સંભળાવી. આમ સ્થાનકવાસીઓની હાર થઈ. સત્યધર્મનો વિજય થયો. પૂજ્ય સોહનલાલજીનો પ્રભાવ ઘટચો. ઉપરોક્ત ઘટના પછી પૂજ્યશ્રીજી વિહાર કરી નાભા પધાર્યા. અહીંયા પૂજ્ય સોહનલાલજીનાં ભક્તો વધુ હતા. એટલે પોતાની આબરૂ બચાવવાસ્થાનકવાસીઓ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા તથા પૂજ્યશ્રી વિરૂદ્ધ અપપ્રચાર કરતા હતા. એ લોકો કહેતા હતા, ‘શ્વેતાંબરોમાં એવું કોઈનથી જે અમારી સાથે શાસ્ત્રાર્થ કરી શકે !' no Page #68 -------------------------------------------------------------------------- ________________ નાભાના મહારાજા હીરાસિંહજી ધર્મનિષ્ઠ સાધુ સંગતના પ્રેમી શ્રદ્ધાળુ આદમી હતા. પૂજ્યશ્રીજીની ખ્યાતિથી પ્રભાવિત થઈ તેમને સાદર દરબારમાં તેડાવ્યા. શાસ્ત્ર ચર્ચા દરમ્યાન પૂજ્યશ્રીએ દરેક ધર્મમાં અહિંસાનો સિદ્ધાંત કેવી રીતે કાર્ય કરે છે, તે સુંદર રીતે સમજાવ્યું. સૌ દરબારીઓ તથા મહારાજ પ્રસન્ન થયા. આ જ્ઞાનચર્ચા દરમ્યાન મહારાજાના બાળપણના મિત્ર વિષગવપંથી લાલા જીવારામ અગ્રવાલ પણ ઉપસ્થિત હતા. તેઓ એટલા પ્રભાવિત થયાકે ત્યારબાદ તે નિયમિતપણે પૂજ્યશ્રીજીના વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. પૂજ્યશ્રીજી સાથે તેમના આત્મીય સંબંધો કેળવાઈગયા. એકવાર પૂજ્ય ગુરુદેવે તેમને કેટલાક ધાર્મિક પ્રશ્નોના ઉત્તર લાવી આપવા જણાવ્યું. આડકતરી રીતે તો મહારાજા હીરાસિંહજી સ્થાનકવાસી પરંપરાના શ્રી સોહનલાલજીને દરબારમાં બોલાવી તેમની સાથે નિર્ણયાત્મક શાસ્ત્રાર્થ કરે એવી ભાવના પૂજ્યશ્રીજીની હતી. આમ થાય તો શ્રી સોહનલાલજી દ્વારા ચલાવાતાઅપપ્રચારનો અંત આવે એવી સંભાવના હતી. લાલાજીવારામે તો શાસ્ત્રાર્થનું આયોજન મહારાજાના દરબારમાં ગોઠવી દેવડાવ્યું. - શ્રી સોહનલાલજીને ભય હતો કે રાજદરબારના શાસ્ત્રાર્થમાં તેમની હાર થશે, એટલે પોતાની પ્રતિષ્ઠાને ઓછી હાનિ થાય એટલા માટે તેમણે તેમના શિષ્ય શ્રી ઉદયચંદ્રજીને શાસ્ત્રાર્થ કરવા મોકલી આપ્યા. એમણે લેખિતમાં જણાવ્યું હતું કે જો શ્રી ઉદયચંદ્રજી હારી જશે તો એ હાર પોતાની જ ગણાશે. નાબાના દરબારમાં દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. એ શાસ્ત્રાર્થના અંતમાં શ્રી સોહનલાલજીના પક્ષનો પરાજય થયો. સ્થાનકવાસીઓની પ્રતિષ્ઠા ઝંખવાણી, નાભાના શાસ્ત્રાર્થ પર પાછળથી એકપુસ્તિકા પણ પ્રકાશિત થઈ હતી. આ પ્રમાણે પંજાબમાં મૂર્તિપૂજકો વિરૂધ્ધ ચાલતા અપપ્રચારનો અંત આવ્યો. પૂજ્યશ્રીજી દ્વારા ધર્મની સારી પ્રભાવના થઈ. વિ.સં. ૧૯૫૦ નો ચાતુર્માસ પૂજ્યશ્રીજીએ સમાનામાં જ કર્યો. આ વિસ્તારમાં સ્થાનકવાસીઓનું પ્રભુત્વ હતું. વળી તેમના પૂજ્ય શ્રી સોહનલાલજીનો શાસ્ત્રાર્થમાં પરાભવ થયો હતો. પર્યુષણના પર્વ દરમ્યાન ગામમાંથી પરમાત્માની શોભાયાત્રા નહીં કાઢવા દેવા સ્થાનકવાસીઓ કામે લાગ્યા હતા. પૂજ્યશ્રીજીના જૈન જૈનેતર ભક્તોએ પૂજ્ય ગુરુદેવને પૂરો સહયોગ આપ્યો. પન્નાલાલજી જેવા પહોંચેલા ગુરુભક્ત અંગ્રેજ સરકારમાંથી પરવાનગી લઈ આવ્યા. પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો અને ખૂબ ધામધૂમથી જૈન જૈનેતર ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં શોભાયાત્રા નિર્વિદને કાઢવામાં આવી. આમ સત્યધર્મની પરંપરા જળવાઈ અને ધર્મ પ્રભાવનામાં અભિવૃદ્ધિ થઈ. આપણે જોઈ ગયા કે પંજાબમાં સ્થાનકવાસી પરંપરાનું ભારે પ્રભુત્વ હતું. એટલે આગમાં સંમત મૂર્તિપૂજાના તથા અન્ય સત્ય સિદ્ધાંતો પર ચાલતા મૂર્તિપૂજકપરંપરાનો પ્રચાર પંજાબમાં કરવો લોઢાના ચણા ચાવવા સમાન કામ હતું. પૂજ્ય આત્મારામજી મ.સા.એ પોતાનું સમગ્ર જીવન સત્યધર્મનીવરીપર અર્પણ કરી દીધું હતું. પોતાના એમહાન ગુરુદેવના આદેશને શિરોમાન્ય કરીપૂજ્યશ્રીજી પંજાબના એવા વિસ્તારોમાં પણ વિહાર કરતા હતા, જ્યાં રથાનકવાસી પરંપરાનું જોર વધુ હોય. આકામ એટલું સરળ નહોતું. સમાનાથી વિહાર કરી પૂજ્યશ્રીજી ધર્મપ્રભાવના સારુરાયકોટ પધાર્યા. આ ગામમાં શ્વેતામ્બરપંથી એક પણ શ્રાવકનું ઘર નહોતું. પૂજ્યશ્રીજી આ Page #69 -------------------------------------------------------------------------- ________________ વાત જાણતા હતા. આ ગામમાં પૂજ્યશ્રીજી એક મહિનો રોકાયા. સમગ્ર મહિના દરમ્યાન તેમણે સત્યધર્મના સિદ્ધાંતોને અનુલક્ષીને પ્રભાવી પ્રવચનો આપ્યા. ધાર્મિક કાર્યક્રમો સંપન્ન કરાવ્યા. સ્વાભાવિક રીતે જસ્થાનકવાસીઓએ પૂજ્યશ્રીજીને આહારપાગીનો લાભ સુદ્ધાં ન આપ્યો. પરંતુ પૂજ્યશ્રીજી અવિચળ રહ્યા. શ્વેતાંબર પરંપરાનું ધર્મબી જ તેમને અહીં રોપવું હતું અને સઘળા પરિસહ ભોગવી તેમણે એ બેય પરિપૂર્ણ કરી બતાવ્યું. ધર્મપ્રભાવના સારુ પૂજ્ય ગુરુદેવની સઘળી તૈયારીઓ હતી. એટલે આવા પરિસહો તેમના નિર્ધારને ડગાવી શકતા નહીં. - પૂજ્ય ગુરુદેવ મહાન કર્મયોગી હતા. જીવનની પ્રત્યેક પળનો તેમણે ધર્મ સંવર્ધનના કામ માટે ઉપયોગ કર્યો હતો. એકવાર લુધિયાણાના ચાતુર્માસ દરમ્યાન દિવસો સુધી જીર્ણ તાવથી તેઓ પીડાતા રહ્યા, છતાં તેમણે શારીરિક તથા માનસિક સ્વસ્થતા જાળવી રાખીનિક ક્રિયાઓ રાબેતા મુજબ ચાલુ રાખી હતી. સમયસર વ્યાખ્યાન આપવું, ભક્તોની સારસંભાળ લેવી, સમાજને માર્ગદર્શન આપવું તથા સાધુભગવંતોને નિયમિત પાઠ આપવા જેવી સઘળી પ્રવૃત્તિઓ તેમણે સ્વસ્થતાથી પાર પાડી ધર્મ સંવર્ધન પ્રત્યેની ફરજ પોતાની પૂર્ણ નિષ્ઠાથી બજાવી હતી. પંજાબનાસ્થાનકવાસીઓના માટે પૂજ્યશ્રીજી પડકારરૂપ હતા. સમાના તથાનાભા ગામના શાસ્ત્રાર્થમાં તેઓ પરાજિત થયા હતા. લુધિયાણા તથા અમૃતસરમાં પણ તેમની પીછેહટ થઈ હતી. પૂજ્યશ્રીજીની છત્રછાયામાં શ્વેતાંબર પરંપરાના શ્રાવકો ઉત્સાહ ઉમંગથી ધાર્મિક ઉત્સવો મનાવી ધર્મપ્રભાવના કરતા હતા. વર્ષો પછી પૂજ્ય ગુરુદેવ ચાતુર્માસ કરવા ગુજરાત ભણી વિહાર કરી ગયા, એટલે સમસમીને બેસી રહેલા સ્થાનકવાસી પરંપરાના સાધુઓને મોકળું મેદાન મળી ગયું. તેમણે હારનો બદલો લેવાયુક્તિ પ્રયોજી. - પૂજ્ય આત્મારામજી મ.સા.એ લખેલા અજ્ઞાનતિમિર ભાસ્કર” નામના ગ્રંથના એ ભાગનો ઉર્દુમાં અનુવાદકરાવ્યો, જેમાં હિંદુ ધર્મના ગ્રંથોમાં હિંસાની વાતોનો ઉલ્લેખ કરાયો છે. આવા વિવાદાસ્પદપ્રકરાગનું ઉદ્ગમાં પ્રકાશન કરાવી તેમણે પંજાબમાં એ સાહિત્યનો પ્રચાર કર્યો. ગુજરાવાલાના હિંદુઓને તેમણે ઉશ્કેર્યા. હિંદુશાસ્ત્રના પંડિતો શ્વેતાંબરપંથીઓ સાથે શાસ્ત્રાર્થ કરી તેમને પરાજિત કરે તે માટેની સઘળી જવાબદારી તથા ખર્ચ સ્થાનકવાસીઓ ઉપાડવા તૈયાર થઈ ગયા. હિંદપંડિતો તથા શ્વેતાંબરપંથીઓનાશાસ્ત્રાર્થની વાતો ચર્ચાવા લાગી. આચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરિજી તથા અન્ય સાધુ ભગવંતો ત્યારે પંજાબના ગુજરાંવાલામાં હતા, પરંતુ શાસ્ત્રાર્થ કરવાની તેમની ક્ષમતા નહોતી. તેમણે લાલા જગન્નાથજી સાથે આ બાબતની જાણ કરતા બે પત્રો પૂજ્ય ગુરુદેવ પાસે મોકલાવ્યા. તાર પણ કરવામાં આવ્યા. શાસ્ત્રાર્થ કરવા તેમને તાત્કાલિક ગુજરાંવાલા આવી જવા જણાવાયું. પોતાના પૂજ્ય ગુરુદેવ આત્મારામજી મ.સા.ના સત્યકથનોને પડકારવામાં આવ્યા હતા. તેનો જડબાતોડ જવાબ ન અપાય તો સમગ્ર જૈન ધર્મની શાખને આંચ આવે, પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય તેવી નાજુક પરિસ્થિતિ હતી, એટલે પૂજ્ય ગુરુદેવને સમાચાર મળતાં જ જેઠ માસના ધોમધખતા તાપમાં ભયંકર ગરમીમાં પણ ખુલ્લા પગે ચારસો માઈલનો ઉગ્ર વિહાર ગુજરાંવાલા ભણી શરૂ કર્યા. Mિવાઈથી પોતાના શિષ્ય મુનિ શ્રી સોહનવિજયજીને પણ સાથે લીધા. પ્રતિ પર WWW.jainelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ દિન વીસ માઈલનો ઉગ્ર વિહાર કરતા પગમાં છાલાં પડી ગયાં, લોહી નીકળવા લાગ્યું. આહારપાણીની તકલીફો પણ વેઠી. અમૃતસરમાં મુનિરાજ શ્રી સોહનવિજયજીની આંખના ઉપચાર સારુ આઠ દિવસ રોકાઈ જવું પડ્યું. છતાં તેજ ગતિથી પૂજ્યશ્રીજી ધર્મરક્ષા સારુ આગળ વધતા રહ્યા. લાહોર થઈ સાંજેરાવીને કિનારે આવેલી શીખોની ધર્મશાળામાં તેઓ રોકાયા. ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે એ વિવાદાસ્પદ બાબતમાં મધ્યસ્થી લોકોએ નિર્ણય આપી દીધો છે. તેમાગે પૂજ્ય આત્મારામજી મ.સા.એ રચેલા અજ્ઞાનતિમિરભાસ્કર' ગ્રંથને સત્યપૂર્ણ ઘોષિત કર્યો છે.” સમાચાર જાણીપૂજ્યશ્રીજી પ્રસન્ન થયા. પૂજ્યશ્રીજીનો પ્રભાવ કામ કરી ગયો. વળી સત્ય હકીકત સામે જુકો પ્રચાર લાંબો ટકી શકવાનો જ નહોતો. આ સમગ્ર પ્રસંગમાં પૂજ્ય ગુરુદેવની ધર્મરક્ષા માટેની ધર્મદાઝતથા તે માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારીનાં દર્શન થાય છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા અન્ય પ્રાંતોમાં ધર્મપ્રચાર માટે સાધુઓની આવશ્યકતા હતી, પરંતુ પૂજ્યશ્રીજી પોતાના ગુરુદેવના સમયથી નક્કી થયેલા નિયમોનું પાલન કરીને જ નવોદિત મુમુક્ષુઓને દીક્ષા આપતા. કોઈપણ વ્યક્તિને દીક્ષા આપતા પહેલાં તેની ઈચ્છાશક્તિ, એય, યોગ્યતાની તેઓ ચકાસણી કરતા. દીક્ષાવાંચ્છુના પરિવારના સભ્યોની અનુમતિ વિના તેને દીક્ષા આપતા નહીં. દીક્ષા આપતા પહેલાં થોડા દિવસ તે વ્યક્તિને સાથે રાખી કઠોર સાધુજીવન જીવવાની તેનામાં ક્ષમતા છે કે નહીં તેનો કયાસ કાઢયા પછી,સઘળી વાતોનો મેળ ખાતો તે પછી જ તે વ્યકિતને પૂજ્ય ગુરુદેવ દીક્ષા આપતા. આમ કરવાથી ધર્મ વિષયકકોઈ સમસ્યા પેદાન થાય અને ભવિષ્યમાં ધર્મની ગરિમા જળવાઈ રહે, પ્રતિષ્ઠા હાનિ ન થાય એવાતનો ખ્યાલ રહેતો. ધર્મસંવર્ધન માટે આબાબત અનિવાર્ય હતી. પૂજ્ય ગુરુદેવના દીક્ષા સંબંધી આવા માપદંડોના કારણે તેમના સમયમાં ખોટી વ્યક્તિને દીક્ષા અપાતી નહીં અને પરિણામે જૈન ધર્મ વિશે જાહેરમાંકદીપણ કોઈ પ્રકારના વાદવિવાદ સર્જાયા નહોતા. ધર્મની બદનામીન થવી એ પણ ધર્મરક્ષાનો એક ભાગ જ છે. પાલનપુરના ચાતુર્માસ દરમ્યાન કલક્તાથી બાબુ ભંવરસિંહજી દીક્ષાની ભાવનાથી પૂજ્ય ગુરુદેવ પાસે આવ્યા હતા. પૂજ્યશ્રીજીએ દીક્ષાવાંચ્છ ભાઈની માતાને મુર્શિદાબાદતાર કરી તેડાવ્યા. તેમણે ભંવરલાલજીને માતાને સોંપી કહ્યું, ‘તમે તમારા ચિરંજીવીને સમજાવો. અમે તમારી અનુમતિ વિનાદીક્ષા નહીં આપીએ. માતાએ ભંવરલાલજીને ખુબ સમજાવ્યા, પરંતુ ત્યાગ ભાવનાથી રંગાયેલા ભંવરલાલજી અચળ રહ્યા. છેવટે માતાએ અનુમતિ આપી અને પાલનપુરમાં વિ.સં. ૧૯૬૬માં ભંવરલાલજીને ધામધૂમપૂર્વક દીક્ષા આપવામાં આવી. પૂજ્ય ગુરુદેવની પ્રતિભાથી પ્રભાવિત થયેલા વડોદરાના સંસ્કૃતિ પ્રેમી મહારાજા ગાયકવાડે પણ તેમને સાર તેડાવ્યા હતા. તે જમાનામાં વડોદરાના ન્યાયમંરિજેવા સાર્વજનિક સ્થળે માત્ર અત્યંત પ્રભાવશાળી તેજસ્વી મહાન હસ્તીઓના પ્રવચન જ ગોઠવાતાં, સામાન્ય વ્યાખ્યાનકાર એ સ્થળનો ઉપયોગ કરી શકતા નહીં. મહારાજાએ આવા ન્યાયમંદિર ખાતે પૂજ્યશ્રીજીના સાર્વજનિકધર્મ”ના વિષય પરબે જાહેર પ્રવચનો રાખ્યા હતા. એ ઐતિહાસિક પ્રવચનોમાં રાજવી પરિવારના સભ્યો, જેનો ઉપરાંત જૈનેતર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત (પ૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ રહ્યા હતા. પૂજ્યશ્રીજીના એ પ્રભાવી વ્યાખ્યાનોથી લોકો ભાવવિભોર થયા હતા. જૈનધર્મના એક જ્ઞાની ધ્યાની, કર્મયોગી પ્રભાવી સાધુ તરીકે પૂજ્યશ્રીજીને વિશાળ જનમેદનીએ પીછાણી તેમને વધાવી લીધા હતા. તત્કાલિન ગુજરાતી અખબારોએ પણ આ પ્રસંગના અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. આમ જોતાં જૈન ધર્મના પ્રભાવી સાધુ તરીકે પૂજ્યશ્રીજીને મળેલી નામનાએ જૈન ધર્મની સુંદર પ્રભાવના કરી એમ માની શકાય. નવસારી પાસે કરચલિયા નામના ગામમાં જૈન શ્રાવકોના લગભગ ૩૫ જેટલાં ઘર હતાં, છતાં ગામમાં દેવપૂજા માટે એક પણ જિનાલય નહોતું. કરચલિયાથી ત્રણેક કિ.મી.ના અંતરે આવેલા વાણિયાવાડ નામના ગામમાં પરમાત્મા શ્રીસંભવનાથ દાદાનું મંદિર હતું, જેની દેખરેખ કરચલિયાનો શ્રીસંઘ રાખતો હતો. ભૂતકાળમાં કરચલિયાના શ્રાવકોએ પરમાત્મા સંભવનાથ દાદાની પ્રતિમાને ગામમાં પધરાવવાબે વાર પ્રયત્નોર્યા હતા. એકવાર એક મહાત્માની આગેવાનીમાં પ્રતિમાજીને ગામમાં લાવવા પ્રયાસ થયો, ત્યારે તે પ્રતિમાજી ઉપાડનારા લોકોના પેટમાં તીવ્રશૂળ ઉત્પન્ન થયું, પરિણામે એ પ્રયાસ મુલત્વી રહ્યો. બીજીવાર કુંવારિકાઓ પાસે ચિઠ્ઠીઓનંખાવી, પરંતુ આદેશ ન થયો. પૂજ્ય ગુરુદેવે કરચલિયામાં પધરામણી કરી. લોકો આનંદવિભોર થઈ ગયા. વર્ષો પછી ચલિયા કોઈ સાધુ ભગવંતના ચરણકમળોથી પાવન થયું હતું. પૂજ્યશ્રીજી આ ગામના શ્રાવકોના આચારવિચારથી માહિતગાર હતા. તેમણે શ્રાવકોને ડુંગળી, લસણ જેવા અભક્ષ્ય પદાર્થો ત્યાગી ધર્મની આશાતના બંધ કરવા ઉપદેશ આપ્યો. લોકોએ તેમની વાત સ્વીકારી લીધી. ત્યારબાદ વાણિયાવાડથી પરમાત્માની પ્રતિમા લાવવા પૂજ્યશ્રીજીએ વાત કરી. સૌ વાજતે ગાજતે પ્રતિમાજીને નિર્વિઘ્ને ગામમાં લઈઆવ્યા. આમ કરચલિયા ગામમાં વ્યાપેલી શિથિલતા દૂર કરાવી પૂજ્ય ગુરુદેવે લોકોને પુનઃ ધર્મમાં સ્થિત કર્યા અને પ્રતિમાજીને ગામમાં પધરાવી ગામલોકોને માટે દેવદર્શન સુલભ કરાવી ધર્મની પ્રભાવનાકરી. ખુડાલાનો ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્યશ્રીજી વિચરણ કરતા કરતા જાડણ પાસેના એક ગામમાં પધાર્યા. એ ગામમાં તેરાપંથી શ્રાવકો જ વસતા હતા. એટલે પૂજ્યશ્રીજીને આહારપાણીની થોડીક અગવડ ભોગવવી પડી. એ ગામમાં તેમણે બે વ્યાખ્યાન આપ્યા. વ્યાખ્યાન દરમ્યાન એક શ્રાવકે તેમને સવાલ પૂછ્યો ઃ ‘મહારાજ ! સ્થૂલિભદ્રજીએ કોશા વેશ્યાના ઘરમાં રહીને પણ બ્રહ્મચારી તરીકે આખું ચોમાસું કર્યું એ શીરીતે સંભવી શકે !’ પૂજ્ય ગુરુદેવે તેને જણાવ્યું કે ‘ભાઈ ! તેમણે પોતાના મન પર કાબૂ મેળવી લીધો હતો. એવા ઇન્દ્રિયજીત યોગેશ્વો માટે નવ વાડાનો પણ પ્રતિબંધ નથી. જેમ તમે ઉપવાસ કરો છો ત્યારે તમે મનથી આહાર નહીં લેવાનો નિર્ધાર કરો છો, પરંતુ વ્યંજનોથી બચવા તમે જંગલમાં કે એકાંતમાં ચાલ્યા જતા નથી, છતાં ઉપવાસ કરી શકો છો. જો એ તમારા માટે સંભવી શકે છે, તો પછી સ્થૂલિભદ્રજીનું મોંબળો અખૂટ અમાપ હતું.’ પૂજ્ય ગુરુદેવની વાતથી એ શ્રાવકની શંકાનું નિરાકરણ થઈ ગયું. આમ થવાથી તેની શ્રધ્ધા ધર્મમાં પુનઃ સ્થિત થઇ. આ પ્રસંગથી અન્ય લોકોની પણ ધર્મમાં શ્રદ્ધા વધી અને ધર્મનું જતન થયું. લોકોની પૂર્વાચાર્યેસાધુ ભગવંતો તથા ગુરુ પ્રત્યેની શ્રદ્ધામાં અભિવૃદ્ધિ થઈ હશે ૫૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ ' એમ માની શકાય. એકવાર ભીંડામાં પૂજ્ય ગુરુદેવે વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં હ્રદય સોંસરવા ઉતરી જાય તેવા બે સાર્વજનિકપ્રભાવી વ્યાખ્યાનો આપ્યા. એ સભામાં જૈનો ઉપરાંત હિંદુઓ તથા મુસ્લિમો પણ હાજર રહ્યા હતા. તેમના અંતરમાં અહિંસા, પ્રેમ તથા કરુણાના ભાવ હિલોળા લેવા લાગ્યા. અંતરમાં સાત્વિકતા જાગી. પરિણામે કેટલાય લોકોએ તે જ ઘડીએ માંસ મદિરાને તિલાંજલિ આપી. પરસ્ત્રીંગમન નહીં કરવાની પ્રતિજ્ઞાઓ લીધી. આમ આચરણ શુદ્ધિ તથા વિવિધ વ્યસનોના ત્યાગથી જ સ્વસ્થ માનવ સમાજનું ઘડતર થાય છે અને આવો સમાજ ધર્મપાલન દ્વારા પારલૌકિક કલ્યાણ સરળતાથી સાધી શકે છે. એક વાર પૂજ્ય ગુરુદેવે રાજસ્થાનના અંતરિયાળ બીજોવા ગામમાં ચાતુર્માસ કર્યો હતો. ગુજરાતથી આવેલા એક શ્રાવકે તેમને કહ્યું કે આપે જો ગુજરાતમાં ચાતુર્માસ કર્યો હોત તો ઘણા ઉપકારક કાર્યો થયાં હોત. પૂજ્યશ્રીજીએ ત્યારે તે ભાઈને જવાબ આપ્યો. ‘અરે ભાઈ! અહીં પણ ઉપકારક કામો થયાં છે. પ્રથમ તો તમે સ્વયં અહીં આવી આ ઉજ્જડ ભૂમિનાં દર્શન કર્યાં... બીજું કામ એ થયું કે આ વેરાન ધરતી પર જૈન શિક્ષણનું સંસ્થારૂપી વૃક્ષ પાંગર્યું છે. ત્રીજું કામ અહીંના શ્રાવકોમાં વ્યાપેલા ભ્રમ, કુરિવાજો, અજ્ઞાન, દૂર કરવા જરૂરી છે. અહીં ભાગ્યે જ સાધુ-ભગવંતો પધારે છે, પરિણામે ધાર્મિક કાર્યો પણ અલ્પ સંખ્યામાં થાય છે. હું તો અહીં વ્યાપેલા અંધકારમાં જ્ઞાનનો એકાદ દીપક પ્રગટાવવા પ્રયાસ કરું છું, ભાઈ !’ રાજસ્થાનમાં ત્યારે ચોર ડાકુનો ભય રહેતો તથા નાના ગામડાઓમાંસાધુ-ભગવંતોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. એટલે સ્વાભાવિક રીતે સાધુ ભગવંતો નાના અંતરિયાળ ગામડાઓમાં ભાગ્યે જ જતા, પરંતુ પૂજ્ય ગુરુદેવ ધર્મપ્રભાવના સારુ આવા ગ્રામીણ વિસ્તારોમાં પણ વિચરણ કરતા, ચાતુર્માસ પણ કરતા. બુરહાનપુરમાં વસતા એક ઉદાર ધર્મિષ્ઠ પરિવારમાં કુસંપ ચાલતો હતો. માતા તથા પુત્ર વચ્ચે થયેલા મનદુઃ ખે મોટું સ્વરૂપ ધારણ કરતા વાત કોર્ટે ચઢી હતી. પૂજ્યશ્રીજીના ધ્યાન પર આ વાત લવાતા તેમણે એ પરિવારના સભ્યોને એકતાનો ઉપદેશ આપ્યો. માતા પુત્રનું મિલન કરાવ્યું. પૂજ્યશ્રીજીની ભાવના નિર્મળ હતી. સુખી સંપન્ન ધર્મકાર્યોમાં સદાય તત્પર રહેતા પરિવારમાં એકતા સ્થપાય તો ભવિષ્યમાં એ ગામમાં ધનારાં ધર્મપ્રભાવનાનાં કાર્યો વધુ સારી રીતે થઈ શકે એ વાતને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. વયોવૃદ્ધ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ, શ્રી ચતુરવિજયજી મહારાજ તથા શ્રીપુણ્યવિજ્યજી મહારાજે સહિયારા પ્રયાસ કરી પાટણના જ્ઞાનભંડારોનો ઉદ્ધાર કર્યો હતો. એ સેંકડો બહુમૂલ્ય ગ્રંથોને સુરક્ષિત રાખવા સારુ એક જ્ઞાનમંદિરની જરૂર હતી. પૂજ્યશ્રીજી જ્યારે પાટણ પધાર્યા, ત્યારે તેમને આની જાણ કરાઈ. પૂજ્ય ગુરુદેવે સૌનો સહકાર લેવાની યોજના બનાવી. મહોલ્લે મહોલ્લે સભાઓ ભરી જ્ઞાન મંદિર માટે ટહેલ નાખી. લોકોએ પોતપોતાનીરીતે પૈસા,ઘરેણાં,કબાટ,નાની મોટી પુસ્તકો રાખી શકાય તેવી પેટીઓ આપી અને જોતજોતામાં જ્ઞાનમંદિરની યોજના માટે વ્યવસ્થા થઈ ગઈ. જ્ઞાનભંડારની જાળવણી માટે પૂજ્યશ્રીજીએ જ્ઞાનમંદિરની યોજના સાકાર કરાવી ધર્મપ્રભાવનાનું મહત્વપૂર્ણ કામ કર્યું હતું. ૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ કારણકે એ જૈન સાહિત્ય જગતના જૈન ધર્મના જ્ઞાનપિપાસુઓ માટે અમૂલ્ય હતું. ધર્મપ્રભાવના સારૂ પૂજ્ય ગુરુદેવ અંતરિયાળ ગ્રામ્ય પ્રદેશોમાં વિહાર કરતા ચાતુર્માસ પણ કરતા. પંજાબમાં રાયકોટ એવું ક્ષેત્ર હતું, જ્યાં કોઈનું ચોમાસું થયું નહોતું. પૂજ્યશ્રીએ રાયકોટમાં ચાતુર્માસ કરવાનો નિશ્ચય કર્યો. ચોમાસાંને શરૂ થવા આડે થોડા દિવસો બાકી હતા. એક દિવસ પંજાબના અગ્રણી શ્રાવકો પૂજ્ય ગુરુદેવને મળ્યા. તેમણે પૂજ્યશ્રીજીને જણાવ્યું કે ‘રાયકોટમાં હિંદુમુસ્લિમો વચ્ચે હુલ્લડ થવાની ગરમાગરમ ચર્ચાઘેર ઘેર થાય છે, તેથી આપ રાયકોટમાં ચાતુર્માસનકરો એવી અમારી વિનંતી છે.” પૂજ્યશ્રીજી અડગ રહ્યા. તેમણે કહ્યું “અહીંના જૈન, હિંદુ, મુસ્લિમ સૌની વિનંતી તથા આગ્રહને વશ થઈમેચોમાસું કરવાનો નિર્ણય કર્યો છે. સઘળીવર્ગના લોકો નિયમિત વ્યાખ્યાનમાં આવે છે. હુલ્લડની વાત અફવા છે. આમ ડરીને ચાલવું અમારા માટે ઠીક નથી. ભવિતવ્યતાવશ જે થવાનું હોય તે ભલે થાય. બાકી ચાતુર્માસ તો અહીં જ કરીશું.' ખરેખર રાયકોટમાં કોઈ તોફાનન થયું. પૂજ્યશ્રીએ સુંદર ધર્મપ્રભાવના સાથે શાંતિથી ચોમાસું પૂર્ણ કર્યું. સંવત ૧૯૭૭માં પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી ફાજલકા નામના ગામમાં મૃતઃ પ્રાય અવસ્થામાં રહેલા જિનાલયનો પુનરોદ્ધાર કરવામાં આવ્યો. ફાગણ સુદ બીજના દિવસે પૂજ્ય ગુરુદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ભગવાન શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીની પ્રતિમાને સિંહાસન પર પ્રતિષ્ઠિત કરાવી. આ પ્રતિષ્ઠાના પ્રસંગમાં વિશેષ સહયોગ આપનાર સંઘના અગ્રણીશાહરૂપરામજીના પુત્ર ભેરૂદાનજીનીધર્મપત્નીને શાંતિકળશ લઈ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રાત્રિ જાગરણ પણ તેમના ઘેર રાખવામાં આવ્યું હતું. આ બહેન લાંબા સમયથી બીમાર રહેતા હતા. તે નિઃસંતાન પણ હતાં. પરંતુ શાંતિકળશ લઈગયા પછી તેમની બીમારી ચમત્કારિક રીતે ગાયબ થઈગઈ, એટલું જ નહીં સમયાંતરે દસ મહિના બાદ તેમના ઘેર પારણું પણ બંધાયું. ખરેખર તપસ્વી ગુરુદેવના હાથે થયેલી એ પ્રતિષ્ઠા પ્રાણવાન હતી. જેનું પ્રમાણ આ ઘટના આપે છે. આમ મૃત:પ્રાય જિનાલયનો પુનરોદ્ધાર કરાવી, ચમત્કારિક પ્રાણ પ્રતિષ્ઠા કરાવી પૂજ્ય ગુરુદેવે ફાજલકા તથા આસપાસના વિસ્તારમાં લોકોની ધર્મમાં શ્રદ્ધા દ્રઢીભૂત કરી અભુત ધર્મપ્રભાવના કરી હતી. વિહારકરતાક્રતા એકવાર પૂજ્ય ગુરુદેવ પાલનપુર પાસેનામાલણ ગામે પધાર્યા. અહીંયા તેમણે વિશાળ જનમેદની સમક્ષ જૈન વ્રતોના મહિમા પર હૃદયસ્પર્શીવ્યાખ્યાન આપ્યું. ઉપસ્થિત સૌભક્તો પ્રભાવિત થયા પૂજ્ય ગુરુદેવની અમૃતવાણીથી પ્રભાવિત થયેલાશાહમણિલાલ અમીચંદ તથા તેમના ધર્મપત્નીએ ચતુર્થવ્રત ધારણક્ય. ઉમરચંદભાઈતથા હેમચંદભાઈએબારવ્રત અંગીકાર .ટલીકબહેનોએ છમાસ તથા બારમાસની તિથિઓ પાળવાનું વ્રત ધારણ કર્યું પાલનપુરના કીર્તિલાલ ભોગીલાલ શાહ લગભગ ૨૯ વર્ષની વય સુધી નાસ્તિક વિચારસરણી ધરાવતા હતા. દેવદર્શન, ગુરુદર્શન, ગુરુવાણી, વ્રતો બધાથી દૂર રહ્યા હતા. પૂજ્યશ્રીજી વિશે તેમણે ઘણું બધું સાંભળ્યું હતું, વાંચ્યું હતું. એક જિજ્ઞાસાયુક્ત અહોભાવ પૂજ્યશ્રીજી માટે તેમના મનમાં હતો. પૂજ્યશ્રીજી જ્યારે પાલનપુર પધાર્યા, ત્યારે કુતૂહલવશ - ૫૬ - Page #74 -------------------------------------------------------------------------- ________________ તેઓને જોવાકીર્તિલાલ ગયા. જોતાં જ તેમના હૃદયમાં ભાવ જાગ્યો. પૂજ્ય ગુરુદેવના ચરાગે પડી ગયા. પછી વ્યાખ્યાન સાંભળ્યું. તેમને આનંદ થયો. થોડા જ દિવસોમાં તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેઓ પૂર્ણપણે આસ્તિકતાના રંગે રંગાઈ ગયા. દિવ્ય મહાત્માના સંસર્ગથી એ ભાઈ ધર્માનુરાગી થઈ ગયા! મુંબઇના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવે ચોપાટી પરયોજાયેલી જંગી સભામાં ધર્મના મહિમા પર વકતવ્ય આપતા કહ્યું હતું... ‘ભાઈઓ! આ ચોપાટીની ધરતી પરમ પવિત્ર છે. આ લહેરાતો મહાસાગર આપણને જગતમાં વિકાસ સાધી વિશાળ તથા પ્રકાશમય થવાનો મહાસંદેશ આપી રહ્યો છે. આપણને તેની વાત સાંભળવાની ફરસદનથી. આપાગે મહાલયો, બંગલા, મોટરોતથા ધનસંપત્તિ પાછળ આંધળી દોટ લગાવી રહ્યા છીએ... શું આપણી આ અનંત નિરર્થક દોડક્યારેય પૂર્ણ થવાની છે ? ધર્મ પારસમાગી છે. તેનો સ્પર્શ કરી પાવન થાઓ. ભૌતિક દોડઅધોગતિ તરફ લઈ જશે. એ અધર્મ છે. ધર્મ એક જ છે- સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય તથા અપરિગ્રહ આ પાંચ નિયમો સઘળા ધર્મોમાં છે. ધર્મ જ ચોર્યાસી લાખ યોનિના ફેરામાંથી બચાવનાર અમૃત છે. દેખાવ ખાતર નહીં, ધર્મનું પાલન અંતઃકરણપૂર્વક થવું જોઈએ.’ ઉપરોક્ત પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવે સાધમ ભાઇઓના ઉત્થાન, તેમની રોજીરોટી સારુ અપીલ પણ કરી હતી. એમનો એ દિવ્ય સંદેશ સૌના માટે પ્રેરણાદાયી પુરવાર થયો હતો. પૂજ્યશ્રીજી મુંબઇમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં લાંબી માંદગી ભોગવી રહ્યા હતા. ત્યારે (મદ્રાસ) ચેન્નાઈના તેમના ભક્ત ત્રશષભદાસજી તેમની સેવામાં હતા. એક દિવસ તેમણે પૂછયું, કૃપાનિધિ ! વર્તમાનના સંઘર્ષકાળમાં જૈન સમાજની ઉન્નતિ કેવી રીતે થશે?” ‘ભાગ્યશાળી!'પૂજ્યશ્રીજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું હતું, ‘સેવા... સ્વાવલંબન.. સંગઠન... શિક્ષણ.. અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા પ્રચારઆ પાંચ વાતો પર જ જૈન સમાજની ઉન્નતિ નિર્ભર છે. પૂજ્યશ્રીજીની એ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે. ભારતના જન્મ પ્રાંતના વિક્ટપ્રદેશમાં પણ પૂજ્યશ્રીજીએ વિહાર કરી વિ.સં. ૧૯૫૩માં ત્યાં એક મહિનો રોકાઈ ધર્મપ્રભાવના કરી હતી. ગુજરાતના પાછિયાપુર સિનોર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા શ્રાવકોને તેમણે ધર્મ, સાધુ ભગવંતોની ભક્તિ, દેવદર્શન ઈત્યાદિ બાબતોનું જ્ઞાન આપી ધર્મસંવર્ધનની પ્રવૃત્તિ કરી હતી. સાધુ ભગવંતોથી અસ્પૃશ્ય અંતરિયાળ ક્ષેત્રોમાં, વિકટ ખડકાળ વિસ્તારોમાં, નાના ગામડાઓમાં, શહેરોમાં વિદેશમાં ચોમેર પૂજ્યશ્રીજીએ અવિરત પ્રયાસો કરી લોકોની અંધશ્રદ્ધા વહેમ મિટાવી ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું હતું. જૈન સાહિત્યના જ્ઞાન ભંડારોની રક્ષા કરી હતી. જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવવાની તેમની અભિલાષા હતી. દીર્ઘદ્રષ્ટિ વાપરી અંતિમ દિવસોમાં તેમણે જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપનાનું સ્વપ્ન જોયું હતું. આ ભગીરથ કામ દ્વારા ધર્મની ભારે પ્રભાવના કરાવવાની પૂજ્ય ગુરુદેવની અભીપ્સા હતી, પરંતુ કર્મયોગી પ્રભાવી ધર્મ પ્રચારક પંજાબકેશરી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની આ અભીપ્સા આજે પણ અધૂરી જ રહી ગઈ છે. પ૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ - ' સર્વ ધર્મ સમભાવી માનવતાના મહામાનવ ધર્મ વિષેનો પૂજ્ય ગુરુદેવનો દ્રષ્ટિકોણ તદ્દન ભિન્ન અને મૌલિક હતો. પૂજ્યશ્રીજીની ધર્મદ્રષ્ટિ વિશાળતાને વરેલી હતી. માનવતા જીવ માત્રના કલ્યાણની એમાં મહેંક વ્યાપેલી દ્રષ્ટિગોચર થતી હતી. પ્રાણી માત્ર પ્રત્યેની કરાગાભાવના એમાં છલકાતી હતી. જરૂરતમંદો, અકિંચન લોકો પ્રત્યેની સંવેદના એમાં જણાતી હતી. એમનો ધર્મ કર્મવાદનો ઉપાસક હતો. રાષ્ટ્રવ્યાન, સમાજનો ઉત્કર્ષ, શિક્ષણનો વ્યાપ,કુરિવાજોનીનાબુદી, સ્ત્રી શિક્ષણની હિમાયત સાથે એમના માનવતાવાદી ધર્મનો સુસંગત તાલમેલ હતો. સમાજસુધારણા એધર્મથી વિપરીત પ્રવૃત્તિ નથી. શિક્ષિત વિચારશીલ વ્યક્તિ ધર્મ વિષયક વાત સાંભળી વાંચીને ચાહે તો તેના પર મનન ચિંતન કરીને ધર્મના આલંબનથી શ્રેષ્ઠ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે. પરંતુ ઋગગ વૈચારિક રીતે પછાત, અશિક્ષિત ગરીબ તિરસ્કૃત માનવીને માટે ધર્મની વાતો લગભગ નિરર્થક જસાબિત થવાની એ હકીકત છે. પૂજ્યશ્રીજીનો ધર્મ વિષેનો અભિગમ ક્રાંતિકારી હતો. ચોપાટી પર આપેલા સંદેશમાં પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું... ધર્મ પારસમણી છે. જગતમાં ધર્મ એક જ છે, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય તથા અપરિગ્રહ આ પાંચ નિયમો સઘળા ધર્મોમાં છે. અને આ નિયમોમાં જ જીવનનું સત્યદર્શન કરાવવાની ક્ષમતા છે. ચોર્યાસી લાખ યોનિનાફેરામાંથી બચાવનાર ધર્મ જઅમૂલ્ય અમૃત છે, પરંતુ એમાટે ધર્મનું પાલન અંતઃકરણપૂર્વક થવું આવશ્યક છે. દેખાવ ખાતરનહીં.” પૂજ્ય ગુરુદેવ સુધારાવાદી જૈનાચાર્ય હતા, પરંતુ તે સાથે સાથે તેઓ આધ્યાત્મિક વિભૂતિ પણ હતા. શરૂઆતથી જ પૂજ્ય ગુરુદેવ જપતપ, આરાધના, ઉપાસના, મનન ચિંતન કરનારા કર્મઠતપસ્વી હતા. તેમના જીવનમાં ધર્મ, સમાજ રાષ્ટ્રના વિકાસની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા આત્મકલ્યાણની ભાવનાનો સુંદર સમન્વય સધાયો હતો. પૂજ્યશ્રીજીએ અંતરદ્રષ્ટિ કેળવી હતી અને જગતના અન્ય ધર્મોના સિદ્ધાંતોનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેના પર ચિંતન મનન કરી ધર્મરૂપીનવનીત તારવ્યું હતું અને એટલે જ જૈન, હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી સર્વ ધર્મના મહાપુરુષોના દ્રષ્ટિબિંદુ પોતાની આંતરદ્રષ્ટિથી સ્પષ્ટપણે સમજ્યા પછી, સઘળાધર્મોના સારાંશરૂપે સત્ય એક જ છે એ વાત પૂજ્યશ્રીજી પામ્યા હતા. સ્વયં જૈન ધર્મ પાળતા હોવા છતાં, તેમણે જીવનમાં કદાપિ અન્ય ધર્મના સિદ્ધાંતોની ટીકા કરી નહોતી, નિંદા કરી નહોતી, કારણ એમની દ્રષ્ટિવિશાળતાને વરેલી હતી. જગતમાં કેટલાક ધર્મના ગુરુઓ તથા અનુયાયીઓ બીજા જરૂરતમંદોની જરૂરિયાતો પૂરી કરી ધીરે ધીરે એ લોકોની મજબૂરીનો લાભ લઈ ધર્મ પરિવર્તન કરાવે છે. કેટલાકઝનૂની તત્ત્વોએ તલવારની અણી પર ધર્મ પરિવર્તન કરાવ્યા છે. પરંતુ પૂજ્ય ગુરુદેવ જેવી પ્રભાવી શક્તિશાળી ધર્માત્મા વ્યક્તિએ આવી ચેષ્ટા કદી સ્વપ્નમાં પાણકરી નહોતી. પોતે સહિષ્ણુ હતા. અન્ય ધર્મના હજારો અનુયાયીઓ તેમનાથી પ્રભાવિત થઈ તેમના પરમ ભક્ત થઈ ગયા હતા. પરંતુ તેમણે એ લોકોને કદાપિ જૈન ધર્મ અપનાવી લેવા સહેજપા ઈશારો સુદ્ધાં કર્યો નહોતો. કરુણાવશ પૂજ્ય ગુરૂદેવે જ્યારે જૈનેતર જરૂરતમંદોની મદદ કરાવી, ત્યારે પાગ ધર્મ પરિવર્તન કરાવવાની તેમણે ભાવના સેવી નહોતી. Page #76 -------------------------------------------------------------------------- ________________ Page #77 -------------------------------------------------------------------------- ________________ Page #78 -------------------------------------------------------------------------- ________________ કારણ સ્પષ્ટ છે. અંતરદ્રષ્ટિથી તેમણે નિહાળ્યું હતું,કે જગતમાં સત્ય એક જ છે. પરમાત્મા એક જ છે. હા, તેના સુધી પહોંચવાના,તેને પામવાના અલગ અલગ માર્ગો છે, જે વિવિધ ધર્મોના નામે ઓળખાય છે. પોતાની જીવનભરનીસાધના, આરાધના તથા તપશ્ચર્યાનાં અંતે પૂજ્ય ગુરુદેવને જે સત્ય લાધ્યું હતું તેની ઝાંખી તેમણે ભાયખલાના ચાતુર્માસ દરમ્યાન વિ.સં. ૨૦૧૦માં બનેલા એક પ્રસંગમાં પ્રગટ કરી હતી. કારતક માસમાં મુંબઇની ૭૩સંસ્થાઓ દ્વારા એસ.કે.પાટિલનીરાહબરીનીચે ચોપાટી પર એક સાર્વજનિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભામાં વક્તાઓએ પૂજ્ય ગુરુદેવના સેવાકાર્યો, ધર્મભાવના તથા વિશ્વશાંતિની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી તેમને મુક્તકંઠે બિરદાવ્યા હતા. આ સભામાં પૂજ્યશ્રીજીએ પોતાના અંતરના મનોભાવ વ્યક્ત કરતા કહ્યું હતું... ‘ન તો હું જૈન છું, બૌદ્ધ છું, ન વૈષ્ણવ છું કે નથી હું શિવપંથી...! હું મુસલમાન પણ નથી ! હું તો વીતરાગ દેવ પરમાત્માને ખોજવા નીકળી પડેલો એક પથિક છું.... યાત્રી છું...!’ વધુમાં તેમણે જણાવ્યું હતું... ‘જગતમાં આજે પ્રત્યેક વ્યક્તિ શાંતિની શોધ કરીરહી છે, પરંતુ શાંતિ અપ્રાપ્ય બની છે, તેનાં દર્શન દુર્લભ થયાં છે. કારણ ? શાંતિની શોધની દિશા તેમણે ખોટી પકડી છે ! બાહ્ય જગતના ભૌતિક ઉપકરણોની દિશામાં અટવાતી વ્યક્તિને શાંતિના દર્શન ક્યાંથી થાય ? શાંતિની શોધ તો સૌ પ્રથમ પોતાના મનથી થવી ઘટે !’ પૂજ્યશ્રીજીની આ વાતમાં ઊંડી આધ્યાત્મિકતા છુપાયેલી છે. કોઈપણ ધર્મની ઉપલબ્ધિતો વ્યક્તિના જીવનમાં નિરંતર શાંતિ, આનંદ અને સંતોષની પ્રાપ્તિ જ હોય અને ત્યારે જ આત્માની પરમાત્મા સાથે સંવાદિતા સધાય છે. કોઈપણ શાંતિ ઝંખતી વ્યક્તિ ચાહે ગમે તે ધર્મની હોય,તેણે અંતર્યાત્રાકરવી અનિવાર્ય છે. અહીંયા પોતાના આત્માને ઓળખવાની વ્યક્તિગત વાત આવે છે. આવી અંતર્યાત્રામાં જે તે ધર્માવલંબીને તેના ધર્મના સિધ્ધાંતો મદદરૂપ થઈ શકે છે. જગતના જીવમાત્રનું આત્મ કલ્યાણ થાય એવી શુભભાવના પૂજ્યશ્રીજી સેવતા હતા. ધર્મરૂપી સાધનોના વિવાદમાં તેમને રસ નહોતો. જીવ માત્રમાં પરમાત્માનો વાસ છે એ વાત પૂજ્યશ્રીજીએ જાણી હતી. એટલે પોતાના કે અન્યના વાણી વ્યવહાર, વર્તન, આચાર-વિચારથી અન્ય કોઈ વ્યક્તિનું દિલ ન દુભાય એ વિષે તેઓ હંમેશા જાગૃત રહેતા હતા. પંજાબના સમાના ગામમાં સ્થાનકવાસી પરંપરાના સુરજનમલના કારણે સત્યધર્મ પર શાસ્ત્રાર્થ કરવાની પૂજ્યશ્રીજીને ફરજ પડી હતી. શ્રીસોહનલાલજીના શિષ્ય કર્મચંદજી એક સાધુ સાથે સભામાં પહોંચ્યા. તેમના માટે ફાળવાયેલી અલાયદી જગ્યાએ ન જતા એક બાજુ ઊભા રહી તેઓ બોલવા લાગ્યા. લોકોએ તેમને તેમનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરી, પરંતુ તેઓ ત્યાં જ ઊભા રહ્યા. ત્યારે લોકોએ પૂજ્યશ્રીજીને કર્મચંદજી પાસે વાર્તાલાપ કરવા જવા વિનંતી કરી. પૂજ્યશ્રીજીએ વ્યાખ્યાન બંધ કર્યું અને કર્મચંદજી પાસે ગયા. તેમણે પૂછ્યું, ‘શું આપ શાસ્ત્રાર્થ કરશો ?’ ૫૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ અમે અહીં શાસ્ત્રાર્થ કરવા નથી આવ્યા!'કર્મચદજીએ ઉત્તર આપ્યો. આ જવાબ સાંભળી સભાજનો હસી પડ્યા. કેટલાક નાદાન ટીખળખોર યુવાનોએ કર્મચંદજી પર કટાક્ષ કરી અપમાનજનક વ્યવહાર કર્યો. પરંતુ આ વાત આપાગા ચારિત્રનાયક માટે અસહ્ય સાબિત થઈ. તેમાગનાદાનયુવકોને તરત ટપાર્યા. “ખબરદાર! ત્યાગીનું અપમાન ન કરશો!'પૂજ્યશ્રીજીની ચેતવણી પછી લોકો શાંત થયા. કર્મચંદજી પણ પ્રભાવિત થયા. જ્ઞાન, ભક્તિ, પદની બાબત ગૌણ છે. કોઈપણ સામાન્ય વ્યક્તિનું પણ અપમાન કરનાર જાણતો નથી, કે તે પરમાત્માનો અસામાન્ય અંશ જેનામાં સમાયેલો છે, જેનામાં ભવ્યાત્મા પરમાત્મા થવાની ક્ષમતા નિહિત છે, એવી એ વ્યક્તિમાં રહેલા જીવાત્માનું અપમાન કરે છે! આમ કરવું એ અસાધુતાછે. પૂજ્યશ્રીજીની સાધુતા આવી અશોભનીય લોકચેષ્ટાનો સ્વાભાવિક રીતે વિરોધ કરે જ. સમભાવના પૂજારી પૂજ્યશ્રીજીને સ્થાનકવાસીઓ પ્રત્યે કોઈવેરભાવ કે ઈર્ષાનહોતી. પૂજ્યશ્રીજી તો આગમોના સિદ્ધાંતો પર ચાલતી શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાનો પ્રચાર કરતા હતા. સત્ય તેમના પક્ષે હોવાના કારણે લોકો શ્વેતાંબર પરંપરામાં પાછા ફરતા હતા. આમ થવાથી સ્થાનકવાસીઓ પૂજ્યશ્રી સામે અપપ્રચાર કરતા હતા, તેમને રોકવા પ્રયાસ કરતા હતા. પૂજ્યશ્રીજીને સમાનાગામ તથાનાભામાં સ્થાનકવાસીઓ સાથે સત્યધર્મના સિદ્ધાંતોની જાળવણી કરવા તથા અપપ્રચાર અટકાવવા જશાસ્ત્રાર્થ કરવા પડ્યા હતા. સત્યનું મૂલ્ય કોઈપણ પરંપરા કે માન્યતા કરતા સવિશેષ હોય છે. સમજદાર શિક્ષિત તથા વિચારશીલ સત્યના ચાહક સ્થાનકવાસી શ્રાવકો પૂજ્યશ્રીજીથી પ્રભાવિત હતા. આવા ઘણા શ્રાવકોએ સત્ય સમજતા પુનઃ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા અપનાવી લીધી હતી. સંવત ૧૯૯૩નો ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવે વડોદરામાં કર્યો હતો. પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી ચાલતી હતી. ત્યાં સ્થાનકવાસી શ્રાવકો સાથે મુનિરાજ તેમને મળવા આવ્યા. એક શ્રાવકે પૂજ્યશ્રીજીને કહ્યું. “મહારાજ! અમારા એક તપસ્વી મહારાજે દોઢ માસના ઉપવાસ કર્યા છે” પૂજ્યશ્રીજીએ અનુમોદના કરતા કહ્યું. “ધન્ય છે એ તપસ્વી જીવન! ભાઈઓ! અમારાવતી એમની સુખસાતા અવશ્ય પૂછજો.” આ સાંભળી અન્ય શ્રાવકે કહ્યું, ‘ગુરુદેવ! એક પ્રાર્થના છે. અમારા તપસ્વી મુનિરાજ આપના દર્શન કરવા ઈચ્છે છે. આપશ્રીજી સ્થાનકમાં પધારશો તો ઘાણીકૃપા થશે.” ‘ભલે ભાઈ હું અવશ્ય આવીશ. તપસ્યાની અનુમોદના કરવાનો મને પણ લાભ મળશે.' થોડીવારમાં જ પૂજ્યશ્રીજી શ્રીસંઘ તથા મુનિમંડળ સાથે સ્થાનકમાં પધાર્યા. સ્થાનકવાસી ભાઈઓએ ઉષ્માપૂર્ણસ્વાગત કર્યું. પૂજ્યશ્રીજીએ તપસ્વીની સુખસાત પૂછી. સ્થાનકમાં તેમણે ટૂંકું પ્રવચન આપ્યું. તેમણે તપસ્યાનો મહિમા સમજાવ્યો. ઉપસ્થિત સૌ શ્રાવકો સાધુ-ભગવંતો પ્રસન્ન થયા. પૂજ્યશ્રીજીની મુક્ત કઠે પ્રશંસા કરતા તેમણે કહ્યું‘આ આચાર્યશ્રીજીના મનમાં રાગદ્વેષની ભાવના નથી. જ્યાં પણ ધાર્મિક કાર્ય થતું જણાય ત્યાં ઉત્સાહથી પહોંચી જાય છે. તેમનો સમભાવ વંદનીય છે.' Page #80 -------------------------------------------------------------------------- ________________ એકવાર પૂજ્ય ગુરુદેવ સનખતરાબાજુ વિહાર કરતા રસ્તામાં વિશનાર નામના ગામની ધર્મશાળામાં રોકાયા. એ ધર્મશાળામાં એક પંડિતે પૂજયશ્રીજીના રોકાણ સામે વાંધો લીધો. એ ગુસ્સે ભરાયેલા પંડિતને પૂજ્ય ગુરુદેવ પ્રેમથી મળવા ગયા. ‘તમે કેવા પ્રકારના સાધુ છો?’ પંડિતે પ્રશ્ન પૂછો. પૂજ્યશ્રીજીએ શાંતિથી પંડિતને બેસાડ્યા અને સાધુ ધર્મ તથા જૈન ધર્મના સાધુના કડક આચરણ વિશે પ્રેમથી માહિતી આપી. ‘વશિષ્ટ સ્મૃતિ'માં બ્રહ્મચારીના વર્ણન કરાયેલા સન્માનની વાત કરી. તુલસીદાસ તથા ભતૃહરિની સાધુ માટેની વ્યાખ્યા સમજાવી. પૂજ્યશ્રીજીના પ્રેમાળ શાંતિભર્યા જ્ઞાનપૂર્ણ વહેવારથી પંડિતનો રોષ શમી ગયો. અંતમાં તેમાગે પૂજ્યશ્રીજીની ક્ષમા માંગી પૂજ્યશ્રીજી પાસે શાંતિ, સહિષ્ણુતા, સદ્ભાવ તથા સમભાવની સંપત્તિ હતી. અને સાચા સાધુ પોતાની આવી સંપત્તિ લૂંટાવી બીજાઓના જીવનમાં પરિવર્તન આણતા હોય છે. જંડિયાલા ગુરુ તથા લાહોર વચ્ચે આવેલા બર્કિયા નામના ચોર લૂંટારા તથા હિંસક લોકોથી વસેલા ગામમાં પૂજ્ય ગુરુદેવ પોતાના ભકતો સાથે સવારે લાંબો વિહાર કરી આવ્યા હતા. ગામમાં પ્રવેશતાં જ ઠેર-ઠેર માંસની ખુલ્લી દુકાનો, રસ્તે રખડતા શરાબીઓને જોઈ પૂજ્યશ્રીજીનું મન અશાંત થઇગયું. એટલામાં ગામના નામચીન ચોરની સદ્ગુણી પત્નીએ આવીને પૂજ્ય ગુરુદેવને ગામના લોકોની સાચી હકીકત જણાવી, ત્યાંથી ચાલ્યા જવા વિનંતી કરી. એક વૃદ્ધ શીખે પણ ત્યારબાદ પૂજ્ય ગુરુદેવને આવી સલાહ આપી. ખૂબ લાંબો વિહાર કરી પૂજ્યશ્રીજી તથા ભક્તો થાકીને લોથપોથ થયેલા હતા. પરંતુ પૂજ્ય ગુરુદેવે પોતાના ભકતોના જાનમાલની રક્ષા થાય તે સારુ માનવતાથી પ્રેરાઈસૌને ત્યાંથી આગળ વિહાર કરવાની સૂચના આપી. પોતાના સુખચેન આરામને ગૌણ ગણી બીજા લોકોના હિતનો વિચાર કરનાર કરુણાનિધિ, માનવતાના પૂજારી પૂજ્ય ગુરુદેવ ખરેખરમાનવધર્મના પરમ ઉપાસક હતા. પૂજ્યશ્રીજીના મનમાં નાના-મોટા, ગરીબ તવંગર, શેઠ-નોકરના કોઈ ભેદભાવનહોતા. મનુષ્યમાત્રમાં તેમને પરમાત્માના દર્શન થતા. નાનામાં નાની વ્યક્તિ માટે પણ તેમના અંતરમાં દયા કરુણા તથા અનુકંપાનો ભાવ રહેતો. બાલીથી બેડા વચ્ચે બીજાપુરના રસ્તામાં લગ્નની જાનને લૂંટવા બેઠેલા લૂંટારાઓને કોઈન મળ્યું, તો પૂજ્યશ્રીજી તથા તેમના ભક્તોને લૂંટી લીધા. પૂજ્યશ્રીજી સાથે તે બધાના રક્ષણ માટે એક રાજપૂત સિપાહીપણ હતો. ચોરોનો સામનો કરવા જતા તેને એ લોકોએ ગંભીરમાર મારી ઘાયલ કર્યો હતો. ચોરોના ચાલ્યા ગયા પછી પૂજ્યશ્રીજી એ સિપાહીંપાસે ગયા. તેને ઢંઢોળ્યો. તે બેહોશ હતો. પૂજ્યશ્રીજી ક્ષણવારમુંઝાયા. ત્યાં તેમને યાદઆવ્યું. તેમની તપણીમાં થોડુંક પાણી હતું. એકપળ વિચાર કર્યો અને બીજી જ પળે તાપણીનાએ પાણીનો ઉપયોગ કરી રાજપૂત પર છાંટી તેને હોશમાં લાવ્યા. સાધુ ધર્મની મર્યાદા પ્રમાણે એ પાણીનો ઉપયોગ થઈ શકે નહીં. પરંતુ અહીંયા એક જીવાત્માના જીવનનો સવાલ હતો. માનવધર્મના પુરસ્કર્તા પૂજ્યશ્રીજીએ ત્યારે અપવાદરૂપે એ મર્યાદાનો ભંગ કર્યો. યાદ કરો સંત એકનાથને રામેશ્વરમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ શિવપૂજા માટે કાવડમાં ગંગાજળ લઈ જતા આ સંતે રસ્તામાં તરસે મરતા ગધેડાને ગંગાજળ પીવડાવી તેના પ્રાણ બચાવ્યા હતા. એજીવપૂજામાં જ તેમની સાચી શિવપુજા પરિપૂર્ણ થઈ ગઈ હતી. એ રાજપૂત ભાઈ જ્યાં સુધી સાર્કો ન થયો, ત્યાં સુધી પૂજ્ય ગુરુદેવે અંગત દરકાર કરી તેની સારવાર કરાવી અને પછી જ એ ક્ષેત્રમાંથી પોતે વિહાર કર્યો. આવીમાનવતા વંદનીય છે. આવો સમભાવ સરાહનીય છે. પૂજ્ય ગુરુદેવની ધાર્મિકતા વિશાળ સાગર સમાન હતી. સૌમાં તેમને પરમાત્માનો વાસ જણાતો હતો. એટલે તેમના વ્યક્તિત્વમાં નિર્ભયતા હતી. તેઓ જૈનેતર ભક્તોમાં પણ અત્યંત લોકપ્રિય હતા. તેમને પોતાના હિંદુ, મુસ્લિમ, શીખ ભક્તો પર પૂર્ણ વિશ્વાસ હતો. રાયકોટના સઘળી કોમના જૈન, હિંદુ, મુસ્લિમો, શીખોએ એકઠા મળી પૂજ્ય ગુરુદેવને પોતાને ત્યાં ચાતુર્માસ કરવા વિનવણી કરી હતી. પૂજ્ય ગુરુદેવે એમની વિનંતી સ્વીકારી હતી. ચાતુર્માસને શરૂ થવા આડે ગણત્રીના દિવસો બાકી હતા, ત્યારે પંજાબના ભક્તોએ પૂજ્યશ્રીજીને જણાવ્યું કે ‘આગામી ટૂંક સમયમાં રાયકોટમાંકોમી તોફાન થવાનાં છે, તેથી આપ ચોમાસાંની જગ્યા બદલી નાખો. આપને ગુમાવવા અમને પરવડે તેમ નથી.’ પૂજ્યશ્રીજીએ ત્યારે એ લોકોની વાત ન સ્વીકારી. તોફાનોની અફવા ખોટી સાબિત થઈ. પૂજ્યશ્રીજીએ રાયકોટમાં શાંતિથી ચાતુર્માસ કરી ધર્મ પ્રભાવનાકરી. પરમાત્માના સ્વરૂપમાં વસેલા વિભિન્ન ધર્મોના માનવો પર વિશ્વાસ મુકનાર પૂજ્યશ્રીજીના માનવતાવાદી અભિગમનો એ વિજય હતો. અલગ અલગ ધર્મ પાળતી વ્યક્તિ અલગ અલગ રીતે પ્રાર્થના, પૂજા, બંદગી, ઈબાદત કરી જો પરમાત્માની જ આરાધના કરતી હોય તો એમાં પરમાત્માનું સ્મરણ જ મહત્વપૂર્ણ છે. ગોડ, ખુદા, ભગવાન, પ્રભુ આ બધા ઈશ્વરના અલગ અલગ નામ છે, પરંતુ સત્ય સ્વરૂપ પરમાત્મા તો વિશ્વમાં એક અનન્ય છે. આ વાત પૂજ્યશ્રીજી જાણતા હતા, એટલે તેમની દ્રષ્ટિમાં હિંદુ, મુસ્લિમ, શીખ, જૈન, બૌદ્ધના કોઈ ભેદ નહોતા. સૌ લોકોમાટેતેમના અંતરમાં સદ્ભાવ હતો,સમભાવ હતો. પંજાબમાં પપખાના નામના ગામમાં જૈન મંદિર તથા એક મસ્જિદસામ સામે બંધાયેલા હતાં. બન્ને ધર્મસ્થાનોમાં જવાનો એક જ સામાન્ય માર્ગ હતો. એ માર્ગ જૈનોની માલિકીમાં આવતો હતો. એક વાર પૂજ્ય ગુરુદેવ ૫પખાનામાં પધાર્યા. ત્યાં તેમને મુસ્લિમ આગેવાનો મળવા આવ્યા. તેમણે જણાવ્યું કે, ‘અમને લોકોને મસ્જિદમાં ઈબાદત કરવા જવા સારુ માર્ગ સાંકડો પડેછે, તો આપશ્રીકૃપાકરી જૈન ભાઈઓ પાસેથી અમારા માર્ગને પહોળો કરાવી આપો, એવી અમારી પ્રાર્થના છે.’ પૂજ્ય ગુરુદેવે તેમને ખાતરી આપી રવાના કર્યા. તેમણે શ્રીસંઘના અગ્રણીઓને આ બાબતમાં વાત કરી. ‘મુસ્લિમો મસ્જિદમાં ઈબાદત કરવા જાય છે. જેમ આપણે મંદિરમાં પ્રાર્થના સારુ જઈએ છીએ. બંદગી કરવી ખુદાની, એ વાત સારી છે. તો એવા શુભ ધાર્મિક ૬૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ કાર્યમાં આપણે તેમને સહાયભૂત થવું જોઈએ.'પૂજ્ય ગુરુદેવની વાત અગ્રણીઓના ગળે ઉતરી અને તેમણે મુસ્લિમ બિરાદરોને એ માર્ગની થોડી વધુ જગ્યા ફાળવી આપી તેમની મુશ્કેલી દૂર કરી. પૂજ્યશ્રીજી જેવા સમભાવી સંતપુરુષ જ આવું કામ કરાવી શકે. એકવાર પૂજ્ય ગુરુદેવ બિનૌલીનામના ગામમાં રોકાયા હતા. અહીં તેમને ગામના હરિજન ભાઈઓ મળ્યા અને તેમણે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ થઈ જવાની વાત કરી. પૂજ્યશ્રીએ તેમને કારણ પૂછયું. તેમણે જણાવ્યું કે “શાહુકાર લોકો તેમને ગામના કૂવા પર પાણી ભરવા દેતા નથી, પરંતુ મુસ્લિમો તેમને પાણી ભરવામાં મદદ કરે છે.' પૂજ્યશ્રીજી તેમની વાત સાંભળી વ્યથિત થયા. તેમણે હરિજનભાઈઓને બીજા દિવસે મળવા જણાવ્યું. બીજા દિવસે પૂજ્ય ગુરુદેવે પોતાના વ્યાખ્યાનમાં ઉપસ્થિત સૌ જૈન-જૈનેતરોને હરિજન ભાઈઓની સમસ્યા દૂર કરવા અપીલ કરી. તાત્કાલિક ભક્તજનોએ ફાળો એકત્ર કરી તેમના માટે અલગ નવો કૂવો એક જ મહિનામાં બનાવી આપ્યો. પૂજ્ય ગુરુદેવ દયાળુ સ્વભાવના સરળ વ્યક્તિ હતા. તેમનાથી હરિજન ભાઈઓની મુશ્કેલી,દુઃખ જોયું ગયું નહીં. તેમણે અહિંસાપ્રધાન જૈન ધર્મ સ્વીકારવાની શરત પણ બિનૌલીના હરિજન ભાઈઓ સાથે કરી નહોતી. કેવળ માનવતાના ધર્મથી પ્રેરાઈતેમણે એ લોકોની સમસ્યા દૂર કરાવી હતી. આવી ઉદારતા પૂજ્ય ગુરુદેવ ધરાવતા હતા. માત્ર પાણીની સુવિધા ખાતર લોકો ધર્મ પરિવર્તન કરે એ માનવ ધર્મ માટે અપમાનની વાત હતી અને પૂજ્યશ્રીજી જેવા સમભાવી વ્યક્તિ આ વાત શી રીતે સાંખી લે? - પૂજ્ય ગુરુદેવના વહેવારમાં મૂદતા, સરળતા, પરગજુ વૃત્તિના દર્શન થતા. દીક્ષા પર્યાયમાં મોટા વડીલ સાધુ ભગવંતો પ્રત્યે તેમણે હંમેશાં પૂજ્યભાવસેવ્યો હતો. વિ. સં. ૧૯૮૯માં પાલનપુરનો ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્યશ્રીજી પાલિતાણા જવા નીકળ્યા. હજુ તો તેઓ પાંચ કિ.મી. દૂર આવેલા જગાણા ગામે પહોંચ્યા હશે, ત્યાં જ તેમને સંદેશો મળ્યો કે પાટણમાં મુનિરાજ શ્રી હંસવિજયજી મ.સા. બીમાર છે. તત્કાર તેમણે વિહાર માર્ગ બદલ્યો. તેઓ પાટણ પહોંચી ગયા અને મુનિરાજશ્રીના ખબર અંતર પૂછી શુશ્રુષાનો પાકો પ્રબંધ કરાવ્યો. તેઓ હંમેશાં માનવતાને ટોચની અગ્રીમતા આપતા હતા. પોતાના શિષ્ય સમુદાય તથા સાધુ સાધ્વીગણની પણ પૂજ્ય ગુરુદેવ વિશેષ ખયાલ રાખતા હતા. વડોદરાના શિક્ષણપ્રેમી મહારાજાના આગ્રહથી ન્યાયમંદિર વિસ્તારમાં પૂજ્ય ગુરુદેવના સાર્વજનિક ધર્મ પરના બે સુંદર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વ્યાખ્યાન સાંભળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. વ્યાખ્યાન બરાબર જામ્યું હતું. સાંજ ઢળવા લાગી હતી. અચાનક વ્યાખ્યાન અટકાવી પૂજ્ય ગુરુદેવે વચ્ચે કહ્યું કે ‘સાંજ ઢળી રહી છે. સમય ઓછો છે એટલે હું વ્યાખ્યાનને સંક્ષિપ્તમાં પૂર્ણ કરીશ. તેમને પોતાની સાથે આવેલા બીજા સાધુ ભગવંતોમુનિરાજોનો ખયાલ આવ્યો હતો. તેમને તો એકાસણું હતું એટલે આહાર પાણી લેવાના નહોતા, પરંતુ તેમની સાથે આવેલા બીજા સાધુ ભગવંતો સૂર્યાસ્ત પછી આહાર પાણી Page #83 -------------------------------------------------------------------------- ________________ T ગ્રહણન કરી શકે એની એમને ચિંતા થતી હતી. આ તેમની માનવતા હતી. - પૂજ્યશ્રીજી સમયપાલનના આગ્રહી હતા. પરંતુ ઘણીવાર ભક્તોના આગ્રહભાવ પ્રેમ સમક્ષ તેઓ ઝૂકી જતા. રામનગરનાકરતારસિંહજી જેવા ભક્તની હઠને વશ થઈ તેઓ ત્યાં મહિનો રોકાઈ ગયા. તો બાજુના અકાલગઢના જૈનેતર ભક્તોની લાગણીને માન આપી ત્યાં પણરોકાયા. તેમના કાર્યક્રમમાં આગામો માટે આટલો સમય ફાળવાયો નહોતો, પરંતુ ધર્મપિપાસુ ભક્તોની ભાવનાને ઋજુ હૃદયના મહાત્મા હુકરાવે તો માનવતા લજવાય! રાજસ્થાનના ગોરવાડ પ્રદેશમાં વરકાણામાં પૂજ્યશ્રીજીની પ્રેરણાથી ચાલતી સુધારાવાદી પ્રવૃત્તિઓમાં તેમના પરમ ભક્ત જસરાજજી સિંધી તન-મન-ધનથી કામ કરતા હતા. એકવાર તેઓ બીમાર પડ્યા. બીમારી લાંબી ચાલી. મૃત્યુ ઘડીનજીક આવી. તેમની ભાવનાપૂજ્ય ગુરુદેવના દર્શન કરવાની હતી. પૂજ્યશ્રીજીને સંદેશો મળતાં જ સઘળા કામ છોડી તેઓ વરકાણા પહોંચ્યા. જસરાજજી સિંધીને આશીર્વાદ આપ્યા અને અંતિમ ઈચ્છા પૂર્ણ થતાં જ જસરાજજી અનંત યાત્રાએ નીકળી ગયા. આવી ઉમદા માનવતાના સ્વામી પૂજ્ય ગુરુદેવ હતા. વિ. સં. ૧૯૯૭માં પૂજ્ય ગુરુદેવ અંબાલા પધાર્યા હતા. તે સમયે પૂજ્યશ્રીજીના એક અનુરાગી સગ્રુહસ્થ ભક્ત તે સમયમાં રૂપિયા એકસોનું દાન જાહેર કર્યુ હતું. એ સમય પ્રમાણે આ રકમ ખૂબ મોટી હતી. પૂજ્ય ગુરુદેવે એ રકમ ગરીબોમાં કપડાં વહેંચવા માટે તત્કાલીન કોંગ્રેસ સમિતિને અપાવી દીધી હતી. દરિદ્ર ગરીબોમાં પણ નારાયણ પરમાત્મા બિરાજમાન છે. જનસેવા એજ પ્રભુસેવાની ભાવના આ પ્રસંગમાં મૂર્તિમંત થાય છે. પૂજ્ય ગુરુદેવના અંતરમાં સઘળા ધર્મો, ભક્તો, પ્રાર્થનાસ્થળો, દેવાલયો પ્રત્યે સમભાવ રહેતો. એમના દિલની વિશાળતા અજોડ હતી. એકવાર પૂજ્યશ્રીજી પંજાબના આગળનામના ગામમાં પધાર્યા. સંજોગોવશાત્ તેઓ ગુરુદ્વારામાં રોકાયા. એ પુરાણા ગુરુદ્વારાની જીર્ણશીર્ણ હાલત જોઈ તેઓ વ્યથિત થયા. ગુરુદ્વારાની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. પૂજ્ય ગુરુદેવે તેમની સાથે આવેલા ભક્તોને એ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર કરાવી આપવાનો ઉપદેશ આપ્યો. એક સજ્જન ભાવિકે પૂજ્યશ્રીજીની ભાવનાની કદર કરી એ જવાબદારી સ્વીકારી. સમયાંતરે એ ગુરુદ્વારાનો જીર્ણોદ્ધાર થયો. કયા મંદિર ઔર કયા ગુરુદ્વારા, કયા ચૈત્ય કયા ગિરજાઘર સભી જગહઆલોક ઉસીકા સમાન સભી હૈ પૂજાઘર! આવો સર્વધર્મ સમભાવ પૂજ્ય ગુરૂદેવ ધરાવતા હતા. જે સાધુમાંસમ્યત્વની ભાવનાન હોય એ સાધુનું સંતત્વ સુવાસ વિનાના સુમન જેવું હોય છે. પૂજ્યશ્રીજીના હૃદયમાં સર્વધર્મના લોકો માટે સમાદરયુક્ત વાત્સલ્ય ભાવ હતો. એમના દિલમાં જીવમાત્ર પ્રત્યે કરુણાનું ઝરણું નિરંતર વહ્યા કરતું હતું. એમની સાધુતા નિષ્પક્ષપાતી હતી. માનવ ધર્મનું સ્થાન તેમના જીવનમાં સર્વોચ્ચ હતું. જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં લોકો કુદરતી હોનારતોના ભોગ બનતા ત્યારે ત્યારે પૂજ્યશ્રીજીના અંતરમાં ઊંડી સંવેદના પ્રગટ્યા સિવાય રહેતી નહીં. પૂજ્યશ્રીએ આવા આપત્તિ ટાણે અન્ય સુખી ભક્તોને દુઃખી પીડિત (૬૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ જીવોને મદદ કરવા હંમેશા અનુરોધ કર્યો હતો. વિ.સં. ૧૯૭૦માં પાલિતાણામાં મોટી જળ હોનારત થઈ હતી. આવા આપત્તિજનક સમાચાર સાંપડતા પૂજ્ય ગુરુદેવ ખૂબ જ વ્યથિત થઈ ગયા. તેમણે સિસોરાના ભાવિકોને એકઠા કર્યા. તેમને કુદરતી આપત્તિની વાત જણાવી અને પીડિત માનવબંધુઓ સારુયથાશક્તિ મદદતાત્કાલિક મોકલાવવા અનુરોધ કર્યો. પૂજ્ય ગુરુદેવની વાત લોકોને સ્પર્શી ગઈ. ખૂબ જ ઝડપથી લોકોએ સારી એવી રકમ એકઠી કરી, કપડાં અનાજ ભેગાં કરી તાત્કાલિક બધું પાલિતાણા મોકલાવી આપ્યું. મદદ મોકલાઈ ગઈ, ત્યારે જ પૂજ્યશ્રીજીના હૃદયનો ઉચાટ શમ્યો. આવા સંવેદનશીલ, કરુણામૂર્તિ, માનવતાના પરમ પૂજારી, પૂજ્ય ગુરુદેવ હતા. વિ. સં. ૨૦૦૬ ની ફાગણ સુદ સાતમની રાતે મારવાડના ભીમરાણા મુકામે રોકાયેલા પૂજ્યશ્રીજીને હોંશિયારપુરના લાલા શાંતિલાલજી મળ્યા. તેમની સાથે પટિયાલા જિલ્લાના તેમના મિત્ર બદ્રીપ્રસાદજી પણ હતા. બદ્રીપ્રસાદજી પ્રખર પંડિત હતા. દ્વારકાની યાત્રાએ જવા નીકળ્યા હતા. તેમને પૂજ્યશ્રીજીનાર્શન કરવાની તીવ્ર અભિલાષા હતી. તેમણે ભાવપૂર્વક પૂજ્યશ્રીજીના દર્શન કર્યા અને ધન્યતા પ્રગટ કરી. ત્યારે પૂજ્યશ્રીજી થોડીવાર ચિંતનમાં ડૂબી ગયા પછી ગંભીરતાથી બોલ્યા... “પંડિતજી! જગતના સઘળા દર્શન આત્મશુદ્ધિ, આત્મશાંતિ તથા આત્મકલ્યાણનો ઉપદેશ આપે છે... જૈન દર્શનમાં અહિંસા અર્થાત્ જીવમાત્ર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો અને અપરિગ્રહ અર્થાતુ ખપ સિવાયની સઘળી વસ્તુઓનો ત્યાગ કરવો એ બે સિદ્ધાંતોને પ્રાધાન્ય અપાયું છે. જેનસાધુકંચન કામિનીના ત્યાગી, તપસ્વી, પાદવિહારી અને મધુક્રીની ભિક્ષા પરજીવન નિર્વાહરવાવાળા હોય છે. બ્રાહ્મણોએ પણ પોતાના ત્યાગ તથા સેવાભાવથી જગતના ખૂણે ખૂણે ધર્મભાવનાના દીપકને પ્રાણવંતો રાખ્યો છે. ધર્મમાં કલેશ, રાગદ્વેષ નથી હોતા. હું તો સર્વધર્મ સમભાવમાં શ્રદ્ધા ધરાવું છું. જગતના સઘળા પ્રાણીઓ સાથે મૈત્રી ભાવ રાખવાની વાત શીખવનાર ધર્મ કેવો વિશાળ હશે. એનો વિચાર થવો જોઈએ.” આવા ઉન્નત વિચારો ધરાવતાપૂજ્યશ્રીજીએ સર્વધર્મ સમભાવને આત્મસાત્ કરી લીધો હતો. એ સમયમાં અંતરિયાળ ગામોમાં જૈન શ્રાવકોના ઘરઝાઝાં નહોતાં. વળી પંજાબમાં સ્થાનકવાસીઓ પણ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે સદ્ભાવ ઓછો રાખતા. ઉપાશ્રયોની સંખ્યા પણ સીમિત હતી. તેથી પૂજ્યશ્રીજીને ઘણીવાર ધર્મશાળાઓમાં, હિંદમંદિરોમાં, ગુરુદ્વારામાં રાત્રિ રોકાણ કરવું પડતું. પૂજ્યશ્રીજી સર્વધર્મ સમભાવના હિમાયતી હતા. તેમનું વ્યક્તિત્વ સર્વગ્રાહી હતું, એટલે જૈનેતર લોકોમાં પણ તેમની લોકચાહના ખૂબ હતી. પૂજ્યશ્રીજી ઘણીવાર જિજ્ઞાસુ જૈનેતર ભક્તોની ભાવનાને માન આપી જે તે ધર્મના અનુયાયીઓને તેમના ધર્મ વિશે પણ મનનીય પ્રવચન આપતા. તેમના આવા પ્રવચનોમાં સમગ્ર માનવજાતિના ઉત્કર્ષ અને આધ્યાત્મિકલ્યાણની સરવાણી પ્રગટ થતી. વિ.સં. ૧૯૯૭ના સિયાલકોટના ચાતુર્માસ દરમ્યાન તેમના ભક્તોની લાગણીને માન આપી પૂજ્ય ગુરુદેવે જન્માષ્ટમીના પર્વ પર હિંદુ મંદિરમાં જઈયોગેશ્વર શ્રીકૃષ્ણના જીવનકવન તથા સિદ્ધાંતો પર સરસ વ્યાખ્યાન આપ્યું હતું. શ્રીકૃષ્ણનાકર્મવાદસ્વધર્મ વિશે સુંદરસમજ ૬૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ આપી હતી. યોગેશ્વર શ્રીકૃષ્ણ વિષેની ભ્રામક વાતોનું ખંડન કરી તેમના દિવ્ય આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ભાવિકોને માહિતગાર કર્યા હતા. તેમના આવા પ્રભાવી વ્યાખ્યાનથી ભાવવિભોર ભક્તોએ પૂજ્યશ્રીજીના જ્ઞાન, સમદ્રષ્ટિતથા માનવતાવાદી અભિગમ અને સર્વધર્મસમભાવની ભારે પ્રશંસા કરી હતી. તા. ૨૩-૪-૧૯૪૯ ના રોજ મુંબઇમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં ભાગ લેવા પૂજ્ય ગુરુદેવને સાદર નિમંત્રિત કરવામાં આવ્યાહતા, પરંતુ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે પૂજ્યશ્રીજીએ સાદડીથી વિશ્વશાંતિને અનુલક્ષી પોતાનો સંદેશો મોકલાવ્યો હતો. એ સંદેશામાં તેમણે વ્યકત કરેલા ઉદારમતવાદી બહુમૂલ્ય વિચારો પૈકી કેટલીક વિચારકણિકા જોઈએ... ‘આધ્યાત્મિક પુરુષ હંમેશા શાંતિની ખોજ કરે છે. એવી વ્યકિત સુખમાં સુખ માને છે. દુઃખને પોતાના કર્મોનું પ્રાયશ્ચિત્તમાની શાંતિપૂર્વક તેને સહન કરે છે. તે સદાયકર્તવ્યપરાયણ રહે છે. રાત્રિકાળમાં એટલે અજ્ઞાનના અંધકારમાં લોકો જીવન ધ્યેયથી બેખબર જીવતા હોય છે. અર્થાત્ આત્મિક દ્રષ્ટિએ ઊંઘતા હોય છે, ત્યારે આત્માના ઉપાસકયોગીઓ જ્ઞાનચક્ષુ દ્વારા આત્મદર્શન કરવા પ્રયાસ કરતા હોય છે... જેનામાં કોઈ દોષ નથી, સઘળા ગુણ રહેલા છે, તેમને નમસ્કાર! તે પછી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય કે જિનેશ્વર દેવ, ચાહે કોઈપણ ભગવાન હોય, બધા જનમસ્કારને પાત્ર છે. બધા આત્માઓનો એક જ ધર્મ છે - આત્મશાંતિ. એની પ્રાપ્તિના માર્ગ ભિન્ન હોઈ શકે. સઘળા ધર્મોને એક જ કેન્દ્ર પર સ્થિત કરવા “ગીતાજીમાં કહેવાયું છે. “સ્વધર્મનિધનશ્રેયઃ પરધર્મો ભયાવહ !' યથાર્થ દ્રષ્ટિથી આ વાક્યનો વિચાર કરીએ, તો લાગશે કે પરિકલ્પિત વિચારધારાને બદલે આ વાક્ય જ વિશ્વધર્મ બનવા યોગ્ય છે. સ્વધર્મનો અર્થ છે, આત્મધર્મ અને પરધર્મનો અર્થ છે, માયા ધર્મ-પુગલિક ધર્મ! એટલેજસ્વધર્મસત્ય ધર્મ આત્મશાંતિ આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણ માટે સર્વોત્તમ છે.” આ સંદેશામાં પૂજ્ય ગુરુદેવની સર્વધર્મ સમભાવની વિશાળતા દ્રષ્ટિગોચર થાય છે. તેમનું યથાર્થ મૌલિક ચિંતન જગતના સર્વે ધર્મોના મૂળભૂત આત્મકલ્યાણકારી સિદ્ધાંતોની એકરૂપતાપ્રગટ કરે છે. રાયકોટના ચાતુર્માસ દરમ્યાન એકમંદિરના કામ માટે ઉજાગરસિંહશીખ નામનાપૂજ્ય ગુરુદેવના ભક્ત પોતે સુથાર હોવાથી મંદિરજીના દરવાજા બારી-બારણાં વગેરેનું કામ એક મહિના સુધી કરી તેની મજૂરીના પૈસા મંદિરના નિર્માણમાં આપવાની ભાવના વ્યક્ત કરી. આ ભક્તની ઉદાર ભાવનાને અનુલક્ષીને પૂજ્યશ્રીજીએ કહ્યું... આ ભેટખૂબ કિંમતી છે. એનું મૂલ્ય ઓછું ન આંકશો. એક બાજુ લાખોપતિ પાંચ હજારનું દાન કરે છે. બીજીબાજુએક ગરીબકે જેનું ગુજરાન દૈનિક વેતન પર ચાલે છે, તે પોતાની એક દિવસની બધી જકમાણી પુણ્યકાર્યમાં આપી દે છે. તે દિવસે તેને ઉપવાસ કરવો પડે છે. તેમજ વિચારો, ભાઈઓ! આબન્નેમાં કોનુદાન મોટુંગણાય? શ્રીમાન ઉજાગરસિંહજીનું દાન ગૌરવપૂર્ણ છે. યાદરાખજો જૈન ધર્મમાત્ર વાણિયાઓનો જધર્મનથી, એતો વિશ્વ ધર્મ છે!' Page #86 -------------------------------------------------------------------------- ________________ માનવતાવાદી સાધુના હૃદયમાં સૌ ગરીબ અમીર સઘળી જાતિના લોકો માટે સમભાવ હોય છે. સાચી મૂલ્યાંકન દ્રષ્ટિ હોય છે. વ્યક્તિનાદાનમાં દાનની માત્રા કરતાં તેની ભાવનાનું મૂલ્ય સવિશેષ હોય છે. પૂજ્ય ગુરુદેવ આવા જસત્યનિષ્ઠસમભાવી સાધુ હતા. અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન તપસ્વીશ્રીગુણવિજ્યજી મહારાજે પર્યુષણ પર્વમાં ઉપવાસની તપસ્યા કરી હતી. તેમની તપસ્યા નિમિત્તે એ સંઘના રિવાજ મુજબ કેટલાક લોકો અઠ્ઠાઇ મહોત્સવ માટે ઉપાશ્રયમાં ફાળો ઉઘરાવવા લાગ્યા. પૂજ્ય ગુરુદેવ ત્યારે એ લોકોને સ્પષ્ટપણે કહ્યું હતું. “ભાગ્યશાળીઓ! શક્તિ હોવા છતાં રૂપિયો આઠ આના માંગીને અક્રાઈમહોત્સવ કરવો શું શોભાસ્પદ લાગે છે? આરીતે મહોત્સવ કરવા કરતાં એન ઉજવાય એ વધુ સારું છે. જે લોકો માત્ર ભક્તિભાવથી પ્રેરાઈપોતાના ઘરબાર, વ્યવસાય છોડી અહીં આવે છે એમને આવતારકવાનો આરસ્તો છે! અહીં જેટલા શ્રાવકો હાજર છે, તેમાં એક પણ વ્યકિત ધનિક હોય એવું મને લાગે છે?મોટીમોટી મિલોવાળા તથા પેઢીઓવાળા તો ભૂલેચૂકેજવ્યાખ્યાનમાં આવે છે અને તે પણ પર્યુષણનાં પર્વોમાં જ!હંમેશાંતો આ સામાન્ય સ્થિતિના શ્રાવકો જ આવે છે. આ રીતે વારંવાર ફાળા એકઠા કરવાથી લોકોશરમનામાર્યાફાળો લખાવવાની પળોજણથી બચવા વ્યાખ્યાનમાં ન જવામાં ભલાઈ સમજશે! આ તો ધર્મની હાનિની વાત થશે!” જ્ઞાન પ્રાપ્તિ સત્સંગનું મહત્ત્વ માનવજીવન માટે સવિશેષ છે. આવા ધાર્મિક ઉત્સવો મનાવાય એની સામે વિરોધ ન હોઇ શકે, પરંતુ માનવતાની ઉપેક્ષા કરી આવી રીતે ફાળા ઉઘરાવવા સામે પૂજ્ય ગુરુદેવે લાલબત્તી ધરી હતી. વિ.સં. ૨00નો ચાતુર્માસ પૂજ્યશ્રીજી જંડિયાલા ગુરુ મુકામે વ્યતીત કરતા હતા. તેમની પુનિત નિશ્રામાં પર્યુષણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી ચાલતી હતી. ત્યાં એક દિવસ તેમને સમાચાર મળ્યા. સમાચાર સાંભળી તેમના હૈયામાં વિષાદ વ્યાપી ગયો. વ્યથિત થયેલા મહાપુરુષે પોતાની વેદનાને વ્યાખ્યાનમાં વાચા આપતા જણાવ્યું... “ભાઈઓ! બંગાળ તથા મેવાડની ધરતી પર પ્રકૃતિનો કોપ ઉતર્યા છે. હજારો પરિવારો સંકટપૂર્ણ સ્થિતિમાં મુકાઈ ગયા છે. આપણો ધર્મ છે જીવો પર દયાભાવ રાખવો... અરે! આપણે નાનાં નાનાં નિર્દોષ પ્રાણીઓ તથા જીવો પર દયા રાખીએ છીએ, ત્યારે આપગ્રસ્ત મનુષ્યો પરતો દયા કરવી, એ આપણું પ્રથમ પંક્તિનું કર્તવ્ય થઇ પડે છે. મારી ભાવના છે કે આપણા સંકટગ્રસ્ત બાંધવોના હિતાર્થે એક રાહતફાળો ઉઘરાવવામાં આવે અને એ રકમ વિપદાગ્રસ્ત લોકોની સહાયતા માટે મોકલી આપવામાં આવે.” આર્દ હદયના ઊંડાણથી ઉઠેલા પૂજ્યશ્રીજીનામાનવતાપૂર્ણ પોકારને ભાવિકોએ ઝીલી લીધો. ખૂબ જ ટૂંકાગાળામાં સારી એવી રકમ એકઠી કરવામાં આવી અને તેનો યથોચિત ઉપયોગ કરવામાં આવ્યો. સાચી માનવતા મેઘવર્ષા જેવી સર્વત્ર વરસનારી હોય છે. માનવ ધર્મને જાતિ જ્ઞાતિના ભેદ, ભાષાના ભેદ, પ્રાંત રાજ્ય દેશના ભેદકદાપિ બાંધી શકતા નથી. પૂજ્યશ્રીજી માનવધર્મના નિબંધ ઉપાસક હતા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલાટાણે પૂજ્ય ગુરુદેવ ગુજરાંવાલામાં હતા. ત્યાં તેમની સાથે સાધુ-સાધ્વીઓ ઉપરાંત ૨૫૦ જેટલા શ્રાવકો પણ રોકાયેલા હતા. ધર્મઝનૂની તત્ત્વોએ બેફામ બની ગુજરાંવાલામાં મંદિરજી તથા ઉપાશ્રય ઉપર હુમલા કરવા માંડ્યા, ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રાવકોને જણાવ્યું કે, 'તમે લોકો તક મળે તો ઝડપથી અહીંથી નીકળી ભારત પહોંચી જાઓ. તમે લોકો અમારી ચિંતા કરશો નહીં. શાસનદેવ અમારી રક્ષા કરશે. જો કે શ્રાવકોએ હિમ્મત દાખવી ત્યાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ ઘટનાસ્પષ્ટ જણાવે છે કે પૂજ્યશ્રીજી નિઃસ્વાર્થ ભાવથી, માનવતાથી પ્રેરાઈ શ્રાવકોને વહેલી તકે ભારત મોકલવા તૈયાર થઈ ગયા હતા. જોકે પાછળથી જ્યારે ભારત સરકારે પૂજ્ય ગુરુદેવ તથા સાધુસાધ્વીગણને ભારત સહીસલામત લઈ આવવા ખાસ વિમાન મોકલાવ્યું, તો તેમણે શ્રાવકોને સાથે લઈને આવવાનો દ્દઢ નિર્ધાર જણાવી વિમાનને પાછું મોકલાવી દીધું હતું. છેવટે પૂજ્યશ્રીજી સાધુ-ભગવંતો તથા સૌશ્રાવકોને સહીસલામત પોતાની સાથે જ ભારત લઈ આવ્યા હતા. આવા નિઃસ્વાર્થ માનવતાના પૂજારી પૂજ્ય ગુરુદેવ હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી હજારો હિંદુ પરિવારો હિજરત કરી ભારતમાં આવી ગયા હતા. ઘરબાર, માલ મિલ્કત, ધંધા રોજગાર છોડી આવેલા આવા અસંખ્ય લોકોનીયનીય હાલત હતી. આવા સઘળા હિંદુ, શીખતથા જૈન ભાઈઓની આવાસ, ભોજન વ્યવસાયની સમસ્યા ઉકેલાય તે માટે અમૃતસરમાં રોકાયેલા પૂજ્ય ગુરુદેવ પોતાના વ્યાખ્યાનોમાં દોલતમંદ લોકોને હૃદયસ્પર્શી અપીલ કરતા કહેતા.... - આજે આપણો દેશ સંકટમાં છે. એટલે હિંદ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન તથા આર્યસમાજી વગેરે જે પણ ભારત માતાની સંતાન છે, તેથી સૌએ એક વિશાળ પરિવાર જેવી સમજણ કેળવી અરસ પરસ મદદ કરવી જોઈએ... આપણા જરૂરતમંદબાંધવોની મદદ કરવી, સેવા કરવી એ આજની તારીખમાં પ્રત્યેક ભારતવાસીનો ધર્મ છે...! સેવા જ આજની પરિસ્થિતિમાં સાચી પૂજા, સાચી ઈબાદત અને સાચી ગુરુવાણી છે. જો મનુષ્ય જીવિત રહેશે, તો જધર્મજીવંત રહી શકશે. જો સમાજ સમૃદ્ધ, સુદ્દઢ, બળવાન અને પ્રાણવાન થશે, તો જ દેશ, ધર્મ અને સંસ્કૃતિ પ્રાણવાન થશે.” સમયનાતકાજાને માન આપી પૂજ્યશ્રીએ અખિલ હિંદની આમ જનતાને જેદર્દનાક અપીલ કરી હતી, તે તા. ૧૭-૧૦-૧૯૪૭ના અમૃતસરથી પ્રસિદ્ધ થતા ઉર્દૂ અખબાર ‘વીર ભારતમાં પ્રકાશિત થઈ હતી. એ અપીલમાં પૂજ્યશ્રીજીનો સંદેશ હતો... “જે હિંદુ, શીખ અને જૈન ભાઈ-બહેનો પાકિસ્તાનથી પરેશાન થઈ આવ્યા છે, એ સઘળા તારાજ થયેલા લોકો તમારી સહાયતાની પ્રતીક્ષા કરે છે... તમે અમને તમારા સ્વજન સમજી સેવા કરો, એ જ આપણું પ્રથમ કર્તવ્ય છે. પંજાબ સરકારને અમે નિવેદન કરીએ છીએ કે જે લોકો પાકિસ્તાનમાં ફસાઈગયા છે, તેમને સત્વરે સહીસલામત ભારત લઈ આવવાનો પ્રબંધ કરે અને પાકિસ્તાન સ્થિત ધર્મસ્થાનો છે એમની જાળવણીની ઉચિત વ્યવસ્થા કરાવે.” પૂજ્ય ગુરુદેવની એ દર્દનાક અપીલને સકારાત્મક સુંદર પ્રતિભાવ સાંપડ્યો. શ્રીમંતોના દિલમાં દયા વસી. તેમણે નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી. અમૃતસરમાં કપડાંની Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાંસડીઓના અંબાર થઈ ગયા. ઠેર ઠેર ભોજનાલયો શરૂ થયા.બધી કોમના લોકો ભેદભાવ ભૂલી એક સાથે રહેવા લાગ્યા. અમૃતસરમાં અદ્વિતીય એખલાસતથા ભાઈચારાનું વાતાવરાગ સર્જાઈ ગયું. અન્નક્ષેત્રોમાં પ્રતિ દિન બે થી ત્રણ હજાર લોકો ભોજન લાભ લેવા લાગ્યા. બાળકોના આહાર પાણીની અલાયદી વ્યવસ્થા ગોઠવાઈગઇ. બીમાર લોકોના ઈલાજ માટે અલગ પ્રબંધ કરવામાં આવ્યો. લગભગ ત્રણથી ચાર મહિના સુધી માનવતાને મહેકાવતો આ કાર્યક્રમ ચાલતો રહ્યો. આજના વિષમ વાતાવરણમાં વિવિધ સંપ્રદાયોમાં વ્યક્તિપૂજા અને સમુદાય ઉત્કર્ષની વાતો થાય છે. પોત પોતાના જ ધર્મ તથા સિદ્ધાંતો સાચા હોવાની હોડ લાગી છે. ક્યાંક લોકોને મદદકરી ધર્મ પરિવર્તન કરવાના કારસા રચાઈ રહ્યા છે, ત્યારે દુનિયામાં માનવજીવન દોઝખ નરક સમાન બની ગયું છે. આજે પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. જેવા કરુણાનિધિ, સર્વધર્મ સમભાવી માનવતાના ઉપાસકધર્મ ગુરુઓની વિશ્વ માનવ સમુદાયને તાતી જરૂર છે, જે લોકોનું ભૌતિક તથા આધ્યાત્મિક કલ્યાણ કરી શકે. Page #89 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક આધ્યાત્મિક વિભૂતિ દેવ, પરમાત્મા શક્તિશાળી હોય છે. એટલે સામાન્ય માનવીની કલ્પના પ્રમાણે દેવ, પરમાત્માના સ્વરૂપ તેમનાં વાણીવર્તનમાં વિશિષ્ટતાની અપેક્ષા સેવાય છે. તેમનામાં અસામાન્ય કાર્યો કરવાની ક્ષમતા હોવી જોઈએ, એવી આપણી સામાન્ય અપેક્ષા રહે છે. કબીરજીના પદ પ્રમાણે ગોવિંદ, પરમાત્મા સુધી પહોંચાડવાની ક્ષમતા સદ્ગમાં હોય છે. સદ્ગુરુ પરમાત્મા તથા આપણી વચ્ચે સેતુનું કામ કરે છે, એટલે ગુરુ પાસેથી પણ અલૌકિક શક્તિ સામર્થની આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ. તેથી જ આપણને મહાપુરુષના સહજ ભાવથી થતા કાર્યોમાં ચમત્કારનાં તથાઅલૌકિકતાના દર્શન થાય છે. ખરેખર આત્માની ઓળખથી, તેની અગાધ શક્તિથી આજે પણ વિશ્વ માનવ સમુદાય અજ્ઞાત છે. વીસમી સદીના મહાન તત્વચિંતક ઓશોએ દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી અધ્યાત્મ વિભૂતિ ગણાવ્યા છે. તેમના મતાનુસાર ભવિષ્યમાં વિજ્ઞાન આત્મતત્વની શોધ સુધી પ્રગતિ કરી શકશે. જ્યારે વ્યક્તિનો આત્મવિકાસ થાય છે, ત્યારે તેનામાં અસામાન્ય ઊર્જા જન્મે છે. વિકાસની પૂર્ણ કક્ષાએ તે અષ્ટ સિદ્ધિનો સ્વામી બને છે અને ત્યારે તેના નિર્મળ હૃદયમાંથી ઉઠતા ભાવ પણ બીજાનું કલ્યાણ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. આવા સિદ્ધાત્માના મુખેથી કરુણાવશ નીકળેલા આશીર્વચનથી પણ દુઃખી જીવોનું કલ્યાણ થઈ જતું હોય છે અને આવી ઘટનાને આપણે ચમત્કાર કહીએ છીએ. ચમત્કાર ઘટવામાં સમર્થમહાપુરુષની સંકલ્પશક્તિ, તેનાં શક્તિ સામર્થની સાથે સાથે જે તે વ્યક્તિની પરમ ઊંડી શ્રદ્ધા તથા એ મહાપુરુષ સાથેના ઋણાનુબંધનો પણ કારણભૂત બનતા હોવા જોઈએ. મહાપુરુષો કદી ચમત્કાર કરતા નથી. ચમત્કાર એમના થકી એમના યોગબળથી કણાના કારણે બની જતા હોય છે. ચમત્કાર થવા એ પણ સિદ્ધ મહાત્માની ઉચ્ચ કક્ષાની આત્મસ્થિતિ જ દર્શાવે છે. પંજાબ કેસરી પૂજ્યાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા. પણ વચનસિદ્ધિને વરેલા મહાત્મા હતા. સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રને વરેલા પૂજ્ય ગુરુદેવ અધ્યાત્મ પંથના પ્રવાસી હતા. મંત્રજાપ, વ્રત નિયમો તથા આરાધના ઉપાસના ધ્યાનયોગના કારણે તેમની આત્મશક્તિ દિવ્યતા પામી હતી. એમની એ અદ્દભુત અલૌકિક ઊર્જાના કારણે જ તેમને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેમના સમગ્ર જીવનમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે, જે તેમની આ ચમત્કારિક શક્તિને ઉજાગર કરે છે. મહાપુરુષો નિર્લેપ નિઃસ્પૃહી હોય છે અને પૂજ્યશ્રીજી એ કક્ષાના મહાત્મા હતા, એટલે એમને પ્રાપ્ત થયેલી એ વિશિષ્ટ અદ્દભુત શક્તિનો ઉપયોગ તેમણે કદાપિસ્વયંના સ્વાર્થ ખાતર કર્યો નથી. જલકમલવતુ સાધુ મહાત્માઓ આવી સિદ્ધિઓનો ઉપયોગ બીજાઓના કલ્યાગ ખાતરજકરતા હોય છે. આવી અલૌકિક સિદ્ધિ તેમની પાસે સદાકાળ જળવાઈ રહેતી હોય છે. આવી અલૌકિક શક્તિના સ્વામી બન્યા પછી પણ તેમનામાં કદી પણ અહંકાર, અભિમાન કે ઘમંડ આવ્યાં નહોતાં. Page #90 -------------------------------------------------------------------------- ________________ Page #91 -------------------------------------------------------------------------- ________________ Page #92 -------------------------------------------------------------------------- ________________ આજીવન એમનીસાધુતા અખંડ રહી હતી. એમના થકી થયેલા ચમત્કારોથી ધર્મ વિષે લોકોની શ્રદ્ધામાં અભિવૃદ્ધિ અવશ્ય થઇ હતી. ધર્મ પ્રભાવનામાં તેમની સિદ્ધિએ સુંદર ફાળો આપ્યો હતો. પરંતુ માત્ર ધર્મ પ્રભાવનાના હેતુને સાકાર કરવા જ તેમની આ દિવ્ય સિદ્ધિનો ઉપયોગ નહોતો થયો. પૂજ્યશ્રીજી તો ણાના સાગર હતા એટલે તેમની પાસે આવેલી દુઃખી વ્યક્તિના કલ્યાણ સારુ જ્યારે જ્યારે પણ તેમણે અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા, અભિમંત્રિત કરી વાસક્ષેપ આપી, ત્યારેત્યારે એ જીવાત્માની પીડા દૂર થઈ હતી. જન કલ્યાણ સારું પણ પૂજ્યશ્રીજીની સિદ્ધિનો ઉપયોગ થયો છે. આવા દયાળુ, પરદુઃખભંજક મહાત્માના ધર્મ, સમાજ તથા જીવમાત્ર ઉપર થયેલા ઉપકારો ઉજાગર કરતા કેટલાક પ્રસંગો જોઈએ. ઈ.સ. ૧૯૫૩માં પૂજ્ય ગુરુદેવના માનમાં ઉજવાતા હીરક જ્યંતી મહોત્સવ વિશેષાંકની તૈયારીઓ પૂર જોશમાં ચાલતી હતી. મુંબઇના શ્રી કેશવલાલ શાહ આ વિશેષાંકના સંપાદક તરીકે દિન-રાત પુરુષાર્થ કરતા હતા. અન્ય ગુરુભક્તો શ્રી ખીમજીભાઈછેડા, શ્રી નાનુભાઈશાહ તથા શ્રી જીવણલાલ વગેરે પણ સહકાર આપી રહ્યા હતા. એક દિવસ રાત્રે શ્રી કેશવલાલ સીડી ઉતરતા પગમાં કેરીની છાલ આવી જતાં, પડી ગયા. શરીરમાં નાની મોટી ઈજાઓ થઈ અને તેમનો જમણો હાથ ઉતરી ગયો. હાડકાંને પણ ઈજા થઈ. તેમને ભયંકર પીડા તથા કળતરના કારણે તમ્મર આવી ગયા. વેદનાના કારણે આંખમાં આંસુ આવી ગયાં. મુંબઇના અનુભવી હાડવૈધ પાસે તેમના સાથીદારો લઈ ગયા. તેમણે કેશવલાલનો ઉતરી ગયેલો હાથ ચડાવી દીધો. બેઠા માર પર લેપ કર્યો. કેશવલાલને રાહત થઈ, પરંતુ તેમના મનમાં ઘેરો વિષાદ છવાઈ ગયો. આણીની પળે જ વિશેષાંકનો કાર્યભાર સંભાળતા જમણા હાથને ઈજા થઈ હતી. હાડવૈઘે સ્પષ્ટ જણાવી દીધું હતું કે હાથને સાજો થતાં દસ-બાર દિવસનો સમય લાગી જશે. જ્યારે અહીં તો વિશેષાંક તૈયાર કરવા પળ પળની જરૂર હતી. શું કરવું ? કેવી રીતે કામ પાર પાડવું ? સૌ મુંઝવણમાં મૂકાઈ ગયા. બીજા દિવસે સવારે સાથીદારો કેશવલાલને સર્વોદય નગરમાં બિરાજેલા પૂજ્ય ગુરુદેવ પાસે લઈ ગયા. સઘળી વાત જણાવી. કેશવલાલ તો પૂજ્યશ્રીજીના ચરણોમાં આળોટી ગયા. પૂરી વાત સાંભળતા જ મહાપુરુષના મુખેથી ઉદ્દગાર સરી પડ્યા.... ‘અશુભ કર્મોને ગિરા દિયા, શુભ કર્મોને ખડા કિયા..!' પૂજ્યશ્રીજીએ આશીર્વાદ આપ્યા. અભિમંત્રિત વાસક્ષેપ આપ્યો, કેશવલાલ તો વાસક્ષેપ લઈ ઘેર આવ્યા. ઘરે પહોંચ્યા અને જોયું તો ઉતરેલા હાથમાં પ્રાણ ફૂંકાયો હતો. વેદના શમી ગઈ હતી. જમણો હાથ પહેલાંની જેમ જ પુનઃ સક્રિય થઈ ચૂક્યો હતો. આ ચમત્કાર નિહાળી તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેમની વાત સાંભળી સાથીદારો તથા હાડવૈદ્ય પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પૂજ્યશ્રીજીની કૃપાથી કેશવલાલ પુનઃ કામે લાગી ગયા. વિ.સં. ૧૯૯૬ માં બડૌત નગરમાં પૂજ્ય ગુરુદેવની પાવન નિશ્રામાં જૈન મંદિરની ૭૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા થવાની હતી. મહા મહિનાની કડકડતી ઠંડીમાં પણ લોકોની અપાર ઉત્સાહછલકાતો હતો. આસપાસના ગામના ભાવિકો તથા દૂર દૂરથી ભક્તજનો આવ્યા હતા. દિગંબર જૈન હાઇસ્કૂલના મેદાનમાં આત્મવલ્લભનગરની રચના થઈ હતી. વિવિધ વ્યવસાયના વેપારીઓએ ધાર્મિક પુસ્તકો પૂજા વિધિનો સામાન, કપડા, જર-ઝવેરાતની દુકાનો લગાવી હતી. રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી. ચોમેર વાતાવરણમાં હર્ષોલ્લાસ બાપેલા હતો. એટલામાં આકાશમાં અચાનક જ કાળાં વાદળો ઘેરાઈ આવ્યાં. ચોમેર અંધકાર છવાઈ ગયો. વીજળીઓ થવા લાગી અને હમણાં જ મેઘરાજા ભયંકર રીતે તૂટી પડશે એવી પ્રતીતિ સૌને થવા લાગી. પ્રતિષ્ઠાના ઉત્સવ આડે આવેલી આ કુદરતી આપત્તિથી સૌ ભક્તો ચિંતાતુર થઈ | ગયા. તેમના ઉત્સાહ ઉમંગ પર ઠંડું પાણી ફરી વળ્યું. સઘળા લોકો પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. મુસ્લિમ બિરાદરો પણ પૂજ્યશ્રીજી પ્રત્યેની શ્રધ્ધાના કારણે ખુદાની બંદગીરવા લાગ્યા. સઘળા ભક્તો નિરાશ થઈ પૂજ્ય ગુરુદેવ પાસે ગયા અને હતાશ હૈયે પૂછવા લાગ્યા, ‘ગુરુદેવ! શું આપણા ઉત્સાહમાં ભંગ પડશે? પ્રતિષ્ઠાનો વરઘોડો મુલત્વી રાખવો પડશે?' પરંતુ પૂજ્યશ્રીજીએ તો નચિંત ભાવે સ્મિત રેલાવતા ટૂંકો જવાબ આપ્યો... “ચિંતા છોડો! સબકુછ અચ્છા હો જાયેગા.” હૈયે હામ અને અંતરમાં પૂજ્ય ગુરુદેવનું નામ તેમના વચન પર શ્રદ્ધા રાખી સૌ ભક્તો પાછા વળ્યા. ત્યાં તો થોડીવારમાં જ વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યો. હવામાન બદલાઈ ગયું. વાદળો થોડીવાર ગરજીને શાંત થઈ ગયાં. પવન ફૂંકાયો, વાદળો દૂર ચાલ્યાં ગયાં. સૂરજ પાછો ચમકવા લાગ્યો. વરસાદની સંભાવના ટળી ગઈ. સૌ ભક્તોના ચહેરા પર ખુશીનું હાસ્ય દોડવા લાગ્યું. નિયત સમયે ધામધૂમપૂર્વક રથયાત્રા નીકળી. ગામના કેટલાક ચુસ્ત મુસ્લિમો મજીદ આગળથી રથયાત્રા પસાર થવા દેવા અંગે આનાકાની કરતા હતા, પરંતુ આ પ્રત્યક્ષ ચમત્કારનજરોનજરે નિહાળી તેમને પણ પૂજ્ય ગુરુદેવમાં ઓલિયાની શક્તિના દર્શન થયાં અને તેમનો વિરોધ શમી ગયો. આમ બડૌત ગામની પ્રતિષ્ઠા ખૂબ શાનદારરીતે સંપન્ન થઈ. ૧૯૪૭ના ભારત પાકિસ્તાનના ભાગલા ટાણે પૂજ્ય ગુરુદેવ ગુજરાંવાલામાં રોકાયા હતા. ઉપાશ્રયમાં તેમની સાથે ૨૫૦ જેટલા શ્રાવકોએ પણ આશરો લીધો હતો. ગુજરાંવાલામાં પણ ધર્મઝનૂની લોકોના ટોળાં ચારે બાજુલૂંટફાટકલેઆમ કરતા કરતા હતા. પૂજ્ય ગુરુદેવ એ સમય દરમ્યાન ઉપાશ્રયમાં ભક્તોને સાંત્વના આપતા હતા. તથા સૌ જપતપ આરાધના કરવામાં સમય પસાર કરતા હતા. - પૂજ્યશ્રીજીની આધ્યાત્મિક શક્તિના કારણે આવાઝનૂની ટોળાં હુમલો કરવાના ઇરાદે જ્યારે મંદિર તથા ઉપાશ્રયના પટાંગણમાં ઘૂસી આવતા, ત્યારે એ લોકોના પગમાંથી શકિત હણાઈ જતી. એ લોકો આગળ વધી શકતા નહીં. વળી તેમના ઉશ્કેરાયેલા મન શાંત થઈ જતા અને થોડીવારમાં જ એ લોકોને ખાલી હાથે પાછા ફરી જવું પડતું હતું. જ્યારે થોડાક સૈનિકો સાથે પૂજ્યશ્રીજી તથા ભક્તો ભારત આવવા નીકળ્યા, ત્યારે રસ્તામાં Page #94 -------------------------------------------------------------------------- ________________ એક પુલ પાસે કેટલાક તોફાની લોકો તેમને લૂંટવા બેઠા હતા. સૈનિકટુકડીના આગેવાનને આવી પરિસ્થિતિમાં આગળ જવું વ્યાજબીન લાગતાસૌને ત્યાં જ રોકાઈ જવા કહ્યું. એટલામાં ત્યાં એક શીખ સરદાર પોતાની ટુકડી લઈનીકળ્યા. શીખસરદારની પત્ની પૂજ્ય ગુરુદેવને ઓળખતી હતી. તેણે પોતાના પતિને પૂજાશ્રીજીની મદદકરવા જણાવ્યું. સરદારજીએમદકરી અને સૌ સહીસલામત ભારત પહોંચી ગયા. આ ઘટનામાં પણ આપત્તિમાં ફસાયેલા પૂજ્ય ગુરુદેવ તથા તેમના કાફલાને દેવકૃપાથી ગેબી સહાય સમયસર મળી રહી એ વાત તેમની આધ્યાત્મિક સિદ્ધિની સાક્ષી પૂરે છે. સાચા સાધુસંતની સેવા કરનારપરકુદરતરાજી રહે છે. મહાત્માઓની ઉપેક્ષા અવહેલના કરનારને કુદરત પણ ક્ષમા આપતી નથી. વિ.સં. ૧૯૯૨માં પૂજ્ય ગુરુદેવ સનખતરાનગરમાં અંજનશલાકાની પ્રતિષ્ઠા કરાવી પાછા ફરતા પશરુર નામના ગામમાં રોકાયા હતા. સખત ગરમી પડતી હતી. પૂજ્ય ગુરુદેવ તથા ભક્તો પણ થાકીને લોથપોથ થઈ ગયા હતા. બધાને જોરદાર તરસ લાગી હતી, પરંતુ એ ગામમાં કોઈએ આવકાર ન આપ્યો. પાણીની વ્યવસ્થા પણ ન થઈ. લાચાર થઈ સૌને આગળવિહાર કરવો પડ્યો. પૂજ્યશ્રીજી તો ગામ છોડી ગયા અને ત્યાં અકળ ઘટના બની. પશરગામના કૂવાઓનું પાણી ખારું થઈ ગયું. ગામના લોકો દુઃખી થઈગયા. શ્રદ્ધાળુ લોકોને મનોમંથન કરતા પોતાની ભૂલની પ્રતીતિ થઈ. લગભગ છ વર્ષ પછી સંવત ૧૯૯૮ માં ફરી એકવાર વિહાર કરતા પૂજ્ય ગુરુદેવ એ ગામમાં પધાર્યા. ગામ લોકો આ વખતે ગાફેલ ન રહ્યા. તેમના વાણીવર્તનમાં પરિવર્તન આવી ગયું હતું. ગામલોકોએ ભેગા થઈ શ્રદ્ધાપૂર્વક પૂજ્યશ્રીજીનું સ્વાગત કર્યું. ભક્તિભાવથી તેમની સ્તુતિ કરી યથાયોગ્ય ભક્તિ કરી. