________________
૧૨૨
શ્રો ઉત્તરાયન સૂત્રા
આઠ કન્યાઓ પરણાવી. કુમાર તેની સાથે રતિભુવનમાં પલંગ પર સુઈ ગયા. સવારે જાગ્યા તે પલંગ કે કન્યાએ કઈ પણ જોયુ. નહિ તેમજ પેાતાના હાથે મીઢળ બાંધેલુ પણ દેખાયું નહિ. આથી ખેઢ પામી કુમાર ત્યાંથી ચાલવા લાગ્યા તેા પાસેના ભવનમાં કરૂણ સ્વરે રાતી સ્ત્રીના શબ્દ સાંભળ્યેા. કુમાર શબ્દને અનુસારે તે મહેલની સાતમી ભૂમિ કાએ ગયા. ત્યાં કુમારનું નામ અને ગુણ ગાતી તે સ્ત્રીએ ખીજા ભવમાં પણ તે જ મારા સ્વામી થાએ એમ ખેલતી. સાંભળી કુમારે પુછ્યું કે સનત્યુમાર સાથે તમારા શા સંબંધ છે? તેણીએ કહ્યું કે હુ' સાકેતપુરના સુરથરાજાની ચંદ્રયશા રાણીથી જન્મેલી પુત્રી છું. યુવાવસ્થામાં આવતાં મારા પિતાએ અનેક રાજકુમારોનાં ચિત્રપટો દૂત દ્વારા મંગાવી. દેખાડયાં પણ કોઈ મને રુચ્યા નહિ. તેવામાં એક દૂતીએ સનકુમારનું ચિત્રપટ બતાવ્યું. તે મને ગમ્યું. મે' મનથી તેમને પરણવાને નિશ્ચય કરી લીધા હું તેમનું જ ધ્યાન ધરતી હતી તેવામાં એક વિદ્યાધર મારૂ' હરણ કરી એક મહેલ બનાવી મને અહિં મુકી ચાલ્યા ગયા છે. આ વાત ચાલે છે તેટલામાં અશનીવેગ વિદ્યાધરના પુત્ર વાવેગ વિદ્યાધર ત્યાં આવ્યા અને સનત્કુમારને આકાશમાં ઉછાળ્યા. કન્યા હાહાકાર કરતી મુ પામી પૃથ્વી પર પડી ગઈ. સનત્કુમારે આકાશમાંથી નીચે ઉતરી વાવેગને હણ્યા, અને પોતાની હકીકત કહી તે સુનંદા કન્યાને પરણ્યા. આગળ ઉપર તે ચક્રવતિનું શ્રી રત્ન થશે. તે વખતે વાવેગ વિદ્યાધરની મ્હેન સધ્યાવળી ત્યાં આવી, ભાઈને મરી ગએલે જાણી કુપીત થઇ પણ પૂર્વે કાઇ