________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ
૧૨૭
સૌધર્મેન્દ્ર કહ્યું કે તેણે પૂર્વભવમાં આચામ્યવર્ધમાન તપ કરેલ હેવાથી તેની કાતિ વિશેષ થઈ હતી. દેવોએ ફરી પુછયું કે એના જેવી કાન્તિ બીજે કઈ ઠેકાણે છે કે નહિ. શક્રેન્ડે કહ્યું કે હસ્તિનાપુરમાં સનકુમાર ચકીનું રૂપ સર્વ દેવે કરતાં અધીક છે. ઈન્દ્રના વચનમાં અશ્રદ્ધા કરતા વિજય વૈજયંત નામે બે દેવે બ્રાહ્મણનું રૂપ કરી હસ્તિનાપુર - આવ્યા અને સનકુમારને જેવા રાજગૃહે આવ્યા ત્યારે ચકી શરીરે તેલ ચલાવતા હતા. તેઓ પરસ્પર બોલ્યા કે ઈન્દ્ર કહ્યું તે કરતાં પણ અધીક રૂપ છે. ચકીએ તેમને પુછયું કે તમે કયાંથી આવ્યા છે ? દેએ કહ્યું કે ઇંદ્ર આપના રૂપનાં વખાણ કર્યા તે જેવા અમે આવ્યા હતા. તે ઈદ્રના - કહેવા મુજબ સાક્ષાત્ જોઈ શંકા રહિત બની અમે જઈએ છીએ. તે વખતે રૂપને ગર્વ થતાં ચકી બેલ્યા કે અત્યારે તે હું મેલથી ખરડાએલ છું પરંતુ જ્યારે સ્નાન કરી મુગટ કુંડલ અલંકાર પહેરી સિંહાસન પર બેસું ત્યારે જોવા આવજે. કુતુહલ પ્રેમી તે દેવે ફરી સભામાં આવ્યા. ત્યારે સિંહાસન પર બેઠેલા ચક્રીને જેઈ ખિન્ન થઈ ગયા. ત્યારે ચકીએ ખિન્ન થવાનું કારણ પુછતાં દેએ કહ્યું કે પહેલાં જોયું
તે કરતાં અત્યારે ઘણું હીન રૂપ થઈ ગયું છે. તમારા શરીરમાં અને ઉત્પન્ન થઈ ગયા છે. માટે રૂપનું અભિમાન કરે
નહિ. ચક્રીએ તેની ખાત્રી કરવા પાનની પીચકારી મારતાં દુર્ગધ છૂટવાથી રેગ થયાનું જાણી સંસાર ઉપર વૈરાગ્ય જાગે ને દીક્ષા લઈને ચાલી નિકળ્યા. ત્યારે છ માસ સુધી