Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Akalankvijay
Publisher: Akalank Granthmala

View full book text
Previous | Next

Page 170
________________ ૧૬૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ સકળ ગુણના નિધાન સમાન આ વિશુદ્ધ યંત્રનું જે બુદ્ધિમાન માનવી હૃદયરૂપ કમલ કેષમાં ધ્યાન કરે છે તે. સકલ સુખના નિધાન મોક્ષ લક્ષમીમાં નિવાસ કરે છે એમ. શ્રી જય તિલક ગુરૂ સૂરિરાજના શિષ્ય કહે છે. - સર્વ જિનેશ્વર ભગવાનના નામથી યુક્ત આ સ્તોત્ર ઉત્તમોત્તમ યંત્ર છે. જે સંઘમાં આ યત્ન રહેલું છે. ત્યાં હમેશાં વિજય થાય છે. શુભ થાય છે ભવ્યની વૃદ્ધિ થાય છે. આ યંત્રની ડાબી બાજુ પુરૂષ અને જમણી બાજુ હેને ભાવથી ભક્તિ કરે છે તેમને સુખ અને માંગલ્યની માલાને આપે છે. યુદ્ધમાં પ્રસ્થાન કરતી વખતે રાજાદિના દર્શન કરવા જતી વખતે લક્ષમીની પ્રાપ્તિ અર્થે પુત્રની પ્રાપ્તિ અર્થે ધનને માટે આ યંત્ર સદા પાસે રાખવાથી રક્ષણ કરે છે. માર્ગમાં અગ્નિ શાંત થાય છે. ચિંતાને નાશ થાય છે. મુનિ નેત્ર સિંહ કવિ કહે છે કે આ યંત્ર. રાખવાથી સંઘમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. (ઉપરની બે ગાથાને યંત્ર પછવાડે આપે છે. જ્યઈ જગજીવ જેણે વિચાણુઓ જગગુરૂ જગાણું જગના જગબધે જઈ જગપિયા મહાભયવં જયઈ સુયાણું પભ તિત્કચરા અપરિછમાં જઈ જ્યઈ ગુરૂ લેગાણું જય મહાપા મહાવીરો ૧. જગતમાં ઉત્પન્ન થતી ચૅરાશી લાખ જવાની જાણનારા, જગતગુરૂ જગતને આનંદ આપનારા શ્રી વીર પરમાત્મા જય પામે. જગતના નાથ જગતના બંધુ જગતનાપિતા મહા ઠકુરાઈવાળા ભગવાન જય પામે, જેઓએ સૂત્રને ઉત્પન્ન કર્યા છે. જેઓ ચરમ તીર્થકર છે. જેઓ : જગતના ગુરૂ છે. તે ભગવાન મહાવીરે પરમાત્મા જય પામે.)

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174