________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ
૧૩
નહિ. રાજાએ વિચાયુ કે ઋષિ પત્નિ થઇને પણ જીવતી રહે તે સારૂં' એમ વિચારી યક્ષના કહેવા મુજબ સ્વીકાયુ" તેથી તે કન્યા સારી થઈ ગઈ. પછી રાજા કન્યાને વસ્રાલ કારથી વિભૂષિત કરી વિવાહનાં સાધના લઈ યક્ષને સ્થાને મેકલી. તે કન્યાએ મુનિને પગે પડી વિજ્ઞપ્તિ કરી કે મારુ પાણિગ્રહણુ કરે. મુનિએ કહ્યુ' હે ભદ્રે ! આવી વાત ન કર. જ્યાં સ્ત્રી રહેતી હોય તેવા સ્થાને પણ સાધુ રહે નહિ તેા લગ્ન તા કરે જ કેમ ? સ્ત્રીના સ્પર્શ પણ થઈ જાય તે માટુ· પ્રાયશ્ચિત કરવું પડે. માટે અહિંથી જા.
પેલા યક્ષે તે મુનિનુ શરીર અદૃશ્ય કરી તેના જેવું નું રૂપ કરી તે રાજકન્યાનું પાણિગ્રહણ કર્યુ. એક રાત્રી રાખી તે યક્ષ જતા રહ્યો. મુનિએ તે રાજકન્યાને જોઈ કહ્યું કે હે ભદ્ર! તુ` મારાથી છેટે રહે. હુ. સંયમી
મે તારા હાથ આલ્યા નથી પણ મારા ભક્ત યક્ષે તને છેતરી છે. રાજપુત્રીએ સ્વપ્નતુલ્ય માની લીધુ પછી ઘેર આવી રાજાને બધા વૃત્તાંત કહી સંભળાવ્યા. આ વખતે પાસે બેઠેલા રૂદ્રદેવ નામે પુરાહિત કહ્યું કે હે રાજન !
આ ઋષિ પત્નિ થઈ હવે તેને મુકી દીધી તેા બ્રાહ્મણને જ આપી શકાય. આ સાંભળી રાજાએ તે પુત્રી તે પુરહિતને જ આપી દીધી. પુરહિત તેણીની સાથે સુખના અનુભવ કરતા કેટલાક કાળ વિતાવ્યેા. એક વખત તેને યક્ષ પત્નિ કરવા પુરોહિતે યજ્ઞ આદર્યાં. તે યજ્ઞમંડપમાં દેશાંતરથી અનેક ભટ્ટો આવ્યા. તેને માટે ભાજનસામગ્રી એકઠી કરી આ અવસરે હરિકેશી ખળ મુનિ માસખમણુના પારણે ગાચરી