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવત્યાંથી આગળ વિહાર કરી ગયા. પશરુર ગામમાં અલૌકિક ઘટના બની. પૂજ્યશ્રીજીના મંગલ પ્રવેશ બાદ કૂવાના ખારાં પાણી તત્કાળ સાકર જેવા મીઠાં થઈ ગયાં. કૂવાઓની જળસપાટી પણ ઊંચી આવી. આસપાસની નદીઓમાં પાણી વહેવા લાગ્યાં. ગામલોકો સૌ આ ઘટના જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. એકવાર પૂજ્ય ગુરુદેવ મુંબઈની ચોપાટી પર પ્રવચન આપી રહ્યા હતા. પ્રવચન પુરું થતાં એક ભાઈ પૂજ્યશ્રીજી પાસે આવ્યા. ભાવપૂર્વક વંદના કરી ચરણસ્પર્શ કર્યા અને પછી બોલ્યા, ગુરુદેવ! આપ મને ઓળખો છો?' ના, ભાઈ! હું તમને નથી ઓળખતો, પૂજ્ય ગુરુદેવે જવાબ આપ્યો. ત્યારે પેલા ભાઈ લાગણીવશ બોલ્યા, “હે પ્રાણવલ્લભ! આપ તો મારા પ્રાણદાતા છો. આપની કૃપાપ્રસાદીથી જ મારા પ્રાણ બચ્યા છે. હું સહીસલામત છું. હું મેરઠ જિલ્લાની ! વતની છું. વકીલાતનો વ્યવસાય કરું છું. એકવાર મારી ભૂલના કારણે એક ગુના સબબ મને ફાંસીની સજા કરવામાં આવી હતી. આ વાતની જાણ થતાં મારી પત્ની બેબાકળી થઈ ગઈ. મારી પત્નીને આપના વિષે જાણકારી મળી અને તે આપની પાસે દોડી આવી. - વલોવાતાં હેયે તેણે પોતાનાં દુઃખની દાસ્તાન આપને કહી સંભળાવી અને આવા સિંકટમાંથી ઉગારવા તેણે આપને પ્રાર્થના કરી. તેની કરુણ કહાનીસાંભળી આપશ્રી ગળગળા થઈ ગયા. આપશ્રીએ ત્યારે અંતરથી આશીર્વાદ આપ્યા.. Page #95 -------------------------------------------------------------------------- ________________ માતા!તુમ ચિંતામત કરો. દેવગુરુધર્મપસાથે સબકુછ અચ્છા હો જાયેગા...!' આપનો આશીર્વાદરૂપીવાસક્ષેપ લઈને તે મારી પાસે આવી અને આપની આશિષથી ચમત્કાર સર્જયો. મારા ઉપર લાગેલો આરોપ ખોટો સાબિત થયો. મારી ફાંસીની સજા રદ થઈ ગઈ. મને નવજીવન પ્રાપ્ત થયું. ધન્યવાદ ગુરુદેવ! આપની કૃપાનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી!” “ધન્યવાદમારો નહીં દેવગુરુ પરમાત્માનો માન, ભલા ભાઈ!” મેરઠના વતનીની વાત સાંભળી પૂજ્ય ગુરુદેવ નિર્લેપભાવે બોલ્યા હતા. પૂજ્યશ્રીજી આવા નિઃસ્પૃહી અલૌકિક સંત હતા. પૂજ્યગુરુદેવના મહાપ્રયાણપછી મુંબઈમાં એક અલૌકિક ઘટના બની હતી. પૂજ્યશ્રીજીની પાલખીગૌડીજીના મંત્રિના મુખ્ય દરવાજેથી નીકળી, જ્યારે વિશાળ ચોગાનમાં પહોંચી, ત્યારે એક ચમત્કાર સર્જયો. એક મહાન તપસ્વી દિવ્યાત્માનું ભવ્ય સ્વાગત કરી ગગન પણ જાણે ધન્યતા અનુભવી રહ્યું હોય, તેમ આકાશમાં પૂજ્ય ગુરુદેવના મસ્તક પર જ એકમેઘધનુષ્યના સપ્તરંગોની આભારચાઇલોકો ચકિત થઈ ગયા. અનેક ભક્તોના ભોમિયા, માર્ગદર્શક, જીવનના પથપ્રદર્શકધર્માત્માને સ્વર્ગમાં લઈ જવા જાણે દિવ્ય વિમાન આવ્યું હોય એવી અનુભૂતિ લોકોના અંતરમાં થઈ. એકયુગવીર મહાત્માના સ્વર્ગારોહણની એ ઘટનાની સાક્ષી બનેલી અલબેલી મુંબઈનગરી એ દિવસે ધન્ય ધન્ય થઈ ગઈ. કહે છે કે સંત કબીરના મહાપ્રયાણ પછી એમના પાર્થિવ દેહના સ્થાને સુંદર પુષ્પોનો ઢગલો થઈ ગયો હતો! જગતના સંતો, મહાત્માઓ તથા દિવ્યાત્માઓના જન્મ તથા મૃત્યુ સાથે ઘણી વાર અલૌકિક ઘટનાઓ બનતી રહી છે. અંતિમ વર્ષોમાં લગભગ ૮૦વર્ષની વયે પૂજ્ય ગુરુદેવને મોતિયા આવ્યા હતા. સાદડી મુકામે તેમની આંખો પર કરેલા ઓપરેશનને ઝાઝી સફળતા સાંપડી નહોતી. તેમની આંખોની રોશનીનહીંવત્ થઈ ગઈ હતી. ત્યારબાદપૂજ્યશ્રીજી વિહાર કરી મુંબઈપધાર્યા. અહીંયાં વિખ્યાત ડૉક્ટરડગનની હોસ્પિટલમાં તેમના નેત્રપટલ પર ઓપરેશન કરવામાં આવ્યું. હજારો ભક્તોની પ્રાર્થના, બાધા, માનતા, આખડી તથા સાધુ સાધ્વીઓની શુભકામનાઓ પૂજ્ય ગુરુદેવની નેત્રજ્યોતિ માટે કરવામાં આવી હતી. અને ખરેખર એનું ચમત્કારિક પરિણામ પણ પ્રાપ્ત થયું. પૂજ્યશ્રીજીનું ઓપરેશન સફળ થયું. ડૉ. ડગને પૂજ્ય ગુરુદેવ વિશે કહેલું.. ‘અકથ્ય વાત છે! આપની આંખોમાં આટલી રોશની આવી જશે, એવી મને આશા નહોતી, કારણ આપની વૃદ્ધાવસ્થા છે, આંખોની સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. આપને બિલકુલદેખાતું નહોતું, છતાં આવું આશ્ચર્યજનક પરિણામ પ્રાપ્ત થશે એવી મને મુદ્દલ આશા નહોતી. મને લાગે છે પૂજ્ય ગુરુદેવ પ્રભાવી પુણ્યાત્મા છે....!' - પાલિતાણામાં જેમાસનાં સંક્રાંતિ પર્વ પર પૂજ્યશ્રીજીની નિશ્રામાં મળેલી સભામાં સંગીતકાર કવિશ્રી ઘનશ્યામભાઈએ પોતાનો સ્વાનુભવ રજૂ કર્યો હતો. “સંવત ૨૦૦૮ની જેઠ માસની સુદ છઠની ઉલ્લાસપૂર્ણ સાંજે હું મારા મિત્રો સાથે પાલીતાણાથીદૂર નિર્જન પર્વતની વનરાજીની અનુપમ શોભા નિહાળતો,આનંદમસ્તીમાં લીન Page #96 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં ફરી રહ્યો હતો. તે સમયે અચાનક મને કંઇક કરડી ગયું. મારા શરીરમાં ભયંકર પીડા, કળતર થવા લાગી. મને લાગ્યું કે કોઈ ભૂરાનીલા રંગની આકૃતિ મારી પાસેથી ઝડપથી પસાર થઈ ગઈ અને હું તરત જ બેભાન થઈ ગયો. મારા મિત્રો તથા બીજા લોકો મને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરોએ માઝેર ઉતારવા લાખ કોશિશ કરી, પરંતુ તેમને સફળતાન મળી. પ્રતિ પળ ઝેરમારા શરીરમાં પ્રસરી રહ્યું હતું. હું મોતના મુખમાં ધકેલાઈ રહ્યો હતો. મારી ગંભીર સ્થિતિની જાણ મારા ઘનિષ્ઠ મિત્ર લાલ રતનલાલજીને થઈ. તેમણે પૂજ્ય ગુરુદેવને વાત કરી. તેમણે તત્કાળ ધ્યાન લગાવ્યું. થોડીવાર પછી ધ્યાન પૂર્ણ કરી તેમણે વાસક્ષેપને અભિમંત્રિત કરીને મોકલાવી, મને વાસક્ષેપ પીવડાવવામાં આવી. થોડીવારમાં જ મને જોરદાર ઉલટી થઈ અને તે સાથે જ મારા શરીરમાંથી સર્પનું ઝેર નીકળી ગયું. મારા પ્રાણ બચી ગયા, એ દિવસથી મારા જીવનમાં શ્રદ્ધાની જયોતિ પ્રગટી. મારા આચાર-વિચારવાણી વર્તનમાં પરિવર્તન આવ્યું. જે શરીરને હું ભૌતિક સુખો ભોગવવાનું સાધન માનતો હતો, એ જ કાયાને હું આત્માનંદ પ્રાપ્ત કરવાનું સાધન માનવા લાગ્યો. પૂજ્યશ્રીજીએ મારા પર અપાર કૃપા કરી મારો જીવ બચાવીને ધર્મયુકત નવજીવન આપ્યું છે.' ફાજલકા ગામમાં પરમાત્મા શ્રી ચંદ્રપ્રભુસ્વામીજીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા પૂજ્ય ગુરુદેવ પધાર્યા હતા. ગામ પરગામના અસંખ્ય ભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમથી પ્રસંગ સંપન્ન થયો હતો. આ ગામના સંઘના અગ્રણી શાહરૂપરામજીના પુત્રભેરૂદાનજીની ધર્મપત્નીને શાંતિકળશ લઈ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રાત્રિ જાગરણનો કાર્યક્રમ પણ તેમના ઘેર રાખવામાં આવ્યો હતો. ભેરૂમલજીની પત્ની લાંબા સમયથી બીમાર રહેતી હતી. અનેક ઉપચારો કરાવ્યા, છતાં કોઈ સફળતા મળી નહોતી. વળી વર્ષોથી આપતી નિઃસંતાન હતું. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં મંદિરજીની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતાં જ ભેરૂમલજીની પત્નીની બીમારી ચમત્કારિક રીતે જ ગાયબ થઈ ગઈ. વળીકાળાંતરે દસ મહિના પછી ભેરૂમલજીના ઘરે પારણું બંધાયું અને તેમની મનોકામના પૂર્ણ થઈ. ખરેખર આધ્યાત્મિક વિભૂતિ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં થયેલી એ પ્રાણપ્રતિષ્ઠાની વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લેનાર શ્રદ્ધાળુ પરિવારની તકલીફો દૂર થઈએ ઘટના પૂજ્યશ્રીજીની અલૌકિક સિદ્ધિની સાક્ષી પૂરે છે. એકવાર પૂજ્ય ગુરુદેવશ્રાવક-શ્રાવિકા તથા ભક્તગણ સાથે પંચકોશી ગામમાં પધાર્યા. આ ગામના જાગીરદાર ચુનીલાલ જાટ સઘળા ધર્મના સાધુ સંતો પ્રત્યે આદરભાવ ધરાવતા ધાર્મિક વ્યક્તિ હતા. પૂજ્યશ્રીજી તથા સૌ ભક્તો તેમના મહેમાન બન્યા. ઉતારાના મકાનના ઉપરના ભાગમાં પૂજા અર્ચના સારુ પંચતીર્થીની સ્થાપના કરવામાં આવી હતી. સંધ્યાટાણે પૂજા આરતી કર્યા પછી એ ઓરડાને વાસી દેવામાં આવ્યો. બીજા દિવસે સવારે શાંતમૂર્તિ મહામુનિ શ્રી હંસવિજ્યજી મહારાજના પ્રશિધ્યમુનિ શ્રી વસંતવિજ્યજી મહારાજ પંચતીર્થનાં દર્શન કરવા ગયા. તેમણે દરવાજો ખોલવા પ્રયાસ કર્યો પણ દરવાજો ન ખૂલ્યો. બધા લોકોએ સામુહિક પ્રયાસ કર્યો, છતાં પણ ઓરડાનો દરવાજો ન ખૂલ્યો. બધાએ સાદ પાડી ખાતરી કરી લીધી, અંદર કોઈનહોતું. બધા ભારે મુંઝવણમાં પડી ગયા. Page #97 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ચુનીલાલજીના ધર્મપત્ની આગળ આવ્યા. તેમણે આંખો બંધ કરી પૂર્ણ શ્રદ્ધાભાવથી મનોમન પ્રાર્થના કરી... “હે ભગવાન! અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય, અપરાધસેવાયો હોય તો ક્ષમા કરી દર્શન દેવા કૃપા કરશો! હેવલ્લભગુરુ! અમારી સહાયતા. મદદ! જો આજે દરવાજો નહીં ખૂલે તો અમારી ખૂબજબદનામી થશે..'અંતરના ઊંડાગેથી પ્રગટેલી શ્રદ્ધાપૂર્ણ પ્રાર્થનાએ પોતાનો પ્રભાવ બતાવ્યો. - થોડીવાર પછી એ બહેને જ્યારે દરવાજાને હળવેથી ધક્કો માર્યો કે તરત જ દરવાજો ખૂલી ગયો. આ અચરજભરી ઘટનાથી સૌલોકો આશ્ચર્યચકિત થઈગયા. બધા ભક્તોએત્યારપછી ખૂબ ભાવપૂર્વક પંચતીર્થીનાં દર્શન કર્યા. આમ શા માટે બન્યું? હકીકતમાં ચુનીલાલ જાટના પરિવારમાં આચાર-વિચારની શિથિલતા હતી. ઘરમાં પવિત્રતા જળવાતી નહોતી. એ લોકો માંસમદિરાનો ઉપયોગ કરતા હતા. આ ઘટના બન્યા પછી બપોરે ચુનીલાલ તથા તેમના પરિવારના સભ્યોએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ ક્ષમા માંગી અને માંસમદિરાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. બિકાનેરમાં પૂજ્ય ગુરુદેવના હીરક મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ નક્કી થયો હતો. કારતક સુદ બીજના દિવસે શહેરના તમામ વિસ્તાર તથા રાજમાર્ગો પરથી પરમાત્માની શોભાયાત્રા સરસ રીતે નીકળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. બિકાનેરમાં સંવત ૧૯૦૮ થી ચાલ્યા આવતા પુરાણા ખટરાગથી, તેર અને ચૌદ નંબરના મહોલ્લાવાળાના કારણે સમગ્ર શહેરમાંથી સવારી શાંતિપૂર્વક નિકાળવી મુશ્કેલ હતી. વળી તેર નંબરના મહોલ્લાના ચોકમાં રહેતા મોટા ઉપાશ્રયના મહારાજને એવો પરવાનો મળ્યો હતો કે, આ ચોકમાંથી પસાર થતા કોઈપણ સરઘસકે શોભાયાત્રાના આયોજકોએ મહારાજના પાટ પર અમુક ભેટ ચઢાવવી અનિવાર્ય હતી, ચૌદનંબરના મહોલ્લાના રહેવાસીઓને ભેટચઢાવવાની વાત અપમાનજનક લાગતી હતી. શોભાયાત્રાના આયોજકો પૂજ્યશ્રીજી પાસે ગયા. તેમણે સમસ્યા રજૂકરી. તેમની વાત સાંભળીપૂજ્ય ગુરુદેવ બોલ્યા, ‘ભાઈઓ! આ બાબતમાં તમે બિકાનેરનરેશને મળો. નવીનયુગમાં આવી પ્રથાયોગ્ય નથી.” “ગુરુદેવ!પેલા ચોકવાસી મહારાજ પાસે પરવાનો છે, એટલે એના જોરે એ પરમાત્માની શોભાયાત્રાને જરૂર અટકાવશે, ‘ભક્તો બોલ્યા, “ભાઈઓ!શાસનદેવતાની મરજી અને ગુરુમહારાજની કૃપાથી આ શોભાયાત્રાને જગતની કોઈ તાકાત અટકાવી નહીં શકે. સવારી અવશ્ય નીકળશે. જો આ મહારાજ બિકાનેરનરેશ પાસે જશે તો મને શંકા છે કે ક્યાંક એમનો એ પરવાનો જ જપ્ત ન થઈ જાય...!” જૈન સંઘ તરફથી એક પ્રતિનિધિ મંડળ રાજાને મળ્યું. વ્યવસ્થિત રજૂઆત થઈ. રાજાએ આ સમસ્યાના ઉકેલ સારુ સમિતિ બનાવી, તેર તથા ચૌદનંબરના મહોલ્લાના આગેવાનોને બોલાવી એક પંચ બનાવવામાં આવ્યું. પંચોએ વિચાર વિનિમય, ચર્ચા-વિચારણા કરીફેંસલો આપ્યો. છેવટે બિકાનેરનરેશે પરમાત્માની સવારીને સમગ્ર શહેરમાંથી પસાર થવાની અનુમતિ આપી દીધી. ચોકવાળા મહારાજ એ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. પાછળથી એ ચોકવાળા મહારાજના પરવાનાને કાયમી ધોરણે જપ્ત કરવામાં આવ્યો. બિકાનેરમાં નિર્વિને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સરસ રીતે પરમાત્માની શોભાયાત્રા Page #98 -------------------------------------------------------------------------- ________________ નિકાળવામાં આવી. પૂજ્ય ગુરુદેવનીકરેલી ભવિષ્યવાણી સાચી પડી. વિ. સં. ૧૯૯૯ના પટ્ટીના ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીજીની ૭૩મી જન્મ જયંતીના ઉજવણી પ્રસંગે ગુજરાવાલાના બાબુ ગૌરીશંકર પણ તેમના એક શ્રાવક મિત્ર સાથે પટ્ટી આવ્યા હતા. ગૌરીશંકર જગતના વહેવારો જોઈનાસ્તિક થઈ ગયા હતા. તેઓ જ્ઞાની સત્યપુરુષની શોધમાં હતા. પૂજ્યશ્રીજી સાથે તેમની મુલાકાત થઈ. તેમણે પૂજ્યશ્રીજીને અનેક મુંઝવતા પ્રશ્નો પૂછયા. પૂજ્ય ગુરુદેવે તેમની શંકાઓનું શાંતિથી, ધીરજથી સમાધાન કર્યું. દિવસો સુધી ધાર્મિક ચર્ચાઓ ચાલતી રહી. છેવટે ગૌરીશંકરના નાસ્તિક અંતરમાં રહેલો કચરો દૂર થયો. સુંદર આસ્તિકતાની જ્યોત પ્રગટી અને તેઓ પૂજ્ય ગુરુદેવના અનન્ય ભકત બની ગયા. આધ્યાત્મિક શકિતના સ્વામી પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યમાં એ સામર્થ્ય હતું, જેના પ્રતાપે આવા કેટલાય નાસ્તિકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. ભાદરવા વદ આઠમ વિ.સં. ૧૯૯૮ના શનિવારના દિવસે પંજાબમાં સિયાલકોટ ખાતે રોકાયેલા પૂજ્ય ગુરુદેવ કેટલાક વિદ્વાનો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. મુનિરાજસમદ્રવિજ્યજી મ.સા. લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત હતા. ત્યાં લક્ષ્મીચંદજીએ દીવાનચંદજીનો પરિચય મુનિરાજને આપ્યો. અનુમતિ મેળવી દીવાનચંદજીએ પોતાની વાત શરૂકરી... મારું નામ દીવાનચંદ ક્ષત્રિય છે. મારા પિતાનાનચંદજી છે. તેમની ઉંમર સોની આસપાસ છે. તેઓ પૂજ્યશ્રીજીનું વ્યાખ્યાન સાંભળવા આવતા રહે છે, પરંતુ હું મારી જિંદગીમાં આજ દિન સુધી કોઈધર્મ, સંપ્રદાયના ગુરુને માનતો નહીં. દેવદર્શન પણ ક્રતોનહીં, ભારતના મુંબઈ, કલકત્તા જેવા મોટાં શહેરોના મંદિરોમાં હું જઈઆવ્યો છું. અસંખ્યનામી-અનામી સાધુ સંત, ફકીરોને મળી ચૂક્યો છું, પરંતુ મારા દિલમાં કોઈના માટે નમસ્કાર કરવા જેટલો ઉમળકો પેદા થયો નહોતો. સંસારના સઘળા વ્યસનો હું ભોગવી ચૂક્યો છું. પરંતુ હમણાં જે દિવસે પૂજ્ય ગુરુદેવ અહીં પધાર્યા, તે દિવસે લાઉડસ્પીકરમાં વાગતા ભજનનો અવાજ મારા કાને પડયો. હું દુકાન વધાવતો હતો. એ અવાજ સાંભળતા મારા હૃદયમાં પ્રશ્ન થયો- શું આ કોઈ વિશિષ્ટ મહાત્માતો નથીને? કારણકે પોતાના ધંધા રોજગાર છોડી દેશ દેશાંતરથી આવેલાં હજારો નરનારીઓને એક મહાત્મા પાછળ સમય ફાળવતા મેં જોયા, એમના સ્વાગતની તૈયારીઓ જોઈ. સુંદર શોભાયાત્રા નિહાળી. એટલે એમને જોવાની મારી ભાવના દ્દઢ બની. હું મંડપમાં પહોંચ્યો. બેસવાની જગ્યા નહોતી, એટલે એક બાજુ ઊભા રહીમેં વ્યાખ્યાન સાંભળ્યું. એ નાનકડા વ્યાખ્યાનથી મારી શંકાઓનું સમાધાન થયું. એમની પ્રતિભા, જ્ઞાનયુકત વાણીથી હું પ્રભાવિત થયો. ત્યારબાદ નિયમિત હું તેમના વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યો. તેમનાં પ્રવચનો સાંભળતા સાંભળતા મારા દિલમાં જોરદાર શ્રદ્ધા ઉત્પન્ન થઈ. મેં તેમને માનસિકરૂપે ગુરુમાની લીધા છે. મેં મારી પત્નીને પણ પૂજ્યશ્રીજીને ગુરુ બનાવી લીધાની વાત જણાવી દીધી છે. મુનિરાજ શ્રી સમુદ્રવિજ્યજી તેમને પૂજ્ય ગુરુદેવ પાસે લઈ ગયા. દીવાનચંદજીએ સવિનય વંદના કરી. પૂરી વાત જણાવવામાં આવી. ત્યારબાદદીવાનચંદજીએ પોતાની ભાવના વ્યક્ત કરી, “ગુરુદેવહિવે આપ મને આપનો શિષ્ય બનાવી લો.” આટલુંતાતેમાગપૂજ્યશ્રીજીના Page #99 -------------------------------------------------------------------------- ________________ ચરણોમાં મસ્તક મૂકી દીધું. દીવાનચંદજીના અતિ આગ્રહના કારણે પૂજ્ય ગુરુદેવે તેમને નવરાત્રીમાં વાસક્ષેપ આપીનવકારમંત્ર આપ્યો. એ દિવસથી દીવાનચંદજીએ સપરિવાર જૈન ધર્મ અંગીકા કરી, સામાયિક, પ્રતિક્રમણ જેવા સઘળા આચાર-વિચાર નિયમપૂર્વકપાળવાનું શરૂ કરી દીધું. પૂજ્ય ગુરુદેવની પ્રતિભા, ચમત્કારિક વાણી, પ્રભાવ તથાસાત્વિક હૃદયસ્પર્શી જ્ઞાનયુક્ત વાતો સાંભળી દીવાનચંદજી જેવીનાસ્તિક વ્યક્તિનું હૃદય પરિવર્તન થયું, એ અસાધારણ ઘટના જગાગાય. ગુજરાવાલાની ઘટના છે. સંવત ૧૯૯૭નો ચાતુર્માસ પૂજ્યશ્રીએ ગુજરાંવાલામાં કર્યો હતો.દેવયોગે એ વર્ષે એ વિસ્તારમાં વરસાદની અછત હતી. ગરમી ભયંકરપડતી હતી. પશુપક્ષી, માણસો અને પ્રાણી માત્ર કુદરતી કોપથી પરેશાન થઈ ચૂકયા હતા. ચાતુર્માસની સમાપ્તિ પર લોકોએ છા, અદમ તથા અઠ્ઠાઈઓની તપસ્યા કરી. જ્યારે ભક્તોએ પાંચ પાંચ ઉપવાસના પચ્ચકખાણ લીધા ત્યારે પૂજ્ય ગુરુદેવ બોલ્યા, ભક્તો તમારી તપશ્ચર્યા પ્રશંસનીય છે.મેઘરાજા રિસાયા છે, પરંતુ મને વિશ્વાસ છે કે તમારું તપ જોઈને મેઘરાજા અવશ્ય પ્રસન્ન થશે.” માત્ર ચોવીસ કલાકમાં જ, બીજા જ દિવસે આકાશમાં કાળાં ભમ્મર વાદળો ચઢી આવ્યાં અને ગુજરાંવાલામાં જોરદાર વરસાદ થયો. પૂજ્યશ્રીજીના આશીર્વાદનો એ પ્રસાદ હતો. પૂજ્ય ગુરુદેવ વચનસિદ્ધિધરાવતાકેવા સમર્થ મહાત્મા હતા એનું આ પ્રમાણ છે. ખરેખર મહાપુરુષોના વચન કદાપિ મિથ્યા થતાં નથી. આબુની યાત્રા કરી પૂજ્ય ગુરુદેવ પાલનપુર પધાર્યા હતા. અહીંયા વિ.સં. ૧૯૬૫ના જેઠસુદ આઠમના ગુરુવારના દિવસે પૂજ્ય શ્રી આત્મારામજી મ.સા.ની પુણ્યતિથિના અવસર પર પાલનપુરના જૈન સમાજે પૂજ્ય ગુરુદેવના નિર્ણય પ્રમાણે આંતરિક ભેદભાવ દૂર કરી એકતા સ્થાપી અમારા ઉત્સાહથી ઉત્સવ મનાવ્યો. પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલાસી શ્રાવકોએ તેમને પાલનપુરમાં જ ચાતુર્માસ કરવા સાગ્રહ વિનંતી કરી. આગામી ચાતુમાંસ વડોદરામાં કરવાનો નિર્ણય પૂજ્ય ગુરુદેવ કરી ચૂક્યા હતા. અને મુનિરાજશ્રીમીતી-વિજ્યજી મહારાજ તો વિહાર કરી ઉંઝા પણ પહોંચી ચૂક્યા હતા. આવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રીજીએ પાલનપુરમાં ચાતુર્માસ કરવા સારુ અસમર્થતા જણાવી. ભક્તો પણ જીદલઈ બેસી ગયા. રાત્રિકાળ હતો. મોડું પણ થઈ ગયું હતું. ત્યાં અચાનક જ શ્રાવકોમાંથી ગોદડશાહ ભક્તિસભરસાદેબોલી ઉઠ્યા, કૃપાનિધિ !આપ મહેરબાની કરી શ્રીસંઘની વિનંતીનો સ્વીકાર કરી. મારો અંતરાત્મા કહે છે, આપ અહીં બિરાજશો તો ઘાગા ઉપકાર થશે. આપઅહીં ચોમાસું કરવાની હમાગાં જસ્વીકૃતિ આપતા હો, તો હું મારું મકાન જે આ ધર્મશાળાની સામે છે, તે આપવા તૈયાર છું!' ઉપસ્થિત શ્રાવકો તો ગોદડશાહની વાતથી આશ્ચર્યચકિત થઈ ગયા. ગોદડશાહની વાત ઉપાડી લેતાશ્રાવકો બોલ્યા, ‘ગુરુદેવ! આપ આ સંકલ્પને સામાન્ય નગાગશો. એ મકાન વિના આ ધર્મશાળાની કિંમત કોડી સમાન છે. આ મકાન માટે તો કેથયા Page #100 -------------------------------------------------------------------------- ________________ છે, શ્રીસંઘે દશહજાર આપવાની તૈયારી રાખવી છે. મકાનન સોંપેનો, ગોદડશાહને સંઘ બહાર કરવાની ધમકી પાગ અપાઈ હતી, પરંતુ આ ભાઈએ કોઈની વાત કાને ધરી નહોતી. અને આજે આ ભાઈપૂજ્ય ગુરુદેવ! આપનાપગ્ય પ્રતાપસ્વયં સામે ચાલીને મકાન આપવા તૈયાર થઈ ગયા છે. આ મકાન જો ધર્મશાળાને મળી જાય તો ધર્મની બાબતમાં એક ઉત્તમ કાર્ય થયું ગાગાશે.' ગોદડ શાહની ઉદારતા તથા શ્રીસંઘના અતિ આગ્રહને માન આપી પૂજ્ય ગુરુદેવે પાલનપુરમાં ચાતુર્માસ કરવા અનુમતિ આપી દીધી. પૂજ્યશ્રીજીના દિવ્ય સાંનિધ્યમાં બેઠેલા હઠીલા ગોદડશાહના અંતરમાં પણ ધર્મ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા થઈ, તેમનું હૃદય પરિવર્તન થયું એ વાત પૂજ્યશ્રીજીની પવિત્રસાધુતાનો ચમત્કાર હતો. નવસારી પાસે કરચલિયા નામનું ગામ હતું. આ ગામમાં વર્ષોથી કોઈ સાધુ ભગવંતે પદાર્પણ કર્યું નહોતું. અહીંના લોકોની આચાર-વિચારમાં શુદ્ધિ રહી નહોતી. લોકો લસાગ, કાંદા જેવા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતા હતા. આવા ગામમાં પૂજ્યશ્રીજીએ પધરામાગી કરી. ત્યાં કેટલાક દિવસ રોકાઈપ્રવચનો આપ્યા અને લોકોના આચાર-વિચારની શુદ્ધિ કરી. કરચલિયામાં જિનાલયનહોતું. આ ગામની પાસેવાગિયાવાડનામના બીજા ગામમાં પરમાત્મા શ્રી સંભવનાથજીની સુંદર પ્રતિમા હતી, કરચલિયાનો શ્રીસંઘ વાગિયાવાડના મંદિરની દેખરેખ રાખતો હતો. ભૂતકાળમાં એ પ્રતિમાજીને કરચલિયા પધરાવવા એક મહાત્માની નિશ્રામાં પ્રયાસ થર્યો હતો. પરંતુ પ્રતિમાજીને લાવતા લોકોને પેટમાં ભયંકર શૂળ ઉપડ્યું, એટલે એ કાર્યક્રમ મુલત્વી રાખવો પડ્યો હતો. પૂજ્યશ્રીજીએ કરચલિયાના શ્રાવકોને પુનઃ એકવાર પ્રતિમાજીને ગામમાં લઈ આવવા પ્રયાસ કરવા સમજાવ્યા. પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી એ ચમત્કારિક પ્રતિમાજીને નિર્વિદને ગામમાં લાવવામાં લોકોને સફળતા સાંપડી. પૂજયશ્રીજીની આધ્યાત્મિક શક્તિનો જ એ ચમત્કાર હતો કે જે પ્રતિમાજીને લાવતા લોકો હેરાન થયા હતા, લોકો ભયભીત થયા હતા, એ દુષ્કર કામ સરળતાથી પાર પાડી શકાયું. પૂજ્ય ગુરુદેવના સાધનાયુક્ત પ્રભાવશાળીયોગીજીવનમાં એક અલૌકિક ઊર્જા હતી. આસામર્થ્ય તેમના વ્યક્તિત્વને દીપાવતું હતું. તેમની વાણીમાં અલૌકિક પ્રભાવ હતો. તેમના મુખેથી નીકળેલી વાત કદાપિ મિથ્યા થતી નહીં. તેમની ભવિષ્યવાણીઓ હંમેશાં સાચી પુરવાર થતી. તેમના વાણીપ્રભાવના કારણે ઘણા જૈન-જૈનેતરીના જીવનમાં આમૂલ ક્રાંતિ આવી હતી. ઘણા લોકોએ માંસ-મદિરા, શિકાર, પરસ્ત્રીગમન જેવા સપ્ત વ્યસનોનો ત્યાગ કર્યો હતો. ઘાણા નાસ્તિકોના જીવનના અંધારા ઉલેચાયાં હતાં. ઘાણા તર્કવાદીઓને ધર્મની દિશા સાંપડી હતી. પૂજ્યશ્રીજીના વાણી પ્રભાવના કારણે ઘણા સામાજિક સુધારા થવા પામ્યા હતા. શિક્ષણ પ્રચારને પ્રવેગ મળ્યો હતો. તેમની વચનસિદ્ધિના કારાઘારા લોકોની પ્રાગરક્ષા થઈ હતી. ૧૯૪૭ના ભાગલા પછી બેહાલ થયેલા પરિવારોને પગભર થવામાં પૂજ્ય ગુરુદેવની હૃદયસ્પર્શી અપીલથી માલેતુજારોએ મદદકરી હતી. જળસંક્ટ, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ પણ પૂજ્ય ગુરુદેવની હદયસ્પર્શીવાતથી પ્રભાવિત થયેલા લોકોએદુઃખી લોકોને સહાયતા આપી હતી. એમની અલૌકિક શક્તિના કારણે ભક્તો હંમેશાં તેમનો પડ્યો બોલ ઝીલી લેવા તૈયાર રહેતા. પ્રભાવી જ્ઞાનયુકત વાણીના કારણે જસ્થાનકવાસી પરંપરાના સાધુ ભગવંતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી પૂજ્ય ગુરુદેવ પંજાબમાં અન્ય ધર્મની પ્રભાવના કરી શક્યા હતા. સંતો મહાત્માઓની વાણીમાં સંમોહન, ખેંચાણ, હૃદય પરિવર્તન કરીશત્રુને પાર જીતી લેવાનો દિવ્ય પ્રભાવ રહેલો હોય છે. દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના અમૃતમય વચનો સાંભળી ક્રોધી ચંડકૌશિક નાગનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. નારદમુનિના વાણી પ્રભાવથી વાલિયો લૂંટારામાંથી સમયાંતરે વાલ્મીકિ ઋષિ બની ભવસાગર તરી ગયો. માનવીઓની હત્યા કરી તેમની આંગળીઓની માળા પહેરનાર અંગુલિમાલને પરમાત્મા ગૌતમ બુદ્ધની આત્મજાગૃતિ પ્રેરક વાણી આત્મકલ્યાણના માર્ગે વળી શકે છે. પૂજ્ય ગુરુદેવની વાણીમાં પણ વિરોધીઓને શાંત કરી મિત્ર બનાવી તેમને સન્માર્ગે વાળવાની ક્ષમતા હતી. એકવાર પૂજ્ય ગુરુદેવ જમ્મુથી સનખતરાબાજુ વિહાર કરતા હતા. રસ્તામાં વિશનાહ નામના ગામની એક ધર્મશાળામાં તેમણે રાત્રિ વિશ્રામ કર્યો. એ ધર્મશાળામાં રોકાયેલા એક કથાકાર ભટ્ટજીએ પૂજ્યશ્રીજીનારોકાણ વિષયક વિરોધ કર્યો. પૂજ્ય ગુરુદેવ તત્કાળ ક્રોધે ભરાયેલા ભટ્ટજીને મળે છે. તેમની સાથે પ્રેમથી વાર્તાલાપ શરૂ કરે છે. સાધુ ધર્મ વિશે ચર્ચા કરે છે. સંત તુલસીદાસજી તથા ત્યાગી ભતૃહરિના સાધુ વિશેના વિચારોની વાત કરે છે. વિશિષ્ટ સ્મૃતિમાં દર્શાવેલ બ્રહ્મચારીની ગરિમાની વાત કરે છે અને પેલા પંડિત તો પૂજ્ય ગુરુદેવની મધુર વાણી, જ્ઞાનની વિશાળતા તથા તેમના વ્યક્તિત્વ સમક્ષ અંતમાં મૂકી જાય છે અને પોતાના અવિવેકી, અશિષ્ટ વ્યવહાર બદલ ખેદ વ્યક્ત કરી ખરા અંતરથી તેમની ક્ષમા માંગે છે. - પૂજ્ય ગુરુદેવે જ્યારે પ્રથમવાર પાટણની ધરા પરપદાપણ કર્યું, ત્યારે શ્રાવકોએ ભારે ધામધૂમથી બેંડવાજા, ઢોલ-નગારા સાથે નગરપ્રવેશનો કાર્યક્રમ યોજ્યો. સૌ ભારે હર્ષોલ્લાસપૂર્વક તેમનું સ્વાગત કરી રહ્યા હતા. પૂજ્યશ્રીજીએ ત્યારે નગર શેઠને પાસે બોલાવી કહ્યું જુઓ શેઠ! મારી એક પ્રતિજ્ઞા છે. જ્યાં સુધી શત્રુંજ્યનો વિવાદ નહીં ઉકેલાય, ત્યાં સુધી હું ક્યાંય પણ ધામધૂમ પૂર્વક બેંડવાજા સાથે નગરપ્રવેશ નહીં કરું.’ તરત જનગર શેઠે વાજિંત્રો બંધ કરાવી દીધા. લોકોના આનંદોલ્લાસ પર પાણી ફરી વળ્યું. પરંતુ લોકોની ભાવના જાગી પાટણના શ્રીસંઘ સાથે આવેલા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે કહ્યું વાજિંત્રો આપની ખાતરનહીં, મારા માટે વાગશે.” વડીલોના આજ્ઞાકારી, વિવેકી પૂજ્ય ગુરુદેવ કંઇ . પુનઃ વાતાવરણ મધુર વાજિંત્રોના ધ્વનિથી ગુંજી ઉઠ્યું. સૌ લોકો સાથે પૂજ્યશ્રીજી ગામમાં પધાર્યા. શહેરમાં તેમને શુભ સમાચાર સાંપડ્યા. તાર દ્વારા સંદેશો આવ્યો હતો. શત્રુંજ્યના વિવાદનું સુખદ નિરાકરણ આવી ગયું છે. 'પળવારમાં એ શુભ સમાચાર સઘળે વ્યાપી ગયા. સૌના આનંદની સીમા ન રહી. આ ઘટના એક ચમત્કાર હતો. પૂજ્ય ગુરુદેવ દ્વારા લેવાયેલી નિઃસ્વાર્થ પ્રતિજ્ઞાનું ચમત્કારિક રીતે જ પાલન થયું હતું. પૂજ્ય ગુરુદેવનો જ્યારે પાટણમાં પ્રવેશ થયો અને બેન્ડવાજાનીધામધૂમ થઈ ત્યારે અને તે પહેલાં જ તેમની પ્રતિજ્ઞાને અનુરૂપ શત્રુંજ્યના વિવાદના ઉકેલના સમાચારની ઘટના બની ચૂકી હતી. શાસનદેવ તથા ગુરુદેવની આપણા Page #102 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રનાયકપર અસીમ કૃપા હતી જે આ પ્રસંગ પરથી સમજાયું છે. પંજાબના જીરા નિવાસી લાલા અબ્દુમલજીના પુત્ર જેશદેવજીની આ વાત છે. તેમનું બાળક વિવિધ ઔષધિઓ તથા હકીમ, ડૉકટરો, વૈધો દ્વારા અનેક ઉપચારો કરાવ્યા છતાં સતત બીમાર રહેતું હતું. યોગાનુયોગ બાળકના પિતાશ્રીનો પૂજ્ય ગુરુદેવ સાથે મેળાપ થયો. તેમણે પૂજ્યશ્રીજીને હાદિક પ્રાર્થના કરતા જણાવ્યું મહારાજ સાહેબ! મારા બાળુડાને બચાવી લો! એજીવી જશે તો એને શાસનની સેવામાં શરણે મૂકીઈશ!' પૂજ્ય ગુરુદેવે ભાવિકને અભિમંત્રિત વાસક્ષેપ આપ્યો અને તેમના આશીર્વાદથી એ બાળકની ચમત્કારિક બચાવ પણ થયો. નિર્મળ હૃદયના, સરળ મનના, ત્યાગના રંગે રંગાયેલા સાધનાના અનુરાગી, બાની ઉપાસક, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રના સ્વામી પંજાબ કેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના વ્યક્તિત્વમાં, તેમના વાણીવર્તન તથા વ્યવહારમાં અલૌકિક દિવ્યતા, ચેતનાનું અદ્ભુત સામર્થ્ય હતું, જેના પરિણામે અનેક ભક્તોના કલ્યાણ થયા તથા જૈન ધર્મની સુંદર પ્રભાવના થઈ. પૂજ્યશ્રીજી જેવી અનન્ય આધ્યાત્મિક વિભૂતિના ચમત્કારિક સાંનિધ્યથી અનેક અલૌકિક પ્રસંગો લોકોના જીવનમાં બન્યા હતા. આવાયુગવીરમહાત્માનું નામ સ્મરણ પણ શ્રદ્ધાળુ ભક્તો માટેનિસંદેહ આશીર્વાદરૂપ સિદ્ધ થતું રહેશે. બ For Priv Page #103 -------------------------------------------------------------------------- ________________ સુધારાવાદી સમાજસેવક 'મનુસ્મૃતિમાં વર્ણવેલી વર્ણવ્યવસ્થાના ખોટા અર્થઘટન તથા તેના અતિરેકના કારાગે સમાજની ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે જ્યારે અંતર વધ્યું, ત્યારે માનવીના મનુષ્ય તરીકેના ગૌરવ ગરિમાની ઘોર ખોદાઈ ગઈ. સમાજનાશકવાર્થ સાથે લોકોનો વ્યવહાર અમાનુષી, શોષાગયુક્ત થયો. આર્થિક અસમાનતા વધી. એવા સમયમાં દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી જન્મ્યા.કેવલ જ્ઞાનની ઉપલબ્ધિપછી તેમણે આત્માને મહત્વ આપ્યું. જીવમાત્રમાં પરમાત્માના જ અંશ રૂપે રહેલા આત્માની સાથે ભેદભાવ શી રીતે રાખી શકાય? એ કરુણામૂર્તિ મહાપુરુષે સમાજમાં સમભાવ, જીવદયા, અહિંસા, મૈત્રી, કરુણા, અપરિગ્રહ, સત્ય જેવા સિદ્ધાંતોનો ભરપૂર પ્રચાર કરી સૌ વર્ણનાં, સૌ ધર્મના સઘળા લોકોને એક છત્રતળે એકઠા કરી જીવનના પરમ ધ્યેયને સમજાવવા પ્રયાસ કર્યો. સ્વયં પરમાત્મા ક્ષત્રિય વાર્શના હતા, તેમ છતાં તેમના દિવ્ય પ્રભાવથી બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યો, શુદ્રો સૌ ભેદભાવ ભૂલાવી એક સમાન છત્ર નીચે ભેગા થયા અને જીવન ધ્યેયને સમજવા પ્રયાસ કર્યો. તેમની દ્રષ્ટિમાં ઉંચનીચના ભેદનહોતા. ગરીબ તવંગરના ભેદ નહોતા. આવો જ સુંદરસમાજસુધારણાનો પ્રયાસ પરમાત્માગૌતમ બુદ્ધ પણ કર્યો હતો. મધ્યકાલીન યુગમાં થયેલા નાનક, કબીર, નરસિંહ મહેતા, એકનાથ, સંત જ્ઞાનેશ્વર, તુકારામ જેવા સંતોએ પણ ઉંચનીચના ભેદભાવ મિટાવવા પ્રયાસ કર્યા હતા. તેમના પ્રયત્નોથી સમાજ છિન્ન ભિન્ન થતાં બચી ગયો હતો. આપણા સમાજમાં ગરીબી-અમીરીના ભેદ, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, રૂઢિવાદીતા, સ્ત્રી શિક્ષણની ઉપેક્ષા, દૂધ પીતી કરવાનો કુરિવાજ, દહેજનું દૂષણ, કન્યા વિક્રય, ધાર્મિક શિક્ષણનો અભાવ, અસ્પૃશ્યતા, નાત-જાતના ભેદભાવ, નબળા વર્ગોનું શોષણ જેવા અનિષ્ટો કલંકરૂપ હતા. અંતિમ બેથી ત્રણ સદીઓમાં દેશમાં જન્મેલી વિશિષ્ટ વિભૂતિઓએ માનવીના આત્મગૌરવને પુનઃસ્થાપિત કરવા આવા કુરિવાજો, રૂઢિઓ તથા ભેદભાવની નીતિ સામે બંડ પોકારી, જીવના જોખમે પણ સમાજસુધારણાનું ભગીરથ કામ કર્યું છે. રાજા રામમોહનરાય, આવાજ એક સમાજ સુધારક હતા. પંજાબમાં જન્મેલા આધ્યાત્મિક વિભૂતિ જંગમ યુગપ્રધાન ન્યાયાંૌનિધિ પૂજાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. પણ જૈન ધર્મના આધુનિક યુગના તારણહાર હતા. - પૂજ્ય આત્મારામજી મ.સાહેબે મૂર્તિપૂજા આગમી પ્રમાણે સત્ય છે, એમ જાગ્યા પછી મૂર્તિપૂજક પરંપરાનો નીડરતાથી પ્રચાર કર્યો. તેમણે પંજાબમાં સત્યધર્મસારુમંદિર બંધાવ્યા તો સાથે સાથે કુરિવાજોથી ગ્રસિત જૈન સમાજને ધાર્મિક તથા વ્યાવહારિક શિક્ષણ તરફ વાળી સમાજને જાગૃત કરવા પ્રયાસો કર્યો. તેમણે સાધર્મી વાત્સલ્યના નામે થતા બેફામ ખર્ચ સામે સાધર્મી ભાઈઓને આર્થિક, સામાજિક રીતે પગભર કરવા પર ભાર મૂકા. સકળ ભારતના જૈન સંઘના પ્રચંડ વિરોધ સામે ઝઝૂમી ઈ.સ. ૧૮૯૩ની શિકાગો ખાતે ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદભાઈગાંધીને અમેરિકામકલ્યા હતા. એમના સામાજિકસુધારા દીર્ધદ્રષ્ટિયુક્ત હતા એ આજે સમજાય છે. દરિયાપારની મુસાફરીની મનાઈની માન્યતા જો Page #104 -------------------------------------------------------------------------- ________________ Page #105 -------------------------------------------------------------------------- ________________ Page #106 -------------------------------------------------------------------------- ________________ આજે અસ્તિત્વમાં હોત તો કેટલા જૈન બંધુઓ વિદેશમાં ધંધાર્થે જઈ શક્યા હોત ? જૈન ધર્મ વિષે જગતમાં કેટલા લોકો જાણતા હોત? પૂજ્ય આત્મારામજી મ.સાહેબે પોતાના અંતિમ કાળમાં તેમના પટ્ટધર શિષ્ય પૂજ્યશ્રી વલ્લભવિજયજીને પોતાના અધૂરાં કાર્યો પરિપૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. અને એટલે જ આપણા ચારિત્રનાયકે આજીવન ધર્મપ્રચારની સાથે સાથે જૈન ધર્મના શિક્ષણ, વ્યાવહારિક શિક્ષણ, સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ, સ્ત્રીઓના ઉત્થાન માટેના ભગીરથ કાર્યો કર્યા હતા. પૂજ્ય ગુરુદેવના સામાજિક સુધારણાના કાર્યોને સાંસારિક કાર્યો ગણાવી ઘણા લોકોએ તેમની ટીકા કરી હતી. તેમનો વિરોધ કર્યો હતો, પરંતુ તેમા એ બધા વિરોધોનો મક્કમ મનોબળથી સામનો કરી જૈન સમાજને નવીન આધુનિક મજબૂત કલેવર પૂરું પાડ્યું છે. એમનો એ ઉપકાર વિવેકશીલ, ઉદાર પ્રગતિશીલ જૈન સમાજકદાભૂિલી શકશે નહીં. પૂજ્ય ગુરુદેવના સમાજસુધારણાના બહુમૂલ્ય અભિયાનને સમજવા સારુએમના જીવનનીટલીક ઘટનાઓનું અત્રે આપણે વિહંગાવલોકન કરીશું. - પૂજ્ય ગુરૂદેવ ધાર્મિક ઉત્સવ મનાવવાના વિરોધી નહોતા, પરંતુ આવા ઉત્સવો વિવેકબુદ્ધિથી સમૃદ્ધ લોકોના આર્થિક સહયોગથી ઉજવાય એ વાતના આગ્રહી હતા. આવા ઉત્સવો માટેઉઘરાવાતોકાળોમધ્યમ તથા ગરીબ શ્રાવકો માટે બોજારૂપ થવો ન જોઈએ, એ તેમનો સ્પષ્ટ અભિગમ હતો. - અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી. તપસ્વી મુનિરાજશ્રી ગુણવિજયજી મહારાજે પંદર ઉપવાસની તપસ્યા કરી હતી. તેમનીઆ તપશ્ચર્યા નિમિત્તે અદાઈમહોત્સવ ઉજવવા એક દિવસ કેટલાક શ્રાવકો ઉપાશ્રયમાં ફાળો એકત્ર કરી રહ્યા હતા. પૂજ્યશ્રીજીના ધ્યાન પર આ વાત આવતા તેમણે કાળો ઉધરાવતા શ્રાવકોને સ્પષ્ટ જણાવી દીધું કે ભક્તિ કરવી, પરમાત્માની ઉપાસનારવીએ આપનું કર્તવ્ય છે, પરંતુ હું નથી ઇચ્છતો કે મારા સાથી સાધુઓની તપસ્યા માટે આ રીતે અઠ્ઠાઈ મહોત્સવ યોજાય... આ રીતે શક્તિ હોવા છતાં રૂપિયો, આઠ આના માગીને મહોત્સવ કરવા કરતા એન ઉજવાય એ વધુ સારી વાત છે. જે લોકો માત્ર ભક્તિભાવથી પ્રેરાઈ પોતાના ઘરબાર, વ્યવસાય છોડી અહીં આવે છે, એમને આવતા રોકવાનો આ રસ્તો, અહીં જેટલા શ્રાવકો હાજર છે, તેમાં એક પણ વ્યક્તિ ધનિક હોય તેવું તમને લાગે છે?મોટીમોટી મિલોવાળા તથા પેઢીઓવાળાતો ભૂલે ચૂકે જ વ્યાખ્યાનમાં આવી જાય છે અને તે પાણી પર્યુષણ પર્વેમાં જ! હંમેશાં તો આ સામાન્ય સ્થિતિના શ્રાવકો જ આવે છે. આ રીતે વારંવાર કાળા એકઠા કરવાથી કેટલાક લોકો તો વ્યાખ્યાનમાં આવવાથી પણ ડરશે. એ લોકો વિચારશે કે વ્યાખ્યાન દરમ્યાન ક્યાંકફાળાની વાત આવશે, તો શરમના માર્યાપાર કંઈક તો લખાવવું જ પડશે! એના કરતાં તો વ્યાખ્યાનમાં ન જવું બહેતર છે પૂજ્ય ગુરુદેવનાના ગરીબ તથા મધ્યમ વર્ગના શ્રાવકોનો હંમેશાં વિચાર કરતા હતા. એમની આર્થિક ઉન્નતિ થાય એવા એમના પ્રયાસ રહેતા હતા. ફંડફાળાની પ્રવૃત્તિથી આવા લોકો - ૮૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી વિમુખથાય તો આર્થિક અસમાનતાની ખાઈવધતા ભવિષ્યમાં સમાજમાં વધુ વિઘટન થાય અને એકતા સ્થાપી જનશકાય. જે સમાજમાં એક્તાન હોય એ સમાજનું અસ્તિત્વ ટકી શકે ખરું? જ્યાં સમાજજનબચે ત્યાં ધર્મનું અસ્તિત્વશી રીતે સલામત રહી શકે ? અન્ય દુઃખી જરૂરતમંદોની સહાયતામાં ખર્ચાતા ધનથી વ્યક્તિનું પુણ્ય વધે છે. તેના જીવનમાં આનંદ, શાંતિ તથા પરિતોષ પ્રાપ્ત થાય છે, પરંતુ કૃપણો કંજૂસોનું ધન ઘણીવાર કુદરતી રીતે છીનવાઈ જાય છે. એટલે લક્ષ્મીને સદુપયોગ કરનાર વ્યકિત જ બુદ્ધિશાળી છે. અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવ પાસે ઘાણા ગરીબ, જરૂરતમંદશ્રાવકો પોતાની સમસ્યાઓ લઈ આવતા હતા. આવા લોકો ધનિકો પાસે મદદ માંગતાનોકરી માંગતા ખચકાતા હતા. પૂજ્ય ગુરુદેવ તેમની વાત સાંભળી કંઇક રસ્તો કાઢવાની હૈયાધારણ આપતા હતા. એકવાર પૂજ્ય ગુરુદેવે વ્યાખ્યાનમાં ધનિકોને સંબોધી જણાવ્યું... “શ્રાવકો ! વર્તમાન સમયમાં તમારી પાસે ધનની સરિતા વહી રહી છે... સમય પરિવર્તનશીલ છે. આજે તમારી પાસે જે લખલૂટોલત છે, તેનો સદુપયોગ કરી લો, કારણ કે ધનનો સદુપયોગ (ગરીબોની ભલાઈ માટે ખર્ચાયેલું ધન) જ પરલોકમાં તમારી સાથે આવશે. અસમર્થ, નિર્બળ સાધમ ભાઈઓની મદદકરવી એ જ મારી દ્રષ્ટિએસાધર્મી વાત્સલ્ય છે. માટે પર્યુષણના અંતિમ દિવસ સુધી જે કંઈ સત્કર્મ કરવું હોય તે કરીલો, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે. તમે જ પછી કહેશો કે ધનનો સદુપયોગ ન કરી શક્યા.' ઉપસ્થિત શ્રાવકોએ નગરશેઠને મળી યોજના વિચારવાનું જણાવ્યું. એ દિવસે વ્યાખ્યાનમાં નગરશે આવ્યા નહોતા. બપોરે નગરશેઠ પૂજ્યશ્રીજીને મળ્યા અને ઠાવકાઈથી જણાવ્યું કે, ગુરુદેવ! અહીં કોઈ ગરીબ નથી! જો આપની પાસે કોઈગરીબ આવે તો તેને મારી પાસે મોકલજો. એક હજાર માણસોને રોજી આપવા હું બંધાઉં છું.' - પૂજ્ય ગુરુદેવ જાણતા હતા કે ઉચ્ચકુલીન ગરીબ શ્રાવકો શેઠની મિલમાં મજૂરીનું કામ કદાપિસ્વીકારશે નહીં. આ વાતમાં કોઈ સારાંશ નહીં નીકળે એવું સમજી પૂજ્યશ્રીજી શાંત થઈ ગયા. નગરશેઠ ચાલ્યા ગયા. ખરેખરતો પરલોકની મૂડી ગાંઠે કરવા પણ ભાગ્ય જોઈએ! એ બધા સાધનસંપન્ન અમદાવાદ શ્રાવકો તથા નગરશેઠના નસીબમાં પુણ્ય કમાવાનું લખાયું નહોતું. સંવત્સરીના દિવસે ચમત્કાર થયો. પૂજ્ય ગુરુદેવની સમયની પરિવર્તનશીલતાની વાત સાચી પડી. લખપતિઓના ચમકતા સિતારા ઝાંખા પડી ગયા. વેપારમાં જોરદાર ખોટ આવી અને બધા લાખોપતિઓ પાયમાલ થઈ ગયા! પૂજ્ય ગુરુદેવે સાધમ ઉત્કર્ષ માટે સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો, જેને સ્વાર્થી દુર્ભાગી ધનિકો સમજી શક્યા નહીં! પૂજ્ય ગુરુદેવે પંજાબના પોતાના ભ્રમણકાળ દરમ્યાન પોતાના પ્રભાવી વ્યકિતત્વથી જૈન સમાજમાં ચેતના આણી કેટલાક મહત્વના કાર્યો કરાવ્યાં હતાં (૧) જ્ઞાનના પ્રચાર સારુ પંજાબના શ્રાવકોએ લગ્ન પ્રસંગે તથા યાત્રાટાણે, ચાતુર્માસ દરમ્યાન એક નાનકડી રકમ ધાર્મિક ખર્ચ પેટે અલગ કાઢવાનો નિયમ કરાવ્યો.