________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૧૫
જ તેના ફરતી ખાઈ બેદી છે. હવે પછી આમ નહિ કરીએ. આ સાંભળી નાગરાજ શાંત થઈ પિતાના સ્થાને ગયે. પછી જન્દુકુમારે ભાઈઓને કહ્યું કે પાણી વગર ખાઈ શેભતી નથી. તે દિવસે પણ વગરની ખાઈ ધુળથી પુરાઈ જશે. એમ વિચારી દંડરત્ન વડે ગંગાનદીને ભેદી તેનું જળ લાવી ખાઈને પાણીથી ભરી દેતાં નાગકુમારના ભાવમાં પાણી ભરાવા લાગ્યું. આથી અવધિજ્ઞાનને ઉપગ મુકી જવલન પ્રત્યે જન્ડકુમારનું કૃત્ય જાણ તેઓના વધને માટે દષ્ટિ વિષ મહાનાગે મેકલ્યા. તેઓએ ત્યાં જઈ વિષયુકત દૃષ્ટિ ફેકતાં સર્વે કુમારે ભસ્મિભૂત થઈ ગયા. આથી સૈન્યમાં હાહાકાર થઈ ગયે. મંત્રીઓએ વિચાર્યું કે તીર્થરક્ષા કરતાં મરણ પામેલાની સગતિ જરૂર થઈ હશે માટે તેઓને શેક કરે નકામે છે. એમ વિચારી સગર ચક્રિ પાસે જવા નિકળ્યા. બધા કુમારે મૃત્યુ પામી ગયાની વાત ચકીને શી રીતે જણાવાય. માટે આપણે બધાએ અગ્નિપ્રવેશ કરે સારે. એમ વિચારતાં ત્યાં કેઈ બ્રાહ્મણે આવી કહ્યું કે સંસારમાં આવું બની જાય. એટલા માટે ખેદ કરે ને આપઘાત કરે તે સારું નથી. તમે મુંઝાશે નહિ. સગર ચકિને પુત્રવધુને વૃતાંત હું કહીશ. મંત્રી અને સામતેએ તે બ્રાહ્મણની વાત સ્વિકારી. એટલે તે બ્રાહ્મણ એક મુએલા બાળકને હાથમાં લઈ-હાય રે હું લુંટાઈ ગયે-એમ બુમ પાડતે સગર ચકિના ગૃહદ્વારે આવ્યો. ચકીએ તેને વિલાપ સાંભળી કહ્યું કે “કેણે તારું શું કરી લીધું છે? તેણે કહ્યું કે હે દેવ!