SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ મારો નાનો ભાઈસાચે જસાધુ થવા જમ્યો છે. મારે તેની આડે આવી અંતરાયકર્મ ન બાંધવું જોઈએ. છગનભાઈના જીવનમાં ઉતરેલી એસાધુતાની જ કદાચ પ્રભાવ હશે જેમને તેમના મોટાભાઈનું હૃદય પરિવર્તન કરી નાખ્યું. એમના ચહેરા પર વ્યાપેલી શાંતિ, આનંદ અને પરિતોષ એ તેમના ત્યાગપૂર્ણસાધુતાપૂર્ણ આચરણનું જ પરિણામ નહીં હોય? બીજા દિવસે સવારે જ્યારે ખીમચંદભાઈછગનભાઈનો સંથારો ઉપાડી ચાલવા લાગ્યા તો છગનભાઈએ તેમને સમજાવીને એ સામાન જાતે ઊંચકી લીધો. સાધુતો સ્વાવલંબી હોય, તેણે પોતાના વડીલોની, સ્થવિર સાધુઓની સેવા કરવાની હોય, કોઈની પાસે સેવા કરાવવી એ થોડી સાધુતા છે? છગનભાઈએ જીવનમાં સ્વાવલંબનનો ગુણ કેળવી લીધો હતો. સંસારના સુખો મોહ લાલસાના પ્રબળ બંધન તો છગનભાઈનાત્યાગી આત્માએ ક્યારનાયતોડી નાખ્યા હતા, જે ત્યાગી આત્માની એક સિદ્ધિ જ હતી, પરંતુ ખેતરમાં બીજ વાવી દેવાથી અનાજ મળી જતું નથી. બીજનું સિંચન, માવજત તથા દેખરેખ જરૂરી થઈ પડે છે. છગનભાઈ પોતાના આત્મામાં પડેલા ત્યાગના બીજને પણ વિકાસ આપી ઘટાદાર વૃક્ષરૂપે જોવા આતુર હતા, પરંતુ કર્મસંજોગે તેમની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. એક બાજુવકીલ ખીમચંદભાઈ તેમને સાધુસંગતિથી વિમુખ કરવા પ્રયત્નશીલ હતા અને દીક્ષાની અનુમતિ આપવા રાજી નહોતા, તો બીજી તરફ પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબ પણ ઘરના વડીલોની મંજૂરી વિનાદીક્ષા આપવા સંમત નહોતા. ત્યાગી આત્માછગનભાઈની દિશા હતી. પરંતુ વૈરાગ્યના છંદે ચડેલા, ત્યાગના રંગે રંગાયેલા છગનભાઈ સંઘર્ષ, વિટંબાગા વિરોધથી નાસીપાસ ન થયા. તેમનું મનોબળ ફોલાદી હતું. સંકલ્પ તેમનો હિમાલય જેવો અડગ હતો. સાગરના પેટાળમાં મોતી મેળવવા તૈયાર થયેલા મરજીવા જેવી સાહસિકતા તેમનામાં હતી. પાલિતાણામાં પૂજ્ય આત્મારામજી મ.સા. સાથે કરેલા ચોમાસા પછી તેમની બળવાવૃત્તિ પરાકાષ્ઠાએ પહોંચી. રાધનપુરમાં તેમણે મોટાભાઈને રજિ.ટપાલ લખીબોલાવ્યા. પૂજ્ય આત્મારામજીની હાજરીમાં જ ફેંસલો કરાવવા બેઠા. છગનભાઈએ સ્પષ્ટપણે પોતાનો બળવો જાહેર કરી દીધો. હવે તમે, મોટાભાઈ મને રજા આપી દો. હું સંસારમાં રહેવા નથી માંગતો.” બીજી બાજુ વિવેકથી પૂજ્ય ગુરુદેવજીને પણ જણાવી દીધું, 'આપ દીક્ષા નહીં આપો તો હું સંપતવિજયજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લઈ લઈશ.” અંતરના ઉંડાણથી નીકળેલા છગનભાઈના આત્મપોકારનો અંતે વિજય થયો અને ત્યાં તેમને દીક્ષાની અનુમતિ મળી ગઈ. ઉભય પક્ષેથી આખરે જીવનસંગ્રામમાં છગનભાઈને આત્માની ખુમારી, દ્રઢતા, વિરક્તિભાવનો વિજ્ય થયો હતો. અલગારીત્યાગી આત્માઓની વાત જ નિરાળી હોય છે. સાચા સાધુ સંત મહાપુરુષોના જીવનમાં સંસારત્યાગની વિવિધ ઘટનાઓનોંધાયેલી જોવા મળે છે. દોમ દોમ સાહ્યબી, રાજપાટ અને સુંદર પત્ની બાળકને મધરાતે ગૌતમ બુદ્ધ ( ૧૮ - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy