________________ એની જવલંત તાકાતે લાખ ભાણુને ધર્માભિમુખ-મેક્ષાભિમુખ બનાવ્યા છે. હજારોને ચારિત્રાભિમુખ કે દીક્ષાભિમુખ પણ બનાવ્યા છે. * કથાની આ વજ જેવી અભેદ્ય તાકાતને કારણે ભારતીય સંસ્કૃતિની પ્રધાન ગણાતી જેને વૈદિક અને બૌદ્ધ આ ત્રણેય ધારાઓએ કથાસાહિત્યને સમાદર કર્યો છે. જૈન દર્શનમાં ચાર અનુગોનું સ્થાન અને તેની વ્યાખ્યા જૈન આગમશાસ્ત્રોમાં જે વર્ણન આવે છે તે તમામનો સમાવેશ ચાર પ્રકારના અનુગમાં કરવામાં આવે છે: 1. દ્રવ્ય 2. ગણિત 3. ચરણ-કરણ અને 4. ધમડકથા. અનુયોગની દષ્ટિએ * * *1. વર્તમાન વેતામ્બર સમ્પ્રદાયમાં અનોગને કેમ વહેવારમાં ઉપર જણાવ્યા પ્રમાણે લખવા બોલવાનો ચાલે છે. પણ શાસ્ત્રમાં-આવકમૂલ ભાષ્યમાં પહેલો ચરણકરણાનુગ અને તે પછી બીજે ધર્મકથાનુયોગ જણાવ્યો છે. બીજી વાત એક સમજવી જરૂરી છે કે આવશ્યકનિર્યુક્તિ ચૂર્ણિ (12), વસુદેવહિંહિ, પંચકલ્પ નદી, સમવાયાંગ આદિ ગ્રન્થમાં મૂલપ્રથમાનુગ, અને પ્રથમાનુયોગ આ નામના સિદ્ધાન્ત >> હતા, જેમાં તીર્થંકરનાં, એમના પરિવારનાં વર્ણને, ચક્રવતી આદિનાં વર્ણને હતાં એવું જણાવ્યું છે. આ કથાનુગના ગ્રન્થને “પ્રથમાનુગ' નામ આપ્યું હોવાથી એમ સમજાય છે કે પ્રાચીનકાળમાં ચાર અનુગોમાં “ધર્મકથાનુયોગને પ્રથમ સ્થાન અપાયું હશે અને પછી ક્રમશ: બીજા અનુગોનું સ્થાન હશે, જે આ વાત બરાબર હેય તે કથાસાહિત્યનું મહત્વ કેટલું હશે તેને ખ્યાલ આવી શકશે. અરે ! દિગમ્બર પરંપરામાં તે આજે પણ કથાનુગની જગ્યાએ પહેલા અનુયોગનું નામ પ્રથમાનુંયોગ' જ છે અર્થાત ત્યાં તેને ક્રમ 1. પ્રથમાનુયોગ 2. કરણાનુયોગ 3. ચરણાનુયોગ 4 (છે) દ્રવ્યાનુયોગ આ રીતે છે. જો કે એમને “ગણિતાનુયોગ' નામ સ્વીકાર્યું નથી. પણ જે ગણિતમાં પરા શબ્દથી ઓળખાવાની એક ગણિત પદ્ધતિ છે. અને આ પદ્ધતિ ગણિતાનુયોગનું જ અગ હોવાથી બીજા યુગમાં એની ગણત્રી કરવામાં આવી છે. અહીં કરણને અર્થ વેતામ્બર માન્ય લેવાતો નથી. વળી સાથે સાથે ગુણસ્થાનકાદિ કર્મ સંબંધી વિગતને એમાં સ્થાન અપાયું છે એટલે બીજ અનુગમાં દિગમ્બર વિદ્વાનોએ બંને વિષયોને આવરી લીધા છે. બાકી તે દરેક અનયોગમાં ઓછેવત્તે અંશે બાકીના ત્રણેય અનયોગને પ્રકણક રીતે સ્થાન મળ્યું જ હોય છે. ' શાસ્ત્રમાં જણાવ્યું છે કે પ્રાચીન કાળમાં આગમનું દરેક સૂત્ર ચારે અનુયોગોથી મિશ્રિત હતું. અર્થાત પ્રત્યેક સૂત્રમાં ચારે અનયોગે ગોઠવાએલા હતા. ગીતાર્થ સ્થવિરે-શિષ્યને મૂત્રાર્થનું જ્ઞાન, આપતા ત્યારે ચારેય અનવેગે વટાવતા હતા અને સાથે આથી નય, પ્રમાણ, સપ્તભંગી પણ ઘટાવતા હતા. પણ કાલના પ્રભાવે જેમ જેમ બુદ્ધિબળ-સ્મરણશક્તિ સાધુઓની ક્ષીણ થવા લાગી તે જોઈને વીરનિર્વાણના છઠ્ઠા સૈકામાં થએલા આરક્ષિત સૂરિજીએ દરેક સૂત્રમાં રહેલા ચારે અંગને વિભક્ત કરી નાંખ્યા. એ વિભકત થયા એટલે પછી વિદ્યમાન આગમેને પણ થફ પથફ અનુયોગોમાં વિભકત કર્યા. જેમકે આચારાંગ, દશવૈકાલિક વગેરે સત્રોની વ્યાખ્યા કરવી હોય તે માત્ર ચરણ-કરણનુયોગથી જ કરી શકે. વળી સૂત્રોને પણ કાલિક અને ઉત્કાલિક વિભાગ તરીકે વિભક્ત કરી નાંખ્યા,