________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
દત્ત કર્યાં છે તેમ પૂછતાં મે કહ્યુ' મને ખબર નથી. તેથી વધુ મારવા લાગ્યા એટલે મે કહ્યુ` કુમારને વાઘે મારી નાખ્યું. તેઓએ કહ્યુ તે સ્થાન બતાવ. એટલે હું તમારી નજીક આવી તમને ઇશારા કરતાં તમે નાસી ગયા. મને પરિવ્રાજકે એક ગુટીકા આપેલી તે મેઢામાં મૂક્તાં હુ નિશ્ચેષ્ટ બની ગયા. તે મને મરેલા જાણી ચાલ્યા ગયા. પછી મે' માંઢામાંથી ચુટીકા કાઢી સચેતન થયા થકો તમને ગોતવા નિકળ્યા. ફરતાં ફરતાં એક ગામમાં ગયા. ત્યાં એક સન્યાસી મળ્યા. તેણે કહ્યું કે હું તારા પિતાના સુભગ નામે મિત્ર છું. તારા પિતા ધનુ મંત્રી મરણ પામ્યા બાદ તારી માને દીઘ રાજાએ પકડી ઢેઢવાડામાં રાખી છે. આ સાંભળી મને ઘણું દુઃખ થયું. હું કપીલપુર ગયા અને ઢઢવાડામાંથી મારી માતાને છેડાવી મારા પિતાના મિત્ર દેવશર્મા બ્રાહ્મણને ઘેર રાખી તમારી શેાધ કરતા અહિં` આવ્યા. આ પ્રમાણે અને મિત્રો વાત કરે છે તેટલામાં એક પુરૂષ આવી કહ્યું કે તમને ગેાતવા મોકલેલ દીર્ઘ રાજાના માણસા અહિં આવ્યા છે. આ સાંભળી બંને જણ ત્યાંથી નાસીને કૌશ’ખી નગરે ગયા. ત્યાં બહારના બગીચામાં સાગરદત્ત ને બુદ્ધિબલનામે બે શેડના ટેકરાએ એક લાખ રૂપિયાની શરતથી
૪૦
કુકડાઓનુ યુદ્ધ કરાવતા હતા તે જોવા ઉભા. બુદ્ધિલના કુકડાએ સાગરદત્તના કુકડાને પ્રહારથી ખાખરા કરી નાખ્યા. તે વખતે
唬
સાગરદત્તે પોતાના કુકડાને ઉશ્કેરવા છતાં તેનો કુકડો બુદ્ધિલના
કુકડા સામે લડવા ઉભા થયાનહિ એટલે સાગરદત્ત લાખ રૂપિયા
હારી ગયા. આ વખતે વરધનુએ કહ્યું કે હે સાગરદત્ત ! તમારા