(૨) હોશિયારપુરના સરકારી ગેઝેટિયરમાં કોઈલેખકની (૮૪) Page #108 -------------------------------------------------------------------------- ________________ ભૂલથી કે જેને જૈન ધર્મ તથા તેના અનુયાયીઓ વિષે સહેજ પણ જાણકારી નહોતી, તેણે ઓસવાલોની શુદ્રમાં ગાગતરી કરાવી દીધી હતી, એ બાબતમાં પૂજ્યશ્રીએ રસ દાખવી કમિટિ બનાવડાવી એ ભૂલ સુધરાવી. (૩) તે જ વર્ષે મુંબઈમાં થતાંબર મૂર્તિપૂજક જૈનોની સભા મળનારી હતી. તેમણે એકતા તથાસંપ વધારવાના હેતુથી એ સભામાં ભાગ લેવા પંજાબના શ્રાવકોને પ્રેરણા આપી. ત્યારથી પંજાબના પ્રતિનિધિને પ્રતિ વર્ષ મોકલવાની પ્રથા ચાલુ થઈ. સમાજમાં ધાર્મિક શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુથી તથા પાયાથી જ ધર્મના સંસ્કારોના સિંચનના શુભાશયથી અંબાલાશહેરમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળા ખોલવામાં આવી. ધીરે ધીરે વિકાસ થતા. તેનું હાઈસ્કૂલમાં રૂપાંતર થયું હતું. તે જમાનામાં સ્ત્રી શિક્ષણની પ્રવૃત્તિ સમાજમાં નહીંવત હતી. જૈન સમાજ ઉત્સવો પાછળ બેફામ ખર્ચ કરતો હતો, પરંતુ સમાજની અબુધ, અનાથ, નિરાધાર અને નિઃસહાય શ્રાવિકાઓનાં આંસુ લૂછવાની તેમને ફુરસદ નહોતી. પૂજ્ય ગુરુદેવ આ વાત સારી રીતે જાણતા હતા. મહા વદ પાંચમ સંવત ૧૯૭૧માં મુંબઇથી ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્યશ્રીજી સુરત પધાર્યા. ગોપીપુરામાં ઝવેરી નગીનચંદ્ર કપુરજી દ્વારા આયોજિત શાંતિસ્નાત્ર પૂજામાં તેઓ પધાર્યા, ત્યારે ઉપાશ્રય ખીચોખીચ ભરેલો હતો. સાધુ સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓથી ઉપાશ્રય ચિક્કાર હતો. વયોવૃદ્ધ પંન્યાસ શ્રીસિદ્ધિ વિજ્યજી મહારાજ પણ ત્યાં બિરાજમાન હતા. કાળ ક્ષેત્રદ્રવ્ય તથા ભાવને પારખી પૂજ્ય ગુરુદેવે આ પ્રસંગ પર સ્ત્રી શિક્ષાગ પર હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. પોતાનાં વકતવ્યમાં તેમણે સમાજની વર્તમાન વિચારધારા અને પરિસ્થિતિની સમીક્ષા કરતા અસહાયશ્રાવિકાઓના લાભાર્થે શ્રાવિકાશ્રમ ખોલવાની વાત પર ભાર મૂક્યો. તેમના પ્રભાવી વકતવ્યની જબરજસ્ત અસર ઉપસ્થિત સૌ ભાવિકો પર થઈ. વ્યાખ્યાન પૂર્ણ થતાં જશ્રાવિકાશ્રમ ખોલવાનો નિર્ણય લેવાઈ ગયો. એ શુભ કાર્ય માટે તે જ ટાણે સાડા ચાર હજાર રૂપિયાનો ફાળો પણ એકઠો થઈ ગયો. નિઃસ્વાર્થ સંતની શુભ ભાવનાનો પડઘો હતો. આમ સમાજની નિરાધાર મહિલાઓ માટે એક આધારનું નિર્માણ થયું. જૂના સમયમાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ ઓછો થયો હતો. શ્રાવકોની સંખ્યા પણ ઝાઝી નહોતી. સાધુ-સાધ્વીઓને વિહારમાં આહાર પાણીની વિશેષ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. એટલે આવાગ્રામીણ વિસ્તારોમાં સાધુ ભગવંતોનું ભ્રમણ ખૂબ ઓછું રહેતું હતું. કેટલાંય ગામડાઓ એવાં હતાં, જ્યાં વર્ષો સુધી કોઈ સાધુ ભગવંતના પગલાં પાણ નહોતા થયાં. આના માઠાં પરિણામ પણ કેટલીક જગ્યાએ દેખાવા લાગ્યાં હતાં. - નવસારી પાસેના રચલિયા નામના ગામમાં પૂજ્ય ગુરુદેવ જ્યારે પધાર્યા, ત્યારે ત્યાં વસતા આબાલવૃદ્ધ સૌ લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. અંતિમ ૬૦ વર્ષથી તેમના ગામમાં કોઈ જૈન સાધુ-ભગવંતના પગલાં થયા નહોતાં. ગામની સ્થિતિ બગડી ચૂકી Page #109 -------------------------------------------------------------------------- ________________ હતી. લોકડુંગળી, લસણ જેવા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતા થઈ ગયા હતા. ધાર્મિક નીતિ નિયમો વીસરી ચૂક્યા હતા. આચાર-વિચારમાં શિથિલતા આવી ગઈ હતી, પૂજ્ય ગુરૂદેવ લોકોને પ્રેમથી સમજાવ્યા. હૃદયસ્પર્શી ઉપદેશ આપી ધર્મનો રસ્તો બતાવ્યો. પૂજ્યશ્રીની વાતનો સારો પ્રભાવ પડ્યો. લગભગ ૮૦ ટકા લોકોએ ધર્મની આશાતના થાય એવી પ્રવૃત્તિઓ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી. બિકાનેરમાં ચાતુર્માસ પૂર્ણ કરી પંજાબ જતાપૂજ્ય ગુરુદેવ ભટીંડામુકામે રોકાયા હતા. ભટીંડામાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં તેમણે બે જબરજસ્ત હૃદયસોંસરવા ઉતરી જાય તેવા સુંદર સાર્વજનિક વ્યાખ્યાન આપ્યા. એ વ્યાખ્યાનોમાં હિંદઓ, શીખો તથા મુસ્લિમો પણ જ્ઞાનપિપાસાવશ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્યશ્રીજીના વ્યાખ્યાનથી જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ. તેમના દિલોદિમાગમાં અહિંસા, પ્રેમ અને કરુણાના ભાવ હિલોળા લેવા લાગ્યા. વિવિધ વ્યસનોની ચુંગાલમાં ફસાયેલાએ જીવોના પુણ્યકર્મનો ઉદય થયો. પરિણામે કેટલાય લોકોએ તે જ ઘડીએ માંસ મદિરાને તિલાંજલિ આપી દીધી. પરસ્ત્રી ગમન નહીં કરવાની પણ પ્રતિજ્ઞા લીધી. આજે મુંબઇ, દિલ્હી, કલકત્તા, સુરત જેવા અનેક મહાનગરો તથા ઘણા વિસ્તારોમાં લોકો દારૂ, જુગાર, હેરોઈન, અફીણ, ધુમ્રપાનના વ્યસનોના શિકાર થઈશારીરિક, માનસિક તથા આર્થિક રીતે પાયમાલ થઈ સમાજને ખોખલો બનાવી રહ્યા છે. કમજોર સમાજ રાષ્ટ્ર, ધર્મ તથા સ્વયંના પરિવારનું કલ્યાણ કદાપિ કરી શકે નહીં. આજે આપણા સમાજને પૂજ્યશ્રીજી જેવા પ્રભાવી સૂત્રધારની આવશ્યકતા છે જે સમાજને સાચી દિશા ચીંધી શકે. લાંબા સમય પછી લુધિયાણા પધારેલા પૂજ્ય ગુરુદેવનાવ્યાખ્યાનનો લાભ લેવા એટલી જનમેદની ઉમટી કે વ્યાખ્યાનખંડની દીવાલો તોડી નાખવી પડી. અહિંસાના વિષય પર તેમણે સુંરહદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનમાં આવેલા એક મુસ્લિમ બિરાદરનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે પોતાના પરિવારના સાત સભ્યો સાથે માંસાહાર ત્યજી દીધો. એક બ્રાહ્મણ યુવકે આજીવન શરાબને હાથ નહીં લગાડવાની પ્રતિજ્ઞા લીધી. લુધિયાણામાં પૂજ્યશ્રીજીની ઉપસ્થિતિમાં જ્યારે તેમના ગુરુદેવ પૂજ્ય આત્મારામજી મ.સા.ની જન્મ જયંતિ ઉજવાઈ તે પ્રસંગે ઉપસ્થિત રહેલા બે હજારથી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ જાણે ગુરુદક્ષિણા આપતાં હોય એવા ભાવથી પ્રેરાઈ જીવનમાં ક્યારેય પણ ચરબીયુક્ત અપવિત્ર વસ્ત્રો તથા રેશમી કાપડનો ઉપયોગ નહીં કરી અહિંસાપાલનની પ્રતિજ્ઞા લીધી. ધર્મપ્રચારની સાથે સાથે શિક્ષાગપ્રચાર તથા સમાજ સુધારણાના કાર્યો કરતીવેળાએ પૂજ્ય ગુરુદેવે કદી પણ અંગત સુખ-સગવડોની પરવા કરી નહોતી. ગુજરાત કરતા રાજસ્થાનના ગોરવાડના શ્રાવકોને રૂઢિવાદીતાથી મુક્ત કરવા, તેમને કુરિવાજોની ચુંગાલમાંથી છોડાવવા તથા તેમને સુરક્ષિત કરી ધાર્મિક માર્ગે વાળવા પૂજ્ય ગુરુદેવનાનાં નાનાં ગામડામાં પણ વિહાર કરતા તથા ચાતુર્માસ પાણકરતા. બિજોવા ગામના ચાતુર્માસ દરમ્યાન ગુજરાતથી આવેલા એક શ્રાવકને પોતાનું ચોમાસું એ ગામ માટે કેટલું ઉપકારક હતું એ વાત સમજાવતા પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું... - “અહીં પણ ઉપકારક કાર્યો થયાં છે. પ્રથમ તો તમે સ્વયં અહીં આવી આ ઉડભૂમિનાં Page #110 -------------------------------------------------------------------------- ________________ દર્શન કર્યા... બીજું કામ એ થયું કે આવી વેરાન ધરતી પર જૈન શિક્ષણનું સંસ્થારૂપી વૃક્ષ પાંગર્યું છે, જે દિન-પ્રતિદિન સફળતાના સોપાન સર કરી રહ્યું છે. ત્રીજું કામ એ થયું કે અહીંના શ્રાવકોમાં કેટકેટલા અને કેવા કેવા ભ્રમ, કુરિવાજો અને અજ્ઞાન વ્યાપેલાં છે,એનો તમને અંદાજ આવ્યો. સાધુ ભગવંતો દ્વારા અસ્પૃશ્ય એવા આ વિસ્તારમાં ધાર્મિક કાર્યો અલ્પ સંખ્યામાં જ થાય છે. તેથી અમારી અહીં જરૂર છે. રાજસ્થાનમાં શિક્ષણ પ્રચાર વ્યવસ્થિત થાય તો લોકોના અંધવિશ્વાસ, વહેમ, કુરિવાજોની બદીઓ તો સમયાંતરે દૂર થવાની જ હતી. એ દ્રષ્ટિએ પૂજ્યશ્રીજીની સમાજસુધારણા માટેની દીર્ઘદ્રષ્ટિ તથા યોજના પ્રશંસનીય હતી. પૂજ્યશ્રીજીનાસમાજસુધારણાનાં કાર્યોનેસાંસારિક કામોમાં ખપાવી અન્ય ફિરકાના લોકો વિરોધ કરતા હતા. સંવત ૧૯૮૬ના મુંબઇના ચાતુર્માસ દરમ્યાન આવા ઇર્ષાળુ લોકોએ પૂજ્ય ગુરુદેવના વિરોધમાં પત્રિકાઓ છપાવી અપપ્રચાર શરૂ કર્યો. એવા સંજોગોમાં પૂજ્યશ્રીજીએ સહિષ્ણુતા દાખવી એ પત્રિકા સામે મૌન ધારણ કરી લીધું. તેમણે એકૃત્ય વિષે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું.... ‘મારા વિરોધમાં પત્રિકાઓ છપાવવાથી હું વિચલિત થયો નથી. હું શાંતિપ્રિય છું. . સમાજમાં શાંતિ અને સંપની ભાવના કેળવાય એમ હું ઈચ્છું છું... આપણા ધર્મના મહાન સ્થાપક તીર્થંકર ભગવંતો તથા પૂર્વાચાર્યોએ કેટકેટલા પરિસહોનોસામનોર્યો હતો ? સહિષ્ણુતા જ આપણું શસ્ત્ર હોવું જોઇએ.’ ઘટના એવી બની કે એ વિરોધીઓના અપપ્રચારની પત્રિકાના પ્રત્યાઘાત રૂપે પૂજ્યશ્રીજીનાકોઈ ભક્તે પ્રત્યુત્તરમાં પત્રિકાઓ છપાવી દીધી હતી. પૂજ્યશ્રીજીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે નારાજ થતા કહ્યું હતું... ‘ખરેખર આવી પત્રિકાના કૃત્યથી મને ખુશી નથી થઈ. વાસ્તવમાં આનાથી હું દુઃખી થયો છું. આપણે શાંતિ જાળવીશું તો વિરોધીઓને પણ હારી થાકીને અપપ્રચાર બંધ કરવો પડશે... આવી પત્રિકાઓ છપાવવાથી સમાજના હજારો રૂપિયાનું પાણી થઈ જાય છે. કલહ કંકાસ કુસંપમાં વૃદ્ધિ થાય છે.. આપણે સહિષ્ણુતા કેળવી સમાજને સંપ અને એકતાની શૃંખલામાં જોડવાનો છે..!' પોતાની સમાજસુધારણાની પ્રવૃત્તિમાં મક્કમ રહી પૂજ્યશ્રીજીએ સમાજનાસંપ, એકતા સારુ સહિષ્ણુતાનો ભાવ કેળવી, વિરોધીઓને પણ શાંત કરી દીધા હતા. વ્યક્તિગત અહંકાર, સ્વાર્થ તથા મૂર્ખતાના કારણે મોટાભાગના પરિવારોમાં કલહ, કંકાસ, કુસંપ પેદા થાય છે અને પરિણામે પરિવારો છિન્ન-ભિન્ન ધઈ વિનાશ નોતરે છે. પરિવાર સમાજનો નાનો ઘટક છે. પરિણામે લાંબા ગાળે કલુષિત પરિવારો સમાજને નિર્બળ કરી મૂકે છે. સમાજથી રાષ્ટ્ર, ધર્મ સઘળું વિનાશ પામે છે. પૂજ્ય ગુરુદેવ સમાજ સુધારણાની પ્રવૃત્તિ દ્વારા મજબૂત સંપીલા જૈન સમાજનું નિર્માણ કરી રહ્યા હતા. એકવાર બુરહાનપુરમાં એક ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા સુખી સંપન્ન પરિવારમાં માતા પુત્રના કલહની વાત તેમના કાને આવી. આ લોકોએ એક બીજા પર કેસ કર્યા ૮૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ હતા અને તે સમયે આ કેસ બ્રિટનના ઈંગ્લેન્ડમાં ચાલતો હતો. પૂજ્ય ગુરુદેવ એક દિવસ સવારે આ પરિવારના લોકોના ઘરે ગયા. ભિક્ષામાં તેમની પાસે સુલેહ શાંતિનું વચન માંગ્યું. માતાપુત્રના હૃદય પરિવર્તન કર્યા અને તેમના મનદુઃખ દૂર કરી તેમના પરિવારમાં એકતા સ્થાપી. વામનવાડા ખાતે ભરાયેલા પોરવાલ સંમેલનમાં પૂજ્ય ગુરુદેવે સમાજના યુવા વર્ગને સંબોધન કરતા કહ્યું હતું .... કોઈપણ સમાજનો યુવા વર્ગ એ સમાજની બહુમૂલ્ય સંપત્તિ છે. સમગ્ર સમાજના ઢાંચાની તેઓ કરોડરજ્જુ છે. તેમનાં ઉત્સાહ ઉમંગ તથા ધગશભર્યાસક્રિય પ્રયાસો જ સમાજના રૂપરંગ બદલી તેને મજબૂતી પ્રદાન કરી શકે. યુવાનો ઉપર બહુ મોટું ઉત્તરદાયિત્વ હોય છે. એટલે ભાઈઓ ! જાગૃત થાઓ. મોટી મોટી વાતો કરવાથી કોઈ લાભ થવાનો નથી. ને તમે ખરેખર સમાજની ઉન્નતિ ઈચ્છતા હો, તો તમારી દિનચર્યાના ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછા બે ચાર કલાક સમાજ સેવા પાછળ ફાળવો.’ વળી એ જ સંમેલનમાં તેમને અર્પણ થતી પદવી સ્વીકારવાનો ઇન્કાર કરતા તેમણે કહ્યું હતું... ‘અમારી શોભા અમારીકામગીરીમાં રહેલી છે, અમે લોકો આત્મકલ્યાણ તથા જન કલ્યાણનાં કાર્યો અવિરત કરતા રહીએ, એમાં જ અમારા પદની સાર્થકતા છે..' પૂજ્ય ગુરુદેવ અપાર લોકચાહના ધરાવતા હતા અને તેની પાછળ તેમની નિઃસ્વાર્થ કર્તવ્યપરાયણતા તથા કઠોર પરિશ્રમ જવાબદાર હતા. સમાજ સુધારણા સારુ તેમને જ્યારે યોગ્ય તક મળી તેમણે સૌને એ કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સતત પ્રયાસો કર્યા હતા. ૧૯૪૭ના ભારત પાકિસ્તાનના ભાગલા પછી ઓકટોબર મહિનામાં ગુજરાંવાલાથી ૨૫૦ જેટલા શ્રાવકો સાથે અમૃતસર પધારેલા પૂજ્ય ગુરુદેવે ત્યારે પોતાના વ્યાખ્યાનોમાં સૌ જાતિના હિંદુ મુસ્લિમ, જૈન, શીખોના ધંધા રોજગાર માટે,તેમના પુનર્વસન માટે તથા ભોજન કપડાં ઈત્યાદિ જરૂરી વસ્તુઓ માટે ધનિક વર્ગને મદદ કરવા હાર્દિક અપીલો કરી હતી. તેઓ કહેતા... ‘જો મનુષ્ય જીવતો રહેશે, તો જ ધર્મ જીવંત રહી શકશે... જો સમાજ સમૃદ્ધ, સુદ્ધ, બળવાન થશે તો જ દેશ, ધર્મ અને સંસ્કૃતિ પ્રાણવાન થશે. ’ તેમણે સમગ્ર ભારતની આમજનતાને વિસ્થાપિતો માટે અપીલ કરી હતી, જેને અમૃતસરથી પ્રસિદ્ધ થતાં ઉર્દુઅખબાર ‘વીર ભારત’માં પ્રસિદ્ધિ મળી હતી. આ તેમની અણમોલ સમાજસેવા હતી. બિકાનેરમાં પૂજ્ય ગુરુદેવે એક વિશાળ સભાને સંબોધતા કહ્યું હતું.. ‘“જે વ્યક્તિ ધર્મ, સાધુ-સાધ્વી, સમાજ, શ્રાવક-શ્રાવિકા, મંદિર મૂર્તિ તથા સંચિત જ્ઞાનના સાધન ગ્રંથોની રક્ષા સારું પ્રાણ ન્યોછાવર કરી શકે એ જ સાચો ગુરુભક્ત છે... ભાઇઓ ! હું તો ભિક્ષુક છું - ભગવાન મહાવીર સ્વામીનો, ગુરુદેવનો તથા જૈન શાસનનો ! આજે હું બિકાનેરના માલેતુજાર ભાઈ-બહેનો, ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઇ, મદ્રાસ, ક્લક્તા અને રાજસ્થાનના શ્રદ્ધાવાન ભાઈબહેનો પાસે, મારી આ ઢળતી ઉંમરે ભિક્ષા માંગી રહ્યો છું. ગુજરાંવાલાથી બેહાલ થઈ આવેલા પંજાબના જૈન શ્રાવકોને તમારા સાથ-સહકાર, પ્રેમ તથા ઉષ્માની જરૂર છે. ફૂલ નહીંતોફૂલની પાંખડી પણ યથાશક્તિ તમે એમની મદદ કરો. .. તેમને થોડોક સહારો આપો... 7. Page #112 -------------------------------------------------------------------------- ________________ આટાણે તમારી પાસે એક બીજી ભિક્ષા પણ માંગું છું. તમે લોકો આંતરિક ખટરાગ ને નાનામોટા વિખવાદ અને કુસંપથી પીડાઓ છો. એ બાબત આત્મઘાતી પુરવાર થશે. ધર્મ, સમાજ તથા સ્વયંની જાતનો બચાવ કરવા એ તમામ કલહકંકાસ,કુસંપ, વિખવાદ અને વેરઝેરને મારી ઝોળીમાં પધરાવી દો! તમારા હૃદયમાં પ્રેમભાવ, દયા, સંપ, એકતા અને ભાઈચારાના સુવાસિત પુષ્પોને પાંગરવા દો, એ મારી શ્રેષ્ઠ ભિક્ષા બની રહેશે.” સાદડીના રોકાણ દરમ્યાન અનિવાર્ય સંજોગોમાં તેમણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ચૈત્ર સુદ તેરસના દિવસે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણકના ઉત્સવનું આયોજન થયું હતું. આ પ્રસંગે પૂજ્યશ્રીજી હાજર રહી શક્યા નહોતા. કારણકે ઓપરેશનના કારણે તેમને પ્રકાશમાં આવવાની મનાઈ હતી. આ સભામાં પૂજ્યશ્રીજીની પ્રેરણા તથા માર્ગદર્શનથી પ્રેરાઈપંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજે પૂજ્ય ગુરુદેવની અંતરની ભાવના રજૂકરતા તેમના વકતવ્યમાં જણાવ્યું હતું... “આજે હું તમારી સમક્ષ એક ભિક્ષા માંગી રહ્યો છું. હું એક કઠોર અપ્રિય વાત જણાવવા ઈચ્છું છું... આ વાત સાંભળી ખોટું લાગે તો ક્ષમા કરજો.. આપણી આવીર ભૂમિમાં ઠેર ઠેર જ્ઞાનની પરબો તથા વિદ્યાધામ ખોલવામાં આવ્યાં છે, એ આનંદ પ્રેરકવાત છે એ માટે તમે હજારો લાખોનાં દાન પણ પ્રેમથી આપ્યા છે, પરંતુ આ સમાજમાં ચાલતો કન્યાવિક્રયનો કુરિવાજસોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. આકલંક્તિ કુરિવાજબંધ થાય એવી પૂજ્ય ગુરુદેવના અંતરની ઇચ્છા છે. મારવાડમાં પ્રવર્તતા આ રિવાજને તમારે સત્વરે મિટાવવો પડશે. તમે લોકો જો આબદી દૂર કરશો, તો તમને હજારો કન્યાઓનાં (તમારી પુત્રીઓના) આશીર્વાદ પ્રાપ્ત થશે!” જૈન ધર્મ ‘અહિંસા પરમો ધર્મ'ના મહાન સિદ્ધાંતને વરેલો છે. તમે જાણો છો કે માંસ વેચનાર, લાવનાર, રાંધીને ખાનાર બધા પાપના ભાગીદાર થાય છે. આ વાતનું જ્ઞાન હોવા છતાંકન્યાવિક્રય કરી તમે લોકો મહાપાપકરી રહ્યા છે... ભાઈઓ! જાગૃત થાઓ અને આજ ક્ષણથી આકુરિવાજ બંધ કરવાની પ્રતિજ્ઞા લો!” પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજની વાતથી લોકો પ્રભાવિત થયા અને શેઠ મૂળચંદજીએતત્પણ કન્યા વિક્રયના કલંકને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી. સંવત ૨૦૬ના જેઠ સુદ આઠમના દિવસે પૂજ્ય આત્મારામજી મ.સા.ની સ્વર્ગારોહણ તિથિ પરયોજાયેલી સભામાં પૂજ્ય ગુરુદેવની આજ્ઞા તથા પ્રેરણાથી પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજે પૂજ્ય આત્મારામજી મ.સા.ના જીવન પર સંક્ષિપ્તમાં પ્રકાશ પાથરતા તેમની અંતરની ઈચ્છાને આશબ્દોમાં પ્રગટકરી હતી... વીર પુત્રો, સાવજ બાળો ઉઠો, જાગો ! ક્યાં સુધી પોઢેલા રહેશો? જમાનો કહે છે હું બદલાયો છું, તમે પણ તમારી જાતને બદલો, કુત્સિત રિવાજો તથા બ્રમણાઓ છોડીને જાગૃત થાઓ!કેવળ વાતોનાં વડાથી કંઇવળવાનું નથી. ભગીરથ પુરુષાર્થદ્વારા જૈન સમાજનું ઉત્થાન કરવાનું છે. આપણી કમજોરીઓ, કુપ્રયાસો તથા પ્રમાદવૃત્તિનો ત્યાગ કરવો પડશે માત્ર પ્રસ્તાવ, વ્યાખ્યાન, સુફિયાણી વાતો અને વિવેચન કરવાનો જમાનો ચાલ્યો ગયો છે. સંગઠિત - -- - Page #113 -------------------------------------------------------------------------- ________________ થાઓ!મનની ગ્રંથિઓ છોડી. ગુણગ્રાહી બની. આપણા અલગ પડી ગયેલા, સાધÍગરીબ ને નિરાધાર ભાઈઓના આંસુ લુંછી તેમને હદયસરસા ચાંપો. દાણા દાણાના મોહતાજ, રોજીરોટી માટે તરસતા, ભટકતા, અટવાતા ભાઈઓની મદદ કરો! એમનાં દુઃખ દર્દપીડાને યાતના મીટાવી નિજના પુણ્યના ભંડારી છલકાવી દો. પૂજ્ય આત્મારામજી મ.સા. તથા પૂજ્ય વિજયવલ્લભ સૂરિજી મ.સા. આવી સમાજ૫યોગી વૃત્તિને જ સાચું સાધર્મીવાત્સલ્ય કહે છે. - સાધર્મી ભાઈઓની સેવા કરવાનું પુણ્ય અનુપમ છે. આપણે તેનો સાચો અર્થ વીસરી ગયા છીએ. સાચું સાધર્મીવાત્સલ્ય ક્યાં છે? એક જ દિવસમાં હજારોને ભોજન કરાવવામાં સાધર્મવાત્સલ્યનાં દર્શન થાય છે કે દુઃખી જરૂરતમંદોને રોજી-રોટી કમાવાના સાધનો ઉપલબ્ધ કરાવી તેમને આપણી સમકક્ષ બનાવવામાં એ દ્રષ્ટિગોચર થાય છે? એકાદવાર એવોકાર્યક્રમ થઈ જાય, એનો અમે નિષેધનથી કરતા, પરંતુ દુઃખી લોકોને કાયમી ધોરણે આરામથીદાળ-રોટી મળતી રહે, એવો પ્રબંધકરો. એમના બાળકોના વ્યવસ્થિત શિક્ષણની વ્યવસ્થા ગોઠવી, કારણ કે ધર્મ તથા સમાજની ઉન્નતિ બાળકોના વિકાસ પર નિર્ભર છે.” પંન્યાસશ્રીસમુદ્રવિજયજી મહારાજની વાતનું પૂજ્યશ્રીએ સમર્થન કરીગોરવાડના એવા આર્થિક રીતે જરૂરતમંદસાધમ લોકો માટે એક લાખનો ફાળો એકઠો કરવા લોકોને હાકલ કરી. મોતિયાના ઓપરેશન તથા શારીરિક અસ્વસ્થતાના કારણે પૂજ્ય ગુરુદેવ સાદડી મુકામે રોકાયેલા હતા. એટલે તા. ૨૩-૪-૧૯૪૯ના રોજ મુંબઈમાં યોજાયેલી ‘વિશ્વ ધર્મપરિષદમાં તેઓ સદેહે ભાગ લઈ શક્યા નહોતા. સાદડીથી તેમણે આ પરિષદમાં પોતાનો સંદેશો મોકલાવ્યો હતો. પોતાના સંદેશામાં તેમણે વિજ્ઞાનના દુરુપયોગ સામે લાલબત્તી ધરી હતી. વિશ્વ માનવ સમુદાયને બચાવવા અહિંસાના સિદ્ધાંતના પ્રચારની હિમાયત કરી હતી તથા વિશ્વ ધર્મની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પોતાના સંદેશાના અંત ભાગમાં તેમણે જણાવ્યું હતું... “વિજ્ઞાનનો ઉપયોગ જ્યારે પ્રત્યેક પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણ માટે જ થશે, વેરભાવ, શોષણવૃત્તિ, અમલદારશાહી અને સામ્રાજ્યવાદની ભાવના પ્રત્યેક પ્રજા અને રાષ્ટ્રમાંથી નેસ્તનાબૂદથશે, ત્યારે જ વિશ્વશાંતિનો સંદેશ જગતના ખૂણે ખૂણે ગુંજી ઉઠશે. આ મહાન કાર્ય આપણે કરવાનું છે. એ સારુ આપણે કટિબદ્ધ થવાનું છે.' ફાલનામાં યોજાયેલી જૈન શ્વેતાંબર કોન્ફરન્સમાં ભક્તોએ પૂજ્ય ગુરુદેવને શાસનદીપક, સુરિસમ્રાટ, શાસન પ્રભાવકતાયુગ પ્રભાવક જેવી વિશિષ્ટ પદવીથી અલંકૃત કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતમાં પોતાનો નિશ્ચય જાહેર કરતા પૂજ્ય ગુરુદેવે સભામાં જણાવ્યું હતું.. “આપ લોકોના પ્રેમભર્યા શબ્દો સાંભળતા સાંભળતા મારું મન રોમાંચિત થઈ ગયું છે. પરંતુ સજ્જો! હું તમને શું કહું? મેં અંતઃકરણમાં ડોકિયું કર્યું તો પ્રશ્રો ઉત્પન્ન થયા-કુંકેવી સાધુ છું? મેં કેવી સાધના કરી છે? મારીસમાજ આજે ક્યાં ઊભો છે ? મારા મધ્યમ વર્ગના ભાઈબહેનોની શું દુર્દશાછે? સમાજમાં આજે પણ અસંખ્ય લક્ષ્મીવાન છે, પરંતુ મને કહેવા દોકે (૯૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ - - - પોતાના ગરીબ સાધભાઈઓના કલ્યાણ માટે એક પણ વ્યક્તિ લક્ષ્મીનો મોહ છોડવા તૈયાર નથી.. આવી વિષમ પરિસ્થિતિમાં આપ લોકો મને પદવીનો નવીન બોજ ઉપાડવા આગ્રહ કરો છો? પરંતુ મને તો આદશામાં આ આચાર્યની પદવી પણ ભારરૂપ લાગે છે! આજેજો જગડુશાહ, વિમલશાહ, વસ્તુપાળ-તેજપાળ, સમરાશાહ, ઐભાદેદરાણી અથવા ભામાશાહ હયાત હોત તો એ લોકો જૈનશાસનની ઉન્નતિ તથા સમગ્ર સમાજની પ્રગતિ માટે શું ન કરત? પદવીથી પણ મને વિશેષ જરૂર છે, તમારા સક્રિય સાથ સહકારની. તમને પ્રાપ્ત થયેલી સંપત્તિનો ઉપયોગ સાધર્મના વિકાસમાં કરો... એમના મુરઝાયેલા ચહેરા ઉપર સુખશાંતિને સંતોષની લહેર ફરી વળે એવું રચનાત્મક કાર્ય કરી બતાવો... સમાજનો પૂર્ણ વિકાસ જો થતો હોય તો આચાર્ય પદવી છોડવા પણ હું તૈયાર છું!” સમાજના ઉત્કર્ષ તથા સેવા માટે પૂજ્ય ગુરુદેવના અંતરમાં આવી ઉત્કૃષ્ટ ભાવનાની જ્યોત અહર્નિશ જલતી રહેતી હતી. રાજસ્થાનના નાણાગામનાઠ સાહેબ પૂજ્યશ્રીજીની કીર્તિકૌમુદી સાંભળી પ્રભાવિત થયા હતા. તેમણે સન્માનભેર પૂજ્ય ગુરુદેવની રાજગઢમાં પધરામણી કરાવી. અહીંયા પૂજ્યશ્રીએ રાજાને રાજધર્મ, પ્રજા ધર્મ તથા શ્રેષ્ઠ રાજવીના લક્ષણો વિષે સુંદર બોધ આપ્યો. માંસ મદિરા, શિકાર, પરસ્ત્રી ગમન જેવા સખ વ્યસનોનીહાનિઓસમજાવી તેમને ત્યાગવાની પ્રેરણા આપી. ઠાકુર સાહેબે ત્યારબાદ પૂજ્ય ગુરુદેવને ગોચરી માટે પધારવા હાર્દિક વિનંતિ કરી. ઠાકુર સાહેબના સમર્પણ ભાવ તથા પ્રેમભાવથી પૂજ્યશ્રીજી ક્ષણાર્ધવિચારમાં ડૂબી ગયા પછી તેમણે હા ભણી. સામાન્ય રીતે તેઓ ગોચરી માટે જતાનહીં. પૂજ્યશ્રીજી અન્ય સાધુભગવંતો સાથે રાજગઢમાં ગોચરીસારુ પધાર્યા. ત્રણે રાણીઓએ ભાવપૂર્વક તેમની ભક્તિ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય ગુરુદેવે અવસર જોઈતસ્રણ ઠાકુર સાહેબ તથા તેમની રાણીઓને મધુરવાણીમાં માંસ મદિરા, ત્યાગવાનો ઉપદેશ આપ્યો. તેમના ઉપદેશના પ્રભાવથી એ ચારે રાજવી વ્યક્તિઓએ તુરંત માંસમદિરા ત્યાગવાની પ્રતિજ્ઞાલીધી. મદિરાપાનથી શારીરિક હાનિ તો થાય જ છે, ઉપરાંત તેનાથીગૃહકલેશ, નૈતિક પતન તથા આર્થિક નુકસાન થાય છે. માંસના ભોજનથી તામસવૃત્તિ વધે છે. જીવોની હિંસા થાય છે. જ્યારે આવા વ્યસનોથી મુક્ત રાજાના સુદ્દઢ પ્રેરણાદાયી ચારિત્રથી તેની પ્રજા પણ સંસ્કારી નીતિવાન ધાર્મિક થઈ શકે છે. આમ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. પૂજ્યશ્રીજી આ વાત જાણતા હતા. સમાજના કલ્યાણના હેતુથી અમીરોને કડવા સત્ય કહેવાના ઘણા પ્રસંગો પૂજ્ય ગુરુદેવના જીવનમાં બન્યા હતા. તેમને મનતો સમાજના સૌ લોકો સમાન હતા. આકરુણાનિધિ સંતને ગરીબ તથા મધ્યમ વર્ગના શ્રાવકો માટે હૃદયમાં અનહદઅનુકંપા હતી. પૂજ્યશ્રીજી સ્વયં કર્મકર્મયોગી હતા એટલે નક્કર કાર્યો માટે તેમના અંતરમાં આદર હતો, જ્યારે ઠાલી વાતો તેમને ગમતી નહીં. ઈ.સ. ૧૯૫૧માં પૂજ્ય ગુરુદેવ પાલિતાણાની યાત્રાએ નીકળ્યા હતા. વિહાર કરતા - ૯૧ ) Page #115 -------------------------------------------------------------------------- ________________ કરતા તેઓ સુરેન્દ્રનગર પધાર્યા. તે સમયે સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા શેઠ શ્રી રતિલાલ તેમને મળવા આવ્યા. તેમણે પૂજ્ય ગુરુદેવ સાથે લગભગ દોઢ કલાક સુધી સંમેલન, સંગઠન, એકતા જેવા વિષયો પર ચર્ચાઓ કરી. ત્યારે અંતમાં પૂજ્યશ્રીજીના હૈયે જે વાત રમતી હતી એ સ્પષ્ટ શબ્દોમાં એ અગ્રણી ભાઈને જણાવી દીધી... ‘ સમાજનો ઉત્કર્ષ ત્યારે જ થઈ શકે, જ્યારે સમાજના નેતાઓ વાતો કરવાની છોડી નક્કર કામ કરવામાં લાગી જાય !' આવું કડવું સત્ય કહેવા પાછળનો પૂજ્યશ્રીજીનો હેતુ તો એટલો જ હતો કે કોઈ સંવેદનશીલ વ્યક્તિને ચોટ પહોંચે અને તે યથાશક્તિ સમાજ સેવાના નક્કર કામમાં લાગી જાય. પૂજ્ય ગુરુદેવ જ્યારે પાલિતાણામાં ચાતુર્માસ કરતા હતા, ત્યારે રાજસ્થાનના નાણા ગામની આસપાસના વિસ્તારમાં વિહાર કરતા વયોવૃદ્ધ પંન્યાસ શ્રી હીરવિજયજી પર કેટલાક અસામાજિક તત્ત્વોએ કરેલા હુમલા અંગેના સમાચાર તેમને પ્રાપ્ત થયા. આસો સુદ નવમના દિવસે પાલિતાણામાં મળેલી વિશાળ સભામાં આ હીન કૃત્યને વખોડી કાઢતા પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું .. ‘મને એ જાણીને ખેદ થયો કે નાણામાં આપણા સાધુ પર અત્યાચાર થયો, ત્યારે એ ઘટનાને ત્યાં વસતા શ્રાવકો મૂક પ્રેક્ષકો બની માત્ર નિહાળતા રહ્યા! એક પણ વ્યક્તિએ તેમને બચાવવા પ્રયાસ ન કર્યો. બધા ભૂલી ગયા કે આપણે જૈન લોકો ક્ષત્રિયોની સંતાન છીએ. હવે શ્રાવકો માટે કાયરતા ત્યાગી, વીર બનવાનો સમય પાકી ગયો છે. એમના પર સૌની રક્ષાની જવાબદારી છે. તેમણે પોતાના ધનમાલ, કુટુંબ-પરિવાર વગેરેનો ત્યાગ કરી મંદિરો, પ્રતિમાઓ તથા દેવદ્રવ્યની રક્ષા કરવી પડશે. ભવિષ્યમાં જો શ્રાવકો વીર બનશે, સંગઠિત થશે, તો જ જૈન સમાજ તથા સંસ્કૃતિ ટકી શકશે, નહીંતર સૌનો વિનાશ જ થશે...!' દુર્બળ વ્યક્તિની ક્ષમામાં અહિંસાની સુવાસન પ્રગટી શકે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામી જેવા સામર્થ્યવાન ક્ષત્રિય રાજવીના મુખેવલી થયા પછી એ વાત શોભે. નિર્બળકાયરસમાજનો વિનાશ જ થાય. પૂજ્યશ્રીજી એટલે જ જૈન સમાજને કાયરતા છોડવા પ્રેરણા આપતા હતા. ૮૩ વર્ષની વયે પણ પૂજ્ય ગુરુદેવ સતત કાર્યશીલ રહ્યા હતા. તેમના અંતરમાં સાધર્મી ભાઈઓના ઉત્કર્ષની લગની લાગેલી હતી. મુંબઈથી અન્યત્ર વિહાર કરતા પહેલાં તેમણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા સિવાય સાધર્મીઓના ઉત્કર્ષ માટે પાંચ લાખનો ફાળો એકઠો કરાવવા દૂધના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. સમાજનાદુઃખી સંતાપિત નિર્બળ જીવોને મદદરૂપ થવાની એમની ઉદાત્ત ભાવના પ્રશંસનીય હતી. મુંબાદેવીના આભૂષણ બજારમાં તા. ૮-૩-૧૯૫૩ના રોજ સાધર્મીઓના ઉત્કર્ષ ફંડ માટે પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં એક સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં પૂજ્યશ્રીજીએ પાટણના જ્ઞાનભંડારોની રક્ષા માટે નાખેલી ટહેલમાં ત્યાગી બહેનોએ આપેલા ઉદાર ફાળાની વાતનો ઉલ્લેખ કરી, સુંદર હૃદયસ્પર્શીવ્યાખ્યાન આપ્યું અને તેમના વકતવ્યથી પ્રભાવિત થયેલી બહેનોએ ત્યાં પોતાના આભૂષણોનાં દાન દઈ ઉત્કર્ષ ફંડમાં મોટો ફાળો આપ્યો. ત્યારબાદ થોડા સમયમાં જ ગુરુ ભક્તોએ તનતોડ મહેનત કરી ઉત્કર્ષ ફાળાની રકમ એકઠી કરી પૂજ્યશ્રીજીની ૯૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉદાત્ત ભાવનાને મૂર્તિમંત કરી બતાવી હતી. સ્વસ્થસમાજના ઘડતર માટે પૂજ્ય ગુરુદેવે યથાશક્તિ પ્રયત્નો કર્યા હતા. દારૂ, જુગાર, મદ્યપાન, શિકાર, પરસ્ત્રીગમન જેવા સપ્ત વ્યસનોનાં ભયંકર દારુણ પરિણામો વિષે તેમણે પોતાના વકતવ્યોમાં ઉલ્લેખ કરી લોકોને વ્યસનમુક્ત બનાવવા આજીવન પ્રયાસો કર્યા હતા. તેમની લોકચાહના અપાર હતી એટલે તેમના વ્યાખ્યાનોમાં જૈનો ઉપરાંત હિન્દુઓ, શીખો, મુસ્લિમો, આર્યસમાજી લોકો પણ આવતા હતા. તેમના વ્યક્તિત્વના પ્રભાવથી રાજા મહારાજાઓ પણ તેમને પોતાને ત્યાં નિમંત્રિત કરતા હતા. પૂજ્ય ગુરુદેવે આવા સઘળા પ્રસંગો પર સુંદર પ્રવચનો આપી ઘણા લોકોને વ્યસનમુક્ત થવાની પ્રેરણા આપી હતી. મુંબઇની ચોપાટી પરના સાર્વજનિક વ્યાખ્યાન હોય કે ભીંડા મુકામના પ્રવચન હોય તેમણે લોકોને સપ્ત વ્યસનથી મુક્ત થવા સદાય પ્રેરણા આપી હતી. વિ. સં. ૧૯૭૭ના બિકાનેર ખાતેના ચાતુર્માસ દરમ્યાન એક લાખોપતિ બ્રાહ્મણ પરિવાર પૂજ્ય ગુરુદેવના પરિચયમાં આવ્યો. એ લોકો પર પૂજ્યશ્રીજીના પ્રવચનોનો એવો જબરદસ્ત પ્રભાવ પડડ્યો કે તેમણે દેવદર્શનનો નિયમ લીધો. સપ્ત વ્યસનનો ત્યાગ કર્યો. ત્રણ વર્ષ સુધીકંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી. ખરેખર સાચા સાધુ સંત પારસમણિ જેવા હોય છે, જેમનાસંપર્કમાત્રથી તેમની દિવ્ય પ્રતિભાથી લોકોના જીવન બદલાઈ જતા હોય છે. પૂજ્યશ્રીજી એવા જ દિવ્યાત્મા હતા. પૂજ્ય ગુરુદેવના આજીવન અથાગ પ્રયત્નોના કારણે જ સમગ્ર જૈન સમાજમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તેમના જ કારણે ઠેર ઠેર પાઠશાળાઓ, ગુરુકુળો તથા શાળાઓ, કોલેજોની સ્થાપના થતા જૈન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો. નિરક્ષરતા દૂર થઈ. કન્યા વિક્રયની બદી દૂર થઈ. સ્ત્રી શિક્ષણની પ્રવૃત્તિ શરૂ થઈ. નિરાધાર અબળા શ્રાવિકાઓ માટે શ્રાવિકાઘર ખૂલ્યાં. સમાજના અંધવિશ્વાસ, રૂઢિવાદીતા, અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર થયા. નબળા, મધ્યમ વર્ગની ઉન્નતિ થઈ. વ્યસનમુક્ત સમાજની રચના થઇ શકી. આમ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની દીર્ઘદ્રષ્ટિના કારણે, તેમના થકી આરંભાયેલા સમાજ સેવા, સમાજસુધારણાના અભિયાનના કારણે સમગ્ર સમાજની કાયાપલટ થઈ. એમના એ ભગીરથ પ્રયાસોના કારણે આજે જૈન સમાજ દેશ તથા દુનિયાની પ્રગતિમાં પ્રથમ પંક્તિમાં દ્રષ્ટિગોચર થાય છે. ૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ મહાન શિક્ષણ પ્રચારક ઘનઘોર જંગલમાં અમાવસ્યાનીકાજળકાળીરાત્રિના અંધકારમાં અટવાયેલા, રાહ ભૂલેલા પથિને જો નાનકડો પ્રજવલિત દીપનો, માચીસનો, મીણબત્તીનોકે ટોર્ચનો સહારો મળી જાય તો એ વસ્તુ એના માટે જીવનદાયી આશીર્વાદરૂપ સાબિત થયા સિવાય રહે નહીં. શિક્ષણ પણ વ્યક્તિના અંધકારમય જીવનને અમાપ આલોકથી છલકાતી શાંતિ, આનંદ તથા સંતોષથી ભરી શકે છે. શિક્ષણ મનુષ્યના જીવનમાં પ્રગતિનો પ્રાણ પૂરે છે. શિક્ષિત વ્યક્તિ લેખન વાંચન દ્વારા પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે છે. શિક્ષણવ્યક્તિને શિષ્ટ, વિવેકી વિચારશીલ બનાવી શકે છે. શિક્ષણથી વ્યકિતનું જીવન ઘડતર થાય છે. તેની વિચાર શક્તિ, વિશ્લેષણ શક્તિ, પૃથ્થકરણની ક્ષમતા શિક્ષણથી ખીલે છે. શિક્ષણ વ્યક્તિની અંધશ્રદ્ધા તથા વહેમરૂઢિવાદીતાનો નાશ કરે છે. વ્યાવહારિક શિક્ષણથી વ્યક્તિ જગતના વર્તમાન પ્રવાહોની જાણકારી પ્રાપ્ત કરી, તે મુજબ યોગ્ય ફેરફારો કરી પોતાનું જીવન ટકાવી રાખવા સક્ષમ બને છે. શિક્ષિત વ્યક્તિ જ રાષ્ટ્ર સમાજપરિવાર તથા ધર્મની રક્ષા કરવા શક્તિમાન બને છે. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીએ આજથી લગભગ ૨૫૦૦થી વધુ વર્ષો પહેલાં પ્રાકૃત ભાષામાં સર્વજન હિતકારી દેશનાઓ આપી હતી. હવે જેમને એમનીમૂળ દેશનાસમજવી હોય તો તેણે પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવવું જ પડે. અરે ભક્તામર સ્તોત્રના શ્લોકોના સાચા ઉચ્ચારણ સારુ, તેનો ભાવાર્થ સમજવા તથા તે મુજબ પદ્ધતિસરની ઉપાસના કરવા પણ વ્યક્તિને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ઉલ્વસગ્ગહર સ્તોત્ર હોય, નવકારમંત્ર હોય કે બીજા સ્તવનો હોય એ બધાને સમજવા માટે ભાષાનું જ્ઞાન અનિવાર્ય થઈ જાય છે. એ માટે વ્યક્તિએ શિક્ષણ પ્રાપ્ત કરવું જ પડે, એટલે આજના સમયમાં વ્યાવહારિક શિક્ષણની સહેજ પણ ઉપેક્ષા કરવી પાલવે નહીં. શિક્ષિત વ્યક્તિ માટે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવું સરળ થઈ જાય છે. ધાર્મિક શિક્ષણ એ વ્યક્તિના આત્મવિકાસ માટેનું અણમોલ સાધન છે, તો વ્યાવહારિક શિક્ષણ તેનાદુન્યવી વ્યવહારો માટે અનિવાર્ય છે. આજે વિજ્ઞાનની અસંખ્ય શોધખોળોનાકારણે માનવીનું જીવન ખૂબ સરળ, સુખદાયી સુવિધાપૂર્ણ બનવા પામ્યું છે. માનવીની દુનિયાનાની બની ગઈ છે. પૃથ્વી બહાર અંતરીક્ષમાં તે નવી નવી શોધો કરી રહ્યો છે. હા, વિજ્ઞાનના દુરુપયોગથી માનવ જીવનમાં ભય, હિંસા, અસલામતી તથાટેન્શન વધ્યાં છે, પરંતુ એ વસ્તુઓને નિયંત્રણમાં લઈ શકાય તેમ છે. વિજ્ઞાન પણ શિક્ષણનો જ એક ભાગ છે. આજે જૈન સમાજના ઘણા લોકો શિક્ષિત થઈદુનિયાના વિવિધ ભાગોમાં પોતાના વેપાર વાણિજ્ય વિકસાવી સમૃદ્ધ થયા છે અને આવા સમૃદ્ધ દાનવીરોની ઉદારતા, સમજણશક્તિના કારણે દેશમાં નવીન શિક્ષણ સંસ્થાઓ, પાંજરાપોળો, હોસ્પિટલો ઉપલબ્ધ બની છે, જ્યાં માનવતાનાં કાર્યો થાય છે. દેશમાં પણ લગભગ દરેક ક્ષેત્રમાં જૈનો અગ્રીમ હરોળમાં બેઠા છે. ડૉકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, રાજકારણીઓ, વૈજ્ઞાનિકો, જૈન સમાજમાં વ્યાપેલા શિક્ષણને આભારી છે. વર્તમાનમાં જૈન સમાજના મહિલા વર્ગમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જૈન સમાજમાં શિક્ષણની આચેતનાની લહેરકોણે જગાડી? - ૯૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ Page #119 -------------------------------------------------------------------------- ________________ Page #120 -------------------------------------------------------------------------- ________________ આજથી બસો વર્ષ પહેલાં જૈન સમાજ ધાર્મિક તથા શૈક્ષણિક રીતે ઘણો પાછળ હતો. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં જૈન સમાજની ઘણી કફોડી સ્થિતિ હતી. એવા અંધકારના સમયમાં ન્યાયાંમોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા.નો જન્મ થયો અને તેમણે આજીવન સખત પુરુષાર્થ કરી જૈન ધર્મમાં ચેતનાના પ્રાણ પૂર્યા. સાથે સાથે સમાજસુધારણાના ભાગરૂપે ધાર્મિક તથા વ્યવહારિક શિક્ષણનું અભિયાન શરુ કર્યું. પંજાબમાં એકવાર એક આર્યસમાજી ભાઈએ પૂજ્ય આત્મારામજી મ.સા.ને પૂછેલું ગુરુદેવ ! આપે પંજાબમાં શ્રાવકો માટે મંદિરો તો બંધાવી દીધા, પરંતુ શિક્ષણના અભાવમાં આ લોકો પરમાત્માની ઉપાસના શી રીતે કરશે?” ત્યારે પૂજ્ય ગુરુદેવે તે ભાઈને જણાવેલું કે હવે હું પંજાબમાં શિક્ષણ પ્રચારના કાર્યનો પ્રારંભ કરીશ.' દૈવયોગે પૂજ્ય ગુરુદેવનું આયુકર્મ પૂર્ણ થતાં તેઓમહાપ્રયાણ કરી ગયા, પરંતુ તે પહેલાં ધાર્મિકતથા વ્યાવહારિક શિક્ષણપ્રચારની જવાબદારી તેમણે તેમના પટ્ટધર શ્રી વિજયવલ્લભસૂરિજી મ.સા.ને સોંપી હતી. પરમગુરુ ભક્ત, આજ્ઞાંકિત, કર્મઠકર્મયોગી આપણા ચારિત્રનાયકે જીવનભર પોતાના ગુરુદેવને આપેલા વચનને પરિપૂર્ણકરવાસખત પુરુષાર્થર્યો હતો. જીવનની અંતિમ ક્ષણે પણ આ મહાપુરુષની ભાવના રહી હતી કે, એક જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના થવી જોઈએ. સત્ય, અહિંસા તથા અપરિગ્રહ જેવા મહાન સિધ્ધાંતો પર રચાયેલા જૈન ધર્મમાં વિશ્વ ધર્મ થવાની ક્ષમતા છે, એ વાત પૂજ્યશ્રીજી સમજ્યા હતા અને એટલે જ જગતના શાંતિચાહક લોકો જૈન ધર્મનો તલસ્પર્શી અભ્યાસ કરી વિશ્વ શાંતિ માટે કાર્યરત થાય એ માટે જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના પર પૂજ્યશ્રીજીએ ભાર મૂક્યો હતો. પૂજ્ય ગુરુદેવે પંજાબ, રાજસ્થાન, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં પોતાના જીવનકાળ દરમ્યાન ઠેરઠેર જૈન વિદ્યાલયો, પાઠશાળાઓ, હાઈસ્કૂલ, કોલેજો, વિદ્યાપીઠો, કન્યા વિદ્યાલયોની સ્થાપનાકરાવી. જૈન સમાજમાં શિક્ષણની ચેતના જગાડી હતી. આજે એ સંસ્થાઓના કારણે હજારો જૈન યુવકો તથા યુવતીઓ શિક્ષણ પામી, ભૌતિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યાં છે. પૂજ્ય ગુરુદેવના શિક્ષણ પ્રચારના એ ભગીરથકાર્યને સમજવા આપણે તેમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓનો અભ્યાસ કરીશું અને તેમના દ્રષ્ટિકોણને યોગ્ય રીતે સમજવા પ્રયાસ કરીશું. પૂજ્યશ્રીજીના ગુરુભાઈ મુનિશ્રી પ્રેમવિજયજી મહારાજકારણોવશાત્ તેમના ગુરુદેવ શ્રીહર્ષવિજયજી મ.સા.ના સ્વર્ગારોહણ પહેલાં જ પંજાબ આવી ગયા હતા. અહીં લુધિયાણામાં પૂજ્યશ્રીજી સાથે તેમની મુલાકાત થઈ. ત્રણે ભાઈઓ સાથે આપણા ચારિત્રનાકૅસલાહ મસલત કરી. યોગ્ય નિર્ણય કરી તેઓ પૂજ્ય આત્મારામજી મ.સા.ને મળ્યા. તેમની સમક્ષ તેમણે પોતાનાઆદરણીય ગુરુજી શ્રીહર્ષવિજયજી મ.સા.ની પુણ્યસ્મૃતિમાં એકજ્ઞાનભંડારની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પૂજ્ય આત્મારામજી મ.સા.એ તેમની ભાવનાની કદર કરી પ્રસ્તાવને આશીર્વાદ પ્રદાન કર્યા. પૂજ્યશ્રીજી તથા તેમના ગુરુભાઈઓ કાર્યરત થઈ ગયા. પૂજ્ય ગુરુદેવે અગ્રીમ ભાગ ભજવી ગુરુજીની પાવન સ્મૃતિમાં શ્રી હર્ષવિજ્યજી જ્ઞાનભંડાર’ નામના પુસ્તકાલયની લુધિયાણામાં સ્થાપના કરાવી. પાછળથી પૂજ્ય આત્મારામજી મ.સા.ની ઈચ્છાનુસાર એ પુસ્તકાલયને જંડિયાલા ગુરૂખાતે પહોંચાડી દેવાયું હતું. K૯૫) Page #121 -------------------------------------------------------------------------- ________________ આપણા ચારિત્રનાયકે જૈન સમાજને શિક્ષિત કરવા જે ભગીરથ પ્રયાસ કર્યા છે, તેના મૂળમાં તેમના ઉમદા પરોપકારી, હદયના ઉંડાણમાં પડેલી શિક્ષણ પ્રચારની અદમ્ય ભાવના જ હતી એની ઝાંખી આ પ્રસંગમાં થાય છે. જ્ઞાન જ પરમ શક્તિ છે, એ સત્ય પૂજ્ય ગુરુદેવના જીવનનો અમીટ શિલાલેખ હતો. વિ. સં. ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી, ત્યારથી જ પૂજ્ય ગુરુદેવે ‘ચંદ્રિકા' વ્યાકરણ સાથે અભ્યાસ શરૂ કર્યો હતો. ખૂબ જ ટૂંકાગાળામાં તેમની યોગ્યતા જોઈ પૂજ્ય આત્મારામજી મ. સાહેબે તેમને નવોદિત દીક્ષાવાંચ્છુઓને ધાર્મિક અભ્યાસ કરાવવાની જવાબદારી સોંપી હતી. પૂજ્યશ્રીજીએ ખૂબત્કાગાળામાં જ જૈન દર્શન ઉપરાંત અન્ય ધર્મોનો અભ્યાસ સુંદર રીતે કરી લીધો હતો. તેઓ એક સારા શિક્ષકના તમામ ગુણો ધરાવતા હતા. ઘણીવાર અભિમાની, અવિવેકી લોકોને તેમના જ આદર્શ મહાપુરુષોના સુવાક્યોની યાદ અપાવી, તેમને સન્માર્ગે વાળ્યા હતા. એ દ્રષ્ટિએ તેઓ વિદ્વાન ધાર્મિક શિક્ષક પણ હતા. એક વાર જમ્મુથી સનખતરા બાજુ વિહાર કરતા પૂજ્ય ગુરુદેવને રસ્તામાં વિશનાહ નામના ગામની ધર્મશાળામાં રાત્રિ વિરામ સારુ રોકાવું પડ્યું. એ ધર્મશાળામાં રોકાયેલા એક કથાકાર ભટ્ટજીએ તેમના રોકાણ બાબતે વિરોધ કર્યો અને ગુસ્સે થઈગયા. પૂજ્યશ્રીજી શાંતિથી એ મહાશયને મળ્યા. તેમણે પુરાણા જમાનામાં લોકો દ્વારા કરાતા સાધુના આદર સત્કારની વાતો કરી. ત્યારબાદ તુલસીદાસજી દ્વારા વર્ણવેલ સાધુમહિમાની વાત કરી. ‘વશિષ્ટ સ્મૃતિ' માં બ્રહ્મચારીનો આફતોરાજા પણ ક્રતા એ વાત કરી. ભતૃહરિની વાત જણાવી. પૂજ્યશ્રીજીના મુખેથી સાધુ વિશેની આટલી સુંદર વાતો સાંભળી પંડિતનો અહંકાર ઓગળી ગયો. તેણે ક્ષમા માંગી. આ ઘટનામાં પૂજ્યશ્રીજીમાં રહેલાઆદર્શ શિક્ષકના ગુણ દ્રષ્ટિગોચર થાય છે. - પૂજ્ય ગુરુદેવના સંનિષ્ઠ પ્રયત્નોથી પંજાબના શ્રાવકોએ તેમની પ્રેરણાથી એવો નિયમ બનાવ્યોકે, પંજાબના શ્રાવકોએ લગ્નપ્રસંગે તથા યાત્રાટાણે અથવા ચાતુર્માસ દરમ્યાન એક નાનકડી રકમ ધાર્મિક ખર્ચ પેઠે અલગ કાઢવી. આ રકમનો ઉપયોગ જ્ઞાનના પ્રચાર સારુકરવાનું નક્કી થયું. પૂજ્યશ્રીજીના સંનિષ્ઠ પ્રયાસોથી અંબાલા શહેરમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળા' શરૂ કરવામાં આવી. કાળાંતરે ભવિષ્યમાં તેનું હાઈસ્કૂલમાં રૂપાંતર થયું. આમ શિક્ષણ પ્રચારની પંજાબમાં શુભ શરૂઆત થઈ. મુંબઇના શ્રીસંઘની વારંવાર થતી વિનંતીને માન આપી વિ.