________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
હું તેની દાસી લાવણ્ય લતીકા છું. તેમણે મને આજ્ઞા કરી છે કે કુમારને મારા પિતાના મહામ`ત્રીના ઘરે લઈ જઈ તેમનું સ્વાગત કર–તા આપ ત્યાં પધારા. કુમાર દાસી સાથે મંત્રીને ઘેર ગયો. દાસીએ મંત્રીને કહ્યું કે તમારા સ્વામીની પુત્રીએ આ કુમારને માકલ્યા છે. તેમનો આદરસત્કાર કરો. મત્રીએ કુમારને સારી રીતે રાખ્યા. બીજે દિવસે કુમારને રાજસભામાં લઈ ગયા. રાજાએ ઉભા થઈ તેનું સ્વાગત કરી ચિત આસને બેસાડી તેમની હકીકત પૂછી. કુમારે પોતાની બધી હકીક્ત કહી એટલે રાજાએ પેાતાની કન્યા પરણાવી. બ્રહ્મદત્ત થાડા વખત ત્યાં રહ્યા. એક વખત કુમારે તે કન્યાને પૂછ્યુ. કે “રાજાએ શું કારણથી મને તારી સાથે જલ્દી પરણાવ્યો ?” તેણીએ કહ્યુ કે “મારા પિતાને તેમનાથી અધિક મળવાન શત્રુઓએ સંતાપવાથી અહિં વિષમપલ્લીમાં આવીને રહ્યા છે. મારી માતા શ્રમતીને ચાર પુત્રો ઉપર હું... એક શ્રીકાંતા નામે પુત્રી થઈ. મારા પિતાને હું મહુ વહાલી છુ. યુવાવસ્થામાં આવતાં, તેમણે મને કહ્યું કે સ`રાજાએ મારા વિધી છે માટે અહિ' રહીને જ તુ' તારે ચેાગ્ય વર ગાતી લેજે. આજે મારા ભાગ્યથી તમે। મળી ગયા છે. એક વખતે તે પલ્લિપતિ રાજા પોતાના વિરાધી શત્રુ રાજાના દેશને ભંગ કરવા ચાહ્યા ત્યારે બ્રહ્મદત્તકુમાર પણ તેની સાથે ગયા. માગમાં એક સરેાવરને તીરે વરધનુ મળ્યા. કુમારે તેને ઓળખી કાઢયા. તે રાવા લાગ્યા. કુમારે તેને શાંત પાડી તેની હકીકત પૂછી, તેણે કહ્યું કે હુ" જળ લઈ તમારી પાસે આવતા હતા તેવામાં દ્વી રાજાના જાસુસા મને પકડી મારવા લાગ્યા. બ્રહ્મા
૩૯