________________
ભૂલથી કે જેને જૈન ધર્મ તથા તેના અનુયાયીઓ વિષે સહેજ પણ જાણકારી નહોતી, તેણે ઓસવાલોની શુદ્રમાં ગાગતરી કરાવી દીધી હતી, એ બાબતમાં પૂજ્યશ્રીએ રસ દાખવી કમિટિ બનાવડાવી એ ભૂલ સુધરાવી. (૩) તે જ વર્ષે મુંબઈમાં થતાંબર મૂર્તિપૂજક જૈનોની સભા મળનારી હતી. તેમણે એકતા તથાસંપ વધારવાના હેતુથી એ સભામાં ભાગ લેવા પંજાબના શ્રાવકોને પ્રેરણા આપી. ત્યારથી પંજાબના પ્રતિનિધિને પ્રતિ વર્ષ મોકલવાની પ્રથા ચાલુ થઈ. સમાજમાં ધાર્મિક શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુથી તથા પાયાથી જ ધર્મના સંસ્કારોના સિંચનના શુભાશયથી અંબાલાશહેરમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાળા ખોલવામાં આવી. ધીરે ધીરે વિકાસ થતા. તેનું હાઈસ્કૂલમાં રૂપાંતર થયું હતું.
તે જમાનામાં સ્ત્રી શિક્ષણની પ્રવૃત્તિ સમાજમાં નહીંવત હતી. જૈન સમાજ ઉત્સવો પાછળ બેફામ ખર્ચ કરતો હતો, પરંતુ સમાજની અબુધ, અનાથ, નિરાધાર અને નિઃસહાય શ્રાવિકાઓનાં આંસુ લૂછવાની તેમને ફુરસદ નહોતી. પૂજ્ય ગુરુદેવ આ વાત સારી રીતે જાણતા હતા.
મહા વદ પાંચમ સંવત ૧૯૭૧માં મુંબઇથી ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્યશ્રીજી સુરત પધાર્યા. ગોપીપુરામાં ઝવેરી નગીનચંદ્ર કપુરજી દ્વારા આયોજિત શાંતિસ્નાત્ર પૂજામાં તેઓ પધાર્યા, ત્યારે ઉપાશ્રય ખીચોખીચ ભરેલો હતો. સાધુ સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓથી ઉપાશ્રય ચિક્કાર હતો. વયોવૃદ્ધ પંન્યાસ શ્રીસિદ્ધિ વિજ્યજી મહારાજ પણ ત્યાં બિરાજમાન હતા.
કાળ ક્ષેત્રદ્રવ્ય તથા ભાવને પારખી પૂજ્ય ગુરુદેવે આ પ્રસંગ પર સ્ત્રી શિક્ષાગ પર હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. પોતાનાં વકતવ્યમાં તેમણે સમાજની વર્તમાન વિચારધારા અને પરિસ્થિતિની સમીક્ષા કરતા અસહાયશ્રાવિકાઓના લાભાર્થે શ્રાવિકાશ્રમ ખોલવાની વાત પર ભાર મૂક્યો. તેમના પ્રભાવી વકતવ્યની જબરજસ્ત અસર ઉપસ્થિત સૌ ભાવિકો પર થઈ. વ્યાખ્યાન પૂર્ણ થતાં જશ્રાવિકાશ્રમ ખોલવાનો નિર્ણય લેવાઈ ગયો. એ શુભ કાર્ય માટે તે જ ટાણે સાડા ચાર હજાર રૂપિયાનો ફાળો પણ એકઠો થઈ ગયો. નિઃસ્વાર્થ સંતની શુભ ભાવનાનો પડઘો હતો. આમ સમાજની નિરાધાર મહિલાઓ માટે એક આધારનું નિર્માણ થયું.
જૂના સમયમાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ ઓછો થયો હતો. શ્રાવકોની સંખ્યા પણ ઝાઝી નહોતી. સાધુ-સાધ્વીઓને વિહારમાં આહાર પાણીની વિશેષ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. એટલે આવાગ્રામીણ વિસ્તારોમાં સાધુ ભગવંતોનું ભ્રમણ ખૂબ ઓછું રહેતું હતું. કેટલાંય ગામડાઓ એવાં હતાં, જ્યાં વર્ષો સુધી કોઈ સાધુ ભગવંતના પગલાં પાણ નહોતા થયાં. આના માઠાં પરિણામ પણ કેટલીક જગ્યાએ દેખાવા લાગ્યાં હતાં.
- નવસારી પાસેના રચલિયા નામના ગામમાં પૂજ્ય ગુરુદેવ જ્યારે પધાર્યા, ત્યારે ત્યાં વસતા આબાલવૃદ્ધ સૌ લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. અંતિમ ૬૦ વર્ષથી તેમના ગામમાં કોઈ જૈન સાધુ-ભગવંતના પગલાં થયા નહોતાં. ગામની સ્થિતિ બગડી ચૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org