Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Akalankvijay
Publisher: Akalank Granthmala

View full book text
Previous | Next

Page 158
________________ ૧૪૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ખુણામાં સર્પ છે માટે દૂર જશે નહિ એમ કહ્યું. તે ઓરડાના બારણા પાસે જ બેસી રહ્યો. હવે તે કુલટાએ - બારણું ઉઘાડયું. તેના ધણીએ ખીરની ભરેલી થાળી જોઈ પુછયું કે આ શું ? ત્યારે સ્ત્રીએ કહ્યું કે મને ભૂખ લાગી હતી તેથી જમું છું. પતિએ કહ્યું તું ભી જા. મને બહુ ભુખ લાગી છે તે પ્રથમ હું જમી લઉં. સ્ત્રીએ કહ્યું કે આજે અષ્ટમી છે તે નાહ્યા વિના કેમ જમશો. તેણે કહ્યું કે તું નાહી છે. તે હું પણ ન્યાયે સમજી લે. મને બહુ ભુખ લાગી છે. એમ કહી જમવા મંડી પડે. હવે પેલો સ્ત્રીવેશધારી નટ ખુણામાં બેસી તલ ચેળાળી કુકીને ખાતે હતે. તેને સર્પના કુંફાડા સમજી નગરરક્ષક હી. ગ ને ઝટ ઓરડામાંથી નીકળીને ભાગ્યે. તેની પાછળ નટ પણ નાઠો. તે જોઈ ધણુએ પુછયું કે આ સ્ત્રી પુરૂષ નાઠા તે કેણ હતા ? હાજરજવાબી કુલટાએ કહ્યું કે મેં તમને હમણું જ વાય કે આજ અષ્ટમીને દિવસે નાહ્યા વગર કેમ જમશે? પણ તમે માન્યું નહિ અને જમવા મંડી પડ્યા તેથી તમારા ઘરમાં સદા વાસ કરી રહેલા શીવ ને પાર્વતી નાસી ગયા. આ સાંભળી મદહરે કહ્યું કે અરેરે ! મેં બહુ ભુંડું કર્યું. હવે કોઈ ઉપાય કર કે જેથી તેઓ પાછા ઘરમાં આવીને રહે. કુલટાએ કહ્યું કે, જે તમેન્યાયથી ધન કમાઈને, આવે ને તેમની પૂજા કરે તે પુનઃ તમારા ઘેર આવે. આ સાંભળી મદહર ધન કમાવા દેશાંતરે ગયે. તે ફરતે ફરતે દર્શાણ દેશમાં શેરડીના વાઢમાં ખેડુતને ત્યાં કામ કરવા રહ્યો. ત્યાં દશ ગાદીઆણું સુવર્ણ કમાયેતે ઓછુ લાગવાથી

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174