________________
४८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
પિતાની આઠ કન્યાઓ પરણાવી. ત્યાં કેટલાક દિવસ વરધનુ સાથે કુમાર રહ્યા. એક વખત કોઈ સ્ત્રી કુમાર પાસે કહેવા લાગી કે આ જ નગરીમાં વૈશ્રમણ સાર્થવાહ રહે છે તેની પુત્રી શ્રીમતીની હું ધાવ માતા છું. તમે તેને હાથીના સંકટમાંથી છોડાવી તેથી તમારું જ ધ્યાન ધરતી રહી છે. જે. તમારી સાથે તેનું પાણિગ્રહણ નહિ થાય તે તે અવશ્ય મૃત્યુ પામશે. તેણીએ મને એકલી છે. તે આપ તેને જીવીત. દાન આપી સુખી કરે. કુમારે તેણીનું વચન સ્વિકાર્યું. શુભ દિવસે તે બાળાને પરણ્યા. સુબુદ્ધિ મંત્રીની નંદના નામે પુત્રી વરધનુને પરણવી બન્ને મિત્રો લેકમાં પ્રસિદ્ધ થયા એક વખત કુમારને વરધનું બને વારાણશી નગરે ગયા. બ્રહ્મદત્તને નગર બહાર બેસાડી વરધનું કટક રાજા પાસે ગયો. ને બ્રહ્મદર આવ્યાની વધામણી આપી. કટક રાજાએ હર્ષ પૂર્વક હાથી પર બેસાડી નગર પ્રવેશ કરાવ્યું. સ્નાન ભેજનાદિ કરાવી પોતાની પુત્રી કનકવતી પરણાવી. કન્યાદાનમાં ઘણું દ્રવ્ય આપ્યું. ત્યાં કેટલોક કાળ કુમાર રહ્યા પછી તે મેકલી પુષ્પગુળ રાજા, ધનુ મંત્રી, કણેરદત્ત, ભવદત્ત વગેરેને સૈન્ય સહિત તેડાવ્યા. તે સર્વેએ મળી કુમારને રાજ્યાભિષેક કર્યો. વરધનુ તેને સેનાપતિ થયા પછી સૈન્ય સહિત બ્રહ્મદરો દીર્ઘ રાજા ઉપર ચઢાઈ કરી. સતત પ્રયાણ કરતા કપીલપુર પહોંચ્યા. દીર્ઘ રાજાએ કટક વગેરે રાજાઓને દૂત મેકલી. તેડાવ્યા પણ તેઓએ દૂતને તિરસ્કાર કરી કાઢી મુક્યો. બ્રહ્મદત્તના સૈન્ય કપીલપુરને ઘેરે ઘા. દીર્ઘ રાજાએ