________________
૧૪૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
કાંઈ તમારી નિંદા કરતા નથી. ચોમાસામાં એક સ્થળે રહેવાને અમારે આચાર છે–એટલે રહ્યા સિવાય છુટકે નથી. નમુચીએ કહ્યું કે સાત દિવસની છુટ આપું છું. પછી જો કોઈ નજરે પડશે તે હું અવશ્ય તેને મારી નખાવીશ. આ સાંભળી આચાર્ય ઉપાશ્રયે આવ્યા અને સર્વે સાધુઓને બેલાવી પુછયું કે હવે શું કરવું ? ત્યારે એક સાધુએ કહ્યું કે “ચકીના ભાઈ વિષ્ણુકુમાર મુનિ હાલ મેરુ પર્વત પર છે. તે આવે તે નમુચીને સમજાવી શકશે. આચાર્ય કહ્યું કે
જે લબ્ધીસંપન્ન હોય તે જઈને તેમને બેલાવી લાવે.” એક સાધુએ કહ્યું કે ત્યાં જવાની મારી શક્તિ છે પણ પાછું આવવાની શક્તિ નથી. આચાયે કહ્યું કે વિષ્ણુકુમાર તમને પાછા લાવશે માટે તમે જાઓ. તે સાધુ ત્યાં જઈ વિષ્ણુ કુમારને આવવાનું પ્રયોજન કહી બતાવ્યું. વિષ્ણુકુમાર તે સાધુને લઈ તુરત હસ્તિનાપુર આવ્યા અને નમુચીની સભામાં ગયા. ત્યાં સર્વ સામંત વગે તેમને નમસ્કાર કર્યો પણ નમુચી તે સિંહાસન પર બેસી જ રહ્યો. વિષ્ણુકુમારે નમુચીને કહ્યું કે વર્ષાકાળ સુધી આ મુનિએ અહિં રહેશે. નમુચીએ કહ્યું કે તમારા કહેવાથી ભલે પાંચ દિવસ રહે. વિષ્ણુકુમારે કહ્યું પછી તેઓ ઉદ્યાનમાં રહેશે. ત્યારે નમુચી રેષે ભરાઈ બેલ્યા કે તમે બધા પાખંડી અધમ છે. માટે મારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ. આ સાંભળી વિષ્ણુકુમારને કેપ થતાં તેમણે ત્રણ પગલાં જેટલું સ્થાન માગ્યું તે નમુચીએ આપ્યું. વિષકુમારે વૈકિયલબ્ધીથી લાખ જનનું