________________
- ૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
સંચાર થતાં તે ખુશ થઈ અને ભૂલથી તમને પેળી પતાકા બતાવી. તે જોતાં તમે જતા રહ્યા. અમે તમને શેધવા બધે ફર્યા. છેવટે અહિં આવીને રહ્યાં છીએ. આજે આપનું દર્શન થયું. માટે હે ભાગ્યવાન! પુષ્પવતીના પ્રસંગને યાદ કરી અમારું પણ અભિષ્ટ સિદ્ધ કરે. કુમારે હર્ષપૂર્વક ગાંધર્વ વિવાહથી તેમનું પાણિગ્રહણ કર્યું. બીજે દિવસે કુમારે તેને કહ્યું કે હાલ તમે બને પુષ્પવતી પાસે જાઓ. મને રાજ્ય પ્રાપ્તિ થએ તેડાવી લઈશ. તેઓ ગઈ પછી ત્યાં ધવળ ઘર કે કંઈ પણ દેખાયું નહિ ત્યારે કુમારે વિદ્યાધરીની માયા જાણી. પછી તે રત્નાવતીની શેધમાં તાપસાશ્રમ તરફ ચાલ્યા. ત્યાં રત્નાવતી કે કઈ પુરૂષ જ નહિ. પણ એક સુંદર આકૃતિવાળે પુરૂષ ત્યાં આવ્યું. તેને મેં રનવતી વિશે પુછયું. તેણે કહ્યું શું તે રત્નાવતિને તું પતિ છે? રત્નવતી મારી દોહીત્રી છે. તેના કાકાને ખબર આપતાં તે આવી તેના ઘેર લઈ ગયેલ છે. સારું થયું તમે મળ્યા એમ કહી કુમારને રત્નવતી પાસે લઈ ગયે. તેના કાકાએ કુમારને રત્નવતી પરણાવી. ત્યાં કુમાર સુખે રહે છે. એક દિવસે કુમારે વરધનુને જન્મ દિવસ જાણી બ્રાહ્મણોને જમાડયા. તેમાં બ્રાહ્મણ વેશે વરધનું આવીને જમે. કુમારે તેને ઓળખે. તેનું વૃતાંત પુછતાં તેણે કહ્યું કે આપ રથમાં સુતા હતા ત્યારે એક ચોરે આવી મારા પગમાં બાણને પ્રહાર કર્યો તેની વેદનાથી હું પૃથ્વી પર પડી ગયે. તમને ફિકર થાય તેથી કહ્યું નહિ. રથ તે આગળ ચાલી ગયે. હું