________________
૧૨૮
શ્રી ઉત્તરાયન સૂત્રા
સ્ત્રીરત્ન પ્રમુખરત્ના, રમણી, ખત્રીસ હજાર મુગટબદ્ધ રાજા, સરસૈન્યના લાકો, નવનિધિ, પાછળ ચાલ્યા. પણ ચક્રીએ પાછું વળીને જોયું નહિ, પહેલા દિવસે પારણામાં એક ગૃહસ્થે બકરીની છાશ વહેારાવી. ખીજે દિવસે છઠ્ઠું તપ કરી પારણામાં નીરસ આહાર કરતાં ખરજ, જવર, ખાંસી, ક્રમ, સ્વરભ’ગુ, આંખનું દુઃખ, પેટ પીડા આ સાત વ્યાધી થયા. સાતસો વર્ષ સુધી તે રાગ સહન કર્યાં પણ કોઈ પણ જાતની દવા ઔષધ કરાવી નહિ, તપના પ્રભાવે આમષૌધિ, ખેલૌષધિ, વિષુડૌષધિ, જલ્લાષધિ, સૌષધિ વગેરે લખ્ખી ઉત્પન્ન થઈ. ઇન્દ્રે દેવસભામાં તેમની પ્રશંસા કરી ત્યારે પૂર્વે આવેલા તેજ એ દેવા વૈદ્ય રૂપ ધારણ કરી મુનિ સમીપે આવ્યા અને ઔષધ કરવાનું કહ્યું. મુનિએ કહ્યું કે માહ્ય રાગ કાઢતાં તે, મને પણ આવડે છે એમ કહી ખરજથી પાકી ગએલી આંગળીને થુંક ચાપડી કંચન સરખી મનાવી ત્યારે તે દેવા તેમને નમી પડયા અને કહ્યું કે ઇન્દ્રે તમારી. પ્રશંસા કરી તેવા જ તો છે. તમે રાગના પ્રતિકાર જાણવા છતાં રોગ મટાડતા નથી. પૂર્વભવમાં તમે શકેન્દ્ર હતા. તેથી નવા શકેન્દ્ર તમારૂં ગૌરવ કરે છે. તમારા ચક્રિપણાને રાજ્યાભિષેક વૈશ્રમણને માકલી તેમણે જ કરાવ્યા હતા અને સઘળા અલંકારો ભેટ આપ્યા હતા. એમ પ્રશંસા કરી દેવા ગયા. ચક્રીએ મ`ડલીકપણે એ લાખ ગાળ્યાં અને લાખ દીક્ષા પર્યાય પાળી એક માસનું અનશન કરી સમેતશિખરે કાળ કરી ત્રીજા દેવલાકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ. ક્ષેત્રમાં સિદ્ધિ પદને પામશે.