________________
ગાંસડીઓના અંબાર થઈ ગયા. ઠેર ઠેર ભોજનાલયો શરૂ થયા.બધી કોમના લોકો ભેદભાવ ભૂલી એક સાથે રહેવા લાગ્યા. અમૃતસરમાં અદ્વિતીય એખલાસતથા ભાઈચારાનું વાતાવરાગ સર્જાઈ ગયું. અન્નક્ષેત્રોમાં પ્રતિ દિન બે થી ત્રણ હજાર લોકો ભોજન લાભ લેવા લાગ્યા. બાળકોના આહાર પાણીની અલાયદી વ્યવસ્થા ગોઠવાઈગઇ. બીમાર લોકોના ઈલાજ માટે અલગ પ્રબંધ કરવામાં આવ્યો. લગભગ ત્રણથી ચાર મહિના સુધી માનવતાને મહેકાવતો આ કાર્યક્રમ ચાલતો રહ્યો.
આજના વિષમ વાતાવરણમાં વિવિધ સંપ્રદાયોમાં વ્યક્તિપૂજા અને સમુદાય ઉત્કર્ષની વાતો થાય છે. પોત પોતાના જ ધર્મ તથા સિદ્ધાંતો સાચા હોવાની હોડ લાગી છે. ક્યાંક લોકોને મદદકરી ધર્મ પરિવર્તન કરવાના કારસા રચાઈ રહ્યા છે, ત્યારે દુનિયામાં માનવજીવન દોઝખ નરક સમાન બની ગયું છે. આજે પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. જેવા કરુણાનિધિ, સર્વધર્મ સમભાવી માનવતાના ઉપાસકધર્મ ગુરુઓની વિશ્વ માનવ સમુદાયને તાતી જરૂર છે, જે લોકોનું ભૌતિક તથા આધ્યાત્મિક કલ્યાણ કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org