________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૧૩
સગર ચકી પણ ચારેકોર સાગરપર્યા. ભારતવર્ષને તથા પૂર્ણ અને તજીને દયા વડે પરિનિવૃત્ત થયા. તેમનું ચરિત્ર કહે છે–અધ્યા નગરીમાં ઈક્વાકુ કુળમાં ઉત્પન્ન થએલ જિતશત્રુ નામે રાજા હતા. તેને વિજયા નામે રાણી હતી અને સુમિત્ર નામે નાનો ભાઈ યુવરાજપદે હતે. તેને યશેમતિ નામે સ્ત્રી હતી. એકદા વિજયારાણીએ ચૌદ મહા સ્વપ્ન જોઈ તીર્થંકર પુત્રને જન્મ આપ્યું. તેનું અજિત નામ રાખવામાં આવ્યું. તે બીજા તીર્થકર થયા. સુમિત્ર યુવરાજને યશોમતિથી ચૌદ સ્વપ્ન સૂચિત બીજે સગર નામે ચક્રવતિ પુત્ર થયો. અજિત અને સગર બને ઉમરલાયક થતાં તેઓના પિતાએ બન્નેને કન્યાઓ પરણાવી. કેટલેક કાળ ગયા પછી જિતશત્રુ રાજાએ પિતાના રાજ્ય પર અજીતકુમારને અભિષેક કર્યો અને સગરને યુવરાજપદે સ્થાપ્યું. જિતશત્રુ અને સુમિત્ર બન્નેએ દીક્ષા લીધી. અજિત રાજાએ પણ કેટલેક કાળ રાજ્ય ભેગવી પિતાના રાજ્ય પર સગરને સ્થાપીત કરી દીક્ષા લીધી. સગર રાજાને ત્યાં ચૌદ રત્ન ઉત્પન્ન થતાં છ ખંડ ભરતનું રાજ્ય સાધી શકવતિ થઈ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. આ સગર ચક્રવતિને સાઠ હજાર પુત્રો થયા. તે સર્વમાં જન્દુકુમાર સૌથી મોટે હતે. એક સમયે જહુકુમારે કોઈ પ્રસંગે સગરને સંતુષ્ઠ કરતાં સગરે કહ્યું કે જે જોઈએ તે માગી લે. જન્હએ કહ્યું કે મારી ઈચ્છા છે કે તેર રત્ન સહિત સમગ્ર ભાઈઓને સાથે લઈ પૃથ્વી પરિભ્રમણ કરૂં. સગર ચક્રીએ તે કબુલ કરવાથી સારું