________________
- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૨૧
કેણુ છે અને આ જળ ક્યાંથી લાવ્યા. તેણે કહ્યું કે હું - આ સ્થળમાં રહેનારે યક્ષ છું. જળ માનસરેવરથી લાવ્યા છું. કુમારે કહ્યું મને તે સરેવર દેખાડે તે સ્નાન કરી શરીર સ્વચ્છ કરૂં. યક્ષ તેને માનસરોવર પર લઈ ગયે. તે વખતે -કુમારના પૂર્વભવના વૈરી અસિતાક્ષ નામના યક્ષે કુમારને દુઃખમાં પડેલા દેખી રાજી થતે કુમાર સાથે યુદ્ધ કરવા લાગે. શરૂઆતમાં વૃક્ષે ઉખાડી નાખે તે પવન મૂક્ય. પછી પિશાચે અટ્ટહાસ્ય કરવા લાગ્યા. પણ કુમાર ભય પામે નહિ. પછી કુમારને નાગપાસથી બાંધ્યા. કુમારે તે પાસને તેડી નાખે એટલે તે યક્ષે કુમાર પર ઘણને પ્રહાર કરતાં કુમાર પૃથ્વી પર પડ્યા એટલે એક પર્વત ઉપાડી કુમાર પર ઘા કર્યો તે પણ કુમાર નિર્ભય રહી યક્ષ સાથે - બાહુયુદ્ધ કરવા લાગ્યા. અંતે યક્ષ હારીને નાસી ગયા. યુદ્ધ
જેવા આવેલા વિદ્યાધરેએ કુમાર પર પુષ્પવૃષ્ટિ કરી. પછી કુમાર માનસરોવરમાં સ્નાન કરી બહાર આવ્યા. ત્યાં આઠ વિદ્યાધર કન્યાઓને દીઠી. કુમારે તેઓનું વૃતાંત પુછતાં તેમણે કહ્યું કે અમારા નિવાસસ્થાને આવે પછી બધી હકીક્ત કહીશું. દાસીએ રસ્તો બતાવતાં કુમાર તે નગરીમાં આવ્યું. ત્યાંના રાજા ભાનવેગે કુમારને આદર સત્કાર કરી કહ્યું કે, પૂર્વે એક આચાલી નામે મુનિને મેં આ કન્યાઓના વર માટે પુછતાં તેઓએ કહેલું કે જે અસિતાક્ષ યક્ષને જીતશે તે આ કન્યાઓને પતિ થશે. માટે આપ તેઓને પરણ. કુમારે તેઓનું વચન સ્વિકાર્યું. એટલે રાજાએ મહોત્સવ પૂર્વક