________________
રૂણાનિધિ પૂજ્ય ગુરુદેવનું હૃદય પીગળી ગયું અને તેમાણે પોતાના પ્રવચનોમાં પંજાબના તથા અન્ય ભકતોને ઉદ્દેશીને કહ્યું હતું. ‘આજે દેશ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હજારો હિંદ, મુસ્લિમ, જૈન, શીખ લોકોના પરિવાર ઘરબાર વિનાના નિરાધાર થઈ ગયા છે. તેમના ધંધા રોજગાર છીનવાઈ ગયો છે. તેમના પરિવારો અન્નજળના મોહતાજ થયા છે. એમના બાળકોને પોષણ મળતું નથી. બીમાર, વ્યાધિગ્રસ્ત લોકોની હાલત કફોડી છે. આવી પરિસ્થિતિમાં અમીરો જાગો! તમારી ધનની કોથળીઓ ખુલ્લી મૂકી દો. તમારા સૌ ભાઈભાંડુ માટે ભોજન, પાણી તથા આવાસની વ્યવસ્થાક્યો. તેમને નવીન ધંધા રોજગાર આપો. તેમના સારુદવા-દારૂની વ્યવસ્થા કરો. નાનાં બાળકોના ભોજનની વ્યવસ્થા કરો. જગતમાં માનવધર્મનું સ્થાન ઊંચું છે. આજે માનવતા તમને પોકારી રહી છે. જાગો ભાઈઓ! આ વિવશ લાચારને નિરાધાર લોકોની વિશાળ હૃદય રાખી મદદ કરો...!”
સેવા જ આજની પરિસ્થિતિમાં સાચી પૂજા, સાચી ઇબાદત અને સાચી ગુરુવાણી છે. જો મનુષ્ય જીવિત રહેશે, તો જ ધર્મજીવંત રહી શકશે. જો સમાજસમૃદ્ધ, સુદ્ધ, બળવાન થશે તો જ દેશ, ધર્મ અને સંસ્કૃતિ પ્રાણવાન થશે.”
પૂજ્ય ગુરુદેવની હૃદયસ્પર્શીવાતોથી અમીરાતવંગરોના દિલ પીગળ્યા. તેમણે પોતાનાં ધનની કોથળીઓ ખૂલ્લી મુકી દીધી અને દાનનો પ્રવાહ શરૂ થયો. અમૃતસરમાં જ હંગામી ધોરણે તંબુઓ ઊભા કરવામાં આવ્યા. ઠેર ઠેર ભોજનાલયો શરૂ થયા. બાળકો માટે ભોજનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી. બેકારીને લોકોએ નાની મોટી નોકરીઓ આપી, કામ ધંધે લગાડ્યા. હિંદુ-મુસ્લિમ, જૈન, શીખોના ભેદભાવ ભુલાઈ ગયા. સઘળા એક ભારત માતાના સંતાન હોય તેમ સાથે હળીમળી રહેવા લાગ્યા. ચોમેર માનવતા મહેંકવા લાગી. એકતા ભાઈચારાનું સરસ વાતાવરણ સર્જાઈ ગયું.
પૂજ્ય ગુરુદેવે તત્કાલિન પંજાબ સરકારના ઉચ્ચ પદાધિકારીઓ તથા નેતાઓને પણ વિસ્થાપિતોના પુનર્વસન સારુ તાત્કાલિક પગલાં ભરવાની તાકીદ કરતા સરકારી તંત્ર પણ ઝડપથી લોકોને થાળે પાડવાના કામમાં જોતરાઈગયું.
એજ અરસામાં પૂજ્યશ્રીએ સમગ્ર દેશવાસીઓને અનુલક્ષીને પંજાબના વિસ્થાપિત સૌ જાતિના પરિવારોની મદદમાટેએક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. જેઅપીલનેઅમૃતસરમાંથી પ્રસિદ્ધ થતાં એક ઉદ્અખબારમાં વાચા આપવામાં આવી હતી. તેમની અપીલને દેશભરમાંથી સુંદર વિધેયાત્મક પ્રતિભાવ સાંપડ્યો. ગુજરાતના અમદાવાદ, સુરત, મુંબઈ ઈત્યાદિશહેરોમાંથી લોકોએ દાન તથા અનાજ મોકલાવ્યું. કપડાની ગાંસડીઓ ઔષધિઓ મોકલાવી તથા વિસ્થાપિતોના ધંધા રોજગારની વ્યવસ્થા કરવાની ખાતરી ઉચ્ચારી. આમ પૂજ્ય ગુરુદેવે વિસ્થાપિતોનો પ્રશ્ન હલ કરવાના પૂરતા પ્રયાસ કર્યા. - પંજાબથી વિહાર કરી તેઓ જ્યારે બિકાનેર પધાર્યા, ત્યારે રસ્તામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાની ટહેલ નાખતા સૌ લોકોને ભાઈચારો કેળવવા, શાંતિ જાળવવા હૃદયસ્પર્શી ઉપદેશ આપતા રહ્યા હતા. બિકાનેરમાં પણ તેમણે આવા વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે ધનિકોને પ્રેરણા આપી હતી. આમ પૂજ્ય ગુરુદેવે નવભારતના નિર્માણ ટાણે
-૧૩૫ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org