________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૪૧
women
ચક્રવર્તિ થઈ જિન ચૈત્ય કરાવીશ એમ મને રથ કરતે સિંધુનદ નામે નગરમાં આવ્યું. ત્યાં ઉજાણુ નિમિતે ઘણી સ્ત્રીઓ નગર બહાર ક્રિીડા કરતી હતી તે વખતે રાજાને માનીતે હાથી ઉન્મત બની આલાનસ્તંભ ઉખેડી નગર બહાર સ્ત્રીઓના ટોળામાં આવ્યા. સ્ત્રીઓ નાસભાગ કરવા લાગી. તે જોઈ મહાપદ્ય કુમારે હાથીને હાકોટી બહુ ભમાવીને થકવી નાખ્યા. ત્યાં આવેલા મહસેન રાજાએ મહાપદ્રને કહ્યું કે કુમાર ! હાથી સાથે યુદ્ધ કરશો નહિ. રોષે ભરાએલો તે. તમારે વિનાશ કરશે. કુમારે કહ્યું કે મારી કલા જુએ. એમ કહી હાથીને વશ કરી તેના ઉપર ચઢી બેઠે ને તેને આલાન.
ભે લાવી બાંધી લીધે. આ જોઈ મહુસેન રાજા વિસ્મય પામે. કુમારને ઉત્તમ કુલને જાણી તેને બોલાવી પિતાની સો કન્યા પરણાવી. મહાપદ્ય ત્યાં સુખે રહે છે. પણ મદના વલીને ભુલી જતા નથી. એક વખત મહાપદ્રકુમાર સુતા હતા. ત્યાં વેગવતિ નામે વિદ્યાધરી આવી તેમને હરી ગઈ. કુમારે જાગીને તે વેગવતિને જોઈ મુઠી ઉગામી કહ્યું કે તું મને ક્યાં લઈ જાય છે. તેણીએ કહ્યું કે વૈતાઢય પર્વત પર સૂરદય નામે નગરમાં ઈન્દ્રધનુષ નામે વિદ્યાધરેન્દ્ર રહે છે. તેની શ્રીકાંતા નામે ભાર્યા ને જ્યચંદ્રા નામે પુત્રી છે. તે. પુરુષષીણી હોવાથી કેઈપણ પુરુષને ઈચ્છતી નથી. તેના પિતાએ ઘણું રાજકુમારના ચિત્રપટે બતાવ્યા. પણ કોઈ તેને ગમે નહિ પછી તમારૂં ચિત્ર આલેખી. બતાવ્યું તે જોઈને તેણે તમને વરવા નિશ્ચય કર્યો છે. તેના
ચા. કુમાર
મહાપાત મહા
ગઈ. કમ