________________
એકતા6) અબરા ઉપાસક સંપ ત્યાં જંપ અર્થાતુ માં વૈચારિક મતભેદો નથી જ્યાં એકતા છે ત્યાં શાંતિ છે. વિચારિક ભિન્નતા, ઈર્ષાભાવ, માન્યતાઓની જડતા અને વ્યક્તિઓનો સ્વાર્થ તથા અહંકાર પરિવાર સમાજ, સંપ્રદાય તથા રાષ્ટ્રમાં વિવાદોના વમળ ઉપસ્થિત કરી, પોતાના મત તથા અભિપ્રાયને જસ તથા સર્વગ્રાહી બનાવવાની વૃત્તિઆંતરિક વિખવાદ, ફાટ, મનદુઃખ તથાકજિયાકલહકંકાસને જન્મ આપે છે. પરિણામે રાષ્ટ્ર, ધ, સમાજપરિવાર અને તેના એકમરૂપી વ્યક્તિ નિર્બળ નિર્માલ્ય બનતા સૌનો વિનિપાત, વિનાશ થાય છે. પૂજ્ય ગુરુદેવ આ વાત જાણતા હતા. પૂજ્ય આત્મારામજી મ.સા. એટલે આપણા ચારિત્રનાયકના ગુરુદેવના સમયથી જૈન સમાજમાં વાદ-વિવાદ તથા કુસંપના બીજ વવાયેલાં હતાં. આ આત્મઘાતી પ્રવૃત્તિને રોકવા પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબે આજીવન પ્રયાસર્યા હતા અને તેમના પટ્ટધર પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે પાગ જૈન સમાજની એકતાસારુ જીવનભર સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા.
ભારતનો અંતિમ બે હજાર વર્ષનો સમયગાળો રાજકીય દ્રષ્ટિએ એકતાના અભાવના દર્શન કરાવે છે. આંતરિક કલહ, ખટરાગના પરિણામે ભારતીય રાજાઓ શક, હુણ, મોગલ અંગ્રેજો જેવા વિદેશી આતંકવાદી શોષણખોર લૂંટારાઓના હાથે પરાસ્ત થતા રહ્યા. તેમના આંતરિકસંપના કારણે વિદેશીઓ આ દેશની સંપત્તિ લૂંટી ગયા. આમજનતા પર અત્યાચારો થયા, સ્ત્રીઓ બાળકોને ગુલામ બનાવી પોતાના દેશમાં લઈ ગયા. ભારત પર એ લોકોએ સિતમ ગુજાર્યા. સંસ્કૃતિનો નાશ કરવા પ્રયાસ કર્યા. મંદિરો તથા ધાર્મિક સ્થાનોનો નાશ કર્યો. આખરે ભારત ગુલામીની જંજીરોમાં જકડાઈ ગયું. કારણ? એકતાનો અભાવ હતો.
મહાભારતના સમયમાં પાગ કરવો, પાંડવો અંદરો અંદરલડીમર્યા. કારાગ ? ભાઈઓ ભાઈઓ વચ્ચે એકતાનો અભાવ અને વેર-ઝેર,ઈર્ષાવૃત્તિ.શ્રીકૃષ્ણના યાદવવંશનો નાશ થયો, કારણ? આંતરિક સંઘર્ષ અને એકતાનો અભાવ. એકતાના અભાવે ઘણી સંસ્કૃતિઓ તથા સામ્રાજ્યોનાનાશ થયાના અનેક ઉદાહરણો ઈતિહાસમાં જોવા મળે છે. - સમાન વિચારધારાઓના સમન્વયથી એકતા જન્મે છે. સમાન હેતુઓથી એકતા જન્મે છે. બાંધછોડ, જતું કરવાની ભાવના, વિશાળ દિલની ઉદારતા, નાની બાબતોમાં ઉપેક્ષાવૃત્તિ સેવવાથી એકતા જળવાય છે. પૂજ્યશ્રીજીએ પોતાના જીવનમાં આ વસ્તુઓને જાગી હતી. સમયની માંગ એવી હતી કે માત્ર ધર્મવેત્તા તરીકેની ભૂમિકા ભજવવાથી જૈન શાસનનું સર્વરીત સમગ્ર ઉત્થાન સંભવ નહોતું કારણકે ધર્મનું અસ્તિત્વ આખરે તેને માનનારા, તેને અનુસરનારા વ્યક્તિ સમુદાય પર નિર્ભર રહે છે. જ્યારે સમગ્ર સમાજમાં ઠેર ઠેર વિખવાદો હોય, આંતરિક ઘર્ષણ હોય ત્યારે શ્રેષ્ઠ ધર્મ પણ સલામત રહી શકે નહીં. એટલે પૂજ્ય ગુરુદેવે ધર્મ પ્રભાવનાની સાથે સાથે સામાજિક એકતાનું અભિયાન પણ ચલાવ્યું.
ભિન્ન ભિન્ન પ્રાંતોમાં, શહેરોમાં, અંતરિયાળ ગામડાઓમાં વિચરણ કરતા કરતા પૂજ્ય ગુરુદેવ સંનિષ્ઠ પ્રયાસો કરી વિવિધ સંઘોમાં પ્રવર્તતામતભેદો દૂર કરવા લોકોને સમજાવ્યા. અલગ અલગ ફિરકાઓમાં વહેંચાયેલા જૈન શ્રાવકોને એકતાના સૂત્રથી બાંધવા પ્રયત્ન કર્યા.
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org