________________
અમે અહીં શાસ્ત્રાર્થ કરવા નથી આવ્યા!'કર્મચદજીએ ઉત્તર આપ્યો.
આ જવાબ સાંભળી સભાજનો હસી પડ્યા. કેટલાક નાદાન ટીખળખોર યુવાનોએ કર્મચંદજી પર કટાક્ષ કરી અપમાનજનક વ્યવહાર કર્યો. પરંતુ આ વાત આપાગા ચારિત્રનાયક માટે અસહ્ય સાબિત થઈ. તેમાગનાદાનયુવકોને તરત ટપાર્યા. “ખબરદાર! ત્યાગીનું અપમાન ન કરશો!'પૂજ્યશ્રીજીની ચેતવણી પછી લોકો શાંત થયા. કર્મચંદજી પણ પ્રભાવિત થયા.
જ્ઞાન, ભક્તિ, પદની બાબત ગૌણ છે. કોઈપણ સામાન્ય વ્યક્તિનું પણ અપમાન કરનાર જાણતો નથી, કે તે પરમાત્માનો અસામાન્ય અંશ જેનામાં સમાયેલો છે, જેનામાં ભવ્યાત્મા પરમાત્મા થવાની ક્ષમતા નિહિત છે, એવી એ વ્યક્તિમાં રહેલા જીવાત્માનું અપમાન કરે છે! આમ કરવું એ અસાધુતાછે. પૂજ્યશ્રીજીની સાધુતા આવી અશોભનીય લોકચેષ્ટાનો સ્વાભાવિક રીતે વિરોધ કરે જ.
સમભાવના પૂજારી પૂજ્યશ્રીજીને સ્થાનકવાસીઓ પ્રત્યે કોઈવેરભાવ કે ઈર્ષાનહોતી. પૂજ્યશ્રીજી તો આગમોના સિદ્ધાંતો પર ચાલતી શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાનો પ્રચાર કરતા હતા. સત્ય તેમના પક્ષે હોવાના કારણે લોકો શ્વેતાંબર પરંપરામાં પાછા ફરતા હતા. આમ થવાથી સ્થાનકવાસીઓ પૂજ્યશ્રી સામે અપપ્રચાર કરતા હતા, તેમને રોકવા પ્રયાસ કરતા હતા. પૂજ્યશ્રીજીને સમાનાગામ તથાનાભામાં સ્થાનકવાસીઓ સાથે સત્યધર્મના સિદ્ધાંતોની જાળવણી કરવા તથા અપપ્રચાર અટકાવવા જશાસ્ત્રાર્થ કરવા પડ્યા હતા. સત્યનું મૂલ્ય કોઈપણ પરંપરા કે માન્યતા કરતા સવિશેષ હોય છે. સમજદાર શિક્ષિત તથા વિચારશીલ સત્યના ચાહક સ્થાનકવાસી શ્રાવકો પૂજ્યશ્રીજીથી પ્રભાવિત હતા. આવા ઘણા શ્રાવકોએ સત્ય સમજતા પુનઃ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા અપનાવી લીધી હતી.
સંવત ૧૯૯૩નો ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવે વડોદરામાં કર્યો હતો. પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી ચાલતી હતી. ત્યાં સ્થાનકવાસી શ્રાવકો સાથે મુનિરાજ તેમને મળવા આવ્યા. એક શ્રાવકે પૂજ્યશ્રીજીને કહ્યું. “મહારાજ! અમારા એક તપસ્વી મહારાજે દોઢ માસના ઉપવાસ કર્યા છે” પૂજ્યશ્રીજીએ અનુમોદના કરતા કહ્યું. “ધન્ય છે એ તપસ્વી જીવન! ભાઈઓ! અમારાવતી એમની સુખસાતા અવશ્ય પૂછજો.” આ સાંભળી અન્ય શ્રાવકે કહ્યું, ‘ગુરુદેવ! એક પ્રાર્થના છે. અમારા તપસ્વી મુનિરાજ આપના દર્શન કરવા ઈચ્છે છે. આપશ્રીજી સ્થાનકમાં પધારશો તો ઘાણીકૃપા થશે.”
‘ભલે ભાઈ હું અવશ્ય આવીશ. તપસ્યાની અનુમોદના કરવાનો મને પણ લાભ મળશે.'
થોડીવારમાં જ પૂજ્યશ્રીજી શ્રીસંઘ તથા મુનિમંડળ સાથે સ્થાનકમાં પધાર્યા. સ્થાનકવાસી ભાઈઓએ ઉષ્માપૂર્ણસ્વાગત કર્યું. પૂજ્યશ્રીજીએ તપસ્વીની સુખસાત પૂછી. સ્થાનકમાં તેમણે ટૂંકું પ્રવચન આપ્યું. તેમણે તપસ્યાનો મહિમા સમજાવ્યો. ઉપસ્થિત સૌ શ્રાવકો સાધુ-ભગવંતો પ્રસન્ન થયા.
પૂજ્યશ્રીજીની મુક્ત કઠે પ્રશંસા કરતા તેમણે કહ્યું‘આ આચાર્યશ્રીજીના મનમાં રાગદ્વેષની ભાવના નથી. જ્યાં પણ ધાર્મિક કાર્ય થતું જણાય ત્યાં ઉત્સાહથી પહોંચી જાય છે. તેમનો સમભાવ વંદનીય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org