________________
૧૪૨
શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ
માતા પિતાએ તમને તેડી લાવવા મને મોકલી છે. આપ ત્યાં પધારી તેનું પાણિગ્રહણ કરે. કુમાર વેગવતિના આગ્રહથી ત્યાં ગયા. તેનાં માતા પિતાએ શુભમુહુતે તે કન્યા મહાપઘને પરણાવી અને વેગવતીનું ઘણું સન્માન કર્યું. આ વાત જયચંદ્રાના મામાના દિકરા ગંગાધરને મહીધરે જાણી. તે મહાપદ્મ કુમાર સાથે લડવા આવ્યા. મહાપધે તે બંનેને હણ નાખ્યાં. તે વખતે સ્ત્રીરત્ન સિવાય તેર રત્ન નવનિધિ બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાએ તેની સેવા કરવા લાગ્યા. એક વખત મહાપદ્મ ચકી તાપના આશ્રમમાં ગયા. ત્યાં તાપસેએ મહાપદ્મને બહુ આદર સત્કાર કર્યો. તે વખતે જનમેજય રાજા ત્યાં આવી ચઢયે અને મદનાવલી મહાપદ્મ ચક્રવર્તિને પરણાવી. તે તેનું સ્ત્રીરત્ન બન્યું. પછી સર્વજદ્ધિ સહિત તેઓ હસ્તિનાપુર આવી માતા પિતાને પગે લાગ્યા. આઠમા ચકવતિ તરીકે પ્રસિદ્ધ થયા. ત્રિષષ્ઠિમાં સુલુમ આઠમા ચકવતિ થયાનું લખ્યું છે તે મહાપદ્મ નવમા ચકવતિ થયા. આ અવસરે મુનિસુવ્રત સ્વામીના શિષ્ય નાગસૂરિ હસ્તિનાપુરમાં સુમેસર્યા. પવોત્તર રાજા પરિવાર સહિત વંદન કરવા આવ્યા. વંદન કરી ધર્મદેશના સાંભળી વૈરાગ્ય થતાં તેમણે ગુરૂને કહ્યું કે હું રાજ્યને સ્વસ્થ કરી આપની પાસે દીક્ષા લઈશ. ગુરૂએ કહ્યું કે વિલંબ કરે નહિ તેથી નગરમાં આવી મંત્રીઓ અને પરિજનેને તેડાવી કહ્યું કે હું વિષમારને રાજ્ય સંપી દીક્ષા લઈશ. વિષ્ણુકુમારે કહ્યું કે હું પણ આપની સાથે જ દીક્ષા લઈશ.