________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૩૩
વિચાર્યું કે તે હીનકુળને હવે જોઈએ. તેથી તેના પર મંદ સ્નેહવાળી થઈ એક વખતે ધરણીજટ બ્રાહ્મણ કપિલને મળવા આવ્યું. ત્યારે પિતા પુત્રને વિરૂદ્ધ આચાર જાણી ધરણીજને ખરી હકીક્ત પુછતાં દાસીપુત્ર જાણું સંસારથી -ઉદ્વિગ્ન બની દીક્ષા લેવા તૈયાર થઈ પણ કપીલે રજા આપી નહિ. તેથી તે નગરના રાજા શ્રીષેણ પાસે જઈ કહ્યું કે “મને કપિલ પાસેથી છેડાવે તે હું દીક્ષા ગ્રહણ કરૂં. રાજાએ કપિલને બોલાવી સમજાવ્યું પણ તેણે માન્યું નહીં. તેથી શ્રીષેણ રાજાએ સત્યભામાને કહ્યું કે હું કપીલને સમજાવું ત્યાં સુધી તું મારા ઘરે શાન્તિથી રહે. સત્યભામાએ તે કબુલ કર્યું. કપીલને આશ્વાસન આપી તેના ઘેર મોકલે. એક વખત શ્રીષેણ રાજાના અને પુત્રો એક ગણિકા નિમિતે યુદ્ધ કરતા જોઈ શ્રીષેણ રાજા તેઓને યુદ્ધથી અટકાવવા સમર્થ ન થતાં કંટાળીને વિષભક્ષણ કર્યું. તે સાથે તેમની સિંહનંદિતા અને અભિનદીતા બે રાણું તથા સત્યભામાએ પણ વિષ ખાઈ ચારે જણ મૃત્યુ પામ્યા. તેઓ દેવકુફ ક્ષેત્રમાં યુગલીકપણે ઉત્પન્ન થયાં ત્યાંથી કાળ કરી સૌધર્મ દેવલોકે ગયાં. ત્યાંથી એવી શ્રીષેણ રાજાને જીવ તું અમીતતેજ થયા. અભિનંદીતાને જીવ શ્રીવિજય થા. સત્યભામાને જીવ સુતારા થયે. શિખીનંદીતાને જીવ તારી પત્નિ થઈ અને કપિલને જીવ ઘણું ભવ ભમી કંઈક સુકૃત કરી અનીષ થયે છે. તેણે પૂર્વભવના નેહથી સુતારાનું અપહરણ કર્યું હતું. અમીતતેજે કેવળી ભગવંતને