________________
૧૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
પુછયું કે હું ભવ્ય કે અભવ્ય છું. ભગવંતે કહ્યું કે તું ભવ્ય છે અને આ ભવથી નવમે ભવે શાતિનાથ નામે ચકી અને તીર્થકર થઈશ શ્રીવિજય રાજા તારે ગણધર થશે. આ સાંભળી બન્ને રાજાએ કેવળીને વંદન કરી સ્વસ્થાને ગયા. એક વખતે તે બન્ને રાજા ઉદ્યાનમાં કીડા કરવા ગયા ત્યાં ચારણ શમણે અવધિજ્ઞાનથી જાણી તેમને કહ્યું કે તમારું આયુષ્ય ફક્ત છવીસ દિવસનું બાકી છે. આ સાંભળી બને જણે મેરૂ પર્વત પર જઈ અષ્ટાલ્ફિકા મહત્સવ કરી પિત– પિતાના રાજ્યમાં પુત્રને સ્થાપન કરી જગનંદન મુનિ પાસે સંયમ લઈ પાપગમ અણસણે કાળ કરી પ્રાણતક૫માં વીસ સાગરોપમનું આયુષ્ય ઉત્પન્ન થયા. ત્યાંથી ગ્રેવી આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં રમનું વિયની સીતા નદીના કિનારે આવેલી સુપ્રભા નગરીમાં પ્રેમસાગર રાજાની વસુંધરા રાણીની કુખે અમીતતેજને જીવ અપરાજીત નામે બળદેવ થયે અને શ્રીવિયનો જીવ તે જ રાજાની અનંગસુંદરી નામે રાણીની કુખે અનંતવીર્ય નામે વાસુદેવપણે ઉત્પન્ન થયે. તેણે પ્રતિવાસુદેવ દમીતારીને વધ કરી ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું. પ્રેમસાગર કાળ કરી અસુરેન્દ્ર થયા. અપરાજિત ભાઈને વિરહ વિરક્ત બની સંયમ લઈ કાળ કરી અય્યતેન્દ્ર થયા અને અનંતવીર્ય બેતાલીસ હજારના આયુષ્યવાળા, પ્રથમ નરકે નારકીપણે ઉત્પન્ન થયા. અમરેન્દ્ર પુત્ર નેહથી ત્યાં આવી તેની વેદના ઓછી કરી. અમિતવીર્થ નરકમાંથી નીકળી વૈતાઢય પર્વત પર વિદ્યાધર થયે. તેને અભ્યતેન્દ્ર