________________
આજીવન એમનીસાધુતા અખંડ રહી હતી.
એમના થકી થયેલા ચમત્કારોથી ધર્મ વિષે લોકોની શ્રદ્ધામાં અભિવૃદ્ધિ અવશ્ય થઇ હતી. ધર્મ પ્રભાવનામાં તેમની સિદ્ધિએ સુંદર ફાળો આપ્યો હતો. પરંતુ માત્ર ધર્મ પ્રભાવનાના હેતુને સાકાર કરવા જ તેમની આ દિવ્ય સિદ્ધિનો ઉપયોગ નહોતો થયો. પૂજ્યશ્રીજી તો ણાના સાગર હતા એટલે તેમની પાસે આવેલી દુઃખી વ્યક્તિના કલ્યાણ સારુ જ્યારે જ્યારે પણ તેમણે અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા, અભિમંત્રિત કરી વાસક્ષેપ આપી, ત્યારેત્યારે એ જીવાત્માની પીડા દૂર થઈ હતી. જન કલ્યાણ સારું પણ પૂજ્યશ્રીજીની સિદ્ધિનો ઉપયોગ થયો છે. આવા દયાળુ, પરદુઃખભંજક મહાત્માના ધર્મ, સમાજ તથા જીવમાત્ર ઉપર થયેલા ઉપકારો ઉજાગર કરતા કેટલાક પ્રસંગો જોઈએ.
ઈ.સ. ૧૯૫૩માં પૂજ્ય ગુરુદેવના માનમાં ઉજવાતા હીરક જ્યંતી મહોત્સવ વિશેષાંકની તૈયારીઓ પૂર જોશમાં ચાલતી હતી. મુંબઇના શ્રી કેશવલાલ શાહ આ વિશેષાંકના સંપાદક તરીકે દિન-રાત પુરુષાર્થ કરતા હતા. અન્ય ગુરુભક્તો શ્રી ખીમજીભાઈછેડા, શ્રી નાનુભાઈશાહ તથા શ્રી જીવણલાલ વગેરે પણ સહકાર આપી રહ્યા હતા.
એક દિવસ રાત્રે શ્રી કેશવલાલ સીડી ઉતરતા પગમાં કેરીની છાલ આવી જતાં, પડી ગયા. શરીરમાં નાની મોટી ઈજાઓ થઈ અને તેમનો જમણો હાથ ઉતરી ગયો. હાડકાંને પણ ઈજા થઈ. તેમને ભયંકર પીડા તથા કળતરના કારણે તમ્મર આવી ગયા. વેદનાના કારણે આંખમાં આંસુ આવી ગયાં.
મુંબઇના અનુભવી હાડવૈધ પાસે તેમના સાથીદારો લઈ ગયા. તેમણે કેશવલાલનો ઉતરી ગયેલો હાથ ચડાવી દીધો. બેઠા માર પર લેપ કર્યો. કેશવલાલને રાહત થઈ, પરંતુ તેમના મનમાં ઘેરો વિષાદ છવાઈ ગયો. આણીની પળે જ વિશેષાંકનો કાર્યભાર સંભાળતા જમણા હાથને ઈજા થઈ હતી. હાડવૈઘે સ્પષ્ટ જણાવી દીધું હતું કે હાથને સાજો થતાં દસ-બાર દિવસનો સમય લાગી જશે. જ્યારે અહીં તો વિશેષાંક તૈયાર કરવા પળ પળની જરૂર હતી. શું કરવું ? કેવી રીતે કામ પાર પાડવું ? સૌ મુંઝવણમાં મૂકાઈ ગયા.
બીજા દિવસે સવારે સાથીદારો કેશવલાલને સર્વોદય નગરમાં બિરાજેલા પૂજ્ય ગુરુદેવ પાસે લઈ ગયા. સઘળી વાત જણાવી. કેશવલાલ તો પૂજ્યશ્રીજીના ચરણોમાં આળોટી ગયા. પૂરી વાત સાંભળતા જ મહાપુરુષના મુખેથી ઉદ્દગાર સરી પડ્યા....
‘અશુભ કર્મોને ગિરા દિયા, શુભ કર્મોને ખડા કિયા..!'
પૂજ્યશ્રીજીએ આશીર્વાદ આપ્યા. અભિમંત્રિત વાસક્ષેપ આપ્યો, કેશવલાલ તો વાસક્ષેપ લઈ ઘેર આવ્યા. ઘરે પહોંચ્યા અને જોયું તો ઉતરેલા હાથમાં પ્રાણ ફૂંકાયો હતો. વેદના શમી ગઈ હતી. જમણો હાથ પહેલાંની જેમ જ પુનઃ સક્રિય થઈ ચૂક્યો હતો. આ ચમત્કાર નિહાળી તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેમની વાત સાંભળી સાથીદારો તથા હાડવૈદ્ય પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પૂજ્યશ્રીજીની કૃપાથી કેશવલાલ પુનઃ કામે લાગી ગયા.
વિ.સં. ૧૯૯૬ માં બડૌત નગરમાં પૂજ્ય ગુરુદેવની પાવન નિશ્રામાં જૈન મંદિરની
Jain Education International
૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org