________________
૧૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
વિષ્ટા મુત્ર બની જાય છે. સારાં વસ્ત્ર પુષ્પ ગંધ વિલેપન શયન આસન વગેરે વિનષ્ટ થઈ જાય છે. રેગનું ઘર પંચ ભૂતમય અશુભ શરીર માટે અનેક પાપકર્મ કરીને મનુષ્ય જન્મ હારી જવું સર્વથા યુક્ત નથી. જે મનુષ્ય કેવળ ઈન્દ્રિયેના પિષણ અર્થે આ મનુષ્યજન્મ ખપાવી નાખે છે તે સમુદ્રમાં વહાણુમાં બેસી ઢા માટે વહાણને ભાંગે છે. દર કાઢી લેવા વૈદુર્યને હાર તેડી નાખે છે અને રાખ માટે ચંદનને બાળી નાખે છે. આવાં વિચાર કરતાં ભરત ચકીને ભાવચારિત્રની પ્રાપ્તિ થતાં શુભ અધ્યવસાયથી ક્ષપક શ્રેણી પર ચઢયા તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં ઈન્દ્ર આવ્યા અને કહ્યું કે દ્રવ્યલિંગ સ્વિકારે. જેથી અમે વંદન કરી દિક્ષા મહોત્સવ ઉજવીએ. તે પછી ભરત કેવળીએ. પિતાના મસ્તકને પંચમુષ્ટિ લેચ કર્યો. દેવતાએ રજોહરણાદિક ઉપકરણો આપ્યાં. દશ હજાર રાજાઓ સહિત ભરત પ્રવ્રજિત. થયા. શેષ ચકીઓ તે હજારના પરિવારે પ્રજિત થયા.. તદનંતર ઈંદ્ર તેમને વંદના કરી ભરત કેવળી પૃથ્વી પર વિહાર કરી ભવ્ય જીને પ્રતિબધી એક લાખ પૂર્વ કેવળી પર્યાય પાળી નિર્વાણ પામ્યા. તેમની પાટે આદિત્ય રાજાને ઈન્દ્ર અભિષેક કર્યો હતો. ભરતની પાટે અસંખ્ય રાજાઓ સિદ્ધિપદને વર્યા છે. તેને અધિકાર સિદ્ધ ગંડીકાથી જાણવે. તે પછી અજિતનાથ ભગવાન થયા અને તેમના કાકાના દિકરા સગર ચકવતિ થયા. સગરે વિ સાગરંત, ભરહવાસ નહિ ઇસ્સયિં કેવલ હિચા, દયાઈ, પરિનિવુડ . ૩૫ |