________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૨૯
ચઇત્તા ભારણું વાસ, ચવટ્ટી મહડિટ સતિ સંતિકરે એ, પત્તો ગઈમણત્તરે ૩૮
મટી અદ્ધિવાળા તથા લેકમાં શાન્તિ કરનારા શાન્તિનાથ ચક્રિ અને તીર્થકર બને પદવી મેળવીને મેક્ષે ગયા. તેમનું ચરિત્ર કહે છે આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં વૈતાય પર્વત પર રથનુપુર ચક્રવાલ નગર છે. તેમાં અમીતતેજ રાજા રાજ્ય કરતા હતા. તેને સુતારા નામે બહેન હતી. તે પિતનપુરના રાજા શ્રીવિજય સાથે પરણાવી હતી. એક વખત અમીતતેજ પિતાના બહેન બનેવીને મળવા પિતનપુર ગયા. ત્યાં નગરમાં સર્વત્ર ધજાપતાકા જેઈ વિસ્મય પામી રાજભુવનમાં ગયા. શ્રીવિજયરાજાએ આવકાર આપ્યો ને સિંહાસન પર બેસાડયા ત્યારે અમીતતેજે શ્રીવિજય રાજાને નગરના ઉત્સવનું કારણ પુછતાં તેમણે કહ્યું કે આઠ દિવસ પહેલાં એક નિમિત્તિઓએ આવી કહ્યું કે પિતનપુરના અધિપતિ ઉપર આજથી સાતમે દિવસે મધ્યાન્હ સમયે વિજળી પડશે. આવું સાંભળી મારા મંત્રીએ કહ્યું કે તે વખતે તારા ઉપર શું પડશે. તેણે કહ્યું મારા ઉપ૨ સુવર્ણની વૃષ્ટિ થશે. મેં કહ્યું આવું નિમિત્ત તમે ક્યાંથી શિખ્યા? તેણે કહ્યું કે અચળ બળદેવે દીક્ષા લીધી ત્યારે મારા પિતાની સાથે મેં પણ દીક્ષા લીધી હતી અને અષ્ટાંગનિમિતશાસ્ત્ર ભર્યો હતે. પછી યુવાવસ્થા પ્રાપ્ત થતાં પૂર્વે મને આપેલી કન્યાના ભાઈઓએ દીક્ષા છેડાવી હું તે કન્યાને પર. 'નિમિત્તશાસ્ત્રના આધારે મેં કહ્યું છે માટે આપ કેપ કરશે