________________
આજથી બસો વર્ષ પહેલાં જૈન સમાજ ધાર્મિક તથા શૈક્ષણિક રીતે ઘણો પાછળ હતો. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં જૈન સમાજની ઘણી કફોડી સ્થિતિ હતી.
એવા અંધકારના સમયમાં ન્યાયાંમોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા.નો જન્મ થયો અને તેમણે આજીવન સખત પુરુષાર્થ કરી જૈન ધર્મમાં ચેતનાના પ્રાણ પૂર્યા. સાથે સાથે સમાજસુધારણાના ભાગરૂપે ધાર્મિક તથા વ્યવહારિક શિક્ષણનું અભિયાન શરુ કર્યું. પંજાબમાં એકવાર એક આર્યસમાજી ભાઈએ પૂજ્ય આત્મારામજી મ.સા.ને પૂછેલું ગુરુદેવ ! આપે પંજાબમાં શ્રાવકો માટે મંદિરો તો બંધાવી દીધા, પરંતુ શિક્ષણના અભાવમાં આ લોકો પરમાત્માની ઉપાસના શી રીતે કરશે?” ત્યારે પૂજ્ય ગુરુદેવે તે ભાઈને જણાવેલું કે હવે હું પંજાબમાં શિક્ષણ પ્રચારના કાર્યનો પ્રારંભ કરીશ.' દૈવયોગે પૂજ્ય ગુરુદેવનું આયુકર્મ પૂર્ણ થતાં તેઓમહાપ્રયાણ કરી ગયા, પરંતુ તે પહેલાં ધાર્મિકતથા વ્યાવહારિક શિક્ષણપ્રચારની જવાબદારી તેમણે તેમના પટ્ટધર શ્રી વિજયવલ્લભસૂરિજી મ.સા.ને સોંપી હતી.
પરમગુરુ ભક્ત, આજ્ઞાંકિત, કર્મઠકર્મયોગી આપણા ચારિત્રનાયકે જીવનભર પોતાના ગુરુદેવને આપેલા વચનને પરિપૂર્ણકરવાસખત પુરુષાર્થર્યો હતો. જીવનની અંતિમ ક્ષણે પણ આ મહાપુરુષની ભાવના રહી હતી કે, એક જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના થવી જોઈએ. સત્ય, અહિંસા તથા અપરિગ્રહ જેવા મહાન સિધ્ધાંતો પર રચાયેલા જૈન ધર્મમાં વિશ્વ ધર્મ થવાની ક્ષમતા છે, એ વાત પૂજ્યશ્રીજી સમજ્યા હતા અને એટલે જ જગતના શાંતિચાહક લોકો જૈન ધર્મનો તલસ્પર્શી અભ્યાસ કરી વિશ્વ શાંતિ માટે કાર્યરત થાય એ માટે જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના પર પૂજ્યશ્રીજીએ ભાર મૂક્યો હતો. પૂજ્ય ગુરુદેવે પંજાબ, રાજસ્થાન, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં પોતાના જીવનકાળ દરમ્યાન ઠેરઠેર જૈન વિદ્યાલયો, પાઠશાળાઓ, હાઈસ્કૂલ, કોલેજો, વિદ્યાપીઠો, કન્યા વિદ્યાલયોની સ્થાપનાકરાવી. જૈન સમાજમાં શિક્ષણની ચેતના જગાડી હતી. આજે એ સંસ્થાઓના કારણે હજારો જૈન યુવકો તથા યુવતીઓ શિક્ષણ પામી, ભૌતિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યાં છે. પૂજ્ય ગુરુદેવના શિક્ષણ પ્રચારના એ ભગીરથકાર્યને સમજવા આપણે તેમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓનો અભ્યાસ કરીશું અને તેમના દ્રષ્ટિકોણને યોગ્ય રીતે સમજવા પ્રયાસ કરીશું.
પૂજ્યશ્રીજીના ગુરુભાઈ મુનિશ્રી પ્રેમવિજયજી મહારાજકારણોવશાત્ તેમના ગુરુદેવ શ્રીહર્ષવિજયજી મ.સા.ના સ્વર્ગારોહણ પહેલાં જ પંજાબ આવી ગયા હતા. અહીં લુધિયાણામાં પૂજ્યશ્રીજી સાથે તેમની મુલાકાત થઈ. ત્રણે ભાઈઓ સાથે આપણા ચારિત્રનાકૅસલાહ મસલત કરી. યોગ્ય નિર્ણય કરી તેઓ પૂજ્ય આત્મારામજી મ.સા.ને મળ્યા. તેમની સમક્ષ તેમણે પોતાનાઆદરણીય ગુરુજી શ્રીહર્ષવિજયજી મ.સા.ની પુણ્યસ્મૃતિમાં એકજ્ઞાનભંડારની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પૂજ્ય આત્મારામજી મ.સા.એ તેમની ભાવનાની કદર કરી પ્રસ્તાવને આશીર્વાદ પ્રદાન કર્યા. પૂજ્યશ્રીજી તથા તેમના ગુરુભાઈઓ કાર્યરત થઈ ગયા. પૂજ્ય ગુરુદેવે અગ્રીમ ભાગ ભજવી ગુરુજીની પાવન સ્મૃતિમાં શ્રી હર્ષવિજ્યજી જ્ઞાનભંડાર’ નામના પુસ્તકાલયની લુધિયાણામાં સ્થાપના કરાવી. પાછળથી પૂજ્ય આત્મારામજી મ.સા.ની ઈચ્છાનુસાર એ પુસ્તકાલયને જંડિયાલા ગુરૂખાતે પહોંચાડી દેવાયું હતું.
K૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org