સં. ૧૯૭૦નો ૨૭મી ચાતુર્માસ પૂજ્યશ્રીજીએ મુંબઈમાં કર્યો. આ ચાતુર્માસમાં તેમણે આધુનિક શિક્ષણ વિકાસ પર ભાર મૂક્યો. વિદેશી રીતભાત તથા ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધની સભ્યતાથી બચવા અંગે તથા વિકસતા વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સમન્વય સાધવા બાબત પોતાની વ્યાખ્યાનમાળા દરમ્યાન નવીન દ્રષ્ટિકોણ રજૂ કર્યા. આધુનિક સમયમાં ધાર્મિક શિક્ષણને તેમણે સરળ શાંતિપૂર્ણ જીવનની જડીબુટ્ટી ગણાવી તેની આવશ્યકતા પર પ્રકાશ પાથર્યો. શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ તેમના નવીન અભિગમથી અત્યંત પ્રભાવિત થયા. મુંબઇના શ્રાવકો અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે પૂજ્ય ગુરુદેવને બીજું ચોમાસું પણ મુંબઈ ખાતે કરવા હાદ્ધિ વિનવણી કરી. પૂજ્ય ગુરુદેવે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી અનુમતિ આપી દીધી. (૯૬) Page #122 -------------------------------------------------------------------------- ________________ , , , - પૂજ્ય ગુરુદેવના પ્રયાસના પરિપાકરૂપે મુંબઈમાં એક ધાર્મિક સંસ્થા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાઈ ગયો. સંસ્થાના નામકરણ અંગે વિચારણા થઈ. કેટલાક શ્રાવકોએ પૂજ્ય ગુરુદેવના નામનું સૂચન કર્યું. કેટલાકે પૂજ્ય આત્મારામજીનું નામ સંસ્થાને આપવાનો અભિપ્રાય આપ્યો, તો કેટલાક સજનોએ સંસ્થાને આત્મવલ્લભનામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે પોતાની દૂરદશિતાનો પરિચય આપતા પૂજ્યશ્રીએ કહ્યું... “આ સંસ્થાની સાથે મારું નામ જોડવાની રજા હુંકોઈપણ સંજોગોમાં આપીશ નહીં. હા, ગુરુદેવનું નામ સાંકળવા સામે મારો વિરોધ નથી. ખરેખર તો એમના નામથી કોઈ સંસ્થા કાર્યાન્વિત થાય એ મારા માટે અત્યંત આનંદની વાત છે. છતાં પણ મને સ્પષ્ટપણે કહેવા દો કે આ સંસ્થા સાથે અમુક વિશેષ વ્યક્તિનું નામ જોડાતા એ સંસ્થા સીમિત થઈકાળાંતરે એકપક્ષની થઈ જશે અને અંતમાં બંધ થઈ જશે. એટલે આ સંસ્થા ભવિષ્યમાં પ્રગતિ કરે એનો વિચાર કરી સર્વગ્રાહી થઈ શકે તેવું નામ પસંદ કરો.’ પૂજ્યશ્રીજીની લાખ રૂપિયાની વાત સાથે સૌ શ્રાવકી સંમત થઈ ગયા અને ચર્ચાવિચારણાના અંતે એ સંસ્થાનું નામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રાખવામાં આવ્યું. એ વિદ્યાલય માટે તે સમયમાં ૫૦,૧૩૦ રૂપિયાનો ફાળો પણ એકઠી કરવામાં આવ્યો. આ રીતે મુંબઈમાં વસતાધનાઢચશ્રાવકોની સંપત્તિને સન્માર્ગે વાળી પૂજ્યશ્રીએ ધાર્મિક સંસ્થાનું નિર્માણ કરાવ્યું. પૂજ્ય ગુરુદેવના મનમાં શિક્ષણ પ્રચારના કાર્યની રૂપરેખા સ્પષ્ટ હતી, એટલું જ નહીં, પરંતુ આદર્શ શિક્ષક વિષેની પણ સ્પષ્ટ છબી તેમના માનસમાં અંકિત હતી. આદર્શ નિષ્ઠાવાન, કર્મ,નિઃસ્વાર્થ તથા ચારિત્ર્યવાન શિક્ષક જ આદર્શ વિદ્યાર્થીઓનું ઘડતર કરી સમાજ, રાષ્ટ્ર તથા ધર્મ અને સંસ્કૃતિને પ્રાણવાન કરી શકે એવું પૂજ્ય ગુરુદેવ માનતા હતા. ઈંટ, પથ્થર, સિમેન્ટમાંથી નિર્માણ પામેલાં શાળાના ભવનો કંઈ આદર્શ વિદ્યાર્થીઓનું નિર્માણ નકરી શકે. પૂજ્યશ્રીજી શિક્ષણ પ્રચાર માટે જે રીતે જાગૃતિ દાખવીકાર્ય કરતા હતા, તેનાથી સમુદાયના બીજા સાધુઓ પણ તેમની સમક્ષ શિક્ષણ સંબંધી સમસ્યાઓ રજૂરી, તેમનું ઉપયોગી માર્ગદર્શન નિઃસંકોચભાવે મેળવતા હતા. સુરતના ચાતુર્માસ પછી શાંતિમૂર્તિ શ્રીહંસવિજયજી મહારાજેઆપણા ચારિત્રનાયકને એક પત્ર લખ્યો હતો. તે પત્રમાં તત્કાલિન જૈન સમાજની દુર્દશાનો તેમણે જે ચિતાર રજૂ કર્યો હતો, એ વિષાદપ્રેરક હતો. પત્રમાં તેમણે લખ્યું હતું... આપણા સમાજમાં બધી ગફલતના મૂળમાં ભણતા છે... સમાજમાં એકપણ સુશિક્ષિત ઉચ્ચ કક્ષાનો શ્રાવક હોય તો સઘળા કાર્યો સારી રીતે થઈ શકે... અફસોસ! આજે લાખો શ્રાવકોમાં આવો એક પણ સુશિક્ષિત પ્રભાવશાળી શ્રાવકનથી, જેનો સમગ્ર સમાજ પર પ્રભાવ પડી શકે. પ્રત્યેક વર્ષે લાખો રૂપિયાવાજાગાજ, રંગરાગમેવા મિષ્ટાન પાછળ ખર્ચનારા શ્રાવકો શિક્ષણ પાછળ પાઈપૈસો પાનખર્ચતા નથી!! આવા દુઃખદાયી સંજોગોમાં આપ જેવા પ્રતાપી પ્રભાવી પુરુષોએ સમાજને જાગૃત કરી શિક્ષિત કરવી જ પડશે...!” –૯૭ – Page #123 -------------------------------------------------------------------------- ________________ - સ્વાભાવિક છે આવા પત્રથી પૂજ્ય ગુરુદેવ શિક્ષણપ્રચાર સંબંધી વધુ ગંભીરતાથી વિચારતા થઈ ગયા હોય અને કોઈપણ ભોગે જૈન સમાજને નિરક્ષરતાના કલંકથી મુક્ત કરવા કૃતનિશ્ચયી થયા હશે! શિક્ષણ સંબંધી એક સરસ યોજના મહેસાણાના શ્રાવકોએ તૈયાર કરીને પૂજ્ય ગુરુદેવ પાસે અભિપ્રાય માટે મોકલાવી હતી. પૂજ્યશ્રીએ યોજનાની તલસ્પર્શી અભ્યાસ કરી આ પ્રમાણે પ્રત્યુત્તર પાઠવ્યો હતો... ‘તમારીયોજના નિસંદેહસરસને લાભદાયી છે, પરંતુ સુંદર શિક્ષણ માટે એવા આદર્શ શિક્ષક તૈયાર કરવા જરૂરી છે, જે નાની વયના વિદ્યાર્થીઓને તમારી નિર્દિષ્ટ યોજના પ્રમાણે કેળવી શકે... શિક્ષક જો સદાચારી અને ધર્મપ્રેમી હશે, તો તે વિદ્યાર્થીઓને સંસ્કાર આપી સુંદર રીતે કેળવી શકશે, પરંતુ શિક્ષક જો લોભી અને તાધુ હશે, વીસમળતા હોય અને પચ્ચીસના પગારની લાલચમાં આવી સ્થાનાંતર કરી જવાની વૃત્તિ સેવતો હશે, સ્વચ્છંદી હશે, આંતરિક જૂથવાદફેલાવનારો, ખટપટિયો જીવ હશે, એક્તાનટકરનારો હશે તો એવા શિક્ષકથી વિદ્યાર્થી, વાલીકે સંસ્થા કોઈનું પણ કલ્યાણ કદાપિ નહીં થાય. આદર્શ શિક્ષકો વિનાતમારા ઘડેલા નિયમો નિરર્થક સિધ્ધ થશે, કારણકે વિદ્યાર્થીઓને કયા માર્ગે દોરવણી આપવી એની નિયંત્રણ દોરી શિક્ષકોના હાથમાં રહેલી છે. માટે સૌ પ્રથમ તમે લોકો સાચા અને આદર્શ શિક્ષક તૈયાર કરો.” આ વાત પરથી સ્પષ્ટ સમજાય છે કે પૂજ્યશ્રીજી શિક્ષણ પ્રચારના કાર્યમાં કેટલા ચોક્કસ હતા. માત્ર સંસ્થાઓ ઊભી કરી દેવી જ પર્યાપ્ત નથી, પરંતુ એ શિક્ષણ સંસ્થાઓ વ્યવસ્થિત | કામ કરી આદર્શ વિદ્યાર્થીઓનું ઘડતર કરે એવા વ્યવસ્થિત શિક્ષકોની ભરતી કરવા અંગે પાગ તેઓ સજાગ હતા. પૂજ્ય ગુરુદેવ કાળ ક્ષેત્ર દ્રવ્ય તથા ભાવ જોઈ કામ કરતા હતા. ધર્મના ઉત્થાનના કાર્ય સાથે સમાજ સુધારણા તથા શિક્ષણ પ્રચારના કાર્ય સારુ તેઓ સખત પરિશ્રમ કરતા હતા. તેઓ ચાતુર્માસ કરવા ખાતર કરતા નહીં, પરંતુ ચાતુર્માસ દરમ્યાન જ્યાં ધર્મ પ્રભાવનાની સાથે સાથે સમાજની હિતરક્ષાના કાર્યો થવાની સંભાવના હોય, ત્યાં જ તેઓ પોતાની અનુમતિ આપતા હતા. સાદડીના શ્રાવકોએ એક વાર પૂજ્ય ગુરુદેવ સમક્ષ ત્યાં ચોમાસું કરાવવાની મીઠી જીદ પકડી. તેમણે પૂજ્યશ્રીજીને કહ્યું, “કૃપાનિધિ!આપને શું પંજાબ અને બિકાનેરના શ્રાવકો જ પ્રિય છે? અમારી તો આપ એવી રીતે ઉપેક્ષા કરો છો, જાણે કે અમે તો શ્રાવકો જ નથી! અમને અમારાધર્મ તથા ગુરુઓ પ્રત્યે અનુરાગ જ નથી!” ત્યારે પૂજ્યશ્રીજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું ‘ભાગ્યશાળીઓ! તમારો આગ્રહજ બતાવે છે કે તમે લોકો દેવગુરુના પરમ ભક્ત છો! છતાં હુંકહ્યા સિવાય રહી શકતો નથી કે તમે લોકો આજે પણ અવિદ્યાના પોષક છો. તમે લોકો જ્ઞાનપ્રચારની પ્રવૃત્તિનથીkતા. જ્ઞાન પ્રચાર વિનાની કોઈપણ વ્યક્તિ નિરર્થક અને બિનઉપયોગી છે. પંજાબના સૌ શ્રાવકો જ્ઞાનપ્રચારની પ્રવૃત્તિ કરે છે. બિકાનેરમાં પાગ આ પ્રવૃત્તિ ચાલુ છે. મને મારી ભક્તિ કરાવવા કરતાં વિદ્યાપ્રચાર તથા ધર્મજ્ઞાનની પ્રવૃત્તિ વિશેષ ગમે છે. જો તમે લોકો પણ વિદ્યાપ્રચારની પ્રવૃત્તિ આદરતા હો, તો હું અહીં ચાતુર્માસ કરવા તૈયાર છું. મારા માટે તો (૯૮) Page #124 -------------------------------------------------------------------------- ________________ સઘળા સ્થાન તથા સઘળા શ્રાવકો એકસમાન છે. ધર્મજ્ઞાનની પ્રવૃત્તિ થવી આવશ્યક છે. મારી ભાવના છે, તમે લોકો ગોરવાડમાં એક મહાવિદ્યાલય સ્થાપિત કરો. ગોરવાડના પ્રત્યેક ગામમાં તેની શાખારૂપે એક એક પાઠશાળા ખોલો અને તેમાં તમારા બાળકોને ભણાવવાનું શરૂ કરો.” સાદડીના શ્રાવકો પૂજ્ય ગુરુદેવની ભાવના સમજ્યા. તેમણે પૂજ્યશ્રીજીની ભાવના પ્રમાણે વિદ્યાપ્રચારની દિશામાં નક્કર પ્રયાસ કરવાનો નિર્ધાર જાહેર કર્યો. બધા શ્રાવકો થોડીવાર માટે ઉપાશ્રયની નીચે આવ્યા. ચર્ચા-વિચારણા કરી ચિદીઓ નાખી. થોડી જ વારમાં ૬૦ હજાર રૂપિયા લખાઈગયા પછી બધા પૂજ્ય ગુરુદેવ પાસે ગયા. સવિનય વંદના કરી તેમણે કહ્યું, મહારાજ! હાલ તો આટલી રકમ જમા થઈ છે. થોડા સમયમાં જ સાદડીમાંથી એક લાખનો ફાળો થઈ જશે. ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ આટલી રકમ જમા થઈ જશે. અમને આશા છે કે હવે આપ અહીંચાતુર્માસ કરી અમને લાભ આપશો.” વિઘપ્રચારસારુ તૈયાર થયેલા શ્રાવકોના ઉત્સાહ ઉમંગ તથા કાર્યશીલતાથી પ્રભાવિત થઈ પૂજ્ય ગુરુદેવે ચાતુર્માસની અનુમતિ આપી દીધી. ભક્તોની ચાહનાનો ઉપયોગ પણ | પૂજ્યશ્રીજી વિદ્યા પ્રચારના કાર્યમાં આ રીતે કરી પોતાના નિર્ધારિત લક્ષ્યને પાર પાડવાની ક્ષમતા ધરાવતા હતા. સાદડીના ચાતુર્માસ દરમ્યાન યોજાયેલ શ્વેતાંબર સભાનો સમારોહ પૂરો થયો ત્યારે | શિવગંજના અગ્રણી શેઠશ્રી ગોમરાજજીએ પૂજ્ય ગુરુદેવને કેસરિયાનાસંઘમાં સાધુ સમુદાય સાથે પધારવા વિનંતી કરી. પૂજ્યશ્રીજીએ તેમને જવાબમાં જણાવ્યું... - ‘ભાગ્યશાળી આત્મા! તીર્થયાત્રા કરવી એ શુભ કાર્ય છે. એનાથી મનની પવિત્રતા વધે છે, કર્મનિર્જરા થાય છે અને તેથી મોક્ષનો માર્ગ વધુ મોકળો થાય છે, પરંતુ અત્યારે ગોરવાડમાં | વિદ્યાપ્રચારના કાર્યમાં હું વ્યસ્ત હોવાથી આવી શકીશ નહીં. જ્યાં સુધી વિદ્યાપ્રચારના આ વિસ્તારમાં શ્રીગણેશ નહીં થાય, ત્યાં સુધી આ પ્રાંત છોડવાની મારી ભાવના નથી.”શેઠશ્રીએ ત્યારે વિદ્યાપ્રચારના કાર્યમાં દસ હજારનો ફાળો આપવાની તૈયારી પણ દાખવી, છતાં પૂજ્ય ગુરુદેવ પોતાનું કાર્યક્ષેત્ર છોડવા રાજી ન થયા. જોકે પાછળથી શેઠની ભાવભક્તિ તથા ભાવના જોઈતેમણે સંઘમાં જોડાવાની રજા આપી હતી. પોતાના વિદ્યાપ્રચારના અભિયાન પ્રત્યે પૂજ્ય ગુરુદેવ કેવા જાગૃત હતા, કેટલી નિષ્ઠાથી ધ્યેયપ્રાપ્તિને સમર્પિત હતા તેની પ્રતીતિ ઉપરોક્ત ઘટનામાં થાય છે. કાર્યારંભથી કાર્યની પૂર્ણાહુતિ સુધી તેઓ હંમેશાંગંભીરતાથી, પૂરી લગનથી એ કામ પાછળ લાગેલા રહેતા હતા. પંજાબમાં મંગલ શુભાશયથી પ્રવેશ Íપછી શ્રાવકો તેમના આરંભેલા શિક્ષણ પ્રચારના કાર્યમાં રસ લે અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ધર્મની પ્રભાવના કરે એ હેતુ સિદ્ધ કરવા પૂજ્ય ગુરુદેવે એક પ્રતિજ્ઞા લીધી હતી. જ્યાં સુધી સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી આત્મારામજી મ.સા.ની પુણ્યસ્મૃતિમાં એક વિશાળ શિક્ષણ સંસ્થા શરુનહીં થાય, ત્યાં સુધી બેન્ડવાજાં સાથે ધામધૂમથી હું કયાંય નગરપ્રવેશ નહીં કરું...!” લાહોરમાં આચાર્યપદવીથી અલંકૃત થયા પછી પૂજ્યશ્રીજી ગુજરાંવાલાશ્રીસંઘની હાર્દિક વિનંતીને માન આપી ત્યાં પધાર્યા. પૂજ્ય ગુરુદેવના નિયમ અને પ્રતિજ્ઞાથી સૌ વાકેફ હતા. ગુજરાવાલાશ્રી સંઘે પંજાબના અન્ય શ્રીસંધોના અગ્રણીઓ સાથે, - ૯૯ - Page #125 -------------------------------------------------------------------------- ________________ બેઠક યોજી. આ બાબતમાં વિચાર વિમર્શ કર્યો. નિર્ણય લીધો. બધા અગ્રણીઓની આગેવાની લેતા ગુજરાવાલા શ્રીસંઘના નેતા લાલા માણેકચંદજી, જગન્નાજી તથા પન્નાલાલજીએ ભક્તિભાવ પૂર્વક ગુરુદેવ સમક્ષ નિવેદન કર્યું, ‘કૃપાનિધિ! આપના નિયમનું પાલન થશે. અમે ગુજરાંવાલા શ્રીસંઘ તરફથી આપને ખાતરી આપીએ છીએ કે, આ ચાતુર્માસમાં જ શ્રીસંઘ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરીને જ રહેશે. આપ અમારા પર વિશ્વાસ રાખો અને ધામધૂમથી નગરપ્રવેશ કરાવવાની અનુમતિ આપો.’ અગ્રણીઓની વાત સાંભળી પૂજ્યશ્રીજીના ચહેરા પર સંતોષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ. સસ્મિત વદને તેમાગે ભક્તોને રજા આપી. | ગુજરાવાલામાં પૂજ્યશ્રીજીએ ગુરુભક્તિથી પ્રેરાઈને એક દિવસ પ્રતિજ્ઞા લીધી.. 'જ્યાં સુધી આપાગા ગુરુદેવ શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મ.સા.) નાસમાધિસ્થાનમાં ગુરૂકુળની સ્થાપના નહીં થાય, ત્યાં સુધી હુંગોળ, ખાંડતથા તેમાંથી બનતા વ્યંજનો ગ્રહાગ નહીં કરું! દૂધ પણ કિધું જ પીશ!' તે સમયમાં ગુરુકળ બનાવવા એક લાખ રૂપિયાની જરૂર પડે અને ત્યારે પંજાબના શ્રાવકો એટલા તવંગર નહોતા, કે પૂજ્યશ્રીજીની ઈચ્છા ઝટપટપૂરી કરી શકે! - પૂજ્યશ્રીજીની પ્રતિજ્ઞાની જાણ પંજાબમાં અન્યત્ર વિચરણ કરતા તેમના અત્યંત ભાવનાશાળી શિષ્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજ્યજી મહારાજને થઈ. તેમણે મનોમંથન કરી એક યોજના ઘડી. તેમણે પંજાબના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત ભ્રમણ શરૂ કર્યું. દરેક પ્રકારની અડચણો અને પરિસતો વેઠી તેમણે ગામડે ગામડે શ્રાવકોનો સંપર્કકર્યો. સૌ ભાવિકોને પોતાની પ્રભાવક શૈલીમાં પ્રવચનો આપી, પૂજ્યશ્રીજીના શુભ સંકલ્પને પરિપૂર્ણ કરવા લોકોને પ્રોત્સાહિત કર્યા. તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમણે એકલવીર થઈ૬૮ હજારનો ફાળો એકઠોકરાવી લીધો. - પૂજ્ય ગુરુદેવના બીજા શિષ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજી મહારાજ ત્યારે મુંબઈમાં વિલે પાર્લે ખાતે રોકાયેલા હતા. તેમની તબિયત ખરાબ હતી. પૂજ્ય ગુરુદેવની પ્રતિજ્ઞાથી તેઓ ચિંતાતુર થઈગયા. પરંતુ પોતે બીમાર હોવાથી આ બાબતમાં કંઈપણકરવાલાચાર હતા. તેમની સુખસાતાપૂછવા તેમના વૈષ્ણવ ભક્ત શેઠશ્રી વિઠ્ઠલદાસ ઠાકુરદાસ એક દિવસ આવ્યા. તેમણે શ્રીલલિતવિજયજીને પોતાના ગુરુકર્યા હતા. તેમણે ચિંતાનું કારણ પૂછ્યું પૂરી વાત જાણી શકે બાકીની રકમ પોતાની પાસેથી મોકલાવી આપી. આપણા ચારિત્રનાયકની પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરાવી, આમ ગુજરાવાલામાં ગુરુકુળની સ્થાપનાનું પૂજ્ય ગુરુદેવનું સપનું સાકાર થયું. જો કે વધુ પડતા પરિશ્રમ તથા આહાર વિહારની અનિયમિતતાના કારણે પૂજ્ય ગુરુદેવના પ્રિય શિષ્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી મહારાજનું સ્વાથ્ય ભયંકર રીતે કથળ્યું અને કાળાંતરે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. એ દ્રષ્ટિએ વિચારતા પૂજ્ય ગુરુદેવની શિક્ષણપ્રચારની પ્રવૃત્તિના કારણે આજે જૈન સમાજ તેના જે મીઠાં ફળ ભોગવી રહ્યો છે, તેના મૂળમાં ઉપાધ્યાય શ્રી સોહનવિજ્યજી મ.સા. જેવા ગુરુભક્ત તપસ્વીનું સ્વૈચ્છિકકતૃત્વભાવથી અપાયેલું બલિદાન પાગ રહેલું છે. પૂજ્યશ્રીજીની સામાજિક ઉત્કર્ષની પ્રવૃત્તિને જે તે સમયે સાંસારિક ગણાવનાર ટીકાકારોએ આ વાતની નોંધ લેવાની જરૂર હતી જ. (૧૦૦) Page #126 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૯૪૪માં રાધનપુરમાં પૂજ્યશ્રીજીની નિશ્રામાં જૈન બોર્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ત્યાંથી વિહારકરી પૂજ્ય ગુરુદેવ પાટણ પધાર્યા ત્યારે વ્યાખ્યાન સભા પૂર્ણ થતાં જ્ઞાન ઉપાસક બે યુવકોએ પૂજ્ય ગુરુદેવને કહ્યું, 'કૃપાનિધિ ! વયોવૃદ્ધ પ્રવર્તક પૂજ્ય શ્રી કાંતિવિજયજી મહારાજ, પૂજ્ય શ્રી ચતુરવિજયજી મહારાજ તથા પૂજ્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજે સહિયારા પ્રયાસ કરી પાટણના જ્ઞાન ભંડારોનો ઉધ્ધાર કરી, સેંકડો જ્ઞાનપૂર્ણ ગ્રંથોને કીડા, ઊધઈ તથા જીવાતથી બચાવી મોટો ઉપકાર કર્યો છે. ગુરુદેવ! શું આપ ધનિક દાનવીરોને પાટણમાં એક જ્ઞાનમંદિર બનાવી આપવા તૈયાર કરી શકો?' ‘શા માટે નહીં, ભાઈઓ?આ કાર્યઅવશ્ય થવું જોઈએ... મારી ભાવના તો આ કાર્યમાં સર્વસાધારણ વર્ગને જોડવાની છે. પાદરહે, એમની શ્રદ્ધા તથા ગુરુભક્તિ પણ બીજાઓથી સહેજે ઓછી નથી. એ લોકો આ કાર્ય ઉપાડી લેશે તો ધનવાનો પણ પાછળ રહેશે નહીં.' જ્ઞાનમંદિર બનાવવાની યોજનાને મૂર્ત સ્વરૂપ આપતા બીજા જ દિવસથી પાટણના મહોલ્લાઓમાં સભાઓ ભરવાનો કાર્યક્રમ શરૂ કરાયો. પૂજ્ય ગુરુદેવે સંબોધન કરતા કહ્યું... '... વિશિષ્ટ પદાર્થની આ ભીખ છે... પાટણનું કલ્યાણ થાય, નગરીનો ઉદ્ધાર થાય અને હીરામોતીથી અધિક મૂલ્યવાન ખજાનાનું રક્ષણ થાય એવી આ વિશિષ્ટ માંગણી છે. આપણા જૈન ધર્મના બહુમૂલ્ય ગ્રંથરત્નો તથા જ્ઞાન ભંડારોની કિંમત તમારી દ્રષ્ટિએ કદાચ ઓછી હશે, પરંતુ જગતની દ્રષ્ટિએ એ અમૂલ્ય છે. એવા કિંમતી જ્ઞાનગ્રંથો માટે એક જ્ઞાનમંદિર અહીં બને એ મારી માંગણી છે. જેની જેવી શક્તિ તે મુજબ પાંચ હજારથી પાંચસો, અરે !પાંચ રૂપિયાનું પણ દાન કરી શકે છે. જેની પાસે કબાટો છે, કબાટ આપે... પુસ્તકો રાખવા નાની પેટી પણ આપી શકો છો. કોઈપણ વ્યક્તિ આજે મારી ઝોળીમાં કંઈજ નાખ્યા સિવાય અહીંથી ન જાય...!” - પૂજ્ય ગુરુદેવની હૃદયસ્પર્શીવાત સાંભળી શ્રોતાઓ ભાવવિભોર થઈગયા. એકનાની બાળકીએ પોતાની વીંટી ઉતારી આપી...કોઈમહિલાએ કંગન ઉતારી આપ્યું...કોઈએ બહુમૂલ્ય હાર ઉતારી આખો... રૂપિયાનોટોનો વરસાદ થયો. મુક્ત મને સૌએ દાનગંગા વહાવી દીધી. અને આમ જોતજોતામાં થોડાક દિવસોમાં જ જ્ઞાનમંદિર બનાવવા માટે પર્યાપ્ત ફાળો એકઠો થઈ ગયો. વિ. સં. ૧૯૯૫માં પૂજ્યશ્રીજીને દીક્ષા ગ્રહણ કરે પચાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી અંબાલામાં કરવામાં આવી. પૂજ્ય ગુરુદેવને આત્માનંદજૈન મહાસભા પંજાબ દ્વારા માનપત્ર આપવામાં આવ્યું. ભકતોએ ઉમંગ ઉત્સાહથી ભગવાન મહાવીર સ્વામીની જ્ય...!' આત્મારામજી મ.સા.ની જ..!” તથા વિજ્યવલ્લભસૂરિજી મ.સા.ની જય...!” ના જયજયકારથી વાતાવરણને ભરી દીધું. ભક્તોના નારા શમી ગયા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું... ‘તમે લોકોએ બુલંદનારા લગાવ્યા એનાથી શું પ્રાપ્ત થયું? મારે તો ગુરુદેવ આત્મારામજી મ.સા.નું અપૂર્ણકામ પરિપૂર્ણ કરવાનું છે... આમાનપત્રથી મને તમે લોકો ચક્કરમાં પાડી શકો તેમ નથી... આ જ્ઞાનપત્ર ગ્રહણ કરવાનો હાલમને કોઈ અધિકારનથી. આ સન્માનપત્ર હાલ (૧૦૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ તો પંજાબ સંઘ પાસે જ રહેશે. જ્યારે મારી શરત પૂરી કરાશે, ત્યારે જ હું એનો સ્વીકાર કરીશ! મારી શરત છે... એક કોલેજ સ્થાપવા અંબાલા સંઘ પચાસ હજાર, પંજાબ શ્રીસંઘ પચાસ હજાર તથા મુંબઇનાશેઠપચાસ હજાર રૂપિયા આપે. આરીતે કોલેજના નિર્માણ કાર્ય માટે દોઢ લાખ રૂપિયા એકઠી થવા જોઈએ. એમાં પણ અંબાલા તથા પંજાબના શ્રી સંઘે મારી શરત પૂરી કરવા માટે પહેલ કરવી પડશે...'પૂજ્ય ગુરુદેવની વાત પૂરી થઈ અને તાણ કોલેજ માટે થોડીક રકમો લખાવવામાં આવી. - પૂજ્યશ્રીજીની ઉપસ્થિતિમાં જ્યારે જ્યારે પણ નાના મોટા ઉત્સવોની ઉજવણી થતી અને ભાવિકો તેમને સન્માનિત કરવા ઉત્સુક બનતા, ત્યારે ત્યારે પૂજ્ય ગુરુદેવ પ્રશંસા, પ્રશસ્તિપત્રો તથા સન્માનતા ભાવિકોનાએ ઉમળકાને સમાજ તથા ધર્મના ઉત્થાનના રચનાત્મક કાર્ય તરફ વાળી પોતાના જૈન સમાજના અભ્યદયના અભિયાનને આગળ ધપાવતા હતા. પૂજ્ય ગુરુદેવ જૈન સાહિત્યના પ્રચાર માટે પ્રતિજ્ઞાબદ્ધહતા. એકવાર એક પંડિતજીએ જૈન ધર્મ વિશેના પોતાના લેખમાં સૈધ્ધાંતિક રીતે ભૂલો કરી ત્યારે પૂજ્યશ્રીએ જે તે સંઘના અગ્રણીઓનું ધ્યાન એ ક્ષતિ તરફ દોરી ભવિષ્યમાં છપાનાર દરેક જૈન સાહિત્યની કૃતિનું વ્યવસ્થિત પરીક્ષાણ થાય એવી ગોઠવણ કરાવી હતી. - પૂજ્યશ્રીજીની પ્રેરણાથી જ ખંભાત, પાટણ, રાજસ્થાનના દૂરના પ્રદેશોના પુરાણાં જૈન સાહિત્યની માવજત કરી હજારો પ્રાચીન ગ્રંથોને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. પાટાગમાં એ જૈન સાહિત્ય માટે જ્ઞાનમંદિર પણ બનાવવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી સ્વ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ભક્તિવિજયજી મહારાજે ૧૩૨૫ હસ્તલિખિત ગ્રંથ એકઠા કર્યા હતા. તે જ પ્રમાણે મુનિ શ્રી લબ્ધિવિજયજી મહારાજે પણ ૨૧૦હસ્તલિખિત ગ્રંથો એકઠા કર્યા હતા. - પાલિતાણાથી વિહાર કરી પૂજ્યશ્રીજી ભાવનગર પધાર્યા, ત્યારે ભાવનગરની જૈન સભાએ તેમની ઉપસ્થિતિમાં લગભગ ત્રણ હજાર જેટલા હસ્તલિખિત ગ્રંથોને પ્રકાશિત કરાવવાની ઘોષણા કરી. આ પ્રસંગે પૂજ્યશ્રીજીએ આત્મકાંતિ જ્ઞાનમંદિરનું ઉદ્ધાટન કરતા, આ મહામૂલ્ય ગ્રંથો પરવાસક્ષેપનાખી આશીર્વચન કહ્યા. તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું... જૈન સભાના કાર્યકર્તાઓ તથા સભ્યોને હું આ પ્રસંગે જૈન સાહિત્યના મૂલ્યવાન ગ્રંથોના પ્રકાશન કાર્ય બદલ ધન્યવાદ પાઠવું છું. પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસના ત્રેવીસમાં દિવસે જ તેમના નામથી ગ્રંથ પ્રકાશક સભાની સ્થાપના કરી તેનું સુંદર સંચાલન કરવા તથા ઘેર ઘેર જ્ઞાનજ્યોત ફેલાવવા બદલ હું ભાવનગરના જૈન ભાઈઓની અનુમોદના કરું છું... આજે વિશ્વશાંતિ માટે જૈન સિદ્ધાંતોનો પ્રચાર થવો અત્યંત આવશ્યક છે...' ...પૂજ્ય આત્મારામજી મ.સા.ના સરસ્વતી મંદિરોની સ્થાપનાના અધૂરા સ્વપ્નને પરિપૂર્ણ કરવા હું પ્રયત્નશીલ છું. તેમની પ્રેરણાથી જ આજે પંજાબમાં ગુરુકુળ, મિડલ સ્કૂલ, હાઇસ્કૂલ, કન્યાશાળાઓ, કોલેજો તથા પુસ્તકાલયો પૂજ્ય ગુરુદેવના નામથી સ્થાપિત કરાવ્યા છે અને એ પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે. આજે ગુરુદેવના જન્મ દિવસે ઝગડિયા જેવા શાંત પવિત્ર સ્થાનમાં પણ એક ગુરુકુળની સ્થાપના થાય, તો આસપાસના ગ્રામીણ વિસ્તારના (૧૦૦) Page #128 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થીઓ માટે એ આશીર્વાદરૂપ સિદ્ધ થશે. મહાનગરો તથા શહેરોમાં તો અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ નાનાં નાનાં ગામડાંઓ આજે પાગ શિક્ષણથી વંચિત છે. આવા વાતાવરણમાં જ્યાં વ્યાવહારિક શિક્ષણનો અભાવ વર્તાય છે, ત્યાં તેમને ધાર્મિક શિક્ષણ તો કયાંથી પ્રાપ્ત થાય? ગામડાના ઉદ્ધાર વિનાદેશનો ઉદ્ધાર અસંભવ છે. એટલે જો તમે ચાહો તો આજના શુભ દિવસે સંકલ્પ કરી આ પ્રસંગને દીપાવી શકો છો.’ ઝગડિયામાં ગુરુકુળ સ્થાપવાના પૂજ્યશ્રીજીના પ્રસ્તાવને લોકોએ ઉમળકાભેર વધાવી લીધો હતો, પરંતુ પૂજ્યશ્રીજી જાણતા હતાકે ઘણીવાર લોકો ઉત્સાહમાં આવી જે કામ કરવાનો સંકલ્પ કરે છે, પાછળથી તેમનો ઉત્સાહઠંડો પડી જતાં એકામરખડી પડે છે. એટલે ઝગડિયામાં ગુરૂકુળ બનાવવાના કામમાં શિથિલતાન આવી જાય તે માટે માંગરોળ પધારેલા પૂજ્યશ્રીએ ઝગડિયાથી મળવા આવેલા ભક્તો સમક્ષ રાત્રે વાતચીત કરતા પોતાની પ્રતિજ્ઞા જણાવી દીધી...‘વિ.સં. ૨૦૦૯નીકારતકની પૂનમ સુધી જો ગુરુકુળની સ્થાપના નહીં થાય તો હું આહારમાં ઘીનો ત્યાગ કરીશ!' ત્યાં ઉપસ્થિત ઝગડિયાના સમર્પિત અગ્રણી ભક્તોએ પણ દૂધદહીંના ત્યાગની પ્રતિજ્ઞા લીધી. ગુરુભક્ત ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજયજી મહારાજે પણ ઘીન ખાવાની પ્રતિજ્ઞા લીધી. પૂજ્ય ગુરુદેવની પ્રતિજ્ઞાએ જાદુઈ પ્રભાવ પાથર્યો અને તેમણે નક્કી કરેલી સમયાવધિમાં જઝગડિયામાં સુંદર ગુરુકુળની સ્થાપના ભાવિકોએ કરી પોતાની ગુરુભક્તિનો પરિચય આપ્યો. આમ દીકસ્વયંનાદેહદમનની પ્રતિજ્ઞાઓરીને પણ પૂજ્યશ્રીજીએ પોતાના ધર્મ તથા સમાજના ઉત્થાનના અભિયાનને ગતિમાન રાખ્યું હતું. ઈ.સ. ૧૯૫૨ના મુંબઇના ચાતુર્માસરમ્યાન પૂજ્ય ગુરુદેવની વિરૂદ્ધ ચોપાનિયાં છપાવી કેટલાક છિદ્રાન્વેષી લોકોએ અપપ્રચાર શરૂ કર્યો હતો. પૂજ્યશ્રીએ ત્યારે તેના પ્રત્યાઘાતમાં ભક્તોને જણાવ્યું હતું... સાધુ, સાધ્વી, શ્રાવકતથા શ્રાવિકા કોઈ પોતાની જાતને મારો ભક્ત માને છે, એમને મારે એટલું જ કહેવાનું છે કે ચાહે ગમે તેટલા હેન્ડબીલછપાય, વર્તમાનપત્રોમાં ટીકાઓ થાય પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી. મારો ઢ નિર્ધાર જાણી લો... ભલે લાખ આલોચના થાય, વિરોધ થાય છતાં મારું સમાજની ઉન્નતિનું કામ, સાહિત્યપ્રચાર તથા શિક્ષણ સંસ્થાઓના વિકાસનું કાર્યકદાપિ અટકશે નહીં... જીવનના અંતિમ શ્વાસ સુધી આ કાર્યોને પાર પાડવાનો હું ભગીરથ પ્રયાસ કરતો જ રહીશ..!' પોતાના સુધારાવાદીસમાજસેવા તથા શિક્ષણ પ્રચારના કાર્ય પ્રત્યે પૂજ્ય ગુરુદેવકેટલા સમર્પિત હતા તથા તેમનો સંકલ્પ કેટલો મજબૂત હતો એની પ્રતીતિ ઉપરોક્ત ઘટનામાં સારી રીતે થાય છે. મુંબઈના કોટના ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુદેવ રોકાયા હતા. નરસીભાઈનામના એક શ્રાવક ભાઈએ પોતાની ધર્મપત્નીની સ્મૃતિમાંન્યાપાશાળા ખોલવા સારુએકલાખ રૂપિયાનું માતબર દાન આપ્યું હતું. એ સંદર્ભમાં નેણસીભાઈનું બહુમાન કરવા શ્રી કચ્છીવીસા ઓસવાલ સમાજે એકસમારંભનું આયોજન કર્યું હતું. એ સમારંભમાં પૂજ્ય ગુરુદેવને આશીર્વાદ આપવા સારુ Page #129 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એ સમારંભમાં પૂજ્યશ્રીજીએ સ્ત્રી શિક્ષણ પર એક મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું... ‘જગતના મહાન જ્યોતિર્ધરો અને સંતો મહંતોની જન્મદાત્રી માતા તો સો શિક્ષકોની ગરજસારતી શ્રેષ્ઠ શિક્ષક સમાન છે. જો માતા અશિક્ષિત હશે, તો તેનું સંતાન પણ અભણ જ રહેશે... સંસ્કારી શિક્ષિત અને ધર્મપ્રિય માતા જ પોતાના સંતાનને સંસ્કારધન આપી સમાજના ઘડતરમાં સુંદર ફાળો આપી શકશે. છોકરાઓ માટે તો આપણે લાખો રૂપિયાનો ખર્ચ કરી નવી નવી સંસ્થાઓ ખોલીએ છીએ, પરંતુ છોકરી તો પરાયા ઘેર જવાનીછે, એવું વિચારી તેના ઉત્કર્ષ વિષે ધ્યાન આપતા નથી. આપણે એ સદાય સ્મરણમાં રાખવું ઘટે કે પુત્રી તો ગૃહલક્ષ્મી છે, કુળદીપિકા છે. છોકરીઓ માટે પણ ગુરુકુળ, વિદ્યાલય તથા છાત્રાલયો હોવાં જરૂરી છે. આપણી પુત્રીઓ પણ સાવજ બાલિકા જેવી સાહસિક અને સતીઓ જેવી સુશીલ હોવી જોઈએ. જ્ઞાન જ દીપક છે. આત્મ કલ્યાણ પણ જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે...’ ઉત્તમ ધર્મવેત્તાની સાથે સાથે પૂજ્ય ગુરુદેવ ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતા તેની પ્રતીતિ આ પ્રસંગમાં થાય છે. મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાયતા આપવાની એક યોજના કપૂરચંદજીએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ પ્રસ્તુત કરી હતી. પૂજ્ય ગુરુદેવે એ કાર્ય માટે તેમને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. એ યોજનાને જૈન સમાજના અગ્રણીઓએ જોરદાર વિધેયાત્મક પ્રતિભાવ આપ્યો. જોત જોતામાં ચૌદ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા પેઠે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયાનો ફાળો એકઠો થઈ ગયો. દાનવીરોના દિલનાં દ્વાર ખૂલી ગયાં. પૂજ્યશ્રીજીના શુભાશયના પરિણામે શિક્ષણ પ્રવૃત્તિને પ્રવેગ આપવાની તેમના અંતરમાં પ્રેરણા જાગી હતી. અંતમાંકપૂરચંદજીના પરિવારે પચીસ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અઢી લાખની માતબર રક્મ આપી. વિદ્યાલયની સમિતિએ એરકમના બદલામાં કપૂરચંદજીના પરિવારનું સાર્વજનિક રૂપમાં સન્માન કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદના પ્રસિદ્ધ શેઠકસ્તુરભાઈલાલભાઈની અધ્યક્ષતામાં તા. ૧૪-૧૦-૧૯૫૩ના દિવસે યોજાયેલા ભવ્ય સમારંભમાંકપૂરચંદજીનું દબદબાભેર સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે કસ્તુરભાઈએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું... ‘પૂજ્ય આચાર્ય શ્રીવિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી તેમના પુણ્ય પ્રતાપે જ આ સંસ્થાની સ્થાપના થઈશકી છે.’ આ સમારંભમાં પૂજ્ય ગુરુદેવે પોતાના વક્તવ્યમાં પ્રેરક વાત જણાવતાં કહ્યું ‘જીવનમાં ધન તો અનેક વ્યક્તિઓ કમાય છે, પરંતુ તેનો સદુપયોગ તો જૂજ લોકો જ કરી જાણે છે ! અપાર સંપત્તિના ઢગલામાં આળોટતા એ લોકોએ જાણવું જોઈએ કે તે લોકો એ સંપત્તિના માલિક નથી, પરંતુ ટ્રસ્ટી છે. શેઠકપૂરજી તથા તેમનો પરિવાર આ સત્યને સમજી શક્યા છે. એમની આ દ્રષ્ટિને, સમજણને જેટલા પણ અભિનંદન પાઠવાય એટલા ઓછા છે. વિદ્યાલયની સમિતિને હું આગ્રહ કરીશ કે એ લોકો સંસ્થાના આ નિર્ધારીત ઉદ્દેશને સફળ બનાવવા પર્યાપ્ત પ્રયાસ કરે.’ પૂજ્યશ્રીજીનું એક દિવાસ્વપ્ન હતું... જૈન ધર્મ તથા સમાજનું કલ્યાણ ! જગતના જીવ માત્રનું કલ્યાણ ... શિક્ષણનો સાર્વત્રિક પ્રચાર ! તેજસ્વી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે ૧૦૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટ સ્થાપવાની વાત માટે જ્યારે શ્રી કૂલચંદજી તથા શ્રીકપુરચંદજી આશીર્વાદ લેવા ગયા હતા ત્યારે તેમની વાત સાંભળી પૂજ્ય ગુરુદેવ બોલ્યા હતા.... ‘ભાગ્યશાળીઓ! મારી ભાવનાથી તમે ક્યાં અજાણ છો? વિદ્યાલય તો વિદ્યામંદિર છે. તમારા જેવાભાવનાશાળી બે ચારસનો જો મળી જાય તો મારી ઈચ્છા એક વિશ્વ વિદ્યાલય સ્થાપવાની છે, જે જૈન દર્શન, જૈન સાહિત્ય, જૈન તત્વજ્ઞાન તથા અન્ય ધર્મોનું તુલનાત્મક દ્રષ્ટિથી અધ્યયન કરવાનું એક વિદ્યાધામ બની જાય. આજ મારી ભાવના છે. અંતરની ઈચ્છા છે. મને શ્રદ્ધા છે કે તમે જે લોકો વિદ્યાલયને સમૃદ્ધ બનાવશો. મારા મંગલ આશીર્વાદ તમારી સાથે છે.” સત્ય, અહિંસા અપરિગ્રહ જેવા મહત્વના સિદ્ધાંતો ધરાવતા જૈન ધર્મમાં વિશ્વ શાંતિ વિશ્વિક ભાઈચારોતથા સુખી માનવસમાજની રચના કરવાની ક્ષમતા રહેલી છે. આ વાત પૂજ્ય ગુરુદેવ જાગતા હતા, પરંતુ ધાર્મિક મર્યાદાઓના કારણે સાધુ ભગવંતોના વિહાર દરિયાપારના દેશોમાંન થઈ શકવાના કારણે જૈન ધર્મનો પ્રચાર પ્રસાર વૈશ્વિક સ્તરે મર્યાદિત રહ્યો છે. જો આવા જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના થાય તો વિશ્વ સ્તરે જૈન ધર્મના પ્રચાર પ્રસારને એક નવીન બળ પ્રાપ્ત થાય એ વાત પૂજ્યશ્રીજી જાણતા હતા, પરંતુ તેમની આ ભાવના તત્કાલીન ભાવિકો સમજી શક્યા નહીં. વળી આ વાત પછી એકાદ વર્ષમાં જ પૂજ્યશ્રીજી કાળધર્મ પામ્યા એટલે આ સોણલું અધૂરું જ રહ્યું અને આજે પણ તેમનું એ દીવાસ્વપ્ન સાકાર થઈ શક્યું નથી. પૂજ્ય ગુરુદેવે પોતાના કાળધર્મ પહેલાંના થોડાક દિવસો પૂર્વે પણ આ વાત જૈન સમાજના અગ્રણીઓ સમક્ષ દોહરાવી હતી. ઉપસ્થિત અગ્રણીઓને સંબોધતા પૂજ્યશ્રીજીએ કહ્યું હતું, આપણા પ્રાણ પ્રિય તારણહાર પૂજ્ય આત્મારામજી મ.સા.નો સંદેશ જગતમાં ફેલાય તે સારુ જૈન તત્ત્વજ્ઞાનના બોધને અંગ્રેજીમાં છપાવી તેને દુનિયાભરના સઘળા પુસ્તકાલયોમાં મોકલવો જોઈએ... એક ‘જૈન સાહિત્ય પરિષદ'ની યોજના પણ ઘડાવી જોઈએ. મારો સંદેશ એટલો જ છે કે સમાજ તથા ધર્મના સર્વાગી વિકાસ માટે જૈન સાહિત્યનો વિશેષ પ્રચાર કરવાની જરૂર છે. જૈન શિક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવવાની આવશ્યકતા છે. તમે બધા જૈન સમાજના સંગઠનકર્તા છો એટલે જ તમને કહું છું કે સમાજના કલ્યાણમાં જો તમારું કલ્યાણ માનશો, તો જૈન શાસનનો જગતમાં જય જયકાર થઈ જશે...!શાંતિ ! શાંતિ! શાંતિ !!' તા. ૧૯-૦૯-૧૯૫૪ની રાત્રે પૂજ્ય ગુરુદેવ દ્વારા અપાયેલા એ અંતિમ સંદેશમાં પણ તેમણે શિક્ષણ પ્રચાર પર વિશેષ ભાર મૂકતા સમગ્ર જૈન સમાજના કલ્યાણની વાત કરી હતી. જૈન સાહિત્યના પ્રકાશન વિષેની પૂજ્ય ગુરુદેવની ચોકસાઈ અંગે આ પૂર્વ સામાન્ય ઉલ્લેખ થઈ ગયો છે. છતાં એ પ્રસંગને જરાબારીકાઈથી અત્રે જોઈશું. એક વાર પૂજ્ય ગુરુદેવના હાથમાં જામનગરના પંડિત શ્રી હીરાલાલ હંસરાજજી રચિત 'જૈન ધર્મનો ઈતિહાસ’ નામનું પરત આવ્યું. પૂજ્યશ્રીએ પુસ્તકનો તલસ્પર્શી અભ્યાસ કરી અભિપ્રાય આપતા લખ્યું કે આ પુસ્તકમાં ધર્મ અંગેની કેટલીક વાતો અનુચિત તથા ખોટી છે.” આવી ક્ષતિઓ નિવારવા તેમણે ધર્મસંબંધી પર્યાપ્ત જાણકારી ધરાવતા અભ્યાસુ લોકોની એક સમિતિ બનાવવાની ભલામણ (૧૦૫) Page #131 -------------------------------------------------------------------------- ________________ કરી, જે જૈન સાહિત્યની કૃતિઓના પ્રકાશન પર ધ્યાન આપી હકીકત દોષ નિવારી શકે. આવી તકેદારીની વાત પૂજ્ય ગુરુદેવે વિ.સં. ૧૯૫૯ માં કરી હતી, પરંતુ તેમની વાતને સમર્થન તો વિ.સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલા મુનિ સંમેલનમાં મળ્યું અને ત્યારે આવી પ્રકાશન પરીક્ષણ નિરીક્ષણ અંગે એક સમિતિની રચના થઈ. આ સમિતિએ લગભગ પચીસ વર્ષ સુધી પોતાની સેવાઓ બજાવી હતી. પંજાબ કેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્દ વિવલ્લભ સૂરીશ્વરજી મ.સા. એક આજ્ઞાંકિત ગુરુભક્ત બની આજીવન કઠોર પરિશ્રમ કરી પંજાબ તથા રાજસ્થાનમાં વિશેષ શિક્ષણપ્રચારનું અભિયાન ચલાવી જૈન સમાજમાં જાગૃતિના પ્રાણ ફૂંકયા હતા. તેમણે જૈન સાહિત્ય સંવર્ધનની પણ કામગીરી બજાવી એક ક્રાંતિકારી ધર્મવેત્તા ઉપરાંત પ્રખર સમાજ સુધારકની યાદગાર ભૂમિકા નિભાવી હતી. તેમના ઉપકાર જૈન સમાજ કદાપિ ભૂલી શકશે નહીં. ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ Page #133 -------------------------------------------------------------------------- ________________ Page #134 -------------------------------------------------------------------------- ________________ 'જે 1ર ભકતો તારણહાર દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી જ્યારે કેવલ્યને ઉપલબ્ધ થયા, ત્યાર પછી તેમના દિવ્ય પ્રભાવી વ્યકિતત્વ અને સત્યપૂર્ણ આત્મોદ્ધારક વાણીના કારણે અનેક રાજામહારાજાઓત્યાગ અને તપશ્ચર્યાનો મહિમા જાણી તેમના ભક્ત થયા હતા. તે જ પ્રમાણે પરમાત્મા ગૌતમ બુદ્ધના સત્યપ્રકાશથી પ્રભાવિત થયેલા અનેક રાજવીઓતથા અન્ય લોકો તેમના ભક્ત થઈ ગયા હતા. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજીના વિરલ વ્યક્તિત્વ તથા ધર્મપ્રેરિત અમૃતવાણીથી પ્રભાવિત થઈ હજારોની સંખ્યામાં તત્કાલિન ક્ષત્રિયો તેમના ભકત બની ગયા હતા. સંત કબીર તથા નાનકના પણ પ્રભાવથી અનેકવિવિધ ધર્મ જાતિના લોકો તેમના ભક્ત બની ગયા હતા. ટૂંકમાં જ્યાં સત્ય છે, સંસારના ઉદ્યાનમાં જ્યાં શાંતિ આનંદ અને સંતોષના પ્રણેતા વિરલસાચા સંતો, મહાપુરુષો, મહાત્માઓ તથા સાધુપુરુષારૂપી પરમાત્માના સુવાસિત પુષ્પો પાંગર્યા છે, ત્યાં પતંગિયા, મધમાખીની જેમ લોકો ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ ભૂલી આત્મકલ્યાણ સારુ આવા મહાપુરુષોના અનુયાયીઓ, શિષ્યો, ભક્તો બની ગયા છે. કલિકાલ કલ્પતરુયુગદ્રષ્ટા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબપણ અહિંસાના પરમ પૂજારી અપરિગ્રહીમહાત્મા હતા. મૃદુ પ્રભાવક વાણીના સ્વામી હતા. સમતાભાવના ઉપાસક હતા. માનવતાવાદી તેમનો દ્રષ્ટિકોણહતો. મૈત્રી, કરાગા, માધ્યસ્થી ભાવનાના સાક્ષાત્ મૂર્તિ હતા. નિરભિમાની તેમનું વ્યક્તિત્વ હતું. સઘળામાં પરમાત્માનો વાસ જોતા પૂજ્યશ્રીજી અન્ય સર્વધર્મોનો સમાદર કરનાર જ્ઞાની-ધ્યાની સરળ વ્યક્તિત્વના મહાપુરુષ હતા. આવા વિરલકર્મયોગી સાધુપુરુષના વ્યક્તિત્વમાં એક અનોખી આભા હતી. તેમના વાણીવર્તનમાં એક પરોપકારી સંતપુરુષના દર્શન થતા હતા. જેના દર્શન ઉપરાંત હિંદ, બૌદ્ધ તથા અન્ય ધર્મોનું તલસ્પર્શી જ્ઞાન તેઓ ધરાવતા હતા. આવા મહાપુરુષ પછી કોઈ એક જ સંપ્રદાયમાંકે ધર્મમાં લોકપ્રિય શી રીતે રહી શકે? પૂજ્યશ્રીજીની આવી સર્વગ્રાહી સાધુતાનાં પરિપાકરૂપે તેઓ જૈનોમાં જમાત્ર નહીં, પરંતુ આ ઉપરાંત હિંદુઓ, મુસ્લિમો, શુદ્રો, શીખો તથા ઈસાઈઓ એમ અન્ય જૈનેતર લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિ થયા હતા. જૈનોના આ જ્યોતિધરમહાપુરુષ જૈનેતર લોકોમાં કેટલા લોકપ્રિય થયા હતા, એની ઝાંખી તોકેટલીક ઘટનાઓ ઉપરથીજ થઈશકશે. કોઈ અજાણ્યા સાધુ સંત ફકીરને લોકો વધુમાં વધુ તો ભોજન, ભિક્ષા, વસ્ત્ર ઈત્યાદિ અર્પણકરી, સ્વાગત કરી, સાધુતાનો સમાદર કરતા હોય છે, પરંતુ તેમને પોતાને ત્યાં ભાગ્યે જ આશ્રય આપતા હોય છે. વળી જ્યાં માનવતાની વિશાળતાને ભુલાવી અલગ અલગ સંપ્રદાયો, વાડા તથા પંથથી બંધાયેલા હોય છે એવા સંકુચિત માનસ ધરાવતા લોકો માત્ર પોતપોતાના વાડા સંપ્રદાયના સાધુસંતોને પોતાની ધર્મશાળા, મંદિર કે રહેઠાણમાં આશ્રય આપતા હોય છે. પરંતુ પૂજ્યશ્રીજીના જીવનમાં અજાણી જગ્યાઓએ પણ આશ્રય બાબત કોઈ સમસ્યા કદીપણ ઉદ્દભવી નહોતી. પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વમાંથી નીતરતી શાંતિદાયક સુખદાયી સાધુતા અને દિવ્યતાના પ્રભાવથી જૈનેતર લોકોના અંતરમાં એક પ્રકારની આત્મીયતા પ્રગટ થતી અને - ૧૦૭ - - - - --- ---- - Page #135 -------------------------------------------------------------------------- ________________ તેઓ તેમને પોતાના જ ધર્મ સંપ્રદાયના ગુરુદેવ હોય એ રીતે સન્માનભેર આવકારી યથોચિત ભક્તિ કરતા. પંજાબમાં ત્યારે નાના નાના અંતરિયાળ ગામોમાં જૈનોની વસ્તી સીમિત હતી. પૂજ્યશ્રીજી તો ધર્મના તેજ પ્રસરાવવા દુર્ગમ કષ્ટદાયક અજાણ્યા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ટાઢ, ભૂખ-તરસ, આશ્રયની ચિંતા ફિકર કર્યા સિવાય વિહાર કરતા. આવા સમયે તેમને ઘણીવાર શીખોના ગુરુદ્વારા, હિંદુઓના મંદિરોમાં રોકાવવાના પ્રસંગ આવતા. આ શું સૂચવે છે? પૂજ્ય ગુરુદેવે એવા ગામોમાં પાણમહિનોમાસ રહીધર્મપ્રભાવના કરી છે, જ્યાંદેરાવાસી જૈન પરિવારનું એક પણ ઘર ન હોય. તે સમયે એવા ગામોમાં વસતા સ્થાનકવાસી જૈનો વૈિચારિક વિશાળતાના અભાવે પૂજ્ય ગુરુદેવને આહારપાણીનો પણ લાભ ન આપતા. તો પછી એવાગામોમાં પૂજ્યશ્રીજીને ભિક્ષાચરી તથા આશ્રય સ્થાન કોણે આપ્યા હશે? પૂજ્ય ગુરુદેવની પ્રતિભા તથા દર્પણ સમાન નિર્મળ સાધુતાથી પ્રભાવિત થયેલા તેમના જૈનેતર ભક્તો એવી પરિસ્થિતિમાં પૂજ્યશ્રીજીની સાર-સંભાળ લેતા હશે એમ સહેજે માની શકાય. ૧૯૪૭માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા, ત્યારે પૂજ્યશ્રીજી સાધુ સાધ્વીગણ તથા શ્રાવકો સાથે ગુજરાંવાલામાં રોકાયેલા હતા. ભારત સરકારે તેમને હિંદુસ્થાન લાવવા લશ્કરની એક નાનકડી ટુકડી પણ મોકલી હતી. ગુજરાંવાલાથી આ લોકો રવાના થયા ત્યાં એમને ખબર મળી કે આગળમાર્ગમાં કેટલાક મુસ્લિમો તેમને લૂંટવાના ઈરાદેનહેર પાસે છુપાઈને બેટી છે, એટલે આ લોકોને રોકાઈ જવું પડ્યું. દૈવયોગે ત્યારે લગભગ 20 જેટલા સૈનિકોની કડી લઈ એક શીખ સરદારજી નીકળ્યા. સાથે તેમના ધર્મપત્ની પણ હતા. એ બહેને પૂજ્ય ગુરુદેવને ઓળખી લીધા અને પોતાના પતિદેવને પૂજ્યશ્રીજીની મદદ કરવા વિનંતિ કરી. સરદારજીએ બીજા કામ પડતા મૂકી પૂજ્યશ્રીજીની સહાયતા કરી. આ ઘટનામાં શીખ સરદારની પત્નીએ પૂજ્યશ્રીજીને ક્યાંક જોયા હશે. કદાચ તેમની અમૃતવાણીનો લાભપાગ લીધો હશે અને તે ખરેખર પૂજ્ય ગુરુદેવની સાધુતાથી અવશ્ય પ્રભાવિત થઈ હોવી જોઈએ અને તેમના તરફ ભક્તિભાવ પણ તેનો કેળવાયો હશે. પૂજ્યશ્રીજીની એક જૈનેતર મહિલા ભક્તની ભાવના કેવી ઉપકારક સિદ્ધ થઈ? મનુષ્યનો સ્વભાવ છે કે જે વસ્તુ તેની પાસે હોય છે તેનાથી તે વધુ સમય આકર્ષિત નથી રહેતો, પરંતુ તેનાથી વિપરીત વસ્તુઓ તેને હંમેશા આકર્ષિત કરે છે. રાજવીઓ પાસે ભોગવિલાસ, એશોઆરામ હોય છે, પરંતુ શાંતિ અને આનંદ તેમની પાસે નથી હોતા. જ્યારે પૂજ્ય ગુરુદેવ જેવા સાધુપુરુષ પાસેતો ધન-દોલતના નામે પરમશાંતિ અને આનંદના અઢળક ખજાના સિવાય શું હોય ? એટલે આવા ત્યાગીપુરુષના ત્યાગ તરફ ભોગીરાજા, મહારાજા સ્વાભાવિક રીતે જ આકર્ષાય. પૂજ્યશ્રીજીના જીવનકાળમાં અનેક રાજવી પુરુષ પરિચયમાં આવ્યા હતા અને તેમના સાધુત્વથી પ્રભાવિત થઈ તેમના ભક્ત થયા હતા. ગાયકવાડી રાજ્યના મહારાજા શ્રી સંપતરાવ ગાયકવાડ પણ પૂજ્ય ગુરુદેવની કીર્તિ કૌમુદીથી ભારે પ્રભાવિત થયા હતા. વડોદરામાં તે સમયે પ્રખર પ્રભાવી ધર્મવેત્તા કે રાજકારણી જેવી વ્યક્તિનું પ્રવચન જન્યાયમંદિર જેવી જગ્યાએ રાખવામાં આવતું હતું. સંપતરાવ મહારાજાએ પૂજ્યશ્રીજીનું આવી જગ્યાએ જનહિતાર્થે વ્યાખ્યાનનું સુંદર આયોજન કરાવ્યું હતું. આ વાત પૂજ્યશ્રીજીની જૈનેતર ભકતોમાં રહેલી તેમના પ્રત્યેની (૧૦૮) Page #136 -------------------------------------------------------------------------- ________________ મજ અરજી ભક્તિભાવના પ્રદર્શિત કરે છે. જગતમાં માતાના પ્રેમભાવ, વાત્સલ્યમાં કદી પણ ભેદભાવ હોતો નથી. મનુષ્ય હોય, | પશુ હોય કે પ્રાણીદરેકમાં મા વાત્સલ્યની દેવી માતાની લાગણીમાં ભેદરેખા હોતી નથી. સર્વ બાળકો, બચ્ચાઓ પ્રત્યે તેની લાગણી એકસમાન હોય છે. વર્ષાઋતુમાં મન મૂકીને વરસતી વાદળીઓ કદી આ બ્રાહ્મણ, આવણિક, આરાજપૂતકે આ શુકનું ઘરકે ખેતર છે એમ માની, એમ જાગી વરસવામાં ભેદભાવ કરતી નથી. વૃક્ષો પણફળ, છાયા, પ્રાણવાયુ ઈત્યાદિઆપવામાં જાતિ પાતિના ભેદ રાખતાં નથી. આ વર્ણ વ્યવસ્થા, આ હિંદુ, મુસ્લિમ, જૈન, પારસી જેવા ભેદ તો માનવસર્જિત છે. સમભાવમાં રાચતા મહાન ગુરુદેવની દ્રષ્ટિમાં આવા જાતિ જ્ઞાતિના ભેદ હતા નહીં. તેઓ સાધનાપથના તપોનિષ્ઠ પથિક હતા. તેમના જપતપ વ્રત નિયમ ધ્યાન | યોગ જેવી તપશ્ચર્યાના પરિણામે તેમનામાં અલૌકિક સિદ્ધિઓઆવિર્ભાવ પામી હતી. પૂજ્યશ્રીજી સામર્ધવાન સિદ્ધ મહાત્મા હતા અને એટલે ઉદારતાવશ કરુણાથી પ્રેરિત થઈ જયારે તેઓ તેમના દ્વારે આપઘ્રસ્ત આવેલી જૈન-જૈનેતર વ્યક્તિને અંતરથી આશીર્વાદ આપતા અથવા અભિમંત્રિત વાસક્ષેપ આપતા, ત્યારે દુઃખી જીવાત્માની મુશ્કેલીઓ અવશ્ય દૂર થઈ જતી. તેમની કૃપાદ્રષ્ટિનો દિવ્ય પ્રસાદ જેટલો જૈનાવલંબી ભક્તોને મળ્યો છે, એટલો જ પ્રસાદ જૈનેતરોને પણ પ્રાપ્ત થયો છે. મુંબઈની ચોપાટી પર એક વાર તેમનું વ્યાખ્યાન પુરું થતાં એક ભાઈ પૂજ્યશ્રીજી પાસે આવ્યા અને ભાવપૂર્વક નમસ્કાર કરી તેમણે પૂછયું. - ‘ગુરુદેવ! આપ મને ઓળખો છો?' “ના, ભાઈ! હું તમને નથી જાણતો, પૂજ્યશ્રીએ ઉત્તર આપ્યો. ત્યારે પેલા ભાઈ લાગણીવશ બોલ્યા, “હે પ્રાણવલ્લભ આપ તો મારા પ્રાણદાતા છો. આપની કૃપાથી જ આજે હું જીવિત છું. હું મેરઠ જિલ્લાનો વતની છું. વકીલાતનો વ્યવસાય કરું છું. એકવારમારી ભૂલના કારણે એક ગુના સબબ મને દેહાંત દંડની સજા થયેલી. એવા મુશ્કેલીના સમયમાં મારી પત્નીને આપના વિશે જાણકારી મળી. તે મારી પ્રાણરક્ષા સારુ આપની પાસે દોડી આવી. આપને તેણે પૂરી વાત જણાવી. સંકટમાંથી ઉગારવા પ્રાર્થના કરી. તેનીણકથની સાંભળી આપદ્રવિત થઈ ગયા અને આશિષ આપતાં આપે કહેલું... માતા! તુમ ચિંતા મત કરો! દેવગુરુ ધર્મપસાયસે સબ કુછ અચ્છા હો જાયેગા!” આપનો આશીર્વાદરૂપ વાસક્ષેપ લઈને મારી પાસે આવી. આપના આશીર્વાદ મને ફળ્યા. મારા પર લાગેલો ખોટો આરોપ દૂર થયો. મારી ફાંસીની સજા રદ થઈ અને મને નવજીવન મળ્યું.' ધન્યવાદમારોનહીંવગુરુ પરમાત્માનોમાન, ભલાભાઈ!' વાત સાંભળી પૂજ્યશ્રીજી નિર્લેપતાથી બોલ્યા. પૂજ્યશ્રીજી વીતરાગ પરમાત્માના સત્ય માર્ગ પર ચાલતા એક પથિક હતા. એમની દ્રષ્ટિમાં જૈન-જૈનેતર જેવા કોઈ ભેદભાવનહોતા એની પુષ્ટિ આ ઘટનાકરી જાય છે. પ્રશંસાથી પર ને નિંદાથી પણ પર, તદન જલકમલવતું માધ્યસ્થી ભાવનાને વરેલા પૂજ્ય ગુરુદેવ (૧૦૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ માનવમાત્રના હિતેચ્છુ કલ્યાણકારી યુગપુરુષ હતા. ઈ.સ. ૧૮૯૩ માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં ન્યાયાભાનિધિ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી તેમનું માર્ગદર્શન પામી શ્રી વીરચંદભાઈરાઘવજી ગાંધીએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જન્મ ધર્મના અહિંસા, જીવદયા, અપરિગ્રહ, કરુણા, મૈત્રી, સમતા ભાવના ઉમદા સિદ્ધાંતો રજૂ કરતું વક્તવ્ય આપી પશ્ચિમના વિદ્વાનોનું વિશેષ ધ્યાન દોર્યું હતું. જેના પરિણામે વિદેશના જ્ઞાનપિપાસુ વિદ્વાનો વિશ્વશાંતિની ખોજના ઉપાય તરીકે જૈન ધર્મનું અધ્યયન કરવા લાગ્યા હતા. પૂજ્ય આત્મારામજીના મહાપ્રયાણ પછી તેમના જ્ઞાની બાની, અભ્યાસુ અધ્યયન શીલ ચિંતક, મનનશીલતેજસ્વી તેમના પટ્ટધર કલિકાલલ્પતરુપંજાબશરીપૂક્યાચાર્યશ્રીમવિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના પ્રયાસોના કારણે અમેરિકા તથા યુરોપના કેટલાક જિજ્ઞાસુ વિદ્વાનો પૂજ્યશ્રીજી પાસે જૈન ધર્મના સિદ્ધાંતોની સમજ પ્રાપ્ત કરવા, ચર્ચા-વિચારણા કરવા આવતા. પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વ, કતૃત્વ, વાણી, આચાર-વિચાર તથા તલસ્પર્શી જ્ઞાન અને સરળ સ્વભાવથી અભિભૂત થયેલા એ વિદેશી વિદ્વાનો તેમના અનન્ય ભક્ત થઈ ગયા હતાં. તા. ૨૨-૦૨-૧૯૫૩ના રવિવારે મુંબઈની ધનજી સ્ટ્રીટની પારસી ગલીમાં સાડા ત્રણના સુમારે શ્રીધનજી સ્ટ્રીટસેવા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં જૈન ધર્મના સિદ્ધાંતોનો યુરોપ તથા અન્ય પશ્ચિમી દેશોમાં પ્રચારક્રનારા હંગેરીના વતની ડૉક્ટર ફિલિપ્સ વાલિયા તથા જર્મનીના ડૉકટરઈન્ડનના જૈન ધર્મની વિશેષતા પર ઉત્તમ પ્રવચન અપાયાં હતાં. પૂજ્યશ્રીજીએ ત્યારે આ વિદ્વાન ભક્તોના પ્રચારની કામગીરીને સાધુવાદપાઠવી અંતરના શુભાશિષ આપ્યા હતા. કાશ!દરિયાપાર જવાની તથા અન્ય સાધુ ધર્મની મર્યાદાઓ અસ્તિત્વમાં ન હોત, તો કદાચ યુગપ્રવર્તકનખશિખકર્મયોગીપૂજ્ય ગુરુદેવે વિશ્વના કેટલાય દેશમાં વિહાર કરી જૈન ધર્મની અદ્વિતીય પ્રભાવના કરી હોત. અને આમ બન્યું હોત તો આજે જૈન ધર્મની ધવલકીર્તિ વિશ્વમાં ચોમેર સુવાસ ફેલાવતી હોત. પૂજ્યશ્રીજીના જૈનેતર ભક્તો પણ કદાચ બેસુમાર થયા ન હોત? વિ.સં. ૧૯૫૩માં પૂજયશ્રીજી પપખાના ગામમાં રોકાયા હતા. આ ગામની શાળામાં એક શિક્ષક હતા. તેમનું ધર્મ વિષયક જ્ઞાન સારું હતું. શક્તિ અજોડ હતી. એટલે સ્વાભાવિક રીતે જ્ઞાનપ્રેરિત અહંકારથી તેઓ ઘણીવારસાધુ-સંતોના જ્ઞાનનું ઉડાણ માપવાનો પ્રયાસ કરતા. ગામમાં જે કોઈ સાધુ-સંત, મહાત્મા કે પંડિત આવતા, તેની પાસે જઈ આ ભાઈ પોતાની શંકાઓ વિશે પ્રચ્છા કરતા. પોતાની તર્કશક્તિ તથા જ્ઞાનના કારણે જ્ઞાનની ચર્ચામાં તેઓ હંમેશા વિજયી થતા. સમયાંતરે આમ વિવાદકરવાનો તેમને શોખ થઈ ગયો હતો. - પૂજ્ય ગુરુદેવના આગમનની જાણ થઈ એટલે આ શિક્ષક મહોદય તો આદત મુજબ પોતાના પ્રશ્નો લઈ તક મળતાં જ તેમની પાસે પહોંચી ગયા. તેમણે પૂજ્યશ્રીજી સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા. પૂજ્યશ્રીએ તેમના પ્રશ્નોના યથાયોગ્ય સચોટ જવાબો આપ્યા. હૃદયના ઊંડાગેથી નીકળેલા શુદ્ધનવનીત સમાન, જ્ઞાનયુકત, તર્કસભર ઉત્તરોએ શિક્ષક-ભાઈને નિરુત્તર કરી દીધા. સત્યપૂર્ણ નિખાલસ એ વાર્તાલાપ પછી શિક્ષકનો અહંકાર ગળી ગયો અને તેમના દિલમાં (૧૧૦ - Page #138 -------------------------------------------------------------------------- ________________ પૂજાશ્રીજી માટે આદર ભાવ જાગતા તેઓ સાચા ભક્ત થઈ ગયા.. કવિવર રવીન્દ્રનાથ ટાગોરના વડીલ શ્રી દેવેન્દ્રનાથરાત્રિકાળમાં નદીમાં સરસ મોટી નાવના એક ઓરડામાં પરમાત્માની સાધના કરતા હતા. એક દિવસુધરાતે એક યુવાન નદીમાં તરી તેમની સમક્ષ ભીનાં કપડે ઉપસ્થિત થયો. સીએજ સાલાપૂછયો-“આપે પરમાત્માને જોયો છે? મને બતાવી શકો?” દેવેન્દ્રનાથ ચમર્ઝા ગયા.તત્કાળા કઈ જવાબ આપી ન શક્યા. એ યુવાન આત્મખોજી નરેન્દ્ર તત્સગપાછો વળી ગયો, પરંતુ એ જ સવાલ એણે જ્યારે દક્ષિણેશ્વરમાં બિરાજતાસ્વામી શ્રીરામકૃwણ પરમહંસને પુછ્યો ત્યારે જવાબ મળ્યો, ‘હા મેં જોયો છે, પરમાત્માને. તારે જોવો છે આજ ક્ષણે?’નરેન્દ્ર હા પાડી જ હતી, કે તેના હૃદયસ્થાને સ્વામી રામકૃષ્ણ પરમહંસે લાત મારી. નરેન્દ્ર (સ્વામી વિવેક્કનંદ) તક્ષણ સમાધિમાં ચાલ્યા ગયા. સંશયછેદી શકનાર જસમર્થ ગુરુ બની શકે. સમર્થગુરુના સાંનિધ્યમાં આવનાર ભક્તનો જબેડો પાર થઈ શકે. પૂજ્યશ્રીજી જ્ઞાની, બાની, તપસ્વીસમર્થમહાપુરુષ હતા, એટલે તેમના પરિચયમાં આવતા સંશયુક્ત, શંકાશીલ તર્કવાદી લોકોની શંકાનું તેઓ સમાધાન કરાવતા અને એ લોકો તેમના ભક્ત બની જતા. હીરાની તેજસ્વીતા, શ્વેતક્રાંતિ તથા સૌંદર્યમાં એવી સંમોહન શક્તિ હોય છે કે કોઈપણ વ્યક્તિ તેના તરફ આકર્ષાયા સિવાયરહી શકે. જગતના સામર્થશીલ સંત મહાત્માનાવ્યક્તિત્વમાં પણ એવી જ અલૌકિક દિવ્યતા તથા ચુંબકશક્તિ રહેલી હોય છે, કે ગમે તે નાત જાત સંપ્રદાયની વ્યક્તિ પણ એ મહાપુરુષના સાંનિધ્યમાંથી પ્રતિ પળ ઉઠતી શાંતિની સુવાસ, આનંદની અમીવર્ષા પામવાસઘળાદુન્યવી બંધનોફગાવી, પ્રજવલિત જ્યોત પરકના થવા જતા પતંગિયાની જેમ, તેની પાસે દોડી જતી હોય છે. પૂજ્ય ગુરુદેવ પણ એવા જ પ્રભાવશાળી શાંતિસુખ આનંદના દાતા, આદર્શ સાધુપુરુષ હતા. તેમની અમૃતસભર આત્મકલ્યાણદાયી વાગીનો આસ્વાદમાગવા જૈનો ઉપરાંત અનેક હિંદુઓ, મુસ્લિમો તથા શીખ ભક્તો પણ તેમની પાસે જતા. પૂજ્યશ્રીજીના કેટલાક મુસ્લિમ ભક્તો હતા. જે તેમને પહોંચેલા ચમત્કારિક ઓલિયામાની તેમનું માન-સન્માન કરતા. વિ.સં. ૧૯૫૫ માં પૂજ્યશ્રીજીના માલેરકોટલાના ચાતુર્માસ દરમ્યાન મુનશી અબ્દુલ લતીફ તેમના પરિચયમાં આવ્યા હતા. સમયાંતરે તેઓ પૂજ્ય ગુરુદેવના ખાસ ભક્ત થઈ ગયા હતા. એક દિવસમુનશીના મનમાં ભાવ જાગતા તેમણે વિનંતિ કરતા કહ્યું ગુરુજી! આપ મારે ત્યાં ભિક્ષા લેવા પધારો. હું આપને ગાયનું દૂધ વહોરાવીશ.” પૂજ્ય ગુરુદેવે શાંતિથી તેમને જૈન સાધુ ધર્મની વાત સમજાવી. જૈન સાધુ ભગવંતોની મર્યાદાઓની વાત જણાવી. મુનશીના ગળે વાત ઉતરી ગઈ. તેમને માઠું લાગ્યું, ન તેમના ભક્તિભાવમાં કોઈ ઓટ આવી. ગુરુ ભક્ત વચ્ચે ધર્મની મર્યાદા છતાં પ્રેમભાવ જળવાઈ રહ્યો. આ ઘટનામાં મુનશીજીનો ઊંડો ભક્તિભાવ દ્રષ્ટિગોચર થાય છે. પૂજ્યશ્રીજીના સાધુ વ્યક્તિત્વની ઉંડી છાપ મુનશીના માનસપટ પર અંકિત થઈ હોવી જોઈએ. નહીંતરપૂજ્યશ્રીજીના ભિક્ષાચરીનાઈન્કાર પછી સામાન્ય કક્ષાની વ્યક્તિ તેના અહંકારથી પ્રેરાઈપૂજ્ય ગુરુદેવથી ૧૧૧) Page #139 -------------------------------------------------------------------------- ________________ સંબંધ કાપી નાખત, પરંતુ મુનશીજીના સમર્પિત ભાવમાં અહંકારને કોઈ સ્થાન નહોતું. શું ભક્ત કદી પોતાના આરાધ્ય ગુરુદેવને મુશ્કેલી પડે એવી ભાવના રાખે ખરી? નિર્મળ અંતરમાંથી પ્રગટેલી વાણીમાં સભ્યની અમૃતધારા વહેતી હોય છે. ધર્મના રહસ્યપા સિદ્ધાંતો માટે અનુભવી સાધુ ભગવંતની વાણી દ્વારા પ્રગટે છે, ત્યારે નિખાલસ, નિષ્કપટ તથા જિજ્ઞાસુમુમુક્ષુઓના દિલોદિમાગ પર તેનો જબરજસ્ત પ્રભાવ ઉત્પન્ન થયા સિવાય રહેતો નથી. પૂજ્યશ્રીજીનીવાણીમાં એ સચ્ચાઈ, આકર્ષણ અને અમૃત સમાયેલાં હતાં કે ભાવક આત્મા તેમના અનુરાગી થઈ જતા.-સાચા ભક્તનો આત્મા હિંદુ, જૈન, મુસ્લિમ, શીખકે ઈસાઈકોઈપણ જાતના પ્રાણાલિકાત્ત ધર્મથી પર હોય છે. જાગૃત આત્મા તો સત્યનો સમર્થક, પરમાત્વનો ઉપાસન્ને ઉત્થાનનો પક્ષપાતી હોય છે. પંજાબના રામનગર ગામમાં પૂજ્ય ગુરુદેવ રોકાયા હતા. ત્યાં તેમણે મનનીય પ્રવચનો આપ્યા. સ્વાભાવિક રીતે જ જેમ ઉપવનમાં ક્યાંય પણ કેવડાના પુષ્પ ખીલેલાં હોય તો તેની સુવાસથી ભ્રમરો દૂર દૂરથી સ્વયં ખેંચાઈ આવે, તેમ પૂજ્યશ્રીજીની અમૃતવાણીનો લાભ લેવા રામનગર તથા આસપાસના વિસ્તારના જૈન જૈનેતર ભાવિકો હરખભેર ઉમટી પડતા. રામનગરથી પૂજ્યશ્રીજીની વિદાયવેળા આવી, ત્યારે પાસેના અકાલગઢ ગામના જૈનેતર ભાવિકો, જેમણે ગુરુ ભગવંતની જ્ઞાન સરવાણીનો લાભ ઉમંગભેર લીધો હતો, તે બધા ભાવપૂર્વક પૂજ્યશ્રીજીને મળ્યા. તેમણે સાચા અંતઃકરાગથી પૂજ્ય ગુરુદેવને અકાલગઢ પધારીધર્મલાભ આપતા વિનવણી કરી. વીતરાગ પંથના સત્યશોધક સરળ પ્રકૃતિના પૂજ્ય ગુરુદેવ માની ગયા. તેઓ અકાલગઢ પધાર્યા. ગામમાં સમ ખાવા પૂરતું એક પણ જૈન શ્રાવકનું ઘર નહોતું, છતાં જૈનેતર ભક્તોની ભાવભીની આસ્થા, લાગણી તથા જ્ઞાન પ્રાપ્તિની અભીપ્સા જાણી તેઓ ત્યાં પંદર દિવસ રોકાયા અને ધર્મની મંગલ પ્રભાવના કરી. ભક્તનો ધર્મ, જાતિ જેવી ગૌણ વાતો નહીં, પરંતુ તેની ભાવના તથા જ્ઞાનપ્રાપ્તિની તલબ જગુરુદેવ માટે મહત્ત્વની વાત હતી. પૂર્ણ પ્રેમભાવથી તુષિત ભક્ત ભગવાન તુલ્યગુરુને પોકારે, તો ગુરુ ભક્તની ભાવનાની ઉપેક્ષા શી રીતે કરી શકે? વર્ણાશ્રમ પ્રમાણે રામાયણની પરમરામભક્ત શબરી ભીલ જ્ઞાતિની હતી, છતાં ક્ષત્રિય રઘુકુળના ભગવાન શ્રીરામે તેના એંઠા બોર ખાધા નહોતા? મહાભારતમાં યોગેશ્વર શ્રીકૃષ્ણ કૌરવોના બત્રીસ જાતના પકવાનને ભુલાવી, પ્રેમાળ ભક્ત વિદુરજીની સાદી ભાજી આરોગી નહોતી? કલિકાલકલ્પતરૂઆચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યવલ્લભ સૂરીશ્વરજી મ.સા. ભક્તોની ભાવનાના ભૂખ્યા હતા. એમને મન ભક્તની અંતરની શુદ્ધ ભાવનાનું મૂલ્ય હતું. અને એટલે જ તેઓ જૈનેતર લોકોમાં એક વંદનીય પૂજનીય અનુસરણીય સંત તરીકે લોકપ્રિય હતા. ઈનનાતો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે મેરા સાંવરા નિકટ હો જબ પ્રાણ તનસે નિકલે એક ભક્ત કી હૈ અરજીખુદગર્જ કી હૈ ગરજી...!' ઉપરોક્ત સુંદર ભાવ ભક્ત કવિ સુરદાસે યોગેશ્વર શ્રીકૃષણની સમર્પિત ભાવની ભક્તિમાં તરબોળ થઈ પોતાના આરાધ્ય દેવને સંબોધીને ગાયેલા ભક્તિગીતમાં વ્યક્ત કર્યો છે. સાચા -૧૧૨) Page #140 -------------------------------------------------------------------------- ________________ ભક્તો તેમના આરાધ્ય દેવ,ગુરુભગવંતોના પ્રેમ દીવાના હોય છે. રાજસ્થાનના ગોરવાડ પ્રદેશમાં પૂજ્યશ્રીજીની નિશ્રામાં તેમની પ્રેરણાથી ચાલતી સુધારાવાદી પ્રવૃતિમાં શ્રી જસરાજજી સિંધીએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. તેઓ પૂજ્ય ગુરુદેવના અનન્ય ભક્ત હતા. નેકદિલ, આજ્ઞાંકિત, ધગશશીલ જસરાજજી વકાણામાં પૂજ્યશ્રીજીનું કામ સંભાળતા હતા. એકવાર તેઓ ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યા. માંદગી દિન-પ્રતિદિન વધતી ચાલી. તેમની જીવનજ્યોત ધીરે ધીરે ક્ષીણ થવા લાગી. અંતરમાં તેમને અહેસાસ થઈગયો કે હવે આદુન્યવી જગતની ધર્મશાળાસદાય માટે છોડવાની છે, પરંતુ દિલમાં પૂજ્યશ્રીજી પ્રત્યેની અગાધ પ્રેમગંગામાં એક જ અભીપ્સારૂપી તરંગ ઉછાળા મારતું હતું.. પૂજ્ય ગુરુદેવજીના એકવાર દર્શન કરી લઉં પેટ ભરીને!' પંન્યાસ લલિતવિજયજી મ.સા.ના ધ્યાનમાં જસરાજજીની ઝંખનાની વાત આવી. તેમણે તુરતાપૂજ્યશ્રીજીને સમાચાર મોકલાવ્યા. એક વાર શ્રીકૃષ્ણ જમવા બેઠા હતા અને હજુ તો પ્રથમ કોળિયો મુખમાં લેતા હતા, ત્યાં જ સઘળું છોડી મહેલ બહાર દોડ્યા...કારણ તેમના એક ભક્ત પર ગામની શેરીમાંનાદાન લોકો પથ્થર પથ્થરવર્ષા કરતા હતા. ભકત મુશ્કેલીમાં હોય ત્યારે આરાધ્ય ગુરુ શી રીતે મદદ ધાવામાં વિલંબ કરી શકે ? પૂજ્યશ્રીજીએ સમાચાર સાંપડતા જસઘળા કામો કોરાણે મૂકી દીધા. તત્કાળ તેઓ વરકાણા આવી ગયા. પ્રેમથી જસરાજજીને મળ્યા. અંતરથી આશીર્વાદ આપ્યા અને ગુરુદર્શનની ખેવના પરિપૂર્ણ થતાં જ જસરાજજીનો આત્મા અનંતની યાત્રાએ પ્રયાણ કરી ગયો! પૂજયશ્રીજીએ એમને અંજલિ આપતા કહ્યું હતું, ‘આજે આપણા સમાજનો સાચો સેવક ચાલ્યો ગયો. ગોરવાડમાં જ્ઞાનની જયોત પ્રગટાવવા એમણે પોતાના લોહીનું પાણી કરી નાખ્યું હતું.' જસરાજજી જેવા અનન્ય ભક્તના આત્માએ પૂજયશ્રીજીના વ્યક્તિત્વમાં અવશ્યમેવ એવું કોઈક દિવ્યતત્ત્વ નિહાળ્યું હશે જે તેમની અનંતયાત્રાને સુખરૂપ બનાવી શકે. સાચા ભક્તો જસભાનાવસ્થામાં દેહત્યાગ કરી શકતા હોય છે. એવા ઉન્નત આત્માઓ જમૃત્યુનો પૂર્વાભાસ પામી અંતિમ ક્ષણે પરમાત્મા તુલ્ય આરાધ્ય ગુરુદેવના દર્શનની અભિલાષા સેવીશકે, નહીંતરઆ સંસારમાં લોકો આકસ્મિક રીતે જ મૃત્યુને ભેટતા હોય છે અને મૃત્યુની ક્ષણે પણ જીવનના હિસાબ કિતાબ, સરવાળા બાદબાકીની પળોજણમાં જ આવા લોકો પરોવાયેલા રહેતા હોય છે, પરંતુ સાચા ગુરુભક્તોનું મૃત્યુ અમૃતમય બની જતું હોય છે. - આપણા બહુરંગી સમાજમાં લોકો વિવિધ વ્યસનોથી પીડાઈરહ્યા છે. સામાન્ય સંઘર્ષમાં જીવતા માનવીને તમાકુ, તપખીર બીડી, ચા, કોફી, શરાબનું વ્યસન હોઈ શકે. ધર્મઝનૂની ઔરંગઝેબ જેવાકે હિટલર જેવાને ધર્માધતાનું વ્યસન હતું. જગ વિખ્યાત સમરસેટ મોમ નામના અતિ ધનાઢચને સંપત્તિ વધારવાનું ભયંકર પરિગ્રહનું ભારે વ્યસન હતું. નેપોલિયન સિકંદર રાજ્ય વિસ્તારના વ્યસનીરોગી હતા. કેટલાક લોકોને ખ્યાતિ પ્રાપ્ત કરવાનું ગ્રીનીચ વર્લ્ડ બુકમાં પોતાનું નામ નોંધાવવાનું વ્યસન લાગી જાય છે. જગતના બધા જ પ્રકારના નશા, Page #141 -------------------------------------------------------------------------- ________________ આદતો, વ્યસનો મૂળભૂત રીતે હાનિકર્તા છે. કેટલાક વ્યસનો શારીરિક હાનિ પહોંચાડે છે, જ્યારે સંપત્તિ, સત્તા, સન્માનના વ્યસનો વ્યક્તિને અહંકારી બનાવી તેના આત્માનું પતન કરી નાખેછે. પરંતુ જગતમાં કેટલાક અલગ ઢંગના મતવાલા વ્યસનીઓ પણ છે. જેમના વ્યસનની પ્રશંસા કરવી પડે. ભક્તિ વ્યસન, દેવદર્શનનું વ્યસન, ગુરુદેવની અમૃતવાણી શ્રવણ કરી ધાર્મિક ચર્ચા કરવાનું વ્યસન ધરાવતી વ્યક્તિઓ ખરેખર બડભાગી છે. આવા વ્યસન તેમની આત્મોન્નતિમાં ઉપકારક સહાયક સિદ્ધ થાય છે. પૂજ્યશ્રીજી જ્યારે જ્યપુરમાં રોકાઈધર્મની અમૃતવાણી વરસાવી રહ્યા હતા, ત્યારે કેટલાક જ્ઞાનપિપાસુ ભક્તો તેમની આત્મ કલ્યાણકારી દિવ્યવાણીનો રસાસ્વાદ માણવા આવતા હતા. એવા ભક્તોમાં શ્રી દીનદયાલ તિવારી પણ હતા. પ્રવચનના રસિયાશ્રી તિવારી સમયસર પૂજ્યશ્રીજીનું વ્યાખ્યાન સાંભળવા પહોંચી જતા. જેમ જેમ તેઓ પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનોસાંભળતા ગયા, તેમ તેમ તેમને પ્રવચન સાંભળવાનું વળગણ લાગતું ગયું. તિવારીજી પ્રવચન તો સાંભળતા જ પરંતુ ત્યારબાદનિરાંતની પળોમાં પૂજ્યશ્રીજી પાસે બેસી ધર્મ વિષયક અચૂક ચર્ચા પણ કરતા. ક્યારેક વિપરીત સંજોગોમાં જો તેઓ વ્યાખ્યાન સાંભળવાનું ચૂકી જતાં, તો પાછળથી પણ સમય કાઢી તેઓ અચૂકપણે પૂજ્યશ્રીજી પાસે પહોંચી જતા અને વ્યાખ્યાનનો સારાંશ સંભળાવવા તેમને વિનંતી કરતા. સરળ પ્રકૃતિના પૂજ્ય ગુરુદેવ પણ તિવારીજીની ભાવના જાણી તેમની સાથે પ્રેમથી ધર્મચર્ચાકરતા વ્યાખ્યાનનો સારાંશ પણ સંભળાવી દેતા. સરિતા વિના મૂલ્યે જગતના જીવોને પાણી આપતી હોય, સૂર્ય પણ લોકોને પ્રકાશ તથા ઉષ્મા આપતો હોય, વૃક્ષો છાયા દેતાં હોય, મીઠા મધુર ફળોને પ્રાણવાયુ આપતા હોય તો પછી પરમ ઉપકારી દયાળુ, વિશાળ હૃદયના સ્વામી પૂજ્ય ગુરુદેવ મુમુક્ષુ ભક્તને જ્ઞાનનો પ્રસાદન આપી શકે? સુંદર અસ્ખલિત તયુક્ત વાધારા તથા વાણીચાતુર્યથી કેટલાક લોકોને થોડો સમય પ્રભાવિત કરી રાજકારણીઓ, નેતાઓ તથા તથાકથિત સાધુસંતો મનવાંચ્છિત લાભ મેળવી લેતા હોય છે, પરંતુ પ્રાતઃ કાળના ઝાકળ જેવા આ પ્રકારના વાણી વિલાસનો પ્રભાવ પૂર્ણ થતાં લોકો છેતરાયાની લાગણી અનુભવતા, આવા નેતાઓ તથા કહેવાતા સંતોનો સાથ છોડી દેતા હોય છે. વાણી તો વરદાન સમાન હોવી જોઈએ. હૃદય સોંસરવી ઉતરી જાય, સૂતેલા જીવાત્માને જાગૃત કરી દે, મોહમાયાની લીલાના બંધનો કાપી નાખે તેવી ચોટદાર વાણી હોવી જોઈએ. જે વાણીમાંથી અવિરત ધર્મધ્યાનના નિર્ઝર વહેતા હોય, જેમાં સત્યપૂર્ણ આચાર વિચારની શુચિતા હોય... ઉરના ઉંડાણેથી પરમાર્થયુક્ત નવનીત જે વાણીમાંથી પ્રગટતું હોય એ વાણી, વક્તવ્ય, વચન અમૂલ્ય હોય છે અને આવા ઉપદેશ જ લોકોના જીવનમાં આમૂલ ક્રાંતિ લાવી દેતા હોય છે. પૂજ્યશ્રીજીની વાણીમાં આવી સચ્ચાઇ, નિર્મળતા તથા સત્વ રહેલાં હતાં અને એ વાણીના અલૌકિક પ્રભાવથી ઘણા જૈન-જૈનેતર ભક્તોના જીવનમાં પરિવર્તન આવ્યાં હતાં. વિ.સં.૧૯૭૭ના ચાતુર્માસમાં બિકાનેરનો એક લાખોપતિ સજ્જન બ્રાહ્મણ પરિવાર ૧૧૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીજીના પરિચયમાં આવ્યો. એ પરિવાર પરપૂજ્યશ્રીજીના વ્યક્તિત્વનો તથા ઉપદેશનો એવો તો પ્રભાવ પડ્યો, કે એમણે જીવનમાં દેવદર્શનનો નિયમ લીધો. સમગ્ર પરિવારે સપ્ત વ્યસનનો ત્યાગ કર્યા, ત્રણ વર્ષ સુધી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી. સાચા સંત મહાત્મા પારસમણિ જેવા હોય છે, જેમના સંસર્ગ માત્રથી, તેમની દિવ્ય પ્રતિભાથી લોકોના જીવન બદલાઈ જતા હોય છે. પૂજ્યશ્રીજી એવાજ પારસમણિ હતા. તેમના સંપર્કમાં આવેલા અનેક ભકતોનાકથીર સમાન જીવનમાં આત્માની સોનેરી ચમક આવી ગઈ હતી. નારદ મુનિના સંપર્કમાં ભીલ વાલિયો લૂંટારો આવ્યો અને તેમના સત્વપૂર્ણ ઉપદેશથી તેણે લૂંટફાટનો રસ્તો છોડ્યો. ધર્મધ્યાનના પંથે પ્રયાણ કરી અંતમાં તે વાલ્મીકિ ઋષિ બની ગયો. નવ્વાણું નવ્વાણું નિર્દોષ માનવીને રહેંસી તેમની આંગળીઓ કાપી તેની હાર બનાવી ધારણતા અંગુલિમાલને પરમાત્માગૌતમ બુદ્ધમળી ગયા. વૃક્ષની ડાળી તોડાવી તેની પાસે અને એ ડાળીને પુનઃ વૃક્ષ સાથે જોડી દેવાની વાત બુદ્ધ ભગવાને કરી. નાનકડો પ્રતીકાત્મક ઉપદેશ અપાયો અને હત્યારો અંગુલિમાલ ગૌતમ બુદ્ધના ચરણમાં પડી ગયો. કાળાંતરે એની પણ ઉદ્ધાર થઈ ગયો. સંત પુરુષોના વચનો પ્રભાવશાળી હોય છે. બૂજ બૂજ ચંડકૌશિયા!” આટલા જ શબ્દો કરુણાનિધિદેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના અંતરમાંથી નીકળ્યા અને ચંડકૌશિક નાગનો ઉદ્ધાર થઈ ગયો. “રાષ્ટ્રસેવક થઈઆમ વિદેશી સિગારેટનું ધુમ્રપાન કરવું તમારા માટે યોગ્ય છે?'કલિકાલકલ્પતરુ, તિમિર તારિણી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના મુખેથી નીકળેલા આ એક જ વચનથી પ્રભાવિત થયેલાં પંડિત મોતીલાલ નહેરૂએ ધુમ્રપાનનું વ્યસન છોડી દીધું હતું. પૂજ્ય ગુરુદેવની પ્રતાપી સામર્થશીલ સાધુતાના પ્રભાવથી પંજાબમાં ઘણાઈમાનદાર સૂફીવાદના ચાહક મુસ્લિમ બિરાદરો તેમના ભક્ત બન્યા હતા. ક્યારેક જળસંક્ટ કે દુષ્કાળના સમયે પૂજ્યશ્રીજીના પુનિત પગલાં થતાં એ વિસ્તારોના સંકટો દૂર થયાં હતાં. એટલે શ્રદ્ધાવાન મુસ્લિમો તેમને ઓલિયામાનીપૂજતા હતા. પૂજ્યશ્રીજી પ્રત્યે એમના દિલમાં અનન્ય અહોભાવ અને આદરની લાગણી રહેતી. સામાન્ય રીતે ધર્મચુસ્ત ગાગાતી મુસ્લિમ પ્રજા ભાગ્યે જ અન્ય ધર્મના સિદ્ધાંતોકે સાધુ સંતોની વાત સાંભળવા રાજી થતી હોય છે, પરંતુ પૂજ્યશ્રીજીના વ્યક્તિત્વમાં એવો પ્રભાવ હતો, એમની વાણીમાં એવી સચ્ચાઈ હતી કે પંજાબમાં ઘણા મુસ્લિમ બિરાદરો તેમના વ્યાખ્યાન સાંભળવા આવતા, તેમની સાથે જ્ઞાનચર્ચા કરતા તથા પૂજ્યશ્રીજીનાનગરપ્રવેશ ટાણે સરઘસમાં ઉલ્લાસભેર જોડાતા હતા. પૂજ્યશ્રીજીના આવા ઘણા નામી-અનામી મુસ્લિમ ભક્ત હતા. પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાન સાંભળી અહિંસાથી પ્રભાવિત થયેલા કેટલાક મુસલમાનોએ માંસાહારનો ત્યાગ કર્યો હતો. કેટલાક લોકોએ શિકારશરાબ જેવા સપ્તવ્યસનો છોડ્યા હતા. પૂજ્યશ્રીજી એક વારનારોવાલ પધાર્યા ત્યાં તેમનું સામૈયું થવાનું હતું. લોકોએ ઉત્સાહપૂર્વક ગામને ખૂબ શણગાર્યું હતું. રસ્તામાં આવતી એક મુસ્લિમની દુકાન પાસેથી પૂજ્ય ગુરુદેવ પસાર થતા હતા. ત્યાં તો એ મુસ્લિમ બિરાદર ઉત્સાહિત થતા દોડી આવ્યા અને તેમણે ખૂબ જ ભાવપૂર્વક વંદના કરી, પૂજ્યશ્રીજીનું ભાવભીનું યથોચિત સ્વાગત કર્યું. એટલું જ નહીં, - ૧૧૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીજીના આ ભક્ત પોતાના હૃદયની ઊર્મિ વ્યક્ત કરતું લાગણીસભર વાગત ગીત પાગ અહોભાવથી સંભળાવ્યું. પૂજ્યશ્રીજીએ એ ભક્તને આશીર્વાદ આપ્યા. હૃદયમાં જ્યારે પ્રેમ, સમર્પણ ભાવની જબરજસ્ત ભરતી ચઢે છે, ત્યારે એ લાગણી શબ્દરૂપે વહી ગીત બની જન્મ લે છે. પૂજયશ્રીજી પ્રત્યેનો અનુરાગ જ્યારે છલકાયો હશે ત્યારે જ એ મુસ્લિમ ભક્ત એવાગત ગીત રચ્યું હશે એમ સ્વાભાવિકપણે માની શકાય. પરમાત્મા શ્રી આદીશ્વર દાદાનાપૂર્ણ સમર્પિત ભક્ત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રીમદ્ માનતુંગ સૂરીશ્વરજી મ.સા.ના અંતરમાં જ્યારે પ્રેમ સમર્પણ ભાવની અમીવર્ષા થઈ, ત્યારે જ સુંદરસુંદર અદ્વિતીય શ્લોકો રચાયા અને ભક્તામર સ્તોત્રની અમરકૃતિનું સર્જન થયું! સાચા અર્થમાં જેમના તનમન તથા ચિત્ત પર વૈરાગ્ય અને આત્મકલ્યાણની શીતળ આફ્લાદક ચાંદનીની વર્ષા થઈ હોય, એવા સાધુ ભગવંતો નિજનાધર્મના સિદ્ધાંતોના પાલન સાથે અન્ય ધર્મ તથા સંપ્રદાયના સિદ્ધાંતોનો પણ ભાવપૂર્વક સમાદર કરતા હોય છે. ધર્મ સંપ્રદાયના વાડાવાડી, મતમતાંતરોથી આવા દિવ્યાત્માઓ સદાય નિર્લપ જ રહેતા હોય છે. પૂજ્ય ગુરુદેવ પણ એવા જ સમભાવ પ્રિય સાધુ ભગવંત હતા. જૈન દર્શનની સાથે સાથે સનાતન હિંદુધર્મ, શીખ ધર્મ તથા અન્ય ધર્મોનો તલસ્પર્શી અભ્યાસ તેમણે કર્યો હતો. એકવારપૂજ્યશ્રીજીને એક ગામમાં ગુરુદ્વારામાં રોકાવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. ત્યાંના શીખ ભાઈઓએ ખૂબ જ અહોભાવથી પૂજ્યશ્રીજીનું સ્વાગત કર્યું અને ધર્મવાણીનો લાભદેવા વિનંતીરી. પૂજ્યશ્રીજીએ પણ શીખધર્મના ગુરુનાનકતથા તેમના અન્ય શિષ્યોના જીવનકવન, સિદ્ધાંતો તથા આત્મકલ્યાણની બાબતો અંગે હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. ઉપસ્થિત શીખ ભક્તો પ્રસન્ન થઈગયા. ઉત્સુકતા જાગી જૈન ધર્મ વિશે. તેમણે ગુરુદેવને જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવવા નમ્ર વિનંતિ કરી. પૂજ્યશ્રીજીએ પ્રેમપૂર્વક સરળતાથી જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવ્યા. જ્ઞાનપિપાસુ ભક્તોનાં હદય અહોભાવથી છલકાઈ ગયાં. યુગોથી માનવીની ઝંખના રહીછે સત્ય પ્રાપ્તિની, પરમાત્માને સમજવાની. એટલે જ્યારે જ્યારે શ્રદ્ધાળુ આત્માઓને, સરળ ભક્તોને પૂજ્ય ગુરુદેવ જેવા પ્રતિભાવાન સાધુ સંત મળે છે, ત્યારે ત્યારે તેઓ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે આવા મહાપુરુષો સાથે સત્સંગ કરવાની તક ગુમાવતા નથી. વિ. સં. ૧૯૫૫માં રાયકોટના ભાઈઓ પૂજ્યશ્રીજીને પતિયાળામાં મળ્યા અને તેમને રાયકોટ પધારવા વિનંતિ કરી. રાયકોટના ભાઈઓએ કહ્યું, “પૂજ્ય ગુરુદેવ! આ વિનંતી માત્ર અમારી જ છે એવું નથી, પરંતુ એમાં તો સનાતની, આર્યસમાજી, શીખતથા મુસ્લિમ બિરાદરોની પણ ભાવભરી વિનવણી છે. જુઓ! આ અઢીસો સહીઓવાળો નગરજનોનો “વિજ્ઞપ્તિ પત્ર!” પૂજ્યશ્રીજી ભક્તોની ભાવના સામે ઝૂકી ગયા. વિનંતિ માન્ય રાખી. ખરેખર પૂજ્યશ્રીજીની લોકપ્રિયતા જૈન જૈનેતરભક્તોમાં અદ્વિતીય હતી. આવી લોકપ્રિયતા પાછળ પૂજ્યશ્રીજીના શુદરમ્યફ ચારિત્ર્ય, સમ્યક દર્શન તથા સમ્યક જ્ઞાન જવાબદાર હતાં. એમની સરળ સાત્વિક હૃદયસ્પર્શી જ્ઞાનસભર વાણી સૌને પ્રભાવિત કરતી હતી. વિહાર કરતા કરતા એક વાર પૂજ્યશ્રીજી નાભા ગામમાં પધાર્યા. ત્યાંના રાજા ૧૧૬) Page #144 -------------------------------------------------------------------------- ________________ હીરસિંહજીના ખાસ નિમંત્રણને માન આપી પૂજ્ય ગુરુદેવ તેમના દરબારમાં પધાર્યા. ત્યાં રસપ્રદ ધર્મચર્ચા થઈ. પૂજ્યશ્રીજીએ જેન ધર્મના અહિંસાના સિદ્ધાંતને ઉડાગથી રાજાને સમજાવ્યો. નાબાના રાજા પ્રભાવિત થયા. તે સમયે રાજાના પરમ મિત્ર લાલાજીવારામ અગ્રવાલ પારણ સભામાં ઉપસ્થિત હતા. તેઓ વૈષગવ પંથી હતા અને જ્ઞાનપિપાસુ પાગ હતા. પૂજ્ય ગુરુદેવની જ્ઞાનચર્ચાથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. લાલાજી તો પૂજ્યશ્રીજીના વ્યાખ્યાન નિયમિત સાંભળવા જવા લાગ્યા. સમયાંતરે તેઓ પૂજ્યશ્રીજીના આત્મીય ભકત થઈ ગયા. સંવત ૧૯૬૧નો ૧૯મો ચાતુર્માસ જીરામાં થયો. સમગ્ર ચાતુર્માસ દરમ્યાન વિવિધ આરાધના સાથે પૂજ્યશ્રીજીની પ્રભાવક વ્યાખ્યાનમાળા ચાલી. ઘણા જૈન જૈનેતર ભક્તોએ તેમની ધર્મવાણીનો લાભ લીધો. જીરામાં જ ફારસીના વિદ્વાન અધ્યાપકમાઘરામજી રહેતા હતા. તેઓ તત્વજ્ઞાનના શોખીન હતા. લોકો તેમને પ્રેમથી ખલીફાજી' કહી બોલાવતા. માળીરામજી તો પૂજ્યશ્રીજીના વ્યાખ્યાન સાંભળી એટલા ખુશ થઈ ગયાકે તેમાગે તો પૂજ્ય ગુરુદેવ પર એક સુંદર પ્રશસ્તિગીત લખી નાખ્યું. આ ગીતમાં તેમણે પૂજ્યશ્રીજીને અદ્વિતીય ગુણોના ભંડારી, ભક્તોના તારણહાર, પરમ ઉપકારી ગુરુદેવ તરીકે ઓળખાવ્યા હતા. વિ. સં. ૧૯૯૯ના પટ્ટીના ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીજીની ૭૩મી જન્મજયંતિની શાનદાર ઉજવણી થઈ. આ પ્રસંગે ગુજરાવાલા નિવાસી બાબુ ગૌરીશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાઈ એકદમનાસ્તિક થઈગયા હતા. પૂજ્ય ગુરુદેવના અગાધ જ્ઞાનની કીર્તિ સાંભળી તેઓ પોતાના પ્રશ્નોના સમાધાન ખાતર તેમના એક જૈન મિત્રના આગ્રહથી પટ્ટી આવ્યા હતા. સાનુકૂળ સમયે તે ભાઈપૂજ્યશ્રીજીને મળ્યા. ધર્મ વિષયક પરમાત્મા સંબંધી ચર્ચા થઈ. પૂજ્ય ગુરુદેવે શાંતિથી તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું. ગૌરીશંકરનું હૃદય પરિવર્તન થયું. તેમની નાસ્તિકતા નષ્ટ થઈ અને તેઓ ધર્મ, દેવગુરુ પ્રત્યે શ્રદ્ધાવાન થયા. પૂજ્યશ્રીજીના પરમ ભક્ત થઈ ગયા. પરમાત્માના ખારા વિવિધ ધર્મસંપ્રદાયનાનાસ્તિક, તકવાદી, આસ્તિક, જ્ઞાનપિપાસુ, શિક્ષિત, નિરક્ષર, અમીર-ગરીબ, નરરત્નો જ્યારે પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યમાં આવ્યા, ત્યારે તપોમૂર્તિ કર્મયોગી જ્ઞાની-ધ્યાની પૂજ્યશ્રીજીએ એ તમામ જીવાત્માઓ પ્રત્યે કરુણાભાવ, મૈત્રીભાવ કેળવી તેમના અંતરનાં અંધારા ઉલેચી, તેમના દિલમાં ધર્મના, જ્ઞાનના પ્રભુભક્તિના દીપક જલાવી સૌને આત્મખોજના પંથે વાળ્યા હતા. સંસારમાં જ્યારે જ્યારે પૂજ્ય ગુરુદેવ જેવી વિરલ વ્યક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે ત્યારે માનવજીવનમાં આત્મ કલ્યાણની વસંત પાંગરે છે, પરમાત્માની ભક્તિના મધુર સ્વરો ગુંજી ઉઠે છે. આહલાદક શીતળતાથી અનેક માનવના આત્મા શીતળતા પામે છે. ખરેખર પરમ ઉપકારી પંજાબ કેસરી પૂજ્યાચાર્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજસાહેબના જીવનકાળમાં જેનોની સાથે સાથે અનેક જૈનેતર ભકતોનાં કલ્યાગ થયાં છે. આવા ગુરુદેવ સૌના માટે સદાય આદરણીય રહેશે. એમની જીવનશૈલી અનેક લોકોને યુગો સુધી અદ્યાત્મજીવનની પ્રેરણા આપતી રહેશે. Page #145 -------------------------------------------------------------------------- ________________ એકતા6) અબરા ઉપાસક સંપ ત્યાં જંપ અર્થાતુ માં વૈચારિક મતભેદો નથી જ્યાં એકતા છે ત્યાં શાંતિ છે. વિચારિક ભિન્નતા, ઈર્ષાભાવ, માન્યતાઓની જડતા અને વ્યક્તિઓનો સ્વાર્થ તથા અહંકાર પરિવાર સમાજ, સંપ્રદાય તથા રાષ્ટ્રમાં વિવાદોના વમળ ઉપસ્થિત કરી, પોતાના મત તથા અભિપ્રાયને જસ તથા સર્વગ્રાહી બનાવવાની વૃત્તિઆંતરિક વિખવાદ, ફાટ, મનદુઃખ તથાકજિયાકલહકંકાસને જન્મ આપે છે. પરિણામે રાષ્ટ્ર, ધ, સમાજપરિવાર અને તેના એકમરૂપી વ્યક્તિ નિર્બળ નિર્માલ્ય બનતા સૌનો વિનિપાત, વિનાશ થાય છે. પૂજ્ય ગુરુદેવ આ વાત જાણતા હતા. પૂજ્ય આત્મારામજી મ.સા. એટલે આપણા ચારિત્રનાયકના ગુરુદેવના સમયથી જૈન સમાજમાં વાદ-વિવાદ તથા કુસંપના બીજ વવાયેલાં હતાં. આ આત્મઘાતી પ્રવૃત્તિને રોકવા પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબે આજીવન પ્રયાસર્યા હતા અને તેમના પટ્ટધર પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે પાગ જૈન સમાજની એકતાસારુ જીવનભર સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. ભારતનો અંતિમ બે હજાર વર્ષનો સમયગાળો રાજકીય દ્રષ્ટિએ એકતાના અભાવના દર્શન કરાવે છે. આંતરિક કલહ, ખટરાગના પરિણામે ભારતીય રાજાઓ શક, હુણ, મોગલ અંગ્રેજો જેવા વિદેશી આતંકવાદી શોષણખોર લૂંટારાઓના હાથે પરાસ્ત થતા રહ્યા. તેમના આંતરિકસંપના કારણે વિદેશીઓ આ દેશની સંપત્તિ લૂંટી ગયા. આમજનતા પર અત્યાચારો થયા, સ્ત્રીઓ બાળકોને ગુલામ બનાવી પોતાના દેશમાં લઈ ગયા. ભારત પર એ લોકોએ સિતમ ગુજાર્યા. સંસ્કૃતિનો નાશ કરવા પ્રયાસ કર્યા. મંદિરો તથા ધાર્મિક સ્થાનોનો નાશ કર્યો. આખરે ભારત ગુલામીની જંજીરોમાં જકડાઈ ગયું. કારણ? એકતાનો અભાવ હતો. મહાભારતના સમયમાં પાગ કરવો, પાંડવો અંદરો અંદરલડીમર્યા. કારાગ ? ભાઈઓ ભાઈઓ વચ્ચે એકતાનો અભાવ અને વેર-ઝેર,ઈર્ષાવૃત્તિ.