________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ આયુષ્ય ઉત્પન્ન થયે. ચકી ચકીપણામાં મરે તે સાતમી નરકે જાય પણ રાજ્ય ત્યજી ધર્મ માગે વળે તો તે જ ભવે મેક્ષે જાય કે સ્વર્ગમાં જાય. તે મુજબ શુભમ અને બ્રહ્મદત્ત બે ચકી નિયાણ કરીને આવેલા હેવાથી સાતમી નરકે ગયા. આઠ ચકો મેક્ષે ગયા, અને મધવા અને સનકુમાર બે ચકી દેવલોકે ગયા છે. શાંતિ, કુંથુ ને અર એ ત્રણ ચકી તે તીર્થંકરપદ પ્રાપ્ત કરી મેક્ષે ગયા છે. ત્રિષષ્ઠિ સલાકા પુરૂષ ચરિત્રમાં ચોવીશ તીર્થકરો, બાર ચક્રવતિઓ, નવ બળદે, નવ વાસુદેવ ને નવ પ્રતિવાસુદેનાં ચરિત્રો વિસ્તારથી કહેલા છે. તીર્થકરો તદ્દભવ મોક્ષગામી હોય છે. બળદે પણ સ્વર્ગે કે મોક્ષે જાય છે. પણ વાસુદેવ અને પ્રતિવાસુદે નિયાણ કરીને આવ્યા હોય છે તેથી નરકે જાય છે. પ્રતિવાસુદેવે મેળવેલું રાજ્ય તેને નાશ કરી વાસુદેવ ભોગવે છે. વાસુદેવ ને બળદેવ એક જ પિતાના પુત્ર હોય છે.
હવે તેરમું અધ્યયન શરૂ થાય છે જાઈપરાજઈએ ખલું, કાસી નિયાણું તુ હત્થિણપુરશ્મિ | ચલણએ બંદિત્તો, ઉવવનો પઉમગુખ્ખાઓ | ૧
ચંડાલની જાતિથી પરાભવ પામેલ સંભૂત હસ્તિનાપુરમાં નિયાણાને કરતે હવે પછી પદ્મગુમ થકી ચવીને ચુલણની કુખે બ્રહ્મદત્ત ચક્રીપણે ઉત્પન્ન થયા. કપિલે સંભૂઓ, ચિત્તો પણ જાએ પુરિમતાલમ્મિ | સેટિઠકુલમ્પિ વિસાલે, ઘમ્મ ઊગ પશ્વઈઓ ૨ |