________________
' ૧૨૬
.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
સૌધર્મેન્દ્ર પણ અવીને હસ્તિનાપુરમાં સનસ્કુમાર ચક્રી થયે. - આ પ્રમાણે તમારે વૈરનું કારણ બન્યું છે. તે હવે મારી તે કન્યાઓનું પાણિગ્રહણ કરે. સનકુમારે કબુલ કરતાં ચંદ્રગ પિતાને ત્યાં લઈ ગયે અને સે કન્યા પરણાવી. પછી
સનકુમાર પિતાના સ્થાને આવી ચંદ્રવેગ ત્થા ભાનુવેગની -એકસો આઠ કન્યાઓ અને સંધ્યાવલી ને સુનંદા મળી એકસો દશ સ્ત્રીઓ સાથે ભેગ ભેગવતા સુખે રહે છે. આ પ્રમાણે વિપુલમતીએ સનકુમારની આજ સુધીની બધી હકીક્ત મહેન્દ્રસિંહને કહી સંભળાવી. પછી સનસ્કુમાર મહેન્દ્રસિંહની સાથે વિદ્યાધરેથી પરિવારિત થઈ વૈતાઢય પર્વત પર ગયા. - ત્યાં અવસર મેળવી મહેન્દ્રસિંહ કુમારને વિજ્ઞપ્તિ કરી કે હે કુમાર! તમારા વિયોગથી તમારા માતાપિતા દુઃખી થઈ કાળ વિતાવે છે. માટે તેમને દર્શન આપે. મહેન્દ્રસિંહનું વચન સાંભળી સનસ્કુમાર પરિવાર સહિત હસ્તિનપુર આવ્યા. અશ્વસેન રાજાએ નગરપ્રવેશ કરાવી તેને રાજ્યાભિષેક કર્યો. મહેન્દ્રસિંહને સેનાપતિ બનાવ્યું. માતાપિતાએ દીક્ષા લીધી અને સનકુમારને નવનિધિ ને ચૌદ રત્ન ઉત્પન્ન થયા એટલે ચક્ર રત્નના દર્શાવેલ માર્ગે પ્રયાણ કરી છ ખંડ સાધ્યા. પછી - હસ્તિનાપુર આવી ચકવતિની ત્રાદ્ધિ જોગવવા લાગ્યા.
એક સમયે સુધર્મ સભામાં સૌધર્મેન્દ્ર પરિવાર સાથે બેઠા હતા ત્યારે ઈશાર્વ કલ્પવાસી એક દેવ આવ્યો. તેના તેજથી સૂર્ય જે પ્રકાશ થઈ ગયા. તેના ગયા પછી નિસ્તેજ થતાં દેએ ઈંદ્રને પુછયું કે આ કો દેવ આવ્યો હતે.