શ્રીકૃષ્ણના યાદવવંશનો નાશ થયો, કારણ? આંતરિક સંઘર્ષ અને એકતાનો અભાવ. એકતાના અભાવે ઘણી સંસ્કૃતિઓ તથા સામ્રાજ્યોનાનાશ થયાના અનેક ઉદાહરણો ઈતિહાસમાં જોવા મળે છે. - સમાન વિચારધારાઓના સમન્વયથી એકતા જન્મે છે. સમાન હેતુઓથી એકતા જન્મે છે. બાંધછોડ, જતું કરવાની ભાવના, વિશાળ દિલની ઉદારતા, નાની બાબતોમાં ઉપેક્ષાવૃત્તિ સેવવાથી એકતા જળવાય છે. પૂજ્યશ્રીજીએ પોતાના જીવનમાં આ વસ્તુઓને જાગી હતી. સમયની માંગ એવી હતી કે માત્ર ધર્મવેત્તા તરીકેની ભૂમિકા ભજવવાથી જૈન શાસનનું સર્વરીત સમગ્ર ઉત્થાન સંભવ નહોતું કારણકે ધર્મનું અસ્તિત્વ આખરે તેને માનનારા, તેને અનુસરનારા વ્યક્તિ સમુદાય પર નિર્ભર રહે છે. જ્યારે સમગ્ર સમાજમાં ઠેર ઠેર વિખવાદો હોય, આંતરિક ઘર્ષણ હોય ત્યારે શ્રેષ્ઠ ધર્મ પણ સલામત રહી શકે નહીં. એટલે પૂજ્ય ગુરુદેવે ધર્મ પ્રભાવનાની સાથે સાથે સામાજિક એકતાનું અભિયાન પણ ચલાવ્યું. ભિન્ન ભિન્ન પ્રાંતોમાં, શહેરોમાં, અંતરિયાળ ગામડાઓમાં વિચરણ કરતા કરતા પૂજ્ય ગુરુદેવ સંનિષ્ઠ પ્રયાસો કરી વિવિધ સંઘોમાં પ્રવર્તતામતભેદો દૂર કરવા લોકોને સમજાવ્યા. અલગ અલગ ફિરકાઓમાં વહેંચાયેલા જૈન શ્રાવકોને એકતાના સૂત્રથી બાંધવા પ્રયત્ન કર્યા. ૧૧૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ Page #147 -------------------------------------------------------------------------- ________________ Page #148 -------------------------------------------------------------------------- ________________ કારણકે સંપ એકતા વિના સમાજની પ્રગતિ સંભવનહોતી. અને નિર્બળ સમાજકદાપિ ધર્મપાલનમાં સ્થિર થઈ શકે નહીં પૂજ્ય ગુરુદેવ ઉદાર દિલના ઉમદા પ્રકૃતિના મહાપુરુષ હતા. જેન ફિરકાના સાધુ ભગવંતોમાં પણ એકતાની સ્થાપના થાય તે માટે પોતે ગમે તે બલિદાન આપવા તૈયાર હતા. સામાજિક તથા સાધુ સમુદાયની એકતા માટે તેમણે પોતાની આચાર્યપદવીન્યાગવાની પણ સહર્ષ તૈયારી બતાવી હતી. આવી ઉચ્ચ હેતુપૂર્તિ માટે અન્ય ફિરકાના સાધુ ભગવંતને સ્વયં વંદનારવા પણ તૈયાર થઈગયા હતા. તેમણે સાધુ ભગવંતોની એકતા સારુ સંમેલનો બોલાવીને સમગ્ર સાધુ સમુદાયમાં એક જ આચાર્ય રહે એવો પ્રસ્તાવ પણમૂક્યો હતો. પૂજ્ય ગુરુદેવની આ દૂરંદેશિતા હતી. જો સઘળા સાધુ ભગવંતો વચ્ચે સંપ તથા ઐક્ય સ્થપાય તો તેમના સઘળા અનુયાથી શ્રાવકો વચ્ચેની ભેદની દીવાલો તૂટી જાય અને માત્ર નારા ગજવવા પૂરતી જ હમ સબમહાવીર કીસંતાન હૈ' એ સૂત્ર સાચા અર્થમાં અર્થપૂર્ણ, સાર્થક થઈશકે. પૂજ્ય ગુરુદેવનો ધાર્મિક અભિગમ પણ વિધેયાત્મક હતો. હિન્દુ, શીખ, ઈસાઈ, ઈસ્લામ જેવા જગતના તમામ અન્ય ધર્મો પ્રત્યે તેમના અંતરમાં સમાદરસમભાવ હતો. આ વાતની પુષ્ટિ તેમના વિવિધ ધર્મના જૈનેતર ભક્તોનાં પૂજ્ય ગુરુદેવ પ્રત્યેના અહોભાવ તથા ચાહના કરી જાય છે. પૂજ્ય ગુરુદેવ ઈચ્છતા હતા કે સર્વ ધર્મના લોકો અરસ પરસ સંપ, એકતા તથા ભાઈચારાનીલાનાણીથી રહે. તેમણે પોતાના જાહેર પ્રવચનોમાં આવી સમભાવ કેળવવા સારુ ઘણીવાર લોકોને સમજાવ્યા હતા. - સર્વ ધર્મમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ, ભાઈચારો ઈમાનદારી, પ્રેમ, સદ્ભાવ,દયા, મૈત્રી, કરુણા, સમભાવ જેવા સિદ્ધાંતો જુદી જુદી રીતે ઉલ્લેખ મ્યા છે. મનુષ્ય માત્રનું ભૌતિક રીતે તથા આધ્યાત્મિક રીતે કલ્યાણ થાય અને આ પૃથ્વી સ્વર્ગ સમાન બની જાય એવી એકતા, સંપ, જગતના સઘળા મનુષ્યો વચ્ચે સ્થપાય એવી વૈશ્વિક એકતાની ભાવના પૂજ્ય ગુરુદેવસેવતા હતા અને એમના ચિંતન પ્રમાણે અહિંસા, અપરિગ્રહ તથા સત્ય જેવા સિદ્ધાંતોને વરેલા જૈન ધર્મમાં વિશેષ સંભાવના હતી કે એ વિશ્વધર્મ તરીકે સર્વગ્રાહી થઈ શકે. જગતમાં મનુષ્યનો વ્યક્તિગત પરિવાર જો બીજ છે, તો સમગ્ર વિશ્વ જનસમુદાય એ એ પૂર્ણ વિકસિત વટવૃક્ષ છે. બીજથી લગાવી થડ, ડાળીઓ, પાંદડા, કૂંપળ સુધી કયાંય કુસંપ, કલહ, વિખવાદ, ખટરાગ, ઈર્ષા, અહંકાર કે હુંસાતુંસી ન રહે અને સઘળે સંપ એકતા ભાઈચારાનો પ્રકાશ ઝળહળતો રહે એવી સંભાવના પૂજ્ય ગુરુદેવ સેવતા હતા. પરિવારની એકતાથી સમાજની એકતા બળવાન થાય છે, સમાજથી રાષ્ટ્રની એકતા બળવાન થાય છે અને રાષ્ટ્રોની એકતાથી સમગ્ર જનસમુદાય નિર્ભયસુખી થઈ શકે છે. આવા સુલેહભર્યા, શાંતિભર્યા વાતાવરણમાં ધર્મપાલન સહજ સરળ આનંદદાયી બની શકે છે અને સઘળાની ભૌતિક તથા આધ્યાત્મિક ઉન્નતિ થતાં મનુષ્યભવની સાર્થકતા સધાય છે. ‘ચાહો બધાં પરસ્પર સાહો બધા પરસ્પર..” એ પૂજ્ય ગુરુદેવની અખંડ અભિલાષા હતી. મનુષનો કર્મ કરવા પર અધિકાર છે. ફળ પ્રાપ્તિ તેના હાથમાં નથી. પૂજ્ય ગુરુદેવે એકતા સ્થાપવા જે પ્રયાસો કર્યા છે એનાથી ઘણાં સારાં પરિણામ પ્રાપ્ત થયાં છે. આજે જૈન -૧૧૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ સમાજની તથા જૈન ધર્મની જે પ્રગતિ થઈ છે, એની પાછળ પૂજ્ય ગુરુદેવનો સિંહફાળો રહેલો છે. એકતા સંબંધી એમના સંનિષ્ઠ પ્રયાસોને એમના જીવનની કેટલીક ઘટનાઓના સંદર્ભથી સમજવા પ્રયાસ કરીએ. વિ.સં. ૧૯૫૮ ના ગાળામાં પૂજ્ય ગુરુદેવ પંજાબમાં વિચરણ કરતા હતા. અહીંયા બે ત્રણ વર્ષ દરમ્યાન તેમણે કેટલાક મહત્વના કાર્યો કરાવી સામાજિક એકતાને મજબૂત કરવા પ્રયાસ કર્યા હતા. એ કાર્યો પૈકી તેમણે હોશિયારપુરના સરકારી ગેઝેટિયરમાં અજાણતાં જ ઓસવાલ જાતિની શુદ્રમાં ગણતરી થઈ હતી, એ ભૂલ સુધરાવી ઓસવાલોની ગરિમાનું જતન કરાવ્યું. તે જ વર્ષમાં મુંબઈ ખાતે શ્વેતાંબર જૈનોની સભા મળવાની હતી. પૂજ્ય ગુરુદેવે એકતા અને સંપ વધારવાના હેતુથી એ સભામાં ભાગ લેવા પંજાબના શ્રાવકોને પ્રેરણા આપી. ત્યારથી પંજાબના પ્રતિનિધિને પ્રતિ વર્ષ મોકલવાની પ્રથા શરૂ થઈ. - પૂજ્ય ગુરુદેવનું ચૌદમું ચોમાસું સંવત ૧૯૫૬ માં હોશિયારપુર મુકામે થયું હતું. તે સમયે પંજાબના સઘળા શ્રીસંઘો તેમને આચાર્યપદવી ગ્રહણ કરવા આગ્રહ કરવા લાગ્યા. બધા ભાવિકોનો સૂર હતો... ‘અમે તો સ્વર્ગીય ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવા માગીએ છીએ. અંતકાળે અમે તેમને પૂછેલું કે “ગુરુદેવ! આપ અમને કોના ભરોસે છોડી જાઓ છો?' ત્યારે તેમણે જણાવ્યું હતું ‘તમે ચિંતા કેમ કરો છો? હું તમને વલ્લભના ભરોસે છોડી જાઉં છું તે મારી ખોટ પૂરી કરશે!” ત્યારે પૂજ્ય ગુરુદેવે કહ્યું, “એ મહાન હતા. એમની આજ્ઞાનું પાલન કરવામાં હુંકદાપિ પીછેહટ નહીં કરું. પરંતુ એતો દીપ્તિમાન ભાસ્કર હતા, હું તો ટમટમતા દીપકસમાન છું. હા, સૂર્યની ગેરહાજરીમાં જેમ નાનકડો દીવડો થોડોક પ્રકાશ રેલાવી શકે, ઉપયોગી થઈ શકે, તેમ હું પણ આપને ધર્મકાર્યમાં યથાશક્તિ જોતરવાનું કામ કરી લઉં છું. પરંતુ પૂજ્ય ગુરુદેવની ગાદી પર બેસવાની મારી યોગ્યતા નથી. પૂજ્ય ગુરુદેવના અન્ય કેટલાય શિષ્યો છે, જે દીક્ષા પર્યાયમાં મારાથી મોટા છે, એમાંથી કોઈની પસંદગી તમે કરો એન્યાય સંગત વાત છે... છતાં તમારો અતિ આગ્રહ હોય તો તમામ મુનિરાજોની સંમતિ પ્રાપ્ત કરી, એ બધાની સંમતિ મળ્યા પછી હું આગળ વિચારીશ.” પૂજ્યશ્રીજીએ ખૂબીથી સૌને સમજાવી વાત ટાળી દીધી.. તે સમયે ઉપસ્થિત બાબા ગંગારામજી બોલ્યા, હું મારવાડતથા ગુજરાત જઈલગભગ બધા જસાધુઓની સંમતિ લઈ આવ્યો છું. બધાએ પ્રસન્નતાથી આપને આચાર્યપદવી આપવા હા ભણી છે, પરંતુ શ્રી કાંતિવિજયજી મહારાજે બીજી વાત કરી છે. તેમનું મંતવ્ય છે કે શ્રી વલ્લભવિજયજ આચાર્યપદ માટે સર્વથા યોગ્ય છે. તેઓ અદ્વિતીય ગુરુભક્ત, વિદ્વાન પ્રભાવી વકતા છે, છતાં એમને આ પદ એનાયત થાય એમાં મારી સંમતિ નથી. ધારો કે તેમને આચાર્ય પદવી આપીએ અને એક બે સાધુઓ પણ જો તેમનો વિરોધ કરે તો પરિણામ શું આવશે? આંતરિક વિખવાદના કારણે ગુરુદેવના સમુદાયના બે ભાગલો થઈ જશે અને એ વાત મને મંજૂર નથી. મને વિશ્વાસ છે કે શ્રી વલ્લભવિજ્યજી પણ આ વાત જાણતા હશે, કારણ કે હું એમની શારજનભક્તિથી પરિચિત છું, એટલે મારી ભાવના છે કે મુનિશ્રી કમલવિજયજી મહારાજને ૧૨૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદવી આપવામાં આવે. તે દીક્ષાપર્યાયમાં મોટા છે, સારા જાણકાર છે અને વર્ષોવૃદ્ધ પણ છે.'' આવી પરિસ્થિતિમાં આપણા ચારિત્ર્ય નાયકે આચાર્ય પદવી સ્વીકારવાની ના પાડી દીધી. તેઓ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું. ‘પૂજ્ય ગુરુદેવ આત્મારામજી મ.સા.નાસમુદાયની એકતાની જાળવણી જ આપણું પરમ કર્તવ્ય છે. જે પદના કારણે સમુદાયમાં વિખવાદ જન્મે, એ પદની મારી કોઇ જરૂર નથી. રખે માનતા કે મારા આચાર્ય ન બનવાનો કારણે હું તમારા ધાર્મિક કાર્યોમાં મદદ નહીંકરું. તમારા દિલમાં એવી શંકા હોય તો એને તિલાંજલિ આપી દેશો.’’ આમ આપણા ચારિત્ર્ય નાયકે યોગ્યતા હોવા છતાં તથા મોટાભાગના લોકોની સંમતિ હોવા છતાં, સાધુ સમુદાયમાં એકતા જળવાઈ રહે તે હેતુથી આચાર્યપદવી સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી. એટલું જ નહીં તેમણે પંજાબના સૌ ભક્તોને પણ આ બાબત માટે રાજી કર્યા અને મુનિરાજ શ્રી કમલવિજયજી મહારાજને આચાર્ય પદવીં આપવાના સંમતિપત્ર પર પહેલાં હસ્તાક્ષર પણ પૂજ્ય ગુરુદેવે જ કર્યા. આમ એકતા માટે તેમણે પહેલ કરી બતાવી. வ વિ.સં. ૧૯૬૫ ના જયેષ્ઠ માસમાં પૂજ્ય ગુરુદેવ આબુની યાત્રાકરી જ્યારે પાલનપુર પધાર્યા, ત્યારે તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે સમયે પાલનપુરનો જૈન સમાજ બે ભિન્ન ભિન્ન જૂથમાં વિભાજીત થયેલો હતો. આપણા ચારિત્ર્યનાયકના ઉપદેશથી પ્રભાવિત થયેલા બધા શ્રાવકોએ તેમની આર્મેવાની નીચે, તેમના નિર્ણય પ્રમાણે એકતા સાધવાનીતૈયારી બતાવી. પૂજ્ય ગુરુદેવની સમજાવટ તથા દરમ્યાનગીરીથી પાલનપુરનો વિભાજીત જૈન સમાજ એકતાના સૂત્રથી જોડાઈ ગયો. જેઠ સુદ અષ્ટમીના ગુરુવારના દિવસે પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજસાહેબની પુણ્યતિથિના અવસર પર પાલનપુરના જૈન સમાજે પૂજ્યશ્રીજીના નિર્ણય પ્રમાણે આંતરિક ભેદભાવ દૂર કરી, એકતા સ્થાપી અને બમણા ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. પાલનપુરમાં જ ત્યારે ગોદડ શાહ નામના શ્રાવક અને શ્રીસંઘ વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. ગોદડ શાહનું મકાન ધર્મશાળા પાસે હતું. શ્રીસંઘે તેમને એ મકાન ધર્મના કામ માટે યોગ્ય વળતર લઈ આપવા વિનંતીઓ કરી હતી. સમજાવ્યા પણ ખૂબ, પરંતુ એ ભાઈમાનતા નહોતા. વાત ન્યાયાલય સુધી પહોંચી હતી. એ ભાઈએ પૂજ્ય ગુરુદેવ જો પાલનપુરમાં ચાતુર્માસ કરે તો પોતાનું મકાન આપી દેવાની તૈયારી દર્શાવી. આ વાત વિસ્મયજનક હતી. પૂજ્ય ગુરુદેવે પાલનપુરના ચાતુર્માસ કરવાનો નિર્ણય લઈ લીધો. એટલે ગોદડ શાહ તથા અન્ય શ્રાવો વચ્ચેના મનદુઃખનો સુખદ અંત આવ્યો. સૌના હૈયાં હરખથી નાચી ઊઠયા. પૂજ્ય ગુરુદેવના ચાતુર્માસના કારણે તથા તેમની ઉપસ્થિતિના કારણે પાલનપુર જૈન સમાજની એકતામાં મજબૂતી આવી. વારંવારની વિનંતીને માન આપી પૂજ્ય ગુરુદેવે વિ. સં. ૧૯૭૮માં મુંબઈમાં ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસ દરમ્યાન તેમણે આધુનિક વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી ધાર્મિક શિક્ષણ દ્વારા જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાની વાત પર ભાર મૂક્યો. તેમણે ભારતીય સંસ્કૃતિની જાળવણીની વાત કરી. ધર્મોત્થાન તથા સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વચ્ચે મુંબઇનો ચાતુર્માસ પરિપૂર્ણ થયો. ભાવિકોના આગ્રહ ઉત્સાહ તથા કંઈક કરી છૂટવાની તૈયારી જોઇ પૂજ્યશ્રીજીએ મુંબઇમાં ૧૨૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ જ બીજો ચાતુર્માસક્રવાની અનુમતિ આપી દીધી. આચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીજીની પ્રેરણા તથા પ્રયાસોથી મુંબઇમાં એક ધાર્મિક સંસ્થાની સ્થાપનાની યોજના ઘડાઈ ગઈ. આ નવીન સંસ્થાને પૂજ્ય આત્મારામજી મ.સા.ના નામ સાથે જોડવાની વાત થઈ. કેટલાક ભક્તોએ આપણાચાત્રિનાયકનું નામ સંસ્થા સાથે જોડવાની વાત કરી. આમ સંસ્થા સાથે કોનું નામ જોડવું તેના પર ચર્ચા ચાલી, ત્યારે પૂજ્યશ્રીજી બોલ્યા... આ સંસ્થાની સાથે મારું નામ જોડવાની રજા હું કોઈપણ સંજોગોમાં આપીશ નહીં. હા, ગુરુદેવનું નામ સાંકળવા સામે મારો વિરોધ નથી. ખરેખર તો એમના નામથી કોઈ સંસ્થા શરુ થાય એ મારા માટે આનંદની વાત છે. છતાં પાગ હું સ્પષ્ટપણે જણાવવા ઈચ્છું છું કે આ સંસ્થા સાથે અમુક વિશેષ વ્યક્તિનું નામ જોડાતા એ સંસ્થા સીમિત થઈ જશે, કાળાંતરે એક પક્ષની થઈ જતાં અંતમાં તે બંધ થઈ જશે. એટલે આ સંસ્થા ભવિષ્યમાં પ્રગતિ કરે એ દિશામાં આપણે વિચારવું જોઈએ. એટલે આ સંસ્થાનું નામ એવું પસંદ કરો કે જેથી તેને સઘળાનું સમર્થન પ્રાપ્ત થાય!' પૂજ્ય ગુરુદેવની અમૂલ્ય વાત સૌના ગળે ઉતરી ગઈ અને એ રીતે સંસ્થાનું નામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય” રાખવામાં આવ્યું. આજે પણ આ સંસ્થા મુંબઇમાં સારી રીતે કાર્ય કરી રહી છે. અલગ અલગ ફિરકાના શ્રાવકો તથા ભિન્ન ભિન્નસંઘાડાના સાધુ ભગવંતોની વચ્ચે વૈચારિક મતભેદગમે તેટલા હોય, પરંતુ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના નામ સામે કદી પણ કોઈ વ્યક્તિ વિરોધ કરી શકે નહીં એ સ્વાભાવિક વાત છે અને સંસ્થાને આવું નામ આપવાથી સૌની લાગણી એના પ્રતિ કેળવાય એટલે કયાંય વિરોધ ન જન્મે. આમ પૂજ્ય ગુરુદેવે દીર્ઘદ્રષ્ટિ કેળવી એકતાનો ખયાલ કરી આ સંસ્થા શરૂ કરાવી હતી, જેનો લાભ સમગ્ર જૈન સમાજને ખૂબ મળ્યો છે અને મળતો રહેશે. મુંબઈથી સુરત પધારેલા પૂજ્ય ગુરુદેવનું આગામી ચોમાસું સુરત ખાતે નક્કી થઈ ગયું હતું. ચોમાસું શરૂ થવાને વાર હતી એટલે તેમણે આસપાસના વિસ્તારમાં ભ્રમણ શરુ કર્યું. નવસારી પાસે આવેલા અષ્ટગામ ખાતે પૂજ્ય ગુરુદેવ પધાર્યા. અહીંયા બાજુના સિસોદરા ગામના લોકોના કારણે સંઘમાં મતભેદ હતા. પૂજ્યશ્રીએ દરમ્યાનગીરી કરી સૌને સમજાવ્યા અને સૌએકતાના સૂત્રથી જોડાઈ ગયા. લોકોનો ઉત્સાહપાણ વધ્યો હતો. અહીંયા જસાધર્મિક વાત્સલ્યનો રિવાજ પણ ફરી શરૂ કરાવ્યો. અષ્ટ ગામમાં જિનાલય નહોતું. પૂજ્ય ગુરુદેવના ઉપદેશ તથા પ્રેરણા પામીત્યાંના શ્રાવકોએ નવીન જિનાલય બાંધવાનો સંકલ્પ કર્યો. અટગામમાં જે ધાર્મિક કાર્યો થયાં એમાં હકીકતમાં તો પૂજ્ય ગુરુદેવ દ્વારા સ્થાપિત કરાયેલી એકતાનો સિંહફાળો હતો એમ સ્વાભાવિક રીતે લાવ્યા સિવાય રહેતું નથી. કુસંપથી ઘેરાયેલા લોકો ઈર્ષા, વેરભાવના કારણે ભાગ્યે જ રચનાત્મક સામાજિક કે ધાર્મિક કાર્યો કરી શકે. પૂજ્ય ગુરુદેવ જ્યાં જ્યાં પણ આવી વિખવાદની પરિસ્થિતિ જોતાં, ત્યાં ત્યાં લોકોને સમજાવી તેમના ખટરાગ દૂરકરાવી સમાજમાં એકતા સ્થાપિત કરાવતા હતા. મુંબઈના ચાતુર્માસ દરમ્યાન એક વિવાદાસ્પદ ઘટના બની. એ ચાતુર્માસમાં બે (૧૨) Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાદ્રપદના મહિના આવતા હતા. ખરતરગચ્છ તથા અચલગચ્છના અનુયાયીઓને આ બાબતમાં વિવાદથી પ્રેરાઈ ચોપાનિયાં પણ છપાવી દીધાં. મુંબઈના શ્રાવકોએ પૂજ્ય ગુરુદેવને આ બાબતમાં ખરતરગચ્છ તથા અચલગચ્છના સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કરવા આગ્રહ કર્યો. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે શાસ્ત્રાર્થ ન કરવાની સલાહ આપી. પૂજ્ય ગુરુદેવે આજ્ઞા શિરોમાન્ય કરી. ઉપરોક્ત પ્રસંગને અનુલક્ષીને પૂજ્ય ગુરુદેવે શ્રાવકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરવા જણાવ્યું .... આધુનિક સમયમાં વિશ્વમાં ઈસાઈ, મુસ્લિમ, પારસી, બૌધ્ધ તથા હિંન્દુ જેવી પ્રજાઓએકતા સાધી સમગ્ર મનુષ્ય જાતિનાં પરમ કલ્યાણની યોજનાઓ ઘડવા લાગી છે. માનવ માનવ વચ્ચેના ભેદ મિટાવી સૌ એકતાના સેતુ બાંધી રહ્યા છે... ત્યારે કમનસીબી તો જુઓ કે જૈન ભાઈઓ કૂપમંડૂકતા કેળવી નાના નાના કારણોસર આંતરિક વિખવાદને જન્મ આપી રહ્યા છે..... ! વેરઝેરના બીજવાવી, એકતા અને સંપનો નાશ કરી સ્વયંના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યા છે... જો ખરતરગચ્છ અને અચલગચ્છના અગ્રણીઓ મળીને વિચાર વિમર્શ કરે તથા આવિષયમાં શાંતિપૂર્વક | નિર્ણય લેવાનો નિશ્ચય કરે તો હું આ બાબતમાં રસ લેવા તૈયાર છું.”પરંતુ એ લોકોએ વાત સ્વીકારી નહીં. જયાં અહંકાર હોય ત્યાં એકતાની વાત કોણ સાંભળવા તૈયાર થાય? એટલે બે ગચ્છોના વિવાદને ટાળવાનો પૂજ્યશ્રીજીનો પ્રયાસ નિષ્ફળ ગયો. કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. એટલે કે અસમાન પરિસ્થિતિ ધરાવતી ભિન્ન વ્યકિતઓ, સમાજ કે રાષ્ટ્ર વચ્ચે એકતા સ્થાપવી મુશ્કેલ બને છે. ધનિક વર્ગ તથા ગરીબ વર્ગ વચ્ચે ભાગ્યેજ એકતા સ્થાપી શકાય. ધનિક વ્યકિતઓની જીવનની રીતભાત, વાણી વર્તનના કારણે ગરીબ લોકો તેમનાથી દૂર રહેવા પ્રયાસ કરતા હોય છે. ધાર્મિક પ્રસંગોમાં ધનિક શ્રાવકો જે રીતે પૈસા વાપરી શકે એ રીતે ગરીબ શ્રાવકો પૈસા ન જ ખર્ચી શકે. એટલે તેમની વચ્ચે વૈચારિક મતભેદ અને અંતર રહેતા સમાજની એકતા જોખમાતી હતી. પૂજ્ય ગુરુદેવે આ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. અને એટલે જ સામાજિક એકતા સ્થાપવા તેઓ ગરીબ તથા મધ્યમ વર્ગના ઉત્કર્ષની યોજનાઓ પર ભાર મૂકતા હતા. સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રોજગારી મળી રહે તથા જીવનની સામાન્ય સુખ સગવડો મળી રહે તે માટે સાધર્મિક વાત્સલ્યમાં મોટા ખર્ચ ન કરી આવા ગરીબોને પગભર કરવા તેઓ શ્રીમંતોને સમજાવતા હતા. - અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન તપસ્વી શ્રી ગુણવિજયજી મહારાજે પર્યુષણ પર્વમાં પંદર ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. તેમની તપસ્યા નિમિત્તે અઠ્ઠાઈનો મહોત્સવ ઉજવવા એક દિવસ કેટલાક શ્રાવકો ઉપાશ્રયમાં ફંડ ફાળો ઉઘરાવવા લાગ્યા. પૂજ્ય ગુરુદેવના ધ્યાન પર આ વાત આવતા તેમણે આવા ફાળા ઉઘરાવવાની પ્રવૃતિ બંધ કરવા જણાવ્યું. પૂજ્યશ્રીજીએ કહ્યું કે, “આવી રીતે જો ઉત્સવ મનાવવા હોય તો આવા ફંડ ફાળાથી પૈસા ભેગા કરી ઉત્સવ ન મનાવવા જ વધુ બહેતર વાત છે.” પૂજ્યશ્રીજીએ આ જ બાબતમાં વળી જણાવ્યું કે “શ્રધ્ધાળુ લોકો પોતાના ઘરબાર,વેપાર વાણિજ્ય છોડી ઉપાશ્રયમાં પ્રભુભકિત માટે આવતા હોય છે અને અહીં નિયમિત આવતા ( ૧૨૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ લોકો મોટા ભાગના ગરીબ તથા મધ્યમ વર્ગના ભાઈ-બહેનો છે. મોટા તવંગરોને તો પર્યુષણ પર્વ સિવાય પરમાત્માની ભક્તિ સારુ સમય મળતો જ નથી. હવે આવા લોકો પાસે વાર તહેવારે ફંડ ફાળા ઉઘરાવવાથી તે લોક શરમના માર્યા કંઈક લખાવવાની મજબૂરીથી બચવા વ્યાખ્યાનમાં આવવાનું બંધ કરી દેશે! અને આમ થશે તો ધર્મની પ્રભાવના ઘટશે.” એમણે સાધર્મીઓના ઉત્કર્ષ દ્વારા એકતા સ્થાપવા માટે નગરશેઠને પણ વાત કરી હતી. પરંતુ નગરશેઠે હોશિયારીથી પૂજ્ય ગુરુદેવની વાત ટાળી દીધી હતી. કોઈપણ વ્યકિત તેના જ્ઞાન, કાર્યક્ષમતા તથા પ્રભાવશાળી વ્યક્તિત્વથી મહાન ને મોટી બને છે. ઉંમરથી વ્યકિતની મહાનતા ન માપી શકાય. પૂજ્ય ગુરુદેવના જ્ઞાન, દક્ષતા, યોગ્યતા તથા ક્ષમતાની કદર કરી વિ.સં. ૧૯૮૧ ના માર્ગશીર્ષ શુકલ પક્ષની પાંચમના દિવસે લાહોરમાં તેમને સર્વસંમતિથી આચાર્યપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્ય ગુરુદેવથી દીક્ષાપર્યાયમાં બીજા ઘણા સાધુ ભગવંતો મોટા હતા. આચાર્ય પદવી માટે સંમતિ આપતા પહેલાં પૂજ્ય ગુરુદેવે શ્રીસંઘ સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું... ‘તમે લોકો ભલે મને આ પદ આપો, પરંતુ મારા વડીલો પ્રત્યેનો મારો વહેવાર તો પહેલાં જેવો જ રહેશે !' અર્થાતુ એમને માન-સન્માનથી બોલવવાની તથા એમની | આજ્ઞા માનવાની પોતાની પ્રણાલિકા બદલવા પૂજયશ્રીજી તૈયાર નહોતા. આ વાત તેમના વિનય વિવેક તથા આજ્ઞાકિંતપણાને ઉજાગર કરે છે. તો સાથે સાથે આચાર્ય | બન્યા પછી જો વડીલ સાધુ ભગવંતો સાથેનો એમનો વહેવાર પદના કારણે બદલાઈ જાય, તો કદી કોઈ પ્રસંગે કોઈને મનદુઃખ થાય તો એનાથી સાધુ સમુદાયની એકતા | પર વિપરીત અસર થઈ શકે. આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય એ માટે પદ પ્રાપ્તિથી અલિપ્ત રહેનારા, વિનય વિવેકના સ્વામી પૂજ્ય ગુરુદેવે અંતરથી જ પૂજનીય | વડીલો સાથેનો તેમનો આજ્ઞાકિંત વહેવાર યથાવત્ જાળવી રાખવાની પૂર્વ શરત શ્રાવકો સાથે કરી હતી એમ વિચારી શકાય અને ખરેખર આચાર્ય થયા પછી પણ પૂજ્ય ગુરુદેવને | મન એકતા જ સર્વોપરી વાત હતી, ચાહે તે પછી સામાજિક એકતાની વાત હોય કે સાધુ સમુદાયની એકતાની વાત હોય. બિનોલી ગામના હરિજન ભાઈઓને ગામના સવર્ણો કૂવા પરથી પાણી ભરવા દેતા નહોતા. મુસ્લિમ બિરાદરો હરિજન ભાઈઓને પાણી ભરાવવામાં મદદકરતા હતા. એટલે આ અન્યાયનો ભોગ બનેલા તિરસ્કૃત લોક કંટાળીને પાણીની સમસ્યા નિવારણ સારુ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા તૈયાર થયા હતા. પૂજય ગુરુદેવને મળી આ લોકોએ પોતાની વેદના જણાવી. પૂજ્યશ્રીજીએ ગામના સૌ લોકોને આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું ગામ લોકોએ હરિજન ભાઈઓ માટે ગામમાં અલગ કૂવો બનાવી આપ્યો. આમ પૂજ્ય ગુરુદેવે એ ગામના હિંદુઓની એકતાને મજબૂત બનાવી. જો હરિજનભાઈઓ પાણીની ખાતર મુસ્લિમ બન્યા હોત તો કદાચ ભવિષ્યમાં આ દુભાયેલા લોકો સવર્ણો સામે ક્યારેક કોમી તોફાનોમાં પોતાનો રોષ પ્રગટ કરી તેમને હાનિ પહોંચાડત, ૧૨૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પૂજ્યશ્રીજીના માનવતાવાદી વલણના કારણે એ સંભાવના નષ્ટ થઈ ગઈ. સુરતના ગોપીપુરા વિસ્તારમાં એકવાર પૂજ્ય ગુરુદેવ સુરતની વર્તમાન સ્થિતિ પર વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં અચાનક કેટલાક શ્રાવક ભાઈઓ ઉપાશ્રયમાં આવ્યા. વંદના પ્રાગામકંઇ જ શિષ્ટાચાર તેમણે કર્યો નહીં. ઉપસ્થિત સૌ ભક્તોના દિલ દુભાયાં. પૂજ્ય ગુરુદેવે ભક્તોને શાંતિ જાળવવા ઈશારો કર્યો. એટલામાં આવેલા આગંતુકો પૈકી એક જણ બોલ્યો, અમે લોકો સંઘાડાની એકતાનો સંદેશો લઈ આવ્યા છીએ” કોનો સંદેશ લઈ આવ્યા છો, મહાનુભાવ?” પૂજ્યશ્રીજીએ પૂછ્યું. ‘રામવિજયજી મહારાજનો, તેમની ઈચ્છા છે કે સ્વર્ગીય પૂજ્ય શ્રી આત્મારામજીના સંઘાડાની એકતાકીરહે.” સજ્જનો! સરસ વાત કરી, તમે. એનાથી વળી રૂડી બીજી શી વાત હોઈ શકે ?' પૂજ્યશ્રીજીએ તેમના સંદેશનું સ્વાગત કરતા કહ્યું. હુંતોશાંતિનો ઉપાસક છું. જ્યાં જાઉં છું ત્યાં શાંતિ સ્થપાય એ દિશામાં મારા પ્રયત્નો હોય છે. કદાચ તમારા ધ્યાનમાં એ આવ્યું જ હશે કે હમણાં જનવસારીના શ્રીસંઘમાં હું એકતકરાવી આવ્યો છું. પૂજ્ય ગુરુદેવના સંઘાડામાં સંપ થાય એનાથી ઉત્તમ મારા માટે અન્ય કોઈ વાત નથી. હવે તમે જણાવો કેએકતા શી રીતે સ્થાપિત થશે?' ત્યારે જવાબમાં પેલા શ્રાવકોએ કહ્યું... ‘રામવિજયજી મહારાજે જે સંદેશો આપ્યો હતો એ અમે તમને જણાવી દીધો છે. એનાથી વિશેષ અમે કંઈ જાણતા નથી.” “માત્ર સંદેશ? પ્રયત્ન કંઇનહીં? ભાઈઓ! આપણા સંઘાડામાં પ્રવર્તક મહારાજ શ્રી કાંતિવિજયજી તથા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ સૌનાશ્રદ્ધેય પૂજનીય છે. એ વડીલો જેવી આજ્ઞા આપે તે પ્રમાણે આપણે ચાલીશું તો તરત જ સંઘાડામાં શાંતિ થઈ જશે. તમારા સંદેશનો આ જ ઉત્તર છે. તમે જઇને શ્રીરામવિજયજી મહારાજને આ વાત જણાવી દેજો.” પૂજ્ય ગુરુદેવની વાત સાંભળી આગંતુકો ચાલ્યા ગયા. માવઠું થાય અને શિયાળુ પાક બગડી જાય એમ એ સંઘની એકતાની વાતના હાલહવાલ થઈગયા. પૂજ્ય ગુરુદેવની સંઘડાની એકતા માટેની તૈયારીનો કોઇ વિધેયાત્મક પ્રતિભાવ સામા પક્ષેથીનસાંપડ્યો. જૂરતા સામે કરુણા, વરસામે ક્ષમા, હિંસા સામે અહિંસા અને નિંદા સામે મૌન એ પૂજ્ય ગુરુદેવના મહાન જીવનમંત્ર હતો. મુંબઇમાં જ્યારે તેમની વિચારસરણી તથા કાર્યપ્રણાલિને સમજવામાં નિષ્ફળ ગયેલા વિરોધી જનોએ તેમની વિરૂદ્ધમાં અપપ્રચાર કરતી પત્રિકા, ચોપાનિયાં છપાવ્યાં ત્યારે પૂજ્ય ગુરુદેવના એક ભક્ત એ પ્રચાર પત્રિકોની વિરૂદ્ધમાં કોઈની સંમતિ કે અનુમતિ લીધા સિવાય પત્રિકા છપાવીજવાબ આપ્યો હતો. પૂજ્ય ગુરુદેવના ધ્યાન પર આ વાત આવતા તેઓ નારાજ થયા હતા અને એ વિશે તેમણે જણાવ્યું હતું... “ખરેખર આવી પત્રિકા જેણે પણછપાવી છે, તેનાંઆકૃત્યથી મને ખુશીનથી થઈ. વાસ્તવમાં આનાથી હું દુઃખી થયો છું. કૃપા કરી હવે પછી આવી કોઈ પત્રિકા છપાવશી નહીં. આવી પત્રિકાઓ છપાવવાથી સમાજના હજારો રૂપિયાનું પાણી થઈ જાય છે. કુસંપ - ૧૨૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ કલહ અને વિરોધમાં વૃદ્ધિ થાય છે. આપણે સહિષ્ણુતા કેળવી, શાંતિ જાળવી સમાજને સંપ અને એકતાની શૃંખલામાં જોડવાનો છે.’ "" અને ખરેખર પૂજ્ય ગુરુદેવ તરફથી એ અપપ્રચારની પત્રિકાને કોઇ પ્રતિસાદ ન સાંપડતા વિરોધ કરાવવાળા સૌ હારી થાકીને જંપી ગયા. સમાજના થોડાક લઘુતાગ્રંથિથી પીડાતા ટીકાકારો, નિંદકોના આવા બાલિશ પ્રયાસને વિરોધ કરી પ્રોત્સાહન આપવાથી સમગ્ર સમાજની એકતા પર લાંબા ગાળે વિપરીત અસર પડશે એ વાતનું ધ્યાન પૂજ્ય ગુરુદેવે રાખ્યું હતું, એમ આ ઘટના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. બુરહાનપુરના શ્રીસંઘમાં પણ મતભેદ અને વિખવાદની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. પૂન્ય ગુરુદેવના પ્રયાસોથી ત્યાં એકતાની સ્થાપના થઈ. એ જગામના ધનાઢય, ભક્તિભાવમાં અગ્રણી રહેતા એક પરિવારના માતા-પુત્ર વચ્ચે તીવ્ર મતભેદ પ્રવર્તતા હતા. તેમનો કેસ ઈંગ્લેન્ડની અદાલતમાં ચાલતો હતો. એક યુવકે પૂજ્ય ગુરુદેવને આ વિષે વાત કરી. આ પારિવારિક કલહ દૂર કરાવી આપવા વિનવણી કરી. પૂજ્ય ગુરુદેવે એ પરિવારના માતા તથા પુત્રને પ્રેમથી સમજાવ્યા. તેમના મતભેદ દૂર કરી પુનઃ એ પરિવારમાં સંપ તથા એકતાનું વાતાવરણ સ્થાપિત કરાવ્યું. પરિવાર એ સમાજનો નાનો ઘટક છે. એટલે જો નાના ઘટકોમાં એકતા અને સંપનો નાશ થાય તો સમાજની એકતા તૂટતા વાર ન લાગે એ વાતથી પૂજય ગુરુદેવ અજાણ નહોતા. પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબ તથા તેમના પટ્ટધર પૂજ્ય વિજયવલ્લભ સૂરિજી મહારાજ સાહેબ સત્યના પરમ ઉપાસક હતા. મૂર્તિપૂજા વિષે આગમોમાંસંમતિ દર્શાવેલી હતી. એટલે તેમના સિદ્ધાંતોમાં વધુ સચ્ચાઈ હતી. સ્થાનકવાસીઓ સાથે સૈધ્ધાંતિક કારણોના લીધે જ આમહાપુરુષોને સંઘર્ષ, વાદ-વિવાદમાં ઉતરવા મજબૂર થવું પડ્યું હતું. અન્ય કોઈરીતે આ મહાત્માઓને સ્થાનકવાસી પરંપરાના સાધુ ભગવંતો અને શ્રાવકો પ્રત્યે કોઈ દ્વેષભાવ નહોતો. એટલે પૂજ્ય ગુરુદેવના જીવનમાં પણ એવા પ્રસંગો બન્યા હતા, જ્યાં તેઓ સ્થાનકવાસી પરંપરાના સાધુ ભગવંતોના કાર્યક્રમોમાં પ્રેમભાવથી પધાર્યા હતા અને તેમના સદ્ગુણોની અનુમોદના પણ કરી હતી. સંવત ૧૯૯૩ નો ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવે વડોદરામાં કર્યો હતો. ભવ્ય આરાધનાઓ વચ્ચે પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી ચાલતી હતી. ત્યાં એક દિવસ કેટલાક સ્થાનકવાસી શ્રાવકો સાથે એક મુનિરાજ તેમને મળવા આવ્યા. વંદના કરી સૌ બેઠા. થોડીવારે એક ભાઈએ પૂજ્યશ્રીજીને વિનંતી કરતા કહ્યું, ‘મહારાજ ! અમારા એક તપસ્વી મહારાજે દોઢ માસના ઉપવાસ કર્યા છે.’ એ તપસ્વીની અનુમોદનાકરતા પૂજ્ય ગુરુદેવના મુખેથી ઉદ્દગાર સરી પડ્યા... ‘કેટલી પ્રસન્નતાની વાત છે, ભાઈ! ધન્ય છે એ તપસ્વી જીવન ! ભાઈઓ ! અમારા વતી એમનીસુખસાતા અવશ્ય પૂછો !’ તેમની વાત સાંભળી બીજા એક ભાઈ બોલ્યા, ‘મહારાજ ! એક પ્રાર્થના છે.’ ‘જરૂર કહો. હું તો સંઘનો સેવક છું,’ પૂજ્ય ગુરુદેવ બોલ્યા. ‘મહારાજસાહેબ ! અમારા તપસ્વી મુનિરાજ આપના દર્શન કરવા ઈચ્છે છે. આપશ્રીજી જો સ્થાનકમાં પધારશો, તો ઘણી કૃપા થશે’ ૧૨૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ ‘ભલે ભાઈ. હું ખૂબ જ પ્રસન્નતાથી ત્યાં આવીશ. તપશ્ચર્યાની અનુમોદના કરવાનો મને પણ લાભ મળશે” શુભસ્ય શીઘ્રમ્ એ ઉક્તિને અનુસરતા પૂજ્ય ગુરુદેવ શ્રીસંઘ તથા મુનિમંડળ સાથે થોડીવારમાં જસ્થાનકમાં પધાર્યા. સ્થાનકવાસી ભાઈઓ તથા સાધુઓએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. પૂજ્ય ગુરુદેવે તપસ્વી મુનિરાજની સુખસાતાપૂછી, તપની અનુમોદના કરી. સ્થાનકમાં તેમણે તપસ્યાની આવશ્યકતા તેના લાભ અને હેતુ પર નાનું વ્યાખ્યાન આપ્યું. ઉપસ્થિત સઘળા લોકો આનંદિત થયા. - પૂજ્ય ગુરુદેવની મુક્ત કંઠે પ્રશંસા કરતા તેમણે કહ્યું, ‘આ આચાર્યશ્રીજીના મનમાં રાગદ્વેષની ભાવના નથી. જ્યાં પાણધાર્મિકકાર્ય થતું દેખાય, ત્યાં તેઓ ઉત્સાહથી પહોંચી જાય છે. તેમના આવા ગુણિયલ વ્યવહારથી ખ્યાલ આવે છે, કે તેઓ જૈન ધર્મના સિદ્ધાંતો તથા જૈનધર્મની એકતાના પાકા હિમાયતી છે, પુરસ્કર્તા છે.” જે મહાત્માની વિશાળ દ્રષ્ટિમાં પ્રત્યેક જૈન પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું સંતાન હોવાની ભાવના સમાયેલી હોય એને મન સ્થાનકવાસી, દેરાવાસી કે તેરાપંથી કે દિગંબર ફિરકાના ભેદભાવ શીરીતે સંભવી શકે? જ્યાં સંકુચિતતાનથી ત્યાં જ એકતાનો ઉદય થઈ શકે. પૂજ્ય ગુરુદેવ એકતાના તેજસ્વી ભાસ્કર સમાન હતા. નાના-મોટા ધાર્મિક કાર્યોમાં તવંગરો સાથે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને જોતરવાથી એ લોકોને એમ લાગે કે અમે સમાજના જઅંગછીએ.અમે લોકો પણ ધાર્મિક કાર્યોમાં ફૂલ નહીં તો ક્લની પાંખડી પણ અપને અમારો સક્રિય ફાળો આપી શાસનની સેવા કરી શકીએ છીએ. આમ સમાજના દરેક સ્તરના લોકોમાં ભાઈચારાની લાગણી જન્મવાથી સામાજિક એકતા સુદ્દઢ થાય છે. પૂજય ગુરુદેવ આ વાત જાણતા હતા, એટલે તેઓ આવા ધાર્મિક કાર્યક્રમોમાં તમામ વર્ગના લોકોનો સહકાર લેતા હતા. સંવત ૧૯૪૪માં પૂજ્ય ગુરુદેવ પાટણ પધાર્યા, ત્યારે ત્યાંનાબે જ્ઞાન ઉપાસકભાઈઓએ તેમને જ્ઞાનભંડારોના રક્ષણ માટે એક જ્ઞાનમંદિર બનાવવા વિનવણી કરી. પૂજ્ય ગુરુદેવે જ્ઞાનમંદિરના નિર્માણ માટે યોજના બનાવડાવી. યોજના અનુસાર તેઓ પાટણના વિવિધ મહોલ્લામાં પધાર્યા. ત્યાં ભાવિકોની સભા ભરી. સભામાં તેમણે ઉપસ્થિત લોકોને જૈન સાહિત્યના પ્રાચીન કિંમતી ગ્રંથોની જાળવણી તથા તેની ઉપયોગિતા અંગે માહિતી આપી અને જ્ઞાનમંદિરના નિર્માણમાં સૌને યથાશક્તિ ફાળો આપવા, વસ્તુઓ આપવા અપીલ કરી. તેમની હદયસ્પર્શીવાતથી લોકો પ્રભાવિત થયા અને તેમની ઝોળીમાં રૂપિયા, ઘરેણાં તથા કિંમતી વસ્તુઓ લોકોએ આપી. કેટલાક લોકોએ પુસ્તકો સાચવવા કબાટ આપ્યા, કેટલાકે પેટીઓ પણ આપી. આમ જ્ઞાનમંદિરની યોજના પરિપૂર્ણ થઈ. પાટણના લોકોમાં સંઘ એકતા તથા ભાઈચારાનું સુંદર વાતાવરણ સર્જાયું. " પૂજ્ય ગુરુદેવના પ્રભાવી વ્યક્તિત્વથી અંજાયેલા ભક્તો તેમને સન્માનપત્રોઆપીનવાજતા હતા. લાહોરમાં તેમને સ્થાનકવાસી, મૂર્તિપૂજક તથા દિગંબરપંથી શ્રાવકો દ્વારા સન્માનપત્ર ૧૨૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવ્યું હતું. એ પ્રસંગે પૂજ્ય ગુરુદેવે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું... ‘શહેર તથા ગ્રામીણ પ્રદેશોમાં હું ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કરું છું. જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે..! આજકાલ દેશમાં હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયાસ ચાલે છે... એવા સમયમાં ભગવાન મહાવીર સ્વામીજીના ત્રણ પંથના અનુયાયીઓએ નાનામોટામતમતાંતર ભૂલીશા માટે એકતાન કેળવવી ? મેં વારંવારકહ્યું છે, કે માનપત્ર મને સામાજિક સુધારણાના કાર્ય કરવાની જવાબદારીની યાદ અપાવે છે... હું તો આમાનપત્રને સમગ્ર સંઘનો ઉત્કર્ષ કરવા માટે દેહ, વાણી તથા ચારિત્ર્યનો ઉપયોગ કરવાની ચેતવણીમાનું છું.’ ખરેખર પૂજ્ય ગુરુદેવ જીવનના દરેક પ્રસંગે પોતાના ઉત્તરદાયિત્વથી સંપૂર્ણપણે સભાન રહ્યા હતા. તેમને જ્યારે જ્યારે પણ સામાજિક એકતાને મજબૂત કરવાની તક સાંપડી, ત્યારે ત્યારે તેમણે તે માટે પોતાનાથી બનતા યથાશક્તિ સઘળા પ્રયત્નો કર્યા હતા. ગુજરાંવાલાથી લગભગ ૨૫૦ જેટલા શ્રાવકો તધાસાધુ સમુદાયને સહીસલામત રીતે ભારતમાં પૂજ્ય ગુરુદેવ લઈ આવ્યા હતા. આ વાત ૧૯૪૭ના ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયની છે. અમૃતસરમાં તેમણે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું... ‘પંજાબના હજારો ભાઈ-બહેનોને આપણે નવીન રોજગાર વ્યવસાય અપાવવા પડશે. તેમના સારુ રહેઠાણોની વ્યવસ્થા કરવી પડશે. એ બધા જ વિસ્થાપિત સાધર્મીઓમાટે એવી વ્યવસ્થા કરતી પડશે, જેથી તેઓ સ્વમાનભેર જીવન વ્યતીત કરી શકે. એ માટે જૈન સમાજે એકતા કેળવી ચોમેર સેવારૂપી પુષ્પને ખીલવી તેની સુવાસ પ્રસરાવવી પડશે. એ જ આપણુંકર્તવ્ય છે. સમયોચિત ફરજ છે. પંજાબથી વિહાર કરી પૂજ્ય ગુરુદેવ બિકાનેર પધાર્યા હતા. અહીંતેણે વિશાળ સભાને સંબોધન કરતા પંજાબના વિસ્થાપિત ભાઈભાંડુઓને યથાશક્તિ મદદકરી તેમને પગભરકરવા દર્દભરી અપીલ કરી હતી એ સભામાં તેમણે જણાવ્યું હતું... ‘આ ટાણે હું તમારી પાસે એક બીજી ભિક્ષામાંગું છું. તમે લોકો આંતરિક ખટરાગ અને નાના મોટા વિખવાદતથા કુસંપથી પીડાઓ છો. એ વાત આત્મઘાતી પુરવાર થશે. ધર્મ, સમાજ તથા સ્વયંની જાતનો બચાવ કરવા એ તમામ કલહ, કંકાસ, કુસંપ, વિખવાદ અને વેરઝેરને મારી ઝોળીમાં પધરાવી દો. તમારા અંતરની ધરા પર પ્રેમભાવ, દયા, સંપ, એકતા અને ભાઈચારાના સુવાસિત પુષ્પોને પાંગરવા દો, એ જ મારી શ્રેષ્ઠ ભિક્ષા બનીરહેશે.’ પૂજ્ય ગુરુદેવની પ્રેરણા તથા માર્ગદર્શન પામી તા. ૨-૨-૧૯૫૦ના રોજ ફાલના ખાતે જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમગ્ર ભારતમાંથી પચાસ હજારથી પણ અધિક લોકોએ ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ એકતા, સંપ તથા ભાઈચારા પર પોતાના વિચારો રજૂ કર્યા. આ સભામાં ગરીબ તથા મધ્યમ વર્ગના ઉદ્ધાર વિષયક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યા. આખરે એ વિશાળ સભામાં એકતાનો પ્રસ્તાવ રજૂ થયો. એકબીજા સાથે ભાઈચારા અને સંપથી રહેવાની સૌએ પ્રતિજ્ઞા લીધી. પૂજ્ય ગુરુદેવે સભામાં સમયોચિત પ્રસંગોચિત પ્રભાવીપ્રવચન કર્યું. તેમણે જૈન સમાજનાકર્તવ્ય, પ્રતિનિધિઓનીજવાબદારી, દેશની ૧૨૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ આઝાદીમાં સમાજના ઉદ્ધારની આવશ્યકતા અને સંગઠનના વિષય પર વિશદવિવેચન. સામાજિક એકતા પર બોલતા તેમણે હૃદયસ્પર્શી વાત કરી... ‘સર્જનો! સંગઠન તથા એકતા માટે જો મારે આચાર્યપદ છોડવું પડેતો એ છોડવી પણ હું તૈયાર છું!” આવાતા પૂજ્યશ્રીજીએ ખૂબજ ગંભીરતાથી કરી હતી. ઉપસ્થિત લોકો ખૂબ જ પ્રભાવિત થયા. પૂજ્ય ગુરુદેવની આવી ત્યાગપૂર્ણ ભાવનાના પરિણામે જ આવાસંમેલનમાં આ પૂર્વે ઘણીવાર આવી ચૂકેલ એકતાનો જે પ્રસ્તાવ ઉડી જતો હતો, આ વખતે સર્વસંમતિથી પ્રથમવાર પસાર થઈગયો. આમ એકતાની દિશામાં એક સરસ કાર્ય સંપન્ન થયું. પાલિતાણાનારાણલમ્યાન પૂજ્ય ગુરુદેવે એક વિશાળસાધુ સંમેલન બોલાવીન ધર્મમાં સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા. એ સમયગાળામાં તેમણે અગ્રણી શેઠ જીવાભાઈ સાથે વાતચીત સ્પા કહ્યું, ‘તમારો સમાજ પર પ્રભાવ સારો છે. સ્વર્ગીય ગુરુદેવ પૂજ્ય આત્મારામજી મહારાજના સમુદાયમાં એકતા સ્થપાતી હોય તો તમે કહેશો તે કામ કરવા હું તૈયાર છું. મારું તો મંતવ્ય એવું છે કે પૂજ્ય ગુરુદેવના સમગ્ર સમુદાયમાં માત્ર એક જ આચાર્ય રાખો. બધા એકઠા મળીરામચંદ્રસૂરિને મોટા બનાવવા ઈચ્છતા હોય તો હું તેમને વંદના કરવા તૈયાર છું!” જો કે પૂજ્યશ્રીજીનું એકતાનું આ સપનું પૂર્ણ ન થઈ શક્યું, છતાં એકતા માટેની તેમની તૈયારી, ત્યાગપૂર્ણ ભાવના ખરેખર અત્યંત પ્રશંસનીય હતી. મુંબઇમાં પોતાની આંખના સફળ ઓપરેશન પછી પૂજ્ય ગુરુદેવે ભક્તોની સભામાં સૌનો આભાર માની સાધુવાદ પાઠવ્યો હતો. એકત્રિત ભક્ત સમુદાયને પૂજ્ય ગુરુદેવે ત્યારે કહ્યું હતું.... ‘તમારા સમસ્ત શ્રીસંઘનો હું આચાર્ય છું, અર્થાત્ હું તમારી સૌથી મોટો સેવક છું. હું તમને એક સૂચના આપવા માંગું છું.... “ભાઈઓ! તમે વિવાદટાળો વિકાસ આણો!પોતાનું તથા સમાજનું કલ્યાણ સાધો!” જૈન સમાજના પરમ હિતચિંતકધર્મના મહાન પ્રહરી, પંજાબકેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજ્ય વલ્લભ સૂરીશ્વરજી મ.