________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૩૭.
-તાપસો સાથે ફળફળાદિ લેવા વનમાં ગયા. વનની શોભા જોતાં જાય છે ત્યાં એક હાથી જોઈ કુમાર તેની સામે ગયે. કુમારને જોઈ હાથીએ ગર્જના કરી. કુમારે પિતાનું ઓઢવાનું વસ્ત્ર તેના પર ફેંકયું. તે વસ્ત્ર સૂંઢથી પકડી હાથીએ ઉછાળ્યું. તે કુમારે ઝીલી લીધું. આ રીતે હાથીને થકવી નાંખે ત્યારે હાથો આગળ ચાલવા લાગ્યા. કુમાર તેની પાછળ ગયા. ત્યાં પૂર્વ દિશામાં ફરતાં પર્વતમાંથી નીકળેલી નદીના કિનારા પર આવેલું એક ઉજજડ નગર જોયું. ત્યાં એક જગાએ વાંસને ઝુંડ જે ને બાજુમાં ઢાલ ને તલવાર પડેલી જોઈ. કુમારે તે ખની ચકાસણી કરવા વાંસના ઝુંડ પર ઘા કર્યો કે કપાએલું મસ્તક લેવામાં આવ્યું. કુમારે વિચાર્યું કે મેં કેઈ નિરપરાધી માણસની અજાણતાં હત્યા કરી. મારા બાહુબળને ધિક્કાર થાઓ એમ આત્મનિંદા ને પશ્ચાતાપ કરતા કુમારે તે માણસનું ધડ ધુમ્રપાન કરેલું જોઈ વધુ આશ્ચર્ય પામ્યા. આગળ જતાં એક બગીચામાં સાત માળને મહેલ જે. કુમાર તેના ઉપર ગમે ત્યાં એક સ્ત્રીને જોઈ. તેને પુછતાં તેણીએ કહ્યું કે, મારી હકીકત બહુ મોટી છે. પહેલાં તમારી ઓળખાણ કરાવા પછી હું કહીશ. કુમારે કહ્યું કે પાંચાળ દેશના અધિપતિ બ્રહ્મ રાજાને હું બ્રહ્મદા નામે પુત્ર છું. આટલું કહેતાં તે સ્ત્રી રૂદન કરવા લાગી. કુમારે તેને આશ્વાસન આપવાથી તેણીએ કહ્યું કે હું તમારા મામા પુષ્પગુલ રાજાની પુત્રી છું. મારાપિતાએ તમને જ વાગ્દાનથી મને આપેલી. હું મારા ઘરના બગીચામાં વાવને કાંઠે રમતી હતી ત્યાંથી દુષ્ટ વિદ્યા