________________
૧૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
આ શરીર વાત પિતાને કફના આશ્રયભૂત છે. શુક્ર અને શીતથી ઉદ્ભવેલું છે. અને જ્યારે ત્યારે નાશ પામવાના સ્વભાવવાળું છે માટે હું તે હમણાં જ દીક્ષા લઈશ. માતા પિતાએ કહ્યું કે તારે સાત પેઢી સુધી ચાલે તેટલું ધન છે. તેને ઉપભોગ કરે અને બીજાઓને દાન દઈને અનુગ્રહ કરે. મનુષ્યના સત્કાર અને સન્માનને સ્વીકારે. પછી સંયમ લેજે. સંયમમાર્ગ તે ઘણે કઠણ છે. ટાઢ, તાપ, ભુખ, તરસ, સહન કરવો પડે. લેચને વિહાર દુઃખદાઈ છે. લેઢના ચણા ચાવવા જેવું છે. તરવારની ધાર પર ચાલવા જેવું છે. મહાબળે કહ્યું કે જે કલબ ને
હીકણ હોય આલેકની આધિ વ્યાધિ ને ઉપાધિમાં અટવાઈ ગયા હોય અને પરલોકથી વિમુખ હોય તેવાઓને તમારા કહેવા મુજબ સંયમ આકરો લાગે. પરંતુ જે ધીર, વીરને પરાક્રમી છે. તેને કંઈ પણ દુકર લાગતું નથી. માટે મને રજા આપિ તે હું દીક્ષા લઉં. આવી રીતે બોલવાથી તેના માતાપિતા તેને ઘરમાં રાખવા શક્તિમાન ન થયા ત્યારે પિતાની ઈચ્છા નહિ છતાં પણ મહાબળને પ્રવજ્યા ગ્રહણ કરવા અનુજ્ઞા આપી. પછી રાજાએ હસ્તિનાપુર નગરની અંદર અને બહાર જમીન સાફ કરાવી પાણી છંટાવી આંગણા લીંપાવી સ્વચ્છ કર્યું. મહાબળકુમારને સિંહાસન પર બેસાડી એકસો આઠ જાતિના કળશે વડે અભિષેક કર્યો. પછી પિતાએ કહ્યું કે હે પુત્ર! બેલ હવે તને શું આપું? તારે કઈ વસ્તુ જોઈએ છેતે કહેમહાબળે કહ્યું કે કુત્રિકા પણ દેવતાઈની દુકાનેથી એક લાખ આપીને રજોહરણ મંગાવે. બીજા એક લાખ