________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ
૪૫.
ત્યાગ કરી ભમવું યુક્ત છે. કુમારે કહ્યું કે, અનુરક્ત કણ છે? કન્યાઓએ કહ્યું કે, આપ આસન પર બેસો એટલે, અમો અમારે સર્વ વૃતાંત કહીએ. વૈતાષ્ય પર્વતની દક્ષિણા શ્રેણીમાં શિવ મંદિર નામે નગર છે. તેમાં જવલનશીખ નામે રાજાને વિદ્યુન્શીખાનામે રાણીની અમે બન્ને પુત્રીઓ છીએ. અમારે ભાઈ ઉન્મત વિધાધર એક વખતે અમારા પિતા પિતાના મિત્ર અગ્નિશીખ સાથે વાર્તાવિનેદ કરતા બેઠા હતા.
ત્યાં આવ્યું. તેટલામાં અષ્ટાપદ પર્વત પર જતા દેવતાઓના સમુહને જોઈ રાજા પરિવાર સાથે યાત્રાર્થે ગયા. ત્યાં ચારણ શ્રમણ મુનિઓની ધર્મદેશના સાંભળી અગ્નિશીખે પૂછ્યું કે હે ભગવન! આ બે કન્યાઓને ક વર મળશે. ગુરૂએ કહ્યું કે જે એ કન્યાઓના ભાઈને મારશે. તે તેઓને ભર્તા થશે. આ સાંભળી રાજાનું મન દુભાણું. અમે બન્નેએ પિતાને કહ્યું કે હમણાં જ મુનિએ ઉપદેશ આપી સંસારની અસારતા સમજાવી તે કેમ દુભાઓ છે? ભાતુનેહને લીધે અમે બન્ને બહેને ચિંતામાં હતાં તેવામાં અમારા ભાઈએ તમારા મામાની પુત્રી પુષ્પવતીને જોઈ તેનું હરણ કરી લાવ્યું પણ તેનું તેજ સહન ન થવાથી વિદ્યા સાધવા ગયે. પુષ્પવતી આપને મળી. આપે અમારા ભાઈના વધની વાત કરી તે તેણુએ અમને કહી. સાંકરી વિદ્યાના બળથી અમને કહ્યું કે તમારા ભાઈને વધ કરનાર બ્રહ્મદત્ત ચક્રવતિ થશે. તમને પેલાં ચારણમુનિનાં વચન યાદ નથી આવતાં? અમારા અંતઃકરણમાં પ્રેમ