________________
કમનસીબે તેમની આવી દૂરંદેશિતાને પીછાણવાની ત્રેવડ આજ સુધી જૈન ધર્માવલંબીઓ કેળવી શકશાનથી! કરોડોનાદાન આપનારા દાનવીરોની આજે જૈન સમાજમાં ખોટ નથી, છતાં પણ પૂજ્યશ્રીજીનું એસાર્થક સ્વપ્ન સાકાર થઈ શક્યું નથી.
એકસામર્થ્યશીલ લોકપ્રિયતાના ઉચ્ચ શિખરે બિરાજમાન થાય એવા સાધુ બનવાની ભવિષ્યવાણી તો વિ.સં. ૧૯૪૩ માં રાધનપુરના પૂજ્યશ્રીજીની દીક્ષાનું મુહૂર્ત કાઢનાર જ્યોતિષીએ કરી જ હતી અને તેને મંજૂરીની મહોર પૂજા આત્મારામજી મ.સા.એ તતક્ષણ લગાવી દીધી હતી. સામર્થ વિનાની સાધુધર્મપ્રભાવનાની જવાબદારી નિભાવી શકે ખરો? પૂજ્યશ્રીજી સામર્થ્યશીલ સાધુ હતા અને ધર્મ પ્રભાવનાની જવાબદારી તેમણે સરસ રીતે નિભાવી જાણી હતી. વિ.સં. ૧૯૪૩ના વૈશાખ સુદ-૧૩ના દિવસે દીક્ષા પ્રદાન કરાયા પછી આપણા ચારિત્રનાયકને વિજયવલ્લભ નામ આપતા પૂજ્ય આત્મારામજી મ.સા.એ કહ્યું હતું. ‘આજ સાધુ ભવિષ્યમાં પંજાબનો ઉદ્ધાર કરશે એટલે જ તેનું નામ “વિજયવલ્લભ' સર્વથા યોગ્ય રહેશે...” જ્ઞાની ગુરુદેવની આ ભવિષ્યવાણી પણ પૂજ્યશ્રીજીના શક્તિ સામર્થની તરફેણ કરે છે અને પૂજ્યશ્રીજીનું સમગ્ર જીવન જોતાં આ વાત સત્ય સાબિત થતી જણાય છે.
અત્રે પૂજ્ય ગુરુદેવના જીવનનાકેટલાક પ્રસંગો, ઘટનાઓથકી તેમની ધર્મપ્રભાવનાની પ્રવૃત્તિને સમજવા પ્રયાસ કરીશું.
પૂજ્ય આત્મારામજી મ.સા.ના સત્યધર્મના પ્રચારના કારણે પંજાબમાં વસતા બુદ્ધિજીવી લોકો ધીરે ધીરે મૂર્તિપૂજકપરંપરા અપનાવવા લાગ્યા હતા. પરિણામે સ્થાનકવાસી પરંપરાના સાધુઓ ચિંતિત થયા. પોતાના અનુયાયીઓની સંખ્યા ઘટીન જાય તે માટે તે લોકો મૂર્તિપૂજક પરંપરા સામે ભ્રામક પ્રચાર કરવા લાગ્યા હતા.
સાધ્વી શ્રી પાર્વતી મહારાજ તે સમયે પંજાબમાં સ્થાનકવાસી પરંપરાના ગણનાપાત્ર પ્રભાવી હસ્તી હતાં. એમની નામના હતી. તેમની પ્રત્યેક વાતને લોકો સાચી માની લેતા. આ સાધ્વીજી મહારાજે તે સમયે જ્ઞાન દીપિકા'નામની શાસ્ત્રોના પ્રમાણ વિનાની ઉટપટાંગ વાતો ધરાવતી પુસ્તિકા લખી હતી. આની પાછળ એવો હેતુ હોય કે મૂર્તિપૂજક પરંપરા અપનાવતા ભક્તોના હૃદયમાં આ પુસ્તિકાની વાતો શંકા જગાડે અને એ લોકો સ્થાનકવાસી પરંપરામાં જ રહે. આ પુસ્તિકાથી પ્રાચીન જૈન ધર્મના કેટલાક સિદ્ધાંતોને હાનિ થવાની સંભાવના હતી.
આ અનર્થ અટકાવવા પૂજ્ય ગુરુદેવે પૂજ્ય આત્મારામજીની આશિષ લઈ એક ‘ગપ્પદીપિકા સમીર' નામની પુસ્તિકા પ્રકાશિત કરાવી. એ પુસ્તિકાએ લોકમાનસ પર જબરદસ્ત પ્રભાવ પાથર્યો. 'જ્ઞાનદીપિકા’ની ભ્રામક વાતો નિપ્રભાવી પુરવાઈથવા લાગી. આમ સ્થાનકવાસી પરંપરાના પ્રભાવમાંથી સત્યના ઉપાસક ભક્તો મુક્ત થઈ મૂર્તિપૂજક થયા તો સાથે સાથે જૈન ધર્મના પ્રાચીન સિદ્ધાંતોની પણ જાળવણી થઈ શકી.
સંવત ૧૯૫૩માં પંજાબના રામનગર મુકામે પૂજ્ય ગુરુદેવ પોતાના વયસ્ક સાધુ ભગવંતો સાથે રોકાયા હતા. આ ગામમાં પૂજ્યશ્રીજી પ્રભાવી શૈલીમાં સુંદર પ્રવચનો આપતા હતા. તેમની વ્યાખ્યાન શૈલી તથા જ્ઞાનની વાતોથી પ્રભાવિત થઈ અનેક જૈનેતર લોકો પણ
-
- -
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org