________________
છે. આપણે તેમને પ્રત્યુત્તર આપતા હેન્ડબીલ છપાવવાની જરૂર નથી... વિરોધ ઝાઝા દિવસ નહીં ટકે. આપણી શાંતિ, આપણું મૌન જ તેમને ઠંડા પાડી દેશે.”
અને ખરેખર પૂજ્યશ્રીજીના મૌનના નિર્લેપ ભાવના કારાગે એ વિરોધીઓ શાંત પડી ગયા. પૂજ્યશ્રીજીના જીવનમાં આવા કેટલાય પ્રસંગો છે, જ્યાં એમની મનપૂર્ણ શાંતિના કારણે ઘણા નિરર્થક વિખવાદો, વિવાદો ટળી ગયા હતા. પૂજ્યશ્રીજીના જીવનમાં મૌન તેમની સાધના સિદ્ધિનું એક અભિન્ન અંગ હતું.
સમતાભાવ
જગતમાં જ્યારે સામાન્ય માનવીને અચાનક જ અઢળક દોલત પ્રાપ્ત થાય અથવા સત્તાપમાન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, ત્યારે તે આનંદિત અભિમાની અહંકારી થઈ જાય છે, એનાથી વિપરીત જ્યારે માનવી વેપારમાં ખોટ કરી નિર્ધન થઈ જાય, પદભ્રષ્ટ થઈ જાય છે ત્યારે દુઃખી થઈલઘુતાગ્રંથિનો શિકાર થઈ જાય છે. અર્થાત્ સામાન્ય માનવી સુખધીમોહિત થાય છે, દુઃખથી ગભરાય છે. તેનામાં સમતાભાવ હોતો નથી, પરંતુ સાચા સંતાની વાત નિરાળી હોય છે. સિદ્ધપુરુષો સમતાભાવી હોય છે.
અયોધ્યાના રાજા તરીકે જેમનો રાજ્યાભિષેક થવાનો હતો એવા શ્રીરામને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ મળ્યો, એનાથી એ સહેજે વિચલિત ન થયા. ચૌદ વર્ષ પછી લંકા વિર્યા બાદશ્રીરામનો જ્યારે રાજ્યાભિષેક થયો, ત્યારે પણ તેઓ હર્ષોલ્લાસમાં છકી નહોતા ગયા.
ફાલના કોન્ફરન્સમાં તથા સિરોહી પાસેના બ્રાહ્મણવાડાજી તીર્થ ખાતે પોરવાલના સંમેલનમાં પૂજ્ય ગુરુદેવને જ્યારે વિશેષ પદવીઓથી વિભૂષિત કરવાની ભકતોએ તૈયારીઓ કરી, ત્યારે પૂજ્યશ્રીજીએ વિનમ્રતાથી એ ઉપાધિઓ લેવાનો ઈન્કાર કરી દીધો. પ્રથમવાર જ્યારે પંજાબના ભક્તો તથાસઘળા સાધુ ભગવંતોએ તેમને આચાર્યપદવીથી વિભૂષિત કરવાની અભિલાષા સેવી, તો તેમણે એ પદવી પાટણમાં બિરાજતા વયોવૃદ્ધ સાધુ ભગવંતને અર્પણ કરવાની ઈચ્છા પ્રગટ કરી, તો સાથે સાથે પંજાબમાં ચાલતીધર્મોત્થાન તથા સમાજ સુધારણાની પ્રવૃત્તિમાં સહેજપણ ઓટ નહીં આવવાદેવાની બાંહેધરી પૂજ્યશ્રીજીએ પંજાબી ભકતોને આપી હતી. તેમને જ્યારે સન્માનપત્ર આપવાની વાત આવતી, તો પૂજ્ય ગુરુદેવ એ સન્માનપત્રના સાચા હકકદાર તેમના ગુરુદેવ પૂજ્ય આત્મારામજી મહારાજ છે અને, હું તો સમાજનો સેવક છું.... આપ મારું સન્માન કરી મારી જવાબદારીઓ વધારી રહ્યા છો.' એવા નિરભિમાની પ્રતિભાવ આપતા હતા. અર્થાતુ માન સન્માન, પદવીટાણે તેઓ આવી દુન્યવી વસ્તુઓથી લિપ્ત થતા નહોતા.
જ્યારે ગોપીપુરાના ઉપાશ્રયમાં રામચંદ્રસૂરિજીના સેવકો આવી તેમને વંદના કરવાની ચેષ્ટા નથી કરતા, ત્યારે પણ તેઓ શાંત રહે છે. બીજા ગુસ્સે થયેલા શ્રાવકોને શાંત રહેવા અપીલ કરે છે. મુંબઈમાં તેમની સમાજસુધારણાના વિરોધમાં ચોપાનિયાં છપાય છે, ત્યારે પૂજ્યશ્રીજી શ્રાવકોને મૌન રહેવા સમજાવે છે. તત્કાલિન રાજા-મહારાજાઓને મળતામહારાષ્ટ્રના પ્રધાન યશવંતરાય ચૌહાણને મળતાકે પંડિત મોતીલાલ નહેરૂની મુલાકાત ટાણે પૂજ્યશ્રીજી વિશેષ આનંદિત થતા નથી, તો સમાજના કચડાયેલાનાના માનવીને પણ તેઓ પૂર્ણ આદરથી પ્રેમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org