સા. આજીવન સામાજિક એકતા, ભાઈચારો, સંઘ તથા સંગઠન માટે પ્રતિપળ જાગૃત રહી પ્રયત્નો કરતા રહ્યા હતા. એમના એ પ્રયાસોના ઘણાં સારાં પરિણામો પણ પ્રાપ્ત થવા લાગ્યાં હતાં, પરંતુ પૂજ્ય ગુરુદેવનું આયુકર્મ પૂર્ણ થતા એમના જેવા સામર્થ્યશીલ મહાપુરુષના મહા પ્રસ્થાન પછી એકશૂન્યાવકાશ સર્જાયો અને જૈન સમાજની એકતાનું સ્વપ્ન આજે પણ અપૂર્ણ રહ્યું છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ 'રાષ્ટ્રીય ચેતપ્રણા ગુલામી, પરતંત્રતા એ માનવી માટે અભિશાપ છે. પíઝમાનવી આર્થિક, સામાજિક તથા ધાર્મિક રીતે શોષણનો ભોગ બને છે. આવો માણસશારીઋિથા માનસિક રીતે શોષાગનો ભોગ બને છે તથા જીવનમાં દરેક પ્રકારની પીડા અનુભવે છે. પતંત્રતા માનવીના અંગત, પારિવારિક જીવનને અસ્ત વ્યસ્ત બનાવી દે છે, દુર્બળ બનાવી દે છે. આવા પરિવારોથી બનેલો નિર્બળ સમાજ પણ કાળાંતરેનીતિમત્તા, ચારિત્ર સંસ્કારી ગુમાવી પોતાની ગરિમા ગુમાવી બેસે છે. આવા સમાજથી બનેલા દેશમાં ધર્મનો વિનિપાત થાય છે. રાષ્ટ્રની અધોગતિ થાય છે અને સંસ્કૃતિનો લોપ થાય છે. અંતિમ બે હજાર વર્ષના ઈતિહાસમાં ભારત પર હાગો, શકો, તાતારીઓ,મોગલો, ડચો, અંગ્રેજો પોર્ટુગીઝો જેવી અનેક પ્રજાઓએ હુમલો કર્યા છે અને કેટલાકે અહીંયા વર્ષો સુધી રાજ પણ કર્યું છે. આ સમયગાળા દરમ્યાન ભારતનું આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક રીતે શોપણ થયું છે અને પ્રજાનું અધઃપતન થયું છે. પંજાબ કેસરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આ વાત સારી રીતે સમજતા હતા. પૂજ્ય ગુરુદેવ સુધારાવાદી ક્રાંતિકારી વિચારસરણીને વરેલા આધ્યાત્મિક મહાપુરુષ હતા. તેમની દૂરંદેશિતા પણ અદ્વિતીય હતી, એટલે ભવિષ્યની ઘટનાઓ તથા પરિસ્થિતિનો તેઓ સાચો અંદાજ લગાવી શક્યા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન ધાર્મિક પ્રચારની સાથે સાથે સામાજિક ઉત્થાનની પણ ઝુંબેશ ચલાવી હતી. તેઓ માનતા હતા કે સલામત, મજબૂત, સમૃદ્ધરાષ્ટ્ર વિના ધર્મ તથા સમાજની કોઈ ઉન્નતિ શક્ય નથી. પૂજ્ય ગુરુદેવે આ વિચારને ધ્યાનમાં રાખીને જ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવી હતી. કન્યા વિક્રય, દહેજપ્રથા, અંધશ્રદ્ધા, વહેમો તથા રૂઢિવાદીતા દૂર કરવા તેમણે કૃષ્ણની જેમ સુદર્શન ચક્ર ચલાવ્યું હતું, જેના ભાગરૂપે તેમણે સ્ત્રી શિક્ષણ, વ્યાવહારિક શિક્ષણ તથા ધાર્મિક શિક્ષણનો પ્રચાર કર્યો હતો. સમાજમાં એકતા, સંપતથા ભાઇચારાની ભાવના કેળવાય તે સારુ સઘન પ્રયાસો કર્યા હતા. દારૂ, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન જેવા સપ્તવ્યસનો સામે અભિયાન ચલાવી સામાજિક નૈતિકતાને નવીનચેતના પૂરી પાડી હતી. તેમણે આઝાદીના લડવૈયાઓને અસહકારની લડતમાં સહકાર આપી, સ્વદેશી વસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપ્યું હતું. પોતાના સાર્વજનિક વ્યાખ્યાનોમાં લોકોને આઝાદીની લડતમાં જોતરાવા પ્રેરણા આપી હતી. ટૂંકમાં સાધુ ધર્મની મર્યાદામાં રહી, રાષ્ટ્રચેતનાના અભિયાનમાં યથાશક્તિ અમૂલ્ય ફાળો આપ્યો હતો. - પૂજ્ય ગુરુદેવના રાષ્ટ્રિય જાગૃતિ અભિયાનને સમજવા તેમના દ્વારા થયેલાં વિશિષ્ટ કાર્યો પર, તેમની કાર્યપદ્ધતિ પર એક દ્રષ્ટિપાત કરવો જરૂરી છે. પૂજ્ય ગુરુદેવના જીવનકાળ દરમ્યાન જ ભારતમાં સ્વાતંત્ર ચળવળ શરૂ થઈ હતી. પૂજ્ય મહાત્મા ગાંધીજી અસહકારનું આંદોલન ચલાવતા હતા. અહિંસાનું પાલન કરી અંગ્રેજો સામે સત્યાગ્રહના અમોઘ શસ્ત્રનો ઉપયોગ કરતા હતા. મહાત્મા ગાંધીજીની લડતની આ પદ્ધતિ પૂજ્ય ગુરુદેવના સિદ્ધાંતો સાથે મેળ ખાતી હતી. પૂજ્ય ગુરુદેવ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, (૧૩૦) Page #160 -------------------------------------------------------------------------- ________________ Page #161 -------------------------------------------------------------------------- ________________ Page #162 -------------------------------------------------------------------------- ________________ થરપારકર, ગુજરાત, દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પંજાબના વિવિધ શહેરો તથા અંતરિયાળ ગ્રામીણ પ્રદેશોમાં પગપાળા વિહારક્રતા હતા. આ સમગ્ર વિસ્તારોમાં વિહાર કરતા અસંખ્ય લોકોના સંપર્કમાં તેઓ આવ્યા હતા. આ લોકોની સામાજિક, આર્થિક, માનસિક તથા ધાર્મિક સ્થિતિ અને તેમના વિચારો તથા સમસ્યાઓ પૂજ્ય ગુરુદેવ સારી રીતે સમજી શક્યા હતા. આમ સમસ્યાઓની માહિતી મેળવ્યા પછી એ સમસ્યાનો ઉપચાર કરવાનું કામ તેમના માટે સરળ બની ગયું હતું. આમ પૂજ્ય ગુરુદેવ સામે સમાજનું સ્પષ્ટ ચિત્ર ઉપસેલું હતું જ એટલે તેમણે એ દિશામાં સમાજ સુધારણા દ્વારા રાષ્ટ્રસેવાના કાર્યનો આરંભ કર્યો હતો. પૂજ્ય ગુરુદેવે અનેક શહેરોમાં, ગામડાઓમાં સ્વાતંત્ર આંદોલન વિષે મહાત્મા ગાંધીજીના અહિંસાત્મક વિચારોની પુષ્ટિ કરતાં પ્રવચનો આપી લોકોમાં જાગૃતિ આણી હતી. ખાદીનો ઉપયોગ તથા વિદેશી વસ્ત્રોનો બહિષ્કાર કરવાની લોકોને પ્રેરણા આપી હતી. તેમણે નશાબંધી તથા અસ્પૃશ્યતા નિવારણના રાષ્ટ્રિય કાર્યક્રમોમાં સક્રિય ફાળો આપ્યો હતો. વિશિષ્ટ સંજોગોમાં તેમણે જીવનમાં ખાદી ધારણ કરી હતી. પોતાની આચાર્ય પદવી જેવા મહાન પ્રસંગે પણ તેમણે | પંડિત હીરાલાલ શર્માના હાથથી પવિત્ર નવસ્મરણોના મંગલ પાઠ સાથે ભાવથી કંતાયેલી, સૂતરમાંથી બનાવેલી ખાદીની ચાદર પહેરી હતી. આમ હજારો ભકતોની હાજરીમાં આવા લોકપ્રિય મહાપુરુષ જ્યારે ખાદી ધારણ કરે, ત્યારે સ્વાભાવિક રીતે જ ઉપસ્થિત લોકોને પણ ખાદી પહેરવાની પ્રેરણા મળી હશે એમ માની શકાય. પૂજ્ય ગુરુદેવના મંગલ પ્રવેશ ટાણે હજારો લોકો એકઠા થતા અને તેમને ખાદી ધારણ કરેલા જોઈએ લોકો પણ ખાદી વાપરતા થયા હતા. આમ ખાદીના પ્રચારમાં પૂજ્યશ્રીજીનો કાળો નોંધપાત્ર રહ્યો હતો. દેશમાં ખાદીનો પ્રચાર થવાથી અસંખ્ય લોકોને રોજી રોટી મળતાદેશ સ્વાવલંબી થયો હતો. અંગ્રેજીનાઈંગ્લેન્ડની મિલોમાં તૈયાર થઈ આવતાકાપડની માંગ ઘટતા દેશવાસીઓનું શોષણ પણ ઘટયું હતું. ખાદી વિષે પૂજ્ય ગુરુદેવના વિચાર આધ્યાત્મિક ચેતનાથી ભરેલા હતા. તેઓ કહેતા હતા, ‘ખાદી એ નિર્દોષ જીવો પ્રત્યે મૈત્રી તથા કરૂણાભાવ કેળવવામાં સહાયક થાય | છે. એનાથી માનવતા પોષાય છે. વિદેશી વસ્ત્રોમાં ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના સારુ અસંખ્ય નિર્દોષ પ્રાણીઓનો વધ થાય છે. એટલે એવા વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય નહીં. શુદ્ધસાધ્ય માટે શુદ્ધસાધનની આવશ્યકતા છે. પ્રભુ ભક્તિ એ શુદ્ધ અનુષ્ઠાન છે. તેમાં તનમનની શુદ્ધિ જોઈએ. નિર્મળ વસ્ત્રો હોવાં જોઈએ અને વસ્ત્રોને નિર્મળ ત્યારે જ કહેવાય જ્યારે તે કોઈપણ વ્યક્તિ કે પ્રાણીને પીડાર્યા સિવાય તૈયાર કરવામાં આવ્યા હોય એમાં માનવનું શોષણ પાણ થયેલું ન ચાલી શકે. એટલે ખાદીના ઉપયોગથીઅહિંસાનું પાલન શક્ય બને છે અને વસ્તુ પ્રભુની ભક્તિનું જ એક અંગ છે.” પૂજ્ય ગુરુદેવના પ્રવચનોથી પ્રભાવિત થઈને અનેક લોકોએ જન્મમૃત્યુ તથા લગ્ન વિવાહ જેવા પ્રસંગ પર ખાદીનો ઉપયોગ શરૂ કર્યો હતો. એ પ્રમાણે ખાદીધારણ કરી પૂજ્ય ગુરુદેવે અહિંસાપાલન દ્વારા ધાર્મિક ચેતનામાંનવીન પ્રાણ પૂર્યા, તો સાથે સાથે અનેક લોકોને ખાદીનો ઉપયોગ કરતા કરી વિદેશી વસ્તુઓના બહિષ્કાર દ્વારા ચાલતા સ્વદેશી જાગરણ અને રાષ્ટ્રિય સ્વાવલંબનને પણ તેમણે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. (૧૩૧) Page #163 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ, પૂના, સુરત, અમદાવાદ, જયપુર, દિલ્હી, અંબાલા જેવા દેશના વિવિધ શહેરો તથા નગરોમાં પૂજ્ય ગુરુદેવ તથા તેમના સાધુ ભગવંતો જ્યારે ખાદીનાં વસ્ત્રો ધારણ કરી મંગલ પ્રવેશ કરતાં ત્યારે તેમના ભવ્ય વરઘોડા નીકળતા. લોકો તેમના ખાદીના વસ્ત્રો જોઈ પ્રભાવિત થતા અને તેઓ પણ સ્વદેશી આંદોલનના પુરસ્કર્તા છે એમ માની અહોભાવથી પ્રેરાઈને લોકો પણ ખાદીનો ઉપયોગ કરવાની પ્રેરણા લેતા હતા. આવા લોકો પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનો સાંભળવા જતા, પૂજ્ય ગુરુદેવના પ્રવચનોમાં પણ વ્યસનમુક્તિ, માનવતા, એકતા, સામાજિક સુધારણાની વાતો, ક્યારેક દેશભક્તિની વાતો સાંભળીને લોકોનાં હૃદય પરિવર્તન થતાં હતાં. આવા લોકોમાં રાષ્ટ્રિય ભાવના ઉત્પન્ન થતી, સમાજધર્મ તથા રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નૈતિક કર્તવ્યભાવના જાગૃત થતી હતી. આવા લોકો પૂજ્ય ગુરુદેવને રાષ્ટ્રવાદી સંત તરીકે પૂજી તેમના નિર્દિષ્ટ કરાયેલા માનવતા, પ્રેમસભાવનામાર્ગે ચાલવા પ્રયાસ કરતા હતા. આમ પૂજ્ય ગુરુદેવના પ્રભાવથી સમાજમાં જાગૃતિ આવી હતી. સ્વદેશી આંદોલનના પુરસ્કર્તા હોવાના કારણે પૂજ્ય ગુરુદેવ લોકોને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુઓ અપનાવવા ઉપદેશ આપતા હતા. પૂજ્ય ગુરુદેવ કહેતા... ‘દેશની સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ પર નિર્ભર છે. સ્વદેશી નીતિ અપનાવીને ભારતની કલા, સંસ્કૃતિ તથાસભ્યતાને જીવંત રાખી શકાશે. જો ભારતવાસીઓ કંગાળ થઈ જશે તોદેશની રક્ષા કોણ કરશે?ક્લા અને સંસ્કૃતિના વિકાસથી જ દેશ સમૃદ્ધ અને મહાન બનશે.” સ્વતંત્રતા પ્રાપ્તિ પછી આપણી સ્વદેશી વસ્તુઓ વાપરવાની નીતિમાં દિન-પ્રતિદિન ઢીલાશ આવતી ગઈ છે. આપણે વસ્તુઓના ઉત્પાદનમાં ગુણવત્તા તથાઇમાનદારી ગુમાવી બેઠા છીએ. આજે આપણે અનેક વિદેશી વસ્તુઓ વાપરી દેશની સંપત્તિ ઓછી કરી રહ્યા છીએ. પશ્ચિમાય અસરોથી આપણી સંસ્કૃતિ પ્રભાવિત થઈ છે. આપણી ભાષા,રીતભાત, પહેરવેશ, ભોજન વ્યવહાર, સઘળા પર પશ્ચિમની અસર છે. આપણે વિદેશી ધમાલિયાગીત સંગીતના બંધાણી થઈગયા છીએ. આપણા નેતાઓ પણ અકુશળસિદ્ધ થયા છે. દેશ પર, દેશવાસીઓ પર અબજોનું વિદેશી દેવું છે. આપણા દેશપ્રેમનું આ અધઃપતન છે. આપણે આર્થિક રીતે પરાધીન જેવા થઈ ગયા છીએ. કાશ! આવા સમયમાં પૂજ્ય ગુરુદેવ જેવા રાષ્ટ્રવાદી મહાપુરુષો હયાત હોત તો તેમના માર્ગદર્શન તળે આપણે આપણી અસ્મિતાને જાળવી શકયા હોત. આજે હિંદુ-મુસ્લિમોના કોમવાદનાઝગડાની સમસ્યા સુલઝાવવામાં પૂજ્ય ગુરુદેવ જેવા મહાત્માઓની આપણા દેશને તાતી જરૂર છે. કારણકે ત્યારે પૂજ્યશ્રીજીનો પ્રભાવ એવો હતો કે આ બન્ને કોમો વચ્ચે એકતા તથા ભાઈચારાની ભાવના વિકસી હતી. * સ્વદેશી આંદોલનના દિવસોમાં એક ઘટના બની હતી. પૂજ્ય ગુરુદેવની મુલાકાત વિદેશી વસ્તુઓ વાપરવાના શોખીન પંડિત મોતીલાલ નહેરૂ સાથે થઈ હતી. પૂજ્ય ગુરુદેવે તેમનામાં સ્વદેશી ચળવળની ભાવના શી રીતે જાગૃત કરી એ વાત તેમના જ શબ્દોમાં જોઈએ. “હું પંજાબના અંબાલા શહેરમાં હતો. એ સમયે આપાણા લાડીલા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂના પિતા પંડિત મોતીલાલ નહેરૂ સાથે મારી મુલાકાત થઈ. વાર્તાલાપ દરમ્યાન મેં એમને પૂછયું, જ્યારે આપદેશની આઝાદી માટે મરી ફીટવાતૈયાર છો, તો પછી આપ વિદેશી (૧૩૨ - Page #164 -------------------------------------------------------------------------- ________________ સિગારેટશા માટે પીઓ છો?” આમ કહેતા મને કંઈક સંકોચ થયો, પરંતુ પંડિજી તો અત્યંત ખુશ થયા. તેમણે તે વખતે સિગારેટ ફેકી દીધી અને ભવિષ્યમાંદી પણ ન પીવાની પ્રતિજ્ઞા કરી, એટલું જ નહીં પાછળથી તેમણે જાહેરસભામાં કહ્યું હતું... હું અક્કલખોઈ બેઠો હતો પરંતુ એક જૈન મુનિએ મને અક્કલ આપી.” સંત નામદેવના જીવનમાં એકવાર એક બહેન તેના બાળકને ગોળ છોડાવવા સંત પાસે લઈ આવી. નામદેવે તેને અઠવાડિયા પછી બોલાવી. પહેલાં નામદેવે ગોળ છોડ્યો પછી બાળકને ઉપદેશ આપ્યો. પ્રજા હંમેશાં તેના આગેવાન નાયકોનું અનુસરણ કરતી હોય છે. એટલે લોકનાયકો જો પ્રજાને ચારિત્ર્યવાન, પ્રામાણિક, નૈતિકવાદી બનાવવા ઈચ્છતા હોય, તો એની શરૂઆત લોકનાયકોએ પોતાના જીવન વ્યવહારસુધારીને કરવી જોઈએ. પૂજ્ય ગુરુદેવે સ્વદેશી ચળવળના એકલોકનાયકને સાચી રાહ ચીંધીદેશસેવાનું કામ કર્યું હતું. પૂજ્ય ગુરુદેવ આઝાદીના સંગ્રામ દરમ્યાન મહાત્મા ગાંધી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, પંડિત મોતીલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલા લજપતરાય, પંડિત મદનમોહન માલવિયા, શૌક્ત અલી, મહંમદઅલી વગેરે રાષ્ટ્રીય નેતાઓના સંપર્કમાં રહ્યા હતા. તેમણે સ્વાતંત્ર સંગ્રામની સફળતા માટે આ મહાનુભાવોને અંતરથી આશીર્વાદનો આપ્યા હતા, પરંતુ આ લોકોની રાષ્ટ્ર ભાવનાને પોતાના પ્રવચનો દ્વારા અસરકારક રીતે લોકો સુધી પહોંચાડીને તેમને પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા પ્રેરણા આપી હતી. પૂજ્ય ગુરુદેવ નિર્ભય, નિસ્પૃહી, આધ્યાત્મિકવિભૂતિ હતા. પ્રેમ, માનવતા, કરુણા, મૈત્રી તથા ભાઈચારાના પૂજારી હતા. તેમણે જૈન સમાજના આંતરિક વિખવાદો મિટાવ્યા હતા. હિંદુ-મુસ્લિમ-શીખો વચ્ચે એકતા તથા ભાઈચારાના મૈત્રી સેતુ બાંધ્યા હતા. મહર્ષિ અરવિંદ મહાપ્રભુ તથા લોકમાન્ય ટીળક ભારતને અહિંસા અને પ્રેમથી સંપન્ન મહાન રાષ્ટ્રના રૂપમાં નિર્મિત કરવા ઈચ્છતા હતા. તેઓ ભૌતિકવાદના અભિશાપથી મહાન ભારતને મુક્ત કરવા ઇચ્છતા હતા. પૂજ્ય ગુરુદેવ પણ આવો જ દ્રષ્ટિકોણ ધરાવતા હતા. તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભારતની જનતાને પ્રેમ, અહિંસા એકતાનો ઉપદેશ આપ્યો હતો. માનવીય ગુણોથી સંપન્ન ભારતવાસીમાત્ર પોતાના રાષ્ટ્રને જગૌરવશાળીનથી બનાવતો, પરંતુ વિશ્વશાંતિનોત પણ બની શકે છે. પૂજ્ય ગુરુદેવે વિભિન્ન તહેવારો તથા જયંતિઓના માધ્યમથી સાંસ્કૃતિક તથા રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી ભારતીય જનમાનસને આત્મબલિદાન માટે સુસજકર્યું હતું. પૂજ્ય ગુરુદેવે પોતાના જીવનકાળ દરમ્યાન સ્વતંત્રતા આંદોલનમાં મહારાણા પ્રતાપ જયંતિ તથા શિવાજી જયંતિ જેવાવીર પુરુષોના પ્રસંગો પર પ્રભાવશાળી વ્યાખ્યાનો આપીને જનમાનસને સ્વાતંત્ર્યસંગ્રામ માટે ઘડ્યું હતું. વિ. સં. ૧૯૬૭માં મહારાણા પ્રતાપ યંતિનો સમારોહગુજરાવાલામાં મનાવવામાં આવ્યો હતો. એ પ્રસંગે તેમણે કહ્યું હતું.... “મહારાણા પ્રતાપની દેશભક્તિ અનુપમ હતી. જે દેશની આઝાદી, સ્વાધીનતા માટે વન વન ભટક્યા, જંગલનાકંદમૂળ ફળ ખાઈને એમણે દિવસો પસાર કર્યા. જે લોહપુરુષને દુઃખ અને ભૂખથી ટળવળતા બાળકોનું રૂદન પણ નડગાવી શક્યું એ પ્રખર વીરવાસ્તવમાં વજનો જ બનેલો હશે. મહારાણા પ્રતાપના જીવનની પ્રત્યેક ઘટનારોમાંચક છે. આજના યુવકો પ્રતાપના જીવનમાંથી -૧૩૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર પ્રાપ્તિ માટે આત્મ બલિદાન તથા સંસહન કરવાની પ્રેરણા લેશે તો ભારત સંસારમાં ) સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરી શકશે.’ પૂજ્ય ગુરુદેવ કહેતા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે સ્વધર્મ પાલન માટે આઝાદી આવશ્યક છે.’ એમના આ દ્રષ્ટિબિંદુથી વિચારતા શિવાજીએ ધર્મઝનૂની ઔરંગઝેબ સામે જે સંગ્રામ છેડ્યો હતો, એ સંસ્કૃતિની ધર્મની રક્ષાની લડાઈ હતી અને એટલે રવાતંત્ર સંગ્રામ દરમ્યાન તેઓ પોતાના પ્રવચનોમાં શિવાજી જેવા બહાદુર બનવાની યુવાનોને ઉપદેશ આપતા હતા. મુંબઇમાંગવાલિયાટેકથી પૂજ્ય ગુરુદેવના સન્માનમાં નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ ઉલ્લાસિત નર-નારીઓ, ભકતો તથા પંજાબથી આવેલા ખાસ ગુરુભક્તોની મંડળીઓના ગાયન વાદન મુંબઈના લોકો માટે અવિસ્મરણીય આકર્ષણ બની ગયાં હતાં. આવા કોઈધર્મગુરુના સન્માનમાં નીકળેલી આવીશાનદાર શોભાયાત્રા જોવાનું મુંબઇવાસીઓને યાદ નહોતું. પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા પ્રેરિત સ્વદેશી અપનાવો આંદોલન અંતર્ગત તે સમયે ભારતમાં ખાદી ધારણકરવી એરાષ્ટ્રભક્તિની નિશાની ગણાતી હતી. આજના ખાદીધારી પાખંડી રાજકારણીઓના કારણે જે ખાદી આજની તારીખમાં વગોવાઈરહીછે, એજખાદીની ત્યારે ભારે બોલબાલા હતી. તે સમયે ખાદીધારી રાષ્ટ્રભક્ત તરીકે લોકાર પામતા હતા. મૂળજીવદયાથી પ્રેરાઈ અહિંસાના નિયમનું ચુસ્તપાલન ક્રતાપૂજ્ય ગુરુદેવ તથા સાધુવંદને ખાદીની ચાદરોધારણ કરી શાંત મુદ્રામાં ચાલતા જોઈ રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાયેલા મુંબઈવાસીઓ તેમને રાષ્ટ્રીય આંદોલનના પુરસ્કર્તામાની તેમનો જય જ્યકારકરતા હતા. રાષ્ટ્રભક્તોતરીકે તેમને સન્માન આપી દિલથી બિરદાવતા હતા. આવા લોકો પૂજ્યશ્રીજીના વ્યાખ્યાન સાંભળી સ્વદેશી વસ્તુઓ વાપરતા થયા હતા. ઘણા લોકોએ જીવનમાં ખાદી અપનાવી હતી. પૂજ્ય ગુરુદેવ શરૂઆતથી જ સાદગીના ઉપાસક હતા. તેમને ઝાઝમાળ, બેડવાજાં ભવ્ય શોભાયાત્રાઓ પ્રત્યે વિશેષ રૂચિ નહોતી. તેમની નજર સમક્ષ ભારતના ભૂખ, ગરીબી, બેકારી, અજ્ઞાનતાથી બેહાલ થઈમરવાના વાંકે જીવતા હજારો ભારતવાસીઓની દારુણદુર્દશા રહેતી હતી. એ લોકોના ઉત્થાન સારુ પ્રયત્નો થાય એમાં પૂજ્ય ગુરુદેવને વિશેષ રસ હતો. આવા સાદગીના પૂજારી, માનવતાના ઉપાસક પૂજ્ય ગુરુદેવ તે સમયની આઝાદીની લડતના સમાચારોથી વાકેફ રહેતા હતા. જ્યારે જ્યારે અંગ્રેજ સરકાર ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલની કે અન્ય રાષ્ટ્રીય નેતાઓની કોઈ ચળવળ, સત્યાગ્રહકે આંદોલન વખતે ધરપકડકરતી, ત્યારે ત્યારે પૂજ્ય ગુરુદેવ એ રાષ્ટ્રીય નેતાઓના સન્માનમાં રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ જે તે નગરકે શહેરમાં પ્રવેશ ટાણે ધામધુમ થવા દેતા નહીં અને અત્યંત સાદગીથી પ્રવેશ કરી પોતાની સહાનુભૂતિની ભાવના પ્રગટ કરતા હતા. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી પૂજ્ય ગુરુદેવ જ્યારે ૨૫ જેટલા શ્રાવકો તથા સાધુવૃંદ સાથે અમૃતસર પધાર્યા, ત્યારે પાકિસ્તાનથી બેઘર થઈબેકારીનો ભોગ બનેલા ઘણા વિસ્થાપિતો ભારતમાં મરવાના વાંકે લાચારીમાં જીવતા હતા. આવી પરિસ્થિતિ નિહાળી ૧૩૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ રૂણાનિધિ પૂજ્ય ગુરુદેવનું હૃદય પીગળી ગયું અને તેમાણે પોતાના પ્રવચનોમાં પંજાબના તથા અન્ય ભકતોને ઉદ્દેશીને કહ્યું હતું. ‘આજે દેશ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હજારો હિંદ, મુસ્લિમ, જૈન, શીખ લોકોના પરિવાર ઘરબાર વિનાના નિરાધાર થઈ ગયા છે. તેમના ધંધા રોજગાર છીનવાઈ ગયો છે. તેમના પરિવારો અન્નજળના મોહતાજ થયા છે. એમના બાળકોને પોષણ મળતું નથી. બીમાર, વ્યાધિગ્રસ્ત લોકોની હાલત કફોડી છે. આવી પરિસ્થિતિમાં અમીરો જાગો! તમારી ધનની કોથળીઓ ખુલ્લી મૂકી દો. તમારા સૌ ભાઈભાંડુ માટે ભોજન, પાણી તથા આવાસની વ્યવસ્થાક્યો. તેમને નવીન ધંધા રોજગાર આપો. તેમના સારુદવા-દારૂની વ્યવસ્થા કરો. નાનાં બાળકોના ભોજનની વ્યવસ્થા કરો. જગતમાં માનવધર્મનું સ્થાન ઊંચું છે. આજે માનવતા તમને પોકારી રહી છે. જાગો ભાઈઓ! આ વિવશ લાચારને નિરાધાર લોકોની વિશાળ હૃદય રાખી મદદ કરો...!” સેવા જ આજની પરિસ્થિતિમાં સાચી પૂજા, સાચી ઇબાદત અને સાચી ગુરુવાણી છે. જો મનુષ્ય જીવિત રહેશે, તો જ ધર્મજીવંત રહી શકશે. જો સમાજસમૃદ્ધ, સુદ્ધ, બળવાન થશે તો જ દેશ, ધર્મ અને સંસ્કૃતિ પ્રાણવાન થશે.” પૂજ્ય ગુરુદેવની હૃદયસ્પર્શીવાતોથી અમીરાતવંગરોના દિલ પીગળ્યા. તેમણે પોતાનાં ધનની કોથળીઓ ખૂલ્લી મુકી દીધી અને દાનનો પ્રવાહ શરૂ થયો. અમૃતસરમાં જ હંગામી ધોરણે તંબુઓ ઊભા કરવામાં આવ્યા. ઠેર ઠેર ભોજનાલયો શરૂ થયા. બાળકો માટે ભોજનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી. બેકારીને લોકોએ નાની મોટી નોકરીઓ આપી, કામ ધંધે લગાડ્યા. હિંદુ-મુસ્લિમ, જૈન, શીખોના ભેદભાવ ભુલાઈ ગયા. સઘળા એક ભારત માતાના સંતાન હોય તેમ સાથે હળીમળી રહેવા લાગ્યા. ચોમેર માનવતા મહેંકવા લાગી. એકતા ભાઈચારાનું સરસ વાતાવરણ સર્જાઈ ગયું. પૂજ્ય ગુરુદેવે તત્કાલિન પંજાબ સરકારના ઉચ્ચ પદાધિકારીઓ તથા નેતાઓને પણ વિસ્થાપિતોના પુનર્વસન સારુ તાત્કાલિક પગલાં ભરવાની તાકીદ કરતા સરકારી તંત્ર પણ ઝડપથી લોકોને થાળે પાડવાના કામમાં જોતરાઈગયું. એજ અરસામાં પૂજ્યશ્રીએ સમગ્ર દેશવાસીઓને અનુલક્ષીને પંજાબના વિસ્થાપિત સૌ જાતિના પરિવારોની મદદમાટેએક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. જેઅપીલનેઅમૃતસરમાંથી પ્રસિદ્ધ થતાં એક ઉદ્અખબારમાં વાચા આપવામાં આવી હતી. તેમની અપીલને દેશભરમાંથી સુંદર વિધેયાત્મક પ્રતિભાવ સાંપડ્યો. ગુજરાતના અમદાવાદ, સુરત, મુંબઈ ઈત્યાદિશહેરોમાંથી લોકોએ દાન તથા અનાજ મોકલાવ્યું. કપડાની ગાંસડીઓ ઔષધિઓ મોકલાવી તથા વિસ્થાપિતોના ધંધા રોજગારની વ્યવસ્થા કરવાની ખાતરી ઉચ્ચારી. આમ પૂજ્ય ગુરુદેવે વિસ્થાપિતોનો પ્રશ્ન હલ કરવાના પૂરતા પ્રયાસ કર્યા. - પંજાબથી વિહાર કરી તેઓ જ્યારે બિકાનેર પધાર્યા, ત્યારે રસ્તામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાની ટહેલ નાખતા સૌ લોકોને ભાઈચારો કેળવવા, શાંતિ જાળવવા હૃદયસ્પર્શી ઉપદેશ આપતા રહ્યા હતા. બિકાનેરમાં પણ તેમણે આવા વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે ધનિકોને પ્રેરણા આપી હતી. આમ પૂજ્ય ગુરુદેવે નવભારતના નિર્માણ ટાણે -૧૩૫ - Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દભવેલી સમસ્યાઓ સુલઝાવવામાં પોતાનો યથાશક્તિ ફાળો આપી પોતાની દેશભક્તિનો પરિચય આપ્યો હતો. વિચક્ષણ બુદ્ધિના ચાલાક અંગ્રેજો ભારતને સદાય ગુલામીની બેડીઓમાં જકડી રાખવા માગતા હતા. મહાત્મા ગાંધી પ્રેરિત સત્યાગ્રહ, અસહકારના આંદોલને જ્યારે દેશમાં વેગ પકડ્યો ત્યારે આ શાસકોએ પોતાની ભાગલા પાડો અને રાજકરી’ નીતિને વેગવંન્ને બનાવી હતી. જો ભારતના હિંદુ-મુસ્લિમોને ધર્મના નામે અંદરો અંદર લડાવવામાં આવે તો આંતરિક કલહમાં જ આ લોકો અટવાઈ જાય અને એકતાના અભાવમાં ગાંધીજીના આંદોલનને સફળતા ન મળે. આવા મલિન ઈરાદાઓ સેવી અંગ્રેજો મુસ્લિમોને ભરમાવતા હતા અને આઝાદી પછી મુસ્લિમોને દેશમાં કોઈ સ્થાન નહીં મળે એવી અપપ્રચાર પણ કરતા હતા. મુસ્લિમો પણ ઓછી સંખ્યાના કારણે એમની વાતથી ભોળવાઈ જતા હતા. આવા એકતા તોડવાના પ્રયાસો સામે પૂજ્ય ગુરુદેવે ઠેર ઠેર આ બન્ને કોમો વચ્ચે એકતા કેળવાય, ભાઈચારો સ્થાપિત થાય એવા પ્રયાસો કર્યા હતા. તેમણે પોતાના પ્રવચનોમાં પણ રાષ્ટ્રની સ્વતંત્રતા સારુ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. એક વાર પૂજ્ય ગુરુદેવ માલેર કોટલા પધાર્યા. અહીં તેમણે પોતાના હિંદુ-મુસ્લિમ ભક્તોને જે ઉપદેશ આપ્યો, એમાં તેમની રાષ્ટ્રીય ઉત્થાનની ભાવનાનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીજીએ પોતાનાં વકતવ્યમાં જણાવ્યું હતું.. ભારતની આઝાદીમાંજઆપણા સૌનુંલ્યાણરહેલું છે... અને આઝાદીત્યારે જ પ્રાપ્ત થાય, જ્યારે હિંદ મુસ્લિમ, શીખ સૌકોમમાં સંપ, એકતા સ્થાપિત થાય. આંતરિક વિખવાસ્નાઅંત વિનાએક્તાની સંભાવના નથી. એક્તાનું જતનરવા આપણેરેક પ્રકારનું બલિદાન આપવું પડશે. જો પ્રત્યેક ગામ તથા શહેરમાં એકતા સ્થપાશે, ભાઈચારોકેળવાશે તો ભારત વર્ષનું વિશ્વ શાંતિના ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન નોંધાશે, એકઅલાયસ્થાન બની જશે. જન્મટાણે નતો હિંદુચોટલી સાથે અવતરે છે, નમુસલમાન સુન્નત સાથે, શીખનું બાળકપણ મસ્તક પર પંચકેશીસાથે જન્મતું નથી. જન્મ પછી બાળક જેતે સમાજમાં ધર્મના સંસ્કારથી રંગાઈ જગતમાં પોતાની અલગ અલગ ઓળખપેદા કરી ભિન્ન ભિન્ન જાતિના માનવી તરીકે જીવન વ્યતીત કરે છે. ભૂલી જાઓ એ સઘળીદુન્યવી ભિન્નતા.! મિટાવી દો અવરોધક ધર્મના વાડા..! દિલમાં આજે કેળવી લો એક ઉદાર ભાવના. આપણે સૌએ હળી મળીને રહેવું છે. આપણામાં જ્યારે આપણા પડોશીના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થવાની ભાવનાનો જન્મ થશે, ત્યારે જ આપણે ખુદાના સાચા બંદા, ઇશ્વરના સાચા ભક્ત થઈ શકીશું. એક વાત સદાય રસ્મરણમાં રાખજો આપણે સૌ ભાઈ ભાઈ છીએ. આનવાબીરાજ છે. પરંતુ અહીંયા હિંદુ-મુસ્લિમ સૌ એકસમાન છે. મને યાદ છે જ્યારે સ્વર્ગસ્થ ગુરુ મહારાજ પૂજય આત્મારામજી અહીંયા પધારતા અને ઉપાશ્રયમાં રોકાતા, ત્યારે જો નવાબસાહેબ પણ હાથી પર સવાર થઈ આ માર્ગે પસાર થતા, તો તેઓ ઉપાશ્રય પાસે સવારી રોકાવતા અને કોઈની સાથે બાબાજીને મારી સલામ’ની શુભકામના અવશ્ય મોકલાવતા. નવાબસાહેબની એ ભાવનાને તમે લોકો જીવનમાં ઉતારી Page #168 -------------------------------------------------------------------------- ________________ અહીંયા એકતા જાળવી રાખશો, તો તમારા રાજ્યમાં સૌ પ્રથમ સ્વરાજ્યની સ્થાપના થશે અને રાજા પ્રજા તથા સૌનું કલ્યાણ થશે...!' એકવાર રાયકોટમાં પૂજ્ય ગુરુદેવનું ચોમાસું નક્કી થયું હતું. ચોમાસું શરૂ થવા આડે થોડા દિવસો બાકી હતા, ત્યારે કેટલાક ભક્તો પૂજ્યશ્રીજીને મળ્યા અને તેમણે રાયકોટમાં કોમીતોફાન થવાની વાત પૂજ્ય ગુરુદેવને જણાવી, ત્યાં ચોમાસું નહીં કરવા વિનંતિ કરી. પરંતુ પૂજ્યશ્રીએ તેમની વાત ધ્યાન પર ન લેનારાયકોટમાં જ સુખશાંતિપૂર્વક ચાતુર્માસ પૂરો કર્યો. પૂજ્ય ગુરુદેવના હિંદુ-મુસ્લિમ-શીખ ભક્તો પર તેમના ભાઈચારા તથા એકતાના ઉપદેશના પ્રભાવના કારણે અન્ય વિસ્તારોમાં તંગદિલી થવા છતાં, રાયકોટ કોમી દાવાનળનું બોગ થયું નહોતું. એમના એકતાના સંદેશની એ શુભ અસર હતી એમ સહેજે માની શકાય, એવી આ ઘટના છે. ભારત પાકિસ્તાનના ભાગલા પછી અમૃતસર પધારેલા પૂજ્ય ગુરુદેવે જૈન સમાજના સાથ સહકારથી વિસ્થાપિત દુઃખી લોકોના પુનર્વસન માટે અનેક યોજનાઓકાર્યાન્વિત કરાવી હતી. થોડા દિવસો પછી પૂજ્ય ગુરુદેવ અમૃતસરથી વિહાર કરી પટ્ટી પધાર્યા. ત્યાંથી વિચરણ કરતા ફરીદકોટ આવ્યા. મહાન ત્યાગી યુગપુરુષ પૂજ્ય ગુરુદેવના પાવન પગલાં પોતાના શહેરમાં થયાના સમાચારથીરોમાંચિત થયેલા ભાજનોએતેમનાંસ્વાગતની જોરદાર તૈયારીઓ કરી. બેન્ડવાજાં, રક્ષયાત્રા, ભજન મંડળીઓ સાથે લોકો વિવિધ વાહનોમાં સવાર થઈ પૂજ્યશ્રીને વધાવવા સામા ગયા. પૂર્ણ વૈરાગી, વિવેક્શીલ, નવીન વિચારધારાના પુરસ્કર્તા, આધુનિક માનવસમાજના મહાન શિલ્પી, રાષ્ટ્રવાદી પૂજ્ય ગુરુદેવને ગંભીર મુદ્રામાં જોઈ લોકો વિમાસણમાં પડી ગયા. તેઓ પણ ગંભીર થઈ ગયા. ભાવપૂર્વક વંદના કરી તેમણે પૂજ્યશ્રીજીને સવિનય ઉદાસીનતાનું કારણ પૂછ્યું. ‘આજે શહેરમાં હડતાળ છે, ખરું ને ? શું કારણ છે ?’ પૂજ્ય ગુરુદેવે ઉપસ્થિત ભક્તજનોને સવાલ કર્યો. ‘મહારાજસાહેબ! આજે દિલ્હીમાંરાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્માગાંધીજીની નિર્મમ હત્યાકરવામાં આવી છે! લોકોએ સ્વિંગતના સન્માનમાં અને હત્યાના વિરોધમાં આજેહડતાળનું એલાન કર્યુ છે!” ‘ભાઈઓ ! આવા પ્રસંગે ધામધૂમ તથા ગાયનવાદન સાથેની તૈયારીઓ કરવી ઉચિત નથી. તમે આ બધુ શીઘ્રતાથી બંધ કરાવો. આપ્રમાણે મારાથી નગરપ્રવેશ કરાય નહીં!' લોકોની વિવેકબુદ્ધિ જાગૃત થઈ. પૂજ્ય ગુરુદેવની ત્યાગપૂર્ણ તથ્યપૂર્ણ વાત તેઓ સમજી ગયા. તત્ક્ષણ ગાયનવાદન બંધ કરાવી સૌ શાંત થઈ ગયા. ત્યારબાદ ભક્તજનો સાથે પૂજ્યશ્રીજીએ મૌન પાળી શાંતિ અને સાદગીથી નગરપ્રવેશ કર્યો. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં એક અનોખી ભૂમિકા નિભાવી, અહિંસાતથામાનવતાના પરમ ઉપાસક ગાંધીજી જેવારાષ્ટ્રના સર્વમાન્ય નેતા અને રાષ્ટ્રપિતાના આવા કરુણ અંજામ ટાણે ધામધૂમ કરવી સર્વથા અનુચિત હતી. વિવેકમૂર્તિ વિનમ્ર પૂજ્યશ્રીજીનું આ તદ્દન વ્યાજબી અને વ્યવહારપૂર્ણદ્રષ્ટિબિંદુ હતું. રાષ્ટ્રહિત અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર ગાંધીજીની નિર્મમ હત્યા જેવા ગંભીર પ્રસંગે ધામધૂમ તથા ગાયન વાદન કરવા એ દેશવાસી તરીકે કોઈના ૧૩૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ પાણમાટેશોભાસ્પદ વાત નહોતી. સાદગીથી મૌન પાળી શાંતિપૂર્વકનગરપ્રવેશ કરીને પૂજ્યશ્રીજીએ દિવંગત મહાત્માને શોકાંજલિ અપ પોતાની માનવધર્મ નિભાવ્યો. આ પ્રસંગમાં તેમની સમયોચિત વિવેકશીલતા તથા રાષ્ટ્રીય ભાવના વ્યક્ત થાય છે. ‘વિજ્ઞાનનો ઉપયોગ જ્યારે પ્રત્યેક પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણ માટે જ થશે, વેરભાવના, શોષાગવૃત્તિ, અમલદારશાહી અને સામ્રાજ્યવાદની ભાવના પ્રત્યેક પ્રજા તથા રાષ્ટ્રમાંથી નેસ્તનાબૂદ થશે, ત્યારે જ વિશ્વશાંતિનો સંદેશ જગતના ખૂણે ખૂણે ગુંજી ઊઠશે. આ મહાન કાર્ય આપણે કરવાનું છે એ સારુ આપણે કટિબદ્ધ થવાનું છે...” મુંબઇ ખાતે ભરાયેલી ‘વિશ્વ ધર્મ પરિષદ” માટે પૂજ્ય ગુરુદેવે મોકલાવેલા પોતાનાં ઉપરોકત સંદેશના આ અંશમાં તેમની રાષ્ટ્રિય ભાવના, વિશ્વ બંધુત્વનો ભાવ તથા હૃદયની વિશાળતા પ્રગટ થાય છે. રાષ્ટ્રના ઘડતરમાં અવરોધક પરિબળો પ્રત્યે તેમણે જે ધ્યાન દોર્યું હતું એ પરિબળો આજે રાષ્ટ્ર વિકાસ માટે ઘાતક સિદ્ધ થઈ રહ્યાં છે. વ્યસનમુક્તિ દ્વારા સમાજને સુસંસ્કૃત, સુખી, સમૃદ્ધ બનાવવા તે સમયમાં જનજાગરણ અભિયાન ચલાવવામાં આવતા હતા. ભારતમાં ઠેર ઠેર નશાબંધીના ઉપક્રમે જનજાગૃતિના કાર્યક્રમો યોજી રાષ્ટ્રીય ચેતના જગાડવામાં આવતી હતી. પૂજ્ય ગુરુદેવ આવા કલ્યાણકારી રાષ્ટ્રીય હિત ધરાવતા કાર્યક્રમોમાં ઘણીવાર ભાગ લેતા અને પોતાના વ્યાખ્યાનો દ્વારા જનજાગૃતિ અભિયાનમાં પોતાનું યોગદાન આપતા હતા. સી. વોર્ડ કોંગ્રેસ સમિતિ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી તા. ૧૨-૪-૧૯૫૩ના દિવસે મુંબઇની લુહાર ચાલમાં નશાબંધી સપ્તાહની ઉજવણીના ઉપક્રમે એકસાર્વજનિકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભામાં પૂજ્ય ગુરુદેવે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું.. ભાગ્યશાળીઓ ! ધર્મશાસ્ત્રો તો પોકાર પાડી કહે છે કે મિથ્યા સાધનો તથા અભક્ષ્ય ખાનપાનથી મનુષ્યનીદુર્ગતિ થાય છે. આવો વ્યસની માણસ પોતાના શરીરને નુકસાન કરે છે સાથે સાથે પરિવારનો પણ વિનાશ નોતરે છે. ઉપરાંત સમાજ તથા રાષ્ટ્રનું પણ અહિત કરે છે. કોઈપણ ધર્મશાત્રે મદ્યપાનની અનુમતિ આપી નથી, કારણ તેનાથી શરીર વ્યાધિગ્રસ્ત બને છે. માનવી પશુ બની જાય છે. તન,મન તથા ધનની બરબાદી થાય છે. જે ઘરમાં બે ટંક ભોજનના ફાંફા હોય, અંગ ઢાંકવા વસ્ત્રોન હોય, સારાં વાસણોન હોય એવા ઘરમાં શરાબપાન માટે આઠ આનાકે રૂપિયાની માંગણી થાય તો એ ઘરની કેવી દુર્દશા થાય? એવા ઘરમાં ગૃહિણી તથા બાળકોની કેવી હાલાકી થતી હશે? રામ,કૃષ્ણ અથવા મહાવીરનું નામ સ્મરણ કરવાનું તો લોકોને સૂઝતું નથી. તેનાથી વિપરીત વ્યસનના ગુલામ બની બરબાદથવાનીકુમતિ આવા લોકોને કયાંથી સૂઝે છે? આપણા સૌનો ધર્મ છે સ્વયંને આ વ્યસનથી બચાવીએ અને આપણા પડોશી તથા સંબંધીઓને પણ એ વિનિપાતના માર્ગેથી બચાવી સન્માર્ગે વાળીએ...વ્યસનના ચક્કરમાં ફસાઈપરિવાર, સમાજ, રાષ્ટ્ર તથા સ્વયંની બરબાદી કરવા શું આપણને મનુષ્યભવ મળ્યો છે? આત્મામાં અનંત શક્તિ છે. પાપના મેલને પ્રાયશ્ચિત્ત દ્વારા ધોઈ, આત્મશુદ્ધિ કરી ૧૩૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ પામવી એ આપણું પરમ લક્ષ્ય છે. વિદેશીઓ ચાલ્યા ગયા છે. તેમણે જ આપણી આબાદી તથા સંપત્તિ લૂટવા તથા શારીરિક શક્તિનો નાશ કરવા આપણા દેશમાં દારૂનાદેયના પ્રવેશ કરાવી ઉછેર્યો છે, એ તો હવે ચાલ્યા ગયા છે, પરંતુ એમની પાછળ રહી ગયેલા એ વિકરાળ દૈત્યને પણ પરાસ્ત કરી દેશમાંથી હાંકી કાઢવો એ આપણું કર્તવ્ય છે.' સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં લોકો એટલા સુખી અને નિર્ભય હતાકે એ લોકો રાત્રે ઘરને તાળાં માર્યા સિવાય નિરાંતે ઊંઘી શકતા હતા. ભારતના ઈતિહાસમાં એકાળ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. એટલે જે રાજ્ય, દેશ કે રાષ્ટ્રનો શાસક દીર્ઘદ્રષ્ટા, વિચારશીલ, ભલો પ્રજાપ્રેમી તથા કડક ન્યાયપ્રિય હોય છે, એ પ્રજાનું શોષણ થતું નથી. લોકોની સમૃદ્ધિ વધે છે અને રાષ્ટની ઉન્નતિ થાય છે. આદર્શ શાસકકેવો હોવો જોઈએ અને તેના પ્રજા માટેનાં કર્તવ્ય કેવાં હોવા જોઈએ એ વિષે પૂજ્ય ગુરુદેવ સ્પષ્ટ અભિગમ ધરાવતા હતા. ઈ.સ. ૧૯૫૩ના ભાયખલાના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવને ૧૫મી ઓગષ્ટના, સ્વતંત્રતાની ઉજવણીના પ્રસંગે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી યશવંતરાય ચૌહાણની અધ્યક્ષતામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના પ્રસંગને અનુલક્ષીને પૂજ્ય ગુરુદેવે પોતાના વકતવ્યમાં સમાજની હિતરક્ષા તથા એ દ્વારા રાષ્ટ્ર હિતની વાત જણાવતા કહ્યું હતું... ‘રાજ્યકર્તાઓએ પોતાના રાજ્યમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેના કારણે પ્રજાની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય. દેશમાં બેકારી ઘટાડવાના ઉપાયો થવા જોઈએ. કોઈ વ્યક્તિને ભૂખે મરવું ન પડે અને દરેકને રહેવા સારુ ઘરની વ્યવસ્થા સાંપડે તેવી વ્યવસ્થા થવી જોઈએ. હજારો લાખો લોકોને કામ ધંધો આપવાની, રોજગાર ઉપલબ્ધાવવાની મોટી મોટી યોજનાઓ ઘડવામાં આવી છે, પરંતુ પ્રજાના તમામ વર્ગનાલ્યાણ, ઉત્થાન તથા ઉત્કર્ષમાં વિલંબન થાય, એ વાતનું ધ્યાન સરકારે રાખવું જોઈએ. પ્રજા પર વધુ પડતા કરવેરા પણ નાખવા જોઈએ નહીં...” પૂજ્ય ગુરુદેવના બહુઆયામી પ્રભાવી વ્યક્તિત્વની અસર તત્કાલીન આઝાદીના આંદોલનના નેતાઓ તથા ગાંધીવાદી વિચારસરણી ધરાવતા ઘણા લોકસેવકો પર પડી હતી. પૂજ્ય ગુરુદેવની સારા શિક્ષણ પ્રચારક, સમાજ સુધારક તથા રાષ્ટ્રભક્ત સંત તરીકેની છાપ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોરારજીભાઈ દેસાઈ પર અંકિત થઈ હતી. એમનો એ ભાવપૂજ્ય ગુરુદેવના મહાપ્રયાણ પછી તેમણે મોકલાવેલા શોક સંદેશમાં પ્રગટ થયો હતો. શ્રી મોરારજીભાઈ દેસાઈએ લખ્યું હતું... .એમના (પૂજ્ય ગુરુદેવના) જીવન તથા કાર્ય પ્રણાલિનો મારા જીવન પર ખૂબ સરસ પ્રભાવ પડયો હતો. આચાર્યશ્રીજીએ જૈનોની દાનવૃત્તિને માત્ર ધાર્મિક સંસ્થાઓ સુધી જ મર્યાદિત ન રાખતા, તેને શિક્ષણ ક્ષેત્ર ભણી પણ વાળી હતી. (અર્થાતુ જૈનોને શિક્ષાગ પ્રચારના કાર્યા પાછળ ધનખર્ચવા પ્રેરણા આપી હતી.) વિશેષ કરીને ગરીબ વિદ્યાર્થીઓની સહાયતા કરવામાં તેમણે જાતિ અથવા ધર્મના ભેદભાવ રાખ્યા નહોતા. અન્ય સામાજિક સુધારા સંબંધી પણ તેમના વિચાર પ્રગતિશીલ રહ્યા હતા. તેમણે ખાદીધારાગકરી હતી અને દારૂબંધીના કાર્યમાં પણ પૂર્ણ સહયોગ આપ્યો હતો. આવા આચાર્યશ્રીના જીવનમાંથી અનેક લોકોએ પ્રેરણા મેળવી હતી. મને આશા છે કે તેમનાર્દેહવિલય પછી પણ એમની પ્રેરણાઓ કાર્યાન્વિત રહેશે.' વિ.સં. ૧૯૯૮ ના વર્ષમાં સ્વરાજ્યની લડત ચરમસીમા પર હતી. બીજું વિશ્વયુદ્ધ પૂર (૧૩) Page #171 -------------------------------------------------------------------------- ________________ જોશમાં ચાલતું હતું. સનટકાવવાની લ્હાયમાં અંગ્રેજોશમાં કોમી તોફાનોનો પલીતો ચાંપી રહ્યા હતા. પ્રજામાં બેચેની, બેકારી, બિનસલામતીની લાગણી પ્રવર્તતી હતી. એ અરસામાં જપૂજ્ય ગુરુદેવ લુધિયાણા પધાર્યા.સ્વાગતના જવાબમાં તેમણે લોકોને હિમ્મત આપતા કહ્યું હતું.... અત્યારની વિષમ પરિસ્થિતિમાં જ્યારે યુનાં રાણશિંગા ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગભરાઈને દોડાદોડી કરી મૂકવાથી શો લાભ થવાના? તમે લોકો ચાહકર્મવાદીહો, ચાહેશ્વર કે ખુદાને માનતા હો, જેની જેના પર શ્રદ્ધા હોય તે એના પર ઢ શ્રદ્ધા રાખીને ધીરજથી કામ કરે, જેથી મુસીબતોનો આસાનીથી સામનોઈ શકે. આ સમયે આપણે માત્ર આપણાકુટુંબ જ નહીં, ગામ, શહેર, જિલ્લા કે પ્રાંતનો જ નહીં, બલ્ક આખાદેશનો વિચાર કરવો જોઈએ. જેની પાસે જેટલી સંપત્તિ હોય, બુદ્ધિ કે શક્તિ હોય તેટલી સૌના કલ્યાણ માટે વાપરે. આજ સાર્થકતા છે, માનવજીવનની. આવા સમયે ડરપોકો અને સ્વાથીઓને જીવતા રહેવાનો શો અધિકાર છે?' - પૂજ્ય ગુરુદેવના આ શબ્દોમાં ઝલકે છે... વિશાળ રાષ્ટ્રપ્રેમની ભાવના, સૌના કલ્યાણની ભાવના... નિઃસ્વાર્થ માનવતાની સમજતથાસ્વકેન્દ્રી ભીરુ લોકોના અભિગમ પ્રત્યેની ટકોર!પૂજ્ય ગુરુદેવ રાષ્ટ્ર સ્વાતંત્ર, વ્યક્તિ સ્વાતંત્ર તથા સર્વાગી મનુષ્ય જાતિના અભ્યદયનાપુરસ્કર્તાહતા. વિ. સં. ૧૯૯૭માં પૂજ્ય ગુરુદેવ અંબાલા પધાર્યા હતા. તે સમયે પૂજ્ય ગુરુદેવના એક અનુરાગી સદ્દગૃહસ્થ ભક્ત તે સમયમાં રૂપિયા ૧૦નું દાન જાહેર કર્યું હતું. એ સમય પ્રમાણે આ રકમ ઘણી મોટી ગણાય તેવી હતી. પૂજ્યશ્રીજીએ એ રકમ ગરીબોમાં કપડાં વહેંચવા માટે તત્કાલીન કોંગ્રેસ સમિતિને આપી દીધી હતી. પૂજ્ય ગુરુદેવે વિહાર દરમ્યાન ગ્રામીણ તથા શહેરી વિસ્તારોની મુલાકાત લીધી હતી. દેશમાં પ્રવર્તતી ગરીબી, નિરક્ષરતા, બેકારીતા હતાશામાં ડૂબેલી આમ જનતાની સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હતા. આવી દરિદ્ર પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે, ત્યાં સુધી સમૃદ્ધ, મજબૂત તથા સ્વતંત્ર રાષ્ટ્રની કોઈ સંભાવના નહોતી, એટલે પૂજ્ય ગુરુદેવ તેમને જ્યારે જ્યારે તક સાંપડતી, ત્યારે ત્યારે સમાજના આવા વર્ગના ઉત્થાન સારુ લોકોને હૃદયસ્પર્શી અપીલ કરતા હતા અને યથાશક્તિ આવા લોકોની મદદ કરવાના પ્રયાસો પણ કરતા રહેતા હતા. અજ્ઞાન તિમિરતારિણી, યુગવિભૂતિ પંજાબ કેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની રાષ્ટ્રભક્તિ સદાય સ્મરણીય રહેશે. તેમણે હિંદુ, મુસ્લિમ, શીખ, જૈન, પારસી સૌ કોમના લોકો વચ્ચે ભાઈચારો, એકતા સ્થાપી સૌને રાષ્ટ્ર નિમણમાં લાગી જવા પ્રેરણા આપી હતી. વ્યસનમુક્તિ સારુ તેમણે આજીવન પ્રયાસો કર્યા હતા. શિક્ષણ પ્રચારધારા સમાજમાં જાગૃતિ આણી હતી. આઝાદીના લડવૈયાઓને તેમણે આશીર્વાદઆપ્યા અને સ્વયં ખાદીધારણ કરી સૌને સ્વદેશી આંદોલન માટે પ્રોત્સાહિત કર્યા હતા. આઝાદી પછી પણ લોકકલ્યાણને અનુરૂપ શાસન ચલાવવાનેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા, સ્વધર્મના પાલન માટે આઝાદી આવશ્યક છે, એમ માનતાપૂજ્ય ગુરુદેવે રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા આજીવન પ્રયાસો કર્યા હતા. દેશસેવામાં એમનું યોગદાન સદાય સ્મરણીય બની રહેશે. (૧૪૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ ' “ખાદી એ નિર્દોષ જીવો પ્રત્યે મૈત્રી તથા કરૂણાભાવ કેળવવામાં સહાયક થાય છે. એનાથી માનવતા પોષાય છે. વિદેશી વસ્ત્રોમાં ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના સારુ અસંખ્ય નિર્દોષ પ્રાણીઓનો વધ થાય છે. એટલે એવાં વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય નહીં. શુદ્ધ સાધ્ય માટે શુદ્ધ સાધનની આવશ્યકતા છે. પ્રભુભક્તિ એ શુદ્ધ અનુષ્ઠાન છે. તેમાં તન, મનની શુદ્ધતા જોઈએ. વસ્ત્રો નિર્મળ હોવાં જોઈએ અને વસ્ત્રો નિર્મળ ત્યારેજ કહેવાય, જ્યારે તે કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીને પીડા કર્યા સિવાય બનાવવામાં આવ્યા હોય, તેમાં માનવનું શોષણ પણ થયેલું. ન ચાલી શકે. એટલે ખાદીના ઉપયોગથી જ અહિંસાનું પાલન શક્ય બને છે, અને એ વસ્તુ પ્રભુભક્તિનું જ એક અંગ છે.” - ગુરુવર વિજય વલ્લભ સુરિજી