________________
૪૩.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
છીએ”. તેણીએ કહ્યું તમે બ્રહ્મદત્ત છે અને આ વરધનુ છે.. કુમારે કહ્યું તમે અમને શાથી આળખ્યા ? તેણીએ કહ્યું કે આ નગરીમાં ધનપ્રવર નામે શેઠ છે. તેની ધનસંચયા નામે. પત્નિથી આઠ પુત્ર ઉપર એક પુત્રી થઈ તે હું છું. ઉંમર લાયક થતાં મને કોઈ પુરૂષ ગમ્યા નહિ તેથી માતાની આજ્ઞાથી મે' યક્ષની આરાધના કરી. યક્ષે પ્રસન્ન થઈ કહ્યું કે હવે પછી બ્રહ્મદત્તના નામે ચક્રી થશે તે તારા ભર્તાર થશે, તે પોતાના મિત્ર વરધનુ સાથે હશે. તે પછી મેં હાર ને લેખ મોકલ્યો તે તમારા જાણવામાં છે જ. આ સાંભળી કુમાર તેણીના આગ્રહથી રથમાં ચડયા. કુમારે તે રત્નવતીને પૂછ્યું કે અહિંથી કયાં જવુ છે. તેણીએ કહ્યું કે મગધપુરમાં મારા કાકા ધનસા વાતુ રહે છે. મે તેમને મારી હકીકત જણાવેલ છે. તે ત્યાં જઈએ છીએ. તે તમારૂ સ્વાગત સારૂં કરશે. કુમારે તે તરફ જવા હા પાડતાં વધતુ તે રથના સારથી બન્યો અને તે કૌશામ્બીના પ્રદેશમાંથી નીકળી ગયા. આગળ જતાં ગુફાઓવાળા અરણ્યમાં આવ્યા. ત્યાં કટક અને સુકટક નામે બે ચાર સેનાપતિ હણવા આવ્યા. આ વખતે કુમારે એવી તા પ્રહાર કરવાની શક્તિ બતાવી કે બધા ચારા ભાગી ગયા. પછી કુમાર રથમાં બેઠો ત્યારે વરધનુએ કહ્યું કે તમે બહુ શ્રમ લીધા છે તે રથમાં સૂઈ જાઓ. કુમાર રત્નવતી. સાથે રથમાં સૂઈ ગયા. માર્ગમાં નદી આવી. ઘેાડા થાકી ગયા હાવાથી આગળ ચાલી શકયા નહિ. એટલામાં કુમાર જાગી. ગયા. ઘેાડા થાકી ગએલા જોયા પણ વરધનુને જોયા નહિ.