________________
કરી, જે જૈન સાહિત્યની કૃતિઓના પ્રકાશન પર ધ્યાન આપી હકીકત દોષ નિવારી શકે.
આવી તકેદારીની વાત પૂજ્ય ગુરુદેવે વિ.સં. ૧૯૫૯ માં કરી હતી, પરંતુ તેમની વાતને સમર્થન તો વિ.સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલા મુનિ સંમેલનમાં મળ્યું અને ત્યારે આવી પ્રકાશન પરીક્ષણ નિરીક્ષણ અંગે એક સમિતિની રચના થઈ. આ સમિતિએ લગભગ પચીસ વર્ષ સુધી પોતાની સેવાઓ બજાવી હતી.
પંજાબ કેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્દ વિવલ્લભ સૂરીશ્વરજી મ.સા. એક આજ્ઞાંકિત ગુરુભક્ત બની આજીવન કઠોર પરિશ્રમ કરી પંજાબ તથા રાજસ્થાનમાં વિશેષ શિક્ષણપ્રચારનું અભિયાન ચલાવી જૈન સમાજમાં જાગૃતિના પ્રાણ ફૂંકયા હતા. તેમણે જૈન સાહિત્ય સંવર્ધનની પણ કામગીરી બજાવી એક ક્રાંતિકારી ધર્મવેત્તા ઉપરાંત પ્રખર સમાજ સુધારકની યાદગાર ભૂમિકા નિભાવી હતી. તેમના ઉપકાર જૈન સમાજ કદાપિ ભૂલી શકશે નહીં.
Jain Education International
૧૦૬
For Private & Personal Use Only
www.jainelibrary.org