________________
શ્રી ઉત્તર અધ્યયન સૂત્રાર્થ
૧૪ -
ઘર તરફ ન જતાં એક મેટા જંગલમાં પેડે. ત્યાં પીપળાના ઝાડ તળે વિસામો લેવા બેઠે. ત્યાં ઘોડાના ખેંચાણથી દર્શાણ ભદ્ર રાજા આવી ચઢયા. મદહરને જોઈ રાજાએ પુછયું કે તું કોણ છે અને ક્યાંથી આવે છે? 'મદહરે પોતાની બધી હકીકત કહી તે સાંભળી રાજા સમજી ગયા કે તેની સ્ત્રીએ તેને છેતરો પરદેશ મે કહ્યું છે, એટલે રાજાએ તેને સ્ત્રી ચરિત્ર સમજાવી પિતાને ત્યાં લઈ જઈ ખાવા પીવાને બંદોબસ્ત કરી આપ્યું. રાજાએ વિચાર્યું કે આ અદષ્ટ દેવમાં આવી ભક્તિ કરે છે અને હું પ્રભુ મહાવીર વિદ્યમાન છતાં ભક્તિ કરી શક્તા નથી. એટલામાં પ્રતિહારીએ આવી કહ્યું કે પ્રભુ મહાવીર આપણું નગરના ઉદ્યાનમાં પધાર્યા છે. રાજાની ભાવના તાત્કાલિક ફળવાથી તેણે વિચાર્યું કે હું મારી સર્વ ઋદ્ધિથી કાલે પ્રભુ મહાવીરની એવી વંદના કરૂં કે પૂર્વે કેઈએ કરી ન હેય, એમ વિચારી બીજે દિવસે સવારે ન્હાઈ ધોઈ આખા શરીરે ચંદનાદિ વિલેપન કરી સર્વ અંગ ઉપાંગમાં અલંકાર ધારણ કરી ચતુરંગી સેના સહિત, મંત્રી સામંત, નગરશેઠીયા અને વેપારીઓથી યુક્ત વાજીંત્રના નાદથી દિશાઓને ગજવતા અને ગંધર્વોને ગીત ગાન કરાવતે તથા વારાંગનાઓને નૃત્ય કરાવતે સર્વને નેત્રથી જોઈ આનંદ પામતે હાથી પર બેસી દર્શાણભદ્રરાજા ભગવાનને વંદન કરવા આવ્યા. તે વખતે ઇન્દ્ર અવધિજ્ઞાનને ઉપયોગ મુકી જાણ્યું કે દર્શાણભદ્રરાજા પિતાની અદ્ધિના મદપૂર્વક આવી પ્રભુને વંદન કરે છે. તે તેને મદ ઉતારવા અને પ્રતિબંધ કરવા માટે તેને મારી સમૃદ્ધિ દેખાડવો જોઈએ એમ વિચારી